________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૨૫
ને ન આચરાય. સત્ય, પ્રિય ને હિતકર વચન વધવાનું તપ એકમાં હોય તો તેનું અપૂર્વ બળ છે. શાસ્ત્રોમાં તો કહેલ છે કે સત્યમાં સ્થિરતા થવાથી તે વાણી અમોધ થાય છે. તેનામાં જે બોલે તે થાય, તેવી શકિત આવે છે, આ વાત સાચી છે. છતાં તે શક્તિ મેળવવા આ નિયમ ન જ લેવો. સત્યની ઉપાસનાનું ફળ તેટલું જ છે તેમ નથી, તેથી અનેકગણું વિશેષ છે, સત્યવાદીની પોતાની બાહ્ય પરીક્ષાને માટે આ દ્રશ્યફળ લખ્યું છે. બાકી સત્યવાદી નિર્ભય થાય છે. સત્યવાદી નિશ્ચિત થાય છે. સત્યવાદી કોઇથી દબાતો નથી. સત્યવાદી પોતાના તપથી પુણ્યલોકને પ્રાપ્ત થાય છે. ને ભોગની ઇચ્છા વિનાનો ધ્યેય તો કેવળ સત્યના સેવનથી મુક્તિ પ્રાપ્ત કરે છે. (૪) ચોરી ન ક્રવીઃ
માલિકને કહા સિવાય કંઇ લેવું તે ચોરી. આ નિયમ પાળનારે તેમાં ઊંડા ઊતરવું. કોઇ પણ વસ્તુ લેતાં માલિક કોણ તે તપાસવું. રસ્ત જતાં વાડેથી તે દાતણ ન જ લઈ શકે.તેના ધણીને તેણે પૂછવું જોઇએ. નોકર શેઠને ત્યાંથી કાગળ, પેન્સીલ, શાહી ન જ વાપરી શકે. નોકરીના વખતમાં કામના સમયનો પોતાના માટે ઉપયોગ ન જ કરી શકે. જાણતાં કે અજાણતાં બીજાની કોઇ વસ્તુ ન જ લેવાય. લેવાની ઇચ્છા પણ ન જ થાય. પરસ્ત્રી સામી કુદ્રષ્ટિ કરવી તે પણ ચોરી છે. ભોગની ઇચ્છા કરવી તે પણ ચોરી છે. પોતાના ઘરમાંથી પણ પોતાના માટે નિર્માણ નથી તે લેવું તે પણ ચોરી છે. આ નિયમ પાળનાર જેમ જેમ તેને આચરે છે તેમ તેમ નિર્મળ ને નિર્ભય થાય છે. ને કઇ ચોરી ને કઇ ચોરી નહીં તેને પોતાની મેળે જ જાણે છે. અંદરનો આત્મા છે તે જ સર્વનો ન્યાય કરી જાણે છે. શું સાચું છે તે જ તે યથાવત્ જાણે છે એટલે કોઇપણ નિયમના ઉપાસકે નિયમ પાળવા જ માંડવો, તર્ક ન ચડવું. આચરતાં આચરતાં તમામ મુશ્કેલી ઉકેલવાનું બળ તેનામાં આવશે. (૫) પરનિંદા ન ક્રવી :