________________
૪૨૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અંતમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકશો.
પરિશિષ્ટ- ૩
જ્ઞાનના અમોધ સાધન
જ્ઞાન નિર્મળ છે, પવિત્ર કરનાર છે, અશુભમાંથી બચાવનાર છે, તારનાર છે, પણ તે આચરાય તો જ. જગતમાં જ્ઞાન કથનારાની ખોટ નથી. સૌ જ્ઞાનનો ઉપદેશ ઓછો વધતો બીજાને આપી શકે છે, પણ જે જ્ઞાન તે કહે છે તે પોતે આચરી શકતો નથી. જેમ જખ્યા વગર ભૂખમટતી નથી, તેમ જ્ઞાનનું આચરણ કર્યા વિના ફળ મળતું નથી. તેથી જ્ઞાનને આચરણમાં મૂકવું. જેટલું જ્ઞાનનું આચરણ ને જેટલો ભોગનો ત્યાગ, તેટલું સુખ. જે જ્ઞાન કથાય છે તેનો કહેનાર તે જ્ઞાનથી આચરણહીન હોય તો કહેલું જ્ઞાન સાંભળનાર પર અસર કરતું નથી. જ્ઞાનને આચારમાં ઉતારવાનો અભ્યાસ કરવા નીચે લખેલા કોઇ ને કોઇ સુગમ લાગે તે નિયમ પ્રથમ લેવા ને તેને આગ્રહપૂર્વક પાળવા. એક આગ્રહપૂર્વક પળાયેલો નિયમ બીજા અનેક નિયમ પાળવાનું બળ આપે છે. એક સદ્ગણ અનેક સગુણો લાવે છે. એક દુર્ગુણ અનેક દુર્ગુણ લાવે છે. નિયમો નીચે પ્રમાણે છે. (૧) સત્ય બોલવું -