________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૨૧
વખત આધ્યાત્મિક ઝરણું વહેતું થયા પછી તે કદાપિ સુકાતું નથી, સિવાય કે આગળના માર્ગમાં વિબ આવે અથવા બંધિયાર બની જાય. વાસનાના આંતર-પ્રવાહનો નાશ કરો ને નિયમિત ધ્યાન ધરો. આધ્યાત્મિક પ્રગતિનાં વિઘ્નો :
ઘણી વાર સાધક આગળ વધી શકતો નથી. ઘણી વાર સિદ્ધિની લાલચે તે બીજા રસ્તા ઉપર ચઢી જાય છે. અને પોતાનો રસ્તો છોડી દે છે. આથી તે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે. ઘણી વખત તે ખોટો સંતોષ માની બેસે છે.
ઘણી વખત એ એમ માને છે કે પોતે અંતિમ લક્ષ્ય પહોંચી ગયો છે અને તેથી સાધના બંધ કરે છે. કોઇ વાર તે કાળજી વિનાનો અને આળસુ બની જાય છે તેથી સાધના કરી શકતો નથી. માટે વહાણના કમાનની માફક, ઓપરેશન કરતા સર્જનની માફક સદા ખૂબ જ સાવચેત રહો.
આધ્યાત્મિક પથ વિનોની ભરપૂર છે. જેવા તમે એક વિબ પાર કરો કે તરત જ બીજું વિબ તૈયાર જ હોય છે. તમે સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ મેળવો કે તરત જ બીજી ઇન્દ્રિય બમણા વેગથી તમને હરાવવા તત્પર જ હોય છે. તમે લોભ દૂર કરો કે તરત જ ક્રોધ તમને હેરાન કરવા તૈયાર જ હોય છે. અહંકારને એક બારણેથી બહાર કાઢો તો બીજા બારણેથી હાજર ! માટે અખૂટ ધીરજ, ખંત અને અતૂટ તાકાત આવશ્યક છે.
દ્રઢ મનોબળવાળા બનો. લોકો તમારી મશ્કરી કરશે. છતાં પણ શાંત રહો. લોકો તમારું અપમાન કરશે. લોકો તમારા માટે ખોટી અફવા ફેલાવશે, છતાં પણ શાંત રહો ને આધ્યાત્મિક પથને પકડી રાખો. સત્ય
જ્યાં લઈ જાય ત્યાં જાઓ અને તેની ગમે તેટલી કિંમત ચૂકવવી પડે તો ચૂકવો. હમણાં જ સાધના શરૂ કરો :
હમણાં જ કાર્ય કરો. હમણાં જ જીવન શરૂ કરો. હમણાં જ જ્ઞાન