________________
૪૨૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કણ છે. આ જગતની સર્વ વસ્તુની અવગણના કરો. તમારા અભ્યાસથી સ્થિરતા પ્રાપ્ત કરો. અંતિમ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી કદાપિ અભ્યાસ બંધ ન કરો. બાત્મિક ચેતનામાં તમે સ્થિર નિવાસ કરી શકો ત્યાં સુધી સાધનામાંથી નિવૃત્તિ ન લો.
નિષ્ફળતાથી નાસ્મિત ના બનો. તમે ઉત્સાહથી આગળ વધો. ભૂતકાળની ભૂલોને યાદ ન કરો, કારણ કે તેમ કરવાથી તમારા મનમાં દુઃખ અને હતાશા વ્યાપશે. ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન કરો. તમારી નિષ્ફળતાનાં કારણોનો અભ્યાસ કરો અને તેને દૂર કરવા કટિબદ્ધ થાઓ. તમારી જાતમાં નવીન શિક્ત અને સદ્ગુણો વિકસાવો. તમારી ઇચ્છાશક્તિનો વિકાસ સાર્ધા. લાલચનો સામનો, દુવિચારનો નાશ, બધી તૃષ્ણાનો ત્યાગ, કુવચનનો ત્યાગ, ઉમદા કાર્યનો વિકાસ, ઉન્નત વિચાર આ બધી વસ્તુઓ ઇચ્છાશકિત મજબૂત બનાવવામાં ઉપયોગી બને છે. આ બધી વસ્તુઓથી ઉમદા ચારિત્ર્ય, શાશ્વત સુખ તથા અમરત્વની પ્રાપ્તિ થાય છે.
-
સાધાનાની પ્રત્યેક ક્રિયા તમારા અંદરના સૂક્ષ્મમાં અચૂકપણે નોંધાય છે, કોઇ પણ સાધના નિષ્ફળ જતી નથી. તમારા વિકાસમાં દરેક ક્રિયા ભાગ ભજ્વે છે. આ એક નિયમ છે. માટે નકારાત્મક વિચારોનો ત્યાગ કરો. સાધનાને માર્ગે શાંતિથી આગળ વધ્યે જાઓ. તેમાં નિયમિત બનો. એક પણ દિવસના અંતરાય વગર તમારા આધ્યાત્મિક અભ્યાસમાં આગળ ધગ્યે જાઓ. ધીરે ધીરે શક્તિનો સંચય થશે અને તેની વૃદ્ધિ થતી જશે. અંતે, સાધનાના પથમાં કરેલા સતત પ્રયત્નોથી તથા ધીરજ અને ખંતના પરિપાકરૂપે જીવનના લાંબા ગાળે એક ધન્ય પળે આ સાધના પરમ આનંદના સાક્ષાત્કાર સ્વરૂપે ફળદાયી બનશે.
સાધના નિયમિત, સતત, અતૂટ અને સાચા દિલની હોવી જોઇએ. જો તમારે આત્મસાક્ષાત્કાર ઝડપથી પ્રાપ્ત કરવો હોય તો એકલી નિયમિતતા જ નહીં પરંતુ સાધના અને ધ્યાનનું સાતત્ય પણ નિતાંત આવશ્યક છે. એક