________________
૪૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કાબૂ મેળવ્યો છે. ફકત અહીંતહીં ભટકતો સાધક જ આમ માની લે છે અને પડતીની ગર્તામાં ધકેલાઇ જાય છે. હંમેશાં ગતિમાં રહેવું એ જીવન, મન અને પ્રકૃતિનો સ્વભાવ જ છે. જ્યાં સુધી મનમાં એવો વિચાર હોય કે હજુ ઉચ્ચતર ધ્યેય પ્રાપ્ત કરવાનું બાકી છે ત્યાં સુધી તમે હંમેશાં તે તરફ આગળ ધપે જશો. પરંતુ જો શિખરે પહોંચી ગયાં એમ ધારશો તો તમારે આગળ ચાલવાનું તો છે જ – એટલે તમારી ગતિ પડતી તરફ થશે. જ્યાં સુધી તમારો શ્વાસ બંધ થાય ત્યાં સુધી ઉચ્ચતર સાક્ષાત્કાર માટે હંમેશાં આશા સેવ્યા કરો.
આધ્યાત્મિક સાધના કઠિન અને મહેનત માગી લે તેવી હોવાથી બહુ જ ધીમી છે. તે સ્કૂના પેચ જેવી ક્રમિક છે. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી પડે, ધીરે ધીરે વર્તુળ નાનું બનતું જાય અને મહેનત ઘટતી જાય. આવી જ રીતે, સાધકને આધ્યાત્મિક શકિત ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. અંતે તે ઝડપથી છેવટે તે ફલાંગ પછી ફલાંગ વધવાને બદલે માઇલ પછી માઇલની ઝડપે આગળ વધે છે. આમ, તે કૂદકે અને ભૂસકે આગળ વધે છે. એટલા માટે ધીરજ ધરો, સ્થિરતા રાખો અને ખંતીલા બનો. આધ્યાત્મિક પ્રગતિનાં લક્ષણો :
જેમ રાત્રિના સમયમાં કળીનું ફૂલમાં રૂપાંતર થાય છે તેમ સાધકનો આંતરવિકાસ ધીમો, શાંત અને અદ્રશ્ય હોય છે. તેથી તમારો વિકાસ થતો નથી, એવા વિચારથી નાહિમંત ના થશો. જાગ્રત અવસ્થામાં ગંભીરતા, શાંતિ અને પવિત્રતા દ્વારા તમે તમારી વાસ્તવિક આધ્યાત્મિક પ્રગતિને માપી શકશો. આથી તમારાં તન અને મન સ્વસ્થ બનશે. તમારો અવાજ મધુર, ચહેરો તેજસ્વી, આંખો ચકચકિત બની જશે. તમે હંમેશાં શાંતચિત્ત રહેશો. તમે સર્વદા આનંદી, નિર્ભય અને સંતોષી બની રહેશો. દુનિયાની કોઇ વસ્તુનું તમને આકર્ષણ રહેશે નહીં. પહેલાં જે વસ્તુઓ તમને હેરાન કરતી હતી તે વસ્તુઓ તમને હવે હેરાન કરી શકશે નહીં. તમારું મન શાંત થઇ જશે. જે વસ્તુઓ પહેલાં આનંદ આપતી હતી તે વસ્તુઓ હવે તમને