________________
૪૨૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પ્રાપ્ત કરો. અત્યારે જ સુખી બનો.
પ્રત્યેક મૃત્યુ ચેતવણી રૂપ છે. ઘંટનો પ્રત્યેક રણકાર ‘તમારો અંત નજીક છે' તેનું સ્મરણ કરાવે છે. જીવનનો પ્રત્યેક દિવસ તમારી કીમતી જિદંગીને લૂંટે છે. તેથી સતત સાધનામાં નિમગ્ન રહેવામાં તમારે દિલથી લાગી વું જોઇએ.
નિષ્ફળ શોના શિકાર ન બનો. આનો દિવસ શુભ છે. આનો દિન તમારા નવા ન્મનો દિવસ છે. અત્યારે જ સાધના શરૂ કરો. ભૂતકાળની ભૂલોને અત્યારે જ છેલ્લી સલામ પાઠવો. તમે તમારા પાઠ શીખી ગયા છો. નવી આશા, નવો ઉત્સાહ અને નવા નિશ્ચય સાથે આગળ ધપો.
ગભરાશો નહીં. શંકા ન લાવો. તમારા સમયનો દુર્વ્યય કરવાને બદલે સાધનાના રસ્તે આગળ વધવા કમર કસો. તમારામાં અખૂટ શક્તિ પડી છે. તમારામાં અખૂટ શકિતસંચયનો ખજાનો છે, તેથી આશા ન છોડો. વિઘ્નો એ તો સફળતાનાં સોપાન છે. તેનાથી તમારી ઇચ્છાશકિત પ્રબળ બનશે. તેમનાથી દબાઇ જશો નહીં. ભૂલ તમને પૂર્ણતાની યાદ આપે છે અને પાપ સદ્ગુણોની યાદ અપાવે છે. હંમેશ સાચા માર્ગે ચાલો. જ્યારે સમુદ્રનાં સર્વ મોજાં શાંત થઇ જશે ત્યારે હું સ્નાન કરીશ. એવું વિચારશો તો સ્નાન કદી શકય નહીં બને. કદાપિ મોજાં નાશ પામવાનાં જ નથી અને તમે કદાપિ સ્નાન કરી શક્વાના નથી. તેવી જ રીતે, જો તમે એમ વિચારશો કે જ્યારે મારી ચિંતાઓ અને દુઃખો નાશ પામશે ત્યારે હું આધ્યાત્મિક સાધના શરૂ કરીશ. જ્યારે નિવૃત્તિ થયા બાદ મને પૂર્ણ નવરાશ મળશે ત્યારે હું સાધના શરૂ કરીશ. તો આ શકય બનવાનું નથી. જ્યારે તમે ઘરડા બનશો ત્યારે અડધો કલાક પણ સ્થિર બેસવા તમે શક્તિમાન બની શકશો નહીં. કોઇ પણ કઠિન તપ કરવા માટે તમારી તાકાત રહેશે નહીં. જ્યારે તમે યુવાન હો ત્યારથી જ કઠિન આધ્યાત્મિક તપશ્ચર્યા શરૂ કરો. પછી ભલેને ગમે તે સંજોગો હોય ! આમ કરશો તો જ જ્યારે તમે સમૃદ્ધ બનશો ત્યારે આધ્યાત્મિક પાક લણી શકશો અને