Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/023107/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નાદ ગુણસ્થાનક ज्ञान संजर ગવાન (નવી આવૃતિ) પહેલુ ગુણસ્થાનક ભાગ - ૧ ના સ્વામી RLS નંતકાળ મોક્ષ | બેડાવાલા ભવના મતી, અમદાવાદ-૫| ૧૪ અયોગી કેવલી ભગવાન લેખક - સંપાદક ' પ. પૂ. આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી નવ વાક્ષર યોગયુક્ત વીતરાગ સર્વજ્ઞ ભગવાન , સર્વ કષાયમુક્ત છે ઘાતી કર્મનાશક : સમયઃ ૧ અંતર્મુ. થી દેશોનુ પૂર્વ ફ્રોડ વર્ષ ૧૩ સયોગી (કેવલી ભગવાન, ક્ષીણકષાય છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન મોહનીયનો ખૂણક્ષય . પ્રાતિજજ્ઞાન સમય: જ.ઉ. અંતર્મુ. ૧ર ક્ષીણમોહ ઉપશાંત મોહ ઉપશાંત છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન સમય : ૧ સમયથી અંતર્મુ. પછી અવશ્ય પતન સૂમલોભ કિટ્ટીવેદન સમય: ૧ સમયથી અંતર્મુ. 10 સૂરમ સંપરાય શ્રેણીનાં ગુણસ્થાનકો 'સનિવૃતિકરણ અથવા બાદર સંપરાય, મોહક્ષય કે ઉપ. કરનાર ક્ષપક કે ઉપશામક સમય : ૧ અંતર્મુ. મોહકર્મના (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) રસધાત (૩) ગુણ શ્રેણિ (૪) ગુણસંક્રમ(૫) અપૂર્વ સ્થિતિબંધ, નિવૃત્તિ ૧ સમયે ચડેલા જીવોના અધ્ય.ની ભિન્નતા સમય :૧ અંતર્મુ. અપ્રમત્ત ભાવનું સર્વવિરતિપણુ સમયઃ ૧ અંતર્મુ. ૮ અપૂર્વકરણ અથવા નિવૃતિકરણ અપ્રમત્ત સર્વ વિરતિ પ્રમતભાવનું સર્વવિરતિપણું સમય : ૧ અંતર્મુ. થી દેશોનુપૂર્વ કોડ વર્ષ (પ્રમત સર્વવિરતિ સમ્યકત્વ સહિત ૧૨માંથી એકાદ પણ અણુવ્રતાદિના એક વગેરે માંગાનો ધારક દેશ વિરતિ રની સુગ शान ज्ञान भंडार સંખ્યત્વે મિશ્ર મિથ્યાત્વ ગુણસ્થાનક ૧D - ૧B ૧A ૨ સાસ્વદેન દજી બેડાવાલા ભવન બરમતી, અમદાવાદ-૫ • ઉપશમ સમ્યકત્વનું છે માર્ગાનુસારી ભાવ ચરમાવર્તકાળમાં પ્રવેશ • તિબંધક-સકૃદબંધક વ્યવહાર રાશિમાં અતિગાઢ મિથ્યાત્વ વમન કરતાં લક્ષણ : ન્યાય સપન-પુ અધક માવ: | માભિમુખ માર્ગપતિત પ્રવેશ સમય: ૧ સમય થી છે ભવાભિનંદિતાની a • સૂત્મનિગોદ વિભવાદિ આદિધાર્મિક અવસ્થા લક્ષણો • મહાભયાનક - અવ્યવહારરાશિ ૬ આવલિકા ગુણપ્રાપ્તિ (૧) તીવ્રભાવે પાપ ન કરે ચરમસીમા મિથ્યાત્વનો અંધકાર - આઠ રૂચક પ્રદેશ (૨) ઉચિત સેવે (૩) અર્થમાં નીતિ ક્રમમાં સદાચાર (૪) મોકાઅર્ચિ ખુલ્લા હોય Page #2 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશન નં-૪ ચૌદ ગુણસ્થાનક (નવી આવૃત્તિ) ભાગા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાતકની નીતિને લેખ સંપાદક મ સ્વ. કર્મ સાહિત્ય નિષ્ણાત સિધ્ધાંત મહોદધિ, સચ્ચારિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમશાસન પ્રભાવક પરમતારક, સૂચિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક કર્મ સાહિત્યના જ્ઞાતા પરમ પૂજ્ય આચાર્ય વિજય નરવાહનસૂરિ મહારાજ. સંક્લનકાર પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનશીલ વિજયજી પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ ૧૧૮૮, લક્ષ્મીનારાયણની પોળ, રાજામહેતાની પોળમાં, કાળુપુર-અમદાવાદ-૩૮૦૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન-જ્ઞાનભંડારોની જાળવણી-પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જે કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શક્ય ન હોય અને જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાનભંડારોને જ ગ્રંથ સાદર સમપિર્ત કરાશે ગૃહસ્થો એ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય શ્રી જ્ઞાન ખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાન ખાતે અપવા ચૂકવું નહિ. જેથી કોઇપણ પ્રકારના દોષના ભાગીદાર ન સૂવાય. Page #4 -------------------------------------------------------------------------- ________________ I - - - - - I * - - - - - *.* આર્થિક સહયોગ | શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈજપૂરબોધા) અમદાવાદના શ્રી જ્ઞાન ખાતેથી પરમ પૂજ્ય આચાર્ય વિજય નરવાહનસૂરિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ પુસ્તક પ્રકાશનની સંપૂર્ણ રકમ મળેલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ * પ્રાપ્તિ સ્થાનો * પુસ્તક-૪૦મું ચૌદગુણસ્થાનક વિવેચન નવી આવૃત્તિ ભરતભાઇ બી.શાહ ૪૦૧/૪૦૨, સરિતા કોમ્પલેક્ષ, પ્રવિણ એપાર્ટમેન્ટની સામે, સેંટ ઝેવીયર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન નં-૬૫૬૩૪૩૧-૬૫૬૩૪૩૨ - ૬૫૬૩૪૩૩ વીર સં-૨૫૨૭ સને- ૨૦૦૦ સંવત-૨૦પ૭ કારતકસુદી-૧ (બેસતું વર્ષ) અશ્વિનભાઇ એસ.શાહ C/o નગીનદાસ છગનલાલ ઠે. પાંચકુવા દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૨. ફોન: ૨૧૪૪૧૨૧ કિમંત રૂ. ૯૦.૦૦ સર્વહક્ક પ્રબશકને સ્વાધિન જયંતિલાલ પી.શાહ ઠે. ૬૯૬, નવાદરવાજા રોડ, માયાભાઇની બારી પાસે, ડી.વાડીલાલ એન્ડ . ના મેડા ઉપર ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ-૧ ફોન: ૨૧૬૭૮૮૮ ટાઈપ સેટીંગ દિવ્યેશ શાહ • મુદ્રક યુનિક ઓફસેટ તાવડીપુરા-દૂધેશ્વર અમદાવાદ-૩૮૦૦૦૪ ટે.ન. પ૬ ર૩૪૪૦ હિંમતભાઇ બી. શાહ ૨, ચેતન સોસાયટી, અકોટા રોડ, વડોદરા-૩૯૦૦૧૦. ફોન: ૩૧૦૩૪૩, ૩૨૨૮૬૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ (૦૦ પ્રકાશીય ૦)) ચૌદ ગુણસ્થાનક એ આવ્યવહાર રાશીથી લઇને મોક્ષ પામવા સુધીની પ્રક્રિયાનો નકશો છે. જૈન શાસને જીવના જીવનના વિકાસના ચૌદ પગથીયા બતાવ્યા છે જેને ચૌદ ગુણસ્થાનક પણ કહેવાય છે. આ ચૌદ ગુણસ્થાનકમાં પણ જ્ઞતના જીવોનો મોટો ભાગ પહેલા મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકમાં જ ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતો ઘણો કાન વ્યતિત કરે છે. ઉપાદેયને હેય અને હેયને ઉપાદેય માનવા રૂપ મિથ્યાજ્ઞાન ધરાવતાં અને તેમાં જ રાચી માચીને રહેતાં જીવો આ પહેલાં ગુણસ્થાનકમાં જ અથડાયા કરે છે. આ પહેલા ગુણસ્થાનકના પણ વિભાગો બતાવેલ છે. તેમાંના છેલ્લા વિભાગરૂપ ખાડામાં જ મોટોભાગ પોતાનો કાળ પસાર કરતો હોય છે. આ ખાડામાંથી બહાર નીકળીને પહેલા ગુણસ્થાનકના પણ ટોચ સ્થાનમાં પહોંચીને તેનાથી પણ આગળ વધવા જીવે શું કરવું અને શું ન કરવું જોઇએ તેનો આખો ચિતાર ખૂબ વિસ્તારથી આ પુસ્તકમાં બતાવવામાં આવેલ છે. ખૂબ જ પરિશ્રમ વેઠીને પણ, આ વાંચીને વિચારવા યોગ્ય પુસ્તકનું લખાણ તૈયાર કરી આપવા બદલ ૫.પૂ.આચાર્ય વિજય નરવાહનસૂરી મ. સાહેબનો તેમજ પ્રફ તપાસી આપી લખાણને શુધ્ધ કરી આપવા બદલ પૂ. દર્શનશીલ મહારાજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમણે શ્રી જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપેલ છે એવા શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈજપુરબોધા)ના ટ્રસ્ટીઓનો અંત:કરણપૂર્વક ખૂબજ આભાર માનવો ઉચિત હોઇ અત્રે નિવેદન કરેલ છે અને ભવિષ્યમાં પણ અમને આવો સુંદર સહકાર સાંપડશે એ આશા સાથે ધન્યવાદ આપીએ છીએ. એજ. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #7 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય સુદીર્ધ સંયમી (બાપજી) મ. સા. ના પ્રશિષ્ય પૂ. આ. વિજય વિબુધપ્રભ સૂ. મ. સાહેબના આજ્ઞાવર્તિની પૂ. સાધ્વી શ્રીજી પ્રભંજનાશ્રીજી મ. સા. ના શિષ્યા વયોવૃધ્ધા જ્ઞાન સ્થવીર-પર્યાય સ્થવીર પૂ. સાધ્વી શ્રીજી વિજયાશ્રીજી મ. સાહેબના સત્તાવન વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે........ પૂ.વિજયાશ્રીજી મ.ના શિષ્યા પૂ. મદનરેખાશ્રીજી મ.ના ! પ૮ વર્ષના તથા પૂ. પઢારેખાશ્રીજી મ. પૂ.વિમલપ્રભાશ્રીજી મ. પૂ.પઢાપ્રભા શ્રીજી મ. તથા પૂ.પઢાયશાશ્રીજી મ.ના ૫૦ વર્ષના તથા પૂ.પ.જયતીલક વિજયજી મ. પૂજયોતિરેખાશ્રીજી મ.ના ૪૩ વર્ષના તથા પૂ.તિર્થેશ પટ્ટાશ્રીજી મ.ન. ૧૫વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે તેમના ભકતજનો તરફથી સાદર સપ્રેમ ભેટ અષાઢ સુદ 9 શુક્રવાર - ૨૦૧૬ અષાઢ શુદ ૧૦ મંગળવાર - ૨૦૧૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક ભાગ-૧ - ચૌદ ગુણસ્થાનક વિવેચન વર્ણન ' યાને મોક્ષ પદ સોપાન ગુણસ્થાનક = ગુણોનું સ્થાન. જ્યાં સાધના કરતાં કરતાં આત્માના વિકાસ માટેનાં ગુણોની કમસર પ્રાપ્તિ થતી જાય અને તે ગુણોની સ્થિરતા બનતી જાય. તેવી જ રીતે તે તે ગુણોની સ્થિરતાનો અભાવ થતો જાય. અર્થાત્ અપકર્ષ એટલે તે ગુણોની અનુભૂતિનો નાશ પણ થતો જાય એમ બન્ને પ્રકારની પ્રક્રિયા ચાલ્યા કરે તેવા સ્થાનોનાં પરિણામ ને ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ આત્મપરિણતિના ગુણોનો ઉત્કર્ષ જેમ જેમ થતો જાય તે પરિણામોને જ્ઞાનીઓએ અવસ્થાભેદ રૂપે તે તે ગુણોનાં સ્થાન નક્કી કરેલ છે તે ગુણસ્થાનક કહેવાય છે. તે ગુણસ્થાનકો ક્રમસર ચૌદ ભેદે છે. તે ચૌદનાં નામ - (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમદ્રષ્ટિ (૫) દેશ વિરતિ (૬) પ્રમત્ત સર્વ વિરતિ (૭) અપ્રમત્ત સર્વ વિરતિ (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ (૯) અનિવૃત્તિકરણ અથવા બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મોહ છદ્મસ્થ વીતરાગ (૧૨) ક્ષીણ મોહ છદ્મસ્થ વીતરાગ (૧૩) સયોગિ કેવલી અને (૧૪) અયોગિ કેવલી ગુણસ્થાનક હોય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મિથ્યાત્વ ગુણસ્થાનક અનાદિ કાળથી ભટકતાં જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોય છે. અનાદિ કર્મના સંયોગના કારણે રાગ દ્વેષ રૂપ પરિણામ અનાદિ કાળથી જીવનો જ હોય છે તે અત્યંતર સંસારરૂપે ગણાય છે અને તે પરિણામના કારણે જન્મ મરણરૂપ સંસાર જીવનો જે ચાલી રહ્યો છે તે બાહા સંસાર કહેવાય છે. આ રાગ દ્વેષના પરિણામની સાથેને સાથે જીવોને જે કાંઇ અનુકૂળ સામગ્રી મલે એટલે એકેન્દ્રિય જીવોને પણ અનુકુળ પુદ્ગલોનો આહાર મલે તેમાં રાજીપો થાય છે અને પ્રતિકૂળ પદાર્થોનો એટલે પુદ્ગલોનો આહાર મલે તેમાં નારાજી થાય છે. આ સંસ્કાર સમયે સમયે ગ્રહણ કરતાં આહારના પુદ્ગલોને વિષે થયા જ કરે છે. તેના પ્રતાપે જીવો પાપનો અનુબંધ પેદા કરતાં જાય છે. આ રાજીપો અને નારાજીનો જે પરિણામ એને જ્ઞાની ભગવંતો મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વ એટલે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પોતાના જ્ઞાનથી જોયેલા પદાર્થોને અર્થથી નિરૂપણ કરી દેવા સ્વરૂપે દેખ્યા તેવા સ્વરૂપે જગતના જીવો પાસે પ્રકાશિત કર્યા તેવા સ્વરૂપે તે પદાર્થોને ન માનતાં તેનાથી વિપરીતપણાની બુધ્ધિ રાખીને તે પદાર્થોને માનવા તે મિથ્યાત્વ કહેવાય છે. તાત્વિક દ્રષ્ટિથી જો વિચારણા કરીએ તો જગતમાં રહેલા કુદેવકુગુરૂ-કુધર્મને સુદેવ-સુગર અને સુધર્મ રૂપે ધર્મ બુધ્ધિએ માનવા અથવા તે રીતે તેની આરાધના કરવી તે મિથ્યાત્વ કહેવાય છે. એ મિથ્યાત્વનાં ભિન્ન ભિન્ન ગ્રંથોમાં જુદી જુદી વિવેક્ષાઓથી અનેક પ્રકારો રૂપે જ્ઞાની ભગવંતોએ વર્ણન કરેલ છે. જગતમાં જીવો બે પ્રકારના હોય છે. (૧) અવ્યવહાર રાશિવાળા જીવો (૨) વ્યવહાર રાશિવાળા જીવો. Page #10 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અવ્યવહાર રાશિવાળા જીવો : ચૌદ રાજલોક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશો ઉપર અસંખ્યાર્તી-અસંખ્યાતા નિગોદના ગોળાઓ રહેલા છે. તે એક એક ગોળાઓમાં અસંખ્યાતી-અસંખ્યાતી નિગોદો રહેલી હોય છે. તે એક એક નિગોદને વિષે અનંતા અનંતા જીવો સદા માટે ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. આ નિગોદના જીવો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો રૂપે હોય છે. આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ એટલે અનાદિ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય રૂપે કહેવાય છે. આ જીવો અનાદિકાળથી આ સૂક્ષ્મ નિગોદ રૂપે રહેલા હોય છે. હજી સુધી કોઇવાર પણ તેઓ તેમાંથી બહાર નીકળેલા નથી. આવા જીવોને અવ્યવહાર રાશીવાળા જીવો કહેવાય છે. વ્યવહાર રાશીવાળા જીવો ઃ wલા જીવો સકલ કર્મથી રહિત થઇને સિદ્ધિગતિને પામે છે. તેટલા જ જીવો આ અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિયપણાને પામે છે તે જીવોને વ્યવહાર રાશીવાળા જીવો કહેવાય છે. જ્યારે એક સાથે સિધ્ધિગતિમાં વધારેમાં વધારે ૧૦૮ જીવો જાય છે ત્યારે સૂક્ષ્મ નિગોદમાંથી એક સાથે ૧૦૮ જીવો બહાર નીકળે છે. અને ઓછામાં ઓછો એક જીવ સિધ્ધિગતિને પામતો હોય તો એક જીવ નીકળે છે અને તે જીવ એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાયરૂપે-અકાયરૂપે-તેઉકાયરૂપે-વાયુકાય રૂપે-સાધારણ વનસ્પતિકાય રૂપે-પ્રત્યેક વનસ્પતિકાય રૂપે આ દરેકમાંથી કોઇમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. તે જીવો વ્યવહાર રાશીવાળા જીવો તરીકે ગણાય છે. હવે જે જીવો અવ્યવહાર રાશીવાળી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશીવાળી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તે સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે ઉત્પન્ન થયા એમ કહેવાય છે માટે હવે તે વ્યવહાર રાશીમાં આવેલા જીવો વારંવાર સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા કરે તો તે વ્યવહાર રાશીવાળા સાદિ સૂક્ષ્મનિગોદના જીવો રૂપે ગણાય છે પણ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અવ્યવહાર રાશીવાળા ગણાતા નથી. કારણકે એકવાર અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળ્યા પછી જીવ ફરીથી અવ્યવહાર રાશીવાળો થઇ શકતો નથી. આ વ્યવહાર રાશીમાં રહેલી સાદિ સૂક્ષ્મ નિગોદમાંથી જીવને જ્યારે બહાર નીકળવું હોય તો એક જીવ સિધ્ધિગતિને પામે તોજ બહાર નીકળી શકે એવો નિયમ નથી ગમે ત્યારે એ જીવ બહાર નીકળી શકે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકના બે ભેદો હોય છે. (૧) અવ્યકત મિથ્યાત્વ અવ્યક્ત મિથ્યાત્વ : (૨) વ્યકત મિથ્યાત્વ જે જીવોને મોહનો ઉદય અવ્યક્ત રૂપે રહેલો હોય છે. તે જીવોને અવ્યકત મિથ્યાત્વવાળા કહેવાય છે. આ જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે. આથી આ જીવોને મોહનો ઉદય પણ અવ્યકત રૂપે એટલે તેમના વિચારોને વ્યક્ત ન કરી શકાય તેવા પ્રકારનો ઉદય હોય છે. તેથી તે અવ્યકત મોહનો ઉદય ગણાય છે. આ મિથ્યાત્વનો ઉદયકાળ પણ જીવોને પાપનો અનુબંધ સંખ્યાતા ભવોનો અસંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો પેદા કરાવી શકે છે. આ મિથ્યાત્વ અનાદિ સૂક્ષ્મ નિગોદના જીવોને એટલે અવ્યવહાર રાશીવાળા જીવોને હોય છે. ભક્ત મિથ્યાત્વ : જ્યારે જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે છે ત્યારે તે જીવને વ્યકત મિથ્યાત્વ હોય છે. આ વ્યકત મિથ્યાત્વ એકેન્દ્રિય જીવોથી શરૂ કરીને સન્ની પર્યાપ્તા સુધીના જીવોને હોય છે. કારણકે એકેન્દ્રિયપણામાં અવ્યવહાર રાશીવાળા જીવોનું જે અવ્યકત મિથ્યાત્વ હોય છે તે સ્થાવર જીવોને યોગ્ય જ પ્રકૃતિઓનો બંધ કરાવનારૂં હોય છે. જ્યારે આ વ્યકત મિથ્યાત્વ એકેન્દ્રિયપણામાં રહેલા જીવોને ત્રસપણાને યોગ્ય પ્રકૃતિઓનો પણ બંધ કરાવી શકે છે. આથી આ મિથ્યાત્વના Page #12 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ઉદયકાળવાળા જીવો એકેન્દિર્યથી પંચેન્દ્રિય જીવો સુધીની કોઇપણ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. આ ગુણસ્થાનકે છ પ્રકારનાં જીવી રહેલા હોય છે. (૧) જાતિ ભવ્ય જીવો (૨) અભવ્ય જીવો (૩) દુર્ભવ્ય જીવો (૪) ભારેકર્મી ભવ્ય જીવો (૫) લઘુકર્મી ભવ્ય જીવો અને (૬) દુર્લભબોધિ જીવો. (૧) જાતિ ભવ્ય જીવો : - જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા હોય છે માટે તે જીવોને ભવ્ય કહેવાય છે. પણ કોઇકાળે હજી સુધી અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળ્યા નથી અને કોઇ ક્ષણે બહાર નીકળવાનાય નથી એવા જે ભવ્ય જીવો હોય છે તે ભવ્ય જીવોને જાતિભવ્ય જીવો કહેવાય છે. જેમ જગતમાં રહેલી ટલી મોટી હોય તે દરેક માટીમાં ઘડો થવાની યોગ્યતા હોય છે જ છતાંય કોઇકાળે બધી જ માટીના ઘડાં થવાના નથી. છેક સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલી માટી હોય છે તેમાંય ઘડો થવાની યોગ્યતા હોવા છતાંય કોઇ કાળે કોઇ દેવ વગેરેને એ માટી લાવીને ઘડો બનાવવાની ઇચ્છા પણ. થવાની નથી એવી જ રીતે મોલ ગમનની યોગ્યતા જરૂર હોય છે. જો એ જીવો અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળી વ્યવહાર રાશીમાં આવેસન્નીપણાને પામે તો મોક્ષે જઇ શકે એવી યોગ્યતા છે જ પણ બહાર જ નીકળવાના નથી. માટે જાતિ ભવ્ય જીવો કહેવાય છે. આ જાતિ ભવ્ય રૂપે અનંતા જીવો અરિહંત થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો યુગપ્રધાન આચાર્ય થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો શાસન પ્રભાવક આચાર્યો થઇને મોક્ષે જઈ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો ગણધર થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. એ જ રીતે અનંતા જીવો ઉપાધ્યાય ભગવંત થઇને, અનંતા જીવો સાધુ થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. આ જ રીતે જે પ્રકારે મોક્ષે જવાતું હોય તે Page #13 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રકારના અનંતા જીવો જાતિભવ્ય રૂપે રહેલા હોય છે. (૨) અભવ્ય જીવો : જે જીવોના આત્મામાં કેવલજ્ઞાન રહેલું હોવા છતાંય કોઇકાળે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા જ પેદા થવાની નથી તે જીવોને અભવ્ય જીવો કહેવાય છે. સામાન્ય રીતે જગતમાં જેટલા જીવો છે તે દરેક જીવના અસંખ્ય-અસંખ્ય આત્મપ્રદેશો સ્વતંત્રરૂપે હોય છે. તે અસંખ્ય આત્મપ્રદેશોના બરાબર મધ્યભાગમાં રહેલ આઠ આત્મપ્રદેશો એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ ગાયના આંચળ (સ્તનની) એમ ચાર ચાર આકાશ પ્રદેશો ઉંધા ચત્તારૂપે જે રહેલા હોય છે તેની જેમ આ આત્મપ્રદેશો રહેલા હોય છે. તે આઠેય આત્મપ્રદેશો સંપૂર્ણ કેવલજ્ઞાનધી યુકત સિધ્ધ પરમાત્માની જેમ કોઇપણ કર્મના પુગલથી રહિત સદા માટે રહેલા હોય છે. તેમ આ અભવ્યજીવોનાં પણ એ આત્મપ્રદેશો સંપૂર્ણ કેવલજ્ઞાનથી યુકત સદા માટે રહેલા હોય છે. એ જીવો વ્યવહાર રાશીમાં આવી સન્ની પર્યાપ્તપણાને પામી મોક્ષગમન વાની સામગ્રીને પણ પ્રાપ્ત કરી શકે તેમ હોવા છતાંય એ જીવોને કદી જ પોતાના મોક્ષગમન માટેની ઇચ્છા પેદા થવાની જ નથી માટે તે અભવ્યો કહેવાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જગતમાં જે ભવ્ય જીવો છે તે કદી અભવ્ય થવાના નથી અને જે અભવ્ય જીવો છે એ કદી ભવ્ય થવાના નથી. અભવ્ય અભવ્ય જ રહેશે અને ભવ્ય ભવ્ય રૂપે જ રહેશે. આ અભવ્ય જીવો પણ બે પ્રકારના હોય છે. (૧) જાતિ અભવ્ય રૂપે (૨) અભવ્ય રૂપે. કારણકે જગતમાં સદા માટે આ અભવ્ય જીવોની સંખ્યા ચોથા ધન્ય યુક્ત અનંતાની જેટલી સંખ્યા છે. તેટલી ૨હેવાની. તેમાંથી મોટા ભાગના અભવ્ય જીવો કદી અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવવાના નથી. એવા અભવ્ય આત્માઓને જાતિ અભવ્ય આત્માઓ કહેવાય છે અને જે અભવ્ય આત્માઓ વ્યવહાર રાશિમાં આવેલા છે તે હવે સદા માટે વ્યવહાર રાશિવાળા અભવ્ય Page #14 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આત્માઓ કહેવાય છે. એ જીવો હવે અવ્યવહાર રાશિમાં કદી જવાના જ નથી. સૂક્ષ્મ નિગોદમાં જશે પણ તે સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જ ઉત્પન્ન થઇ શકે છે. એ જીવોને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવા માટે એક જીવ મોક્ષે જાય તો જ નીકળે એવો નિયમ હોતો નથી. એ એમના કર્મ પરિણતિ પ્રમાણે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે છે. આ વ્યવહાર રાશીમાં રહેલા અભવ્યના આત્માઓ સંસારમાં સદા માટે રહેવાના જ છે અને એકેન્દ્રિયથી સન્ની પંચેન્દ્રિયપણા રૂપે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરવાના છે. આ જીવોને જીવ-અજીવપુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા અને બંધ આ આઠ તત્વોની શ્રધ્ધા મજબૂત રૂપે પેદા થઇ શકે છે પણ નવમા મોક્ષ તત્વની શ્રધ્ધા અંતરમાં જરાય પેદા થઇ શકતી જ નથી. ઉપરથી આ તત્વ માટે ગપ્પા માર્યા છે. એક મોક્ષતત્વ ભગવાને ન કહ્યું હોત તો શું બગડી જવાનું હતું ? આવા વિચારો સ્થિર પરિણામ રૂપે કાયમ રહેલા હોય છે. આથી જ આ જીવો સંયમનો સ્વીકાર કરી-જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઇને આવેલા હોય તો દ્રષ્ટિવાદ નો અભ્યાસ કરતાં કરતાં ચૌદ પૂર્વમાંથી સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ પણ કરી શકે છે. તે પૂર્વના જ્ઞાનને ટકાવવા માટે નિરતિચાર ચારિત્રનું પાલન સંદર રીતે કરતાં હોય છે. છતાંય આ જીવોનું મિથ્યાત્વ ગાઢરૂપે જ ઉદયમાં હોય છે. ચારિત્ર લઇ શકયા તે માત્ર અનંતાનુબંધિ ક્રોધાદિ કષાયો પાતળા પડ્યા તેના પ્રતાપે લઇ શકે છે અને પાળી શકે છે. પણ અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ રાય ઓછો થતો નથી ઉપરથી એ નવમા શૈવેયકના સુખને પામવા માટે જ આ ચારિત્રનું પરિપાલન કરે છે. આથી આ જીવોનું ચારિત્ર એ દ્રવ્ય ચારિત્ર કહેવાય છે. આ જીવો મોક્ષનું વર્ણન કરે તો એવું સુંદર કરે છે કે કોઇ લઘુકર્મી ભવ્ય જીવ સાંભળવા બેસે તો તે જીવની યોગ્યતા પેદા થઇને મોક્ષમાર્ગમાં દાખલ થઇ-મિથ્યાત્વની મંદતા કરી-ચંથીભેદ કરી-સમ્યક્ત્વ પામીને સારો કાળ હોય તો સર્વવિરતિ Page #15 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પામી-અપ્રમત્તભાવ પેદા કરી-ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી મોહનો નાશ કરીવીતરાગ દશાને પામી-કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી-અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરી-સિધ્ધિ ગતિને પામી શકે છે. છતાંય અભવ્ય જીવોનાં આત્માને કોઇ પ્રકારનો લાભ પેદા થતો નથી. એ જીવોને તો અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના પ્રતાપે આ ચારિત્રના પાલનથી પાપાનુબંધિ પુણ્ય જ ઉપાર્જન થાય છે. આથી કહેવાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માઓથી જેટલા જીવ મોક્ષે જતાં નથી તેના કરતાં અનંત ગુણા અધિક લઘુક ભવ્ય જીવો અભવ્ય જીવોથી પ્રતિબોધ પામીને મોક્ષે જાય છે. આનું કારણ એ છે કે તીર્થંકર પરમાત્માઓનું આયુષ્ય કેવલજ્ઞાન પામ્યા પછી જેટલું હોય છે તેટલા કાળમાં જેટલા પ્રતિબોધ પામે તેટલા જ મોક્ષે જઇ શકે છે. જ્યારે અભવ્યનાં આત્માઓ સંસારમાં અનાદિકાલથી અનંત કાળ સુધી રહેવાના હોય છે અને તેમાં અનંતીવાર મનુષ્ય જન્મ મેળવીને અનંતી વાર નિરતિચાર ચારિત્રનું પાલન કરનારા બને છે તેમાં જે જે લઘુકર્મી આત્માઓ તેમની દેશનાથી યોગ્યતા પામે તે સઘળા મોલે જાય છે. માટે અનંત ગુણા અધિક ગણાય છે. આ રીતે નિરતિચાર ચારિત્રનું પાલન કરે છતાંય દ્રવ્ય ચારિત્ર રૂપે ગણાય છે. માટે એ ચારિત્ર પણ દ્રવ્ય અહિંસા કે ભાવ અહિસા વગરનું એટલે હિસાવાળું જ ગણાય છે. કારણકે નવમા સૈવેયકના સુખને મેળવવાનો જ અભિલાષ હોય છે. એના કારણે અંતરમાં મોક્ષ પ્રત્યેનો પુરેપુરો દ્વેષભાવ બેઠેલો હોવા છતાંય બાહા દ્રષ્ટિએ મોક્ષ પ્રત્યેનો અદ્વેષ ભાવ દેખાડવો પડે છે. તોજ નવમા સૈવેયક નું આયુષ્ય બાંધી શકે છે ! આ શી રીતે બને? તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કોઇ જીવને વિષય વાસનાની આતસ જોરદાર હોય-કોઇ મલતું ન હોય અને એમાં નક્કી થયું હોય, તે નક્કી થયા પછી લગ્ન માટેનો દિવસ નક્કી થયો હોય અને જેમ જેમ તે દિવસ નજીક આવે તેમ તેમ શું થાય ? વિષય વાસનાની આતશને કારણે તીવ્રતા વધતી જાય, ઉજાગરા થાય દિવસો ગણે કલાકો ગણે હવે તો નજીક જ છે એવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઘણાં વિચારો આવ્યા કરે. એમ કરતાં કરતાં લગ્નનો દિવસ આવેલગ્ન કરવા કેવા હોંશથી અને રાગથી જાય ? તે જઇ-લગ્ન કરી જલદીથી ઘરે આવે અને ઘરમાં લઇને આવતો જ ખબર પડે કે કુમાર્યા છે. ઘરમાંથી કઢાય એમ નથી. જીંદગી એની સાથે જ રહેવું પડે એમ છે તો તે ઓળખ્યા પછી કેવી રીતે રહે ? જવા રાગથી લેવા ગયો હતો-લઇને આવ્યો હતો એવો રાગ એનો એની સાથે રહે ? શું થાય વિચાર કરો ? છતાંય એની-સાથે જ જીંદગી કાઢવી પડે એમ છે-રહેવું પડે એમ જ છે તો કેવી રીતે રહે? અંતરમાં રાગ નથી પુરેપુરો દ્વેષ છે. જો એને ખબર પડે કે મારા પ્રત્યે દ્વેષ છે તો શું થાય ? માટે અંતરમાં પરેપુરો દ્વેષ હોવા છતાં બહાર રાગ દેખાડીને જીંદગી ભર સુધી રહે છે, રહેવું પડે છે. તેમ આ અભવ્યના અત્માઓ મોક્ષે જવાની સામગ્રી મળેલી હોવા છતાં-તેની આરાધના કરવા છતાં-અંતરમાં મોક્ષ પ્રત્યે જરાય રાગ ન થઇ જાય તેની કાળજી રાખીને-મોક્ષ પ્રત્યે પુરેપુરો દ્વેષ અંતરમાં રાખીને-બાહ્ય દ્રષ્ટિથી કોઇને ખબર ન પડે એ રીતે રાગ દેખાડીને દેશોન પૂર્વક્રોડ વરસ સુધી નિરતિ ચાર ચારિત્રનું પાલન કરે છે. એ પાલનના પ્રતાપે નવમાં ચૈવેયકનું આયુષ્ય બાંધી શકે છે. આ રીતે આરાધના કરતાં તેમનામાં ગુણો જે પેદા થાય છે તે ગુણો એવા ખીલેલા હોય છે કે સામાન્ય માણસને ગુણસ્થાનકની પ્રાપ્તિમાં જેઓને ગુણો પેદા થયેલા હોય તેઓની જેવા જ આ ગુણો ખીલેલા હોય છે. માટે તે ઓળખી શકાતા નથી. આથી એ નક્કી થાય છે કે ગાઢ મિથ્યાત્વના ઉદય કાળમાં છઠ્ઠા ગુણ સ્થાનકમાં રહેલા જીવોને જેવા ગુણોની પ્રાપ્તિ થયેલી હોયતેવા જ ગુણો આ જીવોમાં દેખાય છે. પેદા થયેલા હોય છે. છતાં પણ એક અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના કારણે એ ગુણો ગુણાભાસ રૂપે બની સંસારની રખડપટ્ટી કરાવનારા બને છે. જેમકે વિનય રત્નનો જીવ અભવ્યનો આત્મા હતો એને ગીતાર્થ ગુરૂ ભગવંત આચાર્ય પાસે સંયમ લઇને બાર વરસ સુધી સંયમનું સુંદર રીતે પાલન કરેલ હતું તેણે માત્ર ઉદાયન રાજાને ખતમ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કરવાના ઇરાદાથી અને સુંદર ઇનામ પ્રાપ્ત કરવા માટે સંયમનો સ્વીકાર કરી પોતાના ઓઘામાં છરી ગુમ રીતે રાખેલી હતી. સંયમ લઇ અભ્યાસ કરતાં કરતાં એવા ગુણો પ્રાપ્ત કરેલા કે ગુરૂ ભગવંતે યોગ્ય જાણી વિનયરત્નની પદવી આપેલ હતી. દર પંદર દિવસે ગુરૂ મહારાજ ઉદાયન રાજાને ત્યાં, તેઓ સાંનો પૌષધ કરતાં તેથી રાતના ધર્મચર્ચા કરવા માટે તાં-રાતવાસો કરતાં-તેમાં જુદા જુદા મહાત્માઓને લઇ જતાં. બાર વરસ પછી વિનય રત્નને સવારથી કહેલ કે આજે સાંજે મારી સાથે તારે આવવાનું છે તૈયાર થઇ જે. આ કહેતા વિનયરને તહત્તિ કરી વાત વધાવી લીધી. વિચારો ! બાર વરસે એને ત્યાં જવાનું કહ્યું. જે કામ માટે આવ્યો છે તે કામ આજે પૂર્ણ થશે એનો એના અંતરમાં આનંદ કેટલો હશે ? છતાંય બહાર મોઢા ઉપર કે સાથેના સાધુઓને ખબર પડવા દે છે ખરો ? કેવો ગુણ કેળવ્યો હશે ? સાંજ થઇ. ગુરૂ સાથે તૈયાર થઇ રાજાને ત્યાં જાય છે. પૌષધશાળામાં ઉતર્યા છે. પ્રતિક્રમણ પૂર્ણ કરી સંથારો કરી વિનયરત્ન સુઈ જાય છે. અને રાજા તથા આચાર્ય ભગવંત ધર્મની ચર્ચા કરે છે. જ્યારે બન્ને સંથારા પોરસી ભણાવી સુઇ ગયા અને ગાઢ નિદ્રામાં છે એમ જોયું એટલે ઉઠીને ઓઘામાંથી છરી કાઢી રાજાના ગળા ઉપર ફેરવીને રાજાને ખતમ કરી ત્યાંથી નીકળી રવાના થાય છે. રાજાના શરીરમાંથી નીકળતું લોહી આચાર્ય મહારાજના સંથારા પાસે આવે છે. હાથ ભીનો થયેલ જાણીને ઉઠી જોયું તો. વિનયરન નથી રાજાના ગળામાં છરી જાણી શાસનની અપભાના ન થાય માટે તે છરી કાઢી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી તેજ કરી પોતાના ગળા ઉપર ફેરવી દીધી. એજ રીતે અભયકુમારને ઝૂવા આવનારી વેશ્યા શ્રાવકપણામાં શ્રાવકના આચારોનું સારામાં સારી રીતે જ્ઞાન મેળવીને નિરતિચારપણે શ્રાવકના આચારોનું પાલન કરતી રાજગૃહી નગરીમાં અભયકુમારને પકડવા માટે આવેલી છે. એને નિયમ છે કે જે દિવસે નવા મંદિરના દર્શન કરુતે દિવસે ચોવીારો. ઉપવાસ કરવો એ વિચારથી શ્રેણિક મહારાજાના ઘર મંદિરે દર્શન કરવા Page #18 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૧ જાય છે. અભયકુમાર દર્શન કરવા માટે જાય છે ત્યાં ભગવાનની સ્તુતિના સુંદર શબ્દો સંભળાતા બહાર ઉભા રહ્યા. તે વેશ્યા પોતાની પરિચારીકાઓ સાથે દર્શન કરી ચૈત્યવંદન કરી બહાર નીકળ્યા એટલે અભયકુમારે કહ્યું કે પરદેશી લાગો છો ? આજે સાધમિક તરીકે મારું જમવાનું આમંત્રણ છે મને લાભ આપો ! ત્યારે વેશ્યાએ કહ્યું કે આજે અમારે ચોવીહાર ઉપવાસ છે જે દિવસે નવા મંદિરે દર્શન કરીએ છીએ તે દિવસે અમે ચોવીહાર ઉપવાસ કરીએ છીએ. તે સાંભળી અભયકુમારને આનંદ થાય છે અને ધન્ય છે એમ કહે છે પછી કાલે પારણાનો મને લાભ આપો એમ જણાવે છે. ત્યારે કહ્યું કે જે અમારું આમંત્રણ સ્વીકારે તેનું અમે આમંત્રણ સ્વીકારીએ છીએ. અભયકુમારે હા કહી પછી આમંત્રણ સ્વીકાર્યું. વિચારો ગુણો કેવા ઉંચી કોટિના છે પણ માત્ર એક સુખની લાલસાથી આ ગુણો ગુણાભાસ રૂપે કામ કરી રહ્યા છે. અભયકુમારે બીજા દિવસે માણસોને તેડવા મોકલ્યા-આવ્યા. જમવા બેસતાં પૂંજી પ્રમાર્જીને બેસે છે. ત્યાગ પણ એટલો બધો કે કોઇ ચીજ ખપે એમ નથી. સુકુ પાકુ ખવડાવી પારણું કરાવ્યું (કર્યું). અભયકુમારને આશ્ચર્ય થાય છે. આમના જેવું શ્રાવકપણું તો હું પણ પાણી શકું એમ નથી. ધન્ય છે એમ થાય છે. ચાર બુધ્ધિનો નિધાન ભગવાનના શાસનની આરાધનામાં બુધ્ધિનો ઉપયોગ કરતો નથી. ભગવાને જે કહ્યું તેજ સાચું આવી બુધ્ધિ છે. માટે અનુમોદના થાય છે. બીજા દિવસે અભયકુમારને આમંત્રણ આપ્યું. અભયકુમાર ગયા છે જમતાં ચન્દ્રહાસ દારૂ પાઈ દીધો. ઘેન ચડ્યું. બાંધીને લઇ ગઇ. વિચારો સંસારમાં પણ અનુકુળ સામગ્રી લેવા-મેળવવા માટે પણ આ રીતે ધર્મનો ઉપયોગ કરે એ ધર્મથી શું ફળ મલે ? વિચારજો. આ ઉપરથી આ જીવો તો સંસારમાં અનંતીવાર મનુષ્ય જન્મ મેળવીને ધર્મ પ્રવૃત્તિ કરવાના છે અને સંસારની રખડપટ્ટી કરે જ રાખવાના છે. આપણો શું કરવું એ આના ઉપરથી વિચારણા કરવી પડશે ને ? આ અભવ્ય જીવો ગાઢ મિથ્યાત્વના ઉદયકાળમાં જધન્યથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ર ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પામે તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો પામી શકે છે અને ઉત્કૃષ્ટથી શ્રુત જ્ઞાનનો ક્ષયોપશમભાવ પામે તો સાડા નવપૂર્વ સુધીના જ્ઞાનને પામી શકે પણ તે જ્ઞાન પોતાના આત્માને માટે અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. (૩) દુર્ભવ્ય જીવો : જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદગલ પરાવર્ત કરતાં એક ભવ-બે ભવ-સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો કે અનંતા ભવો રખડપટ્ટીના બાકી હોય તે ભવ્ય જીવોને દુર્ભવ્ય જીવો કહેવાય છે. આ ભવ્ય જીવો પણ જ્યાં સુધી આ સ્થિતિમાં રહેલા હોય છે ત્યાં સુધી મોક્ષનો અભિલાષ પેદા થઇ શકતો જ નથી. આ જીવો પણ સન્નીપણાને પામી-મનુષ્યપણું પામી ધર્મસામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને અનંતીવાર પ્રાપ્ત કરી શકે છે. ખુદ તીર્થકર પરમાત્માને પામીને દેશના પણ સાંભળી શકે છે. પણ આ જીવોને દુર્ભવ્યપણાના પરિણામને કારણે એ દેશના પરિણામ પામતી જ નથી. તેમાંથી ફાવતું પકડીને કેવી રીતે આ ધર્મથી સંસારીક અનુકૂળ સામગ્રી વધારે મલે એજ લક્ષ્ય હોવાથી નિરતિચારપણે સંયમનું પાલન કરી અનંતીવાર નવમા સૈવેયકના સુખને મેળવે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. આ જીવોનું મિથ્યાત્વ ગાઢ જરૂર હોય છે પણ અભવ્ય જીવોના જેવું ગાઢ હોતું નથી પણ કાંઇક મંદતા રૂપે હોય છે. કારણકે આ જીવોને મોક્ષ પ્રત્યે અભવ્ય જીવોની જેમ અત્યંત વેષ બુધ્ધિ કદી હોતી નથી. જ્યાં સુધી દુર્ભવ્ય રૂપે રહેલા હોય છે ત્યાં સુધી મોક્ષની રૂચિ ન થાય-મોલ માટે ધર્મ કરવાની ભાવનાય પેદા ન થાય અને અનુકૂળ સામગ્રીને જ આ જીવો સર્વસ્વ સુખરૂપે માને છે એ સુખ સિવાય બીજા સુખને જાણવાની જિજ્ઞાસા પેદા થતી જ નથી. આ જીવો પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઇને આવ્યા હોય તો પણ સાડાનવપૂર્વ સુધી જ જ્ઞાન ભણી શકે છે. દેશના લબ્ધિ પણ પેદા કરી શકે છે. અનેક લઘુકર્મી આત્માઓને માર્ગે ચઢાવી મોશે પહોંચાડે પણ પોતાના આત્માના માટેની વિચારણા થતી જ નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૩ આથી આ જીવો પણ નિયમા પાપાનુબંધી પુણ્ય બાંધે છે પણ પુણ્યાનું બંધી પુણ્ય બાંધી શકતા નથી. આ દુર્ભવ્ય આત્માઓનો કાળ પાકે એટલે એક પુદ્ગલ પરાવર્તકાળસંસાર કે ઓછો સંસારકાળ બાકી રહે ત્યારે જરૂર દુર્ભવ્ય મટીને ભારેકર્મી ભવ્ય કે લઘુકર્મી ભવ્ય બની શકે છે. આથી એમ કહેવાય છે કે દુર્ભવ્ય જીવો પોતાનો કાળ પૂર્ણ કરી લઘુકર્મી બની અવશ્ય મોક્ષે જશે અર્થાત્ મોક્ષને પામશે. (૪) ભારેકર્મી ભવ્ય જીવો : જે ભવ્ય જીવોનો સંસાર એક પુદગલ પરાવર્તકાણ કરતાં કાંઇક ન્યૂન એટલે કે એક ભવ આદિ ધૂન અને અર્ધપુદ્ગલ પરાવર્તકાળ કરતાં કાંઇક અધિક કાળ સંસારમાં પરિભ્રમણનો બાકી હોય તેવા ભવ્ય જીવોને ભારેકર્મી ભવ્ય જીવો કહેવાય છે. આ ભવ્ય જીવોનું મિથ્યાત્વ પણ ગાઢ હોય છે. જ્યાં સુધી આ સ્થિતિ રહેલી હોય છે ત્યાં સુધી આ જીવોને પણ. મોક્ષની રૂચિ-મોક્ષનો અભિલાષ પેદા થઇ શકતો નથી માટે આ જીવો પણ સન્નીપણાને પામી મનુષ્ય જન્મ-ધર્મ સામગ્રી સંપન્ન અનંતી વાર પ્રાપ્ત કરે તો પણ અનુકૂળ પદાર્થોના રાગની ગ્રંથીને ઓળખવાનું મન પણ થતું નથી અને તે માટે જ નિરતિચારપણે શ્રાવકધર્મ કે સાધુધર્મનું પાલન કરી નવમા સૈવેયકના સુખને પ્રાપ્ત કરે છે અને તે પાલનથી અનુકૂળ પદાર્થોની જ ઇચ્છા હોવાથી-મેળવવાની તમન્ના હોવાથીપાપાનુબંધિ પુણ્ય જ ઉપાર્જન કરતા જાય છે. જ્યાં સુધી ભારે કર્મીતા રહેલી હોય છે ત્યાં સુધી શ્રી તીર્થંકર પરમાત્માઓ તેમને ઉદ્દેશીને દેશના આપતા નથી. શ્રી તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં ત્રણસો ત્રેસઠ પાખંડીઓ હંમેશા હાજર હોય છે. તેમની સીટ આગળ હોય છે. તેઓમાંથી કોઇ ન આવે તો તે સીટ ખાલી રહે છે. પણ બીજો કોઇ ત્યાં બેસવા પ્રયત્ન કરતો નથી કારણકે આ જીવો નિયમા ભારેકર્મી ભવ્ય જીવો હોય છે. તેઓ દેશના સાંભળીને-ફાવતું ગ્રહણ કરીને-પોત પોતાના પુણ્યોદય Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મુજબ પોતાના મતને ઉભા કરતાં જાય છે આથી એમ કહેવાય છે કે ભગવાનની દેશનામાંથી છ એ દર્શનો પેદા થયેલા છે. જેના દર્શન સિવાયના બાકીના દર્શનો એકાંગી પકડ પકડીને પેદા થયેલા હોવાથી ભારેકર્મી ભવ્ય જીવોએ એ પેદા કરેલા છે એમ કહેવાય છે. જ્યારે આ જીવોની ભારેકર્માતા દૂર થશે અને લઘુકર્મીતાને પામશે ત્યારે જ આ જીવોને મોક્ષની રૂચિ પેદા થશે આ ભારેકર્મી જીવો ચરમાવર્તકાળમાં આવેલા ગણાય છે માટે ચરમાવર્ત વર્તી જીવો તરીકે પણ ગણાય છે માટે જે જીવો શ્રી સિધ્ધગિરિની સ્પર્શના ગમે તેવા ભાવથી પણ કરે તો તે જીવ ભવ્ય નિયમા છે અને ચરમાવર્ત વર્તીપણામાં આવેલો છે એમ મનાય છે. એટલે કે એ જીવ એક પુદ્ગલ પરાવર્તકાળમાં નિયમા મોક્ષે જશે એવી એને છાપ મલે છે, જે જીવો શ્રી સિધ્ધગિરિને સ્પર્ધો નથી તે જીવો પ્રાયઃ કરીને અભવ્ય જીવો રૂપે-દુર્ભવ્ય જીવો રૂપે ગણાય છે. માટે જ કુળમાં જન્મેલા બાળકને ચાર-છ મહિનાનું થાય તો સૌથી પહેલા સિધ્ધગિરિની સ્પર્શના કરાવવા લઇ જવાય છે કારણકે કદાચ એનું આયુષ્ય ઓછું હોય અને વહેલો કાળ પામી જાય તો આશ્વાસન રહે કે મારે ત્યાં આવેલો જીવ ભવ્યત્વપણાની છાપ લઇને ગયો કે જેથી હવે એ જીવ જ્યાં ગયો હશે ત્યાંથી વધારેમાં વધારે એક પુદ્ગલ પરાવર્તકાળમાં નિયમા મોક્ષે જશે એનો આનંદ પેદા થાય છે. આ ભારે કર્મી ભવ્યજીવોનું મિથ્યાત્વ ગાઢ હોવા છતાંય અભવ્ય કે દુર્ભવ્ય જીવો જેવું ગાઢ કદી બનતું નથી. કાંઇક ગાઢતા ઓછી હોય છે. આ જીવો પણ ભારે કર્મીતાના યોગે અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ સુધી રખડ્યા કરે છે. (૫) લઘુકર્મી ભવ્ય જીવો : જે ભવ્ય જીવોનો સંસાર અર્ધપુદગલ પરાવર્તકાળ કરતાં કાંઇક ઓછો હોય એટલે કે એક ભવ જેટલો ઓછો હોય એવા જીવો લઘુકર્મી ભવ્ય જીવો ગણાય છે. આ લઘુકર્મીપણા રૂપે જીવ બને એટલે મોક્ષની રૂચિ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. દરેક જીવોને, લઘુકર્મીતાને પામે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એટલે મોક્ષની રૂચિ થઇ જ જાય એવો નિયમ હોતો નથી. ઘણાંય લઘુકર્મી જીવો એવા હોય છે કે સન્નીપણું પામે-મનુષ્યપણું પામે-આર્યદેશમાં જન્મ પામે પણ મોક્ષની રૂચિ પેદા થાય એવી સામગ્રી પણ ન મળે માટે તેઓ સંસારમાં રખડ્યા કરે છે. જ્યારે મોક્ષની રૂચિ પેદા થાય એવી સામગ્રી મલે ત્યારેજ તે યોગ્યતા પેદા થઇ શકે છે. કેટલાક ભવ્ય જીવોને લઘુકર્મી થતાંની સાથે સામગ્રી મલે-કોઇને પછી મલે અને કોઇક જીવોને છેલ્લે મોક્ષ જ્વાના ભવેપણ મલે માટે તે લઘુકર્મી નથી એમ કહેવાય નહિ. યોગ્યતાનો કાળ ચાલુ થઇ ગયો છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ આવા લઘુકર્મી આત્માઓ કે જેમનું ભવ્યત્વ ખીલી શકે એવી યોગ્યતાવાળા જીવો દેશના સાંભળવા આવેલા હોય તે ભવ્ય જીવોને ઉદ્દેશીને જ દેશના આપે છે. બાકીના જીવોને ઉદ્દેશીને દેશના આપતા જ નથી. આ જીવો સંસારમાં રખડપટ્ટી કરે તો પણ તેઓનો મિથ્યાત્વનો ઉદયકાળ એવા પ્રકારે જ પરિણામ રૂપે ચાલતો હોય છે કે જેથી તેઓ સંસારમાં અર્ધપુગલ પરાવર્તકાળ કરતાં અધિક રખડે જ નહિ. માટે નમ્રુત્યુણમમાં કહ્યું છે કે ભગવાન નાથ છે ? કોના ? જે જીવોનું તથા ભવ્યત્વ ખીલી શકે એવી યોગ્યતાવાળા ભવ્ય જીવો હોય છે તેોના જ ભગવાન નાથ બને છે. નાથ બનવાવાળામાં બે ગુણો જોઇએ છે. (૧) યોગ અને (૨) ક્ષેમ. મોક્ષ માર્ગનો યોગ કરાવી આપવો એટલે અત્યાર સુધી જે ભવ્ય જીવોને જેનો યોગ થયો નથી એનો યોગ કરાવી આપવો અને જેને યોગ થયેલો હોય છે તે જીવો તે યોગને સારી રીતે ટકાવી રાખે તો તે મોક્ષને પ્રાપ્ત કરાવી આપે તેને ક્ષેમ કહેવાય છે. આ યોગ્યતા લઘુકર્મી ભવ્ય જીવોમાં હોવાથી ભગવાન તેઓના નાથ બને છે બાકીના જીવોના નાથ બનતા નથી. * આ લઘુકર્મી આત્માઓજ પોતાના મિથ્યાત્વની મંદતા કરીને ગ્રંથીને ઓળખીને ગ્રંથી ભેદની પ્રક્રિયા કરી સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ કરી પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે એટલે કે આગળના ગુણસ્થાનકોના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પરિણામોને આ જીવો પામી શકે છે તે આગળ કહેવાશે. (૬) દુર્લભબોધિ ભવ્ય જીવો ઃ જે ભવ્ય જીવો લઘુકર્મીતાને પામી ક્ષયોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે તે ક્ષયોપશમ સમકીતના કાળમાં હેય પદાર્થ એટલે છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ રહેલી હોય છે તથા ભગવાને જે કહ્યું છે તે જ સાચુ છે અને શંકા વિનાનું છે. આવા પ્રકારની બુધ્ધિ સદા હોતે છતાં નિકાચીત મિથ્યાત્વના ઉદયના પ્રતાપે કોઇ પદાર્થ પ્રત્યે ભગવાને કહ્યું તે આ બરાબર નથી આવી બુધ્ધિની જે પક્કડ થઇ જાય અને તે પક્કડના પ્રતાપે હું જે કહું છું એજ સાચું છે આવા પ્રકારના પરિણામના પ્રતાપે સમ્યક્ત્વ ચાલ્યું જાય અને મિથ્યાત્વનો ઉદયકાળ ચાલુ થાય છે અને તે પોતાની બુધ્ધિની પક્કડ અનુસાર પદાર્થની પ્રરૂપણા કરે તે દુર્લભ બોધિ જીવો કહેવાય છે. જેમકે જ્વાલીનો જીવ “કડે માને કરે” આ વચનના પ્રતાપે જે કરાતું હોય તે થઇ ગયું કહેવાય જ નહિ. કરાતું હોય તે થઇ રહ્યું છે એમ જ કહેવાય. એક આટલા પદાર્થની પક્કડથી સમકીત ગયું-મિથ્યાત્વ આવ્યું અને પાંચસો શિષ્યો છોડીને ચાલતા થયા. જેમ કોઇ ઘરેથી મુંબઇ જ્વા નીકળ્યા હોય અને હજી મુંબઇ ન પહોંચ્યા હોય છતાં કોઇ પૂછે કે કયાં ગયા તો શું કહેવાય ? મુંબઇ ગયા છે પણ હજી સ્ટેશને પહોંચ્યા હશે. ગાડીમાં પણ બેઠા હશે છતાં શું કહેવાય એવી ? જ રીતે સાધુ સંથારો પાથરતો હતો અને છેલ્લે પથરાતું હતું છતાં કીધું પધારો સંથારો પથરાઇ ગયો છે. તેમ ભગવાને જે કહ્યું છે તે સાચું હોવા છતાં માલી તે વખતે સાધુને કહે છે. જુઠ્ઠુ બોલ્યા મિચ્છામિ દુક્કડં આપો. સાધુ કહે છે અમે મગવાને કહેલું કહીએ છીએ છતાં માનતા નથી. ભગવાન પણ આ વાત બરાબર કરતાં નથી એમ સમજાવવા લાગ્યા પાંચસો શિષ્યોએ સમજાવવા પ્રયત્ન કર્યો. ન સમજ્યા તો પાંચસો જ્વાલીને છોડીને ભગવા પાસે ચાલ્યા ગયા. પછી જમાલી ભગવાનની દીકરી સાધ્વી સુદર્શનાશ્રીજી થી Page #24 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૭ બોધ પામ્યા અને ભગવાન પાસે આવી માફી માંગી તો જેટલાકાળ સુધી સમજ્યા નહિ તેટલા કાળ સુધી દુર્લભ બોધિપણું ગણાય છે. તેનાથી જમાલીનો જીવ પંદર ભવ સંસારમાં રખડ્યા પછી મોક્ષે જશે. એવી જ રીતે રોહગુપ્તાચાર્ય જમણે ત્રણ રાશીનો મત ચાલુ કર્યો જીવ-અજીવ અને નોજીવ એ ત્રિરાશીવાળા પણ દુર્લભબોધિ ગણાય છે. આ રીતે ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો પાકયા તે બધા નિયમા સમકીત પામી નમીને મિથ્યાત્વે આવી દુર્લભબોધિ થયેલા જીવો ગણાય છે. આ જીવો સંસારમાં સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો કે અનંતા ભવો પણ કરે છે અને જ્યાં સુધી દુર્લભ બોધિપણામાં રહેલા હોય છે ત્યાં સુધી અનંતી વાર મનુષ્ય જન્મ પામી ધર્મની આરાધના કરી નવમા સૈવેયકના સુખને પામે પણ મોક્ષમાર્ગને પામી શકતા નથી. જ્યારે દુર્લભબોધિપણું નાશ પામે પછી જ ભગવાનના શાસનના માર્ગને પામી શકે છે. આ રીતે છ પ્રકારના જીવોનું સામાન્યથી વર્ણન થયું. અવ્યવહાર રાશીમાં આ છ પ્રકારના જીવોમાંથી (૧) જાતિભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી ભવ્ય અને (૫) લઘુકર્મીભવ્ય જીવો એમ પાંચ પ્રકારના જીવો હોય છે. અવ્યવહાર રાશીમાં સદા માટે જાતિ ભવ્ય જીવો તો હોય જ છે. અભવ્ય જીવો પણ હોય જ છે. જે ભવ્ય જીવોનો સંસાર એક પુદ્ગલ પરાવર્તથી વધારે કાળવાળો હોય એવા ભવ્ય જીવો પણ જન્મ મરણ કરતાં કરતાં કાળ પસાર કરી ઓછાકાળ વાળા થાય છે. માટે દુર્ભવ્ય જીવો પણ હોઇ શકે છે. તેવી જ રીતે કેટલાક ભવ્ય જીવો એક પુદ્ગલ પરાવર્તકાળમાં આવી ગયેલા હોય અને જન્મ મરણ કરતાં હોય છે. એવા ભારેકર્મી ભવ્ય જીવો પણ હોય છે. તથા કેટલાક ભવ્ય જીવો જન્મ મરણનોકાળ પસાર કરતાં કરતાં અર્ધપુદ્ગલ પરાવર્તકાળ કે એથી ઓછા કાળવાળા પણ બનેલા હોય અને યાવત્ છેલ્લા બે ભવો બાકી રહે અને વ્યવહાર રાશીમાં આવે એવા પણ હોય તે બધા લઘુકર્મી ભવ્યાત્મા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તરીકે કહેવાય છે. જેમ મરૂદેવા માતા જેવા જીવો પણ હોઇ શકે છે. આ મરૂદેવામાતાનો જીવ અવ્યવહારરાશીમાંથી એકેન્દ્રિયપણામાં આવ્યા અને ત્યાંથી મનુષ્યપણામાં આવી મોક્ષે ગયા આવા જીવો અવ્યવહારરાશીમાં અનંતા હોય છે. મરૂદેવા માતા જેવા જીવો પાંચ ભારત અને પાંચ ઐરવતમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ પછી પેદા થતાં હોવાથી અચ્છેરા રૂપે ગણાય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તો આવા જીવો અનેકવાર ઉત્પન્ન થયા જ કરે છે માટેત્યાં અચ્છેરા રૂપે ગણાતા નથી. આથી અવ્યવહાર રાશીમાં રહેલા આવા જીવોને લઘુકર્મી ભવ્ય જીવો કહેવાય છે. વ્યવહાર રાશીમાં છ પ્રકારના જીવોમાંથી પાંચ પ્રકારના જીવો હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો અને (૫) દુર્લભબોધિ જીવો હોય છે પણ જાતિ ભવ્ય જીવો હોતા નથી. બીજી રીતે પાંચ પુરૂષની કથાનું વર્ણન કરાય છે. પાચ પુરૂષ કથા શ્રી આદીશ્વર ભગવંતે જ્યારે પોતાના ૯૮ પુત્રોને સંસાર ત્યાગ કરવા સંબંધી ઉપદેશ કર્યો અને કષાયાદિવડે બાંધેલા કર્મોનો વિપાક બતાવ્યો ત્યારે તેઓ બોલ્યા કે “હે સ્વામી ! આપ તો કર્મનો વિપાક આવો દુઃખકારક બતાવો છો અને અમને તો સ્ત્રી પુત્રાદિકના પ્રેમનો પાસ મહા દુત્યજ લાગે છે, એક બાજુ દુર્જય એવો મોહ છે અને બીજી બાજુ મહાભયંકર સંસાર છતાં તે તજી શકાતો નથી તેથી અમને તો એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય પ્રાપ્ત થયો છે. હવે અમારે શું કરવું ?” ભગવંત બોલ્યા : “હે વત્સો ! સંસારમાં રહેલું વિષયજન્ય સુખ મહાતુચ્છ તેમજ અનિત્ય છે. અને તેના ત્યાગથી પ્રાપ્ત થનારૂં મોક્ષસુખ અનંત અને શાશ્વત છે આ સંસારમાં શુભ અને અશુભ ગતિમાં જનારા જીવોની મન Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વચન-કાયાથી ચેષ્ટા તેને અનુસરતી જ હોય છે. ને જેટલો મોહ હોય છે તેને તેટલોજ સંસાર હોય છે. સંસારનો ચયને ઉપચય-વૃદ્ધિને હાની મોહના વધારા ઘટાડા ઉપર આધાર રાખે છે. પ્રાણીને સંવેગ રંગની ઉત્પત્તિ તેના પૂર્વકૃત કર્મને અનુભાવે થાય છે. તે ઉપર પાંચ જીવોનું નિદર્શન કર્યું છું તે સાંભળો - અનેક અનુભવોવડે સંકીર્ણ સંસારપુર નામના પતનમાં જેમના માતા-પિતા કથાશેપ થયેલા છે એવા પાંચ કુળપુત્રો વસે છે. તેમના (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભવ્ય (૪) આસન્ન સિદ્ધિ અને (૫) તદુભવ સિદ્ધિ એવા અનુક્રમે પૃથક્ પૃથક્ નામ છે. તે સંસારરૂપ પતનમાં પાંચ નગરીઓ તના શાખાપૂર જેવી છે. તેનાં નરકપૂરી, તિર્યંગપૂરી, મનુષ્યપૂરી, સ્વર્ગપૂરી અને સિદ્ધિપૂરી એવાં જુદા જુદા નામ છે. તે પાંચ નગરીમાં મહામોહ, અતિમોહ, સંમોહ, મોહ અને ક્ષીણમોહ નામના પાંચ સાર્થવાહ વસે છે. તે પાંચને અનુક્રમે નરગતિ, તિર્યગૂગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ નામે પાંચ પુત્રીઓ છે. તે પાંચે સાર્થવાહ પોતપોતાની પુત્રીઓને લઇને તેને ઉચિત વર શોધવા માટે સંસારપુર પત્તને આવ્યા. ત્યાં તે અભવ્યાત્રિકોને અંદર અંદર ધર્મ વિચાર કરતા દેખીને તેઓ શું બોલે છે તે સાંભળવા માટે તે પાંચે સાર્થવાહ તેમની નજીક આવીને બેઠા. પ્રથમ અભવ્ય બોલ્યો - “અરે ભાઇઓ ! આ સંસારમાં પુય, પાપ તે બંનેના ફળ, પરભવ અને કર્મનો બંધ કે મોક્ષ કાંઇ પણ નથી. કર્મબંધની બુદ્ધિએ કરીને શિત-ઉષ્ણાદિ પરિસહ, આતાપના, કેશલોચ અને મલ ધારા વિગેરે વ્યથા જેઓ ભોગવે છે તેમને તે માત્ર કાય કલેશને અર્થેજ થાય છે. તેનું કાંઈ બીજું ફળ મળવાનું નથી. સુધા સહન કરવી તે મૃત્યુને માટે થાય છે, તપકર્મભોગવંચના માટે છે, દેવ પૂજાદિ ઘાની માટે થાય છે અને મૌન ધારણ કરવું તે પ્રત્યક્ષ દાંભિકપણું જ છે. ધૂર્ત લોકો ધર્મ કથાનું વ્યાખ્યાન મુગ્ધ લોકોને ઠગવા માટે જ કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેથી સ્વેચ્છાવડે વિષય સુખનું સેવન કરવું એજ ખરેખરો તત્વ છે. દુર્ભવ્ય બોલ્યો - ઇંદ્રિયજન્ય સુખોનો ત્યાગ કરીને પરભવમાં સુખ પામવાની આશાએ જે પ્રયત્ન કરવો તે હાથમાં આવેલા પક્ષીને ઉડાડી દઇને તેને પકડવા માટે પાસ નાખવા જેવું છે. તેથી હું તો કહું છું કે જે પ્રાપ્ત થયું હોય તે ભોગવીએ, મનમાં આવે તે ખાઇએ, અનેક પ્રકારના મદિરાદિક જળ પીએ અને આનંદ કરીએ. મને તો આ ધર્મજ ખરેખરો ઇષ્ટ લાગે છે, ભવ્ય બોલ્યો કે - આ સંસારમાં શોભનીક એવા ધર્મ અને અર્થ બંને વર્ગ સાધવા યોગ્ય છે, માટે અર્બોઅર્ધ બંનેની સાધના કરવી. કેવળ બેમાંથી એકમાં આસકત થવું નહીં. આસન્નસિદ્ધિ બોલ્યો - સર્વ અર્થનું મુખ્ય સાધન એવો ધર્મજ ચારે પુરૂષાર્થમાં પ્રધાન છે અને સજ્જનોએ નિરંતર ઉદ્યમી થઇને તેજ સેવવા યોગ્ય છે. આજીવીકાદિને અર્થે ગૃહીને ઉદ્યોગ કરવાની જરૂર છે ખરી પરંતુ તેનું પ્રમાણ બાંધીને પરિમિતપણે ઉદ્યોગ કરવો; શેષ સર્વકાળ ધર્મના સાધનમાંજ વ્યય કરવો. છેવટે નિષ્પાપ બુદ્ધિમાનું તદ્ભવસિદ્ધિ બોલ્યો કે – સર્વદા અવિછિન્ન ઉદ્યોગી એવા ઉત્તમોત્તમ પુરૂષોએ સેવેલો અને સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી આભવ અને પરભવમાં શુભ પરિણામવાળો સાધુ ધર્મજ તિવાંચ્છુક સર્વ જનોએ સર્વદા સેવન કરવા યોગ્ય છે. આ પ્રમાણેના કથનને અનુસારે પાંચે સાર્થપતિઓએ પોતપોતાની કન્યાને યોગ્ય એવા અનુક્રમે પાંચે વર છે એમ જાણ્યું. તેથી તેઓમાંથી એકેકને બોલાવીને એકેક સાર્થવાહે પોતપોતાની કન્યા આપતાં કહયું કે “આ મારી કન્યા હું તમને પરણાવું છું, માટે તમારે આજથી તેની આજ્ઞામાં વર્તવું. આ પ્રમાણે કહીને કન્યા આપવાથી તેઓ બહુજ પ્રસન્ન થયા. (૧) મહામોહની પુત્રી નરકગતિને અભવ્ય પરણ્યો. (૨) અતિમોહની પુત્રી તિર્યંચગતિને દુર્ભ પરણ્યો. (૩) સંમોહની પુત્રી નરગતિને ભવ્ય પરણ્યો. (૪) મોહની પુત્રી સ્વર્ગગતિને આસન્નસિદ્ધિ પરણ્યો, અને (૫) ક્ષીણમોહની Page #28 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧ પુત્રી સિદ્ધિગતિને તદુભવસિદ્ધિ પરણ્યો. આ પ્રમાણે પાંચને પોતપોતાને યોગ્ય કન્યાઓ પ્રાપ્ત થઇ-ત્યારથી વધુવરને ઉચિત સ્નેહ સંબંધવડે પ્રીતિ યુકત મનવાળા થઇને તેઓ રહેવા લાગ્યા અને મહામોદાદિ પણ સ્નેહની બહુળતા હોવાથી પોતાના જમાઇની પાસે જ રહેવા લાગ્યા. અભવ્યાદિક પાંચેએ પોતાની વલ્લભાઓની સાથે સુખ ભોગવતા સતા એ પ્રમાણે બહુ કાળ નિર્ગમન કર્યો. એકદા દ્રવ્યોપાર્જન કરવા માટે સર્વ સામગ્રી તૈયાર કરી, અનેક પ્રકારના કરિયાણા લઇને, પોતપોતાની સ્ત્રીઓ સહિત, અનેક જાતીના કૌતુક મંગળાદિ કરીને સારે દિવસે શુભ મુહુર્ત ઉત્સાહ સહીત તે પાંચે પુરૂષોએ જુદા જુદા પાંચ વહાણમાં બેસી રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્યું. તે વહાણો અતિ વેગવડે સમુદ્રમાં ચાલતાં જ્યારે મધ્ય સમુદ્રમાં પહોંચ્યા તેવામાં એકાએક આકાશમાં જાણે તેઓના દુર્ભાગ્ય ચડીને આવ્યા હોય તેમ વાદળાઓ ચડીને આવ્યા. ઊલ્કાપાતની જેવા વિજળીના ઝબકારા થવા લાગ્યા, ઊક્તિ ગર્જારવના નિર્ધાત થયા અને એક બીજાને દેખી ન શકાય તેવો ગાઢ અંધકાર સર્વ આકાશમાં વ્યાપી ગયો. તે વખતે વહાણમાં બેઠેલા ઉતારૂઓએ જીવીતવ્યની આશા છોડી દીધી. તેમાંથી કેટલાક આભવ પરભવમાં હિતકારી એવું દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગ્યા. અને કેટલાક કાયર મનુષ્યો દ્રવ્ય, પુત્ર અને કળશાદિક ના મોહમાં વ્યામૂઢ થયા સત્તા મૃત્યુને પાસે આવેલું જોઈ મુછિત થઇને ઢળી પડ્યા. તે વખતે મુશળ જેવી પાણીની ધારાવ: વર્ષાદ વરસવા લાગ્યો, અને તત્કાળ તેઓના દુર્ભાગ્ય યોગથી વહાણ જળવડે પૂરાઈ ગયું. પ્રાંતે પુણ્યહીન પ્રાણીના મનોરથ જેમ ભગ્ન થાય તેમ પાંચે વહાણો તરતજ ભગ્ન થઇ કથાશેષ થઇ ગયા. તે વખતે વહાણમાં બેઠેલા સર્વ લોકો સમુદ્રમાં કર્મના યોગથી હાહારવ કરતા તેજ ક્ષણે જળશરણ થઇ ગયા. ભવતવ્યતાના યોગથી અભવ્યાદિ પાંચે પુરૂષોને પોતપોતાની સ્ત્રી સહીત એકેક પાટીયું પ્રાપ્ત થયું. તે પાટીઆની સાથે તેઓ સજોડે વળગી પડ્યા. સમુદ્રના Page #29 -------------------------------------------------------------------------- ________________ રર ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અતિ ઊછળતા જળ કલ્લોલમાં આમ તેમ અથડાતા, પીડાતા અને અનેક પ્રકારના જળચર જીવોથી ભક્ષ કરતા તે પાંચે પુરૂષો સાત દિવસે પોતપોતાની સ્ત્રીઓ સહીત કંથારી કુડંગ નામના દ્વીપને કિનારે નીકળ્યા. સમ દુઃખવાના પાંચે એક સ્થાનકે સાથેજ નીકળવાથી ખુશી થયા અને હજુ આપણું પુન્ય જાગૃત છે એમ પરસ્પર કહેવા લાગ્યા. વસ ન હોવાથી લજાતા અને રહેવા યોગ્ય સ્થાનક શોધવા માટે તે દ્વીપમાં ભટકતા તે પાંચે જણાઓને ઘરની આકૃતિવાળા પાંચ વૃક્ષો નજરે પડ્યા. તેમાં કૌવચના વૃક્ષની નીચે અભવ્ય પોતાની નરકગતિ નામની સ્ત્રી સહિત હર્ષિત થઇને રહ્યો. કંથારી વૃક્ષની નીચે દુર્ભવ્ય પોતાની તિર્યગુગતિ નામની સ્ત્રીને ' લઇને રહ્યો, બદ્રી વૃક્ષની નીચે ભવ્ય પોતાની નરગતિ નામની સ્ત્રીને લઇને રહો, ઉંબરાના વૃક્ષની નીચે આસન્નસિદ્ધિ પોતાની સ્વર્ગગતિ નામની સ્ત્રીને લઇને રહ્યો અને કરણીસાર વૃક્ષની નીચે તદ્ભવસિદ્ધિ પોતાની સિદ્ધિગતિ નામની સ્ત્રીને લઇને રહો. આશ્રય સ્થાન મળી જવાથી કાંઇક નિવૃત્ત થયેલા તે પાંચે દંપતિઓ કોઇક ખાબોચીયાઓમાં ભરાઇ રહેલું ખદિરજળ બહુ તૃષાતુર હોવાથી પીવા લાગ્યા અને સુધાતુર થવાથી કપિથ્યાદિકના ફળો ખાઇને પોતાની સ્ત્રીઓ સહીત પ્રાણ વૃત્તિ કરવા લાગ્યા. તેમાંનો અભવ્ય અને દુર્ભવ્ય એ બે તો ત્યાં નિરંતર હર્ષિતપણે સુખને માનતા સતા રહ્યા, ભવ્ય તો સુખ કે દુઃખ કાંઇ ન માનવા લાગ્યો. આસન્નસિદ્ધિ દુખીપણું માનવા લાગ્યો અને તદ્દભવ-સિધ્ધિ તો અત્યંત દુ:ખીપણું અનુભવવા લાગ્યો. એકદા અનુકુળ પવને કરીને ત્યાં સર્વે વૃક્ષો પલ્લવીત થઇ ગયા તે જોઇને અભવ્ય બોલ્યો કે – અહો આપણા શુભયોગથી જુઓ કેવા પુષ્પ ફળનો ઉગમ થયો છે. દુર્ભવ્ય પણ તેના વાકયને અનુમોદન આપતો સતો પ્રમોદવાનું થઇ રહ્યો. ભવ્ય તો તે વચનો સાંભળીને હર્ષ કે વિષાદ કાંઇપણ અનુભવ્યાવિના સ્થિર રહ્યો. આસન્નસિદ્ધિ અને તભવસિદ્ધિ તો બોલ્યા કે આવા ઉજ્જડ દ્વીપમાં અતિ તુચ્છ ફલાદીનું આસ્વાદન કરવું અને કનીષ્ટજળનું પાન કરવું તેજ જો હર્ષનું સ્થાનક હોય તો પછી વિષાદનું Page #30 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૩ સ્થાનક બીજું શું કહેવાય ? માટે આમાં ખુશી થવા જેવું કિંચિત્ પણ નથી. આ પ્રમાણેના ભાવને ધારણ કરતા પોતપોતાના નિવાસ સ્થાનરૂપ વૃક્ષની ઉપર “ભાંગેલા વહાણના ઉતારૂં અહીં છે' એવી નિશાની સૂચવનારા. નિશાનો બાંધીને તેઓ રહેવા લાગ્યા. એકદા સુવિત્ત નામનો કોઇ વહાણવટી તે રસ્તે નીકળ્યો. તેણે પૂર્વોકત નિશાનીઓ જોઇને આ દ્વીપમાં કોઇક ભગ્નપોતના ઉતારૂઓ છે એમ જાયું એટલે મા કૃપાળુ હૃદય હોવાથી તેણે નાવ મૂકીને પોતાના માણસોને તેઓને લેવા માટે મોકલ્યા. તેઓએ કીનારે ઉતરીને પાંચે જાઓને સુવિત્ત નામના સાંયાત્રિકે તેડવા મોકલ્યાની હકીકત કહી બતાવી અને કહ્યું કે “મહા દુઃખના સ્થાનભૂત આ દ્વીપમાં રહીને તમે ફોકટ વિનાશ ન પામો અને અમારી સાથે ચાલો, જેથી અમારા પ્રવાહમાં બેસારીને તમને તત્કાળ આ સમુદ્રનો પાર પમાડીએ.” તેડવા આવેલ માણસના આ પ્રમાણેના વચનો સાંભળીને અભવ્ય બોલ્યો કે - “કહે ભાઇ ! અહીં દુ:ખ શું છે ? જો અહીં સ્વયંસિદ્ધ એવું આ વૃક્ષરૂપ ઘર છે. અને અમે સુખે કરીને પુષ્પ ફળાદિનું ભોજન મેળવીએ છીએ. વળી હમણા આ વૃક્ષો પણ બધા પલ્લવીત થયા છે. આ હૃદયને આનંદ આપનારી પ્રિયા નિરંતર સમિપે રહેનારી છે. આ કરતાં સમુદ્રનો પાર પામ્યા પછી અમને વધારે સુખ શું પ્રાપ્ત થવાનું છે ? માટે જીવીતના સંદેહવાળા જળ માર્ગમાં હવે શા માટે પ્રસ્થાન કરીએ. આ દ્વીપ મહા શોભનીક છે માટે હું અહીંથી તમારી સાથે કદી પણ આવવાનો નથી.” આ પ્રમાણેના તેના વચનો તેની નરકગતિ નામની સ્ત્રીએ પણ હર્ષિત થઇને માન્ય કર્યા. | દુર્ભવ્ય બોલ્યો કે- હું સમુદ્રનો પાર પામવા માટે તમારી સાથે આવીશ ખરો પણ હમણા નહીં. ઘણા કાળ પછી આવીશ. તેની તિર્યંગુ ગતિ નામની સ્ત્રીએ પણ એ વાતને અનુમોદન આપ્યું અને બોલી કે હે નાથ ! તમે બરાબર કહ્યાં છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભવ્ય બોલ્યો કે - હે ભાઇ ! હમણા તો તમે જાઓ હું કીનારે આવવા ઇચ્છું છું તો ખરો પરંતુ કેટલાક વર્ષ પછી તમારી સાથે આવીશ. નરગતિ નામની તેની સ્ત્રીએ તે વાત મંજૂર કરી. આસન્નસિદ્ધિ બોલ્યો કે- હે ભાઇ ! હું એક વર્ષ પછી તમારી સાથે આવીશ. તેની સ્વર્ગગતિ નામની સ્ત્રીએ આ કથન યુકત છે એમ કહ્યું. આ પ્રમાણેના ચારેના ઉત્તરો સાંભળીને તેમજ તેને સંપૂર્ણ સંમત તેમની સ્ત્રીઓના વિચારો જાણીને આવેલા પુરૂષો વિચારવા લાગ્યા કે - અહો ! અહીં આ દંપતિઓનું પ્રકૃતિનું સાહસ્યપણું બહુ આશ્ચર્યકારી દેખાય છે, કેમકે મન-વચન-કાયાવડે તેઓ એકલ હોય તેવા દ્રષ્ટિએ પડે છે. દંપતિનો સંયોગ દૂરથી આવીને મળે છે તે છતાં ગુણરૂપ અને પ્રકૃત્યાદિનું સરખાપણુ જે જણાય છે તેમાં વિધાતાની જ કુશળતા સંભવે છે. આ પ્રમાણે વિચારીને તે ચારે પુરૂષોની ઉપેક્ષા કરી, આવેલા પુરૂષોએ તદુબવસિદ્ધિને પૂછયું કે “કહો હવે તમારો શું વિચાર છે?' તદ્દભવસિદ્ધિ બોલ્યો કે- “અહો નિકારણ બંધુઓ! આ દુરત એવા કષ્ટ સમુદ્રમાંથી બીલકુલ કાળવિલંબ કર્યા સિવાય મને પાર ઉતારો. અહીં જે સુખ કહેવામાં આવે છે તે મધુલિત ખગ ધારાને ચાટવા જેવું છે. આ સ્થાનક અનેક પ્રકારના કષ્ટને આપનારું છે. અને અહીંનું કથન માત્ર સુખ પણ બહુજ તુચ્છ છે.” આ પ્રમાણેની પોતાના પતિની ઉકિતને સાંભળીને હર્ષ પામી સતી સિધ્ધિગતિ નામની તેની સ્ત્રી બોલી કે – “હે પ્રાણેશ ! મને પણ એમજ રૂચે છે.” પછી તે માણસોની સાથે નાવમાં બેસીને પોતાની સ્ત્રી સહીત તદ્ભવસિધ્ધિ, સુવિત્ત નામના સાંયાત્રીકની સમીપે આવ્યો. તેને પોતાનો વૃત્તાંત કહી બતાવ્યો અને તેની સાથે વહાણમાં બેસીને સમુદ્રનો પાર પામ્યો. ત્યાં પોતાના સ્વજનવર્ગને મળ્યો અને ચિરકાળ પર્યત સુખનું ભાન થયો. આ પ્રમાણેની કથા કહીને ભગવંત બોલ્યા કે - હે વત્સો આ દ્રષ્ટાંત જે મેં તમને કહી સંભળાવ્યું તેનો સમ્યક પ્રકારનો ઉપનય હવે હું કહું Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છું તે લક્ષ્ય પૂર્વક સાંભળો - આ કથામાં જે અભવ્યાદિ પાંચ કુળ પુત્રો કહ્યા છે તે પાંચ પ્રકારના પાંચ ગતિમાં જનારા જીવો જાણવા. જન્મ, રા, મૃત્યુ અને રોગાદિ રૂક જળ વડે સમગ્ર પણે વ્યાપ્ત આ દુરંત અને પારાવાર સંસાર રૂપ સમુદ્ર જાણવો. દુઃખ, દારિદ્ર, દૌર્ભાગ્ય, રોગ અને ઉગાદિ વડે પરિપૂર્ણ મનુષ્ય જન્મ તે કંથારી કુડંગદીપ સમાન જાણવો. નિરંતર દુઃખને વેદના થકી દુરંત એવી નર્કગતિ અને તિર્યંગુ ગતિ તે કૌવચ તથા કંથારીના વૃક્ષ સમાન જાણવી. પ્રાણીઓને પાપોદયની પ્રિયતાથી એ ગતિની પ્રાપ્તિ થાય છે અને પ્રાયે પાપાત્મા પ્રાણીઓનેજ એ બંને ગતિમાં પ્રતિબંધ થાય છે. મનુષ્યગતિ ને દેવગતિ જે સુખ દુઃખ વડે મિશ્ર છે તે બોરડીના તથા ઉબરના વૃક્ષ સદશ જાણવી. મધ્યમ સુકૃત વડે એ બંને ગતિ પ્રાણીઓ ને પ્રાપ્ત થાય છે અને પ્રાયે મધ્યમ જનોને એ ગતિમાં આસંગપણું થાય છે. ઉત્તમ પ્રાણીઓને તો વસ્તુતાએ એકાંત અત્યંત સુખવાળી મહોદય ગતિ (સિદ્ધિગતિ) માંજ પ્રતિબંધ થાય છે. તેઓ આધિ, વ્યાધિ અને વિયોગાદિ દુ:ખથી પોતાના આત્માને છોડાવે છે અને માત્ર મોક્ષ ગતિમાં રહેલા હોય છે. | સુવિત્ત નામના સાયાંત્રિક રૂપ ધર્માચાર્ય જાણવા અને નિર્યામક મનુષ્યો સદશ ધર્મોપદેશક મુનિરાજ જાણવા. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં બુડતા પ્રાણીઓને મુનિરાજ ધર્મોપદેશ વડે તારે છે. તેથી તેઓનું નિર્ધામક નામ સાર્થક છે. સર્વ સાવદ્ય યોગના ત્યાગ રૂપ પારમેશ્વરી દીક્ષા તે પ્રવહણ સદશ જાણવી અને અત્યંત સુખનુ ભાજન જે નિર્વાણ પદ તે સમુદ્રના તટ સમાન જાણવું. નિર્ધામક સદશ મુનિરાજ, ચારે ગતિમાં રહેલા જીવોને નિર્વાણ રૂપ તટે પહોંચાડનાર પારમેશ્વરી દીક્ષારૂપ પોતાના વહાણમાં બેસવા માટે ધર્માચાર્યની આજ્ઞાથી ઉપદેશ કરે છે કે “અહો પ્રાણીઓ ! જેમ પૂર્વે એક કાકિણીને માટે નિ:પુણ્ય પંથીએ પૂર્વે મેળવેલા હજાર રૂપીઆને ખોઇ નાખ્યા અને એક રાજાએ પૂર્વ કુપથ્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તરીકે ખાસ નિષેધેલું તુચ્છ આમફળ ખાવાથી પોતાના પ્રાણને ગુમાવ્યા તેમ, આ સંસારમાં પણ અત્યંત તુચ્છ એવા ઇદ્રીય ન્ય સુખમાં આસકત થઇને મૂર્ખ પ્રાણીઓ પરભવમાં પ્રાપ્ત થઈ શકે એવા સ્વર્ગ અને અપવર્ગના સુખને હારી જાય છે. માટે અહો ઉત્તમ જીવો ! તમે અત્યંત જુગુપ્સા કરવા યોગ્ય અને તુચ્છ એવા શુક્રાદિ જન્ય વિષય ભોગને તજી દઇને ધર્મનું આરાધન કરો જેથી નિવૃત્તિ સુખની પ્રાપ્તિ થાય.” એ પંથીનું અને રાજાનું દ્રષ્ટાંત આ પ્રમાણે - “કોઇક એક દરિદ્વીએ બહુ દૂરદેશમાં જઇને મહા પ્રયાસ વડે એક હજાર રૂપિયા ઉપાર્જન કર્યા. પછી ત્યાંથી સ્વદેશ તરફ આવનારા સાથેની સાથે સ્વદેશ તરફ આવવા નીકળ્યો. મેળવેલા રૂપિયા વાંસળીમાં નાખીને વાંસળી કેડે બાંધી લીધી માર્ગમાં ખોરાકીને માટે એક રૂપિયો વટાવ્યો તેની ૮૦ કાકિણી આવી. તેમાંથી એકેક કાકિણી વડે દરરોજ નિર્વાહ ચલાવવા લાગ્યો. અનુક્રમે પોતાનું નગર સમીપ આવ્યું તેટલામાં ૭૯ કાકિણી વપરાઇ ગઇ. એક બાકી રહી તે છેલ્લા મુકામે ભુલી જવાથી પડી રહી. માર્ગે ચાલતા અર્ધપંથે આવ્યા એટલે સાંભરી. વિચારવા લાગ્યો કે આજે એક કાકિણી માટે બીજો રૂપૈઓ આખો ભાંગવો પડશે તેથી પાછો જઇને ભુલેલી કાકિણી લઇ આવું કેવું ભાર વધારે હોવાથી વાંસળી કોઇક સ્થાનકે પ્રચ્છન્ન પણે ગોપવી, પણતેમ કરતાં કોઇએ દીઠી અને તેના ગયા પછી કાઢી લીધી. કુમક કાંકિણી વાળે સ્થાનકે પહોંચ્યો ત્યાં તપાસ કરતાં કોઇએ તે કાકિણી લઇ લીધેલી હોવાથી મળી નહીં. પાછો આવ્યો ત્યાં પૂર્વ જોનારા માણસે વાંસળી અપહરેલી હોવાથી તેપણ મળી નહીં. ઉભયથી ભ્રષ્ટ થયો એટલે અત્યંત પશ્ચાત્તાપ કરવાલાગ્યો. પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું વળે. તેજ પ્રમાણે આ સંસારમાં મૂર્ણ જીવો સાંસારિક વિષય સુખની તૃષ્ણા રૂપ કાંકિણી મેળવવા જતાં પૂર્વના અપૂર્ણ પુન્યોદયથી તે સુખો પણ સંપૂર્ણ પણે મળતા નથી અથવા પાપોદય હોય છે તો બીલકુલ મળતા નથી અને તેની ઇચ્છાથી ધર્મારાધન કરતો નથી જેથી સ્વર્ગ મોક્ષાદિના સુખરૂપ દ્રવ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પૂરિત વાંસળી પણ હારી જાય છે.” બીજુ દ્રષ્ટાંત - ૨૭ કોઇ રાજાને આમ્રફળ (કેરી) વિશેષ ખાવાથી એકદા અજીર્ણ થવા વડે વિશુચિકા ઉત્પન્ન થઇ. રાજ વૈધે બહુ પ્રયાસવડે તે વ્યાધિ માડ્યો પણ કહ્યું કે “હવે પછી જો કોઇ પણ વખત આમ્રફળ ખાશો તો મૃત્યુ પામશો.” રાજાએ પ્રાણહાનીની ધાસ્તીથી તે વાતનો સ્વીકાર કર્યો. અને પોતાના દેશ બધામાંથી આંબા માત્ર ઉખેડી નંખાવ્યા. એકા મંત્રી સહિત અશ્વ પર બેસીને ફરવા જ્યાં બંનેને અન્ને અપર્ણા અને દૂર દેશમાં લઇ ગયા. ત્યાં બંને અશ્વ થાકી ને ઉભા રહ્યા એટલે તેના ઉપરથી ઉતરી નજીક રહેલા ફળ ભારવડે નીં ગએલા આમ વૃક્ષ નીચે બંને બેઠા. ત્યાં અતિ મનોહર પરિપકવ આમ્રફળને જોઇને રાજાનું ચિત્ત ચળાયમાન થયું, ખાવાની ઇચ્છા વૃદ્ધિ પામી. મંત્રીએ અનેક પ્રકારે તેનું નિવારણ કર્યું, વૈદ્યે કહેલા વચનો સંભારી આપ્યા પરંતુ રાજાએ માન્યું નહીં અને આમ્રફળ ખાધા. જેથી તત્કાળ તે રાજા મૃત્યુ પામ્યો. મરણ પામતી વખત મંત્રીના વચન ન માન્યા સંબંધી, વૈદ્યના વચનની અવગણના કર્યા સંબંધી તથા આમ્રફળ ખાધા સંબંધી ઘણો પશ્ચાતાપ થયો પરંતુ અકાળે પશ્ચાતાપ શા કામનો ? જેવી રીતે એ રાજા માત્ર રસેંદ્રિય ની સહની શાંતીને માટે પોતાનું રાજ સુખને મનુષ્ય ભવ હારી ગયો તેમ આ સંસારમાં મૂર્ખ પ્રાણી સહના ઇંદ્રિય જન્મ સુખની લાલસામાં ગૃહ થઇને સ્વર્ગ મોક્ષાદિના સુખને હારી જાય છે.” આ બંને દ્રષ્ટાંતનો ભાવ હ્રદયમાં વિચારીને ઉત્તમ પ્રાણીઓએ સહજ માત્ર સુખ દેખાડનારા પરંતુ પરિણામે દુઃખ સમુહમાં દુર્ગંર્ક કરી દેનારા વિષય સુખમાં ન ખુંચતાં નિવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો. આ પ્રમાણેના તે મુનિરાજ રૂપ નિર્યામકના વચનો સાંભળીને અભવ્ય હસીને બોલ્યા કે-તે નિવૃત્તિ વળી કેવી છે ? અને તે કોણે દીઠી છે ? તે તો કહો. અહીં તો જુઓ આ સર્વ ઇંદ્રિયોને સુખના આપનાસ Page #35 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિષય સુખ ભોગવવાના છે. ઘેબર, ઘી, પક્વાન અને ખજુરાદિ સ્વાદિષ્ટ પદાર્થો ખવાય છે. વજ્ર અને આભરણાદિ સ્વેચ્છાદિથી ધારણ કરાય છે અને કામ ક્રીડા તથા હાસ્ય કુતૂહળાદિવડે સુખે સુખે કાળ નિર્ગમન થાય છે. આ બધામાંથી નિવૃત્તિ પુરીમાં એકે વાનું નથી એવે ઠેકાણે દુઃખ ભોગવવા માટે જ્વાનું કોણ મૂર્ખ કબૂલ કરે.” ૨૮ આ પ્રમાણે એકાંત સુખવાળી સિદ્વિગતિને પણ દુ:ખ રૂપ ગણતો સતો તે અભવ્ય દુર્ગંધથી ભરેલી ખામાં જેમ ભૂંડ આસકત થઇને પડ્યો રહે તેમ વિષયરૂપ કાદવમાં ખુંચ્યો સતો ત્યાંથી નીકળવાની ઇચ્છા પણ ન કરવા લાગ્યો; જેથી આધિ, વ્યાધિ, જરા, જન્મ અને મરણાદિ દુ:ખોવર્ડ ભરપૂર અનંત સંસારમાં તે રાંક પ્રાણી નિરંતર પરભ્રમણ કરવા લાગ્યો. અભવ્યના કહી રહ્યા પછી દૂર્ભવ્ય બોલ્યો કે-પરિણામે હિતકારક એવું તમારૂં કથન હું માન્ય રાખીશ ખરો પણ હાલ નહીં, ઘણા કાળ પછી વાત. હાલતો આ પ્રાપ્ત થયેલા મહા મનોહર વિષય સુખનો ઉપભોગ કરવા ઇચ્છું છું, કેમ કે યૌવન, ધન સંપત્તિ, અનુકૂળ વર્તનારી સ્ત્રી અને નિરોગી શરીર વિગેરે પ્રાપ્ત થયેલું કોણ બુદ્દિવાનૂ તજી દે. યૌવનાવસ્થામાં ધર્મને માટે જે પાંચ ઇંદ્રીઓના સુખને તજી દેવા તે પીલુ પરિપક્વ થાય તે વખતે કાગડાની ચાંચ પાવા જેવું છે. માટે હાલમાં તો હું કોઇ રીતે સાંસારીક સુખને તજ્વા ઇચ્છતો નથી. આ પ્રમાણેનો દૂર્તવ્યનો ઉત્તર સાંભળીને તે વખત તો નિર્યામક રૂપ મુનિરાજ મૌન રહ્યા. વળી કાળાંતરે તેના ઉપરની કૃપાવડે મુનિ પુંગવે તેને પૂર્વકત પ્રકારેજ ઉપદેશ આપ્યો. કે “હે ભાઇ ! હવે તો તું આ સંસારને છોડ.” તે વખત પણ તે દૂર્ભવ્યે પૂર્વોકત પ્રકારે ઉત્તર આપ્યો. એ પ્રમાણે વારંવાર સાચાખોટા બાનાવડે મુનિરાજને ઠગવાના ઉત્તર આપ્યા કર્યા અને પ્રાયે નર્ક તિર્યંચ ગતિમાંજ પરીભ્રમણ કરવા લાગ્યો. કોઇ વખત મનુષ્યગતિ કે દેવગતિ પણ પામ્યો પરંતુ પગલે પગલે દુ:ખને પામવા લાગ્યો અને કર્મવડે લેપાવા લાગ્યો. એમ કરતાં કરતાં યથાપ્રવૃત્તિકરણને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યોગે કાંઇક કર્મવિવર પ્રાપ્ત થવાથી સમ્યક્ પ્રકારે ધર્મનું આરાધન કરતો સતો કેટલેક ભવે સમસ્ત કર્મોને બાળી દઇને તે પ્રાણી સિદ્ધિ સુખને પ્રાપ્ત કરશે. હવે તે મુનિરાના ઉપદેશને સાંભળી ભવ્ય જીવ બોલ્યો - “અહો પરમકૃપાળુ ! આપનો કહેલો ધર્મ કરવા હું ઇચ્છું છું ખરો પણ હાલ નહીં; સાત આઠ વર્ષ પછી અંગીકાર કરીશ. કેમકે હમણા તો આ સ્ત્રી ગર્ભવતી છે, પુત્ર હજી ભણ્યો ગણ્યો નથી, પુત્રીને હજુ પરણાવી નથી, તેમજ બીજી પણ અડચણો છે તેથી તરતમાં તો હું તે સઘળાને તજી દેવાને સમર્થ નથી.” મુનિરાજે પણ તેને યોગ્ય જીવ જાણ્યો તેથી વળી સાત આઠ વર્ષે આવીને ઉપદેશ કર્યો કે “હે સુજ્ઞ ! હવે આર્હતી દીક્ષાને અંગીકાર કર." સંવેગના રંગવડે તરંગિત થયેલ તે પ્રાણીએ અર્હત ધર્મને તરતજ અંગીકાર કર્યો. તે જીવ સાત આઠ ભવે મુક્તિ પદને પ્રાપ્ત કરશે. હવે આસત્રસિદ્ધિ મુનિરાજના વચનને સાંભળીને બોલ્યો કે- “અહો દયાસિંધુ ! તમારા વચનો, અમૃતનું પાન કરવા તુલ્ય હોવાથી મને અત્યંત રૂચે છે. પરંતુ હું સ્ત્રી પુત્રાદિક સાથેના પ્રેમ બંધનમાં નિયંત્રિત થયેલો છું તેથી મોક્ષેચ્છુ છતાં પણ ગૃહસ્થપણાને તજ્જાને હાલ તરત સમર્થ નથી. તોપણ ધીમે ધીમે સ્ત્રી પુત્રાદિકના પ્રતિબંધને તજી દઇને આવતા વર્ષમાં આપના કહેવા મુજબ મુનિ ધર્મને અંગીકાર કરીશ.” બીજે વર્ષે મુનિરાજના ઉપદેશની જોગવાઇ મળવાથી સંપુર્ણ શ્રદ્વાવાન્ આસત્રસિદ્ધિ જીવે તેમનીજ સમીપે જૈની દીક્ષા અંગીકાર કરી. સમ્યક્ પ્રકારે ચારિત્ર ધર્મનું આરાધન કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં ઘણા કાળ પર્યત સ્વર્ગના સુખ ભોગવીને એક ભવ મનુષ્યનો કરી તે જીદ્રા મુકિત પુરીનો નિવાસી થશે. હવે છેલ્લો તદ્ભવસિદ્ધિ જીવ, પુણ્યના માહત્મ્ય વડે ગર્ભિત એવા મુનિરાજના વચનોને સાંભળીને હાથ જોડી આ પ્રમાણે બોલ્યો - Page #37 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અહો મુનીંદ્ર ! અનાદિ કાળથી મોહનિદ્રા વડે નિદ્રિત થવાથી નષ્ટ ચૈતન્ય પ્રાય થયેલા મને નિ:કારણ બંધુ સદિશ આપે જાગૃત કરી ચેતના પ્રાપ્ત કર્યો છે. હું ધન્યમાં પણ ધન્ય છું કે મને ઉન્માર્ગે જનારાને સન્માર્ગના ઉપદેશક એવા આપનો સાંપ્રત સમયે યોગ પ્રાપ્ત થયા છે. આ અપાર સંસાર રૂપ સમુદ્રમાં ડુબતા એવા મને સહર્મ રૂપ નાવ સહીત નિર્ધામક તૂલ્ય આપનો પૂર્વ પુણ્ય વડેજ યોગ બની ગયો છે. મને પાંચ ઇંદ્રીઓ રૂપ ચોરોએ સ્નેહ રૂપ પાલવડે બાંધીને સુધા પિપાસાદિ દુઃખાર્તપણે સંસાર રૂપ બંદીખાનામાં નાખેલો છે. એ બંદીખાનામાં રહ્યો તો હું જન્મ, જરા, મૃત્યુ અને આધિ, વ્યાધિ વિગેરે દુઃખો રૂપ ચાબુક વડે નિરંતર માર ખાધા કરું છું. તેમાં મને કોઇ પણ શરણભૂત થયું નથી. હમણાં કાંઇક શુભ દૈવના અનુભાવ વડે અશરણ પ્રાણી માત્રને શરણભુત અને સંસાર રૂપ બંદીખાનામાંથી છોડાવનાર આપ મળી આવ્યા છો-આ સંસારમાં દેવપણામાં અને મનુષ્યપણામાં મહર્ઘિકપણું પ્રાપ્ત કરવું તે સુલભ છે પણ સરૂનો સંયોગ પ્રમ થવો તે અતિ દુર્લભ છે. મેં રસૈકીની લોલતાથી પ રસનું આસ્વાદન ઘણીવાર કર્યું છે પરંતુ જન્મ મરણને હરણ કરનાર સરૂના વચનામૃતનું પાન કયારે પણ કર્યું નથી. “વિદ્વાન પ્રાણી પણ ગુરૂ મહારાજના યોગ વિના સમ્યક્તત્વને જાણી શકતા નથી. શુદ્ધ નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઇ શકતો નથી તેમ વિદ્વાન પ્રાણી પણ ગુરૂ મહારાના યોગ વિના સમ્યક્તત્વને જાણી શકતા નથી. સંસારના અસાર સુખને મેળવવાને માટે પ્રાણી જેટલો પ્રયત્ન કરે છે તેટલો પ્રયત્ન જો જન ક્રિયામાં કરેતો તે જરૂર અંતર નિવૃતિને પામે. હે મુનિરાજ ! નાના પ્રકારના દુઃખ સમુહ વડે વ્યાત એવા સાંસારિક સુખથી હવે-જેમ સુધાતુર પ્રાણીને પરમાબ (લીર) ની પ્રાપ્તી થાય ત્યારે તે વિષમિશ્રીત ભોજનથી વિરામ પામે તેમ-હું વિરામ પાવ્યો છું. આજ સુધી જિન ધર્મ વર્જિતપણે મેં જે પુષ્કળ પ્રયાસ કર્યો છે તેનો વિચાર કરતાં હવે મને બહુજ દુખ ઉત્પન્ન થાય છે-માટે હવે બિન વિલંબે ભવ સુમદ્રમાં પ્રવહણ તૂલ્ય, પાપને હરનાર અને મોક્ષને આપનાર Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૧ એવી આર્હતી દીક્ષા, હે મુનિ પુંગવ ! મને શિઘપણે આપો. પ્રાયે બહૂલ કર્મી જીવોને ધર્મમાં પણ અનેક અંતરાયો આવી પડે છે તેથીજ પ્રાજ્ઞ પુરૂષોએ કહ્યું છે કે- ધર્મસ્ય ત્વરિતા ગતિઃ એટલે ધર્મની શિઘ્ર ગતિ છે. આ પ્રમાણના અતિ ઉત્કટ સંવેગવાન્ તે તદ્ભવિસિદ્ધ જીવે તરતજ મુનિ મહારાજની સમીપે ચારિત્ર અંગીકાર કર્યું અને જેમ શ્લેષ્માદિ મલીન પદાર્થોને તજી દે તેમ સંસાર વાસને તજી દીધો. અપ્રમત્તપણે નિરંતર સાધુ ધર્મને આરાધીને સમગ્ર કર્મોનો ક્ષય કરી તેજ ભવમાં મુકિત પુરીનો અધિકારી થયો. આ પ્રમાણે પાપ કર્મો વડે પ્રાયે નર્ક અને તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરતાં અને કોઇક વખત અજ્ઞાન કષ્ટ વડે મનુષ્ય અને દેવગતિમાં પણ ઇ આવતાં, ભાગ્યહીન પ્રાણી જેમ સ્વર્ણ નિધિને ન પામે તેમ-અભવ્ય પ્રાણી અનંતકાળે પણ અવ્યય સુખને પ્રાપ્ત કરી શકતો નથી, દુર્વ્યવ્ય જીવ અનંત કાળ પર્યંત પરિભ્રમણ કરીને પ્રાંતે મોક્ષ સુખ પામે છે, ભવ્ય જીવ સાત આઠ ભવે મોક્ષ પામે છે, આસત્રસિદ્ધિ ત્રણ ભવે મોક્ષ પામે છે અને તદ્ભવસિદ્ધિ તેજ ભવે મોક્ષને પ્રાપ્ત કરે છે. એ સઘળામાં મોહનો ભેદ કરવાની તરતમતાજ મુખ્ય હેતુભૂત છે. જે પ્રાણીને જેટલો મોહ હોય તેટલો તેને સંસાર સમજ્યો. એટલે મોહના ચય અપચય-વૃદ્ધિ હાની પ્રમાણે સંસારનું વધવા ઘટવાપણું જાણવું-તેથી સુખના સંદોહને રોાર, પાપ કર્મને અંકુરા ઉપજાવનાર અને આત્મ બ્રહ્મનો દ્રોહ કરનાર મોહને, શિવાર્થી પ્રાણીએ સર્વથા તજી દેવો. આ સંસારમાં જે જે પ્રાણીઓ પૂર્વે ભમ્યા છે, આગામી કાળે ભમશે અને હાલમાં પરિભ્રમણ કરે છે તે સર્વે આ મહાબળવાન્ મોહનોજ મહિમા છે. શતા, પૅશુન્યપણું, ઉન્માર્ગની દેશના, અસત્ય ભાષણ, અત્યંત વિષયાસકિત, મિથ્યાત્વમાં એકાંત નિષ્ટપણું, અર્હત ધર્મની અવજ્ઞા અને સુસાધુનો ઉપહાસ એટલા મહા મોહના ચિન્હો છે એમ જ્ઞાની પુરૂષો કહે છે, માટે હે વત્સો ! મોહ રાજાની દુશ્ચેષ્ટાથી ડરીને તેના ચિન્હોને તજી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દેવા પ્રયત્ન કરો જેથી સ્વલ્પ કાળમાં સંસાર પરિભ્રમણકારી કર્મનો ક્ષય કરીને મોક્ષ સુખને પ્રાપ્ત કરશો. આ પ્રમાણેના શ્રી આદીશ્વર ભગવંતના ઉપદેશને શ્રવણ કરીને તેમના ૯૮ પુત્રો સંવેગ રંગ વડે વાસિત થઇ તત્વ બોધને પામ્યા. બીજી રીતે મિથ્યાત્વના ૪ ભેદો હોય છે. (૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ અને (૪) પ્રદેશ મિથ્યાત્વ (૧) પ્રરૂપણા મિથ્યાત્વ - શ્રી ક્લેિશ્વર પરમાત્માઓએ પોતાના જ્ઞાનથી જગતમાં જે પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તે પ્રકારે જોયા અને જાણ્યા તેજ પ્રકારે જગતના જીવોની સામે પ્રકાશિત કર્યા એટલે જણાવ્યા. તેવા પ્રકારે પદાર્થોને યથાર્થ રૂપે જણાવવાને બદલે તેનાથી વિપરીત ભાવરૂપે પ્રરૂપણા કરવી અને જગતના જીવો પાસે પ્રકાશિત કરવાને પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. જેમકે જે પદાર્થો છોડવાલાયક કહેલા છે. તેની છોડવા લાયક પ્રરૂપણા કરવાને બદલે ગ્રહણ કરવા લાયકની પ્રરૂપણા કરવી અને જે પદાર્થો ગ્રહણ કરવા લાયક કહેલા છે તે પદાર્થોની છોડવા લાયક રૂપે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. જેમકે ભગવાને બે પ્રકારે ધર્મ કહ્યો છે. (૧) શ્રાવક ધર્મ અને (૨) સાધુધર્મ. સાધુધર્મ ન લઇ શકે-લઇને પાળવાની શકિત ન હોય એવા જીવો માટે એટલે અશકત જીવો માટે શ્રાવકધર્મ કહ્યો છે કે જેથી એ ધર્મની આચરણા કરતાં કરતાં સાધુધર્મની શકિત આવે. તેને બદલે શું સાધુપણામાં જ ધર્મ આવી ગયો ? શ્રાવકપણામાં પણ ભગવાને ધર્મ કહેલો છે તે કરીને જીવન જીવીએ તોય શું વાંધો ? ભગવાનની આજ્ઞા જ છે ને ? આવા વિચારોની પ્રરૂપણા કરીને સાધુધર્મની મુખ્યતા-પ્રધાનતાને ગૌણ કરીને શ્રાવધર્મની મુખ્યતા કે પ્રધાનતા બતાવીને પ્રરૂપણા કરવી-માર્ગ બતાવવો તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ન શાસનમાં હંમેશા સાધુધર્મ જ પ્રધાન છે એ પામી શકે એવી તાકાત ન હોય તો એ તાકાત કેળવવા માટે પ્રયત્ન કરીને પણ સાધુધર્મ પામવા માટે જ દેવ, ગુરૂ અને ધર્મની ઉપાસના રૂપે શ્રાવક ધર્મ કહેલો છે. જો એ ધ્યેય ન હોય અને દેવ, ગુરૂ, ધર્મની ગમે તેટલી સુંદરમાં સુંદર રીતે ઉપાસના કરે તો પણ તે જૈન શાસને કહેલો શ્રાવકધર્મ નથી જ. માટે એવી પ્રરૂપણાઓ કરવી-વિચારણાઓ કરવી-વિચારોની આપલે કરવી એ બધું જ આ પ્રરૂપણા મિથ્યાત્વમાં આવી જાય છે. (૨) પ્રવર્તન મિથ્યાત્વ : મિથ્યાત્વની વૃધ્ધિ થાય એવી પોતે કરણી કરે અને અનેકની પાસે તેવી કરણી કરાવે તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. એટલે કે પોતાની શકિત મુજબ મિથ્યાત્વનો પ્રચાર જોરશોરથી કરવો તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. લૌકિક મિથ્યાત્વના પ્રવર્તન કરતાં લોકોત્તર મિથ્યાત્વને પ્રવર્તન કરવામાં સમ્યક્ત્વ દુર્લભ થાય છે. જેમકે ભગવાને સાધુધર્મ અને શ્રાવકધર્મ બે પ્રકારના કહેલા છે. તેને પામવા માટે માર્ગાનુસારીના ગુણો કહેલા છે તે બહુ કઠણ છે. પાલન થઇ શકે એમ નથી. જે મજબુત સત્વશાલી જીવો હોય તેજ પાલન કરી શકે માટે આપણે તો જેટલું થાય તે પ્રમાણે કરવાનું. શકિત મુજબ થાય તે કરવાનું કહ્યું છે. એવો વિચાર કરીને સાધ્વાચાર કે. શ્રાવકાચારથી વિરુધ્ધ પ્રવૃત્તિ કરવી. મંત્ર, તંત્ર, વિદ્યા આદિનો ઉપયોગ ભગવાનના શાસનની આરાધનાની માનતા માનીને કરવી. લગ્નની પ્રવૃત્તિ પાપમય છે. તે નિર્વિબે પૂર્ણ થાય તે માટે સિધ્ધચક્રપૂન આદિ ભણાવવું. અઢાઈ મહોત્સવ વગેરે કરવો. પૂજાઓ ભણાવવી, છોકરો પરીક્ષામાં પાસ થાય એ માટે પૂજા ભણાવવી, આંગી રચાવવી, શરીરમાં કોઇ રોગાદિ થયા હોય તો તે રોગના નાશ માટેનિરોગી બનવા માટે પૂજા પૂજન વગેરે ભણાવવા તે દરેક પ્રવૃત્તિઓ પ્રવર્તન મિથ્યાત્વ રૂપે ગણાય છે. આ રીતે સંસારની વૃધ્ધિના હેતુથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ३४ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કોઇપણ મંત્રનો જાપ કરવો-તાંત્રિક પાસે જઇ ને તાંત્રિકની વિધિ કરાવવી વિદ્યા વગેરે સાધવી-સધાવવી દુઃખીયારા જીવોનાં દુઃખો નાશ થાય અને જીવો કેમ સુખી-સમૃદ્વિવાળા બની સારી રીતે જીવતા બને એ હેતુ રાખીને દેવ, ગુરૂ, ધર્મની જે પ્રવૃત્તિ કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. આ પ્રવૃત્તિથી જીવો પોતાનું મિથ્યાત્વ પુષ્ટ કરી અનેક જીવોના મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. એનાથી ભવાંતરમાં પોતાને સમકીત દુર્લભ બને છે અને અનેક જીવોનાં સમ્યક્ત્વને દુર્લભ બનાવતા જાય છે. (૩) પરિણામ મિથ્યાત્વ : મનમાં જુઠો હઠવાદ રાખે અને કેવલીભાષિત પદાર્થોને વિષે કહ્યા મુજબ યથાર્થ સદણા ન કરે એટલેકે તે પદાર્થોનો મનઃ કલ્પીત અર્થ કરીને તેમાં આ આમજ છે. આજ અર્થ થાય, હું કરું છું. એ અર્થ બરાબર છે. એવી વિચારણાનો કદાગ્રહ રાખીને જીવન જીવવું તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે. આજે લગભગ મોટાભાગે આ મિથ્યાત્વ જોરમાં ચાલે છે એમ દેખાય છે. ભગવાનનું શાસન આજે લગભગ આવા પરિણામોના કદાચહના કારણે સીદાતું દેખાય છે. અત્યારે શાસ્ત્રોના અર્થ મન ઘડંત રીતે કરીને અનેક જીવોને મોક્ષમાર્ગથી ટ્યુત કરીને સંસારીક અનુકૂળતાઓ મેળવવા માટે અને આવેલી આપત્તિઓ-દુ:ખોના નાશ માટે જે પ્રયત્નો થઇ રહ્યા છે કે જેના પ્રતાપે મોટાભાગના જીવોને ધર્મથી રહિત બનાવી, આ પરિણામ મિથ્યાત્વના સ્વામી બનાવી ધર્મની આરાધનાઓ કરતાં કરાવી રહ્યા છે. માટે ખુબ ચેતવા જેવું છે. આ મિથ્યાત્વના ઉદયનો ઉપયોગ પોતાનું સમકિત દુર્લભ બનાવી અનેક જીવોના સમકતને દુર્લભ બનાવવાના પ્રયત્ન રૂપે થઇ રહેલો છે તે ખરેખર ખુબ દુઃખદ છે. (૪) પ્રદેશ મિથ્યાત્વ : સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવી લાવીને Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૫ ભોગવવા તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને હોય છે. જ્યારે બાકીના પહેલા ત્રણ પ્રકારના મિથ્યાત્વ સન્ની પર્યાપ્તા જીવોને હોય છે. બીજી રીતે મિથ્યાત્વના પાંચ પ્રકાર હોય છે. (૧) અભિગ્રહિક (૨) અનભિગ્રહિક (૩) આભિનિવેષિક (૪) સાંશયિક અને (૫) અનાભોગીક મિથ્યાત્વ હોય છે. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ : ' અભિગ્રહથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના કુદર્શનોમાંથી કોઇપણ. એક દર્શનને જ શ્રેષ્ઠ એટલે સાચું માનવાનો આગ્રહ રાખવો તે અભિમૂહિક મિથ્યાત્વ કહેવાય છે. બધા દર્શનોમાં જવાનું ખરું પણ સાચું તો હું જ ધર્મ કરું છું તે જ તે પકડ છૂટે નહિ તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. આવા જીવો પોતાના મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વને પામી શકે નહિ. આ મિથ્યાત્વના ઉદયકાળમાં અભવ્ય જીવો, દુર્ભવ્ય જીવો, ભારેકર્મી ભવ્ય જીવો અને દુર્લભબોધિ જીવોનો સમાવેશ થાય છે. કોઇ લઘુકર્મી આત્મામાં આ મિથ્યાત્વનો ઉદયકાળ થયો હોય તો પણ સાચું સમજાતા પોતાની પકડ છોડી સાચા માર્ગે આવી શકે છે. અન્ય દર્શનીઓએ સ્વસ્વ શાસ્ત્રમાં કહેલી કલ્પિત વાતોને પરીક્ષા કર્યા વગર સાચી માની લેવી અને તેમાં આગ્રહ ધારણ કરી રાખવો તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ : સાચા-ખોટાં સર્વ દર્શનો ને તેમના અભિમત દેવ, ગુરૂ તથા શાસ્ત્રોને સાચા માની લેવા તેમાં શંકાપણ ન કરવી તેમ તેમની પરીક્ષા પણ કરવી નહિ તે. અથવા સમજણના અભાવે મધ્યસ્થપણાના કારણથી જગતમાં રહેલા સર્વદર્શનોને કોઇપણ જાતની પકડ વિના સારા માને, સાચા માને તે અનભિગ્રહિક મિથ્યાત્વ. જેમકે બધાય દર્શનકારો મોક્ષ માને છે, મોક્ષ કહે છે, શુધ્ધતા પેદા કરવા માટેની વાતો કરે છે માટે તે શુધ્ધતા માટે ગમે તે દેવને માનીએ-પુજીએ તો આખરે તો એક જ છે Page #43 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૬ માટે તેમાં વાંધો નહિ. આ વાતમાં બિચારા અજ્ઞાન જીવોને ખબર નથી શુધ્ધતા શું છે ? તે કઇ રીતે પ્રગટ થાય તેને પેદા કરવા માટે કયા પ્રકારનો પુરૂષાર્થ કરવો પડે તેના કારણે અટવાયા કરે છે. ધર્મમાર્ગની આરાધના કરતાં કરતાં શુધ્ધતા કેટલી પેદા થતી જાય છે તેનો પણ પછી વિચાર કરતાં નથી માટે જ જ્ઞાનીઓ કહે છે કે એવા અજ્ઞાન રૂપે રહેલું મિથ્યાત્વ એ ભયંકરમાં ભયંકર નુકશાન કરનારૂં બને છે. માટે આવા પ્રકારના વિચારોમાં ન રહેવાય તેની કાળજી રાખવાની અને તે પરિણામોની સ્થિરતા ન થઇ જાય તેની કાળજી રાખીને જીવવાનું છે. નહિતર આ મિથ્યાત્વ પણ જીવને ધીમે ધીમે અભિગ્રહિક મિથ્યાત્વમાં લઇ જ્યાં વાર લાગતી નથી. આવા મિથ્યાત્વના ઉદયવાળા જીવોને જો સાચું સમજાવનાર મલી જાય તો તે મિથ્યાત્વના પરિણામને દૂર કરવામાં જરાય વિલંબ કરતાં નથી. જેમ બપ્પભટ્ટસૂરીજી મહારાજા એ હજાર સન્યાસીઓને (તાપસોને) મિથ્યાત્વ દૂર કરીને સમ્યક્ત્વી બનાવી સંયમી બનાવ્યા. તે આ પ્રમાણે બપ્પભટ્ટસૂરિમહારાજાએ નાનપણમાં દીક્ષા લીધેલી. શાળામાં રાજાનો દીકરો અને આ બન્ને સાથે ભણતા અને મિત્રો બનેલા હતા. સંયમી થઇને સુંદર આરાધના કરી જ્ઞાનાભ્યાસ પણ સારો કરતાં હતા. રાજાનો દીકરો આમ રાજા બન્યો એટલે વંદન કરવા આવ્યો અને તે તે મહાત્માનો ભગત થઇ ગયો છતાંય આમ રાજા સરલ હોવાથી ગુરૂને કહેતા કે તમો ગમો છો પણ તમારો ધર્મ મને ગમતો નથી. ઘણું સમજાવે પણ ધર્મ રૂચે નહિ. તેમાં એકવાર વાત નીકળતા કહ્યું કે આ આશ્રમમાં અમારા હજાર સન્યાસીઓછે તેઓને પ્રતિબોધ કરી સંયમ આપી લઇ આવો તો તમારો ધર્મ મને ગમે તે સાંભળીને બપ્પભટ્ટસૂરિ તે આશ્રમમાં ગયા. સન્યાસીઓને શ્રી વીતરાગદેવનું સ્વરૂપ સમજાવતાં આવું સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે મદેવમાં નથી એમ સાંભળ્યું એટલે સન્યાસીઓએ કહ્યું તો પછી આ દેવ કોણ ? તો કહ્યું અરિહંત જ આવા દેવ હોઇ શકે તેમનું સ્વરૂપ સમજાવી મિથ્યાત્વ દૂર કરી સમ્યક્ત્વ પ્રાપ્તિ કરાવી અને સંયમ આપી હજારને લઇને પોતાના સ્થાનમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૭ આવ્યા. બપોરના રાજા આવ્યો અને કહ્યું કે મહારાજ એતો તમારી શક્તિ છે માટે પ્રતિબોધ કરીને લઇ આવ્યા પણ હજી મને તમારો ધર્મ રચતો નથી. આ સરલ પ્રકૃતિના કારણે રાજાને છેલ્લે ધર્મ પમાડે છે તો આ હજારે સિન્યાસીઓ અનભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી સાચું સાંભળવા અને સમજવા મલતાં પોતાનો મિથ્યામત છોડીને મિથ્યાત્વને છોડી શકયા. આવી રીતે આ મિથ્યાત્વ વાળા જીવોને માટે સમજણ પેદા કરી સમ્યક્ત્વ પામવું સહેલું છે. આ મિથ્યાત્વના ઉદયવાળા પાંચ પ્રકારના જીવો હોય છે. અભવ્ય, દુર્ભવ્ય, ભારેકર્મી ભવ્ય, લઘુકર્મી ભવ્ય અને દુર્લભ બોધિ. (૩) આભિનિવેષિક મિથ્યાત્વ :1 શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્વો પ્રત્યેની રૂચી પેદા કરી સમ્યક્ત્વને પામે એ સમકતના કાનમાં નિકાચીત મિથ્યાત્વના ઉદયના કારણે પતન પામે તેમાં કોઇ પદાર્થ પ્રત્યેની ખોટી પકડ અંતરમાં પેદા થયેલી હોય તે સમજવા છતાં પણ તે પકડને છોડી ન શકે તે પ્રમાણે જ જીવે અને ખોટી પ્રરૂપણા કરે તે આભિનિવેષિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વનો ઉદયકાળ માત્ર દુર્લભબોધિ જીવોને જ હોય છે એ સિવાયના જીવોને હોતો નથી. ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો થયા. તે બધા જ આ મિથ્યાત્વના ઉદયકાળ વાળા ગણાય છે. વર્તમાનમાં જ નવા પંથો ઉભા થાય છે તે બધા આ મિથ્યાત્વના ઉદયવાળા ગણાતા નથી. કારણકે મત ઉભા કરનારા નિયમો સમ્યક્ત્વ પામ્યા પછી જ ખોટી પકડવાળા થયેલા છે. એમ નિશ્ચિત રૂપે ન હોવાથી આ મિથ્યાત્વના ઉદયવાળા ગણાતા નથી. કારણકે મિથ્યાત્વના ઉદયકાળમાં પણ જીવો પોતાના મતનો વિશેષ ફેલાવો કરવા માટે ગોષ્ઠામાહિલાદિની જેમ તેમાંથી નવો મત ઉભો કરે એમ પણ બને છે માટે જ્ઞાની વગર નિશ્રીત કહી શકાય નહિ. (૪) સાંશયિક મિથ્યાત્વ : Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેના બે ભેદ છે. (૧) દેશ સાંશયિક અને (૨) સર્વ સાંશયિક દેશ સાંશયિક શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલા પદાર્થોને વિષે કોઇક પદાર્થમાં શંકા રાખ્યા કરવી. આમ તે હોતુ હશે ? આવું તે કહેવાય ? આ બર્નજ શી રીતે ? ભલે ભગવાને કહ્યું માટે માની લઇએ બાકી બને નહિ ! આવી વિચારણાઓ કર્યા કરવી તે દેશ સાંશયિક. સર્વ સાંશયિક - શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા દરેક પદાર્થોમાં સંશય રાખ્યા જ કરવો એટલે શંકા રાખ્યા જ કરવી એ રીતે જ સ્વભાવ પાડી તે પદાર્થો સાંભળવા-બોલવા-વિચારવા તે સર્વ સાંયિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વમાં પણ પાંચે પ્રકારના જીવો હોય છે. એક જાતિભવ્ય સિવાયના જાણવા. (૫) અનાભોગિક મિથ્યાત્વ : અનુપયોગપણાથી રહેલું મિથ્યાત્વ તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય સુધીનાં જીવોને હોય છે માટે આ મિથ્યાત્વના ઉદયવાળા છએ પ્રકારના જીવો હોય છે. આ અભિગ્રહિક આદિ પાંચ પ્રકારના મિથ્યાત્વોમાં અનભિગ્રહીક મિથ્યાત્વ-રાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ આ ત્રણ મિથ્યાત્વો મિથ્યાત્વનું ફલ નિપજાવવામાં આભિગ્રહીક મિથ્યાત્વ અને આભિનિવેષીક મિથ્યાત્વ આ બે મિથ્યાત્વોના જેટલા ભયંકર અને જોરદાર હોતા નથી. સદુપદેશના યોગે પરિવર્તન પામવાનો ગુણ અને ગુરૂ પરતંત્ર બનવાનો ગુણ આ બન્ને ગુણોનો મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યક્ત્વના પ્રકટીકરણમાં ઘણો મોટો હિસ્સો હોઇ શકે છે. મિથ્યાત્વની ક્રિયાઓમાં અતિશય રકત એવા પણ મિથ્યાદ્રષ્ટિઓ (મિથ્યાદ્રષ્ટિ આત્માઓ) આ બે ગુણોના યોગે મિથ્યાત્વનું વમન કરીને પરમ સભ્યદ્રષ્ટિ બની શકે છે. આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેરિક મિથ્યાત્વ એ બન્ને મિથ્યાત્વો Page #46 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૯ આ બે ગુણોને રોકનારા હોય છે અને એથી પણ એ બે મિથ્યાત્વો ઘણી જ ભયંકર કોટિના ગણાય છે. અનભિગ્રહિક મિથ્યાત્વ-સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગીક મિથ્યાત્વ એ ત્રણ મિથ્યાત્વો પણ અવશ્ય તજવા યોગ્ય છે પણ એ ત્રણ મિથ્યાત્વો પોતાના સ્વામિઓના સદુપદેશથી પરિવર્તન પામવાના ગુણને અને ગુરૂ પરતંત્ર બનવાના ગુણને રોકી શકતા નથી. સત્યાસત્યના વિવેકને પામવામાં સહાયક જે માધ્યચ્ય નામનો ગુણ છે તે ગુણને પણ રોધનાર આભિગ્રહિક મિથ્યાત્વ અને પોતે પકડેલ અસત્ય છે એવું સમજાવવા છતાં પણ અસત્યનો ત્યાગ અને સત્યનો સ્વીકાર નહિ કરતાં પોતાના પકડેલા અસત્યને જ વળગી રહેવાનું ભયંકર પાપ કરાવનાર આભિનિવેષિક મિથ્યાત્વ. આ બન્ને મિથ્યાત્વોની અથવા તો આ બે પૈકીના કોઇપણ એક મિથ્યાત્વની હાજરી જ્યાં હોય ત્યાં ગુણપ્રાપિન માટેનો અવકાશજ અસંભવિત જેવો બને છે. આભિગ્રહિક મિથ્યાત્વ જ્યારે સન્માર્ગને પામવામાં અંતરાય કરનાર છે ત્યારે આભિનિવેષિક મિથ્યાત્વ જીવને સન્માર્ગથી શ્રુત કરીને ઉન્માર્ગે ચઢાવી દે છે અને સહેલાઇથી સન્માર્ગની પ્રાપ્તિ થવા દેતું નથી. અભિગ્રહિક મિથ્યાત્વ છતાં પકડવાળું મિથ્યાત્વ નહોતુ માટે હરિભદ્રપુરોતિ રાજરાજેશ્વરને પૂજ્ય બની શકયા તે આ પ્રમાણે : હરિભદ્ર પુરોહિત પ્રથમથીજ ઉન્માર્ગ હતા, એટલે તેમને માટે આભિનિવેષિક મિથ્યાત્વની તો કલ્પના થઇ શકે નહિ જ, પરંતુ તેમની જે પરિસ્થિતિ હતી-તેવી પરિસ્થિતિમાં સૂસંભવિત ગણાય તેવું આભિગ્રહિક મિથ્યાત્વ પણ તેમનામાં નહોતું. “હું સઘળું જ સમજી શકું -એવો પોતાની વિદ્વત્તાનો ગત્ર શ્રી હરિભદ્ર પુરોહિતમાં જરૂર હતો. પણ કોઇ વચન ન સમજાય તે છતાંય તે વચનને સમજ્યાનું ઘમંડ રાખીને જીવનને પસાર કરવું એવા દુર્ગુણને પેદા કરનારૂં મિથ્યાત્વ તેમના આત્મામાં નહોતું. એમનામાં જો એ મિથ્યાત્વ હોત તો પછીથી એ જેવા ઉપાસ્ય, વિશ્વસ્ય અને ઉપકારી બની શકયા, તેવા તે હરગીજ બની શકત નહિ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ४० ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અભિગ્રહિક મિથ્યાત્વનો અભાવ અને સુન્દર કોટિની સરલતાનો યોગ-કે જે સરલતા મિથ્યાત્વની મન્ત્રતા વિના શક્ય નથી-એના પ્રતાપે જ શ્રી હરિભદ્ર પુરોહિત રાજપુરોહિત મટીને રાજરાજેશ્વરનેય પૂજ્ય એવા પરમ શાસનપ્રભાવક આચાર્ય ભગવાન બની શક્યા. પ્રતિજ્ઞાપાલનની અપૂર્વ તત્પરતા : જે નિમિત્તે આવું અનુપમ પરિવર્તન શકય બનાવ્યું, તે નિમિત્ત વિષે પણ તમે કદાચ સાંભળ્યું હશે. એક વાર એવું બન્યું કે-જે સમયે રાજપુરોહિત શ્રી હરિભદ્ર રાજ્મહેલથી નીકળીને પોતાના આવા તરફ ઇ રહ્યા હતા, તે સમયે કોઇના દ્વારા બોલાતી ‘પદુિર્ગં' એવા અદિપદવાળી ગાથા તેમના સાંભળવામાં આવી. જગતમાં એવું કોઇ વચન જ નથી, કે જેને હું સમજી શકું નહિ આવું માની બેઠેલા એ રાજપુરોહિતે આ ગાથા સાંભળી, પણ એ ગાથાનો ભાવ એમની સમજ્યાં આવ્યો નહિ. એ ત્યાંના ત્યાં થંભી ગયા. રાત્રિનો સમય ઘણો વહી ગયો હતો અને ઘરે પહોંચવામાં વિલમ્બ થતો હતો, પણ જે સાંભળ્યું તે સમજાય નહિ ત્યાં સુધી આગળ કેમ વધાય ? એમણે વારંવાર વિચાર કર્યો, ઘણો ઘણો પ્રયત્ન કર્યો, વિદ્વત્તા તથા બુદ્ધિના ખજાના જેવા પોતાના મગજને ખૂબ ખૂબ કસ્યું પણ કેમેય કરતાં શ્રી હરિભદ્ર પુરોહિત સાંભળેલી ગાથાના મર્મને પામી શકયા નહિ. હવે એ શું કરે છે. એજ ખાસ મહત્વનું છે. એ કંટાળીને ઘરે ચાલી જ્વાનો વિચાર કરતાં નથી. અત્યાર સુધીમાં જેટજેટલાં વચનો મારા કાને પડ્યાં જેટજેટલા વચનો મેં વાંચ્યાં. તે સઘળાંય વચનોને હું બરાબર સમજી શકયો છું. એટલે આ એક વચન ન સમજાયું તોય શું ? આજે નહિ સમજાય તો કાલે સમજાશે અને કદાચ કાલે પણ નહિ સમજાય તો શું વહી જશે ? મૂકો પંચાત ! -આવા આવા વિચારોનો એક અંશ પણ તેમને સ્પર્શી શક્યો નહિ. એ તો તે ને તે સમયે જ નહિ સમજાયેલું સમજ્જાને માટે પ્રવૃત્ત બન્યા. આવી રીતિએ નહિ સમજાએલું સમજ્જાને માટે પ્રવૃત્ત થવામાં કેવી મોટી મુશ્કેલી હતી, એ જાણો છો ને ? Page #48 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૧ સ. જેના વચનને સમજી શકાય નહિ, તેના શિષ્ય બની જવાની તેમણે પ્રતિજ્ઞા કરી હતી. એ જ વાત છે, પણ એ પ્રતિજ્ઞાને પાળવામાં એ જો અપ્રમાણિક બને તો કોઇ એમને બલાત્કારે શિષ્ય બનાવી શકે તેવું નહોતું. તેઓ જો પોતાની કરેલી પ્રતિજ્ઞાને બીનવફાદાર નિવડે, તો તેમની પ્રતિજ્ઞાનું તેમની પાસે પાલન કરાવી શકાય એવા સંયોગો જ નહિ હતા. વળી એવા સંયોગો જરૂર હતા, કે જે સંયોગો એમને જો એમની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ઢીલા બનવું હોય, તો ઢીલા બનાવવામાં અને પ્રતિજ્ઞાનો ભંગ કરાવવામાં પણ સહાયક બની શકે. એ સંયોગોનો વિચાર કરો. શ્રી હરિભદ્ર પુરોહિતને જ્યારે સાંભળેલી ગાથાનો ભાવ સમજાયો જ નહિ, એટલે એમણે એ ગાથાના ઉચ્ચારનારની પાસે જવાનો નિર્ણય કર્યો. એ મકાનમાં સાધ્વીઓનો નિવાસ હતો. એક વયોવૃદ્ધ સાધ્વીજી રાત્રિના સમયે સ્વાધ્યાય કરતાં હતાં અને એ સ્વાધ્યાય દરમ્યાન જ પેલી વાવિવશ' આદિપદવાળી ગાથા બોલાઇ હતી. શ્રી હરિભદ્ર પુરોહિત એ સાધ્વીજીની પાસે પહોંચ્યા અને જે માથાનો અર્થ પોતાને સમજાયો નહોતો, તે ગાથાનો અર્થ સમજાવવાની વિનંતિ કરી. એ વયોવૃદ્ધ સાધ્વીજી પણ મર્યાદાશીલ હતાં. એમને લાગ્યું કે - આમને એ ગાથાનો અર્થ મારાથી કહેવાય નહિ. આમને તો ગુરૂમહારાજની પાસે જ મોક્લવા જોઇએ. આથી એ વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી હરિભદ્ર પુરોહિતને કહે છે કે- “જો એ ગાથાનો અર્થ જાણવો હોય તો જાવ અમારા ગુરૂ મહારાજ પાસે.' વિચાર કરો સંયોગોનો. ગાથા બોલનાર કોણ? જૈન અને તેમાંય વયોવૃદ્ધ સાધ્વી, જ્યારે શ્રી હરિભદ્ર પુરોહિત એટલે શ્રી જૈનદર્શનના કટ્ટર વિરોધી અને સમર્થ વિદ્વાન પુરૂષ ! આમ છતાંય, એ નહિ સમજાએલી ગાથાને બોલનાર સાધ્વીજીની પાસે જઇને શ્રી હરિભદ્ર પુરોહિત એમને નમે છે, નહિ સમજાએલી ગાથાનો અર્થ પૂછે છે અને એ ગાથાનો અર્થ પોતાને સમજાયો નહિ એ માટે જ તેમના શિષ્ય બની જવાની તૈયારી દેખાડે છે ! Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્થાનક ભાગ-૧ ત્યારે સાધ્વીજી શું કહે છે ? ગુરૂ પાસે જવાનું ! હજૂ આગળ જૂઓ. સાધ્વીજીના ઉત્તરથી શ્રી હરિભદ્ર પુરોહિતને જરાય કંટાળો આવતો નથી. પ્રતિજ્ઞાનું પાલન કરવાના નિશ્ચયમાં એ જો થોડા પણ ઢીલા હોત, તો અહીં એ પોતાના મનને મનાવી શકત. હું તો મારી પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે સર્વ રીતિએ તૈયાર હતો, એ માટે તો ન સાધ્વીજીની પાસે જઇને અર્થ કહેવાની અને શિષ્ય બનાવવાની માગણીય કરી, પણ એ સાધ્વીજીએ એ ગાથાનો અર્થ કહ્યો નહિ, તેમાં હું શું કરું? હું તો પ્રતિજ્ઞાથી છૂટ્યો !' આવા આવા વિચારોથી શ્રી હરિભદ્ર પુરોક્તિ પોતાના મનને જરૂર મનાવી શકત, પણ એમને એ રીતિએ પોતાના મનને મનાવવું નહોતું. “સોદો સીધો પડશે તો માલ લઇશું અને સોદો ઉંધો પડશે તો શું લેવું છે કે શું દેવું છે ?' –એવા દેવાળીયા વહેપારિના જેવી એમની પ્રતિજ્ઞા નહોતી. એમણે જે સમયે પ્રતિજ્ઞા કરી હશે, તે સમયે એમને એ પ્રતિજ્ઞાનું પાલન કરવાનો સાચે જ સમય આવી લાગશે-એવી તો કદાચ કલ્પના સરખી પણ નહિ હોય; પણ પ્રતિજ્ઞા કરતી વેળાએ એ વાત તો એમના મનમાં સુનિશ્ચિત જ હતી કે-જો એવો સમય આવી જ લાગે તો સર્વસ્વના ભોગે પણ મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવું છે. પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે એ પૂરે પૂરા પ્રમાણિક હતા, માટે તો સાધ્વીજીએ જ્યારે ગુરૂમહારાજ પાસે જવાનું કહ્યું ત્યારે શ્રી હરિભદ્ર પુરોતિ કશી પણ આનાકાની કર્યા વિના ત્યાંથી નીકળ્યા અને પોતાના સ્થાને આવ્યા. બીજે દિવસે જ્યાં ગુરૂમહારાજ હતા ત્યાં પહોંચ્યા, ગુરૂમહારાજની પાસે પહોંચીને તેમણે પોતાની સઘળી હકીકત જણાવી, ત્યારે ગુરૂમહારાજે શું કહ્યું તે જાણો છો ? ગુરૂમહારાજ ગાથાનો અર્થ કહેવાને બદલે એમ કહ્યું કે-જો આ ગાથાનો અર્થ જાણવો હોય તો પહેલાં ની દીક્ષા ગ્રહણ કરો અને શ્રી જૈનશાસનના ક્રમ મુજબ શ્રી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરો ! હવે શું થાય? શ્રી હરિભદ્ર પુરોહિત ની દીક્ષા લઇ લે ? વગર સમયે અને વગર નિર્ણયે પોતાના દર્શનનો ત્યાગ કરે ? શ્રી જૈનદર્શનનો સ્વીકાર કરે ? અને શ્રી ની દીક્ષા લઇને ન સાધુપણું Page #50 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૩ પાળે ? ત્યાં એ ચર્ચા કરવાને પણ તૈયાર થાય નહિ ? એમને પ્રતિજ્ઞાય હતી અને એમને એ પ્રતિજ્ઞાને પાનવીય હતી, પણ એ માટે આ બધું શું? પોતાનો મત છોડીને જૈન સાધુ થઇ જવું? શ્રી હરિભદ્ર પુરોહિતે તો એ વાત પણ કબૂલ કરી. એ વાત કબૂલ કરી એટલું જ નહિ, પણ તરત જ શ્રી હરિભદ્ર પુરોહિતે એ વાતનો અમલ કર્યો. કારણ ! પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે એ પૂરેપૂરા પ્રમાણિક હતા ! એક મિથ્યાદ્રષ્ટિ. મિથ્યાદર્શનના પરમ ઉપાસક અને ચૌદ વિદ્યાઓમાં પ્રવીણ એવા સમર્થ વિદ્વાનની આ સરલતા તો જૂઓ ! ખરેખર, એમના ઘમંડ સાથે એમની આ સરલતાને પણ યાદ રાખવાની જરૂર છે. મિથ્યાત્વની મતા વિના મિથ્યાદર્શનના એવા સમર્થ વિદ્વાનમાં આવી અપૂર્વ કોટિની સરલતા સંભવિત નથી. તે સમયે એ મિથ્યાદ્રષ્ટિ હતા, તેમ છતાં પણ તેમનું આ આચરણ હરેક રીતિએ અનુમોદનાપાત્ર છે, એટલું જ નહિ, પણ આપણામાં જો આ ગુણ ન હોય તો આપણે એને મેળવવાને માટે આ પ્રસંગને આદર્શ બનાવવો જોઇએ. એ જ આપણા ગુણરાગને છાજે. સામગ્રીના સદુપયોગનો પ્રતાપ : પ્રભુશાસનને પામવાને માટે મિથ્યાત્વના ક્ષયોપશમાદિની અનિવાર્ય જરૂર પડે છે. મિથ્યાત્વના ક્ષયોપશમાદિ વિના કોઇ પણ જીવને સાચા રૂપમાં ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના શાસનની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. મિથ્યાત્વનો એવો ક્ષયોપશમાદિ મિથ્યાત્વના ઉદયવાળા પણ મિથ્યાત્વની મન્દતાના કાળમાં જ સુસાધ્ય બને છે. એવા મિથ્યાત્વની મન્દતાના કાળમાં, જીવને જો પુણ્યના પ્રતાપે ધર્મસામગ્રીની પ્રાપ્તિ થઇ જાય છે, તો એ જીવ ઘણી જ સહેલાઇથી ધર્મને પામી શકે છે. જો કે-નૈસર્ગિક રીતિએ પણ જીવોને મિથ્યાત્વનો ક્ષયોપશમાદિ થવા દ્વારા સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઇ શકે છે, તો પણ તેવાય જીવો તેવા પ્રકારના અપૂર્વ પરિણામોને મિથ્યાત્વની મન્દતાના કાળમાં જ પામી શકે છે. પૂર્વના પુણ્યના પ્રતાપે જે જાવોને ધર્મની સામગ્રી મળી ગઈ છે. તે જીવોએ તો ધર્મને પામવાના Page #51 -------------------------------------------------------------------------- ________________ ४४ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિષયમાં લેશ માત્ર પણ પ્રમાદી નહિ જ બનવું જોઇએ. ધર્મની સામગ્રીને પામેલા જીવોએ “મારા મિથ્યાત્વની મન્દતા થઇ છે કે નહિ ?' –એ જોવાને માટે બેસી રહેવાની જરૂર નથી. કોઇ પણ કર્મ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ પણ હોય, ત્યાં સુધી તો એ જીવને, તમે પામ્યા છો તેવી ધર્મપ્રવૃત્તિની પ્રાપ્તિ પણ થતી નથી એક કોયકોટિ સાગરોપમ પ્રમાણથી પણ કર્મસ્થિતિ જ્યારે લઘુ બને છે, તેવા કાળમાં જ તમને મળી છે તેવી ધર્મપ્રવૃત્તિની પ્રાપ્તિ જીવને થઇ શકે છે. જે કોઈ જીવ આવી ઉત્તમ કોટિની ધર્મપ્રવૃત્તિને પામે, તે મહા ભાગ્યવાન છે; પણ એ મહા ભાગ્યવાનપણાને ટકાવવાને માટે તથા વધારવાને માટે, મળેલી ધર્મસામગ્રીનો સારામાં સારો ઉપયોગ કરી લેવાની જીવની કાળજી હોવી જોઇએ. ધર્મસામગ્રી મળવા છતાં પણ જેઓ તેનો સદુપયોગ નથી કરતા, તેઓ તો ધર્મસામગ્રીને નહિ પામેલા જીવોની જેમ હારી જાય છે, અને જેઓ મળેલી ધર્મસામગ્રીનો અનાદર કરીને તેનો દુરૂપયોગ કરે છે, તેઓના દુર્ભાગ્યનું તો પૂછવું જ શું ? ધર્મસામગ્રીની પ્રાપ્તિને માટે જેમ પુણ્ય જોઇએ, તેમ પ્રાપ્ત થએલી ધર્મસામગ્રીને સફલ કરવાને માટે લાયકાતની જરૂર છે. ધર્મસામગ્રીને પામેલા આત્માઓએ ધર્મની પ્રાપિન માટે તેમજ પ્રાપ્ત ધર્મને ટકાવવાને તથા વધારવાને માટે લાયકાત કેળવવી જોઇએ અને જેમ જેમ લાયકાત આવતી જાય, તેમ તેમ એ લાયકાતને વધુ ને વધુ જોરદાર ને નિર્મળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમને મળેલી ધર્મસામગ્રીને સફલ બનાવવાને માટે તમે કેટલા કાળજીવાળા છો અને કેટલા પ્રયત્નશીલ છો, એ તમે તો જાણો છો ને ? તમારી જેમ શ્રી હરિભદ્ર પુરોહિત પણ વર્યા હોત, તો જે પરિણામ આવ્યું તે આવત ખરૂં ? શ્રી હરિભદ્ર પુરોહિતે તો પોતાને મળેલા ઉત્તમ નિમિત્તનો ઉત્તમ પ્રકારે સદુપયોગ કર્યો. ગુરૂમહારાજે તેમને જેની દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, એટલે એમણે તેમ કર્યું. ન મુનિ બનીને એ મહાભાગ ગુરૂકુલવાસને સેવતા થકા શાસની મર્યાદા મુજબ રત્નત્રયીની આરાધનામાં રત બન્યા. એના પરિણામે ગુરૂકૃપાથી તેઓ સમર્થ શાસવેદી આચાર્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૫ ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બન્યા. શ્રી જિનાગમોના પરિશીલનથી શ્રી જિનાગમોના પારદર્શી બન્યા પછી, એ મહાપુરૂષે એવા પણ ઉદ્ગાર કાઢ્યા છે કે - "हा ! अणाहा कहं हुंता जइ न हुँतो जिणागमो ?" એટલે કે-જો શ્રી જિનાગમ હોત નહિ, તો હા ! અનાથ એવા અમારું થાત શું ? શ્રી નિગમોના પરિશીલનના પ્રતાપે એ પુણ્યપુરૂષને પોતાની પૂર્વની અનાથ દશાનું ભાન થયું. મિથ્યાત્વના યોગે નિપજેલી ઘેલછા ગયા વિના, અનાથ જીવોને પણ પોતાના અનાથપણાનું ભાન થતું નથી. જેઓને પોતાના અનાથપણાનું ભાન હોય નહિ, તેઓ નાથની શોધમાં નીકળે જ શાના ? અરે, નાથ સામે આવી જાય તોય એને આવકારે શાને ? આપણને પણ જો એમ થાય કે-શ્રી જિનેશ્વરદેવના યોગે જ આપણે આજે સનાથ છીએ, તો જ આપણે સાચા નાથ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાચી આરાધના કરી શકીએ. બીજી રીતે મિથ્યાત્વના આઠ પ્રકારો હોય છે, (૧) એકાન્તિક (૨) સાંશયિક (૩) વૈનયિક (૪) પૂર્વવ્યગ્રાહ (૫) વિપરિતરૂચિ (૬) નિસર્ગ (૭) સંમોહ અને (૮) મૂઢદ્રષ્ટિમિથ્યાત્વ. આ રીતે આઠ પ્રકારના મિથ્યાત્વ છે. હવે એ આઠ મિથ્યાત્વનાં લક્ષણ ગ્રન્થકાર પોતે કહે છે તે આ પ્રમાણે - જીવ સર્વથા ક્ષણિક (અનિત્ય) છે, અથવા જીવ સર્વથા અક્ષણિક (એટલે નિત્ય) છે. તથા જીવ સર્વથા સગુણ છે અથવા સર્વથા નિર્ગુણ. છે, ઇત્યાદિ રીતે એકાન્ત ભાષા બોલનાર જીવને તેમાંયયછમિથ્યાત્વ કહ્યું છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતે જે જીવ અજવાદિ ભાવો જે રીતે કહ્યા છે તે રીતે સત્ય હશે કે નહિ ? એવા સંકલ્પચિંતવન વડે સાંવયિo મિથ્યાત્વ કહ્યું છે. સર્વે લિંગીઓ (સર્વે દર્શનના સાધુઓ) આગમ રૂપ છે. (પોત પોતાના દર્શન પ્રમાણે સાધુ ધર્મવાળા છે), સર્વે દેવો આગમરૂપ છે, અને સર્વે ધર્મો પણ શ્રેષ્ઠ આગમવાણા (પોત પોતાના શાસ્ત્ર પ્રમાણે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રમાણભૂત) છે, એવા પ્રકારની પુરૂષોની જે બુદ્ધિ તેને લોકો વૈયિક બુદ્ધિ મધ્યસ્થ બુદ્ધિ કહે છે (અર્થાત્ તે વૈનાયિ મિથ્યાત્વ કર્યું છે.) ચર્મકારનું મંડળ (અંશો વડે જેમ ભોજન પામે) ચર્મના-ચામડાના લવો-અંશો વડે જેમ ભોજ્ય ન પામે (સારા ભોજનને પામી શકે નહિ) તેમ કુહેતુ અને કુદ્રષ્ટાંતોવર્ડ (આગ્રહથી ઉત્પન્ન થયેલ કુતર્કો વડે) ભરેલો-વ્યક્ત થયેલો જીવ તત્ત્વ પામતો નથી, તે પૂર્વવ્યુચ્છાદ મિથ્યાત્વ કહેવાય) વર (તાવ)વાળા જીવને જેમ કડવો રસ પણ મધુર લાગે છે, તે દોષ વ્યાપ્ત મનવાળો અને તેથી વિપરીત શ્રદ્ધાવાળો થયેલો જીવ અસત્યને પણ સત્ય માને છે (તે વિપરિતાપ મિથ્યા કહેવાય) જેમ જન્મથી અંધ થયેલ પુરૂષ મનોજ્ઞ કે અમનોજ્ઞ રૂપને સર્વથા દેખી શકતો નથી, તેમ સ્વભાવથીજ મિથ્યાદ્રષ્ટિ એવો દીન (પામર) જીવ તત્ત્વ કે અતત્ત્વને જાણી શકતો નથી (ત નિમિથ્યાત્વ કહેવાય). યુક્તાયુકતની બેંચણ રહિત (આ યોગ્ય કે અયોગ્ય છે એમ નહિ જાણનારો) એવો મુઢદ્રષ્ટિવાળો જીવ (મુંઝવણવાળો જીવ) રાગીને દેવ કહે છે, પરિગ્રહીને સાધુ કહે છે, અને પ્રાણિહિસાને ધર્મ કહે છે (તે સંમોદ મિથ્યા કહેવાય) શ્રી જીનેશ્વરોએ પ્રરૂપેલા પદાર્થોની અશ્રદ્ધારૂપ લક્ષણવાળા એ એકાત્તિક આદિ ભેદ વડે મિથ્યાત્વના ૭ ભેદ કહ્યા. જેમ ધાતુક્ષયના (ક્ષયના) રોગીને જે અન્ન ઉપર રૂચિભાવ (ન હોય) તેમ એ જીવોને જીનેન્દ્ર ધર્મને વિષે ધર્મરૂચિ (આજ ધર્મ છે એવી ખાત્રી) હોતી નથી તેવી રીતે મિથ્યાદ્રષ્ટિપણાથી જીનેશ્વરના ધર્મને વિષે એવા જીવોને ધર્મ પ્રત્યે રૂચી થતી નથી. પાંચ રંગો વડે ભાવિત કર્યા છતાં (એટલે રંગ્યા છતાં) પણ નીલી (ગળીનો રંગ અથવા ગળીના રંગવાળું વસ્ત્ર) નિશ્ચયે. પોતાની કૃાતા (કાળાશ) છોડતી નથી તેમ દ્રવ્ય પરિકર્મણાઓ વડે (તથાવિધ દ્રવ્યાદિ સામગ્રીઓ પ્રાપ્ત થવા છતાં પણ) અભવ્ય જીવોનું મિથ્યાત્વ છૂટી શકતું નથી. જેમ ઉપધાતુ (ત્રાંબા અને લોહ સિવાયની ધાતુ) પારસમણિના સ્પર્શવડે પણ સુવર્ણપણું પામતી નથી તેમ યોગ્યતા Page #54 -------------------------------------------------------------------------- ________________ સૌદ ગુણસ્થાનક ભાગ-૧ ४७ રૂપ ઉપાદાન વિના (એટલે મુકિતની યોગ્યતારૂપ મૂળ કારણ વિના) રાભવ્ય જીવ પણ (મિથ્યાત્વ છોડી સમ્યક્ત્વ પામી શકતો નથી, કારણ કે અભવ્યને તથાવિધ યોગ્યતાનો અભાવ હોય છે.) (ઉપર કહેલા ઉપધાતુના દ્રષ્ટાંતે અભવ્ય જીવ) જો કે જ્ઞાન-દર્શન ઇત્યાદિ લક્ષણ રૂપ ગુણ વાળો આત્મા છે, તો પણ આગમરૂપી પારસમણિના સ્પર્શ વડે કંદીપ સિકત્વ પામી શકતો નથી. એ જીવોને (અભવ્યોને) ઉપર કહેલ મિથ્યાત્વોમાંથી અભિનિવેષ મિથ્યાત્વવર્જીને બાકીનાં ચાર પ્રકારનાં મિથ્યાત્વ અનાદિ અનંત કાળ સુધી અનંત પુગલપરાવર્ત સુધી હોય છે. ધે જે આઠમું મિથ્યાત્વ દ્રષ્ટિ યુકત નામવાળું (મૂઢષ્ટિ મિથ્યાત્વ) કહ્યું છે. - બીજી રીતે મિથ્યાત્વના ૧૦ પ્રકારો કહ્યાા છે. (૧) ધર્મને અધર્મ જાણવો-મુનિના સર્વોત્તમ ત્યાગમાર્ગને આપમતે અધર્મ માનવો. (૨) હિસાદિક અધર્મને ધર્મરૂપ માની દેવી પાસે કે યજ્ઞ પ્રસંગે પશુવધ કરાવવો. (૩) સમ્યગૂજ્ઞાન અને ચારિત્ર-સદાચરણ રૂપ ક્રિયા સાથે મળ્યા વગર મોક્ષ માર્ગ મળતો નથી, છતાં આપમતે તેનું ખંડન કરવું ને ખરામાર્ગને ઉન્માર્ગ કહેવો. (૪) એકાન્ત જ્ઞાન કે એકાન્ત ક્રિયાથી જ મોક્ષ છે, એ ઉન્માર્ગને માર્ગ માની તેની પુષ્ટિ કરવી. (૫) શુદ્ર માર્ગગામી સંત સાધુ પાસે પોતાનો તુચ્છ સ્વાર્થ નહીં સરવાથી તેમને અસાધુ માનવા. (૬) ઉન્માર્ગગામી-માર્ગભ્રષ્ટ અસાધુને સ્વાર્થવશ થઇ સાધુ લેખવવા. (૭) પૃથ્વી, પાણીને વનસ્પતિ પ્રમુખ સજીવને નિર્જીવ જડરૂપ લેખવવા. (૮) આકાશમાં રહેલા કેટલાએક નિર્જીવ પુગલોને સજીવ લેખવવા. (૯) વાયુ (અંગે સ્પર્શતો પવન) રૂપી છતાં તેને અરૂપી-અમૂર્ત Page #55 -------------------------------------------------------------------------- ________________ ४८ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ લેખવવો. (૧૦) ધર્માસ્તિકાય પ્રમુખ અમૂર્ત-અરૂપી દ્રવ્ય છતાં તેમને રૂપી-મૂર્ત માનવા. બીજી રીતે મિથ્યાત્વના ૨૫ પ્રકારો કહા છે. અઢાર પાપસ્થાનકની સઝાયો પૈકી ૧૮ મી સઝાયમાં કહેલા મિથ્યાત્વના ૨૧ પ્રકારો ઉપરાંત બીજા ૪ પ્રકારો છે. તેના નામ-(૧) પ્રરૂપણા મિથ્યાત્વ, (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ ને (૪) પ્રદેશ મિથ્યાત્વ. એકવીશ ભેદ નીચે પ્રમાણે છે - (૧) દેવમાં અદેવપણાની બુદ્ધિ, (૨) અદેવમાં દેવપણાની બુદ્ધિ, (૩) સુગરૂમાં કુગુરૂપણાની બુદ્ધિ, (૪) કુગુરૂમાં સગરૂપણાની બુદ્ધિ, (૫) ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ, (૬) અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ, (૭) જીવમાં અજીવપણાની બુદ્ધિ, (૮) અજીવમાં જીવપણાની બુદ્ધિ, (૯) મુકત (સિદ્ધ)માં અમુકતપણાની બુદ્ધિ, (૧૦) અમુકત (હરિહરાદિક) માં મુકતપણાની બુદ્ધિ. આ દશ પ્રકારની મિથ્યા સંજ્ઞા કહેવાય છે. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ - પોતપોતાના મિથ્યા ધર્મમાં આચહ. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ - સર્વ ધર્મ સારા છે એવી બુદ્ધિ. અભિનિવેશ મિથ્યાત્વ - સત્ય ધર્મ જાણ્યા છતાં અસત્ય ધર્મનો આગ્રહ ન છોડતાં અસત્યનું પોષણ કરવાની બુકિ. (૪) સાંશયિક મિથ્યાત્વ-પરમાત્માનાં વચનોમાં શંકાવાળી બુદ્ધિ. (૫) અનાભોગિક મિથ્યાત્વ-અજ્ઞાતપણારૂપ તે એકૅક્રિયાદિક મનવિનાના જીવોમાં હોય છે. બીજા લૌકિક ને લોકોત્તર દેવગુરૂ ને ધર્મ સંબંધી છ પ્રકાર છે તે નીચે પ્રમાણે :(૧) લોકિક દેવગત મિથ્યાત્વ - અન્ય હરિહરાદિ દેવોને દેવપણે માનવા. લોકિક ગુરૂગત મિથ્યાત્વ - સારંભી ગુરૂને ગુરૂપણે માનવા. (૩) લોકિક પર્વગત મિથ્યાત્વ - અન્ય દર્શનીઓના પર્વોને પર્વ તરીકે (3). Page #56 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૯ માની તેની કરણી કરવી. (૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ - લોકોત્તર દેવ અરિહંતાદિકની આ લોકના સુખ-ભોગાથે માનતા કરવી. (૫) લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ - લોકોત્તર નિષ્પરિગ્રહી ગુરૂની આ લોકસંબંધી સુખપ્રાપ્તિ માટે ભકિત કરવી. (૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ - લોકોત્તર પર્વો પર્યુષણાદિની આરાધના આ લોક સંબંધી સુખપ્રાપ્તિ માટે કરવી. હવે ઉપર જણાવેલા વધારેના ૪ ભેદો નીચે પ્રમાણે :(૧) મિથ્યા ધર્મની પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ. (૨) મિથ્યા ધર્મની પ્રવૃત્તિ-આચારણા કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ. (૩) પરિણામમાં મિથ્યાભાવ પરિણમેલો હોય-સત્ય ધર્મ ઓળખાયેલ ન હોય તે પરિણામ મિથ્યાત્વ. (૪) પ્રદેશ એટલે આત્મપ્રદેશોની સાથે મિથ્યાત્વથી બંધાયેલા કર્મપ્રદેશોનું મળવું તે પ્રદેશ મિથ્યાત્વ. આ પચીશે પ્રકારના મિથ્યાત્વ તજવા લાયક છે. તેના દશ, પાંચ, છ ને ચાર - એ પ્રકારોમાં બધા પ્રકારના મિથ્યાત્વોનો સમાવેશ થઇ શકે છે. બીજી રીતે મિથ્યાત્વના ચાર પ્રકારો કહ્યા છે. (૧) અનાદિ અનંતકાળ (૨) અનાદિ શાંતકાળ (૩) સાદિ અનંતકાળ અને (૪) સાદિ શાંતકાળ રૂપે મિથ્યાત્વ હોય છે. (૧) અનાદિ અનંતકાળ રૂપે જાતિભવ્ય જીવોને અનાદિકાળથી મિથ્યાત્વનો ઉદય ચાલુ છે અને સદાકાળ અનંત કાળ સુધી મિથ્યાત્વનો ઉદય રહેવાનો હોય છે માટે આ ભાંગો ઘટે છે તથા અભવ્ય જીવોને પણ આ મિથ્યાત્વ સદા માટે હોય છે. . (૨) અનાદિ શાંત મિથ્યાત્વ :- જે ભવ્ય જીવો એક્વાર સમ્યક્ત્વને પામીને પછી પડી મિથ્યાત્વના ઉદયવાળા બન્યા હોય એવા ભવ્ય જીવોને Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આ મિથ્યાત્વ હોય છે. અનાદિકાળથી મિથ્યાત્વ હતું અને સમ્યક્ત્વ પામતાં એ મિથ્યાત્વ શાંત થયું એટલે તેઓને મિથ્યાત્વ અનાદિ શાંત કાળવાનું ગણાય છે. (૩) સાદિ અનંતકાળ :- આ મિથ્યાત્વ સામાન્ય રીતે જગતમાં કોઇપણ જીવોને હોતું નથી પણ વ્યકત અને અવ્યક્ત એમ મિથ્યાત્વના બે ભેદો પાડેલા છે તે અપેક્ષાએ વિચારણા કરીએ તો વ્યવહાર રાશીમાં આવેલા અભવ્યજીવો હવે વ્યવહારીયા રૂપે જ ગણાશે એ કોઇકાલે અવ્યવહાર રૂપે થવાના નથી. આ અપેક્ષાએ વ્યવહારરાશીમાં રહેલા અભવ્ય જીવોને જે ભક્ત મિથ્યાત્વ પેદા થાય છે તે સાદિ મિથ્યાત્વ કહેવાય છે અને તે મિથ્યાત્વનો ઉદયકાળ સદા માટે રહેવાનો જ છે માટે અનંતકાળ સુધીનું કહેવાય છે. આથી સાદિ અનંતકાળ રૂપે મિથ્યાત્વ કહેવાય છે તથા વ્યવહાર રાશીમાં આવેલા જે ભવ્ય જીવો છે તે એકેન્દ્રિયપણામાંથી કોઇકાળે ત્રિપણાને પામેલા નથી અને પામવાના નથી એવા ભવ્ય જીવોને આશ્રયીને વ્યકત મિથ્યાત્વની સાદિ ગણાય છે અને સદાકાળ તે એકેન્દ્રિયપણામાં રહેવાના હોવાથી એવા ભવ્ય જીવોને અનંતકાળ મિથ્યાત્વ રહેવાનું હોવાથી સાદિ અનંતકાળ મિથ્યાત્વ ગણાય છે. (૪) સાદિ શાંત મિથ્યાત્વ :- અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તે પ્રાપ્ત કર્યા પછી નિકાચીત મિથ્યાત્વના ઉદયના પ્રતાપે પડીને મિથ્યાત્વને પામે અને વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી મિથ્યાત્વે રહે તે સાદિ શાંત મિથ્યાત્વ કહેવાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે મિથ્યાત્વની શાંતતા કહેવાય અને ત્યાંથી નિકાચીત મિથ્યાત્વના પ્રતાપે પતન પામી મિથ્યાત્વને પામવું તે મિથ્યત્વની સાદિ કહેવાય છે. આ મિથ્યાત્વનો સાદિ કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે છે પછી જીવ ફરીથી સમ્યક્ત્વને પામીને અવશ્ય મોક્ષે જાય છે ત્યારે મિથ્યાત્વ શાંત થઇ જાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આથી અનાદિ અનંત મિથ્યાત્વ જાતિભવ્ય અને અભિવ્ય જીવોને હોય છે. અનાદિશાંત મિથ્યાત્વ-જે ભવ્ય જીવો ભવિષ્યમાં સમ્યક્ત્વ પામશે તેમને હોય છે માટે દુર્ભવ્ય-ભારેકર્મી ભવ્ય અને લઘુકર્મી ભવ્ય જીવોને હોય છે. - સાદિ અનંત મિથ્યાત્વ-અભવ્ય જીવોને તથા જે ભવ્ય જીવો વ્યવહારરાશીમાં હોવા છતાં ત્રસપણાને પામવાના નથી એમને હોય છે કે જે ભવ્ય જીવોને જાતિભવ્ય જેવા કહેવાય છે. સાદિશાંત મિથ્યાત્વ :- સમ્યક્ત્વથી પડેલા દુર્લભ બોધિ જીવોને હોય છે. વાંજી રીતે મિથ્યાત્વના બે પ્રકાર હોય છે. (૧) લૌકિક મિથ્યાત્વ (૨) લોકોત્તર મિથ્યાત્વ. (૧) લૌકિક મિથ્યાત્વ : આ લોકના અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિ માટે મળેલાને વધારવા માટે, ભોગવવા માટે, સાચવવા માટે અને જીવું ત્યાં સુધી ટકી રહે એને માટે તથા આલોકમાં પાપના ઉદયથી આવેલા દુઃખના નાશને માટે અને પરલોકમાં દેવલોક ઋધ્ધિ સિધ્ધિ સારી રીતે પ્રાપ્ત થાય એવા હેતુ માટે ઇતરદર્શનના દેવ દેવીઓને દેવ તરીકે માનવા, ઇતર દર્શનના સન્યાસીઓ ને ગુરૂ તરીકે માનવા તથા ઇતર દર્શનના ધર્મને ધર્મ તરીકે માનવો અને સેવવો તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. (૨) લોકોત્તર મિથ્યાત્વ : આ લોકના સુખ માટે અને દુ:ખના નાશ માટે તથા પરલોકના સુખને માટે શ્રી અરિહંત પરમાત્માની દેવ તરીકેની માનતા માનવી. શ્રી અરિહંતની આજ્ઞા મુજબ વિચરતાં ગુરૂઓની માનતા માનવી અને અરિહંતે કહેલ ધર્મની માનતા માનવી તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વથી સમકીત દુર્લભ થાય છે. લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ છે, જે સાધુનો વેષ રાખે અને પોતે Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નિર્ગુણી હોય, જિનવાણીનો ઉત્થાપક હોય, પોતાનો મનઃકલ્પિત ઉપદેશ દે, સૂત્રના સાચા અર્થને તોડે, એવા લિંગધારી ઉત્સત્રના પ્રરૂપકને ગુરૂ જાણી માન સન્માન કરે તથા જે સાધુગુણી, તપસ્વી, આચારવાન, બહુકિયાવંત હોય, તેની આ લોકની ઇચ્છા કરી સેવા કરે, બહુમાન કરે, મનમાં એમ જાણે કે-આની બહુ સેવા કરીશ તો એની મહેરબાનીથી ધન, ઋધ્ધિ, સ્ત્રી, પુત્રાદિ મને મળશે આ લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. વળી મિથ્યાત્વના છ પ્રકાર નીચે મુજબ કહા છે. (૧) રાગ દ્વેષ ને મોહાદિક મહાદોષોથી પરાજિત હરિહર બ્રહ્માદિકને મહાદેવ તરીકે માનવા-પૂજવા તે લૌકિક દેવગત મિથ્યાત્વ. (૨) ગુરૂના ગુણરહિત એવા પણ અન્યદર્શનીના ધર્મગુરૂઓને ગુરૂ તરીકે માનવા તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ. (૩) હોળી, બળેવ, શીતળાસાતમ ને નાગપાંચમ પ્રમુખ લૌકિક પર્વો કરવા તે લૌકિક પર્વગત મિથ્યાત્વ. (૪) સર્વથા દોષ રહિત વીતરાગદેવની પુત્રાદિકની પ્રાપ્રિમુખ આશાએ માનતા કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ. (૫) પરિચધારી ને ભ્રષ્ટાચારી પાસગ્ગાદિક ન વેષધારી સાધુને ગુણ રહિત છતાં તેને લોકિક સ્વાર્થ સાધવા ગરબુદ્ધિથી માનવા-પૂજવા તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. (૬) આઠમ, પાખી પ્રમુખ લોકોત્તર પર્વને આ લોક સંબંધી ક્ષણિક સુખને અર્થે આરાધવા, માનવા તે લોકોત્તર પર્વગત મિથ્યાત્વ. એ સઘળા મિથ્યાત્વના પર્વો મોક્ષાર્થી જીવોએ ચીવટથી તજી દેવા. બીજી રીતે મિથ્યાત્વના બે પ્રકારો હોય છે. (૧) ગુણહીન ગુણસ્થાનક (૨) ગુણયુકત ગુણસ્થાનક (૧) ગુણહીન ગુણસ્થાનકને અખાડો પણ કહેવાય છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા જીવો ઓધદ્રષ્ટિવાળા જીવો તરીકે પણ ગણાય છે. આ ગુણસ્થાનકમાં રહેલા અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૫૩ જીવો અને દુર્લભબોધિ જીવો આર્યદેશાદિમાં મનુષ્ય જન્મ પામીને ધર્મની સામગ્રીને પામીને પોતાના જીવનમાં જે કાંઇ ધર્મ આરાધના કરતાં હોય છે. તેઓ અશુધ્ધ પરિણામથી, અશુભ પરિણામથી કે શુભ પરિણામથી કરતાં હોય છે. નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં કરતાં પૂર્વક્રોડ વરસ સુધી અનંતી વાર મનુષ્ય જન્મને પામીને આરાધના કરે તો પણ તેઓને શુધ્ધ પરિણામ પેદા કરવાનું મન જ થતું નથી. કોઇકાળે શુધ્ધ પરિણામ પેદા થઇ શકતો નથી. આના કારણે એ જીવોનાં ગુણો પણ ગુણાભાસ રૂપે કામ કરતાં હોય છે અને સંસારની વૃધ્ધિમાં કારણભૂત થાય છે. (૧) અશુદ્ધ ઉપયોગ :- બીજા જીવો પ્રત્યે ઇર્ષાભાવ પેદા કરીને તથા ગૌદ્રધ્યાન કે આર્તધ્યાનની અત્યંતતા રાખીને ધર્મની પ્રવૃત્તિ કરવી તથા એક રસથી પાપની પ્રવૃત્તિ કરવી તે અશુધ્ધ પરિણામ કહેવાય છે. (૨) અશુભ પરિણામ (ઉપયોગ) - વિષયો અને કષાયોની વાસનાઓથી તેની પુષ્ટિ માટેની-વૃધ્ધિ માટેની જે કાંઇ પ્રવત્તિઓ જીવનમાં થાય તે અશુભ પરિણામવાળી પ્રવૃત્તિ કહેવાય છે. (૩) શુભ પરિણામ (ઉપયોગ) વાળી પ્રવૃત્તિ એટલે જીવનમાં સારી પ્રવૃત્તિ-ધર્મની પ્રવૃત્તિ-દાનાદિ ધર્મની ક્રિયાઓ-દેવ-ગુરૂ ધર્મની આરાધાનાઓ-આલોક-પરલોકના સુખના ઉદેશથી કરવી. આવેલા દુ:ખોના નાશના હેતુથી પ્રવૃત્તિ કરવી તે શુભ પરિણામ વાળી પ્રવૃત્તિ કહેવાય છે. આ ત્રણે પ્રકારની પ્રવૃત્તિથી જીવો પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરતા જાય છે અને સંસારની વૃધ્ધિ કરતા જાય છે. એક લઘુકર્મી આત્માઓ જે હોય છે તેજ જીવોને ગુણહીન ગુણસ્થાનકમાં રહીને પણ-ઓધદ્રષ્ટિમાં રહીને પણ આત્મિક ગુણોની પ્રાપ્તિ કરવા માટેના ઉઘાડરૂપે જે જે ગુણોની ખીલવટ પેદા થાય છે તે ક્રમસર આત્માના ઉઘાડમાં ઉપયોગી બને એ રીતે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં જાય છે. આ જીવોની શુભ આરાધના પણ શુધ્ધ પરિણામ પેદા કરવાની લક્ષ્યવાળી જ હોય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આથી સરલ સ્વભાવ અને નિ:સ્વાર્થ બુધ્ધિ અંતરમાં રહેલી હોય છે. તેઓની સાધના આ પ્રકારે હોય છે. જ્ઞાન અને ક્રિયાની આવશ્યક્તા – આ જગતમાં સાધના કોણ નથી કરતું ? યથાર્થ કે અયથાર્થ, સુખદ કે દુઃખદ, અલ્પ કે અધિક-એ નિરાળી વસ્તુ છે. એ વિચારણાને દૂર રાખીએ, તો જ્યાં જ્યાં કામના છે ત્યાં ત્યાં સાધના છે. કામનાની પરિપૂર્ણતાને ઉદ્દેશીને કરવામાં આવતા પ્રયત્નો, એ સાધના છે. કામનાવત્તા વિશ્વનું જીવન સાધનામય છે. આમ છતાં “સાધના' ને અંગે વિશિષ્ટ વિચારણાની આવશ્યકતા છે. કામના માત્રથી જેમ ઇષ્ટસિદ્ધિ સંભવિત નથી. સિદ્ધિ પ્રાપક સાધના માટે સાધનો વિષેનું યથાર્થ જ્ઞાન પણ આવશ્યક છે અને તેને અનુસરતી ક્રિયાશીલતા પણ આવશ્યક છે. જ્ઞાનન્ય ક્રિયા કિંવા ક્રિયાશૂન્ય જ્ઞાન સિદ્ધિસાધક બની શકે નહિ. સાધનોના યથાર્થ જ્ઞાનના અભાવે ઇષ્ટપ્રાપ્તિની અવરોધક ક્રિયાઓ ઇષ્ટપ્રાપ્તિના હેતુથી થાય છે : અને સાધનોનું યથાર્થ જ્ઞાન હોવા છતાં તદનુસારી ક્રિયા ન હોય, તો વિપરીત ક્રિયા ચાલુ હોવાના કારણે ઇષ્ટપ્રાપ્તિ દૂરવર્તીજ બનતી જાય છે. કામનાના યોગ સાધનામાં પ્રવર્તમાન બનેલા જીવમાત્રે આ વસ્તુને સમજી લેવી જોઇએ. કારણ કે-સાધનોના યથાર્થ જ્ઞાન વિના અને વાસ્તવિક સાધનોના આસેવનમાં દત્તચિત્ત બન્યા વિના, આ અનાદિકાલીન વિશ્વમાં અનન્તકાલે પણ કોઇ જ આત્મા ઇષ્ટને સાધી શકયો નથી, સાધી શકતો નથી અને સાધી શકશે પણ નહિ, એ નિવિવાદ વસ્તુ છે. સાધનાનો હેતુ આ સંસારમાં મનુષ્ય માત્રની પ્રવૃત્તિનું કેન્દ્રિત ધ્યેય કયું છે ? કોઈ પૈસા માટે મથે છે, કોઇ કીર્તિ માટે મથે છે, કોઈ સ્ત્રી માટે મથે છે, કોઇ પુત્ર માટે મથે છે અને કોઇ સત્તા માટે મથે છે. આરીતિએ મનુષ્યો ભિન્ન ભિન્ન પ્રકારની કામનાઓથી ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ પોતપોતાની શકયતા, અનુકૂળતા અને સમજ મુજબ કરી રહ્યા છે. પરન્તુ આ સઘળી Page #62 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પપ જ કામનાઓ અને આ સઘળી જ પ્રવૃત્તિઓની પાછળ સૌનું ધ્યેય એકસરખું છે. એ ધ્યેય છે-દુ:ખનો નાશ અને સુખની પ્રાપ્તિ. દુઃખ, એ સૌની નાપસંદગીની વસ્તુ છે અને સુખ એ સૌની પસંદગીની વસ્તુ છે. દુ:ખથી. સર્વથા રહિત, સુખથી પરિપૂર્ણ અને કોઇ પણ કાળે એમાં પરિવર્તન આવે નહિ કે એનો નાશ સંભવે નહિ–એવી દશા પ્રાપ્ત થઈ જાય, તો કોઇ પ્રયત્ન કરે ? કોઇ કામના કરે ? નહિ જ. અનિષ્ટની અને અપૂર્ણ ઇષ્ટની વિદ્યમાનતા જ કામનાને પેદા કરે છે. અનિષ્ટ ટળે, સંપૂર્ણ ઇષ્ટ પ્રાપ્ત થાય અને એમાં કોઇ કાળે અલ્પતાનો પણ અસંભવ નિશ્ચિત હોય, તો કામનાને અવકાશ જ નથી. સુખ એવું મળી જાય, કે જે દુ:ખના એક અંશથી પણ રતિ હોય : એવી કોટિનું સંપૂર્ણ હોય, કે જેનાથી કોઈ પણ કાળે કોઇ પણ જીવને વિશેષ સુખ મળે એ શકય જ ન હોય : અને એવું દુઃખરહિત તથા સંપૂર્ણ સુખ કોઇ પણ કાળે જો અલ્પતાને કે વિનાશને પામવાનું ન હોય, તો એવા સુખને પામનાર આત્માઓને કોઇ પણ પ્રકારની કયારેય કામના જાગે, એ સંભવિત જ નથી. સાધના ત્યાં સુધી જ આવશ્યક છે, કે જ્યાં સુધી આ જાતિના સુખની પ્રાપ્તિ થઇ નથી. પ્રચલિત સાધના સિદ્ધિસાધક નથી ? મનુષ્ય આ જાતિના સુખની વાસ્તવિક સાધના કરવામાં જ પોતાના જીવનની સફલતા માનવી જોઇએ. મનુષ્યને દુઃખ ગમતું નથી એટલું જ નહિ, પણ દુઃખવાળું સુખે ય ગમતું નથી. ઘણા સુખમાં પણ અલ્પ દુઃખ હોય, તો તે મનુષ્ય માત્રને ખટકયા કરે છે. એને એમ થયા જ કરે છે કે“કયારે મારું આટલું પણ દુઃખ નાશ પામે ?' એજ રીતિએ જેને અપૂર્ણ સુખ પ્રાપ્ત થયું છે, તે શેષ સુખની ઇચ્છા કર્યા જ કરે છે અને પ્રાપ્ત સુખ પણ ચાલ્યું જવાનું છે' -એ વિચાર પણ માણસને મુંઝવે છે. આથી સૌને પસંદ તો એજ સુખ છે, કે જે દુ:ખ-રહિત પણ હોય, સંપૂર્ણ પણ હોય અને શાશ્વત પણ હોય. આવા વિશિષ્ટ કોટિના સુખને ઝંખનારૂં જગતુ આજે કયી જાતિની સાધના કરી રહ્યું છે ? શું જગતની વર્તમાન સાધના Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એને આ જાતિનું સુખ પમાડવાને સમર્થ છે? નહિ, તો વર્તમાન સાધના એ ભમ નથી ? ઇષ્ટપ્રાપ્તિની અવરોધક નથી ? સાધક માત્ર આ પ્રશ્ન વિચારવા જેવો છે. જે કામનાથી જે પ્રયત્ન કરવામાં આવતો હોય, તે કામનાથી વિપરીત પરિણામ જો તેજ પ્રયત્નથી આવતું હોય અગર તો તે પ્રયત્નથી તે કામના સિદ્ધ થતી ન હોય, તો તેના કારણનો તો વિચાર કરવો જોઇએ ને ? સાદામાં સાદી રીતિએ પણ આ પ્રશ્નને વિચારી શકાય છે. દુઃખરતિ, સંપૂર્ણ અને શાશ્વત સુખ, શું નાશવત્ત સાધનોથી પ્રાપ્ય છે ? જે સાધનો પોતે જ નાશવન્ત છે, જે સાધનો પોતે જ પરિવર્તનના સ્વભાવવાળાં છે, તે સાધનો શાશ્વત સુખ કેમ જ આપી શકે? ધન, સ્ત્રી, કીર્તિ, સત્તા અને પુત્રપરિવાર આદિને સુખનાં સાધનો તરીકે કલ્પનાર જરા થોભે. વિવેકી બની વિચાર કરે. એમાંની કયી વસ્તુ શાશ્વત છે કે અલ્પતા આદિ પરિવર્તનને પામવાની શકયતાથી પર છે ? એક પણ નહિ. કેઇ ધનવાનો ભિખારી થઇ ગયા અને કેદ કીતિશાલિઓ ભયંકર કલંકના ભોગ બની બુરે હાલે મર્યા. કે સત્તાશાલીઓ સત્તા ગુમાવી બેઠા, એમ ઇતિહાસ કહે છે અને સ્ત્રી તથા પુત્રપરિવાર આદિનો નાશ તો નિર્માએલો જ છે. આમ છતાં માનો કેધન મળ્યું, કીતિમણી, સત્તા મળી અને સ્ત્રી તથા પુત્રપરિવાર આદિની ય પ્રાપ્તિ થઇ ગઇ : માનો કે એ બધુંય આપણી પાસે બરાબર વિદ્યમાન રહ્યું. પણ એક દિવસ આપણું મૃત્યુ તો નિયત છે ને ? આજ સુધીમાં કોઇ એવો જભ્યો નથી અને ભવિષ્યના અનન્ત કાળમાંય કોઇ એવો જન્મવાનો નથી, કે જેનું મૃત્યુ ન થાય જન્મની સાથે મૃત્યુ તો સંકળાયેલું જ છે. આ સંસારમાં એવો જન્મ સંભવિત જ નથી, કે જે જન્મ મૃત્યુ સાથે સંકળાયેલો ન હોય. હાં, એવું મૃત્યુ જરૂર સંભવિત છે, કે જે તેવા જન્મ સાથે સંકળાયેલુ ન હોય : અને એવું મૃત્યુ જ, તે પછીની આપણી દુઃખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખવાળી દશાનું સૂચક છે. આ સંસારમાં આપણે એવા મૃત્યુને નિકટમાં લાવવાનો પ્રયાસ કરવાનો છે અને એજ સાચી સાધના છે. એ સિવાયની જે કોઇ સાધના છે, તે નામ માત્રની સાધના છે. એવી સાધનાઓ તથા વારા ગુમાવી Page #64 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ પ૭ ઈષ્ટની પ્રાપક નથી, પણ અવરોધક છે. અજ્ઞાન જગત ઇષ્ટની અવરોધક સાધનાઓને ઇષ્ટપ્રાપક માની બેઠું છે અને એજ કારણ છે કે-તે જીવનની સઘળી જ ક્ષણો ધન, કીર્તિ, સત્તા અને પુત્રપરિવારાદિને મેળવવા માટે ખર્ચી નાખે છે. મૃત્યુ બાદ, ધન આદિ કોઇ જ વસ્તુ સાથે આવતી નથી. આત્મા પ્રયાણ કરી જાય છે અને સુખના સાધન રૂપ માનીને મેળવેલ ધન આદિ જ્યાંનાં ત્યાં રહી જાય છે. આપણી આંખ સામે અનેકો ગયા અને ધનાદિમાંનું કાંઇ જ સાથે લઇ જઇ શકયા નહિ, એ આપણે જોયું. આમ છતાં, એજ ધનાદિને સુખના સાધનરૂપે માનીને, આપણે આપણું જીવન એની જ સાધનામાં ખર્ચી નાખીએ, એ શું ભ્રમ નથી ? અજ્ઞાનપૂર્ણ ક્રિયા નથી ? વળી ધનાદિ વસ્તુઓ શું કેવળ પરિશ્રમથી પ્રાપ્ય છે ? આ જગતમાં ધનાદિ માટે પ્રયત્ન કરનારા કેટલા અને ધનાદિની પ્રાપ્તિથી શ્રીમન્ત આદિ બનનારા કેટલા ? એક પણ માણસ એવો શોધી શકશો, કે જેને પરિપૂર્ણ ધનાદિની પ્રાપિ થઇ હોય અને એથી જેની ધનાદિ માટેની કામના નાશ પામી હોય ? ધનાદિ માટેના પ્રયત્નો કરનારા લગભગ બધા, છતાં શ્રીમન્ન આદિ થોડા, -એ એક એવી વસ્તુને સુચવે છે, કે ની પરિશ્રમ કરનારને પણ અપેક્ષા રહે છે. એ છે-પુણ્ય. ગમે તેટલી મહેનત કરવામાં આવે, પણ પુણ્યના અભાવમાં ધનાદિની પ્રાપ્તિ ય શકય નથી અને પ્રાપ્તિ માટેનું પુણ્ય હોવા છતાંય જો ભોગ માટેનું પુણ્ય ન હોય, તો પ્રાપ્ત ધનાદિનો ભોગવટો ય શકય નથી. આવી વસ્તુઓ પુણ્યના નાશ સાથે જ નાશ પામી જાય છે. જીવનના અન્ત સુધી પુણ્યોદય વર્તતો રહે અને એથી પ્રાપ્ત ધનાદિનો નાશ ન થાય, તોય અત્તે મૃત્યુ બેઠું જ છે, કે જે એનો વિયોગ કરાવનાર છે. આ રીતિએ માનવ માત્રે સૌથી પહેલાં એ વાત તો નિશ્ચિત કરી જ લેવી જોઇએ કે- “ધનાદિની પ્રાપ્તિ માટેની સાધના એ યથાર્થ સાધના નથી. કાણે કે-એ દુ:ખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખને પમાડનારી નથી.' આટલો નિર્ણય થયા વિના, યથાર્થ સાધનાની રૂચિ જાગે એ સંભવિત જ નથી.. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ યથાર્થ સાધના : “ધનાદિની સાધના બાધક છે.' –એવો નિર્ણય કર્યા બાદ, કયી સાધના સાધક છે ? –એનો નિર્ણય પણ કરવો રહ્યો. દુઃખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખમય દશા પામવાને માટે, એવા મૃત્યુને મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જે મૃત્યુ પાછળ જન્મ ન હોય. જ્યાં જન્મ છે, ત્યાં દુઃખનો સર્વથા અભાવ અને સુખનો એકાન્ત સદ્દભાવ શકય નથી. આથી જન્મના કારણનો વિયોગ સાધવો જોઇએ. જે જન્મના કારણથી પર છે, તે દુઃખના કારણથી પર છે. ભિન્ન ભિન્ન ગતિઓમાં, ભિન્ન ભિન્ન યોનિઓ આદિ દ્વારા ભિન્ન ભિન્ન સામગ્રી સાથે થતો જન્મ, આત્માના ભૂતકાલીન અને ભવિષ્યકાલીન જીવનનો સૂચક છે. આત્મા જ એક ગતિમાંથી અન્ય ગતિમાં અને એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં પરિભ્રમણ કરે છે. વસ્તુતઃ આમા જન્મને કે મૃત્યુને પામતો નથી. એ તો હતો, છે અને રહેવાનો છે. મૃત્યુ, એ તો આત્માનું ગત્યન્તર કિંવા સ્થાનાન્તરનુ સૂચક છે. અનન્તકાલથી આપણો આત્મા આ રીતિએ ભિન્ન ભિન્ન ગતિઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એ પરિભ્રમણનું કારણ જડ કર્મનો સંયોગ છે. જે મૃત્યુની સાથે આત્મા જs કર્મના સંયોગથી સર્વથા મુકત બની શકે છે, તે જ મૃત્યુ ભાવિ જન્મથી સંકળાયેલું હોતું નથી. એક વાર જs કર્મના સંયોગથી આત્મા સર્વથા મુકત બની જાય, પછી એને પુન:સંયોગ થતો જ નથી અને એથી પુનઃ જન્મ પણ થતો નથી. આ જ કારણ છે કે-આ સંસારમાં જો કોઇ પણ. યથાર્થ સાધના હોય, તો તે એક જ છે અને તે આત્માને જs કર્મના સંયોગથી મુકત બનાવનારી સાધના. આ સાધનામાં લયલીન બનનારા આત્માઓ, ક્રમશઃ પોતાના આત્માને જs કર્મના અલ્પ અલ્પ સંયોગવાળો બનાવતા જાય છે, અલ્પ પણ સંયોગને તેના વિયોગસાધક બનવામાં સહાયક બનાવી દે છે અને અન્ત ઉત્કટ સાધનાના પ્રતાપે એવા મૃત્યુને પામે છે, કે જે મૃત્યુની સાથે જ આત્મા જs કર્મના સંયોગથી સર્વથા મુકત બની જાય છે. આત્માની એ શાશ્વત સ્થિતિ હોય છે : કારણ કે-જન્મનું કારણ Page #66 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૫૯ હોતું નથી એટલે મૃત્યુનો સંભવ નથી અને એ સ્થિતિ દુઃખરહિત તથા સંપૂર્ણ સુખમય હોય છે : કારણ કે-દુ:ખના કારણનો સર્વથા અભાવ હોવા સાથે, આત્મા સંપૂર્ણ સ્વભાવસ્થતાને પામ્યો હોય છે. સાધનાદર્શક સંબંધી નિશ્ચયની જરૂર : આ જાતિની સાધના એજ ઇષ્ટપ્રાપક સાધના છે, પણ આવી સાધના કરવાને માટે વિશિષ્ટ આલંબનની આવશ્યકતા છે. ધન આદિની સાધનાનો નિષેધ કરવા છતાં પણ, એવા અનેક સાધનાદર્શકો પૂર્વકાલમાં થઇ ગયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થવાના છે, કે જેઓ ચેતન, જડ અને ચેતન-જડનો સંયોગ-એ વિષે યથાર્થ જ્ઞાનને ધરનારા ન હોય. આવાઓએ દર્શાવેલી સાધના ચેતનને જડ કર્મના સંયોગથી સર્વથા મુકત બનાવી, દુઃખરહિત અને સંપૂર્ણ એવા શાશ્વત સુખનો ભોકતા બનાવવામાં નિષ્ફળ નિવડે, એ સ્વાભાવિક છે. આ કારણે, પોતાના આત્માને કર્મના સંયોગથી સર્વથા મુકત બનાવવાની સાધનામાં લયલીન બનાવવાને ઇચ્છનારા પ્રાણિઓએ, સૌથી પહેલાં સાધનાદર્શકના સ્વરૂપ વિષે નિશ્ચિત થવું જોઇએ. એમ નહિ કરનારા આત્માઓ, યથાર્થ સાધનાથી વંચિત રહી જાય છે અને અયથાર્થ સાધનાથી અનેકવિધ કષ્ટો સહવા છતાં પણ, કષ્ટમય સંસારપરિભ્રમણની સ્થિતિને નાબૂદ કરનારા નિવડવાને બદલે, તેને વધારનારા જ નિવડે છે. સાધનાના મૂળભૂત દર્શકોનું સ્વરૂપ અને તેઓ દ્વારાસ્થાપિત શાસન : - યથાર્થ સાધનાના મૂળભૂત દર્શક તેઓ જ હોઇ શકે, કે જેઓ અસત્યવાદનાં સઘળાં જ કારણોથી પર બન્યા હોય. રાગ, દ્વેષ અને મોહ આદિ એવા દુર્ગુણો છે, કે જે ઇરાદાપૂર્વકના અસત્યમાં કારણભૂત બને અને અજ્ઞાનના યોગે અસત્ય બોલવાનો ઇરાદો ન હોય તોય અસત્ય બોલાય એ સંભવિત છે. રાગાદિ દુર્ગુણો અને અજ્ઞાનના એક લેશથી પણ રહિત હોવાના કારણે, શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ પુરૂષો Page #67 -------------------------------------------------------------------------- ________________ SO ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જ યથાર્થસાધનાના મૂળભૂત દર્શકો હોઇ શકે છે. એ તારકોએ પોતાના આત્માના અનન્ત જ્ઞાનગુણને પણ પ્રગટાવ્યો હોય છે અને એથી એ તારકો અનન્ત ભૂતકાલનું, વર્તમાન કાલનું અને અનન્ત ભવિષ્યકાલનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે. ચેતન અને જડ, પ્રત્યેક પદાર્થનું તેના પ્રત્યેક પરિવર્તન અને તે પરિવર્તનના કારણ આદિનું સર્વતોગામી જ્ઞાન તે તારકોને હોય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા એ આત્માઓ પણ, એક કાલે તો સંસારના મુસાફરો જ હોય છે. પૂર્વે તો એ તારકોએ પણ અનન્ત કાલ પર્યન્ત આ સંસારમાં પરિભ્રમણ કર્યું હોય છે. એવા આત્માઓમાં એક વિશિષ્ટ કોટિની અનાદિકાલીન યોગ્યતા હોય છે, કે જે જરૂરી સામગ્રીના યોગે ભાસમાન થાય છે. એ યોગ્યતા, એ તારકોને સાચી સાધનાના માર્ગની પ્રાપ્તિ થાય એ પૂર્વે પણ, અનેક રીતિએ ઉત્તમજીવી બનાવે છે. ક્રમશઃ તેઓ પોતાની યોગ્યતાના બળે સાચી સાધનાના માર્ગમાં સુવિશ્વસ બને છે. એમ સાચી સાધનાના માર્ગમાં સુવિશ્વસ્ત બનેલા તે તારકો પરમ આરાધક બનવા સાથે, પરોપકારની સર્વશ્રેષ્ઠ ભાવનાથી અતિશય ઓતપ્રોત થઇ જાય છે. સારાય વિશ્વના, દુઃખથી રીબાતા અને સુખ માટે તલસતા જીવોને, સાચી સાધનાનો વાસ્તવિક માર્ગ પમાડવા દ્વારા, દુઃખમુકત અને સુખભા બનાવવાની એ ભાવના હોય છે. એ જાતિની ઉત્કટ ભાવનામાં રમતા તેઓ, એવું અજોડ અને અનુપમ પુણ્યકર્મ ઉપાર્જ છે, કે જેના પ્રતાપે એ તારકો શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનતાની સાથે જ નિવૃત્તિમાર્ગના પ્રતિપાદક, સર્વ પદાર્થોના પ્રરૂપક અને ઉન્માર્ગના ઉચ્છેદક એવા શાસનના સ્થાપક બને છે. એ શાસનને જ શ્રી જૈનશાસન કહેવાય છે. જગતના સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ રૂપમાં બતાવવું, સાચી સાધનાના યથાર્થ માર્ગનું પ્રતિપાદન કરવું અને એથી વિપરીત માર્ગોની અકલ્યાણકરતા દર્શાવવી, એજ શ્રી જૈનશાસનનું કાર્ય છે. આવા શાસન પ્રત્યે પણ શ્રદ્ધાળુ તેઓ જ બની શકે છે, કે જેઓનું ભાવિના જન્મથી અલિપ્ત એવું મૃત્યુ નિકટમાં હોય છે. આવા આત્માઓ જ જન છે. કોઇ પણ જાતિ અને કોઇ પણ કુળ કે Page #68 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૬૧ દેશમાં ઉત્પન્ન થયેલો આત્મા, આવો શ્રદ્ધાળુ બનવા દ્વારા, જન બની શકે છે. સાચી સાધનાના અર્થી એવા દરેક આત્માને માટે શ્રી જૈનશાસન છે. વસ્તુ માત્રનો તેના યથાર્થ સ્વરૂપમાં સ્વીકાર કરવો, એનું નામ જૈનત્વની પ્રાપ્તિ છે. આ જૈનત્વની પ્રાપ્તિ જે કોઇપણ આત્માને થાય છે, તેને એમ જ લાગે છે કે- “શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવોએ જીવ આદિ તત્ત્વોનું જે પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેજ વાસ્તવિક છે.' આવા શ્રી જિનેશ્વરદેવો આજ સુધીમાં અનન્તા થઇ ગયા છે, વર્તમાનમાં લેત્રાન્તરે વીસ વિહરમાન છે અને ભવિષ્યમાં અનન્તા થવાના છે. આ રીતિએ શ્રી જનશાસન અનન્તા આત્માઓ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાંય, તેની પરસ્પર અવિરૂકતા અખંડિત રીતિએ જળવાઇ રહે છે : કારણ કે-એ સર્વ તારકોનું તથાવિધ અનન્તજ્ઞાનાદિ ગુણોનું સામ્ય હોય છે. પ્રવાહની અપેક્ષાએ આ શાસન અનાદિ પણ છે અને વ્યકિતની અપેક્ષાએ આ શાસનને આદિવાનું પણ માની શકાય છે. વાસ્તવિક રીતિએ શરણભૂત શાસન : આ જાતિનો આદિ-અનાદિનો વિવેક કરાવનાર સિદ્ધાન્ત “સ્વાદુવાદ' તરીકે ઓળખાય છે. કોઈપણ વસ્તુના કોઇ પણ ધર્મના અપલાપથી બચવું હોય અને સર્વ વસ્તુઓના સર્વ ધર્મોનો સ્વીકાર કરી મિથ્યાવાદને તજવો હોય, તો આ અનેકાન્ત સિદ્ધાન્તને સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. એકાન્તવાદ એ આપેક્ષિક સત્ય હોવા છતાંય, વસ્તુના સ્વીકૃત ધર્મના આગ્રહથી તે જ વસ્તુના અસ્વીકૃત ધર્મોનો અપલાપ કરનાર હોઇને, મિથ્યાવાદ જ ઠરે છે. શ્રી જૈનશાસન વિવલાથી ગૌણમૂખ્ય આદિ રીતિએ વસ્તુના ધર્મને અવશ્ય વર્ણવે છે, પરન્તુ સ્યાદ્વાદિનું પ્રત્યેક કથન સાપેક્ષ હોઇને વસ્તુના કોઇ જ ધર્મનો તેમાં અપલાપ થતો નથી. આથી જ આ વિશ્વમાં જો કોઇ યથાર્થવાદી હોય, તો તે તેજ છે, કે જે શુદ્ધ સ્યાદ્વાદના સિદ્ધાન્તને સ્વીકારનારો છે. આ જ કારણ છે કે શ્રી જગદર્શનનું સઘળું જ વર્ણન વિશિષ્ટ, સ્વતંત્ર અને સંપૂર્ણપણે યથાર્થવાદી છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આથી જ અમે કહીએ છીએ કે- “સાચી સાધનાના અર્થી માટે શ્રી નશાસન એજ એક વાસ્તવિક રીતિએ શરણભૂત છે.' ચેતન કે જડ ઉદભવ કે વિનાશ પામે નહિ : અનન્તજ્ઞાનના સ્વામી શ્રી ક્લેિશ્વરદેવો ફરમાવી ગયા છે કે- આ જગત અનાદિ અનન્ત છે. એનો કોઇ સ્ત્રષ્ટા, સંરક્ષક કે સંહારક નથી. જગત હતું, છે અને હશે. જે છે તેનો કોઇ કાળે મૂળમાંથી નાશ નથી અને જે નથી તેની કોઇ કાલે ઉત્પત્તિ નથી. જે કાંઇ ઉદ્દભવ અને વિલય દેખાય છે, તે તેનો અમૂક રૂપે ઉદ્દભવ કિવા વિલય છે, પણ મૂલ રૂપે તો વિશ્વમાં એક પણ વસ્તુ નવીન ઉદ્ભવતી નથી કે નાશ પામતી નથી. વસ્તુ રૂપે વિશ્વ સ્થાયી પણ છે અને અવસ્થા રૂપે પરિવર્તન પામનારૂં પણ છે. વિશ્વમાં ચેતન અને જડ-એમ બે પ્રકારની જ વસ્તુઓ વિદ્યમાન હતી, છે અને રહેવાની છે. અનન્તાનન્ત આત્માઓ અને અનન્તાનન્ત પુદ્ગલોનું ધામ, એનું જ નામ જગત છે. ચેતન સાથે જડ કર્મોનો અનાદિકાલીન સંયોગ હોવાથી, ચેતનની ભિન્ન ભિન્ન પ્રકારે ઉત્પત્તિ અને વિનાશમયતા જણાય છે. વસ્તુતઃ ચેતન ઉદુભવને કે વિલયને પામતો નથી, પણ એનાં અવસ્થાન્તરોને જ જન્મ-મરણ આદિ તરીકે ઓળખાવાય છે. પુદ્ગલો પણ ભિન્ન ભિન્ન અવસ્થાને પામે છે, છતાં તેનો મૂળથી નાશ કદિ જ થતો નથી. માનો કેકોઇ ઘર ભાંગ્યું. એથી ઘરનો વિનાશ થયો, પુદ્ગલોના એ પ્રકારના સમૂહનો નાશ થયો, પણ પુદ્ગલોનું અસ્તિત્વ તો નષ્ટ થયું નથી જ. એ જ રીતિએ જs કર્મના યોગથી મુકત બનનારો આત્મા, શાશ્વતકાલીન સુખમય અવસ્થાને પામે છે, સંસારના જન્મ-મરણાદિમય પરિભ્રમણને કરતો નથી, છતાં તેનું અસ્તિત્વ તો બન્યું જ રહે છે. - આ જીવોને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની જે કહેલી છે તે સ્થિતિને અકામ નિર્જરા વડે ખપાવીને અગોસીત્તેર કોટાકોટી સાગરોપમ અને તેનાથી કાંઇક અધિક એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે એટલે ક્ષય Page #70 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૬૩ કરે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય અને અંતરાય કર્મોની ત્રીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જે બાંધેલી હોય છે તેને અકામ નિર્જરા વડે ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે તથા નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની જ બંધાયેલી હોય છે તેમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે. આ રીતે સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવી દરેકની એક કોટાકોટી સાગરોપમથી કાંઇક ન્યૂન સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય ત્યારે તે જીવો ગ્રંથીદેશે આવેલા કહેવાય છે. ધર્મ બે પ્રકારનો શાસ્ત્રમાં કહેલો છે. (૧) યતિધર્મ અને (૨) શ્રાદ્વધર્મ. યતિધર્મ શ્રેષ્ઠ છે અને શ્રાદ્ધધર્મ તેથી ઉતરતા દરજ્જાનો છે. માગનુસારપણું પ્રાપ્ત કરવાથી આપણે શ્રાદ્ધધર્મ અથવા ગૃહસ્થધર્મ પામી શકીએ છીએ, જ્યારે યતિધર્મ તે માર્ગમાં આગળ વધવાથી સુપ્રાપ્ય થાય છે અને પરિણામે ઇષ્ટ ફળની સિદ્ધિ થઇ શકે છે. એ માર્ગાનુસારનું શું લક્ષણ છે તે જાણવાની આવશ્યકતા છે તેનું જો જ્ઞાન થાય તો તે રસ્તે આપણું વર્તન વાળી શકીએ. કલિકાલસર્વજ્ઞ બીરૂદધારક શ્રીમાનું હેમચંદ્રાચાર્ય પોતાના સુપ્રસિદ્ધ યોગશાસ્ત્ર નામક ગ્રંથના પ્રથમ પ્રકાશને અંતે ગૃહસ્વધર્મની યોગ્યતા અથવા અધિકારીપણા માટે નીચે મુજબ કહે છે : न्यायसंपन्नविभव: सिष्टाचारप्रशंसक: । कुलशीलसमे: सार्ध, कृतोदाहो डन्यगोत्रजैः ।। पापभीरु: प्रसिद्धं-च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषत: ।। .. अनतिव्यक्तगुप्ते च, स्थाने सुभातिवेश्मिके | अनेकनिर्ममदाराविवर्जितानिकेतन: ।। Page #71 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ कृतसंगः सदाचारैर्मातापित्रोत्य पूजकः | त्यजन्नपप्लुतं स्थानमप्रमट्टत्तश्च गहिते || व्ययमायोचितं लृर्वन, वेषं वितानुसारतः । अष्टमिधीगुणयुक्तः, शृण्वानो धर्ममन्वहम् || अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च साल्यतः । अन्योडन्याप्रतिवन्धेन, त्रिवर्गमपि साधयन् ॥ यथावदतियौ साधौ, दीने च प्रतिप्रतिकृत् । सदानमिनिविष्टश्व, पक्षपाती गुणेपु च ।। अदेशाकालयोश्चर्या, त्यजन्म जानन् वलावलम् ! वृत्तस्थज्ञानवृद्धानां, पूजकः पोप्यपोषकः ।। दीर्घदर्शी विशेषज्ञः, कृतज्ञो लोकवल्लभः । सलज्जः सदय: सौम्यः, परोपकृतिकर्मठ: || अंतरंगारिपवर्गपरिहारपरायणः । वशीकृतेन्दियग्रामो, गृहिधर्माय कल्पते || જૈન શાસ્ત્રમાં અર્થકામ ક્યાં છે ? શાસ્ત્રના અર્થનું વિધાન કરતાં બહુ જ સાવચેતીની જરૂર છે. જૂઓ જૈનતત્ત્વાદર્શ-પાનું ૪૩૫ "इहां जो अर्थचिंता है सो अनुवाद रुप है, क्योंकि धन उपार्जनेकी चिंता लोकमें स्वतः ही सिद्ध है. कुछ शास्त्रकारके उपदेशसें नहीं. 'अरु धर्म निर्वाहयन्' यह जो कहना है, सो विधेय करने योग्य है, क्योंकि इसकी आगें प्राप्ति नहीं है. शास्त्रका जो उपदेश है, सो अप्राप्त अर्थकी प्राप्ति वास्ते है, शेष सर्व अनुवादादि रुप है. " भावार्थ:- "अडीं के अर्थ द्रव्य चिंता छे मे अनुवाद ३५ छे, કેમકે-ધન ઉપાર્જન કરવાની ચિંતા લોક્માં સ્વત:સિદ્વ સ્વાભાવિક જ છે. એ કંઇ શાસ્રકારના ઉપદેશથી નથી અને ધર્મ નિર્વાહનું કહેવું એ વિધેય-કરવા ६४ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૫. ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યોગ્ય છે, કેમકે-એની આગળ પ્રાપ્તિ નથી. શાસ્ત્રનો ઉપદેશ અપ્રાપ્ત અર્થ (સમ્યગુ-દર્શનાદિ) ની પ્રાપ્તિ માટે છે. બીજું બધું અનુવાદાદિરૂપ વિધાન અને અનુવાદ : ગૃહસ્થ અમુક સમય, ધર્મનો નિર્વાહ કરતો થકો, અર્થની ચિંતા કરે.' આ શબદો શાસના છે. આમાં ધર્મનું વિધાન છે. અર્થનું વિધાન નથી. અર્થ તો અનુવાદ છે. આ ત્યાગી મહાપુરૂષે આમાં અર્થનું વિધાન કહ્યું નથી. જેમ કે-માર્ગાનુસારીનો પહેલો ગુણ “ન્યાયસંપન્નવિભવ:' ત્યાગી પણ એમ ઉપદેશ આપી શકે કે-મેળવર્વા હોય તો ન્યાયપૂર્વક અર્થને મેળવવો જોઇએ. એમાં અર્થ એ વિધાન નથી. અર્થ એ અનુવાદિત ને ન્યાય એ વિહિત. અર્થ મેળવતા હો તો ન્યાયને ન ચૂકો. ન્યાયને ઓળખતાં શીખો. બાર મહીનાનું એક વરસ એમ બોલવું, એ અનુવાદ છે. ગૃહસ્થો આમ માને છે માટે એમ લખવું કે બોલવું, એ અનુવાદ છે. વિધાન નથી. ધનોપાર્જનની ચિંતા તો લોકમાં સ્વતઃ સિદ્ધ છે. ધર્મગુરૂઓ મોજુદ ન હોય તો તમારી પેઢીઓ, હોટલ, નાટક, ચેટક, સીનેમા, એ બધું એટકે કે ચાલુ રહે ? વધે કે જાય ? ધર્મગુરૂના અભાવે બંધ શું થાય ? કહોને કે-સામાયિક, પૂજા વિગેરે બંધ થાય. ન્યાયોપાર્જિત વિત્ત : સંસારમાં રહેલા આત્માઓને જય, યશ અને ધનની કામના વધતાઓછા પ્રમાણમાં અવશ્ય રહેલી છે. તેમાં પણ જય અને યશ વિના હજુ ચલાવી શકાય છે, પણ ધન વિના એક દિન પણ સંસારીઓથી ચલાવી શકાતું નથી. સંસારીઓને ધનની જરૂર ડગલે ને પગલે રહેલી છે, તેથી જય અને યશની કામના કરતાં પણ ધનની કામના સહજ રીતે અધિક હોય એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી. ધનની કામના જેટલી વ્યાપક છે, તેટલી જય અને યશથી નથી જ. બળવાનને જયની કાંક્ષા છે, બળવાન અને ધનવાનને યશની કાંક્ષા છે, પરન્તુ ધનની કાંક્ષા તો નિર્બળ, બળવાન, Page #73 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નિર્ધન, ધનવાન સર્વ કોઇને એકસરખી છે. ધર્મ, અર્થ અને કામની પૃથક પૃથક્ વ્યાખ્યા કરતાં એક જગ્યાએ ફરમાવ્યું છે કે “યત: સર્વ પ્રયોજન રિદ્ધિઃ સર્વે: " જેનાથી સર્વ પ્રયોજન સિદ્ધિ થાય તે અર્થ છે.” જેનાથી અભ્યદય (પૌગલિક આબાદી) અને નિઃશ્રેયસ (આત્મિક કલ્યાણ)ની સિદ્ધિ થાય તે ધર્મ છે, જેનાથી સર્વ ઇન્દ્રિયોને આભિમાનિક (કાલ્પનિક) સુખની પ્રાપ્તિ થાય તે કામ છે. એ રીતે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણેની પૃથક પૃથક વ્યાખ્યાઓ ઉપરથી પણ અર્થની જરૂરીઆત ગૃહસ્થોને ઓછી સિદ્ધ થતી નથી. અર્થના અભાવમાં ગૃહસ્થનો નિર્વાહ જ ચાલવો અશકય બને છે અને નિર્વાહનો ઉચ્છેદ થવાની સાથે જ ધર્મના પરમ હેતુભૂત ચિત્તની સમાધિનો પણ નાશ થાય છે. કહ્યું છે કે “વિત્તીવોછેર્યામિ ૨ મિળિો, સીયંતિ સC વિરિયા3મો | निरवेक्खस्स उ नुत्तो, સંપૂuળો સંગમો વેવ IIT” વૃત્તિના વિચ્છેદમાં ગૃહસ્થોની સર્વ ક્રિયાઓ સિદાય છે. વૃત્તિથી નિરપેક્ષ બનેલા આત્મા માટે તો સંપૂર્ણ સંયમ એ જ શ્રેયસ્કર છે.' જો ઘરમાં રહેલો ગૃહસ્થ વૃત્તિ-નિર્વાહ માટે કોઇ પણ અનુષ્ઠાન ન જ કરે, તો તેની સર્વ શુભ કિયાઓ થોડા જ કાળમાં અટકી જાય છે અને શુભ ક્રિયાઓ અટકતાંની સાથે જ અધર્મની પ્રાપ્તિ થાય છે. * ગૃહસ્થના સર્વ પ્રયોજનની સિદ્ધિ જ્યારે અર્થથી જ થાય છે, ત્યારે તે અર્થની પ્રાપ્તિનો માર્ગ પણ વિચારવો આવશ્યક બને છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થલે ફરમાવે "नह्यन्याये न जयं यशो धनं वा महात्मान: समोहन्ते ।" . “મહાત્મા પુરૂષો જય, યશ કે ધનને અન્યાયમાર્ગે કદી ઇચ્છતા Page #74 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નથી.' એ ઉપરથી ધનની જો જરૂર જ છે, તો પછી તેને અન્યાય-માર્ગે પણ કેમ ઇચ્છવું નહિ ? એ સવાલ ઉભો થાય છે. જ્યાં સુધી ન્યાયના માર્ગે તે મળી શકતું હોય ત્યાં સુધી અન્યાયના માર્ગે તેને ન જ ઇચ્છવું એ બરોબર છે, પણ જ્યારે ન્યાયના માર્ગે તેની પ્રાપ્તિ અશકયવત્ જણાય, તો પછી અન્યાય-માર્ગે તેને મેળવવામાં હાનિ શી ? નહિ મેળવવામાં અનેક પ્રકારની હાનિ છે, એ ઉપર સ્પષ્ટ કરી ગયા છીએ. ધનના અભાવે ગૃહસ્થનું કોઇ પણ શુભ કાર્ય સિદ્ધિ થઇ શકતું જ નથી, તો પછી તેને અન્યાય માર્ગ પણ મેળવવાની અનુમતિ શાસ્ત્રકારો કેમ આપતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર નીચેના એક જ વાકયમાં આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી મળી રહે છે. - "न्याय एव हि अर्थाप्त्युपनिषत् परेति समयविद: ।" શાસ્ત્રજ્ઞોએ અર્થની પ્રાપ્તિનો રહસ્યભૂત અને સર્વોત્કૃષ્ટ ઉપાય ન્યાયને જ ફરમાવેલો છે. (કિન્તુ અન્યાયને નહિ જ.)'' પૂર્વોકત એક જ વાકયમાં અર્થપ્રાપ્તિનું સઘળું રહસ્ય મહાપુરૂષે સમજાવ્યું છે અને ટીકાકારમહષિએ સાથે જ ફરમાવ્યું છે કે-અર્થપ્રાપ્તિનું આ રહસ્ય સ્થૂલ મતિવાળાઓથી સ્વયે પણ સમજાય તેવું નથી. યોગ્યાયોગ્યનો વિભાગ કરવામાં અકુશળ એવા પુરૂષો વડે અર્થપ્રાપ્તિનું આ રહસ્ય સમજાવું અશકય છે. એ સમજાય કે ન સમજાય, પણ શાસવેદિઓની દ્રષ્ટિએ તો અર્થપ્રાપ્તિનો ઉપાય ન્યાયને છોડીને બીજો એક પણ નથી, એ સિદ્ધાંત છે. એનું કારણ એ છે કે-અર્થપ્રાપ્તિમાં પ્રતિબંધક કોઇ પણ વસ્તુ હોય તો જન્માંતરમાં ઉપાર્જન કરેલું લાભાંતરાય કર્મ છે. અન્યના લાભમાં ઉપઘાત કરવા લારામે તે કર્મ બંધાયેલું હોય છે. તે કર્મનો નાશ કરવા માટે આ જન્મમાં અન્યના લાભમાં ઉપઘાત કરવાની પ્રવૃત્તિથી અટકવું જ જોઈએ. તો જ તે પૂર્વનું કર્મ નાશ થઇ શકે છે. અધિક ખાવાથી થયેલ, Page #75 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જ્વર, અતિસારાદિ રોગ જેમ લંઘનાદિ વિના મટી શકે જ નહિ, તેમ અન્યના લાભમાં ઉપઘાત કરવા દ્વારા ઉપાર્જન થયેલ કર્મ, એ ઉપઘાત ચાલુ રાખવાથી નહિ પણ છોડવાથી જ નાશ પામી શકે. પ્રતિબન્ધક કર્મ નાશ પામવાની સાથે જ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિમાં અટકાવ કરનાર કોઇ રહેતું જ નથી. વૈભવની પ્રાપ્તિમાં અંતરાયભૂત થનાર કર્મ અન્યાય-માર્ગે ચાલવાથી જ ઉપાર્જન થયું છે અને ન્યાય માર્ગે ચાલવાથી જ તેનો વિનાશ શકય છે, એ નિશ્ચય અનિપુણ મતિવાળા પુરૂષોને થઇ શકર્તા દુષ્કર છે, તો પણ નિપુણમતિને ધારણ કરનારા કુશળ પુરૂષોને તે નિર્ણય થવો દુષ્કર નથી જ. કેવળ અર્થ જ નહિ, કિન્તુ કોઇ પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિનો ઉપાય કેવળ તેની ઇચ્છા જ કર્યા કરવી કે ન્યાય-અન્યાયનો વિચાર કર્યા વિના કોઇ પણ માર્ગે તેને મેળવવાના પુરૂષાર્થમાં જ રકત બનવું, તે નથી જ. કેવળ ઇચ્છાથી કે પુરૂષાર્થથી અથવા તે બંનેથી જ જો કાર્યની સિદ્ધિ થતી હોય, તો આ ગતમાં ઇચ્છિત પદાર્થો મેળવાની ઇચ્છા કોને નથી ? તે માટે ઘોર પુરૂષાર્થ ફોરવનારાઓની સંખ્યા પણ કયાં ઓછી છે ? છતાં અભીપ્સિત પદાર્થોની પ્રાપ્તિ કેટલાને થાય છે ? જ્વલ્લે જ. માટે વસ્તુની પ્રાપ્તિનો રહસ્યભૂત ઉપાય ઇચ્છા અને પુરૂષાર્થ ઉપરાંત બીજો કોઇ રહેલોજ છે, એ માન્ય રાખવું જ જોઇએ. એ રહસ્યભૂત ઉપાયને શાસ્ત્રકારોએ બીજા શબ્દોમાં ‘યોગ્યતા' કહેલી છે અને એ યોગ્યતાને પ્રાપ્ત કરાવનાર આચરણને જ શાસ્ત્રોમાં ન્યાય શબ્દથી સંબોધવામાં આવેલ છે. ‘યોગ્યતા’ વિના કોઇ પણ વસ્તુની પ્રાપ્તિ આ જગતમાં થઇ શકતી નથી અને યોગ્યતા પ્રાપ્ત થયા પછી વસ્તુની પ્રાપ્તિમાં કોઇ પ્રતિબંધક પણ થઇ શકતું નથી. જે કુવામાં પાણી છે, તે કુવામાં દેડકાઓને બોલાવવા વું પડે છે ? નહિ જ. અથવા જે સરોવર ભરેલું છે, ત્યાં પક્ષિઓને આવવા માટે આમંત્રણ આપવું પડે છે ? નહિ જ. એથી પણ સિદ્ધ થાય છે કે-વસ્તુની પ્રાપ્તિમાં યોગ્યતા એ જ મુખ્ય ચીજ છે. દાતારને ત્યાં જ યાચકો જાય છે. કૃપણને ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાં સમકની -દ્રમાં સર્વગ આદિ અલ્પ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૬૯ ત્યાં કેમ જતા નથી? તેમ લક્ષ્મી પણ પુણ્યવાનને ત્યાં જ જાય, નિપુણ્યકને ત્યાં નહિ જ, એ નિયમ છે. અન્યાયાચરણમાં રકત રહેનારના શુભ કર્મનો નાશ થાય છે અને ન્યાયાચરણમાં તત્પર મહાપુરૂષને શુભકર્મની વૃદ્ધિ થાય છે. શુભકર્મની વૃદ્ધિ થયા બાદ વસ્તુ મેળવવાને ઇચ્છા કરવાની પણ જરૂર રહેતી નથી. ઇચ્છા કર્યા વિના જ વસ્તુ તેની સામે આવે છે. સમુદ્ર કદી ઇચ્છે છે કે બધું પાણી મારામાં આવીને ભળો ? છતાં બધું પાણી સમુદ્રમાં જ જઇને ભળે છે. તેમાં સમુદ્રની પાત્રતા સિવાય બીજું શું કારણ છે ? સમુદ્ર રૂપી પાત્ર જ એટલું વિશાળ છે કે-તેમાં સર્વ જળાશયોમાં પાણી પણ સહેલાઇથી સમાઇ શકે છે. તેની અપેક્ષાએ નદી, તડાગ આદિ અલ્પપાત્રો છે. તેમાં નવું પાણી સમાવેશ થવાની યોગ્યતા જ કયાં છે ? જગતની સઘળી સંપત્તિ રૂપી નદીઓ પણ શુભ કર્મવાળા પાત્રપુરૂષને વિવશ થઇને વર્તે છે. અલ્પ પાત્ર કે અપાત્ર સમાન અલા પુણ્યવાન કે અપુણ્યવાન જીવોને લક્ષ્મીને પોતાની તરફ આકર્ષવાની યોગ્યતા જ કયાં છે ? અને યોગ્યતા વિના કરેલી ઇચ્છા કે ફોરવેલો પુરૂષાર્થ સ્વપરને કલેશ સિવાય બીજું ફળ પણ શું આપી શકે ? જે ગાય દૂધ જ નથી આપતી, તે ગાયને ઘંટાઓ બાંધવાથી કોઇ થોડુંકજ તેને ખરીદે છે ? તેમ જે આત્મામાં શુભકર્મ રૂપી યોગ્યતા જ નથી, તે આત્મા મોટી મોટી ઇચ્છાઓ કે પ્રબળમાં પ્રબળ પુરૂષાર્થો કરે, તેથી તેની ઇચ્છા શું પૂર્ણ થવાની છે કે પુરૂષાર્થ સફળ થવાનો છે ? કદી જ નહિ. નિપુણમતિવાળા મહાપુરૂષોએ સ્વઅભિલષિતની સિદ્ધિ માટે પાત્ર બનવાને પ્રયત્ન કરવો, એ જ એક રહસ્યભૂત અને શ્રેયસ્કર મર્ગ ફરમાવેલો છે. લોકમાં પણ લાયકાતની પરીક્ષા પહેલી કરવામાં આવે છે અને પછી અધિકારીપદે સ્થાપન કરવામાં આવે છે. પ્રમાણપત્ર (Sertificate) વિનાના વિદ્યાર્થિને નિશાળમાં કોણ દાખલ કરે છે ? ઉમેદવારને નોકરી કોણ રાખે છે ? વહેપારીને બજારમાં નાણાં કોણ ધીરે Page #77 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે ? ઉમરલાયકને પણ કન્યા કોણ આપે છે ? ગમે તેવા હુંશિયારની સાથે પણ સંબંધ કોણ બાંધે છે ? ગમે તેવા ચાલાકનો પણ વિશ્વાસ કોણ રાખે છે ? ગમે તેવા રૂપાળાને પણ પાસે કોણ બેસવા દે છે ? લોક-લોકોત્તર સર્વ ક્ષેત્રમાં યોગ્યતાનું સામ્રાજ્ય છવાયેલું છે. યોગ્યતાના પ્રમાણમાં જ અથવા યોગ્યતા પ્રમાણે જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. શુભકર્મ એ પણ આત્માની એક પ્રકારની યોગ્યતા છે. એ યોગ્યતા ન્યાયાચરણથી જ સંભવિત છે. અન્યાયાચરણથી યોગ્યતા નાશ પામે છે. જો અન્યાયાચરણથી પણ કવચિત્ અર્થાદિની પ્રાપ્તિ દેખાતી હોય, તો તે વિષમિશ્રિત અન્ન જેવી કે ઝેર ભેળવેલા પક્વાન જેવી છે. પરિણામે અધિક નાશને માટે જ તે આવેલી હોય છે. અથ્યાદિ શલ્યોહિત ભૂમિ ઉપર બાંધેલું ઘર જેમ અધિકકાળ ટકી શકતું નથી, તેમ અન્યાયપાક્તિ વિત્ત પણ દીર્ધકાળ ટકી શરતું નથી અને પૂર્વના પ્રબળ પુણ્યવશાત્ કદાચ ટકે, તો પણ પરિણામે દારૂણ. વિપાક આપ્યા સિવાય રહેતું નથી. કેટલાકોને એ સંશય થાય છે કે-ન્યાય એ જ જો અર્થપ્રાપ્તિનો રહસ્યભૂત ઉપાય છે, તો પછી કેટલીક વખત અન્યાય આચરણ કરનારને પણ અધિક ધનની પ્રાપ્તિ થાય છે, તેનું શું ? તેનું સમાધાન એ છે કે-જ્યાં અન્યાય આચરણથી પણ ધનની પ્રાપ્તિ દેખાતી હોય, ત્યાં પાપાનુબધી પુણ્યનો ઉદય સમજવો જોઇએ. પુણ્ય બે જાતિનાં છે. (૧) પુણ્યાનુબલ્પિ અને (૨) પાપાનુબધિ. તેમાં પાપાનુબલ્પિ પુણ્યનો સ્વભાવ જ એવો છે કે-તે તેવા પ્રકારની અન્યાય આચરણ આદિ અશુદ્ધ સામગ્રી મેળવીને જ ઉદયમાં આવે છે. પરન્તુ તે અન્યાય આચરણ આદિ અશુદ્ધ સામગ્રીના આસેવનથી ઉપાર્જન થયેલ અશુદ્ધ કર્મ આગામી કાળે તેને અવશ્ય કર્ક વિપાકને આપે છે, કારણકે-તીવ રસથી બંધાયેલું કોઇ પણ કર્મ તેનું ફળ ચખાડ્યા સિવાય નાશ પામતું જ નથી. સર્વ શાસકારોનો એ સિદ્ધાંત છે કે- “કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે. ક્રોડો કહ્યું પણ તેનો ભોગવ્યા સિવાય નાશ થઈ શકતો નથી.' Page #78 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ : ૭૧ જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય એ ન્યાય આચરણ આદિ શુદ્ધ સામગ્રીને પામીને જ ઉદયમાં આવે છે અને તેના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ નિ:શંકપણે ભોગવી શકાય છે તથા તેનો સત્પાત્રાદિને વિષે વિનિયોગ થઇ શકે છે. અન્યાયોપાક્તિ વિત્ત જેમ ઉભય લોકનો નાશ કરે છે, તેમ ન્યાયોપાક્તિ વિત્ત ઉભય લોકમાં સુખ કરનાર થાય છે. આજના કાળમાં ન્યાયપાક્તિ વિત્ત કહેવું કોને ? એ એક મોટો પ્રશ્ન છે. પરન્તુ એનું સમાધના પણ શાસકારોનાં વચનનોને સ્થિર ચિત્તે વિચારવાથી યોગ્ય આત્મા અવશ્ય મેળવી શકે છે. શાસકારોનું ફરમાન છે કે"कुल क्रमागतं अनिन्द्यं विभवाद्यपे क्षया न्यायतोडनुष्ठानम् ।" ન્યાયયુકત અનુષ્ઠાન તેને જ કહેવાય, કે જે કુળક્રમાગતા હોય, અનિન્દ હોય અને પોતાના વૈભવ આદિની અપેક્ષાએ વ્યાજબી હોય.' (૧) કુળક્રમાગત :- પિતૃપિતામહાદિ પૂર્વ-પુરૂષની પરંપરાની આસેવના દ્વારા પોતાના કાળ સુધી આવેલું હોય. (૨) અનિન્દ - પૂર્વપુરૂષની પરંપરાએ આવેલું પણ નિન્દનીય હોય, તે વર્જવા યોગ્ય છે. એ જણાવવા માટે બીજું વિશેષણ છે. નિન્દનીય એટલે તથાવિધ પરલોકપ્રધાન સાધુપુરૂષોએ જેને અત્યંત અનાદરણીય તરીકે જણાવેલું હોય. જેમકે-માંસ-મદિરાદિનો વ્યવસાય. (૩) વૈભવાદિની અપેક્ષાએ વ્યાજબી :- કુલઝમાગત અને અનિન્ય અનુષ્ઠાન પણ સ્વવિભાવાદિની અપેક્ષાએ વ્યાજબી હોવું જોવું જોઇએ. વાણિજ્યાદિ અનુષ્ઠાન એ પોતાના વૈભવના તૃતીય ભાગાદિ વડે જ હોવું જોઇએ અને શુદ્ધ તોલાં, માપાં અને કલાદિના પ્રયોગથી યુકત હોવું જોઇએ. રાજસેવાદિ અનુષ્ઠાન પણ સેવનીય વર્ગના ચિત્તની આરાધનાદિ વડે સંતોષ ઉત્પન્ન કરનાર અવસરોચિત આરાધના રૂપ હોવું જોઇએ. કૃધ્યાદિ અનુષ્ઠાન પણ અતિ કઠોર કર્મ આદિથી વિવક્તિ હોવું જોઇએ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એ રીતે કુલઝમાગત, અનિન્ય અને ન્યાયયુકત અનુષ્ઠાનનું આસેવન કરીને વિત્તોપાર્જન કરનાર ગૃહસ્થને સર્વ અપાયની હાનિ અને સદુધર્મની વૃદ્ધિ થાય છે. કારણ એ છે કે-શુદ્ધ ધન થોડું પણ સત્પાત્રમાં વપન થવાથી અનન્ત પુણ્યને ઉપાર્જન કરાવનારૂં બને છે. ધર્મ કરવાને અધિકારી પુરૂષોનું વર્ણન કરતાં શાસ્ત્રકારોએ તેનું સૌથી પહેલું લક્ષણ- “જાયોપાનિત વિજોશો' કહેલ છે. શ્રી જિનમંદિરાદિ બંધાવનાર સહુરૂષો પણ ન્યાયપાક્તિ વિત્તના માલિક હોવા જોઇએ, એમ શાસ્ત્રકારોનું સ્પષ્ટ પ્રતિપાદન છે. અલ્પ ધનથી ધર્મ થાય કે અધિક ધનથી ધર્મ થાય ? એનો ઉત્તર શાસ્ત્રકારો એક જ આપે છે કે-ધર્મ થવામાં ધનની અલ્પાધિકતા એ મુખ્ય વસ્તુ નથી, ન્તિ ન્યાયોપાર્તિતા એ જ પ્રધાન વસ્તુ છે. ધર્મનું અનંતર કારણ. શુભ ભાવ છે અને શુભ ભાવની પ્રાપ્તિ ન્યાયપાક્તિ વિત્તથી જ સુલભ છે, પણ અન્યાયોપાર્જિત વિત્તથી નહિ. અન્યાયોપાર્જિત વિત્તના સ્વામિનું ચિત્ત અવ્યાકુલિત રહેવું, એ સુલભ નથી અને વ્યાકુલિત ચિત્તપણે થયેલું અનુષ્ઠાન એ સંપૂર્ણ શુભ ભાવનું ઉત્પાદક થઇ શકતું નથી. આજના કાળમાં સટ્ટા કરીને ધનવાન થયેલા માણસોને ન્યાયપાક્તિ વિત્તવાન કહેવાય કે કેમ ? એ પ્રશ્નનો ઉત્તર પણ ઉપરોકત વિવેચનથી મળી રહે છે. ચિત્તની વ્યાકુલતા-રહિતપણે અનુષ્ઠાન કરનારો આમા જ શુદ્ધ ધર્મ આરાધવાને અધિકારી બની શકે છે. એ વ્યાકુલતાને હરનાર ઉપરોક્ત ત્રણ વિશેષણોવાળું અનુષ્ઠાન જ છે. ધનોપાન માટે બીજી એક મહત્વની વસ્તુ ખ્યાલમાં રાખવાની છે અને તે એ છે કે-ગૃહસ્થોએ જે ધનઉપાર્જન કરવાનું છે, તેની પાછળ તેનો આશય તેને ધર્મનાં સાધનસ્વરૂપ સમજીને ઉપાર્જન કરવાનો હોવો જોઇએ, નહિ કે-કેવળ વિષયવિલાસ માટે કે લોભ અને તૃષ્ણાનો ખાડો પૂરવા માટેનો હોવો જોઇએ. કેવળ વિષયવિલાસ માટે ધનનું ઉપાર્જન થાય છે, તે બીજ ખાઇ જનાર ખેડુતના જેવું છે અને કેવળ લોભનો ખાડો કે તૃષ્ણાની ખાઇ પુરવા ખાતર ધન ઉપાર્જન તે હાથીનો વધ કરનાર સિંહના જેવું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૭૩ બીજ ખાઇ ગયા પછી ખેડુત જેમ સદા માટે દુ:ખી થાય છે અથવા હાથીનો વધ કરનાર સિંહના પરિશ્રમનું ફળ જેમ બીજાના જ ઉપભોગમાં આવે છે, તેમ વિષયવિલાસ અને લોભ-તૃષ્ણાની ખાતર જ ધન ઉપાર્જન કરનારના ભાગ્યમાં દુઃખ અને કલેશ સિવાય બીજું કશું જ નથી. ધન ઉપાર્જન કરવાનો મુખ્ય આશય ગૃહસ્થોને એ જ હોવો જોઇએ કે-તે દ્વારા ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક ચાલે અને પોતાનું ધન દીન-અનાથ આદિ પાત્રોના ઉપભોગ અને ઉપખંભમાં કામ આવે. ધર્મનાં ઇરાદાવાળું અને ધનનાં સાધન રૂપ બનેલું ધન જ ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવી અધિક કલ્યાણના કારણભૂત બને છે. ધન ઉપાર્જન કરીને ધર્મ કરાવો, એના કરતાં ધનનો ત્યાગ કરીને જ ધર્મ શા માટે ન કરવો ? વિષ્ટામાં હાથ નાખીને પછી ધોવો, એના કરતાં વિષ્ટામાં હાથ જ ન ઘાલવો, એ શું ખોટું ? એ પ્રશ્ન વ્યાજબી છે. શાસકારોનું પણ એ જ ફરમાન છે, પણ એ ફરમાનનું સર્વાંશે પાલન કરવા માટે જેઓ અસમર્થ છે, એવા ગૃહસ્થો માટે બીજો ઉપદેશ છે. ગૃહસ્થાશ્રમમાં રહેવું જ છે અને તેને છોડવાની વર્તમાનમાં તૈયારી નથી જ, તો જ્યાં સુધી તે ન છૂટે અને ગૃહવાસમાં રહેવું પડે, ત્યાં સુધી જ ધનાદિનું ઉપાર્જન કરવાનું થાય છે પરંતુ તે ભોગ માટે જ નહિ કિંતુ ધર્મ માટે પણ હોવું જોઇએ. ધર્મ માટે ધન ઉપાર્જન કરનારને આનુષંગિક જે ભોગ મળી જાય, તે તેને તેટલા હાનિકર થતા નથી, જેટલા હાનિકર, ધર્મની બુદ્ધિ સિવાય કેવળ ભોગોપભોગ ખાતર જ ધન ઉપાર્જન કરનારને થાય છે. નિર્વાહ માટે ઉચિત ધન મળી ગયાં પછી અધિક ધન મેળવવાનો પ્રયાસ કરનારમાં ધર્મબુદ્ધિ રહી શકે ? એવો પણ એક પ્રશ્ન છે. તેનો ઉત્તર પણ એ જ છે કે-નિર્વાહ માટે ઉચિત ધન મળી ગયા પછી તેણે આણંદ કામદેવાદિ મહા શ્રાવકોની જેમ સંતોષવૃત્તિને તથા પરિગ્રહપરિમારા વતને અંગીકાર કરી લેવું જોઇએ. પરન્તુ એ ન લઇ શકાય ત્યાં સુધી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બલિ કામની જ પાર્જન ૫ પણ ધનોપાર્જન માટે જે ઉદ્યમ થાય, તેમાં દીન-અનાથાદિના ઉપભોગાદિ માટેની બુદ્ધિ કાયમ રહેવી જોઇએ. ધન પ્રત્યે વિરાગ ઉત્પન્ન થયા બાદ ધનોપાર્જન માટેના ઉદ્યમની જરૂર જ નથી, પરંતુ જ્યાં સુધી તેવો વિરાગ ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી ધનોપાર્જન પાછળ કેવળ સ્વ ઉપભોગનો જ નહિ, કિન્તુ દીન-અનાથાદિના ઉપભોગનો પણ ઉદ્દેશ રહેવી જ જોઇએ, એ શાસકારોનાં વચનોનું તાત્પર્ય છે. ગૃહસ્થ ધર્મનું અધિકારીપણું પ્રાપ્ત કરવાને માટે જે જે ગુણોની આવશ્યકતા છે. તેમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિમવ પણાનો દર્શાવેલો છે. એ ગુણ જો આપણે પ્રાપ્ત કરેલો ન હોય તો ધર્મમાર્ગ પ્રાપ્ત કરવાની પ્રથમ યોગ્યતા આપણામાં છેજ નહીં એમ નિ:સંશય સમજવાનું છે. સ્વામીદ્રોહ, વિશ્વાસઘાત, ચોરી આદિ અનેક પ્રકારનાં નિન્દનીય આચરણનો પુરેપુરો ત્યાગ કરીને ફકત સદાચારનું સેવન કરી જે પોતાની સંપત્તિ પ્રાપ્ત કરે છે. તેને ન્યાયસંપન્ન વિમવ એવું વિશેષણ આપી શકાય છે. અને તેવો પુરૂષ ગૃહસ્થધર્મને માટે જરૂરનાં અનેક લક્ષણોમાં સૌથી પ્રથમ દરજ્જો ધારણ કરતું લક્ષણ પામેલો ગણી શકાય છે, પરંતુ જેની સંપત્તિ ન્યાયને રસ્તે પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને અનેક પ્રકારનાં અન્યાય આચરણથી સંચિત થયેલી છે તે ગૃહસ્થ ધર્મને માટે અધીકારી જ નથી એમ કહીએ તો તેમાં કાંઇ ખોટું ગણાશે નહીં. સર્વ ગુણોમાં આ ગુણ પ્રથમ દરજ્જો ભોગવતો હોવાથી તે બાબત આપણે ખૂબ લક્ષ પૂર્વક વિચાર કરવાનો છે. આપણા દરેક આચરણ સાથે આ ગુણનો થોડો યા વધારે સંબંધ રહેલો હોય છે. પૈસા વગર કોઇ પણ ગૃહસ્થનું વ્યવહારિક વા ધાર્મિક કાર્ય થવું ઘણે પ્રસંગે અશકય ભાસે છે અને તે પૈસો જો અન્યાયથી મેળવેલો હોય તો તેની મદદથી શુભ ફળ કેમ મળી શકે? મોટા અને નાના, ગરીબ અને તવંગર સઘળાએ આ બાબત વિચાર પૂર્વક મનન કરવાનું છે. કેટલીક વખતે આપણે લક્ષ પૂર્વક ઉપયોગ પહોંચાડતા નથી એટલે આપણે અન્યાય આચરણ આપણી દ્રષ્ટિ આગળ જોઈ શકતા નથી. દ્રષ્ટાંત તરીકે રેલ્વેની Page #82 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૭૫ મુસાફરીમાં અમુક ઉમર સુધી ટીકીટ વગર અથવા તો અડધી ચકીટ ચાલે છે, અને અમુક વક્ત સુધી બોજો સાથે મફત લઇ જઇ શકાય છે. છતાં પણ તે હદ ઓળંગી ગયા હોઇએ ત્યારે પણ પૈસાની ખાતરજ તે હદવાળાને આપવામાં આવેલા હકો ખોટી રીતે ભોગવવા આપણું મન લલચાય છે અને તે લાલચની પ્રેરણાથી અસત્ય ભાષણ પણ કરવામાં આવે છે. તીર્થયાત્રા જેવા પવિત્ર નિમિત્તે મુસાફરી કરતી વખતે પણ ચાર વર્ષનું બાળક ત્રણ વર્ષની અંદરનું છે એમ જણાવી વગર થકીટે તે બાળકને સાથે યાત્રા કરવા લઇ વાના થોડા દાખલા મળશે નહીં. તેને પ્રસંગે ભાગ્યેજ આપણા મનમાં એવો વિચાર પણ આવતો હશે કે આવી ગતની ઠગાઇથી બચાવેલો પૈસો અન્યાયથી સંપ્રાપ્ત કરેલો કહેવાય અને તેમ થવાથી માર્ગનુસારીનું પ્રથમ લક્ષણ આપણે આપણી જાતથી દૂર રાખીએ છીએ અને તેમ કરીને આપણા ગૃહસ્થ ધર્મના અધિકારીપણામાં ન્યૂનતા ઉત્પન્ન કરીએ છીએ. ઉપરનું દ્રષ્ટાંત એક સામાન્ય છે. પરંતુ વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં, રાજ્યાધિકારી વર્ગવાળાઓએ પોતાના અધિકારવાના કાર્યમાં, નોકરીઆત વર્ગવાળાએ પોતાના શેઠ તરફની ફરજમાં, કારીગર વર્ગવાળાઓએ પોતાના ધંધામાં, અને વકીલ દાકતર વગેરે ધંધાધારીઓએ પોતાનાં કુલ અને બીજાઓની સાથેના વ્યવહારમાં એકનિષ્ઠાથી અને સંપૂર્ણ પ્રમાણિકપણાથી પોતાનું વર્તન ચલાવી નિર્મળ ન્યાયને માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું જોઇએ. અનેક ત્રસ જીવોનો જેમાં વિનાશ થાય એવા મહામંત્રાદિ ચલાવવાના ધંધાથી સંપ્રાપ્ત થયેલું દ્રવ્ય પણ અન્યાયથીજ મેળવેલું ગણાય છે. જેમ અસત્ય સંભાષણ, અદત્તાદાન અને બ્રહ્મચર્યના ભંગથી મેળવેલું દ્રવ્ય પ્રત્યક્ષ રીતે અન્યાયથી સંચિત. કરેલું અંગીકાર કરવામાં આવે છે તે મુજબ અનેકપ્રકારના ત્રસ જીવોની વિરાધના કરીને ઉપાર્જન કરી શકાતુંદ્રવ્ય પણ અન્યાયથી સંચિત કરેલું કેમ ગણવું જોઇએ નહિ તે સમજી શકાતું નથી. જિનેશ્વર ભગવાને ગૃહસ્થધર્મને માટે અનુસરવાનાં જે જે વતો અને આચરણો દર્શાવેલાં છે Page #83 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તે વતો અને આચરણો પૈકી એનો પણ ભંગ થવાથી પ્રાપ્ત થતું દ્રવ્ય અન્યાયથીજ પ્રાપ્ત કરેલું દ્રવ્ય છે, અને ત્રસ જીવની હિંસા સર્વ પ્રકારે ત્યાગ કરવી જોઇએ એવું શ્રાવક ધર્મને માટે સૌથી પ્રથમ ફરમાન છે. તો તે ફરમાનનું ઉલ્લંઘન કરીને જે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાયથી સંપ્રત કરેલું કેમ કહેવાય ? આ વિષય બહુજ વિચારવા લાયક છે. આપણા દરરોજના કાર્ય સાથે તે સંબંધ ધરાવતો છે. તેથી તેની આવશ્યકતા અન્ય વિષય કરતાં વિશેષ છે, અને તે તરફ હંમેશાં આપણી દ્રષ્ટિ રાખી આપણા આચાર વિચાર શુદ્ધ કરવા સારૂ ચાલુ પ્રયત્ન કરવો જોઇએ. એ પ્રયત્ન સફળ થાય તેટલા માટે આપણા પૂર્વાચાર્યોએ તેવી પ્રાર્થના કરવાની આપણી જિનપૂજન જેવી નિત્યની ક્રિયામાં ગોક્વણ કરેલી છે, જેથી આપણું લક્ષ્યબિન્દુ હંમેશ આપણી નજર આગળજ રહે અને આપણી મનોભાવના દિન પ્રતિદિન શુદ્ધ થઈને આપણે પ્રાન્ત અખંડ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઇએ. માર્ગાનુસારિપણું પ્રાપ્ત કરવાના અનેક આવશ્યક ગુણો માંહેલા પ્રથમ ગુણ પરત્વે આટલું જ જણાવી આપણે બીજા ગુણ વિષે વિચાર કરીએ. માર્ગાનુસારીનું બીજું વિશેષણ શિMાવાર પ્રશંસ: એ પ્રકારનું આપવામાં આવેલું છે. પોતાનાં શુભ આચરણ અને શુભ આશય વગેરેથી અન્ય પુરૂષોના કરતાં જેઓએ વિશેષતા પ્રાપ્ત કરેલી છે તેમને શિષ્ય એવું વિશેષણ આપવામાં આવે છે. એવા શિષ્ટ પુરૂષો અન્યજનોને દ્રષ્ટાંત રૂપ થઈ પડે છે, તેવા પુરૂષોનાં આચારની પ્રશંસા કરવાથી તેવા આચાર તરફ આપણો ભાવ વિશેષ વૃદ્ધિ પામે છે અને પરિણામે આપણે તેવા પુરૂષની બરાબરી મેળવી શકીએ છીએ. તેટલા માટે દરેક ધર્માભિલાષી મનુષ્ય શિષ્ટ પુરૂષના આચાર તરફ અનુત્તર પ્રશંસા દર્શાવવી જોઇએ. પોસહ પારતાં જે ગાથા, આપણે બોલીએ છીએ તેમાં પણ એજ આશય સમાયેલો જણાય છે. પ્રાણાન્ત ઠક્ટને પણ નહિ ગણકારી સાગરચંદ, કામજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ, સુલતા, આનંદ અને કામદેવે પોતે અંગીકાર કરેલાં વત અખંડ રીતે પાળેલાં હોવાથી તેઓની શ્લાઘા અને પ્રશંસા આપણે Page #84 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ૭૭ કરીએ છીએ તે એટલાજ હેતુથી કે આપણે પણ તેમના જેવા દ્રઢવતવાળા થઇએ, માટે આપણા આચારવિચારની શુદ્ધિ કરવા અર્થે ઉત્તમ અને શ્લાઘનીય આચારવિચાર ધરાવનાર મહાપુરૂષોની હમેશ આપણે પ્રશંસા કરવી એ માર્ગાનુસારીનો બીજો ગુણ છે અને તે પ્રાપ્ત કરવા આપણે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. pભીલ સમૈ: 3mગોત્રજૈઃ સાઈ કૃતોદ્વાદઃ એ પ્રકારનું ત્રીજું વિશેષણ માર્ગાનુસારીને આપેલું છે. ગૃહસ્થધર્મમાં પોતાના સગા સંબંધી તરફની કોઇપણ પ્રકારની હરકત આવે નહિ અને રૂડી રીતે તે પાણી શકાય તેટલા માટે આ ગુણ અવયનો છે. સ્ત્રી“તારનું કુળ અને શીલ સરખા દરજ્જાનાં હોય તો તેઓનો બનાવ સારી રીતે રહે છે અને તેમને પોતાને તેમજ તેમના વડીલોને આ બન્ને વિષમ હોવાથી જે વિપત્તિઓ સહન કરવી પડે છે તે સહન કરવી પડતી નથી. સ્વગોત્રીયની સાથે વિવાહ કરવાથી પણ અનેક પ્રકારનાં દૂષણો શાસ્ત્રમાં દર્શાવેલાં છે અને સઘળી આર્યપ્રજા એવા પ્રકારનો સંબંધ કરવો અયોગ્ય ગણે છે. માટે આપણો ગૃહસ્થધર્મ નિવિખે પાળી શકીએ તેટલા માટે સરખાં કુળ અને શીખવાના અન્યગોત્રીયની સાથે વિવાહિત થવાનો ગુણ આપણે પ્રાપ્ત કરવો જોઇએ. આ ગુણ પ્રાપ્ત કરવા માટે આધુનિક કાળની વિવાહપદ્ધતિ જોતાં પોતાના પુત્રપુત્રીના હિતાર્થે માબાપને વિશેષ ધ્યાન આપવાનું છે. કન્યાવિક્રય કરનારાઓ અને કન્યા વિક્રીત લાવનારાઓ વિવાહિત જોડાને આ ગુણથી હંમેશને માટે મોટે ભાગે દૂર રાખે છે અને તેને પરિણામે પોતાને માટે અને વિવાહિત જોડાને માટે હંમેશનું દુઃખ માથે વ્હોરે છે. ગૃહસ્થધર્મની અભિલાષા ધારણ કરનાર દરેક સને આ ગુણ પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું જોઇએ. ચોથું વિશેષણ પાપભીરુ એવું આપેલું છે. જે કર્મ પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે અનેક પ્રકારના અપાયનું કારણ થાય છે તે પાપકર્મ કહેવાય છે, તે થકી હંમેશા ભીરૂ એટલે ડરતા રહેવું એ ખરેખર અવશ્યનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. આપણા ચિત્તની વૃત્તિ એ પ્રકારની સખવાથી ઉત્તરોત્તર આપણે વિશેષ ગુણ પ્રાપ્ત કરવાને સમર્થ થઇએ છીએ. ગૃહસ્થ હોવાથી અનેક પ્રસંગો એવા આવી પડે છે કે તે વેળાએ અશુદ્ધ આચરણ કર્યા વગર આપણો છુટકારો થતો નથી. પરંતુ જો આપણી વૃત્તિ તેવા આચરણોથી હંમેશા ડરતા રહેવાની હોય અને મનમાં એવા ભાવ રહેતા હોય કે કયારેને આવા વર્તનથી હું વેગળો રહેવાને સમર્થ થાઉં તો તે આચરણોથી કર્મબંધ મજબૂત થઇ શકશે નહીં. વંદિતા સૂત્રમાં સ્પષ્ટ જણાવેલું છે કે सम्मद्दिट्ठी जीवो, जइवि हु पाचं समायरइ किंचि । __ अप्पोसि होइ वंधो, जेण ल निदधसं कुणइ ।। तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामेइ, वाद्दिव्व सुसिखिओ विज्जो ।। “સખ્યદ્રષ્ટિ જીવ જોકે કિંચિત્ પાપ કરે છે તોપણ તેને બંધ થોડો થાય છે કારણ કે તેના પરિણામ નિર્દય હોતા નથી. તે અલ્પ કર્મબંધ પણ પ્રતિક્રમણ ક્રિયાથી, પશ્ચાત્તાપ કરવાથી અને ઉત્તર ગુણ સહિત થઇને એટલે ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઇ તે પૂર્ણ કરવાથી, જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શાંત કરે છે તે મુજબ તે પુરૂષ નિશ્ચયપણે જલદીથી શાન્ત પમાડે માટે હંમેશા પાપથી ડરતા સ્વભાવવાળો ગૃહસ્થ ચીકણો કર્મબંધ જે કે ભોગવવાથીજ ઉપશાન્ત થાય છે તેવો કદી બાંધતોજ નથી. પરંતુ તેનો કર્મબંધ ઘણોજ અલ્પ હોય છે અને તે અમુક ક્રિયાથી નાશ કરી શકાય છે. આ સ્વભાવ હંમેશ કાયમ રાખવો એ દરેક ધર્મની વાંછા રાખનાર મનુષ્યને જરૂરનું છે. - પાંચમુ વિશેષણ પ્રસિદ્ધ દેશાવારં સમાવરન્ એવું આપવામાં આવ્યું છે. અન્ય જનો આપણી નિંદા કરે નહીં અને તેથી આપણી અને આપણા ધર્મની હલકાઇ ગણાય નહીં અને આપણને અનેક પ્રકારનો પરિતાપ ન થતાં આપણી ધર્મક્રિયા સુખરૂપ બની રહે તેટલા માટે જે દેશમાં આપણે Page #86 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ રહેતા હોઇએ તે દેશના જે જે પ્રસિદ્ધ અને લોકમાન્ય આચારો હોય તે સમ્યક્ પ્રકારે આચરવા એ ખાસ જરૂરનું છે. તે કારણથી જ ઉપર જણાવ્યા મુજબનું પાંચમું વિશેષણ આપવામાં આવેલું છે, અને આપણે તે પ્રમાણે વર્તન રાખવું જોઇએ એ યોગ્યતાનું સૂચક છે. માર્ગાનુસારીનું છઠ્ઠું વિશેષણ પ્રવર્ણવાની નવગપિ રાનાવિપુ વિશેષતઃ એ પ્રકારનું આપવામાં આવેલું છે. વર્ણવાવ નો અર્થ અપ્રશંસા, અશ્લાઘા, નિંદા ઇત્યાદિ કરવામાં આવે છે. જે અઢાર પાપસ્થાનક શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલાં છે અને જેની આલોચના દરરોજ ઉભયકાળ-સવારે અને સાંજે-પ્રતિક્રમણ કરતી વખતે કરવામાં આવે છે તે માંહેના સોળમાં પરપરિવાદ નામનાં પાપસ્થાનમાં એનો સમાવેશ થાય છે. દરેક ધર્માભિલાષી પુરૂષ એનો ત્યાગ કરવોજ જોઇએ. ગુણવાન પુરૂષોની પ્રશંસા કરવી અને નિર્ગુણી ઉપર માધ્યવૃત્તિ રાખવી એ માર્ગ સદાકાળ આપણા આત્માને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરાવી શકે છે. કોઇ પણ પુરૂષનો અવર્ણવાદ બોલવાથી તેના ખરા અથવા આપણે ખોટી રીતે માની લીધેલા અવગુણો સાથે આપણી જાતને આપણે સંસકત કરીએ છીએ અને તેમ કરવાનું પરિણામ એટલું જ આવે છે કે આપણામાં તે અવગુણોની અસર ધીમે ધીમે પ્રસરતી જાય છે અને અન્તે આપણે પોતેજ તે અવગુણોનું આવાસસ્થાન થઇ પડીએ છીએ. આ અનિષ્ટ ફળ ઉપરાંત જે પુરૂષનો અવર્ણવાદ આપણે કરીએ છીએ તે પુરૂષની સ્વભાવિક રીતે આપણા ઉપર દ્વેષયુકત લાગણી થાય છે અને તે વધતાં વધતાં પરસ્પર વૈરભાવ ઉત્પન્ન થઇ અનેક ભવોમાં તેના દુ:ખદાયક પરિણામ આપણે સહન કરવાં પડે છે. અવર્ણવાદરૂપ દોષ એટલો બધો પ્રાબલ્યવાળો છે કે તેના પ્રસંગે બીજા સર્વ પ્રકારના પાપસ્થાન આપોઆપ આપણી ચોમેર તેની મદદમાં વીંટલાઇ રહે છે, અને આભવ અને પરભવમાં આપણું હરેક પ્રકારનું અનિષ્ટ સહેલથી કરવાને સમર્થ થાય છે. તેટલા માટે ખાસ જરૂરનું છે કે કોઇ પણ પુરૂષનો ગુણી અથવા નિર્ગુણી, નાના ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કે મોય કોઇનો પણ કિંચિત્માત્ર અવર્ણવાદ બોલાવો નહીં અને તેમાં રાજા આદિ મહાનું સમર્થ પુરૂષોનો નહીં બોલવાનું ખાસ કરીને સૂચવવામાં આવેલું છે. દરેક ને રાજા તરફ પોતાનો ભકિતભાવ આખંડ રાખવાનો છે અને જ્યાં ભકિતભાવની પ્રબળતા હોય છે ત્યાં અવર્ણવાદને કદી સ્થાન મળી શકતું નથી. જનોનો રાજા તરફ એટલો બધો ભકિતભાવ હોય છે કે તેનો અવર્ણવાદ બોલવો એ પાપનું કાર્ય તેઓ ગણે છે એટલું જ નહીં પરંતુ તેની હરેક પ્રકારની શાન્તિ ઇચ્છવી અને તે માટે પ્રાર્થના કરવી એ પણ એક પોતાનું અવશ્ય કર્તવ્ય ગણે છે. ગૃહશાંતિરસ્તોત્ર જે હંમેશ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ ક્રિયામાં પઠન કરવામાં આવે છે मां श्री राजाधिपानां शान्तिर्भवतु . श्री राजसन्निवेशानां શત્તિર્મવતુ એવો સ્પષ્ટ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. હાલ દરેક જનધર્મીની પોતાના રાજ્યકર્તા તરફ જે સંપૂર્ણ અને અડગ ભકિત (Loyaity) જોવામાં આવે છે તે તેઓના ધર્મના ઉપર મુજબના ફરમાનોને મુખ્યત્વે કરીને આભારી છે, અને તેથી તેઓ તરફથી રાજ્ય પ્રતિ કિંચિત્માત્ર પણ અવર્ણવાદ ઉચ્ચારવામાં આવતો નથી. આપણી આ પ્રકારની મનોવૃત્તિ આપણે હંમેશા ધર્મનું અધિકારીપણું પ્રાપ્ત કરવા માટે અને તેને જાળવી રાખવા માટે કાયમ રાખવી જોઇએ. તેમ ન કરવાથી આ ભવમાં શી શી આપત્તિઓ ભોગવવી પડે છે અને ધર્મધ્યાન કેટલું આપણાથી દૂર જતું રહે છે તે વિષે જરાપણ વિવેચન કરવાની જરૂર નથી. એ બાબતમાં દ્રષ્ટાન્ત હાલના સમયમાં આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ. પરભવમાં એનું શું ફળ થાય છે તે આ ભવની આપણી સ્થિતિ પરથી સહેજ કળી શકાશે. આ ભવમાં ધર્મધ્યાનથી દૂર રહી આર્ત-રૌદ્ર ધ્યાનમાંજ રહેવાનું થાય તો પરભવ કદી પણ સુધરી શકે જ નહીં. માટે કોઇપણ પુરૂષનો અને વિશેષે કરીને રાજાદિ મહા સમર્થ પુરૂષોનો કોઇ પણ પ્રસંગે કિંચિત્માત્ર અવર્ણવાદ બોલવાથી દૂર રહેવું એ ખાસ અવશ્વનું છે, અને તે ગુણ પ્રાપ્ત કરવા માટે આપણી ચૈત્યવંદનની ક્રિયાની ફળયાચનામાં પરમાત્મા પ્રત્યે હંમેશા પ્રાર્થના Page #88 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કરીએ છીએ. उ अनति व्यक्तगुप्ते सुपातिवेश्मिके स्थाने 3નિર્ણમદ્વારવિવનિત નિવેતન: આ પ્રકારનું સાતમું વિશેષણ. ગૃહસ્થ ધર્મના અધિકારીને આપવામાં આવેલું છે. આ વિશેષણથી જૈનગૃહસ્થનું રહેવાનું સ્થાન કેવા પ્રકારનું હોવું જોઇએ અને કેવા પ્રકારનું ન હોવું જોઇએ તે દર્શાવેલું છે. તે સ્થાન અત્યંત વ્યકત તેમજ અત્યંત ગુપ્ત ન હોવું જોઇએ. અત્યંત વ્યકત સ્થાનમાં રહેઠાણ હોય એટલે આજુબાજુ અન્ય ગૃહ નહીં હોય તો અનેક પ્રકારની ભીતી રહે છે, એ સહેજ અનુભવપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. તેમજ અત્યંત ગુપ્ત સ્થાનમાં વાસ હોય એટલે આજુબાજુ સર્વ તરફ અન્ય ગૃહો વિર્ટલાઇ રહેલાં હોય તો પોતાના ઘરની શોભા બહાર જણાતી નથી એટલું જ નહીં પણ અગ્નિ આદિના પ્રકોપને અવસરે ઘણીજ મુશ્કેલી નડે છે. ધર્મધ્યાનમાં એવાં કારણોને લીધે વિક્ષેપ પડે નહીં તેટલા માટે પોતાનું રહેવાનું ઘર અનતિ વ્યકત ગુપ્ત સ્થાનમાં રાખવું એ સલાહ ભરેલું છે, એટલું જ નહીં પણ તે સ્થાન સુપ્રાતિર્મિક એટલે રૂડા આચારવાળા પાડોશી જ્યાં વસતા હોય તેવું હોવું જોઇએ. રૂડા આચારવાળા પાડોશીઓ ન હોય તો આપણે તેમની સાથે કોઇ પ્રકારનો પરિચય રાખીએ નહીં તોપણ તેઓના વિવિધ પ્રકારના આલાપ શ્રવણ કરવાથી અને ચેષ્ટાઓ જોવાથી આપણા ઉપર પ્રચ્છન્નપણે માઠી અસર થાય છે અને પરિણામે આપણા સગુણોની હાનિ સંભવે છે. એ વિગેરે અનેક પ્રકારનાં દૂષણો માઠા પાડોશથી ઉદ્દભવે છે, પોતાનું રહેવાનું સ્થાન શોધતી વખતે દરેક મનુષ્ય સારો પાડોશ મેળવવાને માટે પ્રયત્ન કરે છે, એટલે આ વિશેષણની જરૂરિયાત વિષે કાંઇપણ વિશેષ કહેવાની આવશ્યકતા રહેતી નથી. હવે રહેવાના ઘરના સંબંધમાં જે ત્રીજું વિશેષણ આપવામાં આવ્યું છે તે તરફ આપણું લક્ષ દોડાવીએ. પોતાના રહેઠાણના ઘરને જવા આવવાનાં અનેક કારો ન હોવાં જોઇએ, એવું વિશેષ ફરમાન કર્યું છે. ઘણાં કારો હોવાથી પોતાનાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધન ધાન્યાદિનું સંરક્ષણ કરવું ઘણું દુર્લભ થઇ પડે છે તેમજ ચોર અને જાર પુરૂષોનો ભય રહ્યા કરે છે એ પ્રત્યક્ષ વાત છે, અને તેમ હોવાથી પોતાના ચિત્તની સમાધિ રહી શકતી નથી, માટે દરેક ધર્માભિલાષી મનુષ્ય પોતાના રહેવાના મકાન બાબત ઉપર ણાવ્યા મુજબ પુરેપુરો ઉપયોગ રાખવો જોઇએ. સદ્દાવારે: ધૃતમંગ: એ પ્રકારનું આઠમું વિશેષણ માર્ગાનુસારીનું દર્શાવેલું છે. આલોક અને પરલોકને હિતકારી જેઓની પ્રવૃત્તિ છે તેમને સદાચારવાળા કહેવામાં આવે છે. તેવા પુરૂષોની સાથે સંગ રાખવો એ સર્વ પ્રકારે લાભકારી હોવાથી તેમ કરવાની જરૂરીયાત બતાવવામાં આવી છે. શ્રાવકને નિત્ય કરવા યોગ્ય કૃત્યો મનિળાળની સઝાયમાં દર્શાવેલાં છે. તેમાં મ્મિગનળસંસો એવું સ્પષ્ટ હેલું છે. સદાચારવાળા જ્હોનો સંસર્ગ અહનિશ રાખવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે તે સંબંધી વિવેચનની કાંઇ પણ જરૂર નથી. એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. માટે તેવી સંગતિ કરવા આપણે જરૂર પ્રયત્ન કરવો અને તેવો સંગ આપણને મળી આવે ને ચિરકાળ બન્યો રહે તે માટે પરમાત્માની પ્રાર્થના કરવી. નવમું વિશેષણ માતાપિત્રોશ્ય પૂનઃ એવું ણાવેલું છે. આપણા માબાપનો આપણા ઉપર એટલો બધો ઉપકાર હોય છે કે તેનો બદલો કોઇ પ્રકારે વાળી શકાય તેમ નથી. જેઓએ અનેક પ્રકારનાં સંકટો વેઠી આપણને હાલની દશાએ પહોંચાડ્યા, જેઓના સતત પ્રયાસ વિના આપણી જીંદગાની, આપણી કેળવણી અને આપણી આરોગ્યતા પણ અસંભવિતપ્રાય જ્માય છે, તેઓને આપણું સર્વસ્વ અર્પણ કરીએ તોપણ તે કાંઇ વિસાતમાં નથી. આપણે જે કાંઇ પ્રાપ્ત કરેલું છે-તન, મન કે ધનતે સર્વ તેમનેજ આભારી છે અને તેમના વડેજ છે. તેઓને હરેક પ્રકારે સંતુષ્ટ રાખવામાં આપણે ઉદ્યમવંત થઇએ તો તેમાં આપણે કાંઇ પણ વિશેષ કરતા નથી. ફકત તેમની પાસેથી આપણે જે પ્રાપ્ત કર્યું છે તેનો તેમ કરીને અસંખ્યાતમો ભાગ પણ ભાગ્યે આપતા હોઇએ, માટે તેઓની Page #90 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૮૩ સદાકાળ સેવાભકિત કરવી એટલું જ નહીં પરંતુ તેમનું આલોક અને પરલોકમાં હિત થાય એવાં અનુશાસનની યોજના જરૂર કરવી જોઇએ. આપણને તે મુજબ વર્તન કરવાની અભિલાષા અને સામર્થ્ય પ્રાપ્ત થાય તેટલા માટે સર્વદા પરમકૃપાળુ પ્રભુ પાસે અખંડ પ્રાર્થના કરવી એ અવશ્યનું છે. ૩પપ્પુત સ્થાનં ત્યન એવું દશમું વિશેષણ છે.સ્વચક્ર, મારી, મરકી (પ્લેગ) ઇત્યાદિથી અસ્વસ્થ થયેલું સ્થાન તજી દેવું એ સુખકારી છે; તેમ ન કરવાથી અનેક પ્રકારની વિટંબણા અને દુઃખો સહન કરવાં પડે છે. અર્દિતે ભ્રમત્ત: એ અગ્યારમું વિશેષણ છે. દેશ, જાતિ અને કુળની અપેક્ષાથી જે જે કર્મ નિન્દિત ગણાતાં હોય તે કર્મ કરવામાં આપણે કદી પ્રવૃત્ત થવું નહીં, ગતિ કર્મ કરવાથી આપણું અશેષ ધામિર્ક કર્મ ઉપહાસનક થઇ પડે છે. આયોષિતં વ્યયં ર્વત્ એ બારમું વિશેષણ છે. આવના પ્રમાણમાં ખર્ચ કરવો એ સઘળા સુજ્ઞનું લક્ષણ છે. આવક કરતાં વિશેષ ખર્ચ રાખવાથી થતા ગેરલાભો સુપ્રસિદ્ધ છે, તેમજ આવકને અનુસરીને યોગ્ય ખર્ચ ન કરવાથી પણ નસમૂહમાં અપકીર્તિ થાય છે. માટે આ વિશેષણ તરફ ખાસ લક્ષ આપવું ઘટે છે. તેરમું વિશેષણ તેવું વિત્તાનુસારત: ભુર્વમ્ એ પ્રકારનું છે. ઉપરના વિશેષણમાં એનો સમાવેશ થઇ ગયેલો છે, પરંતુ વિશેષ લક્ષ ખેંચવા માટે આ વિશેષણ પૃથપણે દર્શાવવામાં આવેલું છે. પોતાની પાસે જેટલું વિત એટલે દ્રવ્ય હોય તેને અનુસારે પોતાનો પહેરવેશ રાખવો જોઇએ. ધનવાન હોઇને વસ્ત્રાલંકારાદિ સારાં અને મૂલ્યવાળાં ન રાખે તો ઉપહાસનું ભાન થાય છે. તેજ પ્રમાણે પૈસા સંબંધી સ્થિતિ નબળી હોય અને પહેરવેશ ખરચાળુ રાખે તો તેથી પણ તેમજ થાય છે, એટલું જ નહીં પણ અનેક પ્રકારની વિપત્તિઓ આવી પડે છે. ખાલી Page #91 -------------------------------------------------------------------------- ________________ ८४ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મોટાઇ અને ખાલી કંજુસાઇ કદી ઢાંકી રહેતી નથી. ખુબ યાદ રાખવું કે જનસમાજ એથી કદિપણ છેતરાતો નથી. ખરી સ્થિતિ ઘણી જલદીથી જણાઇ આવે છે. માટે કદી પણ ખોટી મોટાઇ કે બીનકારણ કંજુસાઇ કરવી નહીં. 31Mમિઘાર્યો : એ ચૌદમું વિશેષણ છે. આઠ પ્રકારના બુદ્ધિના ગુણથી યુકત માર્ગાનુસારી હોવો જોઇએ. शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । દો પોદો :31ર્થવિજ્ઞાનં, તત્ત્વજ્ઞાન ૧ ઘMI: II આ શ્લોકમાં દર્શાવેલા બુદ્ધિના આઠ ગુણો સમજી તે ધારણ કરવા. (૧) શુશ્રષા – શાસ્ત્ર શ્રવણ કરવાની ઇચ્છા કરવી. (૨) શ્રવ – શાસ્ત્ર સાંભળવું. (૩) ગ્રહ - શાસ્ત્ર સાંભળીને તેનો અર્થ ગ્રહણ કરવો. (૪) ઘારV - તે સારી પેઠે યાદ રાખવો. (૫) ૩: - ધારણ કરેલા શાસ્ત્રાર્થ ઉપરથી તેની સાથે સંબંધ ધરાવનારા અન્ય પદર્થો વિષે તર્ક ચલાવવો. (૬) ઉપોદ- તે થકી વિરૂદ્ધ અર્થ બાબત યુતિથી વિચાર કરીને તેથી દૂર રહેવું. (૭) 31થવિજ્ઞાનં - ઊહાપોહથી સંદેહ દૂર કરીને વિશેષ જ્ઞાન મેળવવું. (૮) તત્ત્વજ્ઞાનં - તેનો યથાર્થ નિશ્ચય કરી રાખવો. આ પ્રકારનાં બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરવાથી ઉચ્ચ પ્રકારનું શાસજ્ઞાન સંપાદન થઇ પોતાના અવગુણો સહેજ દૂર કરી શકાય છે. શ્રાવક શબ્દનો મૂળ અર્થજ સૂચવે છે કે તેણે હંમેશ ધર્મશ્રવણ કરવોજ જોઇએ. જો ધર્મશ્રવણ ન કરે તો “શ્રાવક' એવું વિશેષણ કદિપણ યથાર્થ કહી શકાય નહીં. સુખોતિ રતિ શ્રાવ: અહીં કહેવાની જરૂર છે કે “શ્રાવક' એવું વિશેષણ અમુક કુળમાં કે ગોત્રમાં ઉત્પન્ન થવાથી પ્રાપ્ત થાય છે એમ કાંઇ નથી. વ્યવહારમાં ગમે તેમ હો પરંતુ શાસ્ત્રદ્રષ્ટિએ અને વાસ્તવિક રીતે એ વિશેષણ અમુક ગુણ ધારણ કરનાર શખ્સને - પછી તે ગમે તે જાતિકુળમાં ઉત્પન્ન થયો હોય તોપણ લાગુ પડે છે. એ ગુણમાં સર્વથી મુખ્ય ગુણ ધર્મશ્રવણ કરવાનો હોવો જોઇએ. માટે ઉપર જણાવેલા Page #92 -------------------------------------------------------------------------- ________________ નક ભાગ-૧ ૮૫ આઠ ગુણોપર ખાસ ધ્યાન રાખીને તે પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું. - શ્રખવાનો ઘર્મમવંદમ્ એ પંદરમું વિશેષણ છે. ઉપરના વિશેષણમાં એનો સમાવેશ થયેલો છે, છતાંપણ ઉપર જણાવ્યા પ્રમાણે દરરોજ ધર્મશ્રવણ કરવું એ શ્રાવક નામ ધારણ કરવાને માટે પ્રથમ દરજે અવશ્યનું હોવાથી તે તરફ આપણું લક્ષ સારી રીતે રહે તેટલા માટે આ વિશેષણ જુદું જણાવ્યું છે. સોળમું વિશેષણ 8ની મોનાલ્યાગી એવું દર્શાવ્યું છે. પ્રથમ ખાધેલું ભોજન પાચન થયું ન હોય ત્યાંસુધી બીજીવાર ભોજન કરવું નહીં એ ખરેખર હિતકારી વચન છે. સર્વરોગનું મૂળ કારણ અજીર્ણ હોય છે. ૩નીપ્રમવા રોગી: એ વૈદક શાસ્ત્રનું પ્રસિદ્ધ વાકય છે. અજીર્ણ નાશ કરવાનો સરસ ઉપાય ભોજન ત્યાગ એટલે ભૂખ્યા રહેવું એ છે. ભોજન કરતી વખતે હંમેશાં ઉણોદરીવત કરવું એટલે ખાવાની જેટલી રૂચિ હોય તેના કરતા પાંચ સાત કોળીયા ઉણા રહેવું એ ખાસ જરૂરનું છે, તેમ કરવાથી અજીર્ણ થવાનો સંભવ ઘણે ભાગે રહેતો નથી. પરંતુ કદાચ કોઈ પ્રસંગે અજીર્ણ થાય તો તે વખતે ભોજનનો ત્યાગ કરવાથી બીજો વ્યાધિ ઉદ્ભવતો નથી. ' રાત્તરમું વિશેષણ છાજે મોર' વે સામ્યત: એવું છે. ભોજત્યાગ વિષે કુહતું. અહીં ભોજન કયારે અને કેવી રીતે કરવું તે જણાવ્યું છે. સાભ્યપણે એટલે પોતાના શરીરને માફક આવે તે પદાર્થોનું પોતાને સુખ થાય તેવી રીતે યોગ્ય કાળે (જે વખતે ભુખ લાગી હોય ત્યારે-પણ તે પહેલાં કે પછી નહીં) ભોજન કરવું જોઇએ. તેમ કરવાથી શરીર હંમેશાં સુખી રહે છે અને ધર્મકરણી સારી રીતે થઇ શકે છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે. पानाहारादयो यस्य, विरुध्धा: प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ।। અઠારમું વિશેષણ ૩ન્યોન્યાપ્રતિવધેન ત્રિવર્ગમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સાયન્ એવું આપેલું છે. ગૃહસ્થને માટે ધર્મ અર્થ-કામ એ ત્રણે વર્ગ જરૂરના છે. માટે એક બીજાને પરસ્પર ઉપઘાત ન થાય તેવી રીતે એ ત્રણે વર્ગ સાધવા. તેમ કરવાથી ધર્મારાધન રૂડી રીતે થઇ શકશે અને કોઇ પ્રકારનું વિઘ્ન વચમાં નડશે નહીં. યાયાવરતિયોં સાઘો વિને ૫ પ્રતિપત્તિવ્ -એ ઓગણીશમું વિશેષણ છે. પોતાની શકિત અનુસારે અતિથિ-મુનિ, સાધુ-રૂડા આચારવાળા પુરૂષ અને દીન-હીનશકિતવાળા-એઓને અન્નપાન આદિ આપવું એ ગૃહસ્થને અવશ્ય આદરવા યોગ્ય ગુણ છે. સુપાત્રદાનથી અને અનુકંપાદાનથી અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે. સંપ્રાપ્ત કરેલા દ્રવ્યનો પણ ખરેખરોવ્યય દાન આપવાથીજ થઇ શકે છે અને વાસ્તવિક રીતે તે વ્યય વ્યય નથી પણ અનંતગણું પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેમ ક્ષેત્રમાં એક દાણો વાવવાથી અનેક દાણા મેળવી શકાય છે તેમ દાનમાં વ્યય કરવાથી વિશેષ દ્રવ્ય મળે છે, અને પરિણામે વધતાં વધતાં ખરેખરી અત્મરિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. સવામિનિવિષ્ટ: એ વીશમું વિશેષણ છે. હંમેશાં અભિનિવેશએટલે હઠ, કદાચહથી રહિત રહેવું, અર્થાત્ સરલ આશયવાળા થવું. મુળેવું પક્ષપાતી એ એવીશમું વિશેષણ છે. ગુણ (સૌજન્યાદિ) ઉપર પક્ષપાત (બહુમાન) રાખવો અને અવગુણથી દૂર રહેવું અથવા અવગુણના પ્રતિપક્ષી થવું અને તેનો નિરાદર કરવો એ દરેક સજ્જને ઉચિત છે; તેમ કરવાથી પોતાનામાં સદ્દગુણોની વૃદ્ધિ થાય છે અને દુર્ગુણોનો નાશ થાય છે. ગુણ તરફ પક્ષપાત હોય તોજ સજ્જન પુરૂષોનો સંગ કરવાની ઇચ્છા થાય છે અને આઠમું વિશેષણ ત્તસંગ સવારે: આપવામાં આવ્યું છે તે પ્રાપ્ત થઇ શકે છે. જો સગુણ તરફ આપણી દ્રષ્ટિજ ન હોય તો તે ધારણ કરનારનો સંગ કરવાની ઇચ્છા જ કયાંથી થાય ? અને સત્સંગના જે પ્રત્યક્ષ લાભ છે તે કયાંથી મળે ? માટે હમેશાં ગુણ તરફ પક્ષપાત રાખવો, અર્થાત્ તેની ચાહના રાખી બહુમાન કરવું એ Page #94 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જરૂરનું છે. ઉદ્દેશાલયોશ્વર્યા ચાન્ એ બાવીશમું વિશેષણ છે. પ્રતિષેધ કરેલા દેશ અને કાનમાં વર્તન કરવાથી અનેક પ્રકારના ઉપદ્રવોજ સહન કરવા પડે છે અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ભાગ્યેજ થાય છે. માટે તેનો ત્યાગ કરવો અને જે દેશ અને જે કાળ નિષેધ કરવામાં આવ્યા નહીં હોય તેમાં પોતાનું વર્તન ચલાવવું એ સલાહ ભરેલું છે. વભાવમાં નાલન્ એ ત્રેવીસમું વિશેષણ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાની અને પરની શકિત અને નબળાઈ જાણવાથી આપણું હરેક પ્રકારનું વર્તન ફળદાયક થઇ શકે છે, માટે દરેક ગૃહસ્થ એ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. , વૃત્તરચજ્ઞાનવૃદ્ધાનાં પૂળ - એ ચોવીસમું વિશેષણ છે. અનાચારનો પરિહાર કરીને સમ્યક્ આચારનું જેઓ પ્રતિપાલન કરે છે તે વૃત્તથ કહેવાય છે. તેઓના અને જ્ઞાને કરી જેઓ વૃદ્ધ (મોટા) હોય (વયે કરી મોય ન હોય તો તેની કાંઇ જરૂર નથી) તેઓના પૂજારી થવું, તેઓના ઉપર અત્યંત પ્રીતિ રાખવી અને તેઓની સેવાભકિત કરવી એ કેવળ હિતકારક છે. તેમ કરવાથી આપણે સદાચારવાળા અને જ્ઞાની થઇએ છીએ. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકૂચારિત્ર પ્રાપ્ત કરવાનો આ સીધો રસ્તો છે. આ વિશેષણ આમા તથા એકવીશમાં વિશેષણને (સદ્દાવારે: કૃતસંજ: ગુખોપુ પક્ષપાત:) ઘણે અંશે મળતું અને ખરેખર આદરવા યોગ્ય છે. પોથપોષણ: એ પચીસમું વિશેષણ છે, અવશ્ય ભરણપોષણ કરવા યોગ્ય કુટુંબવર્ગ વિગેરેનું પોષણ કરવું એ ઇહલોક અને પરલોકમાં સુખદાયી છે. તેમ ન કરવાથી અનેક અનર્થો ઉદ્દભવે છે. તીર્થ, વિશેષજ્ઞ:, છત:, ભોdpવભમ:, સભ:, સય:, સૌન્મ:, પરોપકૃતવર્મ : એવાં છવીશથી તેત્રીશ સુધીના વિશેષણો છે. હરેક કાર્યમાં દીર્ઘદ્રષ્ટિ રાખવાથી એટલે લાંબી નીધા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પહોંચાડવાથી શુભ, અશુભ પરિણામ, વચમાં આવી પડનારાં વિબો વગેરેની આગળથી જાણ થાય છે, અને આપણા વર્તનમાં ઘતો ફેરફાર આપણે વેળાસર કરી શકીએ છીએ, માટે દીર્ધદર્દીપણાનો ગુણ ઘણો લાભકારી છે. વિશેષજ્ઞ - કૃત્ય અને અકૃત્ય, વસ્તુ અને અવસ્તુ એ વગેરેના સ્વરૂપનો અને તેના અંતરનો જાણકાર. dજ્ઞ: - પોતાના ઉપર પારકાએ જે કાંઇ ઉપકાર કર્યો હોય તેને નહીં છુપાવતાં તેનો પોતાનાથી બને તેટલો બદલો આપનાર.નોવશ્વભ્રમ: - પોતાના વિનયાદિ ગુણોથી સર્વ વિશિષ્ટ જનોને પ્રિય. સભળ: - લજ્જાળુ-મર્યાદારહિત વર્તન નહીં કરનાર. સય: - દયાવાન-દુ:ખી જનનું દુઃખ દૂર કરવાની સતત અભિલાષાવાળો. ચોમા: - સોમ એટલે ચંદ્રમાં તેના જેવી શાંત આકૃતિવાળો કોઇપણ વખતે ક્રોધયુકત પ્રકૃતિથી ક્રૂર આકારવાળો બને નહીં તે. પરોપકૃતિવર્મ? - પરોપકાર કરવામાં હંમેશા શૂરો. આ સર્વ ગુણો માર્ગાનુસારીને ખરેખરા આદરણીય છે. ઉત્ત૨રિપક્વપરિહાર૫રાયUT: એ ચોત્રીશમું વિશેષણ છે. ગૃહસ્થધર્મની યોગ્યતા બતાવતાં ઉપર જણાવ્યા મુજબના ગુણોની આવશ્યકતા દર્શાવી તે ગુણોની પ્રાપ્રિ કરવામાં વિશેષ કારણભૂત ગુણ ચોત્રીશમા તથા પાંત્રીશમા વિશેષણમાં દર્શાવવામાં આવેલા છે. કામ, ક્રોધ, માન, લોભ, મદ અને હર્ષ એ છ શિષ્ટ ગૃહસ્થના અંતરંગ વૈરી છે. જ્યાં સુધી એ શત્રુઓ આપણો પરાભવ કરી રહ્યા છે, ત્યાં સુધી આપણીસ્વાભાવિક સ્વતંત્રતા મેવવવા માટે આપણે જે કાંઇ સામગ્રી એકઠી કરતા હોઇએ તેનો તેઓ એકદમ નાશ કરી નાખે છે. ઉપર જણાવેલાં વિશેષણો તે સ્વતંત્રતા સંપાદન કરવાની સામગ્રીભૂત છે. તેથી તે વિશેષણો પ્રાપ્ત કરવા માટે આ છ વૈરીઓનો નાશ કરવો, અગર તેઓનું સામર્થ્ય દબાવી રાખવું એ ખાસ જરૂરનું છે. એ વૈરીઓ દબાયા કે તરત આપણા સ્વાભાવિક ગુણો પ્રગટ થવામાં ઢીલ થવાની નથી, કારણકે તે સ્વાભાવિક છે. માટે આ તરફ બીજી બધી બાબતો પડતી મૂકીને જો આપણું લક્ષ Page #96 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દોરવીશું તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થવામાં વિલંબ થશે નહીં. વશwતેન્દ્રિયગ્રામ: એ પાંત્રીશમું અને છેલ્લું વિશેષણ છે. ઉપર જે છ શત્રુઓનો જય કરવા જણાવ્યું કે જ્યાંસુધી આપણી ઇંદ્રિયોસ્પર્શ, રસ, ધ્રાણ, ચલુ અને શ્રોત-આપણા કાબુમાં આવેલી નથી ત્યાં સુધી કદિપણ થઇ શકતોજ નથી. ખરું જોતાં એ છ શત્રુઓની તરફથી આપણા ઉપર રાજ્ય ચલાવનાર આ ઇંદ્રિયો છે અને તેની આજ્ઞામાં આપણે રહેતા હોઈએ તો છ શત્રુઓના પરાજયની વાતજ કયાંથી ? માટે આપણું સ્વાભાવિક સામ્રાજ્ય પ્રાપ્ત કરવા સારૂ સર્વથી શ્રેષ્ઠ અને પ્રથમ ઉપાય ઇંદ્રિયોનો આપણા ઉપરનો કાબુ દૂર કરીને તેમને હંમેશને માટે બંદીખાનામાં રાખવી. તેમ કર્યું એટલે આપણા શત્રુઓનું જોર નાશ. પામશે, આપણું ઉપર વર્ણવેલા સદ્ગુણ રૂપ ધન આપણે હાથ આવશે, અને પરિણામે આપણો સ્વાભાવિક સામ્રાજ્યનો વિજયવાવટો અખંડ ફરકતો રહેશે. ઉપર જણાવેલા પાંત્રીશ વિશેષણોયુકત મનુષ્ય ગૃહસ્થ ધર્મની યોગ્યતા ધરાવે છે. એટલે બીજા શબ્દમાં કહીએ તો માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરવા માટે આ પાંત્રીશ વિશેષણોથી પ્રદર્શિત થયેલા પાંત્રીશ ગુણો સંપાદન કરવા જોઇએ. એ ગુણો સંપાદન થાય ત્યારે આપણે વાસ્તવિક શ્રાવકપણું પામ્યા કહેવાઇએ. એ ગુણોને અભાવે ગુણસ્થાનની અપેક્ષાએ શ્રાવકપણાનું અસ્તિત્વ પ્રાય: સંભવતું નથી. ચૌદગુણસ્થાનક પૈકી ચોથા અપરિતિ સમ્યક્ત્વ ગુણસ્થાન અને પાંચમા દેશવિરતિ ગુણસ્થાને વર્તતો જીવ શ્રાવકપણું પામેલો કહી શકાય છે. આપણે વત પ્રત્યાખ્યાન કરીને પાંચમા દેશવિરતિ ગુણસ્થાને વર્તવાનો દાવો કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી ઉપર જણાવેલા ગુણો આપણે સંપાદન કર્યા હોય નહીં ત્યાંસુધી યથાર્થપણે વિચારતાં તે ગુણસ્થાન આપણે પ્રાપ્ત કરેલું કહી શકાય નહી. જો એ ગુણસ્થાન આપણે પ્રાપ્ત કર્યું હોય તો જે જે કર્મપ્રવૃતિઓનો એ ગુણસ્થાને શાસ્ત્રમાં ઉદયવિચ્છેદ જણાવેલો છે તે કર્મપ્રકૃતિઓ આપણને ઉદયમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હોવી જોઇએ નહીં. એ ગુણસ્થાને ઉદયવિચ્છેદ પામતી અન્ય કર્મપ્રકૃતિઓમાં દૌર્ભાગ્યનામકર્મ, અનાદેયનામકર્મ અને અપયશનામકર્મનો ઉદયવિચ્છેદ પ્રરૂપેલો છે. કર્મગ્રંથમાં કહ્યું છે કેमणुतिरिणुपुत्वि विउवठ्ठ, दुहग अणाइज्जदुग सतर छेत्र्यो । सगसीइ देसि तिरिगइ, आउनि उज्जोअ ति कसाया | (વર્મચ-છ-) દૌર્ભાગ્યનામ કર્મ-જે કર્મને ઉદયે જીવ અવગુણ કર્યા વિના તથા વૈરાદિક સંબંધ વિના પણ પરને અનિષ્ટ લાગે છે. અનાદેય નામકર્મ-જે કર્મને ઉદયે જીવનું વચન ભલું હોય તોપણ કોઇ આદર કરી માને નહીં તે. અપયશનામકર્મ-જે કર્મને ઉદયે જીવનો અપયશ-નિંદા સર્વત્ર પ્રસરે છે. આ કર્મપ્રકૃતિઓનો ઉદય આપણામાં કેટલે અંશે છે તે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરતાં આપણે સમજી શકીએ છીએ; એ કર્મપ્રકૃતિઓનો જ્યારે સર્વથી ઉદયભાવે નાશ થાય ત્યારે પાંચમા ગુણસ્થાનની હદ આપણે પામ્યા એમ માની શકાય. ઉપર જણાવેલા માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો સંપ્રાપ્ત કરવાથી એ દશા સંપાદન કરવા આપણે સહેજે ભાગ્યશાળી થઇએ એમાં કોઇ પ્રકારની શંકાનું સ્થાન જણાતું નથી. એટલા માટે આપણી ચૈત્યવંદન જેવી નિત્યની ક્રિયામાં માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરવાની પ્રાર્થનાનું સંયોજન કરવામાં આવેલું છે. જેથી તે તરફ હંમેશા આપણી દ્રષ્ટિ અવિચ્છિન્નપણે કાયમ રહે અને તે મેળવવા માટે આપણે ઉદ્યમવંતા થઇએ અને તે ઉદ્યમમાં ગદ્ગુર શ્રી વીતરાગ દેવના અપૂર્વ પ્રભાવથી આપણે ફતેહમંદ થઇએ. આ પ્રકારની ઘણી અગત્યની બીજી પ્રાર્થના કરીને આપણે એજ પ્રથમ ગાથામાં વિશેષ વિશુદ્ધિ સંપ્રત કરવા ત્રીજી પ્રાર્થના કરીએ છીએ ને તેમાં ઇષ્ટ ફળની સિદ્ધિ થાઓ એવું યાચીએ છીએ. પ્રથમની બે યાચના કરનાર એટલે ભવનિર્વદિતા અને માર્ગાનુસારીપણાની માંગણી કરનાર નું ઇષ્ટ ફળ શું હોયતે ઉઘાડીજ વાત છે. પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય અને સર્વ પ્રકારનાં કર્મનો સંપૂર્ણ ક્ષય થાય એના કરતાં બીજી Page #98 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૯૧ કોઇપણ વસ્તુ ઇષ્ટ હોઇ શકે જ નહીં. તેવા ઇષ્ટ ફળની સિદ્ધિને માટે પરમાત્માની નિરન્તર પ્રાર્થના કરવી અને તેને માટે સતત ઉદ્યમ કરવો એ દરેક ભવભીરૂને જરૂરનું છે. અખંડ નિરાબાધ સુખ તેથીજ પ્રાપ્ત કરી શકાય તેમ છે. માટે એ યાચના દરરોજ કરવાની જે રૂઢી ચૈત્યવંદનક્રિયામાં રાખવામાં આવેલી છે તે ઉપર આપણું લક્ષ યથાર્થપણે રાખવું અને શુદ્ધ ભાવથી તે મુજબ વર્તવું. આ ત્રણે અપૂર્વ યાચનાઓ સફળ થાય તેટલા માટે હવે પછીની ગાથામાં જે વસ્તુનો ત્યાગ કરવો જોઇએ અને જેનો આદર કરવો જોઇએ તે દર્શાવીને ત્યાગ અને આદર આપણે સંપ્રાપ્ત કરીએ તે હેતુમાટે તે બાબતની વિશેષ યાચના કરવાનું જણાવવામાં આવેલું છે. જે આચરણ લોકવિરુદ્ધ છે તેનો ત્યાગ કરવો. વડીલનો સત્કાર કરવો, પરમાર્થ કરવા હંમેશા તત્પર રહેવું, શુદ્ધ ગુરૂનો સમાગમ રાખવો, અને તેમનાં વચન પ્રમાણે આપણું વર્તન રાખવું એ કૃત્યો ઉપર જણાવેલી ત્રણ યાચના પરિપૂર્ણ થવા માટે ખાસ જરૂરનાં હોવાથી જ્યાંસુધી સંસારમાં પરિભ્રમણ. કરવાનું મટે નહીં અને ઇષ્ટફળ-મોક્ષ સંપ્રાપ્ત થાય નહીં ત્યાંસુધી અખંડપણે આપણે કર્યા કરીએ એવી વિશેષ યાચના પરમકૃપાળુ પ્રભુની પાસે કરવામાં આવે છે. આ યાચનાઓ હમેશાં કરવાથી આપણી જીંદગીનું દ્રષ્ટિબિન્દુ કયાં છે અને તે સંપ્રાપ્ત કરવા માટે શાની શાની જરૂર છે તે આપણે પ્રગટપણે જોઇ શકીએ છીએ અને તે જોઇને આપણું વર્તન તે પ્રમાણે ચલાવવામાં ઉદ્યમ કરવા તત્પર થઇ શકીએ છીએ. તેવો ઉદ્યમ કરવામાં આવે તો પરમાત્માની કૃપાથી તે સફળ થયા વિના રહેજ નહીં. મહાપુરૂષોનો પ્રભાવ અવર્ણનીય છે. તેમના પ્રભાવથી જરૂર ફળપ્રાપ્તિ - થાય જ છે. આ પ્રકારનાં ઉત્તમ પરિણામવાળી ક્રિયા હમેશાંનિશ્ચલ ધ્યાનથી અનન્ય દ્રષ્ટિથી કરવી આપણને ઉચિત છે. - ઇષ્ટફળની પ્રાપ્તિ કરવામાં સબળ સહાયકારી વિશેષ યાચના Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯ર ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ત્રીજી ગાથામાં કરવામાં આવે છે. તે ગાથામાં આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે “હે વીતરાગ ! તમારા સિદ્ધાન્તમાં યદ્યપિ નિયાણું બાંધવાનું નિવારણ કરેલું છે તથાપિ જન્મોજન્મને વિષે મને તમારા ચરણોની સેવા મળો.' તીર્થંકર ભગવાનના ચરણની સેવા અત્યંત દુર્લભ છે. તરવારની ધાર ઉપર ચાલવું તેના પ્રમાણમાં સુલભ ગણેલું છે. શ્રી આનંદધનજી મહારાજ ચૌદમા શ્રી અનંતનાથ ભગવાનની સ્તવના કરતાં કહે છે કે ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવાT ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધારપર રહે ન દેવા | દેવતા સરખા પણ તીર્થંકર ભગવાનના ચરણની સેવાની ધારપર, રહી શકતા નથી, જ્યારે તરવારની ધારપર ચાલતા અનેક બાજીગરો નજરે પડે છે. આવી દુર્લભ સેવા જ્યાં સુધી આપણા ભવનો અંત આવ્યો નથી ત્યાંસુધી આપણને સદાકાળ મળતી રહે એવી ઇચ્છા રાખવાથી અને પ્રભુ પાસે તેવી યાચના કરવાથી તે મેળવવા આપણે ભાગ્યશાળી થઇશું, અર્થાત્ આપણું વર્તન તીર્થંકરભગવાને પ્રરૂપેલા માર્ગને અનુસરતું થશે અને પ્રાન્ત ઈષ્ટફળની પ્રાપ્તિ થઇ ભવવિચ્છેદ પણ થશે. | ઇતર દર્શનમાં અને જૈનદર્શનમાં શું તફાવત છે તથા દેવ, ગુરૂ, ધર્મ ઉપાસ્યરૂપે કોણ હોઇ શકે એ જણાવતાં લેખો: માનવમાત્રને કાંઇ ને કાંઇ ઉપાસ્ય હોય છે, કેમકે ઉદ્દેશ આગળ રાખીને જ પ્રવૃત્તિ આદરવાનો સ્વભાવ પ્રાય:માનવજાતિનો છે. માનવામાં મુખ્યતયા નાસ્તિક ને આસ્તિક આ બે પ્રકાર છે. આ પ્રકાર મુજબ તેઓની પ્રવૃત્તિમાં પણ ફેર પડી જાય છે. વળી નાસ્તિકોમાં સ્વાર્થી અને સેવાર્થી તેમજ આસ્તિકોમાં પણ સ્વાર્થી, પરોપકારાર્થી, પરલોક સુખાર્થી અનો મોક્ષાર્થી આવા ભેદ કલ્પી શકાય છે. નાસ્તિકો પરલોકાદિ માનતા નથી, એટલે તેઓની બધી પ્રવૃત્તિઓ ઐહિક હિતને આગળ ધરીને થયા કરે છે. એ ઐહિક હિતની દ્રષ્ટિ માત્ર એકલા પુરતી જેની હોય તે નાસિકને સ્વાર્થી કહેવાય અને જેની ઐહિક હિતનો દ્રષ્ટિ કુટુંબીજન, ઇષ્ટમિત્ર, જ્ઞાતિ, કુલ, Page #100 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સમાજ, દેશ, માનવજાતિ, અને સમસ્ત પ્રાણીમાત્ર સંબંધી હોય, તેને સેવાર્થી નાસ્તિક કહેવાય. જે આસ્તિક મહાશય દેવ, ગુરુ, ધર્મનો પણ. ઉપયોગ પોતાના ઐહિક સ્વાર્થ માટે કરે છે. તે સ્વાર્થી કહેવાય, બીજા માટે કરે તે પરોપકારાર્થી ગણાય, પરલોકમાં આપણને પીગલિક સુખ મળે એવા હેતુથી જે આસ્તિક-શિરોમણી () દેવ, ગુરૂ, ધર્મનો ઉપયોગ કરે તે પરલોકસુખાર્થી ગણાય અને જે માત્ર મોક્ષની દ્રષ્ટિથી જ દેવ, ગુરૂ, ધર્મની ઉપાસના કરે તે મોક્ષાર્થી કહેવાય. એમ ઉદિષ્ટમાં ચાહે જેટલાં ભેદ હોય તો પણ માનવમાત્રને કાંઇ ને કાંઇ ઉપાસ્ય હોય છે એ વાત સ્પષ્ટ છે, કારણ કે- “પ્રયોજનમદિશ્ય ન મદોડપ પ્રવર્તત ” એટલે કાંઇક પ્રયોજન વગર નિબુધ્ધ પણ પ્રવૃત્તિ કરતો નથી. હવે અહીં જોવાનું એ છે કે-પ્રવૃત્તિ સારી કઇ અને ખોટી કઇ. સારી દુનિયા માને છે કે-સ્વાર્થી પ્રવૃત્તિ ખોય, તો પણ આસ્તિકની સ્વાર્થી પ્રવૃત્તિ કેટલાક અંશે સારી ગણાય છે. પણ થોડા સુક્ષ્મ વિચારથી એમ જણાઇ આવશે કે- દેવ, ગુરૂ, ધર્મની ઉપાસના મોક્ષ કે પરલોક સુધારવા માટે હોવાથી પીગલિક સ્વાર્થ માટે તે કરવી એ ખોટું છે. એટલું જ નહિ પણ સ્વાર્થી નાસ્તિક કરતાં પણ એવો સ્વાર્થી આસ્તિક ઘણીવાર વધારે ભુંડી નિવડે છે, કેમકે-નાસિક સ્વાર્થી ઘણાંને દુઃખ આપીને પોતે ડુબશે, જ્યારે આસ્તિક સ્વાર્થી બીજાને દુઃખ આપતો નહીં હોય તો પણ પોતે ડૂબી બીજાને પણ ડૂબાવવામાં કારણરૂપ થાય છે, કારણ કે-કામ્યભકિતનો ખોટો દાખલો તે દુનિયાની આગળ ધરે છે. ઐહિક પૌગલિક સ્વાર્થની દ્રષ્ટિ ખોટી એ બધા કબૂલ કરે, પણ તે દ્રષ્ટિથીજ દેવ, ગુરૂ, ધર્મનો ઉપયોગ કરનારને કેટલાંક સારા ગણે છે પણ, એ મહામિથ્યાત્વ છે. એથી ઢોંગ વધે છે અને સ્વપર હાનિ મોટા પ્રમાણમાં થાય છે. એટલે આસ્તિનો સ્વાર્થ નાસ્તિકના સ્વાર્થ કરતાં પણ વધારે અનર્થકારી છે. ધર્મના નામે એ અનર્થ દુનિયામાં ચાલ્યા કરે છે, એટલે નાસિકના સ્વાર્થની જેમ આસ્તિકનો એ સ્વાર્થ સામાન્ય જનતાની આંખે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ચઢતો નથી. એ અનર્થકારી સ્વાર્થનો ખ્યાલ શ્રી જિનશાસને ઘણી સારી રીતે આપ્યો છે. સ્વાર્થના આ ભેદો ઓળખવા એય સમ્યજ્ઞાન છે. તેવા સ્વાર્થનો સાચો તિરસ્કાર આવવો એ સમ્યગદર્શન છે. આ બન્ને સ્વાર્થીને છોડી દઇ માત્ર મોક્ષ મેળવવા માટે જ સંયમ પ્રવૃત્તિ આદરવી એ સમ્ય ચારિત્ર છે અને એવી પ્રવૃત્તિ ઇચ્છાનિરોધથી ઉજાળવી એ ઇચ્છાનિરોધને સમ્યક્ તપ કહેવાય. વારૂ, સેવાર્થી નાસ્તિકો સ્વાર્થ કેટલાક અંશે મૂકી દે છે તેથી સારા લાગે છે પણ તેઓની બધી પ્રવૃત્તિઓ કુટુંબીઓ, જ્ઞાતિજનો, મિત્રો, સમાજબાંધવો કે દેશબંધુઓ અને સમસ્ત માનવો કે પ્રાણીઓના ઐહિક સુખના લીધે જ હોય છે. તેઓ સેવાકાર્ય ઘણું કરે છે, પણ તે સ્વપઘાત નિવડે છે, કેમકે-પદુગલિક ચીજ માત્ર નાશવંત હોઇ તેની લાલસાથી કરેલી સેવા પણ પરિણામે આત્મઘાતક હોય છે. આસ્તિક પરોપકારાર્થી પણ એજ રીતે નિષ્ફળ નિવડે છે. કેમકે દ્રવ્ય પરોપકાર લાભકારક હોય છે એમ કાંઇ નક્કી નથી. આ જમાનામાં નાસ્તિક સેવાર્થી અને આસ્તિક પરોપકારાર્થી સંખ્યામાં ખૂબ વધ્યા છે અને તે સારા ગણાય છે, એ મામિથ્યાત્વ છે. જનસેવા એજ ઇશ્વરસેવા અને દ્રવ્ય પરોપકાર એ જ મહાધર્મ છે, એવી માન્યતા જુદા જુદા ધર્મોની છે. જિનશાસનમાં તેવાં વિવેકહીન ધર્મોને મિથ્યાત્વ ગણવામાં આવ્યું છે. કેટલાંક ધર્મગ્રંથોમાં પરલોકમાં સુખ મળે એ હેતુથી નીતિ અને ધર્મ આચરવાની ભલામણ, ખુલ્લી રીતે કરવામાં આવેલી છે, પણ એ કાંઇ ધર્માચરણનું ધ્યેય હોઇ શકતું નથી એવી જિનશાસનની માન્યતા છે. મોક્ષના હેતુથી જ ધર્માચરણ કરવું. મોલ ન મળ્યો તો પરલોક જરૂર સુધરશે, એટલે સ્વર્ગાદિમાં અથવા મનુષ્યગતિમાં પણ સુખાનુકૂળ સામગ્રીમાં જન્મ થશે. ન દ્રષ્ટિએ વિચાર કરતાં મોક્ષાર્થીનો શિવાય બીજ ખોટા છે, એ ઉપરના વિવેચન પરથી ખુલ્લું થાય છે. નાસ્તિક સ્વાર્થી તો નિંદ્યજ છે પણ નાસ્તિક સેવાર્થી, ખાસ્તિક સેવાર્થી, પરોપકારાર્થી અને પરલોક સુખાર્થી આ બધા સાચા વિવેકથી પર હોવાને કારણે જૈન શાસનમાં મિથ્યાત્વી કી નથી. છે. એ મહા પરોપકારાથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૯૫ ગણાય છે. આ મિથ્યાત્વને પુષ્ટ કરનારૂ જ્ઞાન જ્ઞાન નથી, દર્શન દર્શન નથી અને ચારિત્ર ચારિત્ર નથી. મિથ્યાત્વી ઉદ્દિષ્ટથી જે કષ્ટોને વેઠે છે તે તપ નથી.-તે વગરનું જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર અને સમ્યકૃતપ હોય છે તેજ જૈનોને માટે ઉપાસ્ય છે. મોક્ષનું જ્ઞાન, મોક્ષ મેળવી આપે એવું દર્શન, મોક્ષસાધક ચારિત્ર અને મોક્ષદાયક તપ એ સિવાય સર્વોત્તમ, દુનિયામાં બીજું શું હોઇ શકે એમ છે ? એવા રત્નત્રય અને તપમય ધર્મની પ્રસ્થાપના જેઓએ કરી તે શ્રી અરિહંતદેવો, તે ધર્મની પ્રરૂપણા જે આચાર્યોએ અને ઉપાધ્યાયોએ કરી તે ધર્મગુરૂઓ, જે મહાત્માઓએ તે ધર્મનું પાલન કરી યુકિતપદ મેળવ્યું તે સિધ્ધો અને જે મહાપુરૂષો તે ધર્મને સંપૂર્ણતયા આચરણમાં મૂકે છે તે સર્વ શ્રી નવપદમાં છે. દુનિયાભરમાં મુમુક્ષુ માટે જે સારામાં સારૂં અને આવશ્યક હોય છે તેનો સમાવેશ શ્રી નવપદમાં છે. આ શ્રી નવપદના સંસ્થાપક અને પ્રરૂપકોને ભૂરિ ભૂરિ વંદના. હું એજ ઇચ્છું છું કે-શ્રી નવપદની આરાધના કરવાની પાત્રતા મારામાં આવે અને શ્રી નવપદારાધનનો મનોરથ સફળ થાય. દુનિયામાં મુમુક્ષુ જીવોની સંખ્યા કાંઇ ઓછી નથી, પણ મોક્ષની ઇરછા હોવા છતાં પણ સંખ્યાબંધ જીવો વિરુદ્ધ માર્ગે જાય છે. મોક્ષ સાધવા માટે દેવ, ગુરૂ, ધર્મની સાચી કલ્પના આવવી જોઇએ. એ કલ્પના આવ્યા પછી પણ અંતરાયર્મના લીધે કે બીજી ખામીઓના કારણે જીવ મોક્ષક્રિયા કરી ન શકે એમ બને, પણ દેવ, ગુરૂ અને ધર્મની યોગ્ય કલ્પના નહિ આવવી એ મોટામાં મોટી ખામી છે. લાયકાત હોવા છતાં પણ દેવ, ગુરૂ અને ધર્મની ખોટી કલ્પના લઇને ઘણા જીવો અવળે રસ્તે દોરાય છે એમ આપણે જોઇએ છીએ. પોતાને દેવ તરીકે ઓળખાવનાર, ગુરૂ તરીકે કહેવડાવનાર અને કોઇ પણ માર્ગને ધર્મ તરીકે ઉપદેશનારાઓની ફરજ કેટલી મોટી છે તે સ્પષ્ટ છે. સુદેવ જેમ ઘણા જીવોના તારણ માટે કારણ બને છે તેમ કુદેવ ઘણા જીવોને હાનિ પહોંચાડવા સાધનીભૂત થાય છે. એટલે બધા દેવો સરખા છે એ માન્યતા માર્ગભ્રષ્ટ કરનારી છે. તમે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સકર્મશીલ છે તો કોઇ પણ દેવ તમને તારક થશે એમ કહેવું એ પણ એકદમ ભૂલભરેલું છે. દેવ વગર પણ ચાલે, એ કલ્પના તો તદન નકામી છે. ગુરૂની બાબતમાં પણ એમ જ કહેવાય. સદગુરૂ તો જીવતા-જાગતા દેવરૂપ છે. અજ્ઞાનોને માટે પણ સદ્ગુરૂ તારક બને છે અને કુગુરૂના યોગે લાયક જીવ પણ લાયકાત ગુમાવી બેસે છે. લાયકને સદગુરનો યોગ વખતસર મળ્યો તો બેડો પાર છે. કેટલાક આત્માઓને સદુધર્મનો ખ્યાલ કુદરતી હોય છે અથવા સુદેવના સુદર્શનથી, સદ્ગરના યોગથી કે સદ્ધર્મના વાંચન, શ્રવણ અને મનનથી ખ્યાલ આવી જાય છે. પણ ભવિતવ્યતા સારી ન હોય તો સદુધર્મનો કુદરતી ખ્યાલ પણ કુદેવ, કુગુરૂ અને કુશાસના યોગથી ભૂંસાઈ જાય છે અને જીવ મિથ્યાત્વમાં ફસે છે. અભવી જીવને તો સુદેવ, સદ્ગુરૂ અને સચ્છાસનો યોગ પણ ફળવાનો નથી અને કુદેવ, કુગુરૂ અને કુશાસનો સરખો મેળ સરખાને મળવાનો, એટલે દેવ, ગુરૂ, ધર્મનું સ્વરુપ જાણવા ઉપર જ જીવોનું ભાવી સારૂં થશે કે નરસું થશે એ વાત નિર્ભર છે. દેવ, ગુરૂ, ધર્મને પારખવાની શક્તિ જે જીવોમાં હોય અને જે જીવો તે શકિતનો ઉપયોગ રાખી ધ્યેય તરફ કુચ કરવા જેટલી હિંમત ધરાવતા હોય, તેઓને ભૂરી ભૂરી વંદના હેજો. ધ્યેય પ્રાપ્ત કરવાની શક્તિ કદાચ ન હોય, પણ જે જીવોનું સમક્તિ શુદ્ધ હોય તે પણ વંદનીય મનાય, કેમકે યદ્યપિ તેઓ આદર્શ નથી છતાં તે માર્ગજ્ઞાતા તો ખરાજ. બીજાને અવળે માર્ગે લઇ જવામાં કારણ તો તે નહીં જ થવાના. પણ જે જીવોમાં દેવ, ગુરૂ, ધર્મને પારખવાની શક્તિ નથી એવા અસંખ્ય જીવો દુર્ગતિમાં જાય છે. તે જીવો જો મહત્ત્વાકાંક્ષી હોય તો બીજાઓને પણ અવળે માર્ગે લઇ જવા મથે છે. કુગુરૂઓ કુશારા પ્રરુપે છે અને કુદેવની ભકિત પ્રવર્તાવે છે. તેઓના મિથ્યાત્વી ભકતો અધર્મનો પ્રચાર કરે છે. આ અધર્મના કારણે પણ જીવો દુર્ગતિ પામે છે. લૌકિક સુખને માટે જે અધર્મ થાય છે તેના Page #104 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કરતાં મિથ્યાત્વી ધર્મોના કદાગ્રહમાં વધારે અધર્મ થાય છે. એમ કહેવું અતિશયોકિતભર્યું નથી. પછી ભલે તે કથન ઘણાખરા ધર્મી કહેવડાવનાર લોકોને ઘણું ખોટું લાગે. તેથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શાસનપ્રેમીઓ જ હાલમાં સુદેવ, સુગુરૂ અને સચ્છાસનું યોગ્ય સ્વરૂપ સમજ્યા છે, એમ હું કહેવા માગું છું. મારું કહેવું કદાચહભરેલું કે પક્ષપાતવાળું નથી એ હું અહીં ટુંકામાં સિદ્ધ કરૂં છું. સુદેવ, સદ્ગુરૂ અને સચ્છાને માનનારા તરીકે જે દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી અને સુધારકો કહેવાય છે તેઓનો જ વિચાર પ્રથમ કરીએ. દિગંબરો પાસે સર્વજ્ઞપ્રણીત સારા છે જ નહિ. જિનાગમનો વિચ્છેદ થયો છે એમ સમજી તેઓ પંડિતોના જ ગ્રંથો પ્રમાણ માને છે, પણ આપણે જાણીએ છીએ કે-કેટલાંક આગમો વિચ્છેદ ગયાં છે તો પણ જિનાગમો મૌજૂદ છે. તે સૂત્રોને દિગંબરો માનવા ઇચ્છતા નથી અને જેને તેને માનવા લાગ્યા છે. તેથી તે ઉસૂત્રપ્રરૂપક બન્યા છે. નગ્નત્વ વગર મોલ નથી, એ વચન સર્વજ્ઞનું હોઇ શકે જ નહિ. મનુષ્યગતિના ભવ્યજીવો મોક્ષ મેળવવા માટે લાયક છે, એ અનંતજ્ઞાનિઓનું વચન છે, તેથી સ્ત્રી મોક્ષ માટે નાલાયક છે એવું પક્ષપાતી વચન સર્વજ્ઞ વીતરાગ ભગવાનના શાસનમાં હોયજ નહિ. તીર્થકર કવલાહારી હોતા નથી-એમ માનવાનું પણ અયુકિતક છે, કારણ કે દેહ હોય છે ત્યાં સુધી પણ યોગો હોય છે એટલે કવલાહાર લેવામાં જ માત્ર ત્રણ યોગ ચાલુ રહે છે અને તેથી કષાયતા આવે છે એમ પણ માનવાનું કારણ નથી. વલાહાર લઇને પણ વીતકષાયતા સંભવે છે. મૂર્તિને અલંકાર ચઢાવ્યા માત્રથી તે વીતરાગ ભગવાનમાં સરાગતા આવી જાય છે, એ કથન તદન ભૂલભરેલું છે. ટુંકમાં એમ કહી શકાય કે-દિગંબરોએ ઉસૂત્રપ્રરૂપણા ચલાવી શાસનની ઘણી હાનિ કરી છે. દિગંબરોના કદાચહથી મુનિસંસ્થા નિર્બળ થઇ. સ્ત્રી મોક્ષને માટે અનધિકારી છે એમ ઠરાવતાં સાધ્વીઓ ન થઇ એટલે ચતુસંઘ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દિગંબરોમાં રહ્યો નથી. ચક્ષુ, અલંકારાદિમાં સરાગતા માનીને જૈનોમાં ઝઘડા પેદા કીધા. નગ્નત્વની હઠથી ન સાધુઓ આચાર જિનાગમ મુજબ પાળી શકતા નથી અને જૈનધર્મની પ્રભાવના પણ થઇ શકતી નથી. વૈદિકોના વર્ણાચારનો સ્વીકાર કેટલાક અંશે કરીને જનોમાં અનેક ઉપજાવવાના પણ દિગંબરો કારણભૂત થયા. સ્થાનકવાસિઓ એ પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞાનો ભંગ કરીને સ્વચ્છેદ ચલાવી જિનશાસનને વગોવ્યું છે. જ્યાં સુધી માણસ સંસારમાં છે અને શરીરવિભૂષા કરે છે ત્યાં સુધી જિનબિંબની પૂજા સેવા કર્યા વગર રહેવું એ તેના માટે પાપ છે. આ પૂજાસેવામાં જે હિંસાદિ થતું હોય તે લૌકિક વ્યવહારમાં થતાં હિંસાદિ પાપોનું પરિપાન કરવા ઉપયોગી થાય છે. તેમજ સામાન્ય શૌચનું પાલન પંચમહાવતધારિઓને પણ કરવું જોઇએ અને તે માટે અમુકાયાદિની કેટલીક હિંસા થાય છે એવો બચાવ કરવો ખોટો છે. સાધ્વીઓની મર્યાદા પણ રથાનકવાસીઓ પાળતા નથી, એ જિનાજ્ઞાનો ભંગ છે અને કેટલાક અંશે આચારહીનતા પણ છે. સમાજસુધારક કહેવડાવનારાઓ તો લૌકિક વ્યવહારને મહત્ત્વ આપી અનંતજ્ઞાનિઓની આજ્ઞાઓનો અનાદર કરવામાં જ સુધારણા માનવા લાગ્યા તેથી સુધારણા થવાને બદલે ધર્મની વિરાધના જ થવા માંડી છે, એ ખુલ્લું દેખાય છે. માત્ર સાધુ અવસ્થામાં જે આચાર અમુક પધ્ધતિએ યોગ્ય ગણાય તેનો ઉપદેશ ગૃહસ્થોને પણ કરી તેરાપંથીઓએ સેવાપૂજા, દયાદાનાદિક ધાર્મિક આચારનો લોપ કર્યો, એ ધર્મની મોટી વિરાધના છે. કેટલાંકોને ધર્મ જોઇતો જ નથી. તેમાં વળી આવા ઉપદેશકો મળ્યા એટલે પુછવું જ શું તેરાપંથીઓ દિન પ્રતિદિન વધતાં જાય તો એમાં કાંઇ નવાઇ નથી, કેમકેધર્મના નામે સંગ્રહ, પ્રમાદાદિ ઘણાં પાપો તેઓ ખૂબ પ્રમાણમાં આચરી શકે છે. વૈદિકોએ હિસા, પરિગ્રહાદિ પાપો જેમ ધર્મના નામ પર વધારી મિથ્યાત્વનો ફેલાવો કર્યો તેમજ દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી અને સમાજસુધારકોની વાત છે. સર્વજ્ઞના ત્રીકાળાબાધિત શાસનમાં સુધારાને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જગ્યા કયાં છે ? સર્વજ્ઞના શાસનને અનુસરીને જો કાંઇ સુધારણા આવશ્યક હોય તો તેની ના નથી, પણ સ્યાદ્વાદ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નામે આ લોકો સ્વચ્છંદ પ્રવર્તાવવા લાગ્યા છે. વૈદિકોમાંના દ્વૈત, અદ્વૈત, સાંખ્ય આદિ મતવાળા અને શૈવ, વૈષ્ણવ, શાકતાદિ પંથવાળા આમ એકાંતિક બની મિથ્યાત્વી બન્યા છે. ક્રિશ્ચિયન, પારસી, બૌદ્ધ, શીખ, મહંમદી આદી ધર્મવાળાઓએ પણ એકાંતમત પ્રરૂપ્યો છે. સર્વશ ભગવાનના જિનશાસનમાં દેવ, ગુરૂ, ધર્મનું સ્વરપ વી રીતે યુક્તિસંગપણે પ્રરૂપેલું છે તેવી રીતે તે બીજાકોઇ પણ ધર્મ કે પંથમાં પ્રરૂપેલું નથી. તેથી જ આજના બુધ્ધિવાનો પોતપોતાના ધર્મની વિરુધ્ધ બળવો કરી રહ્યા છે. ખેદની વાત એજ છે કે-તેઓ જેમ મિથ્યાત્વી ધર્મોનું ખંડન કરવામાં પુરૂષાર્થ બતાવે છે તેમ અનંતજ્ઞાનિઓના જિનશાસનની યુક્તિસંગતતા જોઇ તે સેવવામાં પુરૂષાર્થ આદરતા નથી. જૈનાચાર પાળવાનો પુરૂષાર્થ કદાચ નહીં થતો હોય તો પણ ગ્રંથપ્રસારના આ માનામાં સાચા ખોટા ધર્મનો વિવેક કરવા જેટલી મહેનત લેવામાં કાંઇ પણ હરકત જેવું નથી. વ્યકિતસ્વાતંત્ર્ય આ માનામાં સાચો ધર્મ ગમ્યા પછી તેમ ખુલ્લી રીતે કહેવાની અને શક્તિ મુજબ તે આચરવાની હિમત બતાવી શકાય તેમ છે. વૈદિકોના કરોડો દેવ, ભિન્ન ભિન્ન કક્ષાના ગુરૂઓ અને ધર્મના ભિન્ન ભિન્ન અભિપ્રાય એજ સુચવે છે કે-વૈદિક શાસનને કોઇ જ્ઞાની શાસ્તા જ નથી. પછી એવું ધર્મશાસન માનવા લાયક કેમ બને ? બૌધ્ધ ધર્મના દેવ બુધ્ધ, ગુરૂઓ ભિક્ષુભિક્ષણી અને બુધ્ધ તથા બૌધ્ધાચાર્યોનાં વચનો એજ ધર્મ એટલે તે પણ એકાંતિક ધર્મ બન્યા. પિશ્નનો, પારસીઓ, મહંમદીઓ અને યહુદીઓ આકાશમાંના અદ્રશ્ય દેવને માને છે અને યેશ્ ઝરક્રૃષ્ટ, મહંમદ અને ભિન્ન ભિન્ન જ્ઞાનાનાં પ્રેષિતોએ કીધેલા વચનોને અનુક્રમે પ્રમાણ ધર્મ માને છે. પાદરીઓ, દસ્તુરો, ફકીરો વિગેરે અનુક્રમથી તેઓનાં ગુરૂઓ છે. એ રીતે ઉપર ઉપરથી જોતા પણ નિશાસનના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અનંતજ્ઞાનિઓએ નિરૂપણ કરેલ દેવ, ગુરૂ, ધર્મના સ્વરૂપની સાથે બીજા ધર્મોથી પ્રણિત દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ સરખામણિમાં ઉતરી શકે એવું નથી જ. જનોને આટલું ભાગ્ય પરંપરાથી જડ્યું છે તો પણ કેટલાંક જનો તેની અશાતના કરે છે અને નેતરો સર્વજ્ઞપ્રણિત દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ જાણવા જેટલી પણ દરકાર સેવતા નથી એ તેઓના માનવપણાને પણ. કલંકભૂત છે. કદાચ મૂકી દઇને કોઇ પણ વસ્તુનો સ્વીકાર કરવા જેવો હોય તો તે ધર્મ જ છે, પણ દુઃખ એ છે કે-ધર્મની બાબતમાં કદાચ સેવાય છે, તો પછી દેવ, ગુરૂ, ધર્મનું સાચું સ્વરૂપ કેમ સમજાય ? અને તે સમજ્યા વગર સુખ શાંતિ મળવાની નથી એ વાત નિ:સંશય છે. જીવન પ્રગતિ : માર્ગાનુસારી, સમકિતધારી અને પંચાણુવતધારી બનવા માટે બાહ્ય સંયોગો ઉચિત લાગ્યા એટલા માટે જ હુ તેમ બનું છું. માત્ર દ્રવ્ય થકી. ભાવ થકી બનવાનું મારા પુરૂષાર્થ પર અને સારી ભવિતવ્યતા પર નિર્ભર છે. તે કયારે થશે એ કેવળી જાણે. અત્યારે તો માર્ગાનુસારીપણાના પાંત્રીસ ગુણો યોગ્ય પ્રમાણમાં મારામાં નથી, અને મિથ્યાવાસના ઘણી બાકી છે. હજુ વિષય આકર્ષે છે, કષાયો તીવ છે, લૌકિક કાર્યોમાંથી પણ ધર્મબુદ્ધિ ગઈ નથી, જુદા જુદા ધર્મોના દેવ, ગુરૂ, ગ્રંથાદિ માટે પૂજ્યબુદ્ધિ મનમાં વસે છે અને ક્લિાગમોનું જ્ઞાન નહિ ધું જ છે. સંસાર અસાર લાગે છે અને જેનધર્મ સર્વશ્રેષ્ઠ લાગે છે એમાં શંકા નથી. એ ભાવનાના આધારે દ્રવ્ય થકી પંચાણુવતધારી બનવાનું મનોવૈર્ય એ આશાથી જ કરી રહ્યો છું કે-મારૂં બધું મિથ્યાત્વ વિનાશ પામશે, નહિ તો પંચાણુવતો પાળવાં એ કાંઇ બાળચેષ્ટા નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ગુણોની મહત્તા બધા માનવી ગાય છે અને તેનું પાલન કરી રહ્યાનો ડોળ ઘણાખરા કરે છે, પણ વિવેકપૂર્વક પ્રમાણિકતાથી આ ગુણોનું પાલન કરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. સમકિત તો ગુણરાજ છે. સમક્તિ આવ્યા પછી કષાયાદિ દોષો પણ ગુણ નીવડે. તેની ગેરહાજરીમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ગુણો પણ દોષરૂપ થાય. ત્યાગ શ્રેષ્ઠ છે, એ વાત સર્વસંમત છે. ત્યાગ એજ ધર્મનો આધાર છે અને લૌકિક બાબતોમાં પણ એમ જ જોવામાં આવે છે કે-ત્યાગી માણસ વધુ સમર્થ અને સુખી હોય છે. એટલે લૌકિક બાબતોમાં મહત્તા મેળવવા માટે ત્યાગ અમુક અંશે આદરી કષ્ટ વેઠવાની ભલામણ બધા કરે છે અને ધણાખરા તેમ વર્તવાનો શ્રમ પણ કરે છે. જે શ્રમ સેવતા નથી તે નિાય છે : આળસુ, નાદાન, નિકમ્મા કહેવાય છે. પણ લોકોત્તર ધર્મની બાબતમાં એથી ઉલટો પ્રકાર જોવામાં આવે છે. ત્યાગની વાતો તો બધા કરે છે, પણ ત્યાગ વગર જેટલો ધર્મ આરાધાય તેટલો જ આરાધવાનું પસંદ કરે છે. જેમ કષ્ટ વેઠ્યા વગર સંસારમાં સફળતા મળતી નથી, તેમ ધર્મમાં પણ ત્યાગ વગર સફળતા મળતી નથી, છતાં નતાને ધર્મની કાંઇ ગરજ નહિ હોવાથી કષ્ટ વેઠ્યા વગર પણ ધર્મની આરાધના થાય એમ માને છે. તે માન્યતાને લીધે ઘણા મિથ્યા મતો ફેલાયા છે. અનંતજ્ઞાનિઓએ શ્રી જિનશાસન પ્રરૂપતાં એવી ખબરદારી લીધી છે કે-મિથ્યાત્વને સ્થાન નહિ મળે, તો પણ નામધારી જૈનો મિથ્યાત્વને પોષે છે, એ ખેદની બીના છે. દેવ, ગુરૂ અને શાસ્ર આ ત્રણ ત્યાગના સ્ત્રોતો છે. આ સ્ત્રોતો જો ઉગમથી દૂષિત હોય તો તેના પ્રવાહના કાંઠે રહેનારને એટલે અનુયાયીઓને શુદ્ધ ત્યાગ ગમે જ નહિ. ઘેર સાચવીને ધર્મ થાય, દેહ પોષીને પણ આત્માને ખીલવાય આવી આવી જે ખોટી કલ્પનાઓ સમામાં ફેલાઇ છે, તે બધી આ મિથ્યાત્વને લીધે જ છે. દેવને કષાયી, પાધિવાળા, પક્ષપાતી અને સરનાર માનવામાં આવ્યા. ગુરૂ, સંસારીઓને લૌકિક બાબતોમાં પણ સલાહ આપનારા, તથા પોતે ઘરબારી, મઠપતિ અને સ્વચ્છંદથી પ્રરૂપણા કરનારા હોય છે. આવા કોઇ પણ સાધુએ અને પંડિતે લખેલા ગ્રંથો ધર્મશાસ્ર મનાય છે. એટલે દુનિયામાં અસંખ્ય ધર્મગ્રંથો, ધર્મગુરૂઓ અને દેવ સંબંધી કલ્પનાઓ પ્રસાર પામેલી છે, ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છતાં ઘણાખરા લોકો ત્યાગના વૈરી જણાય છે. એવી રીતે ત્યાગના સ્ત્રોતો જ્યાંથી સ્ત્રવે છે, તે દેવ, ગુરૂ શાસ્ત્રનાં ઉગમો જો અવિરતિથી દૂષિત થયેલ હોય તો પછી અનાદિ કાળથી જડથી જકડાએલા સંસારી જીવો ત્યાગ કેમ પામશે ? અનંતજ્ઞાનિઓએ શ્રી જિનશાસનની અનુપમ યોજના અખંડ અને શુદ્ધ રાખી, ભવી જીવોને વિરતિ પમાડવાની વ્યવસ્થા પરમ ઉપકારબુકિએ કરેલી છે. સર્વજ્ઞ ભગવાનોએ આ યોજના ઘડી એટલે તે તીર્થકરો કહેવાય છે. શ્રી જિનશાસન ભવી જીવોને તારે છે તેથી તે તીર્થ કહેવાય છે અને એ તીર્થના પ્રવર્તકો તીર્થકર કહેવાય છે. આ તીર્થકરો કોઈ મહંમદી, પિસ્તી, પારસી, યહુદી, શિખ, આર્યસમાજી આદિ મતવાળાના કલ્પિત ઇશ્વરની જેમ નિર્ગુણ, નિરાકાર, સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને લય કરનારા હોતા નથી, તેમજ વૈદિકોની માન્યતા મુજબ ફરીથી અવતરનારા પણ હોતા નથી. તેઓ અન્ય જીવોની જેમ ભવભ્રમણ કરી મુકત થયેલા હોય છે. પૂર્વની પરમ ઉપકારબુદ્ધિથી મુક્તિનો માર્ગ તેઓ બતાવે છે, એજ એની વિશેષતા છે. પોતે મુકિતને જાણીને અને ભવભ્રમણનો અનુભવ લઇને જ તેની પ્રરૂપણા કરે છે. મુકિત મેળવ્યા પછી ફરી તે સંસારમાં સગુણ રૂપે આવતા નથી, છતાં આદર્શરૂપે ભવ્ય જીવોને માર્ગદર્શક બન્યા જ કરે છે. દુનિયા અનાદિ અનંત હોવાથી તેની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવા માટે કોઇની જરૂર હોતી નથી અને એ કામ તીર્થકર અને સિદ્ધ જવા ઇશ્વરો કરતા જ નથી. એવું શુદ્ધ સ્વરૂપ તીર્થંકર અને સિકનું હોવાથી તેઓની સેવાપૂજામાં પણ શુદ્ધતા રાખવી પડી છે. ચર્ચામાં જેમ લૌકિક કાર્યો કરી શકાય, મજીદોમાં જેમ રહેવાય, હિદું દેવાલયો જેમ ઘરની માફક વાપરી શકાય, અગ્યારીઓમાં જેમ અગ્નિ સળગાવાય તેમ જિનાલયમાં કાંઇ પણ કરી શકાય નહિ. ત્યાં તો સેવા-પૂજા વગર કાંઇ પણ થાય જ નહિ. સેવા પૂજાની વિધિ પણ કેટલી વિશુદ્ધ ! સારામાં સારી ચીજો ત્યાં લાવી પ્રભુને Page #110 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૦૩ અર્પાય, પણ પ્રસાદી તરીકે તેનો ભોગવટો ભકતો નહિ કરી શકે. જુદી જુદી ચીજો અર્પવામાં મોક્ષપ્રાપ્તિનો જ હેતુ હોય. ઇશ્વરની મૂર્તિ થાય નહિ એવો આગ્રહ નથી, તેમજ મનુષ્યના જુદા જુદા વિકારોને પોષણ મળે એવી મૂતિઓને પણ પ્રભુના નામે કરવાનો નિષેધ શ્રી જિનશાસને કરેલો છે. જિનાલયો અને તીર્થક્ષેત્રો એટલે મુકિતની સાધનાનાં ધામો. લૌકિક હેતુ સાધવાનો ત્યાં ઇરાદો રખાય નહિ. પારલૌકિક ઉદ્દીષ્ટ પાર પાડવા માટે શ્રી જિનાલયોની યોજના છે. શ્રી જિનમંદિર અને તેની સેવાપૂજા માટે શ્રી જિનશાસ્ત્રમાં ઉચિત વિધિ ઠીક ઠીક કહેવાએલો છે. તે જડ છે તેથી કરીને જ શ્રી જિનમંદિરો અને સેવાપૂજાની જૈન પ્રણાલી દુનિયામાં વખણાય છે. દેવદ્રવ્યની યોજના તો એકદમ અનેરી જ છે. જુદા જુદા ધર્મના લોકો જે દાન આચરે છે તે સમાજનાં ધાર્મિક મનાતાં કામોમાં ખર્ચાય છે, પણ શ્રી જિનમંદિરમાં જે ચીજો આવી તે બધી માત્ર શ્રી જિનબિંબ અને શ્રી જિનમંદિરો માટે જ ખર્ચી શકાય છે. આથી શ્રી જિનમંદિરો આલેશાન બને છે અને તેની કલા દુનિયાભરના લોકોને આકર્ષે છે. આ દેવદ્રવ્યને બીજા કાર્યોમાં વાપરવું, એ મહા પાપ મનાય છે તેમજ તે વધારવું એ મહા પુણ્ય મનાય છે. દેવદ્રવ્ય માટે અનીતિથી કમાયેલું ધન આપવાનો નિષેધ કરવામાં આવ્યો છે. લખ્યું છે કે- જિણવર આણારહિયે વધારતાવિ કેવિ જિણવ્યું | બુડંતિ ભવસમુદ્ર, મૂઢા મોહેણ અન્નાણી || શ્રી જિનની આજ્ઞાનો ભંગ કરીને એટલે અનીતિથી જે કોઇ નિદ્રવ્ય વધારશે, તે અજ્ઞાની મૂર્તો ભવસાગરમાં ડૂબશે. એટલે જુદા જુદા મતના શ્રીમંતો અનીતિથી કમાયેલી સંપત્તિ પાપ ધોવા માટે જેમ મંદિરો બાંધવામાં વાપરે છે, મજીદો અને ચર્ચાને આપે છે, તેમ શ્રી જિનશાસનમાં થઇ શકે જ નહિ. એટલે ધર્મ જૈન નીતિમાન હોય જ. જનની બાબતમાં અનીતિ સંભવે જ નહિ. ખ્રિસ્તીઓના ધર્મગુરૂ પાદરીઓ અને નન્સો ભારે વેતન લઇને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મોપદેશનું કામ કરે છે, એટલે જુદા જુદા સત્તાધારીઓની જેમ તેઓ પણ સ્વચ્છેદી અમલદારો હોય છે. બીજા પણ કેટલાક ધર્મોમાં ગુરૂપદ ભોગવનારા ભોગી અને કંગાલ હોય છે. ધર્મગુરૂઓની ચારિત્રહીનતા અને જુલ્મના લીધે પોપશાહી અને ખિલાફતની વિરૂધ્ધ વળવા તેના અનુયાયીઓએ જ કહેલ છે. પિસ્તી અને મહંમદી ધર્મગુરૂઓએ માનવજાતિને સૈકાથી કેટલી પીડા આપી છે તેની સાક્ષી ઇતિહાસ આપે છે. હિંદુઓના મક્વાસી ધર્મગુરૂઓ અને બાબા વૈરાગીઓ તેમજ બૌદ્ધોનાં ભિક્ષુ-ભિલુણીઓ અને પારસી દસ્તરો કેટલાક અંશે સારા હોય છે, તો પણ તેઓ ઘરબારી હોવાથી અને અનુયાયીઓની લૌકિક ભાંજગડમાં ભાગ લેનારા હોવાથી સંયમ જાળવી શકતા નથી અને પદભ્રષ્ટ થાય છે. આવા કુગુરૂઓ અનુયાયીઓને લૌકિકવૃત્તિથી પાછા વાળી મુક્તિમાર્ગે કેવી રીતે લઇ જવા સમર્થ બનશે ? - શ્વેતાંબર જૈન ગુરુઓ મક્વાસી હોતા નથી, કંચન-કામિનીને અડતા પણ નથી, કોઇ પણ લૌકિક બાબતમાં પડતા નથી. તેઓ પાદચારી, ભિલાન્નભોજી, શ્વેતાંબરધારી, કેશલુંચનાદિ તપ કરનારા હોય છે. એવા ત્યાગી મહાત્માઓને જોઇને, મૂઢ માણસો પણ વિરતિ પામે, એમાં નવાઈ શી ? ઇતર ઇતર ધર્મમતોમાં રહેનારા ધર્મગુરૂઓ સ્વચ્છેદી અને જુલમી હોય છે તેમજ જૈન ધર્મગુરૂઓ પણ એવા હોયજ એમ કલ્પીને આજના ભણેલા કેટલાક લોકો દેવગુરૂ વિરોધી હિલચાલ કરી રહ્યા છે. આ પઠિત મૂર્ખ અને કેટલાક નાસ્તિકો ન દેવ-ગુરૂ-ધર્મના વિરોધી હોય છે, પણ એમાં કશી નવાઇ નથી. ઇશ્વરનું વીતરાગત્વ અને નિરૂપાધિકત્વ તેમજ ધર્મગુરૂઓનું નિર્ચથપણું, આ વિરતિ પમાડવાની શી જિનશાસનની યોજનામાંની મહત્ત્વની વસ્તુ છે. નશાસ્ત્રમાં સુદેવ અને સુગુરૂઓનાં જ મંડન હોય. સર્વજ્ઞ ભગવાનેજ કહાં તે પંચ મહાવ્રતધારીઓએ લિપિબદ્ધ કર્યું અને એજ સચ્છાસ્ત્ર કહેવાય. અલ્પજ્ઞોનાં જે તે ધર્મને ધર્મગ્રંથ માનીને જ લોકો અવળે માર્ગે દોરાય છે. જન જનતામાં પણ ઘણાં મતમતાંતરો થયા છે. તેનું કારણ કેટલાંક Page #112 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ્વચ્છંદીઓએ ઉત્કૃપ્રરૂપણા કરી એ છે. એ સિવાય બીજું કાંઇ નથી. જૈન ધર્મગ્રંથોમાં સાચા તપસ્વીઓનાં વર્ણનો સકલ વિશ્વનું અજબ આલેખન અને દેવ-ગુરૂ-ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ રીતે દેખાઇ આવે છે. જૈન શાસ્ત્રમાં પ્રરૂપેલું દાન મૂર્ચ્છ ઉતારનારૂં જ હોય. એ ધનની મહત્તાને વધારનારુ નથી. શ્રી નિશાસનપ્રણિત તપ, કાયકલેશ, મન:સંતાપ, એ બુધ્ધિભ્રંશ અને આત્મઘાત કરનારૂ નથી પણ આત્મશુધ્ધિ કરનારૂ છે. તે તપ વિરતી લાવે, પણ મમત્વ વધારે નહિ. આત્મશક્તિ લાવે પણ તેને ઘટાડે નહિ. શ્રી જિનશાસને નિરૂપેલું શીલ પણ સચોટ છે. ગમે તેનો આગ્રહ એ શીલ નથી, પણ વિવેકપૂર્વક કેળવાયેલું આત્મબળ એજ શીલ છે. મોહમાં ફસ્યા વગર આત્મશુધ્ધિકારી વતનિયમોનું પાલન કરવામાં શીલરક્ષણ રહેલું છે. ભાવની શુધ્ધિમાં પણ વિરતિ રહેલી છે. ૧૦૫ દુનિયામાં સુખેથી રહેવું હોય તો ખુશીથી યા વગર ખુશીથી નીતિમર્યાદાનું અવલંબન કરવું જ પડે છે. આ નીતિ ધર્મને સહાયકારી બની શકે છે પણ માત્ર નીતિ એ કાંઇ ધર્મ નથી. ધર્મનું ક્ષેત્ર લોકોત્તર છે, પારલૌકિક છે, તેથી ઇહલૌકિક હિતની સાથે ધર્મ સીધો મેળ ખાય એમ નથી. લૌકિક બાબતોમાં ધર્મ હોય જ નહિ પણ લૌકિક બાબતોની સહાયથી પારલૌકિક ધર્મ આચરવામાં આવે છે, એટલે લૌકિક લાભ હાનિ પરથી સાચા ધર્મની યોગ્યાયોગ્યતા આંકી શકાય નહિ. જૈન સાધુઓનો કાંઇ પણ ઉપયોગ લૌકિક કામો માટે હોતો નથી. શ્રી જિનમંદિર, દેવદ્રવ્ય, ઉપાશ્રયો આદિ દેવ-ગુરૂ, ધર્મની ચીજો લૌકિક કામોમાં વાપરી શકાય નહિ, એટલે જૈન ધર્મનો વિરોધ કરનારા ઘણાં છે. પણ વિરતિ પમાડવાની જૈન ધર્મની એજ અનુપમ યોજ્ના છે. વિરતિ વગર ધર્મ નથી. એ વિના પરલોક સુધરતો નથી. પરલોક એજ ધર્મનો મુખ્ય વિષય છે. ઇહલોકમાં ધર્મ આચરવાનો હોય છે પણ તે પરલોક માટે હોય છે, તેથી ઇલોકમાં શું સારૂં છું તે નહિ જોતાં ધર્મની બાબતમાં પરલોક માટે શું હિતકારી છે તે જ જોવાનું હોય છે. આ દ્રષ્ટિને સમ્યક્ કહેવાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જૈન હોવા છતાં જેઓ પરલોકને ભુલી જાય છે તેઓ સાચા જૈન નથી. કુળનું જૈનપણું તેમનામાં ભલે હોય પણ ધર્મનું જૈનપણું નથી. ધર્મના જૈનપણા વિના કલ્યાણ થાય એ તો બનવાજોગ જ નથી. જૈનકુળ સાથે સુદેવ-સુગુરૂ-સુધર્મની સુંદર પ્રકારની આરાધના કરી શકાય એવી જોગવાઇ પામ્યા છતાં, જેઓ ધર્મદ્રોહના ઘોર પાપમાં પડ્યા છે, તેઓને માટે તો કહેવું પડે કે તેઓ પાપવધારવા માટે જ જૈનકુળમાં જન્મેલાં હોય છે. આ સુધારકો તરફ દુર્લક્ષ કરીને વિરતિ પમાડવાની શ્રી જૈનશાસનની અનુપમ યોજનાનો પુરતો લાભ લઇ લેવો એજ મુમુક્ષુ જીવોને માટે યોગ્ય છે. લૌકિકને ભુલવું એજ ધર્મી બનવા માટેની યોગ્યતામાંનું પહેલું પગથીયું છે. જે ધર્મશાસન લૌકિને ભૂલવી પરલોક સુધારવાની દિશા જીવોને બતાવે છે, તેજ સર્વશ્રેષ્ઠ છે. એનેજ વિરતિ કહેવાય છે અને વિરતિ પમાડવાની શ્રી નિશાસનની યોજ્ના અનુપમ છે, એ વાત નિર્વિવાદ છે. સરલ સ્વભાવ જીવને શું કાર્ય કરે છે તે જણાવે છે જેવી સરલતા તેવી જ કૃતજ્ઞતા : પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા સર્વ ગ્રન્થો જો ઉપલબ્ધ હોય, તો અત્યારે તો એ સર્વ ગ્રન્થોનો અભ્યાસ પણ એક માણસ પોતાના આખા જીવન દરમ્યાન કરી શકે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. અરે, એ આચાર્યભગવાનના રચેલા જે ગ્રન્થો ઉપલબ્ધ છે, તે સર્વ ગ્રન્થોનો પણ સાંગોપાંગ અભ્યાસ આજે મુશ્કેલ બન્યો છે. આવા સમર્થ ધર્મ શાસ્ત્રકાર ધર્માચાર્ય મહાત્મા શ્રી જૈનશાસનને કેવી રીતિએ મળ્યા, એ આપણે ટૂંકમાં જોઇ આવ્યા. આપણે માટે, એ પરમ ઉપકારી મહાપુરૂષનો એ આખોય પ્રસંગ, જો સમજાય તો ઘણી જ સુંદર દોરવણી આપે તેવો છે. પોતાની વિદ્વત્તાનો એમને જે ઘમંડ હતો, તે મિથ્યાત્વના ઘરનો અને હેય કોટિનો હતો, છતાં પણ એમની વિદ્વત્તાનો વિચાર કરીએ તો આપણને જરૂર લાગે છે કે- ‘પોલું ઢોલ વાગે ઘણું' એવો એ સાવ પોલો તો નહોતો જ; અને એ વિદ્વત્તા તથા એ Page #114 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૦૭ વિદ્વત્તાનો ઘમંડ હોવા છતાં, એમનામાં જે સરલતાનું દર્શન થાય છે તે તો અતિ વિરલ છે. એક સામાન્ય નિમિત્ત મળતાં એ ઉપકારી મહાપુરૂષ એમનું જે સુન્દર ભાવિ ઘડ્યું - એ વાત તો કોઇ પણ રીતિએ વિસરી વિસરાય તેમ નથી. એ મહાપુરૂષ સમર્થ ધર્મશાસકાર ધર્માચાર્ય બન્યા પછી પણ, પેલાં વયોવૃદ્ધ સાધ્વીજીના ઉપકારને વિસરી ગયા નથી. એ મહાપુરૂષે એ વયોવૃદ્ધ સાધ્વીજીને ધર્મમાતા તરીકે જ માન્ય રાખ્યાં હતાં અને એથી એ મહાપુરૂષે જ્યાં ને ત્યાં પોતાને “યાકિની મહત્તરા-સનુ' એટલે એ યાકિની નામનાં મહત્તરાના પુત્ર તરીકે જ ઓળખાવેલ છે. સાધારણ રીતિએ વિચારનારને એમ લાગે કે-એ મહાપુરૂષ ઉપર એ. સાધ્વીજીએ કયો મોટો ઉપકાર કરી નાખ્યો હતો ? એ જે ગાથા. બોલ્યાં હતાં, તે ગાથા કાંઈ તેમને સંભળાવવાને માટે અને એ ગાથાને સંભળાવીને તેમને સન્માર્ગે લાવવાને માટે બોલ્યા નહોતાં. જે કાંઈ બન્યુ હતું, તે અકસ્માત જ બન્યું હતું. તે પછી પણ એ સાધ્વીજીએ તો માત્ર પોતાના ધર્મગુરૂ પાસે જવાનું જ સૂચન કર્યું હતું. આમ છતાં પણ, એ મહાપુરૂષને એમ લાગ્યું કે હું સન્માર્ગને પામ્યો, તેમાં નિમિત્ત તો આ સાધ્વીજી ને ! માટે એ જ મારાં ધર્મ-માતા.' આ કૃતજ્ઞતા ગુણ પણ અસાધારણ કોટીનો છે. ઉત્તમ આત્માઓ અન્યના લેશ માત્ર ઉપકારને પણ સ્વખેય ભૂલી શકતા નથી અને અન્યના મોય પણ અપકારને સ્વપ્રય યાદ કરતા નથી. અધમ આત્માઓની દશા એનાથી વિપરીત પ્રકારની હોય છે. અધમ આત્માઓ અન્યના મોય પણ ઉપકારને ઘણી જ સહેલાઇથી ભૂલી જઇ શકે છે અને અન્યના નાના પણ અપકારને સ્વયેય વિસરી શકતા નથી. આ સ્વભાવના કારણે, ઉત્તમ આત્માઓ સદાય પ્રશાન્ત ચિત્તવાળા રહી શકે છે અને અધમ આત્માઓનું હૈયું સદાને માટે કેષથી ધમધમતું રહે છે. ઉત્તમ આત્માઓ પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે દિન-પ્રતિદિન ચઢતી કલાએ ગુણશ્રેણિના સ્વામી બનતા જાય છે અને અધમ આત્માઓ પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે દિન-પ્રતિદિન ચઢતી કલાએ Page #115 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દોષશ્રેણિના સ્વામી બનતા જાય છે. એ મહાપુરૂષમાં ઉત્તમ આત્માઓને છાશ્તા ઉંચી કોટિની સરલતા અને ઉંચી કોટિની કૃતજ્ઞતા આદિ ગુણો હતા, માટે જ તેઓ એક સામાન્ય નિમિત્ત પ્રાપ્ત થતાં ઉન્માર્ગને તજીને સન્માર્ગના પરમ સેવક બની શક્યા. ૧૦૮ ફુલનીતિ ધર્મનું વર્ણન : હવે ત્રીજી વિશિકાનો વિષય જોઇએ. આનું નામ છે ‘કુલનીતિધર્મવિંશિકા' ગ્રન્થકાર પરમષિએ આ વિંશિકામાં વિશિષ્ટ લોકમાં પ્રવર્તતા અને કેટલાંક ભિન્ન ભિન્ન પ્રકારનાં શાસ્ત્રોએ કહેલા કેટલાક કુલધર્મો તથા નીતિધર્મોનું બ્યાન આપ્યું છે. એ કુલધર્મો તથા નીતિધર્મોનું બ્યાન આપવાનો હેતુ એ છે કે-એ ધર્મો એ વસ્તુતઃ ધર્મો નથી અને એથી એ ધર્મોને સારી રીતિએ સેવવા છતાં પણ તે જીવો પરમ કલ્યાણને પામી શકતા નથી. બ્રાહ્મણ આદિ વર્ગોનાં બ્રહ્મચર્ય આદિ આશ્રમો છે. આ આશ્રમોને અંગે તેઓના પોતપોતાનાં શાસ્ત્રોથી સિદ્ધ એવા ધર્મો યતનાદિ ભેદથી નાના પ્રકારના વર્ણવેલા છે. એ ધર્મો સ્વર્ગાદિકનું સાધન થતા હોવા છતાં પણ પરિણામે વિરસ છે. કારણ કે-તેમાં અજ્ઞાન હોય છે અને મોહનો અભાવ હોતો નથી. એવા માણસોમાં વૈરાગ્ય નથી જ હોતો એમ નહિ, પણ તેઓનો વૈરાગ્યે ય મોહગર્ભિત હોય છે, કારણ કે-તેઓ પોતે મોપ્રધાન હોય છે. સંસારની વાસનાના સર્વથા ક્ષયનો હેતુ તેમાં હોતો નથી. આવા લોકો જૂદા જૂદા પ્રકારે પોતપોતાના શાસ્ત્રોએ નક્કી કરી આપેલા કુલધર્મોનું અને નીતિધર્મોનું પાલન કરે, તો પણ તે મોક્ષસાધક બની શકે નહિ. માત્ર આમાંના કેટલાક લોકો, કે જેઓમાં મોક્ષનો આશય પ્રગટ થયો છે, તેઓ એ મોક્ષના આશયથી જે ધર્મોને આચરે તે ધર્મોને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય. કોઇ પણ ધર્માનુષ્ઠાન વસ્તુત: તો વિષયશુદ્વ પણ હોવું જોઇએ, સ્વરૂપશુદ્વ પણ હોવું જોઇએ અને અનુબન્ધશુદ્ધ પણ હોવું જોઇએ; પણ જે અનુષ્ઠાનમાં સ્વરૂપશુદ્ધિ અને અનુલબ્ધશુદ્ધિ ન હોય તોય વિષયશુદ્ધિ હોય તો તેનો અપલાપ નહિ કરવો જોઇએ. મોક્ષનો આશય, એ વિષયશુદ્ધિનો Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સૂચક હોઇને, સ્વરૂપાદિથી અશુદ્ધ એવા પણ ધર્મો જો મોક્ષના જ આશયથી આચરવામાં આવતા હોય, તો તેને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય છે. વિષયશુદ્વ અનુષ્ઠાન : મોક્ષનો આશય અચરમાવર્ત કાલમાં પ્રગટી શકતો જ નથી. મોક્ષનો આશય પ્રગટે તો ચરમાવર્ત કાલમાં જ પ્રગટે. વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ ધર્માનુષ્ઠાનોનું સેવન ચરમ પરિવર્તમાં આવેલા જીવો જ કરી શકે છે. આથી ચોથી વિશિકામાં ચરમ પરિવર્તનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચોથી વિશિકાનું નામ પણ “ચરમપરિવર્ત-વિશિકા' છે. કયા જીવો ચરમાવર્તન પામે છે. અને કયા જીવો ચરમાવર્તન પામતા નથી. એ વિગેરે વાતો કરતાં પહેલાં અહીં પ્રસંગ આવ્યો છે તો વિષયશુદ્ધિ ધર્માનુષ્ઠાનો વિષે વિચાર કરીએ. વિષયશુક, સ્વરૂપશુદ્ધ અને અનુબન્ધશુદ્ધ -એ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો પૈકીનાં પહેલા બે પ્રકારનાં ધર્માનુષ્ઠાનોને તેમાંના મોક્ષના આશયની પ્રધાનતાદિને લઇને જ સુંદર ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અનુબન્ધશુદ્વ અનુષ્ઠાન ભિનચન્થી જીવો સિવાયના જીવોને નથી હોઇ શકતું, જ્યારે વિષયશુદ્વ અનુષ્ઠાન અને સ્વરૂપશુદ્વ અનુષ્ઠાન ચરમાવર્તન પામેલા મિથ્યાદ્રષ્ટિ જીવોને હોઇ શકે છે. આવી મિથ્યાત્વની હાજરીમાં સર્વથા ધર્માભાવ જ હોય, એવું કહી શકાય નહિ. કેટલાકો કહે છે કે-મિથ્યાત્વની હાજરીમાં ધર્મ આવે જ નહિ, પણ એવું માનનારા અને કહેનારા એ બીચારાઓ એટલું ભૂલી જાય છે કે-ચાર દ્રષ્ટિ સુધીનો વિકાસ, કે જે વિકાસ પણ સાધારણ કોટિનો નથી, તે મિથ્યાત્વની હાજરીમાં થઇ શકે છે અને સભ્યત્વને પામવાની તૈયારી પણ મિથ્યાત્વના કાલમાં જ થાય છે. “મોક્ષનો આશય પ્રગટવાને માટે અને મોક્ષના આશયથી ધર્મ તરફ દ્રષ્ટિ થવાને માટે મિથ્યાત્વની ઘણી જ મન્દતા થવી જોઇએ.” -એ વાત બરાબર છે, પણ મિથ્યાત્વની હાજરીમાં ધર્મ આવે જ નહિ. એમ કહેવું, એ બરાબર નથી. વિષયશુદ્ધ અનુષ્ઠાનોમાં તો અત્યન્ત પાપવ્યાપાર રૂપ અનુષ્ઠાનોનો પણ સમાવેશ થઇ જાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કોઇ પણ અનુષ્ઠાન વિષયશુધ્ધ છે કે નહિ ? એનો નિર્ણય કરવાનો હોય, ત્યારે એ અનુષ્ઠાન સર્વથા નિરવધ છે કે નહિ, એ અનુષ્ઠાન સાવદ્ય છે કે નહિ અથવા તો એ અનુષ્ઠાન અત્યન્ત સાવદ્ય છે કે નહિ તેનો વિચાર જ કરવાનો હોતો નથી. કોઈ પણ અનુષ્ઠાન વિષયશુદ્ધ છે કે નહિ ? એનો નિર્ણય કરવાને માટે માત્ર એક જ વસ્તુ તપાસવી પડે છે અને તે એ કે-એ અનુષ્ઠાનને આચરનારનો આશય કયો છે ? એ અનુષ્ઠાન ભલે ને કદાચ અત્યન્ત પાપવ્યાપાર રૂપ હોય, પણ જો તેને આચરનારનો આશય કેવલ મોક્ષનો જ હોય, તો એ અનુષ્ઠાનને પણ શાસકાર પરમષિઓ “વિષયશુદ્ધ અનુષ્ઠાન' કહે છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનના વિચારમાં માત્ર વિષય જ જોવાનો અને એ વિષય જો મોક્ષનો જ હોય, તો એ વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અત્યન્ત પાપવ્યાપાર રૂપ અનુષ્ઠાનો, એ સ્વરૂપથી તો અશુદ્વ અનુષ્ઠાનો જ છે અને પરમ કલ્યાણના અર્થી આત્માઓએ તો જ અનુષ્ઠાનો વિષયથી પણ શુદ્ધ હોય, સ્વરૂપથી પણ શુદ્ધ હોય અને અનુબધથી પણ શુદ્ધ હોયએવાં સર્વ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનો માટે જ યત્નશીલ બનવું જોઇએ, પણ. વિવેકી આત્માઓએ જે અનુષ્ઠાનોમાં જેટલી જેટલી શુદ્ધિ હોય, તેટલી તેટલી શુદ્ધિનો પણ અપલાપ નહિ જ કરવો જોઇએ. સ્વરૂપથી અશુદ્ધ અથવા તો માત્ર અનુબધથી જ અશુદ્ધ એવા અનુષ્ઠાનો તરફ જીવો દોરાઇ જાય નહિ તેમજ વિષયથી, સ્વરૂપથી અને અનુબધથી પણ શુધ્ધ અનુષ્ઠાનો તરફ જ જીવો દોરાય, એની કાળજી અવશ્ય રાખવી જોઇએ, પણ એનો અર્થ એ નથી કે-જે અનુષ્ઠાન શુદ્વાશુદ્ધ હોય, તે અનુષ્ઠાનની અશુદ્ધિને કહેવી અને તે અનુષ્ઠાનની શુદ્ધિને છૂપાવવી ! વિષયશુદ્ધ અનુષ્ઠાનોમાં તો જેમાં ઝંપાપાત આદિ દ્વારા આત્મઘાત આવતો હોય, તેવાં અત્યન્ત પાપવ્યાપાર રૂપ અને એથી સ્વરૂપે સર્વથા અશુદ્વ અનુષ્ઠાનોનો સમાવેશ પણ હોઇ શકે છે. કેટલાક જીવો એવા પણ હોય છે કે એમને આ સંસાર અસાર છે અને એક મોક્ષ જ સાધવા યોગ્ય છે એમ લાગી જાય, એમને આ અસાર સંસારથી મુકિતને મેળવવાનું મન થઇ જાય, મોક્ષના Page #118 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૧૧ અભિલાષમાં તે જીવો રમતા હોય, પણ એમનું અજ્ઞાન એવું જોરદાર હોય કે-કોઇ પણ પ્રકારે એ જીવોને જો એવો ખ્યાલ આવી જાય કેપૃપાપાતાદિ દ્વારા આત્મઘાત કરવાથી મોક્ષ મળે, તો એ જીવો એવો વિચાર કરવાને પણ થોભે નહિ કે- “આત્મઘાત જેવા અત્યન્ત પાપવ્યાપારથી તે મોક્ષ મળતો હશે ?' એતો ઝપાપાતાદિ કરે છે. એવા જીવોની એ અતિશય મૂર્ખાઇભરી ક્રિયા પણ વિષયશુદ્વ અનુષ્ઠાનની કોટિમાં જાય છે, કારણ કે-એવું ભયંકર પણ પાપકાર્ય એ કેવલ મોલના જ ઇરાદે આચરે છે અને મોક્ષની સાધનાને માટે આવું થઇ શકે નહિ એવું એમને જ્ઞાન નથી. મોક્ષની સાધનાને માટે ઝપાપાતાદિ દ્વારા આત્મઘાત. કરવાનું પણ હું કહું છું, એમ તો તમને નથી લાગતું ને ? સ. મોક્ષના હેતુએ પણ આત્મઘાતાદિ નહિ જ કરવું જોઇએ, એવું તો આપ સ્પષ્ટ કહો છો. વાત સ્પષ્ટ થાય તોય જેઓને ઇરાદાપૂર્વક ઉધું બોલવું હોય, તેમનું શું થાય ? એવાઓ તો એવું પણ લખે અને બોલે કે-મોક્ષના હેતુએ ઝપાપાત કરીને આત્મઘાત કરવાની સલાહ આપે છે ! ખરેખર, એવા જીવો એ જગતના ભદ્રિક જીવોના નિષ્કારણ વરિઓ છે અને એથી કલ્યાણના અર્થી આત્માઓએ એવાઓથી પણ સદાને માટે સાવધ રહેવું જોઇએ. માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અનુષ્ઠાનની શુદ્ધિ હોઇ શકતી જ નથી, પણ એકલા આશયની જ શુદ્ધિ હોય છે અને આશયશુદ્ધિના કારણે જ તેને વિષયશુદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આવું માત્ર વિષયથી જ શુદ્ધ અનુષ્ઠાન પણ સ્વરૂપાદિથી અશુદ્ધ એવું અનુષ્ઠાન, અત્યન્ત સાવધ એટલે પાપવ્યાપાર રૂપ હોય છે અને એથી તે એકાન્ત નિરવદ્યસ્વરૂપ જે મોક્ષ, તેનો હેતુ બની શકતું નથી; તો પણ, એવા પાપવ્યાપારને આચરનારમાં પણ મુકિતનો જે આશય હોય છે, તે આશય તે જીવની મુકિતમાં હેતુ બની શકે છે. એવા અનુષ્ઠાનના પ્રતાપે મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા દોષનો નાશ થતો જ નથી, કારણ કે-એ અનુષ્ઠાનના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આચરનારનો આશય સારો હોવા છતાં પણ તેનું અજ્ઞાન જોરદાર છે. એવા અનુષ્ઠાનોના યોગે જે કાંઇ સારૂ થાય, તેમાં આશયના સારાપણાનો જ પ્રતાપ મનાય. કેટલાક શાસકાર મહષિઓનું કહેવું એમ પણ છે કે-એવા અનુષ્ઠાનથી દોષના નાશ માટે ઉચિત એવી જાતિ અને કુલાદિક ગુણથી યુકત એવા ભવાન્તરની પ્રાપ્તિ થાય છે. કારણ કે-એવા પણ અનુષ્ઠાનમાં મુકિતનો જે અભિલાષ છે. તે પ્રશંસાપાત્ર છે અને મુકિતના અભિલાષને મોહના નાશક તરીકે માનેલો છે. ટૂંકમાં કહીએ તો, એવા કોરા વિષયશુદ્ધ અનુષ્ઠાનની મહત્તા અનુષ્ઠાનની ક્રિયાને આભારી નથી જ, પણ એ અનુષ્ઠાનના આચરનારના મોક્ષને મેળવવાના સાચા અભિલાષને જ આભારી છે. આ અનાદિ અનંત સંસારમાં સર્વથી પ્રથમ તો જીવને મોક્ષનો અભિલાષા જ દુર્લભ છે. મોક્ષના અભિલાષથી જ અને મોક્ષનું સાધન માની લઇને આચરેલું સાવધમાં સાવધ કર્મ પણ વિષયશુદ્વ અનુષ્ઠાનની કોટિમાં જાય છે; જ્યારે મોલાના આશયથી રહિતપણે અથવા તો સંસારના આશયથી સહિતપણે આચરેલું અનુષ્ઠાન, બાહા ક્રિયામાં ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં અનુષ્ઠાનો પૈકીનું હોય તો પણ, તેનો તો કોઇ પણ પ્રકારના શુક અનુષ્ઠાનમાં સમાવેશ થતો નથી આથી સૌ કોઇએ એક માત્ર મોક્ષના આશયથી જ સ્વરૂપાદિથી શુદ્ધ એવાં અનુષ્ઠાનોને આચરવામાં તત્પર બનવું જોઇએ. પરમ કલ્યાણ જોઇતું હોય તો પહેલાં મોક્ષના અભિલાષને પ્રગટાવવો જોઇએ અને મોક્ષનો અભિલાષ ન પ્રગતો હોય તોય ધર્મક્રિયાઓમાં એ અભિલાષને પ્રગટાવવાનો આશય રાખવો જોઇએ, પણ વિપરીત પ્રકારનાં એટલે સંસારના આશયનો તો સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. એમ કર્યા વિના ગમે તેટલો ધર્મ કરવામાં આવે, તોય તે વાસ્તવિક રીતિએ ફલપ્રદ નિવડે નહિ અને નુકશાન કરનારો કેવો નિવડે એ વિચારવાનું રહે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં અનુષ્ઠાનોની બાહા ક્રિયાઓને જે કોઇ આચરે છે, તે બધા જ કેવલ મોલના આશયથી જ આચરે છે-એવું છે જ નહિ. છતાંય, જો કોઇ એવું કહેતું હોય, તો તે સર્વથા Page #120 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૧૩ ખોટું છે અને એ માટે ખાસ કરીને અભલોન તથા દુર્ભવ્યોનાં દ્રષ્ટાન્તો તો આંખ સામે રાખવા જેવા છે. સ્વરૂપશુઅનુષ્ઠાન : આ બધી વાતોથી તમે એ વાત પણ સમજી શકયા હશો કે કોઇ પણ અનુષ્ઠાન દેખીતી રીતિએ સ્વરૂપથી શુદ્ધ હોય એટલે બાહા દ્રષ્ટિએ પાપવ્યાપારથી રહિત હોય, તો પણ તે અનુષ્ઠાન જો વિષયશુદ્ધ ન હોય તો, તેવા અનુષ્ઠાનની ગણના સાચાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનોમાં થઇ શકતી જ નથી. જે અનુષ્ઠાન અનુબધશુદ્ધ નથી હોતું પણ વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ હોય છે, તે અનુષ્ઠાનમાં હોય છે તો યમો અને નિયમો આદિની જ આચરણા, પણ તે આચરણા ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ શાસ્ત્રોને અનુસરતી નથી હોતી, પણ લોકદ્રષ્ટિને અનુસરતી હોય છે. એનું કારણ એ હોય છે કે-એને આચરનાર આત્મામાં સમ્યજ્ઞાન અને સમ્યકુશ્રદ્વાનનો અભાવ હોય છે. સંસારથી ખૂબ ખૂબ વિરકત હોવા છતાં પણ સમ્યજ્ઞાનાદિના અભાવને કારણે તેવો આત્મા સુવિશુદ્ધ શાસ્ત્રને અનુસરતી પ્રવૃતિનું જ આલમ્બન કરવાને માટે સમર્થ બની શકતો નથી. જો કે-તેવો આત્મા રાંસારથી ખૂબ વિરકત હોય છે અને મુકિતને સાધવાના ધ્યેયવાળો હોય છે, એટલે તેવા આત્મા દ્વારા કદાચિત્ અને તે પણ કિંચિત્માત્ર સુવિશુકશાસ્ત્રને અનુસરતી ક્રિયા થઇ જાય એ શકય છે, પણ સામાન્ય રીતિએ તો તે આત્માની યમ-નિયમાદિની પ્રવૃત્તિ લોકદ્રષ્ટિને જ અનુસરનારી હોય છે. આ કારણે જ, સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં કાય માત્રની ક્રિયાનું પ્રધાનપણું માનવામાં આવ્યું છે. જેમ કે શાસ્ત્રપ્રસિદ્ધ પૂરણ આદિ તાપસોની યમ-નિયમની આચરણા. એ પૂરણ આદિ તાપસો પહેલા ગુણસ્થાનકે જ વર્તનારા હતા અને તેમ છતાં પણ તેઓ સંસારથી વૈરાગ્યવાળા તથા મોક્ષની આકાંક્ષાવાળા હતા. સંસારના વૈરાગ્યથી અને મોક્ષની આકાંક્ષાથી તેઓ યમ-નિયમોને ઉગ્રપણે આચરતા હતા, પણ તે યમ-નિયમોનું આચરણ લોકદ્રષ્ટિથી વ્યવસ્થિત હતું, સુવિશુદ્ધ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શાસ્ત્રાનુસારી નહિ હતું. એમાં બાહાશુદ્ધિ જરૂર હતી, પણ જવી જોઇએ તેવી આત્તરશુદ્ધિ નહોતી. જો વી જોઇએ તેવી આત્તરશુદ્ધિ હોય તો તો એ અનુષ્ઠાન અનબન્ધશુદ્વ અનુષ્ઠાનની કક્ષામાં જ જાય, પણ સમ્યજ્ઞાનાદિના અભાવમાં તેવી આન્તરશુદ્વિ સંભવતી નથી. આ વાતને શાસકાર પરમષિઓએ કુરાજાના દ્રષ્ટાત્તથી પણ સમજાવી છે. માનો કેનગરનું રક્ષણ કરવાને માટે નગરને ફરતો સારો કિલ્લો છે. એ કિલ્લાને ભેદીને દુશ્મનો નગરનો કન્જો લઇ શકે તેમ નથી. આવું સુરક્ષિત નગર પણ સર્વથા ઉપદ્રવરહિત કયારે રહી શકે? નગરનો રાજા સારો હોય તો જ ! જો નગરનો રાજા સારો ન હોય, તો નગરજનોને લૂંટારા આદિનો ઉપદ્રવ વેક્વો પડે. યમ-નિયમાદિ એ કિલ્લો છે, સમ્યજ્ઞાનાદિ એ સારા. રાજાના સ્થાને છે અને સચજ્ઞાનાદિનો અભાવ એ કુરાજાના રાજ્ય જેવો છે જેમ નગરને કિલ્લો હોવાથી નગરને બાહા શત્રુઓથી રક્ષણ તો મળે, પણ કુરાજાનું રાજ્ય હોય એટલે આન્તરિક ઉપદ્રવો આવે એટલે પરિપૂર્ણ રક્ષણ મળ્યું એમ કહેવાય નહિ, તેમ તેવા પ્રકારના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી કષાયાદિના નિરોધ રૂપ દોષનિગમ ન જ થાય એમ નહિ, કષાયાદિના નિરોધ રૂપ દોષનિગમ જરૂર થાય, પણ તે દોષવિગય આત્મત્તિક પ્રકારનો નથી થતો. એ અનુષ્ઠાનમાં ગુણની ગુરુતાને અને દોષની લઘુતાને વિષય કરનારી વાસ્તવિક કોટિની ચિંતા હોઇ શકતી નથી. અનુબન્ધશુદ્ધ નહિ એવા સ્વરૂપશુદ્વ અનુષ્ઠાનમાં બાહા દોષ નહિ હોવા છતાં પણ તેને આચરનારો આત્મા વાસ્તવિક કોટિના તત્ત્વજ્ઞાનથી વિકલ હોવાને કારણે, એ અનુષ્ઠાન શ્રેષ્ઠ કોટિની ગુણવૃદ્ધિને પમાડી શકતું નથી. અજ્ઞાનદોષ એમાં ઉપઘાત કરનાર છે. સારું પણ અનુષ્ઠાન અજ્ઞાનને અર્ને અજ્ઞાનની નિશ્રામાં રહેનારને તેવું ઉપકારક નિવડી શકતું નથી. અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન : આ બે અનુષ્ઠાનોના વિવરણ ઉપરથી અને પાસ કરીને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનના વિવરણ ઉપરથી અનુબધશુદ્વ અનુષ્ઠાન કેવા પ્રકારનું હોઇ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શકે, એનો તમને આછો ખ્યાલ આવી જ ગયો હશે. જે અનુષ્ઠાનના યોગે ઉત્તરોત્તર દોષવિગમ થયા જ કરે અને એથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પણ થયા કરે, પણ ક્યારેય જેનાથી દોષવૃદ્ધિ અને ગુણહાનિ થવા પામે નહિ, એવા અનુષ્ઠાનને અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા પ્રકારનું, મોક્ષના જ આશયવાળું અને જીવાજીવાદિ તત્વોના સંવેદનપૂર્વકનું યમ-નિયમાદિનું જે આચરણ, તેને અનુબન્ધશુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. જીવાજીવાદિ તત્વોના સમ્યજ્ઞાનના અભાવમાં આવું અનુષ્ઠાન સંભવતું નથી અને એથી શાસ્ત્રકાર પરમષિઓ ફરમાવે છે કે-આ અનુષ્ઠાન ભિન્નગ્રંથી જીવોને જ હોઇ શકે છે. અભિન્નગ્રંથી જીવોમાં આ અનુષ્ઠાન સંભવતું નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિને ભેદ્યા વિના આવા અનુષ્ઠાનને આચરવાને કોઇ પણ આત્મા સમર્થ બની શકે એ શકય જ નથી. જીવાજીવાદિ તત્ત્વોના સમ્યજ્ઞાનવાળું આવું અનુષ્ઠાન પ્રશાન્તવૃત્તિવાળું એટલે કષાયાદિના વિકારોનો જેમાં નિરોધ છે તેવું હોય અને એથી તે ઔત્સુકય આદિ દોષોનું પણ નાશક હોય, તે સ્વાભાવિક જ છે. આવી વાતો ચાલતી હોયત્યારે તો ખાસ કરીને દરેકે પોતપોતાની પ્રવૃત્તિનું સૂક્ષ્મ અવલોકન કરવાની કાળજી રાખવી જોઇએ. પોતે જે કાંઇ ધર્મપ્રવૃત્તિને આચરે છે, તેમાં મોક્ષનો આશય છે કે નહિ તેમજ તે પોતાની પ્રવૃત્તિ બાહ્ય પ્રકારે તેમજ આભ્યન્તર પ્રકારે પણ શુદ્ધ છે કે નહિ, એની સૌ કોઇએ તપાસ કરવી જોઇએ. જો મોક્ષનો આશય ન હોય, તો તો એ પ્રવૃત્તિમાં એક પણ પ્રકારની શુદ્ધિ સંભવતી જ નથી; એટલે સૌથી પહેલાં તો મોક્ષના આશયને પેદા કરવાના પ્રયત્નમાં લાગી વું જોઇએ. મોક્ષના આશયને પેદા કરવાને માટે જ્ઞાનિઓએ વિવિધ પ્રકારે સંસારના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે-તેનો અભ્યાસ કરીને, તેનું મનન કરતાં રહેવું જોઇએ. સંસારની અસારતાનું સાચું ભાન થયા વિના મોક્ષનો અભિલાષ પ્રગટે નહિ, એટલે મોક્ષના અભિલાષને પામવો હોય તો સંસારની સર્વાંગ અસારતાનો સુન્દર પ્રકારે ખ્યાલ આવી જાય Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એવા પ્રયત્નો કરવા જોઇએ. જો એવા પ્રયત્નો કરવામાં આવે અને કાલ પાકયો હોય, તો લઘુકમિતા અને ભવિતવ્યતા આદિના યોગે જીવમાં મોક્ષનો અભિલાષ જરૂર પ્રગટી જાય. ચોથી વિંશિકામાં ચરમાવર્ત એટલે ? મોક્ષનો અભિલાષ જો પ્રગટે તો તે ચરમાવર્તવર્તી આત્માઓમાં જ પ્રગટી શકે છે. આથી અધિકારોના સૂચનની પહેલી વિંશિકા, લોકના અનાદિપણાની સિદ્ધિની બીજી વિંશિકા અને કુલધર્મો તથા નીતિધર્મો કે જે સ્વર્ગાદિનું કારણ બનવા છતાંય મોક્ષનું કારણ બની શકતા જ નથી, તેનું ત્રીજી વિશિકામાં વિવરણ કર્યા બાદ, શુક ધર્મમાં જવાને માટે પરમ અને પ્રથમ આવશ્યક એવો મોક્ષાભિલાષ ચરમાવ કાલમાં જ પ્રગટી શકતો હોવાથી, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચોથી વિંશિકામાં ચરમાવર્ત સંબંધી વિવરણ કર્યું છે. કાલનો ચરમાવર્ત એવો જે વિભાગ કહેવાય છે. તે જીવ વિશેષના સંસારકાલની અપેક્ષાએ જ કહેવાય છે. કાલ કયારેય નહોતો એવું બન્યું નથી અને કયારેય નહિ હોય એવું બનવાનું નથી. પુદ્ગલપરાવર્ત, એ કાલનો એક વિભાગ છે. કાલના અમુક પ્રમાણને એક પુદગલપરાવર્ત કાલ કહેવાય છે. જેમ દિવસ, પક્ષ, માસ, વર્ષ અને યુગ આદિ શબ્દો કાલના અમુક અમુક પ્રમાણને સૂચવનારા છે, તેમ “પુગલપરાવર્ત' એ શબ્દ પણ કાલના અમુક પ્રમાણને સૂચવનારો છે. કાલ અનન્તાનન્ત પુદગલાવર્ત પ્રમાણ છે. એક પુદ્ગલપરાવર્ત કાલનું પ્રમાણ પણ એટલું મોટું છે કે-એક પુદગલપરાવર્ત કાલના પ્રમાણની કાંઇક ઝાંખી થઇ શકે અને એક “પુદ્ગલપરાવર્ત કાલ એ પણ કાલનું કેવું મોટું પ્રમાણ છે' -તેનો વિચાર થઇ શકે, એવી રીતિએ તેના કાલપ્રમાણનું વર્ણન શાસ્ત્રકાર મહાત્માઓએ કાલ-લોકપ્રકાશાદિમાં કરેલું છે અને એથી બીજાં પણ ઘણાં કાલમાનોનો બોધ થાય તેમ છે, પણ એ વર્ણનમાં જવું એ અહીં અપ્રસ્તુત છે. ટૂંકમાં, એક પુદગલપરાવર્ત કાલના પ્રમાણને માટે એમ કહી શકાય કે-એક ઉત્સપિણી-અવસર્પિણીનું એક કાળચક્ર વીસ કોટાકોટિ Page #124 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૧૭ સાગરોપમ પ્રમાણ કાલનું થાય છે, અને એવાં અનંતાં કાલચક્રોથી એક પુદ્ગલપરાવર્ત પ્રમાણ કાલ બને છે. જીવ માત્રનો સંસારકાલ એવા અનન્તાનન્ન પુદ્ગલપરાવર્ત પ્રમાણ હોય છે, કારણ કે-જીવ પણ અનાદિ છે અને કાલ પણ અનાદિ છે. આ અનાદિ અનન્ત એવા લોકમાં અનન્તા જીવો અનન્તા પુગલપરાવર્નો થયાં પરિભ્રમણ કર્યા કરે છે. એ બધાય જીવોના સંસારકાલનો અન્ત આવી જાય, એવું પણ કયારેય બનવાનું નથી. માત્ર અમુક જીવોના જ સંસારકાલનો અત્ત આવી શકે છે, છતાં પોતાના સંસારકાલના અન્તને પામનારા એ જીવોની સંખ્યા પણ નાનીસૂની નથી. અત્યાર સુધીમાં અનન્તા જીવો પોતાના સંસારકાલના અત્તને પામ્યા છે, વર્તમાનમાં પણ ક્ષેત્રાન્તરે અમુક સંખ્યામાં જીવો પોતાના સંસારકાલના અન્તને પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનન્તા જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાના છે. આમ છતાં પણ અનન્તાનન્ત જીવો સદા કાળને માટે સંસારકાળવાળા જ રહેવાના છે. આથી તમે સમજી શકશો કે-જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામે છે, તે જીવો કેવા પરમ ભાગ્યશાળી છે ! આવી રીતિએ વિચાર કરવાથી પણ યોગ્ય જીવોમાં પોતાના સંસારકાલના અન્તને પામવાનો અભિલાષ પ્રગટી શકે છે અને એ અભિલાષના બળે તેવા પ્રકારનો પ્રયત્ન કરવાની પ્રેરણા પણ મળી શકે છે. જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામ્યા છે, જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામી રહ્યા છે, જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાના છે, તેવા જીવોને જ ચરમાવર્તની પ્રાપ્તિ હોઇ શકે છે. એ સિવાયના જીવોને ચરમાવર્તની પ્રાપ્તિ હોઇ શકતી જ નથી. ચરમાવર્ત કાલ એટલે જીવને પોતાના સંસારકાલના અત્તની પ્રાપ્તિનો જે સમય, તે સમયથી માંડીને પૂર્વનો એક પુદ્ગલપરાવર્ત પ્રમાણે કાલ. માત્ર પુરૂષાર્થની જ ખામી છે” –એવું નથી : આ ચરમાવર્ત કાલની પ્રાપ્તિ પુરૂષાર્થસાધ્ય નથી જેઓ એમ કહે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે કે- “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' -તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના પરમાર્થને પામ્યા જ નથી. “ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ' –એ પાંચેય કારણોનાં સમાગમ વિના કોઇ પણજીવની કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થઇ શકતી જ નથી. આ પાંચ કારણોમાંના એક પણ કારણને જે માને નહિ, તે જીવ સમ્યગદ્રષ્ટિ હોઇ શકે જ નહિ. એ જીવ નિયમા મિથ્યાદ્રષ્ટિ છે, એમ કહી શકાય. જીવની દરેકે દરેક કાર્યસિદ્ધિમાં આ પાંચ કારણોનો સમાગમ જોઇએ જ, ભલે પછી, આ પાંચ કારણોમાંનું એક એક આદિ કારણ ભિન્ન ભિન્ન પ્રસંગે મુખ્ય મુખ્ય હોય અને બાકીનાં બધાં કારણો ગૌણ ગૌણ હોય. વાત એ છે કે-ચરમાવર્તની પ્રાપ્તિ પુરૂષાર્થ સાધ્ય નથી. ચરમાવર્તની પ્રાપ્તિને જો પુરૂષાર્થ સાધ્ય જ માનવામાં આવે, તો તો એમ જ માનવું પડે કે-જે કોઈ જીવ પુરૂષાર્થ કરે, તેને ચરમાવર્તની પ્રાપ્તિ અવશ્ય થાય; પણ તેમ નથી. જો તેમ હોય તો પછી, ભવ્યત્વ-અભવ્યત્વ આદિ સ્વભાવની વાતને પણ અવકાશ જ રહેવા પામે નહિ. સ્વભાવદોષની ખામી : : આ અનાદિ અનન્ત સંસારમાં પરિભ્રમણ કરતા જીવોમાં, એવા રવભાવના જીવો પણ છે, કે જે જીવો પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે જ કોઇ પણ કાળે પોતાના સંસાર કાળના અન્તને પામવાના જ નથી. એવા જીવોને ગમે તેટલી અને ગમે તેવી ઉત્તમોત્તમ પ્રકારની ધર્મસામગ્રી પ્રાપ્ત થાય, તો પણ એ જીવો સ્વભાવે જ એવા કે-એમને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની કયારે પણ ઇચ્છા જ થાય નહિ. - સ. એવી ઇચ્છા સરખી પણ થાય નહિ ? ના, એ જીવોને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની ઇચ્છા સરખી પણ કોઇ કાળે થાય નહિ. એ જીવોને સંસારમાં સુખી થવાની ઇચ્છા થાય-એ બને, સંસારમાં સુખી થવાને માટે એ જીવો પ્રયત્નશીલ બને-એય બને અને સંસારમાં સુખી થવાને માટે એ જીવો ઉગ્રપણે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મક્રિયાઓને કરનારા બને-એય બને, પણ એવા જીવોને ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો સાક્ષાત્ યોગ અનન્તી વાર થઇ જાય તો પણ, તેમને પોતાના સંસારકાધનો અન્ત લાવવાની તો ઇચ્છા સરખીય જન્મે નહિ. કેમ એમ ? તો કે-એ જીવોનો સ્વભાવ એવા પ્રકારનો છે. એવા સ્વભાવના જીવોને શ્રી જૈનશાસનમાં અભવ્ય જીવો તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પોતાના સંસારકાળના અન્તને પામવાની ઇચ્છા સરખી પણ તે જ આત્માઓમાં પ્રગટી શકે છે, કે જે આત્માઓ ચરમાવર્તને પામ્યા હોય છે જીવો પોતાના સંસારકાળના અન્તિમ પુદગલપરાવર્ત કાલને પામ્યા હતા નથી, તે જીવોમાં તો પોતાના સંસારકાલના અન્તને પામવાની અભિલાષા કોઇ પણ રીતિએ પ્રગટી શકતી જ નથી. પોતાના સંસારકાળના અત્તને પામવાની ઇચ્છા કહો કે મોક્ષને પામવાની ઇચ્છા કહો, -એ સરખું જ છે. આવી ઇચ્છા માત્ર ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકતી હોવાથી અભવ્ય જીવોને તો સદાયને માટે અચરમાવર્તવર્તિતા જ હોય છે. એવા જીવોએ આ સંસારમાં અનન્તા યુગલપરાવર્તે વીતાવ્યા છે અને હજુ તેમને આ સંસારમાં અનન્તા પુગલપરાવર્તે વીતાવવાના છે. કોઇ પણ કાળે એ જીવો સંસારના પરિભ્રમણથી છૂટી શકતા નથી. અને તેમાં જો કોઇ પણ કારણ મુખ્ય હોય તો તે, તે જીવોનો તેવા પ્રકારનો અભવ્ય સ્વભાવ જ છે. આ સ્વભાવને માનનારાઓ, એમ કહી શકશે ખરા કે-એવા આત્માઓ મોક્ષને જે પામતા નથી, તે તેઓ પુરૂષાર્થ કરતા નથી માટે ? નહિ જ, કારણ કે મોક્ષને માટે પુરૂષાર્થ કરવાનું મન થાય એવી યોગ્યતા એ જીવોમાં સ્વભાવથી જ હોતી નથી. શ્રી જૈનશાસનમાં કોઇ પણ નય એવો નથી, કે જે એમ કહેતો હોય કે-અભવ્ય આત્માઓ માત્ર પુરૂષાર્થના અભાવે જ મોક્ષગામી બનતા નથી. ખરેખર, એ બીચારા જીવોનો સ્વભાવદોષ જ જ્યાં એવો છે, ત્યાં બીજું થાય પણ શું ? ભવિતવ્યતાની ખામી આ તો સ્વભાવે અભવ્ય એવા આત્માઓની વાત થઇ, પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભવ્ય સ્વભાવવાળા સર્વ જીવોને માટે પણ એમ કહી શકાય નહિ કે-એવા આત્માઓ એક પુરૂષાર્થ વિના જ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિંમત નથી. ભવ્ય સ્વભાવવાળા, એટલે પોતાના સંસારકાળના અન્તને અથવા તો મોક્ષને પામવાની સ્વભાવસિદ્ધ લાયકાતવાળા જીવોના પણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. ભવ્ય, દુર્ભાવ્ય અને જાતિભવ્ય. જે જીવો પોતાના સંસારકાલના અન્તિમ પુદુગલપરાવર્તન પામેલા હોય, તે ભવ્ય; જે જીવો પોતાના સંસારકાલના અન્તને અવશ્ય પામવાના હોય પણ હજુ જેઓ પોતાના સંસારકાલના અન્તિમ પુદ્ગલપરાવર્તને ન પામ્યા હોય, તે દુર્વ્યવ્ય; અને જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવા જોગા સ્વભાવને ધરનારા હોય તે છતાં પણ જે જીવો પોતાના સહજ તથાભવ્યત્વાદિ ભાવથી ધર્મની સામગ્રીને કદિ પણ પામવાના નથી અને તેથી જેઓ કદિ પણ પોતાના સંસારકાલના અન્તને પામવાના જ નથી તે જાતિભવ્ય. સ. એવા પણ જીવો ખરા કે જેઓ મુક્તિગમન-યોગ્યત્વ સ્વરૂપ સ્વભાવવાળા હોય, તે છતાં પણ તેઓ કદિ જ મોક્ષને પામે નહિ ! હા, એવા જીવો પણ ખરા. તેવા પ્રકારની તે જીવોની ભવિતવ્યતાના વશથી, તે જીવોને કોઇ પણ કાલે ધર્મસામગ્રીની પ્રાપ્તિ જ થતી નથી. ભવ્યત્વ સ્વભાવવાળો આત્મા ધર્મસામગ્રીને પામે અને તે પછી તે કોઇ પણ કાળે મોક્ષને પામે નહિ એવું તો બને જ નહિ. સ. એટલે જે કોઇ જીવો ધર્મસામગ્રીને પામ્યા હોય, તે જીવોમાં જેઓ અભવ્ય ન હોય, એવા જીવો તો નિયમા મોક્ષને પામવાના એમ જ ને ? હા, નિયમ એવો જ છે કે-સ્વભાવે ભવ્ય એવો આત્મા જો ધર્મસામગ્રીને પામે, તો એ જીવ કોઇ પણ કાળે મોક્ષને પામે જ નહિ, એવું બને જ નહિ ! સ. ભવ્યત્વ સ્વભાવવાળા હોઇએ તો ધર્મસામગ્રી મળે એટલે Page #128 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ - ૧૨૧ તરત મોક્ષની અભિલાષા પ્રગટે જ, એવો નિયમ ખરો ? ના, એવો નિયમ નથી. જો એવો નિયમ હોય, તો દુર્ભવ્ય આત્માઓ કે જેઓ અચરમાવર્તવર્તી હોય છે, તેઓ અનેક વાર ધર્મસામગ્રીને પામવા છતાં પણ, ચરમાવર્તને પામ્યા પહેલાં મોક્ષના અભિલાષને પામી શકતા નથી, એ બને જ નહિ. સ. તો તો અમે ભવ્ય હોઇએ, એમ પણ બને ને ? તમે ભવ્ય છો, એવી કલ્પનાથી જ આ ધર્મોપદેશની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આમ તો જીવ વિશેષનો ભવ્યત્વ સ્વભાવ અગર તો અભવ્યત્વ સ્વભાવ, એ કેવલજ્ઞાનના સ્વામિઓથી ય છે, તો પણ જ્ઞાનિઓએ એક એવો ઉપાય બતાવ્યો છે, કે જે ઉપાય દ્વારા ભવ્ય જીવ પોતાનો ભવ્યત્વ સ્વભાવ છે એવો નિર્ણય કરી શકે. ભવ્યત્વસ્વભાવવાળા આત્માઓ મુકિતગમનની અનાદિસિદ્ધ યોગ્યતાવાળા છે, જ્યારે અભવ્યત્વ સ્વભાવવાળા આત્માઓમાં મુકિતગમનની યોગ્યતા સ્વભાવથી જ હોતી નથી-આવી વાત કોઇ પણ પ્રકારે જાણવામાં આવતાં, જો અન્તઃસ્કુરણા એવા પ્રકારની થાય કે- “હું ભવ્ય હોઇશ કે અભવ્ય હોઇશ ?' –તો એ અત્માએ સમજી લેવું જોઇએ કે-હું ભવ્ય જ છું. આવી અન્ત:ફુરણા જેમ અભવ્ય આત્માઓમાં પ્રગટી શકતી નથી, તેમ અનાદિસિદ્ધ ભવ્યત્વ સ્વભાવને ધરાવનારા હોવા છતાં પણ જે આત્માઓ દુર્ભવ્ય હોય છે, તેઓમાં પણ આવી અન્તઃસ્કુરણા પ્રગટી શકતી નથી, વિચાર કરો કેજીવમાં આવા પ્રકારની અન્ત:સ્કુરણા પ્રગટે કયારે ? મુકિતગમનની અયોગ્યતા ખેંચ્યા વિના અને મુકિતગમનની યોગ્યતા ગમ્યા વિના આવી અન્તઃસ્કુરણા પ્રગટવી એ શું શકય છે ? મુકિતગમનની યોગ્યતા ગમે, તો જ એવી અન્ત:સ્કુરણા પ્રગટે કે-મારામાં તેની યોગ્યતા છે કે નહિ ? અભવ્ય જીવો અને જાતિભવ્ય જીવો શાશ્વત કાળને માટે સંસારમાં જ પરિભ્રમણ કરે છે અને તેઓ કોઇ કાળે મુકિતને પામતા નથી. આવી આવી વાતો જાણવામાં આવતાં, લઘુકર્મી ભવ્યાત્માઓમાં એવી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અન્તઃસ્કુરણા પ્રગટવી એ સુસંભવિત છે કે-તો મારી મુકિત થશે કે નહિ ? આવી અન્ત:કુરણાની અંદર આછો આછો પણ મુકિતનો અભિલાષ જરૂર હોય છે. આવી અન્ત:સ્કૂરણાની વાતને કેટલાકો તરફથી એવાં રૂપમાં પણ કહેવાય છે કે- “પોતાના ભવ્યપણાને અથવા અભવ્યપણાને જાણવાનો જ્ઞાનિઓએ બતાવેલો આ ઉપાય છે.” પણ એ કથન બરાબર નથી. ભવ્ય જીવોને પોતાના ભવ્યપણાનું આ પ્રકારની અન્તઃસ્કુરણાથી ભાન થઇ શકે છે, નહિ કે-આ પ્રકારે અભવ્ય જીવોને પોતાના અભવ્યપણાનું ભાન થઇ શકે છે. અભવ્ય જીવોમાં તો આવી અન્ત:સ્કુરણા જ પ્રગટી શકતી નથી. વળી, ભવ્યત્વસ્વભાવ અને અભવ્યત્વ સ્વભાવની વાત સાંભળવા આદિમાં આવે, તે છતાં પણ જે જીવોમાં આવી અન્તઃસ્કુરણા પ્રગટે નહિ, તેઓ બધા જ નિયમા અભવ્ય છે એમ પણ કહી શકાય નહિ કેમ કે-ભવ્યત્વ સ્વભાવવાળા જીવમાં પણ અચરમાવર્ત કાલમાં આવી અન્ત:સ્કુરણા પ્રગટી શકતી નથી. આપણી ચાલુ વાત તો એ હતી કે- “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' –આવું જેમ અભવ્ય આત્માઓને માટે કહી શકાય તેમ નથી, કારણ કે-અભવ્ય જીવોનો સ્વભાવ જ એવો છે કે એ સદા કાળને માટે સંસારમાં રૂલે, તેમ સઘળા ભવ્ય જીવોને માટે પણ એવું કહી શકાય નહિ - “ઓ પુરૂષાર્થ વિના જ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી. કારણ કેજાતિભવ્ય આત્માઓ ભવ્યત્વ સ્વભાવવાળા હોય છે, પણ તે જીવોને પુરૂષાર્થનો સમય જ પ્રાપ્ત થતો નથી. જાતિભવ્ય જીવોની ભવિતવ્યતાજ એવી હોય છે કે-એ જીવો ધર્મની સામગ્રીને કોઇ પણ કાળે પામી શકતા જ નથી, એટલે તે જીવો કદિ પણ નથી તો મોક્ષના અભિલાષને પામતા અને નથી તો મોક્ષને પામતા ! અભવ્ય જીવો ધર્મસામગ્રીને પામવા છતાં પણ મોક્ષાભિલાષ આદિને પામી શકતા નથી એટલે તેવા જીવોની અમુકિતમાં સ્વભાવદોષની મુખ્યતા છે, જ્યારે જાતિભવ્ય જીવો જો ધર્મસામગ્રીને પામે તો મોક્ષભિલાષ આદિને અવશ્ય પામે એવા સ્વભાવવાળા હોય છે, પણ Page #130 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનકં ભાગ-૧ ૧૨૩ કમનસિબે તેઓ કોઇ પણ કાલે ધર્મસામગ્રીને પામી શકતા જ નથી, એટલે તેવા જીવોની અમુકિતમાં ભવિતવ્યતાદોષની મુખ્યતા છે. આવા જીવો સંસારમાં રૂલે તેમાં તે જીવોના પુરૂષાર્થની જ ખામી છે, એવું તો કોઇ પણ રીતિએ કહી શકાય નહિ. આજ સુધીમાં અનન્તા શ્રી તીર્થંકરદેવો આદિના આત્માઓ અનાદિ નિગોદમાંથી જે બાર આવ્યા, તે પોતપોતાના પુરૂષાર્થના બલે જ અનાદિ નિગોદમાંથી બહાર આવ્યા, એવું પણ શ્રી નશાસનને સમજનાર માને, બોલે કે લખે નહિ. વળી આજે પણ અનન્તા અત્માઓ ભગવાન શ્રી તીર્થંકરદેવોના પણ, એટલે શ્રી તીર્થંકરદેવ થઇને જ મુકિતને પામે એવા તથાભવ્યત્વવાળા આત્માઓ પણ, અનાદિ નિગોદમાં વિદ્યમાન છે. તેઓ અત્યાર સુધીમાં અનાદિ નિગોદમાંથી બહાર નથી આવ્યા, તેમાં તેઓના પુરૂષાર્થની જ ખામી છે ? અહીં પુરૂષાર્થની ખામી છે, એવું તો અજ્ઞાન અથવા તો અભિનિવેશી જ કહી શકે. અનાદિ નિગોદમાંથી બહાર આવવાનો અનાદિસિદ્ધ ક્રમ જ એવો છે કે-જેટલી સંખ્યામાં આત્માઓ શ્રી સિદ્ધિપદને પામે છે, તેટલી સંખ્યામાં જ આત્માઓ નિગોદમાંથી બહાર આવી શકે છે. આ અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં નિગોદના અસંખ્ય ગોળાઓ છે, એક એક ગોળામાં અસંખ્ય અસંખ્ય નિગોદો છે, અને એ એક એક નિગોદમાં પણ અનન્ત અનન્ત જીવો છે. નિગોદમાં રહેલા એટલા બધા જીવોમાંથી જે જીવોની ભવિતવ્યતા પાકી હોય, તે જ જીવો નિગોદમાંથી બહાર આવે છે. જેટલી સંખ્યામાં જીવો નિગોદમાંથી બહાર આવે, પણ એ વખતે તે જ જીવો નિગોદની બહાર આવે, કે જે જીવોની નિગોદમાં ભવિતવ્યતા પાકી હોય. જ્યાં આવો અનાદિસિદ્ધ સુનિશ્ચિત ક્રમ હોય, ત્યાં એકલા પુરૂષાર્થની ખામીથી જ જીવો સંસારમાં રૂલે છે, એમ કહી શકાય ? કાલદોષની ખામી : જેમ સ્વભાવદોષની પ્રધાનતાના સ્થાને સ્વભાવદોષની પ્રધાનતાને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અને ભવિતવ્યતાદોષની પ્રધાનતાના સ્થાને ભવિતવ્યતાદોષની પ્રધાનતાને માન્યા વિના છૂટકો નથી, તેમ કાલદોષની પ્રધાનતાના સ્થાને કાલદોષની પ્રધાનતાને પણ માન્યા વિના છૂટકો નથી. જે આત્માઓ અભવ્ય પણ નથી, જાતિભવ્ય પણ નથી, નિગોદમાંથી બહાર આવેલા છે અને ધર્મસામગ્રીને પણ પામેલા છે; એવા આત્માઓમાં પણ જે દુર્ભવ્ય આત્માઓ હોય છે, તેઓમાં જે મોક્ષાભિલાષ પ્રગટતો નથી, ત્યાં કયું કારણ મુખ્ય છે ? ખરેખર, તેઓ બીચારા એવા કાલમાં છે, કે જે કાલમાં તેઓમાં કોઇ પણ રીતિએ મોક્ષાભિલાષ પ્રગટ થઇ શકે જ નહિ. જ્યાં સુધી જે જીવમાં મોક્ષનો અભિલાષ પ્રગટે નહિ, ત્યાં સુધી તે જીવ મોક્ષને માટે પુરૂષાર્થ કરે, એ બને જ શી રીતિએ ? જેને મેળવવાનો લેશ પણ અભિલાષ ન હોય,તેને મેળવવાનો કોઇ પ્રયત્ન કરે એવું બને જ નહિ. આનો અર્થ એવો નથી કેકોઇ જીવ મોક્ષનો અભિલાષ પામ્યા પહેલાં ધર્મને આચરતો જ નથી. મોક્ષના અભિલાષને પામ્યા વિના પણ, ધર્મને આચરનારા જીવોનો આ અનાદિ અનંત સંસારમાં તોટો નથી, કારણ કે-મોક્ષનો અભિલાષ નહિ હોવા છતાં પણ, સંસારના સુખનો અભિલાષ તો છે ને ? દુ:ખનો ત્રાસ અને સંસારના સુખનો અભિલાષ હોય, એમાં જો એમ લાગી જાય કે-આ ધર્મને આચરવાથી અમુક સ્વર્ગાદિનું સુખ મળી જાય તેમ છે, તો મોક્ષના અભિલાષને નહિ પામેલા જીવો પણ ધર્મને આચરવા મંડી જાય, તેમાં નવાઇ પામવા જેવું કાંઇ છે જ નહિ. એવા તો અનન્તા જીવોએ અનંતી વાર પૌદ્ગલિક સુખની અભિલાષાથી ધર્મને સેવ્યો છે, પણ તેઓના તે ધર્મસેવનના પુરૂષાર્થને ઉપકારિઓએ મોક્ષસાધક પુરૂષાર્થ નથી કહ્યો પણ સંસારસાધક પુરૂષાર્થ જ કહ્યો છે. એ રીતિએ ધર્મનું સેવન કરનારા જીવો નવમા ત્રૈવેયક સુધીના સ્વર્ગસુખને પણ પામ્યા છે, પણ એ જીવો એ સુખના કાળમાં પણ સાચા સુખના આસ્વાદને લઇ શકયા નથી અને પરિણામે પણ તેઓ ઘણા ઘણા દુ:ખને પામ્યા છે. માત્ર અભવ્ય જીવો જ આવા પ્રકારનું ધર્મસેવન કરે, એવો પણ નિયમ નથી. ભવ્યત્વ સ્વભાવને Page #132 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૨૫ ધરનારા જીવો પણ આવા પ્રકારનું ધર્મસેવન કરનારા હોય છે. ભવ્યત્વ સ્વભાવને ધરનારા હોવા છતાં પણ જે જીવો અચરમ પુદ્ગલપરાવર્ત કાલમાં હોય છે, તેઓ આ રીતિએ ધર્મને સેવે એ બને, તેમ છતાં પણ એ જીર્વાનો એ દ્રવ્યધર્મ અપ્રધાન કોટિનો ગણાય છે અને અપ્રધાન કોટિનો દ્રવ્યધર્મ ભાવધર્મનું કારણ પણ બની શકતો જ નથી. પ્રધાન કોટિનો દ્રવ્યધર્મ જ ભાવધર્મનું કારણ બની શકે છે. જેઓ એમ કહે છે કેમાત્ર અભવ્ય આત્માઓની ધર્મક્રિયાઓ જ અપ્રધાન દ્રવ્ય રૂપ ગણાય.” તેઓએ સમજવું જોઇએ કે-અભવ્ય આત્માઓની જેમ દુર્ભવ્ય આત્માઓ પણ અચરમાવર્ત કાલમાં ધર્મક્રિયાઓને આચરનારા હોઇ શકે છે અને તેમની ધર્મક્રિયાઓ પણ અપ્રધાન દ્રવ્ય રૂપ જ છે; કારણ કેઅપુનર્બલ્પકપણાને પામ્યા પહેલાં પ્રધાન દ્રવ્ય રૂપ ધર્મપ્રવૃત્તિ જીવમાં આવતી નથી-એમ પણ શાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે અને અપુનર્બલ્પકપણાની ભવ્ય જીવોને જે પ્રાપ્તિ થાય છે, તે પ્રાપ્તિ પણ માત્ર ચરમાવર્ત કાલમાં જ સંભવે છે, એમ પણ શાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે. દુર્ભવ્ય જીવોની આ વિચિત્ર દશાનો તો વિચાર કરો ! સ્વભાવે મુકિતગમનની યોગ્યતાવાળા, પોતાની ભવિતવ્યતા પાકવાના યોગ નિગોદમાંથી બહાર આવીને ઉમે કરીને ઠેઠ પંચેન્દ્રિયપણામાં પણ મનુષ્યપણાને પામેલા, મનુષ્યપણામાં પણ ઉત્તમ કોટિની ધર્મસામગ્રીને પામેલા અને ધર્મસામગ્રીને પામીને ધર્મક્રિયાઓને આચરનારા બનેલા; આટલું બધું છતાં પણ, એક માત્ર કાલદોષની પ્રધાનતાને કારણે જ એ જીવો મોક્ષાભિલાષને પામે નહિ. એ જીવો મોક્ષાભિલાષને પામવાના-એ નક્કી વાત, કેમકે-સ્વભાવે ભવ્ય છે, પણ તે કયારે? તે જીવોનો સંસારકાળ એક પુદગલપરાવર્તથી અધિક બાકી નહિ રહે તે પછી જ અને તેમાં પણ બાકીનાં ચારેય કારણોનો સમાગમ થતાં તેઓ મોક્ષાભિલાષને પામવાના આ કાળદોષ ટળે શી રીતિએ ? કાળ કાંઇ ખેંચ્યો ખેંચાતો નથી. કાળને અનિયત બનાવવાની કોઇની તાકાત નથી. કાલ તો કમસર જ ચાલવાનો Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એટલે ભવ્યત્વ સ્વભાવવાળા જીવોને પણ ચરમ પુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ પુરૂષાર્થથી થઇ શકે તેમ છે જ નહિ. આ વસ્તુને સમજનાર પણ માત્ર પુરૂષાર્થના અભાવે જ જીવો સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ મ્મિત નથી, એવું કહી શકે નહિ. જ્યાં કાલદોષની પ્રધાનતા હોય, ત્યાં તે પણ માનવીજ જોઇએ. કર્મદોષની પ્રધાનતા : આપણે સ્વભાવદોષ, ભવિતવ્યતાદોષ અને કાલદોષની પ્રધાનતાની જૈમ વિચારણા કરી, તેમ કર્મદોષની પ્રધાનતાની પણ વિચારણા કરવા જેવી છે, કે જેથી ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અનેપુરૂષાર્થ -એ પાંચેય કારણોના સમાગમ વિના કોઇ પણ કાર્યસિદ્ધિ થઇ શકતી જ નથી, એ વાત બરાબર ખ્યાલમાં આવી જાય. માત્ર સમ્યગ્દર્શનને જ નહિ, પણ સર્વવિરતિ ધર્મનેય પામેલા તેમજ આત્માના એ પરિણામોનું સારી રીતિએ રક્ષણ થઇ શકે એ માટે સર્વોત્તમ કોટિમાં ગણી શકાય એવા પુરૂષાર્થને પણ આચરનારા આત્માઓ, તેવા પ્રકારના નિકાચિત કર્મના બળે સર્વથા પતન અવસ્થાને પણ પામી જાય છે, એવું વર્ણન પણ શાસ્ત્રગ્રન્થોમાં સ્પષ્ટ રૂપમાં કરેલું છે. ચૌદ પૂર્વને ધરનારા શ્રુતકેવલી ભગવંતો, કે જેઓ નિયમા સમ્યક્ત્વને ધરનારા હોય છે-એટલું જ નહિ પણ જેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનને પણ ધરનારા હોય છે, તેઓ પૈકીના પણ અનન્તની સંખ્યામાં પતનને પામ્યા છે. એમાં પણ કર્મદોષની જ પ્રધાનતા માનવી પડે. વળી ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા મરીચિના ભવમાં મુનિપણામાંથી પતનને પામ્યો, એમાં પણ કર્મદોષની પ્રધાનતાને જ માનવી પડે તેમ છે. મુનિપણામાંથી પતન પામતાં પહેલાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા, મરીચિના ભવમાં સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રને નહોતો પામ્યો અથવા તો જે ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંતો પતનને પામ્યા તેઓ પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રને નહોતા પામ્યા, આવું કોઇ પણ શાસ્ત્રજ્ઞાતા તો કહી શકે તેમ છે જ નહિ. એવા Page #134 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૨૭ પણ આત્માઓ તેવા પ્રકારના નિકાચિત કર્મના ઉદયથી પતનને પામ્યા અને એ રીતિએ પણ તેવી ઉચ્ચ દશાને પામેલા આત્માઓય પતનને પામે એ બનવાજોગ છે. આ વસ્તુનો જો સાચો ખ્યાલ હોય, તો “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' –આવું ડાહ્યા માણસથી તો બોલી શકાય જ નહિ. ચરમાવર્નમાંચ છેલ્લે ભવેય પમાય : કાર્યસિદ્ધિના પાંચ કારણો પૈકી કાલ એ પણ એક મહત્ત્વનું કારણ છે અને ભિન્ન ભિન્ન પ્રસંગે જેમ સ્વભાવાદિ એક આદિ કારણોની પ્રધાનતા હોય છે તથા બીજા કારણોની ગૌણતા હોય છે, તેમ નિયમા મોલને અને એથી મોક્ષાભિલાષ આદિને પણ નિયમા પામનારા જીવો, જ્યાં સુધી પોતાનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી મોક્ષાભિલાષ આદિને પામી શકે જ નહિ તેમજ જ્યાં સુધી પોતાનો સંસારકાળ અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી સમ્યગ્દર્શનાદિને પામી શકે જ નહિ, એમાં કાલદોષની જ પ્રધાનતા છે-એ વાત તો આ બધા વર્ણન ઉપરથી તમને સારી રીતિએ સમજાઇ જ હશે. જે જીવો મોક્ષને પામે છે, તે જીવો નિયમા ચરમાવર્ત કાલને પામે છે. ચરમાવર્ત કાલમાં આવ્યા પહેલાં કોઇ પણ રીતિએિ તે જીવોમાં મોક્ષાભિલાષ આદિ પ્રગટી શકે નહિ. એ જ રીતિએ, જ્યાં સુધી જ જીવોનો સંસારકાલ અર્ધ પુદ્ગલપરાવર્તથી પણ અધિક બાકી હોય છે, ત્યાં સુધી તે જીવોમાં સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટી શકે એ પણ શકય નથી. ધર્મશાસ્ત્રોના આવા કથનને જેઓ બરાબર સમજી શકયા ન હોય, તેઓ ધર્મશાસ્ત્રોના આ કથનને બીજાઓને સમજાવવાને માટે એવું પણ બોલી નાખવાની ભૂલ કરે છે કે- “મોક્ષમાં સ્ત્રી નથી; કુટુંબ, ઘરબાર, ખાવાપીવાની સગવડ નથી; તેવા સ્થાનમાં જઇને કરવું શું ? એવા વિચારવાળા જીવોને તો એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં રહેવાનું છે. જેને મોક્ષની ઇચ્છા થઇ શકે છે તેને એક પુગલપરાવર્ત સંસાર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બાકી છે, એમ સમજવું.' હવે શાસ્ત્ર શું કહ્યું છે, તે તો યાદ છે ને? મોક્ષનો આશય શરમાવર્ત કાલ પહેલાં પ્રગટતો નથી. ચરમાવર્તને પામ્યા વિના કોઇ જીવ મોક્ષના આશયને પામી શકતો નથી. આથી થયું શું ? ચરમાવર્ત કાલ, એ મોક્ષના આશયને પામવાને માટેનો યોગ્યકાલ છે. આ રીતિએ કાલની યોગ્યતાને પામ્યા પછીથી પણ જ્યાં સુધી પાંચ કારણો પૈકીના એક પણ કારણનો સમાગમ હોય, ત્યાં સુધી મોક્ષાભિલાષને પામી શકાય. નહિ. ચરમાવર્ત કાલનો ઘણો ઘણો કાળ વીતી જાય, ત્યાં સુધી પણ જીવ, પાંચ કારણો પૈકીના કોઇ એકાદા કારણના અસમાગમના કારણે પણ મોક્ષાભિલાષને પામે નહિ, તો એ પણ શકય જ છે. એવું પણ બને છે કેજીવ પોતાના છેક છેલ્લા ભવમાં, કે જે ભવમાં તે મુકિતને પામવાનો હોય, તે ભવમાં જ મોક્ષાભિલાષ આદિને, સમ્યક્ત્વને અને બાકીના પણ શેષ ગુણોને પામીને મોતને પામે. એવા જીવો, પોતાના છેક છેલ્લા ભવ સુધી ન પામે મોક્ષાભિલાષ આદિને અને એથી ન પામે સમ્યગ્દર્શનાદિને, છતાં છેક છેલ્લા ભવમાં તેઓ બધું જ પામીને મોક્ષને પામે. આથી નિયમ બાંધવો હોય એટલે કે નિયમ બાંધીને આ વાત સમજાવવી હોય, તો એમ કહી શકાય કે- “કોઇ પણ જીવ જો વહેલામાં વહેલો મોક્ષાભિલાષને પામી શકે, તો તે ચરમાવર્તન પામતાંની સાથે જ પામી શકે, અને કોઇ પણ જીવ જો વહેલામાં વહેલો સમ્યગ્દર્શન ગુણને પામી શકે તો તે ચરમાવર્તના અર્ધ પુદગલપરાવર્તન પામતાંની સાથે જ પામી શકે.” જે કોઈ જીવમાં મોક્ષની ઇચ્છા પ્રગટે, તે દરેક જીવને એક પુદગલપરાવર્ત સંસાર બાકી હોય જએવો નિયમ શ્રી જૈનશાસનમાં નથી જ. સમજવાનું એ છે કે-અચરમાવત કાલમાં, જીવમાં મોક્ષની ઇચ્છા પ્રગટે એ માટે જરૂરી પાંચ કારણોના સમાગમ પૈકી કાલના કારણનો સમાગમ તો થઈ શકતો જ નથી; એ કાલમાં તેવી ભવિતવ્યતા આદિનો સમાગમ પણ થઇ શકતો જ નથી, પણ ત્યાં કાલનું અપરિપકવપણું એ પ્રધાન કારણ છે. મોક્ષની ઇચ્છા પ્રગટવામાં કાલના કારણનો સમાગમ પણ જોઇએ જ અને તે ચરમાવર્તમાં જ હોઇ શકે છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૨૯ પણ જ્યાં સુધી જરૂરી પાંચેય કારણોનો સમાગમ થતો નથી, ત્યાં સુધી તો ચરમાવર્ત કાલમાં પણ જીવમાં મોક્ષાભિલાષ પ્રગટી શકતો નથી. ભવબાલ કાળમાં : આ-ચરમાવર્ત-ર્વિશિકામાં, ચન્થકાર પરમર્ષોિએ, અચરમાવત કાલને “ભવબાલકાલ' તરીકે અને ચરમાવર્ત કાલને “ધર્મયૌવનકાલ' તરીકે ઓળખાવ્યો છે. અહીં આપણે એમ કહી શકીએ કે-કાલની અપેક્ષાએ ચરમાવર્ત કાલમાં પુરૂષાર્થની પ્રધાનતા સંભવિત છે. ચરમાવર્ત કાલમાં આવેલો જીવ જો ધર્મસામગ્રીને પામીને પુરૂષાર્થનો ઉપયોગ કરવા માંડે, તો પુરૂષાર્થ દ્વારા તે સુન્દર પરિણામોને નિપજાવી શકે, એવો આ કાલ છે. મોક્ષગમનની યોગ્યતાવાળા જીવોમાં, મોક્ષગમનનો અભિલાષ, જાગવાની યોગ્યતા પણ અનાદિસિદ્ધ જ હોય છે, પણ જ્યાં સુધી કાલનો પરિપાક થતો નથી, ત્યાં સુધી જીવની એ યોગ્યતા કોઇ પણ પ્રકારના અમલી સ્વરૂપને પામી શકતી નથી. અચરમાવી કાલમાં કાલની અપરિપકવતા હોય છે અને શરમાવર્ત કાલને પરિપકવતાલ કહેવાય છે, અચરમાવર્ત કાલમાં જીવોનું સંસારપરિભ્રમણ નિયમા ખૂબ જ જોરદાર હોય છે. જ્યાં સુધી જીવોનું સંસારપરિભ્રમણ જોરદાર હોય છે, ત્યાં સુધી ગમે તેવી સારી સ્વભાવસિદ્ધ યોગ્યતાવાળા જીવ પણ નિયમો ત્યાજ્ય પદાર્થોને સ્વીકાર્ય પદાર્થો તરીકે અને સ્વીકાર્ય પદાર્થોને ત્યાજ્ય પદાર્થો તરીકે જુએ છે. તમે ચકડોળ તો જોયું છે ને ? ચકડોળમાં બેસનારને કેવાં ચક્કર આવે છે, તે તો જે એમાં બેઠું હોય તે જાણે. પહેલાં તો એ ચકડોળને ગોળ ઘુમાવી ઘુમાવીને એમાં ભ્રમણશકિત પેદા કરવામાં આવે છે. એ વખતે ચકડોળમાં બેઠેલાઓમાં પણ એક પ્રકારની ભ્રમણશકિત પેદા થાય છે. ચકડોળને ખૂબ ખૂબ ઘુમાવ્યા પછી એને છોડી દેવામાં આવે છે, તોય એનામાં પ્રગટેલી ભ્રમણશકિતના બળે એ કેટલોક સમય ઘુમ્યા જ કરે છે. એની સાથે ચકડોળમાં બેઠેલાઓમાં પણ જે ભ્રમણશક્તિ પેદા થવા પામી હોય છે, તેને લીધે તેમનું મગજ પણ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ , ,... "જાણે ચકરાવા લેતું હોય છે. ભ્રમણશકિત પેદા થતાં મગજ જ્યારે ચકરાવા લેવા માંડે છે, ત્યારે શું થાય છે? એ ઉંધું દેખે છે. વૃક્ષો, મકાનો વિગેરે જે જે સ્થિર વસ્તુઓ તેની નજર ચઢે છે, તે તેને ભમતી લાગે છે. ચકરાવા પોતે ખાય છે, છતાં એને લાગે છે કે-આખુંય જગત્-પૃથ્વી પણ ચકરાવા ખાઇ રહેલ છે. જ્યાં સુધી એ ભ્રમણશકિતનો વેગ મંદ પડતો નથી, ત્યાં સુધી એ જીવને બધું સ્થિર છતાં અસ્થિર લાગે છે. છોકરાંઓ ફેરફુદડી રમે છે, એય જાણો છો ને ? પહેલાં તો એ ધીમે ધીમે ગોળ ફરે છે. એમ કરતાં તેઓમાં ભ્રમણશકિત પેદા થઇ જાય છે, એટલે ભ્રમણનું જોર વધે છે. એ વખતે એમને મકાનો, વૃક્ષો અને જમીન વિગેરે ઉથલપાથલ થઇ જતું હોય એમ લાગે છે. એ વેગ એવો હોય છે કે-એને એકદમ રોકી શકાતો નથી. ભમવા માંડેલો છોકરો વેગમાં આવ્યા પછીથી એકદમ સ્થિર થવા માંગે તોય એકદમ સ્થિર થઇ શકતો નથી. જો તે વેગને સહી શકતો નથી, તો તે વેગમાં ને વેગમાં જમીન ઉપર પછડાય છે અને તેમ નથી બનતું તોય વેગ મંદ પડ્યા પછીથી એને એકદમ નીચે બેસી જવું પડે છે. નીચે બેસી ગયા પછીથી પણ કેટલાક સમય સુધી એની આંખે તમ્મર આવતાં હિોય છે અને એનું મગજ ચકરાવા ખાતું હોય છે, એટલે તે વખતેય બધું જ તેને ભમતું દેખાય છે. આથી કેટલીક વાર એવા છોકરાઓની આંખોને હાથ દઇને દાબી દેવી પડે છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-અચરમાવર્ત કાલમાં જીવોનું સંસારપરિભ્રમણ જોરદાર હોય છે. એ પરિભ્રમણના યોગે જીવોમાં જે ભ્રમણશકિત પેદા થાય છે, તેના વેગને લીધે જીવો હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માનવાની એવી તો ભ્રમણાવાળા હોય છે કે-એ જીવોને હેયોપાદેયના સ્વરૂપને સમજાવનારનો ગમે તેવો સારામાં સારો યોગ થઇ જાય તોય તે તેમને માટે નિષ્ફળ જ નિવડે. ધર્મયૌવન કાળમાં : ચરમાવર્ત કાલમાં જ એ વેગ મન્દતાને પામે છે અને એ આવર્તનો અન્તભાગ આવતાં તો જીવનું સંસારભ્રમણ સર્વથા અટકી જાય છે, અને Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૩૧ તે પણ સદા કાળને માટે અટકી જાય છે. આ છેલ્લા આવર્તના કાલ દરમ્યાન જીવને જો પુણ્યોદયે ધર્મસામગ્રી મળી જાય છે અને લઘુકમિતા આદિનો જો યોગ થઇ જાય છે, તો તે મોક્ષાભિલાષ આદિને પામી શકે છે. મોક્ષભલાષ આદિને પામવા છતાં પણ જીવને હેયોપાદેય આદિનું સમ્યજ્ઞાન તો જ્યાં સુધી તેનો સંસારકાળ છેલ્લા અડધા પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય છે, ત્યાં સુધી પ્રગટી શકતું જ નથી. આમ છતાં પણ ચરમાવર્ત કાલના તે અર્ધ પગલપરાવર્તની પહેલાના કાળમાં જીવને હેયોપાદેયનો સામાન્ય ખ્યાલ આવી શકે છે. છેલ્લા અડધા પુદ્ગલપરાવર્તમાં આવ્યા પછીથી લઘુકમિતા આદિનો યોગ થયા બાદ સઓજ્ઞાનને પામેલા જીવોનું પણ તે સમ્યજ્ઞાન છેલ્લા અડધા પુદ્ગલપરાવર્તના અન્ત સુધી ટકયું જ રહે, એવો પણ નિયમ નથી. એમ પણ બને કે-અડધા પુદ્ગલપરાવર્ત કાલમાં આવ્યા પછીથી લઘુકમિતા આદિનો યોગ થતાં સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનાદિ પ્રગટ્યું હોય અને સમ્યકૂચારિત્ર ગુણ પણ પ્રગટ્યો હોય, છતાં પણ તેવા પ્રકારના નિમિત્તાદિને પામીને કર્મના વશથી જીવ પતનને પામી જાય અને તેનો હેયોપાદેયનો વિવેક તો રહે. ફરી પાછો તે ઉપાદેયમાં હેયબુદ્ધિવાળો અને હેયમાં ઉપાદેયબુદ્ધિવાળો બની જાય. મોક્ષાભિલાષને પામ્યા પછીથી મોક્ષાભિલાષા આદિના સંબંધમાં પણ આવું બની શકે. મોક્ષાભિલાષ આદિન માટે અને સમ્યગ્દર્શનાદિને માટે આવું સર્વ જીવોને માટે બનતું નથી, પણ જે જીવોને માટે આવું બની જાય છે, તે જીવો પણ પુનઃ મોક્ષાભિલાષાદિને અને સમ્યગ્દર્શનાદિને પામીને એ જ આવર્તને અત્તે નિયમા મોક્ષને પામે છે. આથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષને માટેનો પુરુષાર્થ આ ચરમાવર્ત કાલમાં જ જીવ કરી શકે છે. આ કાળ પહેલાં તો જીવમાં મોક્ષને માટેનો પુરૂષાર્થ કરવાની વૃત્તિ જ પેદા થઇ શકતી નથી. સાચો ધર્મરાગ પણ. જીવમાં આ ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકે છે, પણ તે પહેલાં તેવો ધર્મરાગ પણ જીવમાં પ્રગટી શકતો નથી. તે પહેલાંના કાળમાં તો જીવ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભગવાન કાર વિલિકાઓમાં ધર્મ કરે તો તેનામાં મોલતુક ધર્મરાગ હોય જ નહિ, માત્ર સંસારરાગ જ હોય. આથી જ્ઞાનિઓએ અચરમાવર્ત કાલને ભવબાલ-કાલ અને ચરમાવર્ત કાલને ધર્મયૌવન-કાળ કહો છે. ધર્મયૌવન કાળમાં સંસારરાગ ન જ હોયએમ નહિ, પણ આ કાળમાં આત્મામાં નાના પ્રકારનો ધર્મરાગ પણ પ્રગટી શકે છે. ચરમાવર્ત કાળમાં સાચો ધર્મરાગ પ્રગટવામાં કાળ બાધક નિવડતો નથી, છતાં સાચા ધર્મનો સાચો રાગ તો એ આવર્તનો અધ્ધો ભાગ વીત્યા બાદ જ પ્રગટી શકે છે. સાચા ધર્મનો સાચો રાગ પ્રગતાં પૂર્વે પણ જીવમાં મોક્ષના હેતુવાનો ધર્મરાગ આદિ ઘણું પ્રગટી શકે છે અને તે ચરમાવત હાલમાં જ પ્રગટી શકે છે, માટે ચરમાવતી કાલને જ્ઞાનિઓએ ધર્મયૌવન ફળ કહ્યો છે. પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, સમર્થ શાસકાર, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી વીસ વિંશિકાઓ પૈકીની પહેલી ચાર વિશિકાઓમાં મુખ્ય મુખ્ય કયી કયી બાબતો છે તે આપણે જોઇ આવ્યા અને તેને અંગે આપણે કેટલીક પ્રાસંગિક વિચારણા પણ કરી આવ્યા. હવે પાંચમી વિશકામાં મુખ્ય વિષય કયો છે, તે આપણે જોઇએ. પાંચમી વિશિકાનું નામ છે - “બીજાદિ-વિશિકા' આ નામ જ એમ સૂચવે છે કે-આ વિશિકામાં મુખ્ય વિષય બીજાદિ સંબધી છે. ચોથી ચરમપરિવર્ત-વિશિકા' પછી જ આ પાંચમી બીજાદિ-વિશિકા કેમ રચવામાં આવી છે, તેનો ખુલાસો પણ આ વિંશિકામાંથી મળી રહે છે. ચોથી વિશિકાની મુખ્ય બાબતનું અવલોકન કરતાં, આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ, આ પાંચ કારણોના સમાગમ વિના જીવની કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. આ પાંચ કારણો પૈકીનું કોઇ પણ એકાદિ કારણ પ્રધાન હોય અને શેષ કારણો ગૌણ હોય એ બને, પણ દરેકે દરેક કાર્યસિદ્ધિ આ પાંચેય કારણોના સમાગમે જ શકય બને છે. આ વિશિકામાં શુદ્ધ ધર્મરૂપ કલ્પવૃક્ષના બીજ આદિના સ્વરૂપનું વર્ણન કર્યા પછી, આ બીજની સંપત્તિ પણ કેટલીક પ્રા Page #140 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માગ-૧ ૧૩૩ પણ ભવ્ય જીવને ચરમ પુદ્ગલપરાવર્ત કાલમાં જ પ્રાપ્ત થાય છે-એમ કહીને, શાસકાર પરમષિએ તેના સમર્થનમાં ભવિતવ્યતા આદિ પાંચેય કારણોનું, તેના પ્રધાન-ગૌણભાવનું અને તેના સમાગમથી થતી કાર્યસિદ્ધિ આદિનું વર્ણન કર્યું છે. ‘ભવ-બાલકાલ’ ની ઉપમાનું કારણ ઃ ઉપકારિઓએ ચરમાવર્તની પહેલાંના કાળને ‘ભવબાલકાલ' તરીકે અને ચરમાવર્તના કાલને ધર્મયૌવનકાલ' તરીકે ઓળખાવ્યો છે. ભવ એટલે સંસાર અને સંસાર એટલે વિષય-કષાયની આધીનતા. એ આધીનતા પણ કેવી ? બાલકને જેમ બાલક્રીડામાં જ આનંદ આવે. બાલક્રીડાને છોડવાની વાત જેમ બાળકને સાંભળવી પણ ગમે નહિ, એને તમે પરાણે બાલક્રીડામાંથી રોકી રાખો અગર સંયોગવશ એને બાલક્રીડામાંથી રોકાઇ રહેવું પડે તોય એનું મન તો જેમ બાલક્રીડામાં જ રમતું હોય, તેમ ચરમાવર્તની પૂર્વેના કાળમાં જીવને વિષય અને કષાયની આધીનતામાં જ આનંદ આવે છે. એ કાળમાં વિષય-કષાયની આધીનતા પ્રત્યે સુગ પેદા કરવાના તમે લાખ પ્રયત્નો કરો, તોય એના હૈયામાં કોઇ પણ રીતિએ વિષય-કષાયની આધીનતા પ્રત્યે સુગ જ્યે જ નહિ. વિષયકષાયની આધીનતાના યોગે જન્મતી બાલક્રીડાઓનો જ્યારે સંયોગ ન હોય, ત્યારે પણ અચરમાવર્તવર્તી જીવનું મન તો વિષય-કષાયની આધીનતાના આનંદમાં જ રમતું હોય. એવો જીવ જો તેવા પ્રકારના સંયોગો પ્રાપ્ત થતાં ધર્મક્રિયાઓ કરવાને અન્યની પ્રેરણાથી અગર અન્યની પ્રેરણા વિના પણ પ્રેરાય, તો પણ એનું મન તો વિષય-કષાયની ક્રીડાઓનો બાહાપણે કરેલો અલ્પ ત્યાગ પણ, એ ક્રીડાઓને સારી રીતિએ આચરવાના હેતુથી જ અથવા તો ગતાનુગતિકપણે જ હોય. આથી એ જીવ કદાચ અનંતીવાર પણ ધર્મક્રિયાઓ કરે, તોય એના હૈયામાં સાચો ધર્મરાગ જન્મી શકે જ નહિ. વિષય-કષાયજન્ય સુખનું રસાધન પુણ્ય છે અને આ ધર્મક્રિયાઓ એ પુણ્યનું કારણ છે-આવું તો એના હૈયામાં ઉગી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શકે અને એથી એ જીવમાં એવા પ્રકારનો ધર્મરાગ પણ જન્મી શકે; પરન્તુ સાચો ધર્મરાગ તો કોઇ પણ રીતિએ તેના હૈયામાં જન્મી શકે નહિ. અચરમાવર્ત કાલ, એ વિષય-કષાયની આવી જબરી આધીનતાનો કાળ હોય છે અને એથી જ એને ઉપકારિઓએ “ભવ-બાલ-કાલ' ની ઉપમા આપી છે. ધર્મ-યૌવનકાલ” ની ઉપમાનું કારણ : ચરમાવર્તકાલ, એ યુવાનીનો કાળ છે. પુરૂષાર્થની વધુમાં વધુ શકયતા કોઇ પણ કાલમાં હોય તો તે યુવાનીના કાળમાં જ હોય છે. યુવાનનું લોહી થનગને છે. એની તાકાત ઉછાળા મારે છે. અનુભવિઓ યુવાનીને દીવાની કહે છે, કારણ કે-એ ઉંમરમાં જયારે ભોગરાગ જન્મે છે, ત્યારે ભોગરાગના બળે જીવપૂર્વની બધી બાલક્રીડાઓને મૂર્ખાઇભરી માનતો બને છે, ભોગમાં સુખ માનતો બને છે અને જોર કરતી શકિતઓ એને ભોગમાં ભાનભૂલો પણ બનાવી શકે છે. એકવાર એ જ જીવ ધૂળનાં ઘર બનાવવા વિગેરે રમતો આદિની બાલક્રીડાઓમાં જ રાચ્યો-માથ્યો રહેતો હતો. જુવાની આવતાં, એ ક્રીડાઓની અરૂચિ જન્મે છે અને તેનું કારણ ભોગરાગ છે. આવી જ રીતિએ, અનન્તાનન્ત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવને માટે ચરમાવર્ત કાલ એ યુવાનીનો કાળ છે. એ. યુવાનીના કાળમાં જ જીવમાં સાચો ધર્મરાગ પ્રગટી શકે છે. જીવમાં જ્યારે સાચો ધર્મરાગ પ્રગટે છે, એટલે ભોગરાગના યોગે યુવાનને જેમ બાલક્રીડાઓ તરફ અરૂચિભાવ પ્રગટે છે અને ભોગમાં જ આનંદ આવવા માંડે છે, તેમ સાચા ધર્મરાગને પામેલા ચરમાવર્તવર્તી ભવ્ય જીવને પણ વિષય-કષાયની આધીનતામાં અચરમાવર્ત કાલમાં જે આનંદ આવતો હતો તે આનંદ આવતો નથી અને વિષય-કષાયની આધીનતાના બળે જે કીડા આદિ તે કરતો હતો, તેના તરફ અરૂચિભાવ પ્રગટે છે. પછી તો જુવાનને જેમ ભોગવિના ચેન પડતું નથી, તેમ ચરમાવર્તમાં આવવાથી યુવાનીને પામેલો અને તેની અનુકૂળતા થતાં બીજાં પણ કારણોનો સમાગમ થયેથી ધર્મરાગને પામેલો Page #142 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૩૫ જીવ, મે કરીને એવી દશાનેય પામે છે કે-ધર્મ સિવાય એને ચેન પડતું નથી. આથી જ ઉપકારિઓએ ચરમાવર્ત કાલને ધર્મયૌવનકાલ' ની ઉપમા આપી છે. યુવાનીમાંર્ય સામગ્રીના અભાવે ભોગરાગ જન્મે નહિ વલ્કલચીરીનું ઉદાહરણ : સામાન્ય રીતિએ એમ કહેવાય કે-જુવાની આવે એટલે ભોગરાગ આવે, પણ એવું ય બને છે કે-જુવાની આવવા છતાંય કેટલાંક કારણોસર ભોગરાગ જન્મતો નથી. તેવા પ્રકારની સામગ્રીના અભાવમાં પણ જુવાની આવવા છતાંય, ભોગરાગ જન્મે નહિ, એ સુશકય છે. જેમ આપણાં શાસ્ત્રોમાં શ્રી વલ્કલચીરી નામના એક પુણ્યાત્માનો પ્રસંગ આવે છે. એમનો જન્મ જંગલમાં થયો હતો. એ જંગલ પણ એવું કે-પ્રાયઃ ત્યાં કોઇ સ્ત્રીનો સમાગમ જ થાય નહિ. સ્ત્રી નજરે પણ ચઢવા પામે નહિ, કેમકે-ત્યાં વટેમાર્ગુઓનો પણ ખાસ પગરવ નહિ. બનેલું એવું કે-એના પિતા સોમચંદ્ર રાજા હતા. એ રાજા એક વાર ગવાક્ષ એટલે ઝરૂખામાં બેઠા હતા અને તેમનાં પતિભકતા રાણી ધારિણી પોતાના સ્વામીના કેશોનું સંમાર્જન કરતાં હતાં. રાજાના કેશોનું સંમાર્જન કરતાં કરતાં, રાજાના માથામાં ઉગેલો એક ધોળો વાળ રાણીના જોવામાં આવ્યો. એથી રાણીએ કહ્યું કે- 'સ્વામિન્ ! દૂત આવ્યો.' રાજાએ બધી દિશાઓએ નજર ફેરવી જોઇ, પણ દૂત જેવું કાંઇ નરે પડ્યું નહિ. એટલે રાજાએ રાણીને પૂછ્યું કે- ‘કયાં છે દૂત ?’ રાણીએ ધીરે રહીને રાજાના માથામાંના પેલા ધોળા વાળને ઉખેડ્યો અને તે રાજાના હાથમાં મૂક્યો. માણસને પોતાના માથામાં અથવા તો પોતાના સ્નેહી આદિના માથામાં, વૃદ્ધાવસ્થાને સૂચવનારા ધોળા વાળને આવેલો જોઇને, કાંઇક વિચાર તો આવે ને ? એ ધોળા વાળના દર્શનની કાંઇકને કાંઇક અસર તો થાય ને ? તમે વિચાર કરી જૂઓ કે-તમને એ વખતે શું થાય ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યૌવન, એ માણસને કેટલી બધી પ્રિય વસ્તુ છે ? એના રક્ષણને માટે માણસ કેટકેટલા પ્રયત્નો કરે છે ? યૌવનના રક્ષણને માટે જરૂર લાગી જાય, તો ભયંકર હિંસાને આચરવાનું મન પણ થાય ને ? જેને યૌવન આટલું બધું પ્રિય હોય, તેને વૃદ્ધાવસ્થા અતિશય અપ્રિય હોય-તે સ્વાભાવિક જ છે. યૌવન અને જીવનની લાલસા જેટલી તીવ હોય, તેટલી જ વૃદ્ધાવસ્થા અપ્રિય હોય; કારણ કે-વૃદ્ધાવસ્થા આવે એટલે ભોગમાં વાંધો પડે અને મરણ હવે નહિકમાં છે એમ લાગે. ને ભોગ માટે જ જીવનનો અને જુવાનીનો ખપ હોય છે, તેઓ તો ધોળા વાળના દર્શન માત્રથી પણ આઘાત પામે છે. વિવેકી આત્માઓ એવી રીતિએ મુંઝાતા નથી. ધોળા વાળને જોતાં જ તેમને એમ થાય છે કે-હવે તો બેફામ નહિ જ રહેવું જોઇએ. હવે તો મરણ આવે તે પહેલાં જેટલું સધાય તેટલું સાધી લેવું જોઇએ. વૃદ્ધાવસ્થાને અને એ દ્વારા મરણની પણ નિકટતાને સૂચવનારા ધોળા વાળને જોઇને તો એમ માનવું જોઇએ કે-આ ધર્મરાજાનો દૂત છે. એવું માનવાને બદલે મુંઝાઇ જવું અને મરણને આવું ઠેલવાનો પ્રયત્ન કરવો, એમાં કશું જ શાણપણ નથી. મરણને ઠેલવાનો પ્રયત્ન કરવાથી, તે આવતું અટકી જાય એવું બનતું નથી. જન્મેલા એ મરવાના જ. જે ળે એ નિયમા મરે, એ તો સૌને માટેનો શાશ્વત નિયમ. આથી શાણા માણસો તો એ કહેવાય, કે જેઓ વહેલા નહિ તો છેવટે મરણની આગાહીને પામ્યા પછી તો એકદમ સાવધ બની જાય અને કાળ પોતાને તેનો કોળીયો બનાવી દે, તે પહેલાં તો સાધવાજોગું સાધી લેવાને તત્પર બને. શાણા માણસો તો એવા અવસરને પામીને પોતાના સ્નેહિઓ આદિને પણ ઉચિત રીતિએ એવું જ સૂચન કરે. અહીં રાણી ધારિણીએ એમ જ કર્યું છે. પોતાના પતિ સોમચન્દ્ર રાજાને તેમના માથામાંનો ધોળો વાળ બતાવીને રાણીએ કહ્યું કે- “પ્રાણેશ! આ કેશરાજ ધર્મના દૂતનું કાર્ય કરનારો હોઇને પ્રશસ્ય છે.' - રાણીની આ વાતને સાંભળીને રાજાના મુખ પર ગ્લાનિ આવી Page #144 -------------------------------------------------------------------------- ________________ ગઇ. એના ઘાતક એવાથી તેને એ ગાવા આપશે ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૩૭ ગઇ. એ ગ્લાનિ રાણીની વાતને આભારી નહોતી, પણ રાજાએ પોતાના વાળને યૌવનના ઘાતક એવા વૃદ્ધાવસ્થાના શસ્ત્ર તરીકે લેખ્યો અને એમાંથી રાજાને જે વિચાર ઉદ્ભવ્યો. તેને એ ગ્લાનિ આભારી હતી. રાજાના મનને દૂભાતું જોઇને રાણીએ કહ્યું કે- “દેવ ! આપ શું વૃદ્ધાવસ્થાથી લાજો છો ?' કે જેથી માત્ર એક જ ધોળા વાળને જોઇને દુ:ખ પામો છો ? આપને જો આપના વૃદ્ધભાવના પ્રકાશનથી દુઃખ થતું હોય, તો આપણે પટકની ઉદ્દઘોષણા કરીને લોકને એવી નિષેધ આજ્ઞા ફરમાવી દઇએ કે- આપના વૃદ્વભાવની વાત પણ કોઇ કરે નહિ. આ શબ્દો રાણીના હૃદયમાં રહેલી રાજા પ્રત્યેની સાચી હિતચિન્તાના સૂચક છે. પોતાને ધારી પ્રેરણા કરવી હતી, એ માટે જ રાણીએ આવું કહ્યું હતું, પણ રાજા ય અણસમજુ નહિ હતો. ધોળા વાળને જોઇને, એને તો એમ થઈ ગયું હતું કે- “હું કેવો મૂઓં કે આટલી ઉમર વહી ગઇ ત્યાં સુધી હું રાજગાદી ઉપર ચીટકી રહ્યો છું અને ભોગસુખોમાં જ લીન બની રહ્યો છું.?' મારા પૂર્વજોની રીતિને બટ્ટો લગાડ્યો. મારા પૂર્વજો તો વૃદ્ધાવસ્થા આવતાં પહેલાં રાજ્યનો અને ભોગનો ત્યાગ કરીને વનવાસે ચાલ્યા જતા. એમનો ઉત્તરાધિકારી હું ઘરડો થવા આવ્યો તોય હજુ અહીં બેઠો છું. આ રાજા શ્રી જિનધર્મને પામેલા નથી, મિથ્થામતિ છે, પણ ઇતરોમાંય એવું હતું કે-માણસ જ્યાં ઉમર લાયક થયો એટલે તો એણે ભોગાદિકનો ત્યાગ કરવો જોઇએ. માથાનો ધોળો વાળ જોતાં આજે આ વિચાર સ્પર્શ પણ ખરો ? પૂરોગામિઓથી ય તમને આવો બોધપાઠ મળે ખરો ? તે નહિ તો ઉત્તરાધિકારિઓને આવો બોધપાઠ આપી શકાય તો સારૂં એવી પણ તમારી ઇચ્છા ખરી ? રાજાએ તો ઝટ નિર્ણય કર્યો કે-નાની ઉંમરના પણ પુત્રને રાજગાદીએ બેસાડી દઇને વનવાસે ચાલ્યા જવું અને પોતાની આ વિચારણા રાણીને પણ વાતચીતમાં જણાવી દીધી. રાણી કહે છે કે-હું Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ સાથે જ આવું. રાજાએ સમજાવવા છતાંય રાણીએ માન્યું નહિ. એ કહે છે કે- ‘આપના વિના હું અહીં સુખમાં રહું એ બને નહિ. મારે પણ ભોગસુખનો ત્યાગ. આપની સાથે હું પણ વનમાં રહીને આપની સેવા કરીશ.' રાણી તે વખતે સગર્ભા હતી, છતાં કોઇ રીતિએ એ પોતાના નિશ્ચયમાંથી ચળી નહિ અને રાજા તો હવે અહીં એક ક્ષણ પણ રહેવાને રાજી નહોતા. રાજાએ તો તરત જ પોતાના ‘પ્રસન્નચન્દ્વ' નામના બાલવયસ્ક પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી દીધો અને મત્રિઓને તેના રક્ષણ આદિની ભલામણ કરીને વનનો માર્ગ લીધો. તેની સાથે રાણી તથા એક ધાત્રી બાઇ પણ ગયાં. વનમાં ઇને તેઓએ એક ઉટજ બાંધી અને તેમાં તે ત્રણેય રહેવા લાગ્યાં. ફળ-ફુલ આદિથી જીવનનિર્વાહ કરવો અને તપ તથા ઇશ્વરભા કરવું, એ તેમનું નિત્યકર્તવ્ય બન્યું. એમ કરતાં કરતાં યોગ્ય સમયે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. જંગલમાં તો વલ્કલનાં વસ્ત્રોનું પરિધાન હતું, એટલે તેનું 'વલ્કલચીરી' એવું નામ પાડવામાં આવ્યું. રાજાને આશ્ત ભોગવવાની, એટલે બન્યું એવું કે-વલ્કલચીરી હજુ ધાવણો જ હતો, ત્યાં તો રાણી મૃત્યુ પામી. આથી રાજાએ એ નાના પુત્રને ઉછેરવાનું કામ પેલી ધાત્રીને સોંપ્યું, તો એ પણ થોડા સમયમાં મૃત્યુ પામી. આવું બનવાથી તાપસ જીવન ગુજારતા રાજાને માથે, પોતાના અતિ બાલપુત્રને ઉછેરવાની ઘણી મોટી જ્વાબદારી આવી પડી : કારણ કે-ત્યાં એમને કોઇ સહાયક નહિ હતું. જૈન મુનિપણું હોય, તો આ વખત આવત નહિ. ભોગની અરૂચિ હતી, ત્યાગ ગમતો હતો, પણ શુધ્ધ માર્ગ મળ્યો નહોતો. જે માર્ગ મળ્યો હતો, તેને અનુસરતો ત્યાગ કર્યો હતો. અતિ બાલ પુત્રને ઉછેરીને મોટો કરવાની જ્વાબદારી માથે આવી પડવા છતાંય, પાછા નગરમાં જ્વાનો કે પુત્રને નગરમાં મોકલી આપવાનો વિચાર તેમને થયો નથી. આવા આત્માઓને જો સદ્ગુરૂનો યોગ થઇ જાય અને તેઓ જો અભિગ્રહિક Page #146 -------------------------------------------------------------------------- ________________ યાનક ભાગ-૧ ૧૩૯ મિથ્યાત્વથી પીડાતા ન હોય, તો તેઓને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ઘણી જ સહેલાઇથી થઇ શકે છે. એ રીતિએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થયા પછી તો તેઓ શુદ્ધ ધર્મની આરાધના પણ ઘણી જ સુંદર પ્રકારે કરી શકે છે. એ રાજાને જો શુદ્ધ માર્ગ મળ્યો હોત, તો સર્વ સંગના ત્યાગવાળી અને સર્વ પાપવ્યાપારોથી રતિ હોવાથી એકાન્ત નિરવદ્ય એવી શ્રી ક્ત દીક્ષાનો જ સ્વીકાર કરત ને ? તેમ થયું હોત તો રાણી સાથે પ્રેત નહિ અને એથી પણ આ અતિ બાલ પુત્રને ઉછેરવાની અતિ મોટી અને ઘણા મોહની કારણભૂત જવાબદારી માથે આવી પડત નહિ. રાજાએ જાત જાતની મુશ્કેલીઓને વેઠીને પણ વલ્કલચીરીને મોટો કર્યો. ક્રમે કરીને વલ્કલચીરી યુવાવસ્થાને પામ્યો. હવે તે પોતાના પિતાની ચાકરી કર્યા કરે છે. આપણે જોયું છે એ કે, જુવાની આવવા છતાં પણ તથાવિધ સામગ્રીનો જો અભાવ હોય, તો ભોગરાગ જન્મ નહિ. માત્ર એ અવસ્થા એવી છે કે-સામગ્રી આદિ મળી જાય તો ભોગરાગ ઝટ જન્મી શકે. જુવાની એટલે ભોગારાગને જન્મવાને માટેનો અનુકૂલ કાલ ! એ જ રીતિએ, શરમાવર્તકાલ એ સાચા ધર્મરાગને જન્મવાને માટેનો અનુકૂળ કાળ ખરો, પણ એ કાળમાં ય ભવ્ય જીવને જ્યાં સુધી તથાવિધ સામગ્રી આદિ મળે નહિ, ત્યાં સુધી ધર્મરાગ ન પણ જન્મ. વલ્કલચીરી યુવાવસ્થાને પામ્યો, પણ એનામાં ભોગરાગ જભ્યો નહોતો. ભોગનું પ્રધાન સાધન સ્ત્રી અને સ્ત્રી રૂપે પણ જીવો હોઇ શકે છે, એ વાતની જ વલ્કલચીરીને ખબર નહોતી : કારણ કે-જે વનમાં એ વસતો હતો, એ વન સ્ત્રીરહિત હતું. વલ્કલચીરી તો એમ જ માનતો હતો કે, આ સંસારમાં માણસો તરીકે જે જીવો છે, તે બધા મુનિઓ જ છે : કારણકે એને માત્ર તપસ્વી સંન્યાસિઓનો જ યોગ થયો હતો. આ વાત તમે આગળના પ્રસંગથી સારી રીતિએ જાણી શકશો. અહીં આપણે વચ્ચે પ્રસનચંદ્રને યાદ કરવા પડશે, કે જેમને નાની Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઉંમરમાં જ રાજ્યગાદી ઉપર સ્થાપીને રાજા સોમચંદ્રે રાણી ધારિણી સાથે જંગલમાં આવીને તાપસ તરીકેનું જીવન ગુજારવા માંડ્યું હતું. રાજા પ્રસન્નચંદ્ર મોટી ઉંમરના થયા બાદ, તેમના જાણવામાં આવ્યું કે-વનમાં મારી માતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આથી તેમને પોતાના સહોદરને જોવાની અને મળવાની તીવ્ર ઉત્કંઠા થઇ. પોતાની એ ઉત્કંઠાને સફળ કરવાને માટે રાજા પ્રસન્નચંદ્રે ચિતારાને બોલાવીને, તેમને જંગલમાં ઇને નાના ભાઇનું રૂપ આલેખી લાવવાની આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા મુજબ ચિતારાઓએ વનમાં આવીને વલ્કલચીરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું અને પોતનપુરમાં પાછા જઇને તે ચિત્ર રાજા પ્રસનચંદ્રને સુપ્રત કર્યું. એ ચિત્રને જોતાં રાજા પ્રસન્નચંદ્રનો ભાતૃસ્નેહ ઉછાળા મારવા લાગ્યો. ભાઇ તો જંગલમાં છે, પણ અહીં ભાઇના ચિત્રને રાજા પ્રસન્નચંદ્રે આલિંગન કર્યું, તેને મસ્તકે વારંવાર ચુંબન કર્યું અને ખોળામાં પણ પોતાના નાના ભાઇને જ બેસાડતા હોય તેમ તે ચિત્રને મૂક્યું. સ્નેહરાગનો ઉછાળો, શાણા માણસને પણ આવી મોહમય ચેષ્ટાઓ કરવાને પ્રેરે, એમાં નવાઇ નથી. રાજા પ્રસન્નચંદ્રને હવે નાના ભાઇને કોઇ પણ ભોગે નગરમાં લાવીને, તેને પિતાના રાજ્યનો ભાગ આપવાનું મન થયું. ‘હું અહીં રાજ્યસુખ ભોગવું અને મારો નાનો ભાઇ અરણ્યવૃત્તિથી જીવે એ બને નહિ' - એવો રાજાને વિચાર આવ્યો. રાજાને થયું કે- ‘વૃદ્ધ પિતા વ્રતનું આચરણ કરે તે તો યુક્ત છે, પણ આ મારો નાનો ભાઇ વનમાં વસે તે યોગ્ય નથી.' પણ રાજા પ્રસન્નચંદ્ર જાણતા હતા-કે પિતાની પાસેથી પોતાના નાના ભાઇને સહેલાઇથી નગરમાં લાવી શકાય તેમ નથી. આથી તેમણે લાંબો વિચાર કરીને નગરમાંથી કુશળ વેશ્યાઓને બોલાવી. વલ્કલચીરીમાં ભોગરાગ જ્ન્માવીને તેને નગરમાં ઘસડી લાવવાની આ પેરવી ચાલી રહી છે ! એ કારણસર જ વનમાં મોકલવાને માટે વેશ્યાઓને પસંદ કરવામાં આવી છે. રાજા પ્રસન્નચંદ્રે વેશ્યાઓને આજ્ઞા Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૪૧ કરી કે- “તમારે મુનિવેષે જંગલમાં જઇને તમારા કોમળ અંગોના સ્પર્શથી, મધુર વાકયથી અને સાકરનાં બનાવેલાં વનફળો જેવાં ફળોથી મારા નાના ભાઇને લોભાવીને, તેને જેમ બને તેમ જલદી અહીં લઈ આવવાનો રાજાની આજ્ઞા મુજબ તે વેશ્યાઓ જંગલમાં જઇને વલ્કલચીરીને મળી. એ વેશ્યાઓને જોતાંની સાથે જ વલ્કલચરીએ તેમને પૂછયું કેમહર્ષિઓ ! આપ કોણ છો અને આપનો આશ્રમ કયાં છે ?' વેશ્યાઓએ પણ કહ્યું કે- “અમે પોતન નામના આશ્રમના ઋષિઓ છીએ અને તમારા અતિથિ બનીને અહીં આવ્યા છીએ. કહો, તમે અમારો શો સત્કાર કરશો ?' વલ્કલચીરીએ, પોતે જે પાકાં અને મધુર ફળો જંગલમાંથી વીણી લાવ્યો હતો, તે ફળોને બતાવીને કહ્યું કે- “આપ આનું ભોજન કરો !' ' વેશ્યાઓએ કહ્યું કે- “અમારા આશ્રમમાં આવાં નીરસ ફળોને તો કોઇ અતિ નીરસ એવા મહર્ષિ પણ ખાતા નથી; માટે અમારાં આશ્રમનાં વૃક્ષોનાં જે ફળો અમારી સાથે અહીં લેતા આવ્યા છીએ, તે તમે ચાખો.' એમ બોલીને એક ઝાડની નીચે વેશ્યાઓ બેઠી અને વલ્કલચીરીને પણ તેમણે ત્યાં બેસાડ્યો. પછી તેમણે પોતાની પાસેની સાકરની બનાવેલી મિઠાઇ, કે જે આકાર આદિથી વનફળોના જેવી જ હતી, તે તેને પોતાના આશ્રમના ફળ તરીકે ખવડાવી, એ મિઠાઇની મિઠાશે વલ્કલચીરીને લોભાવ્યો અને પોતે પોતાના પિતાની સાથે રોજ જે બિલ્વાદિક ફળો ખાતો હતો, તેના તરફ તેનામાં અરૂચિભાવ જભ્યો. પછી વેશ્યાઓએ રાજા પ્રસન્નચંદ્રની આજ્ઞા મુજબ વલ્કલચીરીને પોતાના અંગોનો સ્પર્શ કરાવવા માંડ્યો. તેમના શરીરને કોમળ અને તેમના વક્ષ:સ્થલને ઉન્નત જોઇને વલ્કલચીરીના આશ્ચર્યનો પાર રહો નહિ. અત્યાર સુધીમાં તેણે જે જે તાપસોને જોયા હતા, તેમાંના કોઇનું હતો, તેના પોતાના પિતા મિઠાઇની હતી, તે તેને પણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ શરીર આવું નહોતું. આથી વિસ્મિત બનેલા અને mતની સપાટી પર સ્ત્રીનું પણ અસ્તિત્વ છે-એ વાતને પણ નહિ જાણતા તે વલ્કલચીરીએ, પેલી વેશ્યાઓને, તેમનું શરીર આવું સુકોમળ તથા ઉન્નત વૃaઃસ્થલવાળું કયા કારણથી છે તે પૂછ્યું. વેશ્યાઓએ કહ્યું કે- “અમારા આશ્રમનાં મા રસવાળાં જે વનફળો છે, તેનું આસ્વાદન કરવાથી શરીર આવું બને છે.' વલ્કલચીરીએ એ વાત પણ માની લીધી. જુઓ કે-વય યુવાન છે, છતાં અજ્ઞાન એવું છે કે તેનામાં ભોગરાગ જન્મ્યો નથી. આવી જ રીતિએ, જે જીવ ચરમાવર્તમાં આવી જાય, તે જીવ તરત જ ધર્મરાગને પામી જાય એવો નિયમ નહિ. જીવ ચરમાતર્તમાં આવ્યો એટલે કાલ પાકયો, પણ બાકીનાં ચારે ય કારણોનો પણ સમાગમ થવો જોઇએ ને ? કાળ પરિપક્વ થયો, એ સૂચવે છે કે-સ્વભાવની પ્રિતકૂળતા પણ નથી. હવે તો અથડામણ મુખ્યત્વે કર્મ અને પુરુષાર્થ વચ્ચે રહેવાની; કારણ કે-ચરમાવર્તમાં આવ્યો એટલી ભવિતવ્યતાની પણ અનુકૂળતા ખરી ને ? જો કે-સમ્યગ્દર્શન ગુણના પ્રકટીકરણ અંગે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાલ શેષ રહે ત્યાં સુધી પણ કાલદોષની મુખ્યતા ગણાય છે. આમ છતાં પણ, ચરમાવર્તમાં આવેલા જીવને પુણ્ય જો યારી આપે, એથી એને જો સારી સામગ્રી મળે, તો એને મોક્ષાભિલાષને અને એ અભિલાષાપૂર્વકના ધર્મરાગને પામવાનો અવકાશ છે. એ સંયોગોમાં પુરૂષાર્થની પ્રધાનતાથી જીવ પરિણામે શુદ્ધ ધર્મને પમાડે એવા ધર્માચરણોને સેવનારો પણ બની શકે છે. આપણે અહીં એવા ભવ્ય જીવની વાત કરી રહ્યા છીએ, કે જે જીવમાં શુદ્ધ ધર્મનો રાગ પ્રગટે એવી સ્વભાવસિદ્ધ યોગ્યતા પણ છે અને જે જીવ શુદ્ધ ધર્મનો રાગ પ્રગટે એવા કાલમાં પણ આવી ગયો છે. એ માટે જ આપણે વલ્કલચીરીનું ઉદાહરણ લીધું છે. ચરમાવર્ત કાલના ધર્મરાગના સ્વરૂપને સમજાવવાને માટે ઉપકારિઓએ યુવાનના ભોગરાગને આગળ ધર્યો છે. ભોગરાગના યોગે યુવાનને જેમ બાલક્રીડાઓમાં કશો જ રસ Page #150 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૪૩ રહેતો નથી, તેમ શુક ધર્મના રાગને પામેલા જીવને પણ સંસાર પ્રત્યે ઉદ્વેગ આવે છે. ભોગરાગને જન્મવાને માટે જેમ યુવાનીની અપેક્ષા પ્રધાનપણે રહે છે. તેમ ધર્મરાગને જન્મવાને માટે ચરમાવર્ત કાલની અપેક્ષા પ્રધાનપણે રહે છે. ચરમાવર્ત કાલને પામ્યા પછી ય જીવને શુદ્ધ ધર્મરાગની પ્રાપ્તિ, જરૂરી સામગ્રીની પ્રાપ્તિ તથા લઘુકમિતાની પ્રાપ્તિ-એ વગેરેના અભાવમાં થઈ શકતી નથી. જેમ યુવાનીને પામેલા અને ભોગરાગ જેનામાં જન્મી શકે એવું છે એવા પણ જીવમાં સામગ્રીનો અભાવ, અજ્ઞાન આદિ કારણે ભોગરાગ જન્મી શકતો નથી તેમ ! એ માટે આ વલ્કલચીરીનું ઉદાહરણ. ઘણું જ બંધબેસતું છે. “અમારા આશ્રમનાં મહારસવાળાં વનફળોનું જે કોઇ આસ્વાદન કરે છે, તેનું શરીર આવું સુકોમળ બની જાય છે અને તેનું વક્ષ:સ્થલ પણ આવું ઉન્નત બની જાય છે.' –આવું વેશ્યાઓએ કહ, એટલે વલ્કલચીરીએ તો વેશ્યાઓની એ વાત પણ માની લીધી; એથી વેશ્યાઓને તો લાગ્યું કે-આને આકર્ષણ તો થયું, એટલે તક જોઇને વલ્કલચીરીને વેશ્યાઓએ કહ્યું કે- “મહર્ષિ ! તમે પણ તમારા આ આશ્રમને અને આ સાર વગરનાં ફલોને હવે તજી દો; પધારો અમારા આશ્રમમાં અને તમે પણ બનો અમારા જેવા !' વલ્કલચીરી તો મિઠાઇની મધુરતાથી અને તેના આસ્વાદનના તેને કહેવામાં આવેલા પરિણામથી એટલો બધો લોભાઇ ગયો હતો કેતે જાણે વેશ્યાઓના આવા આમંત્રણની રાહ જ જોઈ રહ્યો હતો. વલ્કલગીરી તરત જ તે વેશ્યાઓની સાથે જવાને માટે તૈયાર થઇ ગયો. તેમણે અંદર અંદર નક્કી કરી લીધું કે આપણે હવે અમુક સમયે અને અમુક સ્થળે મળીશું. આ મુજબનો સંકેત કરીને વેશ્યાઓ અને વલ્કલચીરી છૂટાં પડ્યાં. વલ્કલચીરી પોતાના મઠમાં ગયો. ત્યાં જઇને તેણે પોતાની પાસે જે તાપસપણાનાં ઉપકરણો હતાં તે મૂકી દીધાં અને જે સ્થાને વેશ્યાઓને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મળવાનું નક્કી કર્યું હતું તે સ્થાન તરફ તે ચાલ્યો. ભવિતવ્યતાનો યોગ એવો વિચિત્ર છે કે-રાજા પ્રસન્નચંદ્રને પોતાના નાના ભાઇને મળવામાં વિલંબ થવાનો છે તેમજ બન્ને ભાઇઓ મળે તે પહેલાં તો વલ્કલચીરીનું એક વેશ્યાપુત્રીની સાથે લગ્ન થવાનું છે તથા એ નિમિત્તે જ બન્ને ભાઇઓનું મિલન થવાનું છે, એટલે અહીં આટલે સુધી આવેલી વેશ્યાઓની બાજી બગડી જાય છે. પુરૂષાર્થ કરવા છતાં પણ કાર્યસિદ્ધિમાં ભવિતવ્યતાની અનુકૂળતાની પણ કેટલી બધી જરૂર પડે છે, તે આ પ્રસંગ ઉપરથી પણ સમજી શકાય તેમ છે. વેશ્યાઓએ વલ્કલચીરીને જે સ્થળે મળવાનું કહેલું, તે સ્થળ તરફ એક તરફથી જેમ વલ્કલચીરી આવી રહ્યો હતો, તેમ બીજી તરફથી તેના પિતા સોમચંદ્ર તાપસ પણ આવી રહ્યા હતા. વલ્કલચીરી ભાગી જવાનો છે અગર તો વેશ્યાઓ તેને ફોસલાવીને ઉઠાવી જવાની છે, એ વાતની સોમચંદ્ર તાપસને ગંધ આવી ગઈ છે અને એથી જ તે આ તરફ આવી રહ્યા છે-એવું નથી; એ તો વનમાં ફરતાં ફરતાં કુદરતી રીતિએ જ આ તરફ આવી રહ્યા છે, પણ તેમનું આ તરફ સ્વાભાવિક આગમન પણ વેશ્યાઓને માટે તો મોટી ગભરામણનું અને ભાગાભાગનું કારણ બન્યું. વેશ્યાઓ વલ્કલચીરીને યેન કેન લલચાવીને તેને પોતનપુર ઉઠાવી જવા આવી હતી, એટલે સાથે ચરપુરૂષોને પણ લાવી હતી. જે સ્થાને વલ્કલગીરીએ તથા વેશ્યાઓએ મળવાનું નક્કી કર્યું હતું, તે સ્થાન તરફ કોણ આવી રહ્યાં છે, તેની તપાસ રાખીને માહિતી આપવાને માટે વેશ્યાઓએ ચરપુરૂષોને વૃક્ષ ઉપર ચઢાવ્યા હતા, કે જેથી જે કોઇ આ તરફ આવતું હોય તેને દૂરથી પણ જોઇ શકાય. ચરપુરૂષોએ સોમચન્દ્ર વાપસને એ. સ્થાન તરફ આવતા જોયા, એટલે વેશ્યાઓને એ જણાવ્યું. વેશ્યાઓએ જવું સાંભળ્યું કે-સોમચન્દ્ર તાપસ આ તરફ આવે છે, તેવી જ તે ત્યાંથી શીકારીને દેખીને જેમ હરણીયા ભાગે તેમ ભાગવા માંડી, એક-બીજાનો સંગાથ કરવા પણ ઉભી ના રહી; કેમકે-સોમચંદ્ર તાપસ શ્રાપ આપશે, Page #152 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એવી એ વેશ્યાઓને બીક લાગી હતી. હવે વલ્કલચીરીનું શું થાય ? તેના પિતા સોમચંદ્ર તાપસ પોતાના સ્થાને ચાલ્યા ગયા, એટલે વલ્કલચીરીએ પેલી વેશ્યાઓને ઢુંઢવા માંડી. વેશ્યાઓ ભાગી ગઇ, એથી વલ્કલચીરીને પોતાનું સર્વસ્વ લૂંટાઇ ગયું હોય એમ લાગ્યું. તે આખાયે વનમાં શોધી વળ્યો, પણ તેને પેલી વેશ્યાઓ મળી નહિ. હતાશ થઇને તે મૃગલાની જેમ વનમાં આમથી તેમ આંટા મારવા લાગ્યો. ૧૪૫ એટલામાં તેણે રથને હંકારી જતા એક પુરૂષને જોયો. વલ્કલચીરીએ માન્યું કે-આપણ એક ઋષિ જ છે; કારણકે-આ દુનિયામાં ઋષિ સિવાયના કોઇ માણસો જ નથી, એવો એનો ખ્યાલ હતો. વલ્કલચીરીએ પોતાના માનેલા એ ઋષિને સંબોધીને કહ્યું કે- ‘તાત ! આપને મારા નમસ્કાર હો.' . રથિએ પૂછ્યું કે- ‘કુમાર ! તું કયાં જાય છે ?' વલ્કલચીરીએ કહ્યું કે- ‘મહર્ષિ ! પોતન નામે જે આશ્રમસ્થાન છે ત્યાં મારે વું છે.' રથિકે કહ્યું કે- ‘મારે પણ પોતનાશ્રમમાં જ્યું છે.' આથી વલ્કલચીરીએ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું. રથિક સ્ત્રી રથમાં બેઠી હતી. વલ્કલચીરીએ રસ્તે ચાલતાં વાત વાતમાં તેણીને પણ વારંવાર ‘તાત' તરીકે સંબોધવા માંડી. આથી તેણીએ પોતાના સ્વામિને પૂછ્યું કે- ‘આ કુમાર મને કેમ ‘તાત' ‘તાત' કહ્યા કરે છે ?' રથિકે કહ્યું કે - ‘સ્ત્રીનશૂન્ય એવા આ વનમાં રહેનારો આ મુગ્ધ કુમાર સ્ત્રી-પુરૂષના ભેદને જાણતો નથી અને એથી તે તને પણ પુરૂષ માને છે.’ વલકલચીરીએ જેમ ઋષિ સિવાયના માણસોને જાણ્યા નહોતા, તેમ મૃગલાં સિવાયનાં ઘોડા વિગેરે દોડનારાં મોટાં પશુઓને પણ જાણ્યાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નહોતાં. આથી રથને જોડેલા અશ્વોને જોઇને વલ્કલચીરીએ રથિકને કહ્યું કે- ‘તાત ! આ મૃગોને તમે કેમ રથે જોડ્યા છે ? મુનિને આ છાજે નહિ.' રથિકે સ્મિત કરીને કહ્યું કે- ‘આ મૃગલાઓનું આ જ કામ છે, એટલે આમાં દોષ જેવું કાંઇ નથી.' આ વાતો ઉપરથી તમે સમજી શકશો કે વલ્કલચીરી કેટલો બધો મુગ્ધ હતો ? તેના આવા મુગ્ધપણાના યોગે જ, તેને પહેલાં ભોગરાગ ગાવે એવી સામગ્રી મળી હતી તોય, તેનામાં ભોગરાગ જાગ્યો નહોતો. પેલી વેશ્યાઓની સાથેનો પહેલો પરિચય, એ ભોગરાગ જગાવે એવી સામગ્રી હતી ને ? આ જ રીતિએ, જીવ ચરમાવર્તને પામેલો હોય તો પણ, જો એ અતિ મુગ્ધ હોય છે, તો તેને શુદ્ધ ધર્મનો રાગ પ્રગટાવે તેવી સામગ્રી મળી જાય તોય, તે તરત ધર્માગને પામી શકતો નથી. ચરમાવર્તને પામેલા આત્માઓમાં આવા મુગ્ધ આત્માઓ પણ ન જ હોય, એવું તો કોઇ પણ સુજ્ઞ કહી શકે નહિ. ખૂબી તો એ છે કે-વલ્કલચીરીનો જીવ એ જ ભવમાં ધર્મરાગથી માંડીને તે શુદ્ધ ભાવધર્મને પામી, ક્ષપકશ્રેણિને પામી, વીતરાગ બની, કેવલજ્ઞાન પામીને મોક્ષને પામેલ છે. જે ભવમાં એ જીવ મોક્ષ રૂપ પરમ લર્ન પામનાર છે, તે ભવની આ મુગ્ધતા છે ! પછી રથિકે વક્કલચીરીને લાડવા ખાવાને માટે આપ્યા. વલ્કલચીરી તે ખાઇને તેના આસ્વાદથી ખૂબ આનંદમગ્ન બન્યો થકો કહેવા લાગ્યો કે‘પોતનાશ્રમમાં રહેનારા મહર્ષિઓએ આવાં જ વનફલો મને આપ્યાં હતાં અને તે મેં ખાધાં હતાં.' આ રીતિએ વાતો કરતા કરતા તેઓ ચાલ્યા જતા હતા, ત્યાં રસ્તે તેમને એક બળવાન ચોર મળ્યો. એ ચોર અને રથિક વચ્ચે યુદ્ધ જામ્યું. તેમાં રથિકે ગાઢ પ્રહાર કરીને તે ચોરને હણી નાખ્યો. ચોરે મરતાં પહેલાં રથિકને કહ્યું કે- ‘દુશ્મનનો પણ ઘા જ વખાણાય છે. પ્રહારથી તેં મન જીતી લીધો, તેથી હું તુષ્ટ થયો છું. અહીં મારૂં જે વિપુલ ધન છે, તેને તું ગ્રહણ કર !' આથી ત્રણેય મળીને ચોરનું ધન રથમાં ચઢાવ્યું. Page #154 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૪૭ આમ તેઓ પોતનપુરે આવી પહોંચ્યા. રથિકે વલ્કલચીરીને કહ્યું કે- ‘આ જ તારો પોતનાશ્રમ છે.' પછી, પોતાની પાસેના ધનમાંથી કેટલુંક ધન વલ્કલચીરીને આપીને, રથિકે પોતાના તે માર્ગમિત્રને હસતાં હસતાં કહ્યું કે- ‘આ આશ્રમમાં દ્રવ્ય વગર આશ્રય મલી શકતો નથી, માટે આ દ્રવ્ય કોઇને આપીને તેના બદલામાં આશ્રય મેળવજે.’ આમ કહીને રથિક, તે તો પોતાના સ્થાને ચાલ્યો ગયો અને આ વલ્કલચીરી નગરનાં મકાનોને જોતો જોતો અને ‘હું આમાં જાઉં' કે ‘તેમાં જાઉં' એમ વિચાર કરતો કરતો આખા નગરમાં ભટકવા લાગ્યો. રસ્તામાં જે કોઇ સ્ત્રી કે પુરૂષ મળે, તે સર્વને મહર્ષિ કલ્પીને મુગ્ધ બુદ્ધિવાળો આ કુમાર, તેમને નમસ્કાર કરવા લાગ્યો. વનમાં એને મહર્ષિ સિવાયનો પરિચય નહોતો અને જે કોઇ મહર્ષિ મળે તેમને નમસ્કાર કરવાનું એને શિક્ષણ મળ્યું હતું. એ મુજબ તે અહીં પણ જે મળે તેને મહિષ માનીને નમસ્કાર કરવા લાગ્યો અને એથી નગરનો તેનો ઉપહાસ કરવા લાગ્યા. આવા માણસને જોઇને તેનો ઉપસાહ કરાય કે તેની હકીકતને જાણવાનો પ્રયત્ન કરાય ? લોકમાં અન્યનો ઉપહાસ કરવાનો એટલો બધો રસ હોય છે કે-તક મળી જાય તો એ ગમે તેનો ઉપહાસ કરવાનું ચૂકે નહિ. હીન ગુણવાળાને, અલ્પ બુદ્ધિવાળાને, બહેરા-મુંગા-બોબડા વિગેરેને જોઇને, તેમનો ઉપહાસ કરનારાઓએ, સમજવું જોઇએ કેએવો ઉપહાસ ભવાન્તરમાં આપણને એથી પણ વધારે ઉપહાસનક હાલતમાં મૂકી દે છે. આ રીતિએ લોકો જ્યારે વલ્કલચીરીનો ઉપહાસ કરવા લાગ્યા, ઍટલે વલ્કલચીરી ધનુષ્યમાંથી છૂટેલા બાણની માફક જરાય સ્ખલના પામ્યા વિના એક મકાનમાં, ઝડપથી પેસી ગયો. એ મકાન એક વેશ્યાનું હતું. વલ્કલચીરી તો વેશ્યાના એ મકાનને પણ આશ્રમ માનતો હતો અને વેશ્યાને મુનિ માનતો હતો, એટલે વેશ્યાને જોઇને તેણીને પણ ‘તાત’ કહીને તેણે નમસ્કાર કર્યો. પછી પોતાની પાસે જે દ્રવ્ય રથિકનું આપેલું Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હતું, તે તેણે વેશ્યાની સામે ધરીને પ્રાર્થના રૂપે કહ્યું કે- “મને એક કુટીર આપો અને તેના ભાડાનું આ દ્રવ્ય લો.' વેશ્યાએ કહ્યું કે- “આ તમારી જ કુટીર છે, માટે આને તમે ગ્રહણ કરો.' આમ કહીને વેશ્યાએ વલ્કલચીરીના અંગસંસ્કારને માટે હજામને બોલાવ્યો. વલ્કલચીરી ના પાડતો રહ્યો અને હજામે તો વેશ્યાની આજ્ઞાથી તેના હાથ-પગના નખ, તેને કશી જ તકલીફ પમાડ્યા વિના, ઉતારી લીધા. હવે તેને સ્નાન કરાવવાને માટે વેશ્યાએ તેનું વલ્કલનું વસ્ત્ર ઉતારી લઇને બીજું વસ્ત્ર પહેરાવ્યું. આ વસ્તુ વલ્કલચીરીને માટે ખૂબ અસહા બની. તે બાળકની માફક રટણ કરતાં કરતાં વેશ્યાને કહેવા લાગ્યો કે- “હે મહામુનિ ! જે મુનિવેષમેં જન્મથી ધારણ કર્યો છે, તેને આપ લઇ લો નહિ !' વેશ્યાએ જવાબમાં કહ્યું કે- “આ આશ્રમમાં જે મહષિઓ અતિથિ તરીકે પધારે છે, તેમનો આવો જ ઉપચાર કરાય છે, તો તમો કેમ ના પાડો છો ? મુનિપુત્ર ! જો તમે અમારા આશ્રમના આવા આચારોને સ્વીકારશો, તો જ તમને અહીં કુટીર મળી શકશે.' વેશ્યાએ આવું કહ્યું એટલે વલ્કલચીરી તો, મંત્રથી વશ કરેલા સાપની જેમ, સ્થિર થઇ ગયો; કારણ કે-એને અહીં રહેવાનો લોભ હતો. પછી વેશ્યાએ જાતે જ વલ્કલચીરીના માથામાં તેલ નાખીને તેના જટિલ કેશપાશને ચોળ્યો અને તેના એક એક વાળને છૂટો પાડ્યો. તે પછી તેણીએ વલ્કલચીરીના શરીરે તેલનું મર્દન કર્યું અને તે વલ્કલચીરીને એટલું બધુ મીઠું લાગ્યું કે-એની આંખો એના સુખથી ઘેરાવા લાગી. આટલું કરીને વેશ્યાએ વલ્કલચીરીને ઉષ્ણ અને સુગંધવાળા પાણીથી સ્નાન કરાવીને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભૂષણો પહેરાવ્યાં. પછી તે વેશ્યાએ પોતાની એક ન્યાનું વલ્કલચીરીની સાથે લગ્ન કર્યું. તે વખતે ત્યાં આવી મળેલી બધી વેશ્યાઓએ વર-વહુને ગાવા માંડ્યાં, ત્યારે વલ્કલચીરી વિચાર કરે છે કે- “આ ઋષિઓ શાનો પાઠ કરે Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે ? ત્યાં તો વળી વેશ્યાઓએ મંગલ વાંજિત્રો વગાડ્યાં. એ વાજિંત્રોના નાદથી ‘આ શું ?' એમ સંભ્રાન્ત થઇ ઇને વલ્કલચીરીએ પોતાના બન્ને હાથથી પોતાના બન્ને કાનોને ઢાંકી દીધા. ૧૪૯ આટઆટલું થવા છતાં, વલ્કલચીરીની મુગ્ધતા હજુ ગઇ નથી અને તેનામાં ભોગરાગ પ્રગટ્યો નથી. આમ જૂઓ તો વય યુવાન છે, છતાં આ દશા છે. આપણો મુઠ્ઠી એ જ છે કે-ચરમાવર્તને પામેલો જીવ પણ જો તેવો ગુરૂકર્મી આદિ હોય તો શુદ્ધ ધર્મરાગને સહેલાઇથી પામી શકતો નથી. તમને એમ થતું હશે કે-અજાણી વેશ્યાએ વલ્કલચીરીની આટલી બધી આગતા-સ્વાગતા કેમ કરી ? પણ તેમ કરવામાં તેનો ઉંડો સ્વાર્થ હતો. અહીં વેશ્યાના આંગણે ગાજતો વાજિંત્રોનો નાદ, છેક રાજા પ્રસન્નચંદ્રના કાન સુધી પહોંચી ગયો. રાજા તે સમયે દુ:ખની અતિશય અતિથી, માછલું જેમ થોડા પાણીમાં તરફડે તેમ, તરફડતો શય્યામાં પડ્યો હતો. રાજાના દુઃખનું કારણ એ હતું કે-વલ્કલચીરીને યેન કેન લલચાવીને પોતનપુરમાં લઇ આવવાને માટે રાજાએ જે વેશ્યાઓને મુનિવેષ ધારણ કરાવીને જંગલમાં મોકલી હતી, તે જેવી ગઇ હતી. તેવી પાછી આવી ગઇ હતી. તેમણે આવીને રાજાને કહ્યું હતું કે- ‘આપે સૂચવેલા પ્રકારોથી અમે તે વનેચર કુમારને લલચાવવામાં તો સફલ નિવડી; કુમારે અહીં આવવાને માટે અમારી સાથે સંકેત પણ કર્યો; પરન્તુ તે જ વખતે તેમના પિતાને દૂરથી આવતા જોઇને, તેમના શ્રાપના ભયથી અમે ત્યાંથી ભાગી છૂટી : કારણ કે-અમે સ્ત્રીઓ સ્વભાવથી જ કાયર હોઇએ છીએ તે કુમાર અમારા પ્રલોભનને એટલો બધો વશ બની ગયો હતો કે-હવે તે અમને શોધતો શોધતો વર્તવન રખડશે, પણ તેના પિતાના આશ્રમમાં પાછો નહિ જાય.' આ સાંભળીને રાજા પશ્ચાત્તાપના દુ:ખમાં ડૂબી ગયો. તે વિચારવા લાગ્યો કે- 'જડ એવા મેં આ કરી શું નાખ્યું ?' મેં પિતા-પુત્રનો વિયોગ કરાવ્યો અને નાનો ભાઇ તો મને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચીદ ગુણસ્થાનક ભાગ-૧ મળ્યો નહિ ! પિતાથી વિખૂટો પડી ગયેલો તે હવે કેમ કરીને જીવશે ? આ દુઃખના યોગે બેચેનીથી તરફડતો રાજા જે વખતે શય્યામાં પડ્યો હતો, તે વખતે તેના કાને વાજિંત્રોનો ધ્વનિ પહોંચ્યો. વાજિંત્રનો એ ધ્વનિ તેને અપ્રિય અતિથિના જેવો લાગ્યો. તે બોલ્યો કે- જે વખતે આખુંય નગર મારા દુઃખે દુઃખિત બનેલું છે, તે વખતે આ કયો લોકોત્તર સુખી છે, કે જેના આંગણે વાજિંત્રનો ઘોષ થાય છે ? અથવા તો સૌ કોઇ સ્વાર્થનિષ્ઠ છે, કારણ કે-મૃદંગનો આ અવાજ કોઇકને આનંદ આપે છે, જ્યારે મને તો જાણે મૃદુગરના ઘા જેવો લાગે છે.' અહીં એ પણ વિચારવા જેવું છે કે રાજાને વાજિદ્રનો નાદ ક્ષત ઉપર ભાર નાખવા જેવો લાગે છે, છતાં રાજા એ નાદને અટકાવવાનો હુકમ કરતો નથી. રાજાના દુઃખે દુઃખી નહિ થતાં, પોતાના આનંદમાં મસ્ત રહીને વાજિંત્ર વગડાવનારને પકડીને બાંધી લાવવાનો હુકમ રાજા કરતો નથી. એ વિચાર કરે છે કે-મને જેમ મારો સ્વાર્થ પ્રિય છે, તેમ એને એનો સ્વાર્થ પણ પ્રિય હોય ને ? રાજા હોવા છતાં આવા સમયે આવો વિવેક રહેવો, એ બહુ મુશ્કેલ વાત છે. શેઠીયાઓ પણ નોકરોના આવા કૃત્યને સહી લે ખરા ? પણ અહીં બને છે એવું કે-રાજા જે બોલ્યા, તે કોઇકે સાંભળ્યું. એણે બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી, એમ એ વાત એકદમ ફેલાઇ ગઇ અને એ વાત પેલી વેશ્યાના કાને પણ પહોંચી ગઇ. તરત જ તે વેશ્યા રાજા પ્રસન્નચન્દ્રની પાસે પહોંચી ગઇ. વેશ્યા છે એટલે તેને ધૃષ્ટતાભરી પ્રગભવાણી વદતાં તો આવડે ને ? રાજાને નમસ્કાર કરી, હાથ જોડીને તે કહેવા લાગી કે- ‘દેવ ! મારે ત્યાં કેટલાક વખત પહેલાં એક દેવ# આવ્યો હતો. તેણે કહ્યું હતું કે-તારે ઘેર ઋષિવેષને ધરનારો એક યુવાન આવશે અને તેને તું તારી કન્યા આપજે. એ દવષે કહ્યા મુજબ આજે મારે ત્યાં એક ઋષિવેષને ધરનારો યુવાન આવ્યો. બળદીયા જેવો તે વ્યવહારને તો જાણતો જ નથી, પણ મેં તો દેવશે કહ્યા મુજબ મારી કન્યાને તેની સાથે Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૫૧ પરણાવી. દેવ ! એ વિવાહના ઉત્સવ નિમિત્તે મારે ત્યાં વાજિંત્રો વાગતાં હતાં. આપ દુઃખી છો-એવું હું જાણતી નહોતી, તો આપ મારા અપરાધની ક્ષમા કરો !' અજાણી વેશ્યાએ વલ્કલચીરીની એટલી બધી આગતા-સ્વાગતા કેમ કરી, તેનું કારણ હવે સમજાયું ને ? નિમિત્તના જાણકારો આવી ભવિષ્યની વાતો પણ કરી શકે છે. નિમિત્તશે કહ્યું હશે કે-તારે ત્યાં જે યુવાન ઋષિકુમાર આવશે તે રાજસુખને ભોગવનારો બનશે, એટલે વેશ્યા મળેલી તેવી તકનો લાભ લેવામાં વિલંબ કરે ખરી ? વેશ્યાએ તો અપરાધમાંથી છૂટવાને માટે પોતાની હકીકત કહી પણ એ હકીકત સાંભળીને રાજા પ્રસન્નચંદ્રને તરત જ એ વિચાર આવ્યો કે- “આ વેશ્યા જે ઋષિકુમારની વાત કરે છે, તે કદાચ મારો નાનો ભાઇ વલ્કલચીરી હોય તો ?' આથી રાજાએ તે માણસોને બોલાવ્યા, કે જેમણે અગાઉ વલ્કલચીરીને જોયો હતો અને તેમને પેલી વેશ્યાને ત્યાં જઇને એ ઋષિકુમાર તે “વલ્કલગીરી જાતે જ છે કે નહિ' -તેની ખાત્રી કરી આવવાની આજ્ઞા ફરમાવી. એ માણસો જાતે જઇને વલ્કલચીરીને જોઇ આવ્યા અને રાજા પ્રસન્નચંદ્રને કહ્યું કે- “આપ ધારો છો તે જ એ ઋષિકુમાર છે.' સુંદર સ્વમના દર્શનથી માણસ જેય હર્ષ પામે તેમ રાજા પ્રસન્નચક્ર પણ એ વાતને સાંભળીને અતિશય ખુશ થઇ ગયા. તરત જ રાજા પ્રસન્નચન્દ્ર પેલી વેશ્યાના ઘરે ગયા અને વલ્કલચીરીને તેની નવવધૂ વેશ્યાપત્રીની સાથે હાથી ઉપર બેસાડીને પોતાના મહેલમાં લઇ આવ્યા. અહીં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “રિસ્વત્યિવદારો, રીંગbiાર મે સ: I” એટલે કે-રાજા પ્રસન્નચન્દ્ર ક્રમે કરીને તે વલ્કલચીરીને અખિલ વ્યવહારને જાણનારો બનાવ્યો. હવે આપણે આ પાંચમી વિશિકામાં સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બીજ આદિની વાતમાં જતાં પહેલાં, ચરમાવર્તન પામેલા પણ જીવોને કેટલાક કાલ પર્યન્ત કેટલાંક કારણોસર શુદ્ધ ધર્મનો રાગ પ્રાપ્ત થઇ શકે નહિ એ શકય છે-એ વાતના સમર્થન માટે જે વલ્કલચીરીને યાદ કર્યા હતા, તેમનો શેષ પ્રસંગ પૂરો કરી લઇએ. બાળકને જેમ ધૂળનાં ઘર બનાવવાંએ વિગેરે બાલક્રીડાઓમાં જ આનંદ આવે છે, પણ યુવાનવય આવતાં જ્યારે તેનામાં ભોગરાગ જન્મે છે, ત્યારે તેને એ જ બાલક્રીડાઓ પ્રત્યે અરૂચિભાવ પ્રગટે છે અને ભોગની સાધનામાં જ આનંદ આવે છે, તેમ અચરમાવર્ત કાલમાં જીવને વિષય અને કષાયની આધીનતામાં જ આનંદ આવે છે, પણ ચરાવર્ત કાલ રૂપ ધર્મયૌવનના કાળમાં આવતાં જ્યારે તેનામાં ધર્મરાગ જન્મે છે, ત્યારે તેને વિષયકષાયની આધીનતામાં પહેલાંના જેવો આનંદ આવતો નથી, પણ તે તરફ અરૂચિભાવ પ્રગટે છે અને ધર્મની સાધનામાં જ સાચો આનંદ આવવા લાગે છે. એ વાતને અંગે આપણે વિચાર્યું કે-સામગ્રીના અભાવ આદિ કારણે જેમ યુવાનવયને પામેલા પણ. માણસમાં ભોગરાગ જન્મે નહિ. એ શકય છે, તેમ ચરમાવર્તન પામેલા પણ જીવમાં, સામગ્રીનો અભાવ, ગુરૂકમિતા આદિ કારણે કેટલાક કાલ પર્યન્ત ધર્મરાગ જન્મ નહિ-એ શકય છે. એ વાતને અંગે આપણે વલ્કલચીરીને યાદ કર્યા અને તે યુવાવસ્થાને પામ્યા પછી પણ કયા કારણે ભોગરાગને પામ્યા નહિ તેમજ કેટલી મુશ્કેલીએ એ ભોગરાગને પામ્યા, એ આપણે જોઇ આવ્યા. એ પુણ્યાત્મા એ જ ભવમાં કેવલજ્ઞાનના સ્વામી બનીને પોતાના પિતા તથા પોતાના વડિલ ભાઇના પણ તારક બન્યા હતા અને એથી જ આપણે એ પુણ્યાત્માના શેષ પ્રસંગને જોવાને ઇચ્છીએ છીએ. - રાજા પ્રસન્નચ વલ્કલચીરીને સઘળા વ્યવહારને જાણનારો બનાવ્યો-એટલું જ નહિ, પણ પિતાના રાજ્યનો એક વિભાગ વલ્કલચીરીને આપીને રાજાએ કૃતાર્થતા અનુભવી. આવી રીતિએ પોતાના નાના ભાઇને બોલાવીને પિતાની સંપત્તિમાંથી ભાગ આપનારા આજે કેટલાક નીકળે ? નાના ભાઇને બોલાવીને તેનો Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૫૩ નાના છ સાગ ઇચ્છા મુજબ તેમને યાદ તો પટ રાજાએ ભાગ તેને સુપ્રત કરી દેવા સુધી ન પહોંચાય, તો પણ એ લેવા આવે તો તો આનંદથી તેને તેનો ભાગ આપી દેવાની તૈયારી ખરી ને ? એને અદાલતનો આશરો લેવાનું કહેવાજોગી હાલત તો નહિ ને ? આ વાતનો પણ તમે વિચાર કરી જોજો. રાજા પ્રસન્નચંદ્ર તો વલ્કલચીરીને રાજ્યનો વિભાગ આપ્યા પછીથી, તેને અપ્સરાઓ જેવી રાજકન્યાઓ પણ પરણાવી. હવે તો વલ્કલચીરીમાં ભોગરાગ ઉત્પન્ન થઇ ગયેલો છે, એટલે ભોગની વાત આવે છે. સુખ રૂપી સાગરના જલમાં વલ્કલચીરી હાથીની જેમ પોતાની પત્નીઓની સાથે સારી રીતિએ રમવા લાગ્યો અને તેની સર્વ અભિલાષાઓ પૂર્ણ થવા લાગી. ' વલ્કલચીરી આટલી બધી સુખસાહાબીને પામનારો અને તેને ઇચ્છા મુજબ ભોગવનારો બન્યો, તે છતાં પણ તેને પેલા રથિનો ઉપકાર યાદ હતો. તમને યાદ તો હશે જ કે-વલ્કલચીરીને યેન કેન લલચાવીને પોતનપુરમાં લઇ આવવાને માટે રાજાએ જે વેશ્યાઓને વનમાં મોકલી હતી, તે સોમચંદ્ર તાપસના શ્રાપના ભયથી વલ્કલચીરીને લીધા વિના જ ભાગી ગઇ હતી અને વલ્કલચીરી રઝળતો થઇ ગયો હતો. તે વખતે તેને માર્ગમાં એક રથવાળો મળ્યો હતો અને તેણે વલ્કલચીરીને પોતનપુર સુધી લાવીને કેટલુંક દ્રવ્ય પણ આપ્યું હતું. એ દ્રવ્ય ચોરની મિલ્કત હતી, એ વાત પણ યાદ છે ને ? પોતનપુરમાં આવ્યા પછીથી તે રથિક પેલા ચોરે આપેલાં ઘરેણાંને વેચવાને માટે નગરમાં નીકળ્યો. પેલા ચોરે આ નગરમાંથી જ ચોરી કરીને મિલ્કત કરી હતી, એટલે આ રથિક જ્યાં નગરમાં ચોરે દીધેલા દાગીના વેચવા નીકળ્યો, ત્યાં જ સપડાઇ ગયો. સૌએ પોતપોતાના દાગીનાઓને ઓળખી કાઢ્યા અને પેલા રથિકને જ ચોર માનીને તેને કોટવાળોની પાસે પકડાવ્યો. કોટવાળો તેને બાંધીને રાજકારે લઇ આવ્યા. ત્યાં તેને વલ્કલચીરીએ જોતાંની સાથે જ ઓળખી, કાઢ્યો અને તેના તરફ અમૃતભરી નજર કરી. પછી વલ્કલચીરીએ તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વલરી વળ્યા એવી જા આવીને સથકને પોતાના માર્ગના ઉપકારી તરીકે ઓળખાણ કરાવીને છોડી દીધો. વલ્કલચીરી તો અહીં સુખસાહાબીમાં કાળ નિર્ગમન કરતો હતો, જ્યારે વનમાં સોમચન્દ્ર તાપસના દુ:ખનો પાર નહોતો. પહેલાં તો તેમણે વલ્કલચીરીને જોયો નહિ, એટલે તે વલ્કલચીરીને શોધવાને માટે આખાય જંગલમાં ફરી વળ્યા. કોઈ ઝાડ એવું નહોતું, કે જે ઝાડ વલ્કલચીરીને શોધતા સોમચંદ્ર તાપસના આંસુથી ભીંજાયું ન હોય પછી રાજા પ્રસન્નચંદ્ર મોકલેલા માણસોએ સોમચંદ્ર તાપસની પાસે આવીને વલ્કલચીરીના સઘળા સમાચારો કહ્યા અને તેથી સોમચંદ્ર તાપસ પ્રફુલ્લ નેત્રોવાળા બન્યા, પરંતુ પુત્રના વિયોગથી સોમચંદ્ર તાપસે એટલું બધું રૂદન કર્યું હતું, કે જેને લઇને તે અધપણાને પામ્યા હતા. એ વૃદ્ધ અને અબ્ધ બનેલા સોમચંદ્ર તાપસને બીજા તાપસો લ વિગેરે લાવી આપતા હતા અને તે ફલાદિકથી સોમચન્દ્ર તાપસને તપનું પારણું કરાવતા હતા. આમ બાર વર્ષના વહાણાં વહી ગયાં. તે પછી એક વાર વલ્કલગીરી મધ્યરાત્રિએ જાગી ગયો. એ વખતે એને એના પિતા સોમચન્દ્ર તાપસ યાદ આવ્યા. તેણે પોતાના પિતાના ઉપકારોને યાદ કરવા માંડ્યાં. તેણે વિચાર્યું કે- “મન્દ ભાગ્યવાળો હું જભ્યો કે તરત જ મારી માતા મરણ પામી; એટલે પિતાજીએ અરણ્યમાં વસવા છતાં પણ બાળક એવા મારી ચાકરી કરી. હું અહનિશ પિતાજીની કેડમાં રહેતો હતો અને એથી દુરાત્મા એવા મેં પિતાજીને તપના કષ્ટથી પણ અધિક એવું કષ્ટ આપ્યું હતું. તે પછી યુવાવસ્થાને પામેલો હું જ્યાં પિતાજીના પ્રત્યુપકારને માટે સમર્થ બન્યો, ત્યાં તો અજિતેન્દ્રિય અને પાપી એવો હું દેવના યોગે અહીં આવ્યો. ખરેખર, પિતાજીનો મારા ઉપર એવો મોટો ઉપકાર છે કે-એક ભવમાં તો હું તેમના ઋણમાંથી મુકત થઇ શકું તેમ નથી ? કારણ કે-પિતાજીએ પોતે કષ્ટોને સહન કરીને મને છેક નાનેચી આટલો મોટો કર્યો છે !' રસાસ્વાદના લોભમાં અને પછી ભોગરાગની આધીનતામાં પિતાજી ભૂલાઇ ગયા હતા-એ સાચું, પણ જ્યારે પિતાજી યાદ આવ્યા ત્યારે તે Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૫૫ કેવા પ્રકારે યાદ આવ્યા, એ જોવાનું છે. આ યાદમાંથી તો, હવે, જબરજસ્ત શુભ પરિણામ નિપજવાનું આ પ્રમાણે પિતાજીના ઉપકારનો વિચાર કરીને, તે વલ્કલગીરી, પોતાના બંધુ રાજા પ્રસન્નચન્દ્રની પાસે ગયા અને તેમને કહ્યું કે- “દેવ ! પિતાજીનાં ચરણોનું દર્શન કરવાને માટે હું ખૂબ જ ઉત્સુક બન્યો છું.' રાજાએ કહ્યું કે- “એ આપણા બન્નેના પિતા છે, એ જેમ તારા પિતા છે તેમ મારા પણ પિતા છે, એટલે એમનાં ચરણોનું દર્શન કરવાનું જેવું સુકય તને છે, તેવું સૂકય મને પણ છે.' પછી બન્ને ભાઇઓ, પરિવાર સાથે પોતાના પિતા સોમચન્દ્ર તાપસનાં ચરણોથી જે આશ્રમ વિભૂષિત હતો તે આશ્રમે પહોંચ્યા. બન્ને ય ભાઇ ત્યાં આવીને જવા વાહનમાંથી નીચે ઉતર્યા, કે તરત જ વલ્કલચીરીએ કહયું કે- “આ તપોવનને જોઇને રાજ્યલક્ષ્મી તો મને તણખલા સમી લાગે છે. આ તે સરોવર છે, કે જ્યાં હું હંસની જેમ કીડા કરતો હતો, આ તે વૃક્ષો છે, કે જેમની સાથે હું મિત્રની માફક ધૂળમાં રમ્યો હતો, અને આ તે માતા સમી ભેંસો છે, કે જેમનાં દૂધ મેં પીધાં છે. સ્વામિનું ! આ વનમાં કેટલાં બધાં સુખો છે, તેનું હું કેટલુંક વર્ણન કરું? અરે, બીજાં બધાં ય સુખોની વાત તો દૂર રહી, પણ અહીં પિતાજીની સેવાનું જે એક સુખ છે, તે પણ રાજ્યમાં મને કયાં મળે તેમ છે?” વલ્કલચીરીના અન્તઃકરણમાં કેવું મોટું પરિવર્તન આવી જવા પામ્યું છે, તેનો ખ્યાલ તેમનાં આ વચનોથી પણ આવી શકે તેમ છે. પછી બન્નેય ભાઇઓ આશ્રમમાં પેઠા. સોમચન્દ્ર ઋષિને જોઇને રાજા પ્રસન્નચન્દ્ર નમસ્કાર કરતા કહ્યું કે- 'તાત ! આપનો પુત્ર પ્રસન્નચન્દ્ર આપને નમસ્કાર કરે છે.' નમસ્કાર કરતા એવા રાજાને દેહે સોમચન્દ્ર ઋષિએ એવી રીતિએ હાથ ફેરવવા માંડ્યો, કે જાણે તેનાં અંગો ઉપરની માર્ગમાં ઉડેલી ધૂળને સાફ કરતા હોય. રાજાએ પણ એ વખતે રોમાંચનો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અનુભવ કર્યાં. . હવે વલ્કલચીરી પણ સોમચન્દ્ર ઋષિને પ્રણામ કરતાં બોલ્યા કે ‘આ વલ્કલચીરી આપના ચરણકમળના ભ્રમરપણાને પામ્યો છે.' એટલે કે-હવે પોતે અહીંથી પાછો જ્વાન ઇચ્છતો નથી, એમ વલ્કલચીરીએ સૂચવી દીધું. પ્રમોદને પામેલા સોમચન્દ્ર ઋષિએ તેના માથાને મળની જેમ સંધ્યું અને પર્વતને જેમ વરસાદ આલિંગે, તેમ તેનાં સર્વ અંગોને આલિંગન કર્યું. તે વખતે હર્ષના અતિરેકથી સોમચન્દ્ર ઋષિની આંખમાં સ્હેજ ઉષ્ણ આંસુ આવી ગયાં અને એ આંસુઓએ તે જ ક્ષણે તેમના અન્ધપણાનો નાશ કરવાને માટેના પમ ઔષધનું કામ કર્યું. તત્કાલ પ્રકાશવાળાં બનેલાં પોતાનાં બન્નેય નેત્રોથી સોમચન્દ્ર ઋષિએ પોતાના બન્નેય પુત્રોને જોયા. પોતાના ગૃહસ્થપણાના સ્નેહનું બંધન પુનઃ આવૃત્ત થયું હોય, એવી તેમની તે વખતે દશા થઇ તે પછી તેમણે પોતાના બન્નેય પુત્રોને સુખપૃચ્છા કરી અને તે બન્નેએ કહ્યું કે- ‘કલ્યાણ રૂપી વૃક્ષના દોહન સમાન આપની કૃપાથી અમારો સમય સુખે પસાર થયો છે.' પછી વલ્કલચીરીને વિચાર થયો કે- ‘આટલો કાળ થયાં તાપસપણાનાં જે ઉપકરણોને મેં જોયા નથી, તેની હાલત તો હું જોઉં !' આવો વિચાર કરીને તે ત્યાંથી ઉઠ્યો અને ઝપથી તે ઉટની અંદરના ભાગમાં પેઠો. ત્યાં તાપસપણાનાં ઉપકરણોને જોઇને તેનામાં પૂર્વકાલીન મમત્વભાવ જાગૃત થયો અને તેણે પોતાના ઉત્તરીય વસ્રના છેડાથી તે તાપસપણાનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવા માંડ્યું. એ ઉપકરણોનું પ્રતિલેખન કરતાં કરતાં તેને વિચાર થયો કે- ‘શું પાત્રોને પ્રતિલેખવાની પાત્રકેસરિકા એટલે કોમળ વસ્ર વડે મેં પૂર્વે યતિનાં પાત્રોનુ ક્યાંક પ્રતિલેખન કર્યું હશે ખરૂં ?' આવી રીતિએ વિચાર કરતાં કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના ઉત્પન્ન થવાથી શ્રી વલ્કલચીરીને પોતાના પૂર્વના દેવ અને મનુષ્યપણાના ભવો યાદ આવ્યા. . પૂર્વ ભવમાં પોતે જે શ્રમણપણાનું પાલન કર્યુ હતું, તે પણ તેમને Page #164 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧પ૭ જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યું અને નિર્વાણ રૂપી લક્ષ્મીના મિત્ર સમાન પરમ વૈરાગ્યને તે પામ્યા. પછી તો તરત જ, પરમ વૈરાગ્યને પામેલા તે શ્રી વલ્કલચીરી ધ્યાનારૂઢ બન્યા અને ધર્મધ્યાનને ઉલ્લંઘીને શુકલધ્યાનમાં આવી જઇને ચારેય ઘાતી કર્મોનો ક્ષય કરવા દ્વારા શ્રી વલ્કલચીરી મહાત્માએ કેવલજ્ઞાન ઉપાર્યું. - ઉજ્વલ કેવલજ્ઞાનને પામેલા શ્રી વલ્કલગીરી મહાત્માએ તત્કાલ પોતાના પિતાને તથા વડિલ ભાઇને સુધા સમી ધર્મદેશના દીધી અને તે બન્નેયને બોધ પમાડ્યો. તે પછી દેવતાઓએ અર્પણ કરેલા મુનિવેષને કેવલજ્ઞાની મહાત્મા શ્રી વલ્કલચીરીએ ધારણ કર્યો, એટલે શ્રી સોમચન્દ્ર તથા શ્રી પ્રસન્નચન્ટે તેમને વન્દન કર્યું. - કેવલજ્ઞાનને પામ્યા પછી પણ શ્રી વલ્કલચરી મહાત્માએ પોતાના પિતા શ્રી સોમચક્ર મુનિવરને રઝળતા મૂકયા નથી. જ્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા વિચરતા પોતનપુર પાસેના મનોરમ નામના ઉદ્યાનમાં પધાર્યા, ત્યારે પોતાના પિતાને તે તારકને સોંપ્યા પછીથી જ, પ્રત્યેકબુદ્ધ એવા શ્રી વલ્કલચીરી માત્મા અન્યત્ર વિહરી ગયા હતા. - અહીં શ્રી વલ્કલચીરી મહાત્માનો પ્રસંગ પૂરો થાય છે. શ્રી પ્રસન્નચન્ટે પણ, તે વખતે જે વૈરાગ્ય પ્રગટ્યો, તેને સારી રીતિએ જાળવી રાખ્યો હતો, પછી દીક્ષા લીધી હતી અને એ રાજર્ષિ પણ કેવલજ્ઞાનને પામીને મુકિતએ પધાર્યા હતાં. વિચિત્ર પ્રકારની કાલની પ્રધાનતા : તમે જોયું ને કે-યુવાવસ્થાને પ્રાપ્ત થયા પછી પણ કેટલા સમયે અને કેટલી મહેનતે વલ્કલચીરીમાં ભોગરાગ જન્મ્યો ? ભોગરાગ જન્મી શકે એવું હૈયું હોય અને યુવાન વય આવી લાગે, તો પણ આવાં કેટલાંક કારણોસર યુવાનીનો કેટલોય સમય પસાર થઇ જાય ત્યાંસુધી ભોગરાગ, પ્રગટ થવા પામે નહિ, એ શકય છે ને ? બસ, એજ વાત અહીં ધર્મરાગના વિષયમાં પણ સમજવાની છે. ચરમાવર્ત કાલ, એ ધર્મયૌવનકાળ છે, વાન વય પ્રગટ થવા સુનીનો Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ કાળ અને સ્વભાવ-એ બેની અનુકુળતા થવા માત્રથી કાંઇ જીવમાં ધર્મરાગ પ્રગટી જાય નહિ. પુણ્યોદયના યોગે તેવી સામગ્રી મળે, યથાપ્રવૃત્તિકરણથી જરૂરી લઘુમિતા થાય, એથી આત્મા પુરૂષાર્થવાળો બને અને ભવિતવ્યતા અનુકૂળ હોય તો જ ચરમાવર્તમાં આવ્યા પછી પણ જીવને શુદ્ધ ધર્મના રાગની, મોક્ષાભિલાષની, સધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજાદિની અને સમ્યગ્દર્શનાદિને પમાડવામાં કારણભૂત બને તેવાં પ્રધાન અનુષ્ઠાનો આદિની શકય પ્રાપ્તિ થાય. આવું બધું જે જીવોને માટે બનવાનું હોય તે જીવોને માટે બને ખરૂં. પણ તે ચરમાવર્ત કાલમાં જ ! અચરમાવર્ત કાલમાં તો નહિ જ ! અને એ જ ચરમાવર્ત કાલની મહત્તા છે. આથી આપણે એ વાત પણ સમજી શકીએ એવું છે કે-ચરમાવર્ત કાલમાં પણ જ્યાં સુધી જીવને સદ્ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજાદિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધીનો કાલ ચરમાવર્તની અપેક્ષાએ ‘ધર્મયૌવન કાળ' માં ગણાતો હોવા છતાં પણ, તે જીવને માટે એ કાળ પણ ‘ભવબાલકાલ' જેવો જ હોય છે. વળી મોક્ષાભિલાષ વિગેરેને માટે જેમ ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કેજે જીવનો સંસારકાલ જ્યાં સુધી એક પુદ્દગલપરાવર્ત કાલથી અધિક બાકી હોય છે, ત્યાં સુધી તે જીવને મોક્ષાભિલાષ વિગેરેની પ્રાપ્તિ થઇ શકતી નથી; તેમ ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે-જીવનો સંસારકાલ જ્યાં સુધી અર્ધ પુગલપરાવર્ત કાલથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તે જીવને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ પણ થઇ શકતી નથી; એટલે સમ્યગ્દર્શનાદિની અપેક્ષાએ અન્તિમ અર્ધ પુદ્ગલપરાવર્ત કાલની પૂર્વેના કાળમાં કાળદોષની પ્રધાનતા પણ ગણી શકાય. એ જ રીતિએ, પરિપૂર્ણ મોક્ષની અપેક્ષાએ વિચારીએ તો, જીવના સંસારકાલના અન્તિમ સમય સુધીના કાળમાં પણ કાળદોષની પ્રધાનતા મુકિતની અપ્રાપ્તિમાં ગણી શકાય. એ જ રીતિએ, જીવને જે ભવમાં મુકિતની પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં જ અખંડ ક્ષપકશ્રેણિની-વીતરાગપણાની અને સર્વજ્ઞપણા આદિની પ્રાપ્તિ થઇ શકે છે, એટલે તે તે વસ્તુઓની અપ્રાપ્તિમાં અન્તિમ ભવની પૂર્વના Page #166 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧પ૯ સઘળાય ભવોમાં કાલદોષની પ્રધાનતા પણ માની શકાય. વળી અત્તિમ ભવમાં પણ ગર્ભથી અગર તો જન્મથી માંડીને ઉત્સર્ગમાર્ગે આઠ વર્ષોનેય બાદ કરવાં પડે તેમ છે ? કારણ કે-ખાસ કોઇ જીવ વિશેષના અપવાદ સિવાય અન્તિમ ભવમાં અગર તો છેલ્લા અર્ધ પુદ્ગલપરાવર્ત કાલમાંના કોઇ પણ મનુષ્યભવમાં જીવનું શરીર પ્રમાણ જ્યાં સુધી આઠ વર્ષનું બને નહિ, ત્યાં સુધી તે જીવમાં સર્વવિરતિના પરિણામો પ્રગટી શકતા જ નથી; વળી અનિત્તમ ભાવમાં જીવને અખંડ ભપકણિ અવશ્ય પ્રાપ્ત થાય છે, પણ જન્મથી આઠ વર્ષ વીત્યા પહેલાં તો તે પ્રાપ્ત થતી જ નથી. વળી તે અખંડ ક્ષપકશ્રેણિ આદિની પ્રાપ્તિ સર્વવિરતિના પરિણામો વિના પણ, પ્રાપ્ત થઇ શકતી જ નથી. કર્મો આદિની પ્રધાનતા : | સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષની પ્રાપ્તિ પર્યન્તની ઉન્નત અવસ્થા પુરૂષાર્થથી જ સાધ્ય છે, એ નિર્વિવાદ વાત છે, પણ આત્માના પુરૂષાર્થને સફલ નહિ થવા દેવામાં જેમ તેવા પ્રકારનાં બલવાન કર્મોનું જોર અને ભવિતવ્યતા કારણ રૂપ હોઇ શકે છે, તેમ કાલ પણ કારણ રૂપ હોઇ શકે છે. ઉગ્ર પુરૂષાર્થના યોગે આત્મા ગમે તેવાં બલવાન કર્મોની પણ નિરા, કરી શકે છે, તેમ છતાં પણ એવાંય બલવાન કર્મો હોય છે, કે જે કર્મો ભલભલા પુરૂષાર્થી આત્માને પણ પટકી નાખે. ત્યાં આપણે પુરૂષાર્થને સફલ નહિ થવા દેનાર એ કર્મોની પ્રધાનતાને પણ સ્વીકારવી પડે. કેટલાંક કર્મો તો એવા પણ હોય છે કે-સાયિક સમ્યગ્દર્શનને પામેલા આત્મામાં પણ ઉગ્ર પુરૂષાર્થના પરિણામોને પ્રગટવા દે જ નહિ. ત્યાં પણ આપણે કર્મોની પ્રધાનતાને જ સ્વીકારવી પડે. આથી તો પુરૂષાર્થ જોરદાર બનીને સકલ કર્મોની નિરા સાધી શકે એવી દશા જ્યાં સુધી પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી જીવ અખંડ ક્ષપકશ્રેણિને પામી શકતો જ નથી. કર્મોમાં તેવું બળ ન હોય અને પુરૂષાર્થ જોરદાર હોય, પણ વીતરાગતા આદિને પામવાનો કાળ આવ્યો ન હોય, તોય કોઇ ને કોઇ નિમિત્તને પામીને જીવ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેવા પ્રકારના પુરૂષાર્થને પામી શકતો નથી. અનિમ અર્ધ પુદગલપરાવર્તમાં પણ જીવની ભવિતવ્યતાને અનુસારે જ કર્મ અને પુરૂષાર્થ સફલ નિવડી શકે છે. પાંચ કારણોના સમાગમની અને તે પાંચમાં કયા, વખતે કયા કારણની પ્રધાનતા હોય છે, તેની વાત પણ કલ્યાણના અથિઓએ આ અને આવી બીજી પણ યોગ્ય રીતિઓએ સુવ્યવસ્થિતપણે સમજી લેવાની જરૂર મોક્ષસાધક પુરૂષાર્થ માટે ઉત્સાહિત બનો : જે જીવો આ પાંચ કારણોના સમાગમની અને તેની પ્રધાનતાગૌણતાની સંકલનાની વાતને યથાસ્થિતપણે સમજી શકે છે અને તેને સારી રીતિએ હૃદયસ્થ બનાવી શકે છે, તે જીવોને એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થમાં જ લાગ્યા રહેવાનું મન થાય છે. તેઓને એમ થાય છે કે- “આપણી આ સમજ અને આ રૂચિ સૂચવે છે કે-આપણે નિયમા ભવ્ય છીએ, એટલે સ્વભાવ પણ અનુકૂળ છે, કાળ પણ અનુકૂળ લાગે છે અને ભવિતવ્યતા પણ અનુકૂળ લાગે છે. હવે રહા કમ; તે તો પુરૂષાર્થ દ્વારા નિરી શકે છે. બધા જીવોને કાંઇ એવાં નિકાચિત કર્મો હોતાં નથી, કે જે કર્મો પુરૂષાર્થથી નિકરી શકે નહિ અને તેને વિપાકોદયથી ભોગવ્યા સિવાય છૂટકો જ થાય નહિ.” તેઓને એમ પણ થાય છે કે- “આમ તો કાલ અને ભવિતવ્યતા અનુકૂળ લાગે છે, પણ કોઇ વિશિષ્ટ સિદ્ધિને માટે તે કદાચ અનુકૂળ નહિ હોય, તોય મોક્ષસાધક પુરૂષાર્થ કરવામાં મારે કાંઇ ખોવાપણું તો છે જ નહિ. મારો પુરૂષાર્થ, મને, કાલ અને ભવિતવ્યતાની તેવી અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યાં સુધી સંસારમાં પણ સારી સામગ્રીમાં જ રાખશે. મોક્ષસાધક પુરૂષાર્થને આદરીને હું તો મોક્ષના પ્રગટીકરણમાં રોધક કર્મોને ક્ષીણ કરી નાખવાને જ મથીશ, છતાં કોઇ કર્મ બહુ બલવાન હોવાથી મને ધક્કો મારીને પાછો હઠાવવામાં કદાચ સફલ નિવડશે, તોય મારો પુરૂષાર્થ કાંઇ એળે જવાનો નથી. એ કર્મ ભોગવાઇ ગયા પછી પુન: મોક્ષસાધક પુરૂષાર્થની પ્રાપ્તિ થવામાં મારો આ પુરૂષાર્થ અવશ્ય મદદગાર નિવડશે.” આવા Page #168 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૬૧ પ્રકારના વિચારોથી જીવ પોતાને મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં ઉત્સાહિત બનાવી શકે છે. તેવા પ્રકારનાં કર્મોનો ઉદય જોરદાર હોય, તો મોક્ષસાધક પુરૂષાર્થ આદરવાના પરિણામો પ્રગટે નહિ એ શકય છે, પણ આ સામગ્રીનૅ પામેલા જીવે પ્રયત્ન કરવાનું છોડવું નહિ જોઇએ. ફરી ફરી પ્રયત્ન કરતા રહેવું જોઇએ. અભવ્ય અને દુર્વ્યવ્ય આત્માને જેમ મોક્ષસાધક પુરૂષાર્થની વાત રૂચતી નથી, તેમ કર્મગુરૂ ભવ્યાત્માઓને પણ તેમની કર્મગુરૂતાના પ્રતાપે મોક્ષસાધક પુરૂષાર્થની વાત રૂચે નહિ એ શક્ય છે; પણ આપણને તો આ બધી વાતો સમજાય છે અને રૂચે છે ને ? જેઓને આ બધી વાતો સમજાય છે અને રૂચે છે, તેઓએ તો હવે એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં જ કેમ લાગી શકાય, તેનો વિચાર અને પ્રયત્ન કરવો જોઇએ. મોક્ષસાધક પુરૂષાર્થની સાધનાના પરિણામો ન જાણતા હોય, તોય હતાશ થયા વિના એ પરિણામોને ગવવાના પ્રયત્નો કર્યા કરવા જોઇએ. એ માટે સદ્ગુરૂઓનો પરિચય, સચ્છાસ્ત્રોનું શ્રવણ, તેનું મનન તથા શ્રી જિનપૂજાદિ નિયમિત રીતિએ કરવું જોઇએ, એમ કરવાથી સમ્યગ્દર્શન શુદ્ધ બને છે અને વિરતિના પરિણામોને રોધનાર કર્મ ક્ષીણ થઇ જાય છે. સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા આત્માઓ પણ, આવા પ્રયત્નો દ્વારા મોક્ષાભિલાષને તેજ બનાવીને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં સહાયક એવી સુંદર આત્મદશાના સ્વામી બની શકે છે. સ્વભાવ ભવ્ય હોય તો : અહીં કાળની વાત આવવાથી અને પાંચ કારણોમાં તેની પ્રધાનતા કયારે કેવી હોય છે-તે વાત આવવાથી, એ વાત કાંઇક વિસ્તારથી વર્ણવી છે; પણ આ વાત યથાર્થપણે સમજ્યા પછી તો ‘કાળ પાકશે ત્યારે સૌ થઇ રહેશે' -એવો વિચાર પણ સમજુ આત્માને સ્પર્શી શકે નહિ. કાળ તો પાંચ કારણોમાંનું એક કારણ છે. વળી કાળની આવી પરિવતાની વાત પણ ચરમાવર્તવર્તી આત્માને જ રૂચી શકે છે, એટલે કાળનું, સ્વભાવનું તથા ભવિતવ્યતાનું પણ અનુકૂળપણું જ છે-એમ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સમજીને આપણે તો મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં જ લાગી જવાનો પ્રયત્ન કરવો જોઇએ. મુખ્યત્વે પુરૂષાર્થથી જ કર્મોની ક્ષીણતા થવાની છે અને સમ્યગ્દર્શનથી મોક્ષ પર્યન્તની ગુણસમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે. આપણને કાળ નડે, ભવિતવ્યતા નડે, કર્મ નડે-એ બધું શકય છે, પણ આખર જીત તો મોક્ષસાધક પુરૂષાર્થની જ ઘવાની છે. આપણે વ્યવહારરાશિમાં તો આવેલા જ છીએ અને વ્યવહારમાં આવેલા જીવો જો અભવ્ય ન હોય તો તેઓ કોઇને કોઇ કાળે પણ કાલાદિકની અનુકૂળતાને પામીને પુરૂષાર્થની પ્રધાનતાથી મોક્ષને પામે જ છે. જેઓને મોક્ષની પ્રાપ્તિને અનુલક્ષીને ઘતી ચરમાવર્ત-અચરમાવર્તની વાત રૂચે છે, તેઓ તો અભવ્ય પણ નથી, દુર્ભવ્ય પણ નથી. વ્યવહારરાશિને પામેલા હોવાથી તેઓ જાતિભવ્ય હોવાનો પણ અસંભવ જ છે, એટલે તેઓ નિયમા ભવ્ય છે. ભવ્યોને ગુણની પ્રાપ્તિમાં કાળ, ભવિતવ્યતા અને કર્મ નડે-એ બને, અંતરાય કરે-એ બને, તેના પુરૂષાર્થને રોકી શકે એમ પણ બને, પણ એ કરી કરીને છેવટ કરી શું શકે ? વિલંબ થાય એટલું જ. અત્તે તો પાંચેય કારણોનો સમાગમ થઇ જાય અને તેમાં પુરૂષાર્થની પ્રધાનતાથી જ સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય. આથી આપણે તો મોક્ષસાધક પુરૂષાર્થને સેવવાને લક્ષ્યવાળા જ બનવું જોઇએ. “એકાન્ત મોક્ષમાર્ગને આરાધવો છે અને તે ગૃહસ્થપણામાં બની શકે તેમ નથી, આ કારણે મારે મારા ગૃથ્વાસનો ત્યાગ કરીને સાધુજીવન સ્વીકારવું જોઇએ.' આવી વૃત્તિથી સાધુજીવનને સ્વીકારનારો પુણ્યાત્મા મોક્ષમાર્ગની આરાધના માટે તથા તેની પ્રભાવના અને રક્ષા આદિને માટે કેટલો બધો પ્રયત્નશીલ હોય ? ઔષધકાળ : ચરમાવર્ત કાલને ઉપકારિઓએ જેમ ધર્મયૌવન કાળ' તરીકે ઓળખાવ્યો છે, તેમ “ચિકિત્સ્યકાલ' તરીકે પણ ઓળખાવ્યો છે. અચરમાવર્ત કાલ એટલે ભવબાલકાલ, એ વ્યાધિના ઉદયનો કાલ ગણાય Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ઔષધ દેવાની જ લેવાય ત્યારે ત્યારે જ એ એવો ? ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે અને શરમાવર્ત કાલ એટલે ધર્મયૌવનકાલ, એ ઔષધકાલ ગણાય છે. વ્યાધિનો ઉદયકાળ તે કહેવાય છે, કે જે કાળમાં સમજુ ચિકિત્સકો ઔષધ આપવાનું પસંદ જ કરે નહિ. એ કાળમાં આપેલું ષધ રોગનિવારણનું કારણ તો બને નહિ, પણ કદાચ રોગવૃધ્ધિનું કારણ બને. એ કાળમાં રોગને અટકાવવાનો પ્રયત્ન, એ રોગને વધારે ગંભીર બનાવવાનો પ્રયત્ન કરવા સમાન છે. અચરમાવર્ત કાલમાં ભવરોગ માટે આવું જ બને છે. એ કાળમાં, ભવરોગને નાબૂદ કરવાને માટે અકસીર એવું પણ ઔષધ, કોઇ રીતિએ કારગત નિવડતું નથી. એ કાળમાં ઔષધ દેવાની અગર લેવાની ભૂલ ન જ થાય-એવો નિયમ નહિ, પણ જ્યારે જયારે ઔષધ લેવાય ત્યારે ત્યારે પહેલાં રોગ જરા દબાયેલો લાગે, પણ પછી એકદમ વિફરે. ચરમાવર્ત કાલ, એ એવો કાલ છે કેએ કાલમાં અપાએલું ઔષધ જો બીજી કોઇ પ્રતિકૂળતા નડે નહિ તો સફલ નિવડ્યા વિના રહે નહિ. ભવ્યોને ઉદ્દેશીને જ ઉપદેશ કેમ ? - આથી જ, ઉપકારિઓ જ્યારે જ્યારે ધર્મોપદેશ આપવાને માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે ત્યારે તેઓમાં સર્વ જીવોના હિતની કાંક્ષા હોવા છતાં પણ, તેનો માત્ર ભવ્ય જીવોને ઉદ્દેશીને જ ધર્મોપદેશ આપે છે. ઉપકારિઓ ઇચ્છે છે કે- “સર્વ જીવો એક માત્ર મોક્ષ પુરૂષાર્થને જ સાધનારા બને તો સારૂં' તેઓ માત્ર ભવ્ય જીવોના જ કલ્યાણને ઇચ્છે છે અને ભવ્ય સિવાયના જીવોના કલ્યાણને ઇચ્છતા નથી, એવું નથી જ. કોઇ પણ જીવના અકલ્યાણની ઇચ્છાથી રહિત અને સર્વ જીવોના કલ્યાણની ઇચ્છાથી સહિત-એવા પણ ઉપકારી મહાપુરૂષો જ્યારે માત્ર ભવ્ય જીવોને જ ઉદ્દેશીને ધર્મોપદેશ આપે, ત્યારે આપણે સમજવું જોઇએ કે-અતિ પ્રબલ કારણ વિના એવું બને જ નહિ. એ કારણ બીજું કોઈ નથી, પણ તે એ જ છે કેમોક્ષસાધક ધર્મના ઉપદેશ પ્રત્યે સાધક રૂયિ પણ માત્ર ભવ્યાત્માઓમાં જ એટલે ચરમાવર્તી આત્માઓમાં જ પ્રગટી શકે છે. અભવ્યો અને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જ તેનામાં કાલમાં અને બાકીના પામી છે દુર્ભવ્યોમાં તો નિયમા મોક્ષસાધક ધર્મના ઉપદેશ પ્રત્યે સાધક રૂચિ પણ. પ્રગટી શકતી નથી. ભવ્યોમાં તે પ્રગટી શકે છે, પણ ભવ્યોમાં પણ જેઓ ગુરૂકર્મી હોય છે, તેઓમાં પણ એ ગુરૂકમિર્તાના કારણે, મોક્ષસાધક ધર્મોપદેશ પ્રત્યે સાધક રૂચિ પ્રગટી શકતી નથી, સમજે તેનામાં ભાવદયા જન્મઃ ચરમાવર્ત કાલમાં આવેલા જીવો જો પુણ્યોદયના પ્રતાપે ધર્મસામગ્રીને પામ્યા હોય અને લઘુકમિતાના પ્રતાપે સમ્યક્ત્વની, દેશવિરતિની અથવા તો સર્વવિરતીની પ્રવૃત્તિને પામ્યા હોય, તો-એવા સમયે જો તેઓ ગાઢ મિથ્યાત્વમોહનીયના ઉદયથી રીબાતા ન હોય તોતેઓમાં સંસારનો ઉદ્વેગ અને મોક્ષનો અભિલાષ પ્રાયઃ પ્રગટ્યા વિના રહે જ નહિ. એવા સમયે, એ આત્માઓને તો, સદ્ગરનો સુયોગ ઘણી જ સહેલાઇથી સંસારથી વિરકત અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત બનાવી શકે છે. આવા આત્માઓને - “ધર્મના આરાધનમાં મોક્ષનો અભિલાષ અવશ્ય હોવો જ જોઇએ એવું નથી; સંસારના વિરાગની ખાસ જરૂર છે એવું નથી અને સંસારસુખના ઉદ્દેશથી પણ ધર્મકરણી વિહિત છે.” -આવું આવું ઉપદેશના કુગુરૂનો યોગ ન થઇ જાય, એ જ હિતાવહ છે. આ બધી વાતો જેના હૈયામાં રમતી હોય, તેનામાં કેવી સુન્દર ભાવદયા હોય ? કોઇ પણ જીવ, તેને ધર્મ પમાડવાનો ઘણો ઘણો શ્રમ કરવામાં આવે તોય, જો તે ધર્મને પામે નહિ, તો પણ દયા જ આવે; અને આટલું બધું સાંભળવાજાણવાનું મળે તે છતાં પણ, પોતાનો આત્મા જો સંસારથી વિરકતભાવવાળો અને મોક્ષની રૂચિવાળો ન બનતો હોય, તો પોતાના આત્માની પણ દયા જ આવે. વળી ધર્મને પામવો એ કેટલું બધું મુશ્કેલ છે-એનો ખ્યાલ આવવાથી, જે કોઈ જીવો ધર્મને પામતા હોય અને ધર્મને પામેલા હોય, તેમને જોઇને ખૂબ ખૂબ આનંદ થાય. એ આનંદ પણ ક્રમે કરીને શુદ્ધ ધર્મનો પ્રાપક બની શકે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૬૫ કર્મ અને પુરૂષાર્થની સરખી પ્રધાનતા : આ પ્રસંગ ઉપરથી આપણે જોઇ શકીએ છીએ કે-અનિત્તમ ભાવમાં પણ કેવી ગાઢ મુગ્ધતા હોઇ શકે છે. અન્તિમ ભવમાં ય જેમ ગાઢ મુગ્ધતા સંભવિત છે, તેમ વિષય-કષાયની તીવ્રતાના પ્રકારો આદિ પણ સંભવિત છે. અનિત્તમ ભવમાં, એવી કારમી હાલત હોય તો પણ મુકિતની પ્રાપ્તિનો કાલ નજદિક હોવાથી, તેવા પ્રકારની તથાભવ્યતા હોવાથી અને જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી, કોઇ ને કોઇ નિમિત્તને પામીને જીવ એકદમ ધર્મની આરાધનામાં ઉન્માલ બને છે. મુકિતસાધક પુરૂષાર્થને ખેડવામાં ઉસ્માલ બનેલા એ જીવને કર્મની અનુકૂળતા પણ મળી જ જાય છે. જીવ મુકિતને પામ્યો, એમ કયારે કહેવાય ? એ જ્યારે સકલ કર્મોથી રહિત બને ત્યારે જ ! એટલે મુકિતને માટેનો પુરૂષાર્થ પૂરેપૂરો સફલ બન્યો, એવું કયારે કહેવાય ? જીવના સકલ કર્મો સર્વથા ક્ષીણ, થઇ જાય ત્યારે જ ! કર્મ અને પુરૂષાર્થનો આ સંબંધ છે અને એથી નિશ્ચય નયની અપેક્ષાએ ઉપકારિઓએ મુકતને કર્મજાનત તરીકે પણ વર્ણવેલ છે. કર્મજાનિત કેમ ? તો કે-પૂર્વકૃત સકલ કર્મો જાય તો જ જીવ મુકિતને પામી શકે છે માટે ! તો પછી પુરૂષાર્થનું શું ? તો કે-એના દ્વારા જ જીવ સકલ કર્મોથી રહિત બની શકે છે. આ અપેક્ષાએ સમ્યક્ત્વથી મુકિતની પ્રાપ્તિ પર્યન્ત પુરૂષાર્થની અને કર્મની સમ પ્રધાનતા પણ માનવામાં આવી છે. ઉપકારિઓએ સ્વ-પરના સાચા ઉપકારને માટે રચેલા શાસગ્રન્થોનો જો અભ્યાસ કરવા માંડો, તો આવા કાર્ય-કારણના અનેકવિધ સંબંધોનો પણ ખ્યાલ આવ્યા વિના રહે નહિ. આ માટે પણ પહેલો નિર્ણય તો એ કરવો જોઇએ કે મારે મારાં સકલ કર્મોને ક્ષીણ કરીને એવી અવસ્થા પ્રાપ્ત કરવી છે, કે જે અવસ્થા શાશ્વત છે અને જે અવસ્થામાં માત્ર આત્મરમણતાનું જ નિવિકાર સુખ છે. આવો નિશ્ચય કરીને એ નિશ્ચયને સફળીભૂત બનાવે, એવા પ્રયત્નમાં લાગી જવું જોઇએ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પુરૂષાર્થની સાધના : કાર્યસિદ્ધિ પાંચ કારણોના યોગ વગર થવાની નથી, પણ આપણે માટે તો એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થ તરફ લક્ષ્ય આપીને ચાલવું એ હિતાવહ છે. એ પુરૂષાર્થને આચરતાં કર્મ નડે છે એમ લાગે, તોય માનવું કે-કર્મોની નિર્જરા સાધવાનો ઉપાય આ સિવાય કોઇ નથી. વગર ભોગવ્યે ક્ષીણ થાય નહિ એવાં કર્મોને સમભાવથી વેદી લેવાની કુશળતા પણ પ્રાપ્ત કરવી જોઇએ. કર્મોના ઉદયનું સમભાવે વેદન, એ પણ એક પ્રકારનો મોક્ષસસાધક પુરૂષાર્થ જ છે. સારૂં ધ્યાન, એ પણ મોક્ષસાધક પુરૂષાર્થ જ છે. એ પુરૂષાર્થના બળે શ્રી વલ્કલચીરી જેવા એક વખતના અતિ મુગ્ધ જીવે પણ ઉજ્વલ કેવલજ્ઞાનને ઉપાર્જ્ય અને આયુષ્યને પ્રાન્ત સકલ કર્મોથી રહિત બનીને એ મહાત્મા પરમાત્મપદને પામ્યા. તેમના મોટા ભાઇ શ્રી પ્રસન્નચંદ્ર, ઉત્કટ વિરાગી બનીને મુનિ બન્યા તે પછી, નિમિત્તવશ એવા દુર્ધ્યાનને વશ બન્યા હતા કે-જો એ વખતે તેમના આયુષ્યનો અન્ત આવે તો તેમનું દુર્ધ્યાન તેમને છેક સાતમી નરકે મોકલ્યા વિના રહે જ નહિ; પણ એ મહાત્મા નિમિત્તવશ જેમ એવા ઉત્કટ દુર્ધ્યાનને પામ્યા હતા, તેમ નિમિત્તવશ પાછા ધર્મધ્યાનને પામ્યા અને ધર્મધ્યાનને ઉલ્લંઘી જઇને શુકલધ્યાનને પણ પામીને તેમણે વીતરાગદશાને તથા કેવલજ્ઞાનને પણ પામી આયુષ્યને અન્તે શ્રી નિર્વાણપદને પણ ઉપાર્જ્યું. ખરાબ નિમિત્તોથી પણ બચવું : શ્રી વલ્કલચીરીનો અને શ્રી પ્રસન્નચન્દ્રનો પ્રસંગ, એ પણ સૂચવે છે કે-મોક્ષસાધક પુરૂષાર્થને સાધવાને તત્પર બનેલા આત્માઓએ ખરાબ નિમિત્તોથી પણ બચતા રહેવું જોઇએ અને તેવાં કોઇ નિમિત્તોનો-યોગ થઇ જાય ત્યારે તેની અસરથી બચી જ્વાય તેની પણ કાળજી રાખવી જોઇએ. આટલા સાવધ રહેવા છતાં પણ, ભવિતવ્યતા એવી જ હોય અને તેવા સમયે દુષ્કર્મનો તેવો કોઇ ઉદય થઇ જાય, તો મોક્ષસાધક પુરૂષાર્થ વેગળો ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૬૭ રહી જાય અને જીવ મેળવેલી ગુણસમૃદ્ધિને પણ હારી જાય, એવું પણ બને. એવા પણ જીવને પોતાના ધ્યેયને સિધ્ધ કરવાને માટે ફરીથી પાછો જ્યારે અવસર મળે ત્યારે મોક્ષાસાધક પુરૂષાર્થને આચરીને જ ગુણસમૃદ્ધિન પ્રાપ્ત કરવી પડે છે અને એ જ રીતિએ સકલ કર્મોના યોગથી રહિત એવી મુકતાવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે. આથી આપણે માટે તો એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થ પ્રત્યે લક્ષ્યવાળા બનવું, એ જ હિતાવહ છે. આવા શ્રવણથી ય વૈરાગ્ય જન્મે : મહાત્મા શ્રી વલ્કલચીરીના પ્રસંગમાં આપણે એ પણ જોયું કે-એ મહાત્માના જીવે પૂર્વભવમાં રત્નત્રયીની જે આરાધના કરી હતી, તે આરાધનાની યાદ માત્રે પણ કેટલું બધું સુન્દર કામ આપ્યું ? પૂર્વભવમાં કરેલી ચારિત્રરત્નની આરાધના યાદ આવવાના પ્રતાપે જ શ્રી વલ્કલચીરી ઉત્કટ વૈરાગ્યને પામ્યા હતા ને ? મોક્ષને માટે આચરેલો મોક્ષસાધક પુરૂષાર્થ કેટલો બધો ઉપકારક છે, એ વિચારો ! એનું સ્મરણ પણ તારક નિવડે છે. એ મહાત્માને જેમ પૂર્વભવના શ્રમણપણાના સ્મરણે વૈરાગ્યવાન બનાવ્યા, તેમ એવા મહાત્માઓના જીવનપ્રસંગોનું શ્રવણ આદિ કરવાથી અને તેનું મનન કરવાથી, આપણામાં પણ જો લાયકાત હોય અને તેવી *કોઇ ગુરૂકમિતા ન હોય, તો વૈરાગ્યભાવ પ્રગટ્યા વિના રહે નહિ. આવા પ્રસંગોને સાંભળીને વૈરાગ્ય ન આવે, તો આવા પ્રસંગોનો ખૂબ ખૂબ ઝીણવટથી વિચાર કરીને વૈરાગ્યને પામવાનો પ્રયત્ન કરવો. એમ કરવાથી પણ આત્મામાં વૈરાગ્યને પ્રગટવામાં આડે આવનારા કર્મોને ક્ષીણ કરી શકાય છે. આથી પાંચ કારણોની સ્વરૂપની, તેના સમાગમની, તેની સંકલનાની અને તેની પ્રધાન-ગૌણતાની સમજ મેળવીને પણ મોક્ષના અર્થી પણાને માટે કામ તો મોક્ષસાધક પુરૂષાર્થને સાધવાનો પ્રયત્ન કરવાનું જ રહે છે. કર્મ નડે-એ બને, કોઇ વાર તેવું કર્મ ક્ષીણ થાય ત્યાં સુધી કાળક્ષેપ કરવો પડે-એમ પણ બને, પણ એ વખતે ય લક્ષ્ય તો મોક્ષસાધક પુરૂષાર્થની સાધના તરનું જ હોવું જોઇએ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નક ભાગ-૧ પરમ ફ્લનું ધ્યેય : જીવ મોક્ષપુરૂષાર્થની સાધના કરનારો કેવી રીતિએ બને છે, એ જાણવાને માટે આ પાંચમી “બીજાદિ-વિંશિકા' માં પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલા બીજાદિના કમને પણ સારી રીતિએ સમજી લેવો જોઇએ. અહીં આ શાસકાર પરમષિએ શુદ્ધ ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કલ્પવૃક્ષ તે કહેવાય છે, કે જેની પાસેથી માગ્યું મળે. જે જાતિનાં કલ્પવૃક્ષ હોય તે જાતિની માગણી જો તેની પાસે યથાવતું કરવામાં આવે, તો એ માગણી કરનાર ગમે તે હોય, પણ તેને તેના ઇચ્છિતની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. શુદ્વ ધર્મ, એ એવું કલ્પવૃક્ષ છે કેએના દ્વારા જીવ ઇષ્ટ ફલને પામી શકે છે. એ કલ્પવૃક્ષમાં પરમ લ એટલે કે મોક્ષને આપવાનું સામર્થ્ય પણ છે, માત્ર આપણામાં તે ફલને પામવાજોનું સામર્થ્ય પ્રગટવું જોઇએ. આપણે જો એના પરમ ફલના અર્થી બની જઇએ તેની આરાધના કરવા માંડીએ, તો તેની પરિપૂર્ણ આરાધનાને અને આપણને પરમ લ તો મળે જ, પણ જે કાળમાં આપણી આરાધના ચાલુ હોય તે કાળમાં પણ એ કલ્પવૃક્ષ દ્વારા આપણાં સઘળાય ઇષ્ટો પરિપૂર્ણ બને. જેઓને આ શુદ્ધ કર્મ રૂપ કલ્પવૃક્ષના પરમ ફલને પામવાનું લક્ષ્ય નથી હોતું. તે જીવો આ કલ્પવૃક્ષની સાચી આરાધના કરી શકતા નથી. તેમાંય જે જીવો એ પરમ ફલની વાતને માનતા જ નથી અને એથી જે જીવોનું લક્ષ્ય એ પરમ ફલથી વિપરીત પ્રકારના ફલનું જ હોય છે, તેઓ તો ખાસ કરીને. આ કલ્પવૃક્ષની સાચી આરાધના કરી શકતા જ નથી. એવા જીવો જે બાહ્ય ક્રિયાઓના ઉત્કટ પણ આચરણ રૂપ નામ માત્રની આરાધના કરે છે, તે આરધનાથી તેમને નવ રૈવેયક પર્યન્તનાં સુખોની પ્રાપ્તિ થઈ શકે છે, પણ એ સુખોના કાળમાંય એ જીવો અન્તરથી તો દુખી જ હોય છે અને પરિણામે તે જીવોની ઘણી જ દયાજનક હાલત થાય છે. સુખના કાળમાં પણ એ જીવો એવા પ્રકારનાં દુષ્કર્મોન ઉપાર્જ છે, કે જે દુષ્કર્મો એમના Page #176 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૬૯ નરકાદિપાતનું કારણ બને છે. આથી શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના પરમ ફલને લક્ષ્યમાં રાખીને જ શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષની આરાધના કરનારા બનવું જોઇએ. એમાં કોઇ નિમિત્ત વશ પણ પરમ ફલનો વિરોધી ભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઇએ. જો પરમ ફલનો વિરોધી ભાવ આવ્યો અને તેનો જ આગ્રહ થઇ ગયો, તો કર્યું-કારવ્યું ધૂળમાં મળી જતાં વાર નહિ લાગે. બીજાદિનો ક્રમ : ઇષ્ટ ફ્લને આપવામાં કલ્પવૃક્ષ સમાન શુદ્વ ધર્મ, શાસ્રકાર પરમષિ ફરમાવે છે કે-ચરમાવર્ત કાલમાં જ ભવ્ય જીવોને બીજ આદિના મે કરીને પ્રાપ્ત થાય છે. તમને પણ આવો શુદ્ધ ધર્મ પ્રાપ્ત થાય, એવીતો તમારી ઇચ્છા ખરી ને ? શુદ્ધ ધર્મના અર્થિઓએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિના આ ક્રમને સારી રીતિએ સમજી લેવો જોઇએ, કે જેથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિન માટે પોતે કેવો પ્રયત્ન કરવો જોઇએ, તેની સમજણ પડે. વૃક્ષનો આરંભ બીમાંથી થાય છે. બીમાાંથી અંકુરા પ્રગટે છે, અંકુરામાંથી થડ તથા ડાળાં પેદા થાય છે અને તેમાંથી પાંદડાઓ પેદા થાય છે. પછી એ વૃક્ષને પુષ્પો થાય છે અને ત્યાર બાદ ફલો થાય છે. શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષનો પણ એવો જ ક્રમ અહીં દર્શાવવામાં આવ્યો છે. શુદ્ધ ધર્મ રૂપ લ્પવૃક્ષનું બીજ, તેના અંકુર, તેનું થડ વિગેરે, તેનાં પાંદડાં, તેનાં પુષ્પો અને તેનું ફલ-કોર્ન કહેવાય, એ તાત આ વિંશિકામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ટૂંકમાં પણ સુંદર રીતિએ સમજાવી છે. ધર્મવૃક્ષનું બીજ : શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીની પિછાન કરાવતાં, શાસ્રકારપરમર્ષિ ફરમાવે છે કે-ધર્મને આચરનારા પુણ્યવાનોને જોઇને, તેમના પ્રત્યે જે બહુમાન એટલે હૃદયનો આદરભાવ જન્મે, એ બહુમાનના યોગે તેમની શુદ્ધ એવી પ્રશંસા કરાય અને તેની સાથે તે ધર્મને આચરવાની આત્મામાં જે ઇચ્છા પ્રગટે, તે શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષનું બીજ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મક્રિયાઓથી શું થાય છે ? અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ, જો એ તારકોએ ફરમાવેલા વિધિથી શુદ્ધ આશયપૂર્વક કરવામાં આવે, તો એ ધર્મક્રિયાઓથી અશુભ આશ્રવનો રોધ થાય છે, અશુભ કર્મોની નિકરા થાય છે અને બંધ થાય છે તો પણ એવા પ્રકારનો શુભ બંધ થાય છે કે ભવિષ્યમાં વિશુદ્ધ વિશુદ્ધ ધર્મને પામવાની તથા આરાધવાની જે જ સામગ્રીઓની જરૂર હોય છે, તે સર્વને જીવ એ શુભ બંધના ઉદય યોગે મેળવી શકે છે. એ શુભ બંધ આત્માને સંસારમાં ભટકાવનાર બનતો નથી, પણ સંસારમાં ભટકતા આત્મામાં સંસારમાં ભટકાવનારાં કર્મોની નિર્જરાને સાધવાની વૃત્તિ પ્રગટે એવી સામગ્રીનો યોગ આત્માને કરાવી દે છે. જે ધર્મક્રિયાઓથી બંધ થાય તો પણ આવા પ્રકારનો થાય અને જે ધર્મક્રિયાઓથી અશુભ આશ્રવનો રોંધ થવા સાથે અશુભ કર્મોની નિરા થાય, એ ધર્મક્રિયાઓ પ્રત્યે તો કલ્યાણના કામી આત્માએ સદાને માટે સદુભાવવાળા બન્યા રહેવું જોઇએ. જો કોઇ પણ પ્રકારે ધર્મક્રિયાઓ પ્રત્યે તેષ થઇ ગયો, તો એ વેષ આત્માને કેટલા બધા કાળ પર્યન્ત સંસારમાં રઝળાવશે, તે કહી શકાય નહિ. કદાચ ખરાબમાં ખરાબ પ્રકારનું પુણ્ય પણ આત્માને એટલા બધા કાળ પર્યન્ત સંસારમાં રઝળાવી શકે નહિ. આથી ધર્મક્રિયાઓ ન બની શકે અથવા તો ધર્મક્રિયાઓ તરફ રૂચિભાવ ન પ્રગટી શકે, તો પણ ધર્મક્રિયાઓ પ્રત્યે લેશ માત્ર પણ વેષ થઇ જાય નહિ, તેની તો પૂરતી કાળજી રાખવી જોઇએ. ધર્મક્રિયાઓની સાચી રૂચિ, એ. તો ધર્મવૃક્ષનું બીજ છે. ધર્મચારી આત્માઓને જોતાની સાથે જ આત્મામાં બહુમાનભાવ પ્રગટે, એવી અન્ત:કરણની શુદ્ધતા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી ધર્મવૃક્ષનું આ બીજ આત્મામાં પ્રગટી શકે નહિ. ધર્મવૃક્ષનો અંકુરો : * બીજની સાર્થકતા પણ ફલને જ આભારી છે, ફલની કિમત ન હોય તો બીજની કશી જ કિમત નથી; બીજ દ્વારા ફલ નિપજે, એ માટે બીજમાંથી Page #178 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પહેલાં તો અંકુરા ફુટવા જોઇએ. એ મુજબ સદ્ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીને અંકુરો ફુટવો જોઇએ ને ? બીમાં ધર્મક્રિયાઓને કરવાની જેવી સુન્દર ઇચ્છા, તેવો જ તે ઇચ્છાનો સુન્દર એવો જે અનુબંધ, એને ઉપકારી મહાપુરૂષોએ સધર્મ રૂપ કલ્પવૃક્ષના અંકુરા તરીકે ફરમાવેલ છે. આ સંસારમાં જીવની સઘળી જ ઇચ્છાઓ અનુબંધવાળી હોય, એવો નિયમ નથી. ઘણી ઇચ્છાઓ તો એવી હોય છે કે-એ જન્મ્યા પછી લાંબો કાળ જીવી શકતી પણ નથી; ત્યાં એના ફળસંપાદનની તો વાત જ શી કરવી ? જન્મેલી ઇચ્છાઓ જીવે, વિરૂપ બર્ન નહિ અને પ્રબળ બનતી જાય, તો એ ઇચ્છાઓનો સમલ કેમ કરવો, તેના ઉપાયોનું અન્વેષણ થાય. ધર્મને આચરતા આત્માનું દર્શન થયું, એ પુણ્યોદયનું સૂચક છે. પુણ્યોદય વિના તો સારી ચીજ્યું દર્શન પણ જીવને લભ્ય થતું નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ધર્મચારી આત્માનું દર્શન થયું હોય, તો તો એ દર્શનને પામનાર આત્મામાં એ ધર્મચારી આત્માની ધર્મક્રિયા પ્રત્યે તથા ધર્મચારી આત્મા પ્રત્યે પણ બહુમાન જાગ્યા વિના રહે નહિ. ધર્મચારી આત્માને જોતાં દુર્ભાવ જાગે તો સમજ્યું કે-એ દર્શન થયું પુણ્યોદયે, પણ એ પુણ્ય પાપાનુબંધી હોવું જોઇએ. જે પુણ્યના ઉદયથી ધર્મચારી આત્માનું દર્શન થયું, તે પુણ્ય કેટલું જોરદાર છે-એ પણ જોવું પડે. ધર્મચારી આત્માને જોઇને ખાસ કાંઇ અસર થાય નહિ, -એમ પણ બને. એ વખતે સદ્ભાવ અગર દુર્ભાવ જાગે અને ધર્મચારી આત્મા આંખ આગળથી દૂર થતાં એ વાત વિસરી જ્વાય-એમ પણ બને. ધર્મચારી આત્માનું દર્શન થતાં ધર્મક્રિયા અને ધર્મચારી આત્મા પ્રત્યે બહુમાનભાવ જાગ્યો અને એથી ઉત્તમ આત્માઓ આવી ઉત્તમ ક્રિયાઓને આચરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ જીંદગીમાં આવી ઉત્તમ ક્રિયાઓ જ કરવા લાગક છે -આવા પ્રકારની શુદ્ધ પ્રશંસા પણ જીવે કરી તેમજ ‘હું પણ આવી ક્રિયાઓ કરૂં' -આવી ઇચ્છા પણ જમી : આ બીજ તો પ્રાપ્ત થયું, પણ પછી શું ? એ ઇચ્છા દબાઇ વી જોઇએ નહિ, તેમ એ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઇચ્છામાં કોઇ પણ પ્રકારનો વિપરીતભાવ આવી જવા પામે નહિ, તેની પણ કાળજી રાખવી જોઇએ. ધર્મકરણની ઇચ્છા રૂપ જે બીજ, તે ઇચ્છાનો જે નિષ્કલંક અનુબંધ, તે અંકુર. સારી પણ ભૂમિમાં પડેલાં બીજોને જો જરૂરી સામગ્રી પ્રાપ્ત ન થાય, તે બીજોને જો જરૂરી સામગ્રીથી સહિત બનાવવાની કાળજી રાખવામાં આવે નહિ, તો તે બીજોને વણસી જતાં વાર લાગતી નથી. અહીં પણ ધર્મકરણની જન્મેલી ઇચ્છા જો કમસર વૃદ્ધિને પામે નહિ, તો તે અંકુરપાને પામી શકતી નથી. ધર્મક્રિયાઓની અને ધર્મચારી આત્માઓની બહુમાનપૂર્વકની શુદ્ધ પ્રશંસા જેમ ધર્મને આચરવાની ઇચ્છાને જન્માવવામાં સફળ નિવડે છે, તેમ એ ઇચ્છાને અનુબંધવાળી બનાવવાને માટે પણ એ જ ઉપાયને સારી રીતિએ આચરવો જોઇએ. ધર્મક્રિયાઓની અને ધર્મચારી આત્માઓની બહુમાનપૂર્વકની શુદ્ધ પ્રશંસા દ્વારા, પોતાની ધર્માચરણની ઇચ્છાને પ્રબલ બનાવવી જોઇએ. એ ઇચ્છાને નિર્ણયાત્મક દશાએ પહોંચાડવી જોઇએ. “મારે પણ આ ધર્મકરણી કરવી જ છે' –એવા સુન્દર નિશ્ચયાત્મક ભાવને આત્મામાં પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. ધર્મવૃક્ષનું કાષ્ઠ કોને કહેવાય ? - “મારે પણ આ ધર્મકરણી કરવી જ છે' - આવો નિશ્ચયાત્મક ભાવ આત્મામાં જન્મ્યો, એટલે આત્મા, પોતાના તે ભાવને 'સલ બનાવે તેવા ઉપાયો કયા કયા છે, તેનું અન્વેષણ કરે. આ અન્વેષણને, પરમ ઉપકારી શાસકાર પરમષિ સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના કાષ્ઠ તરીકે ઓળખાવે છે. ઇચ્છા જન્મી, એ ઇચ્છા વધતે વધતે પ્રબલ પણ બની, પણ એ ઇચ્છાને સફલ કરવાના ઉપાયો હાથ લાગવા જોઇએ ને ? આચરવી છે ધર્મક્રિયાઓને જ, એ વાતનો તો નિર્ણય છે, પણ હવે પોતાની શક્તિ , સામગ્રી આદિનો વિચાર કરવો પડે ને ? કયી ધર્મક્રિયાઓ આચરવી અને તે કેમ આચરવી, તેનોય વિચાર તો કરવો પડે ને ? ગમે તેમ આંધળીયા કરે, તો એ ટકે કેટલો વખત ? યથાશકિતની જે વાત ઉપકારિઓએ કહી છે, તે પણ Page #180 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૭૩ ઉપકારબુદ્ધિથીજ કહી છે. યથાશકિત એટલે શું ? શક્તિને ગોપવવી પણ નહિ અને શક્તિને ઉલ્લંઘવી પણ નહિ. શક્તિને જોઇને, જેટલી શક્તિ હોય તેનો સારામાં સારી રીતિએ ઉપયોગ કરવાનો વિચાર કરવો જોઇએ. ધર્મક્રિયાઓ તે બધી આચરવા લાયક જ છે, પણ જ્યાં પોતાની શક્તિનો સવાલ આવ્યો, એટલે જોવું પડે કે- ‘આ ધર્મક્રિયાઓમાં હું આચરી શકું અને મેં આચરવા માંડેલી ધર્મક્રિયાઓનો છેક સુધી હું સારી રીતિએ નિર્વાહ કરી શકું-એવી ધર્મક્રિયાઓ કયી કયી છે ?' જે પુણ્યાત્માને ધર્મક્રિયાઓને આચરવાની ઉત્કટ ઇચ્છા થઇ છે, તે પુણ્યાત્મા એવો પણ વિચાર કરે કે- ‘મારે જે ધર્મક્રિયાઓને આચરવી છે, તે ધર્મક્રિયાઓને આચરવાને માટે મારે કયા કયા ઉપાયો લેવા જોઇએ ?' આ બધું સધર્મ રૂપ કલ્પવૃક્ષના કાષ્ઠ તરીકે ગણાય. કાષ્ઠ એટલે શું ? વૃક્ષનું થડ અને તેનાં ડાળાં-ડાળીઓ, એ વિગેરે કાષ્ઠ કહેવાય. ધર્મક્રિયાઓ, કે જેને પોતે આચરવાને ઇચ્છે છે, તેના નાના પ્રકારના ઉપાયોનું જે અન્વેષણ કરાય એ સધર્મ રૂપ કલ્પવૃક્ષનું કાષ્ઠ ગણાય. чiεsi પુષ્પ અને ફ્લઃ થડ તથા ડાળાં-ડાળી વિગેરે જન્મ્યા પછી શાનો ઉદ્ભવ થાય ? ડાળાં-ડાળી આવ્યા પછી પાંદડા આવે ને ? ધર્મક્રિયાઓને અથવા તો ધર્મક્રિયાઓ દ્વારા ધર્મને આચરવાને માટેના જૂદા જૂદા પ્રકારના ઉપાયોનું અન્વેષણ કર્યા પછીથી, તે ઉપાયોને વિષે વિવિધ પ્રવૃત્તિ કરવી, એ સધર્મ રૂપ વૃક્ષનાં પાંદડાંઓની ઉપમાને પામે છે. અને પછી તેમાંથી ગુરૂસંયોગાદિ રૂપ પુષ્પ પેદા થાય છે અને તે પછી સદ્ગુરૂની સુદેશના આદિના યોગે જીવને જે સમ્યક્ત્વ રૂપ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. તેને પરમ ઉપકારી શાસ્રકાર- પરમષિ ફલ તરીકે વર્ણવીને, ફરમાવે છે કેસમ્યક્ત્વ રૂપ આ ફલ અવશ્યમેત મોક્ષ રૂપ પરમ ફલનું સાધક બને છે. પાંચમી વિંશિકાનો ઉપસંહાર : સમ્યગ્દર્શન રૂપ ભાવધર્મની પ્રાપ્તિ તો ચરમાવર્ત કાલ પૈકીનો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ અડધો કાલ વ્યતીત થયા પહેલાં થતી જ નથી અને આપણે સધર્મ રૂપ કલ્પવૃક્ષના જે બીનો વિચાર કરી આવ્યા તે બીની પ્રાપ્તિ પણ જીવે ચરમાવર્તમાં આવ્યા પહેલાં થતી જ નથી. આ વાત તેમજ બાકીનાં ચારેય કારણોની વાત પણ આપણે વિચારી આવ્યા છીએ, એટલે વે કટેલીક ઉપસંહારાત્મક વાતો કરીને, આપણે છઠ્ઠી વિશિકામાં પરમ ઉપકારી શાસકાર પરમષિએ જે ફરમાવ્યું છે, તેમાં મુખ્ય મુખ્ય કયી હકીકતો છે, એ જોવાનું પ્રાપ્ત થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ચરમાવર્તમાં આવ્યા પછી સામાન્ય રીતિએ તો આવા જ ક્રમે કરીને સમ્યક્ત્વ રૂપ ભાવધર્મને પામે, એ વાત યોગ્ય આત્માઓને સહેલાઇથી સમજી શકાય એવી છે. આ ક્ર્મ ઓને બરાબર સમજાયો હોય, તેઓએ ભાવધર્મની પ્રાપ્તિના માટે પહેલાં તો પોતાના હૃદયને નિર્મલ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. પોતાના હૃદયને એટલું નિર્મલ તો જરૂર બનાવવું જોઇએ, કે જેથી પુણ્યોદયના યોગે પ્રાપ્ત થયેલું ધર્મચારી આત્માનું દર્શન નુકશાનકારક તો નિવડે નહિ, પણ તે નિષ્ણેય નિવડે નહિ. ધર્મને આચરતા જીવોને જોતાંની સાથે જ આપણા અન્તરમાં બહુમાન જન્મે અને એ બહુમાનના યોગે તેમની તથા તેઓ જે ધર્મને આચરે છે તેની શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય, એટલું નિર્મળ તો હૃદયને અવશ્ય બનાવવું જોઇએ. તમે જૈનકુળમાં જન્મ પામ્યા છો એટલે વાત જુદી છે, પણ બધા જ આત્માઓને કાંઇ શ્રી જિનભાષિત ધર્મને આચરનારા જીવોનું દર્શન થતું નથી. તેઓને ઇતર દર્શનોના યમાદિકને આચરનારાઓનું દર્શન પણ થાય. એવખતે ય જો હૃદય એટલું નિર્મળ થયું હોય કે-ધર્મનું દર્શન થતાં જ ધર્મ ધર્મ તરીકે રૂચે, તો ઇતર દર્શનોના યમાદિકને આચરનારાઓને જોઇને પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોના હૃદયમાં તેઓ પ્રત્યે તથા તેઓથી આચરાતા ધર્મ પ્રત્યે બહુમાન જાગે, તેની સ્વાર્થાદિક દોષોથી રહિત શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય અને પોતાને ધર્મને આચરવાની ઇચ્છા પણ જન્મે. એ ઇચ્છા જો પ્રબલ બને તો ધર્મને આચરવાના ઉપાયોનું અન્વેષણ કરવાનું મન પણ થાય જ. ધર્મના નામે Page #182 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૭૫ અનેક મો હયાતિને ભોગવતા હોય, એટલે કયા ધર્મનો કર્યા ઉપાય આચરવો, એનું પણ જીવ અન્વેષણ કરે, એ સુશકય છે. એ પછી એ જીવ પોતાને જે ઉપાયો યોગ્ય લાગ્યા હોય તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરે, પણ જો તે આભિગ્રાહિક મિથ્યાત્વવાળો ન બની જાય અને માધ્યસ્થ્યભાવને ધરતો થકો વિવિધ ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો રહે, તો તેનો વિકાસ અટકી પડે નહિ. એ જીવને પુણ્યોદયે જો સદ્ગુરૂનો સુયોગ પ્રાપ્ત થઇ જાય, તો એ સદ્ગુરૂની સુદેશના આદિથી એ જીવને સમ્યક્ત્વ રૂપ ભાવધર્મની પ્રાપ્તિ પણ થઇ જાય. અત્યાર સુધી એ જે દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અનિશ્ચિત હતો, તે સુનિશ્ચિત બની જાય. આપણે તો એવા ભાગ્યશાલી છીએ કે-આપણને જૈનકુલમાં જન્મ થવાના પ્રતાપે અતિ દુર્લભ એવી સુન્દર સામગ્રી મળી ગઇ છે. તમને જો ખ્યાલ આવી શકે, તો તમે પોતે એવી કલ્પના કરી શકો કે-ખરેખર, આપણા સદ્ભાગ્યની અવિધ છે. આટલી બધી સામગ્રી મળ્યા પછી પણ, તમને જો તમારા આવા સર્વોત્તમ કોટિમાં ગણાય તેવા સભાગ્યનું સાચું સ્વરૂપ ખ્યાલમાં ન આવે, તો એ કમનસિબી પણ અસામાન્ય કોટિની ગણાય. તમારે માટે ભાવધર્મની પ્રાપ્તિનો આ પણ એક ઉપાય છે કે-તમે તમારા આ મહત્ સભાગ્યના સ્વરૂપને યથાર્થપણે પિછાનો ! જ્ઞાનિઓ જે કારણસર તમને મહત્ સભાગ્યવાળા તરીકે વર્ણવે છે, તે કારણને જો તમે યથાર્થપણે સમજી શકો અને એ કારણ જો તમને રૂચી જાય, તો તમને આ ભવમાં પણ ભાવધર્મ અને તેની સુન્દર આરાધના પ્રાપ્ત થઇ શકે, એવી તમને પ્રાપ્ત થયેલી સામગ્રીના આધારે કલ્પના થઇ શકે તેમ છે. આ વિષયમાં જેટલો ઉપેક્ષાભાવ હોય તે જો નીકળી જાય અને પરમ ઉપકારી પરમષિઓનું ફરમાવેલું અત્યારે જે કાંઇ સાંભળવા મળે છે તેનું મનન આદિ કરીને તેને હૈયામાં સારી રીતિએ રૂચાવવાનો પ્રયત્ન થાય, તો અનન્તાનન્ત ભવોમાંથી આ ભવ ગુણસમૃદ્ધિની પ્રાપ્તિની અપેક્ષાએ નોખો પડી ગયા વિના રહે નહિ. તમે સમજો તો આજે બાજી તમારા હાયમાં છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઢીલ હોય તો તે માત્ર તમારા પ્રયત્નોની જ છે. સદ્ગુરૂઓની સુદેશના આદિનો સંયોગ જ કોઇ જીવોને જ્યારે મળે, ત્યારે જો તેઓમાં યોગ્યતા હોયતો તે સુંદર પરિણામ નિપજાવ્યા વિના રહેતો જ નથી; અને જીવો અયોગ્ય હોય તો તેમાં બીજો કોઇ ઉપાય પણ નથી. ધર્મદર્શન ધર્મક્રિયાઓથી : ધર્મ, એ કોઇ એવી વસ્તુ નથી, કે જેને ચર્મચક્ષુઓ દ્વારા જોઇ શકાય. વસ્તુનો સ્વભાવ-એ ધર્મ, એ નિયમ મુજબ આત્માનો સ્વભાવ એ જ આત્માનો ધર્મ છે અને એથી તે આત્માની સાથે જ હોય છે. આત્મા એ જેમ ચર્મચક્ષુ દ્વારા દેખાય એવો પદાર્થ નથી, તેમ આત્માનો સ્વભાવ પણ ચર્મચક્ષુ દ્વારા દેખાય તેવું નથી. હવે જ્યારે આત્માના સ્વભાવને ચર્મચક્ષુ દ્વારા જોઇ શકાય નહિ, ત્યારે ધર્મનું દર્શન શી રીતિએ થાય ? ચેતનયુકત દેહમાં રહેલા આત્માનું દર્શન જે રીતિએ થઇ શકે છે, તે રીતિએ અમુક દેહમાં આત્મા રહેલો છે કે નહિ, તે આપણે જેમ લક્ષણો દ્વારા જાણી શકીએ છીએ, તેમ ધમિમાં રહેલા ધર્મને પણ ધર્મક્રિયાઓ આદિ દ્વારા જાણી શકાય છે. ધર્મક્રિયાઓ ક્યાં ક્યાં સંભવે ? ધર્મક્રિયાઓ કાં તો ધર્મના સાચા અર્થી આત્મામાં સંભવે અને કાં તો ધર્મસિદ્ધ આત્મામાં સંભવે. ધર્મના સાચા અર્થી પણ નહિ અને ધર્મસિદ્ધ પણ નહિ, એવાય આત્માઓમાં ધર્મક્રિયાઓ સંભવી શકે, પણ તેનું બહુ મહત્ત્વ નથી. એવા આત્માઓનું પણ વર્ગીકરણ કરવું પડે તેમ છે. કેટલાક આત્માઓ ગતાનુગતિકપણે જ ધર્મક્રિયાઓને આચરનારા હોય છે, ત્યારે કેટલાક આત્માઓ એવા મુગ્ધ હોય છે કે-તેમને સમજાવવા માત્રથી તેઓ સંસારના અને મોક્ષના સ્વરૂપને સમજી શકે જ નહિ. એજીવોમાં સમજશકિત એટલી બધી ઓછી હોય છે કે-તેમના અંતરમાં જેમ મોક્ષનો આશય પ્રગટી શકતો નથી, તેમ તેમને સંસારના આશયથી જ ધર્મક્રિયા કરવાનો આગ્રહ પણ હોતો નથી. તેઓને ધર્મક્રિયા ગમે છે, ઓધ રીતિએ કલ્યાણકારી ધર્મક્રિયાઓ કો તો ધર્મના સાથ અર્થ પણ નહિ Page #184 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૭૭ લાગે છે અને એથી એને આચરવાનું તેમને મન થાય છે. આવા જીવોને કમે કરીને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની પ્રાપ્તિ થાય, એ હેતુથી ગીતાર્થ મહાત્માઓ તેમને સૌભાગ્યાદિ તપોનું દાન કરે છે. શ્રી વલ્કલચીરીના પ્રસંગમાંથી તમને મુગ્ધ જીવો કેવા હોય છે, તેનો ખ્યાલ તો આવ્યો હશે. શ્રી વલ્કલચીરી એવા મુગ્ધ હતા, માટે જ તેમને ભોગરાગી બનાવવાને માટે રાજા પ્રસન્નચન્દ્ર વેશ્યાઓને અંગસ્પર્શાદિ કરાવવાનું સૂચન કર્યું હતું. એવું કાંઇ અમુગ્ધ જીવોને માટે કરી શકાય ખરું? ભોગના રાગી આત્માને એ અંગસ્પર્શ જેવી અસર કરી શકે, તેવી અસર કાંઇ મુગ્ધ જીવોને એ અંગસ્પર્શ કરી શકે નહિ. મુગ્ધ એવા શ્રી વલ્કલચીરીને એ અંગસ્પર્શથી પણ ભોગની ઇચ્છા થઇ નહોતી, એ તમે જાણો છો. એ જ રીતિએ, મુગ્ધ જીવોને માર્ગ પમાડવાના હેતુથી ગીતાર્થ પહાત્માઓ જે સૌભાગ્યાદિ તપો રૂપ ધર્મક્રિયાઓ કરાવે, તે પરિણામે તો પ્રાય: ઘર્મના સાચા અર્થિપણા આદિને પમાડનારી નિવડે છે અને તે ક્રિયાઓના કાલમાં પણ તે મુગ્ધ જીવોમાં એવા દુન્યવી સુખના હેતુથી જ ધર્મક્રિયાઓને આચરવાનો આગ્રહ પ્રગટતો નથી. વળી કેટલાક જીવો એવા પણ હોય છે કે ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ આ ક્રિયાઓ કહી છે, એવી સદૂભકિતથી ધર્મક્રિયાઓ કરતા હોય, પણ તેમાં આશય સંસારના સુખનો હોય. આવા બધા જીવોને છોડીને, કે જે જીવો ધર્મના સાચા અર્થી પણ નથી તેમજ ધર્મસિદ્ધ પણ નથી, તેવા જીવોમાં જે ધર્મક્રિયાઓ દેખાય, તે તો વસ્તુતઃ ધર્મનું દર્શન નથી જ. કલ્યાણના અર્થીિઓ માટે એવા પ્રકારનું ધર્માચરણ ત્યાજ્ય જ છે. એની અનુમોદના પણ થઇ શકે નહિ. આમ છતાં પણ, ઓને એ જીવોના વિપરીત આશયની માહિતી ન હોય, તેઓને એ જીવોને ધર્મનું આચરતા જોઇને પણલાભ થઇ જાય એ શકય છે. તેઓને એવો લાભ થાય, તો પણ વિપરીત આશયવાળા જીવોને તો એ લાભનો લાભ મળે જ નહિ ! કારણ શું? કારણ એ છે કેએ લાભ થવા પામ્યો તેમાં હેતુ એક તો ધર્મક્રિયાઓ નિજ સ્વરૂપે સુન્દર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે એ છે અને બીજો હેતુ એને જોનારો આત્મા લાયક છે એ છે, પણ વિપરીત આશયવાળો જીવ એવો લાયક નથી કે-એ એની લાયકાતના બળે, પોતે જે ધર્મક્રિયાઓને આચરે છે, તેના દર્શનથી બીજાઓને લાભ પમાડી શકે. ગતાનુગતિકપણે કરનારા તથા મુગ્ધ જીવોની ધર્મક્રિયાઓનો તો આ વિષયમાં બહુ વિચાર જ કરવા જેવો નથી. પરમ ફ્લને પમાડનારી ધર્મક્રિડ્યાઓ : ધર્મના સાચા અર્થી અથવા તો ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ જ ધર્મવૃક્ષના પરમ ફલને પમાડી શકે છે. એ બન્નેય આત્માઓ ધર્મવૃક્ષના પરમ ફલના અર્થી છે. ધર્મનો સાચો અર્થી આત્મા ધર્મક્રિયાઓને આચરે છે, કારણ કે-એને પરમ ફલને પમાડનાર ધર્મનો ખપ છે. એ એને મેળવવો છે. ત્યારે ધર્મસિદ્ધ આત્મા ધર્મક્રિયાઓને કેમ આચરે છે? તેમાં બે કારણો છે : એક તો એને ધર્મક્રિયાઓ સિવાયની કોઇ પણ ક્રિયામાં ચેન પડતું નથી. બીજી કોઇ ક્રિયામાં એને જો ચેન પડતું હોય, તો એમ સમજી લેવું કે-તેની એ ક્રિયાની અન્તર્ગત પણ કોઇક સ્થલે ધર્મનો અંશ રહેલો છે અને એ અંશના પ્રતાપે જ એ તેવી ધર્મક્રિયા સિવાયની ક્રિયામાં પણ ચેન અનુભવી શકે છે. ધર્મસિદ્ધ આત્મા ધર્મક્રિયાઓને આચરે છે, તેમાં પહેલું કારણ તો એ છે કે-એને ધર્મક્રિયાઓ સિવાય ચેન પડતું નથી અને બીજું કારણ એ છે કે-પોતાનો જેટલો ધર્મ હજુ પણ સિદ્ધ નથી થયો, તેને સિધ્ધ કરીને તેને પરમ ફલને પ્રાપ્ત કરવું છે. આ ઉપરથી તમે સમજી શકયા હશો કે-સંપૂર્ણ સ્વભાવસ્થતાને પામેલા ધર્મસિદ્ધ આત્માઓની આ વાત નથી, પણ એવા ધર્મસિદ્ધ આત્માઓની આ વાત છે, કે જેઓ બીજા જીવો પણ ચર્મચક્ષુ દ્વારા જોઇ શકે એવી પણ ધર્મક્રિયાઓને આચરે છેધર્મક્રિયા-કારકોના ચાર વિભાગ : આ રીતિએ ધર્મક્રિયાઓને આચરનારા આત્માઓને ચાર વિભાગોમાં પણ વહેંચી શકાય. પહેલો વિભાગ-ધર્મસિદ્ધ આત્માઓનો, બીજો વિભાગધર્મના સાચા અર્થી આત્માઓનો, ત્રીજો વિભાગ-ધર્મક્રિયાઓ જિનોકત છે Page #186 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એવી સદ્ગતિથી તેને આચરનારા જીવોનો તથા ગતાનુગતિકપણે જ ધર્મક્રિયાઓને આચરનારા આત્માઓનો તથા માર્ગના પ્રવેશના હેતુથી ધર્મક્રિયાઓમાં યોજાએલા મુગ્ધ જીવોનો અને ચોથો વિભાગ-કેવળ પૌદ્ગલિક સુખના આશયથી અને મોક્ષનો આશય જોઇએ-એવું જાણવા મળે તોય એ સમજને હૈયે સ્પર્શવા દીધા વિના જ ધર્મક્રિયાઓને આચરનારાઓનો. આ ચાર પ્રકારના જીવોની ધર્મક્રિયાઓનું દર્શન થાય. આ ચાર પ્રકારના જીવોમાંથી કયા કયા પ્રકારના જીવોની ધર્મક્રિયાઓના દર્શનથી સદુધર્મ રૂપી કલ્પવૃક્ષના બીની ઉત્પત્તિ થઇ શકે, એ વાત પણ વિચારવા જેવી છે. ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ : સમ્યગ્દર્શનાદિ ગુણોને પામેલા આત્માઓ, એ ધર્મસિદ્ધ આત્માઓ છે. ધર્મસિદ્ધ આત્માઓની ધર્મ:ક્રયાઓ, ઘણી જ સુન્દર અને એથી લઘુકર્મી વિચક્ષણ આત્માઓને ઝટ આકર્ષી શકે એવી હોય, એ સ્વાભાવિક છે : કારણ કે-એ આત્માઓનો ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાઓ પ્રત્યેનો રાગ અનુપમ કોટિનો હોય છે. શાસ્ત્ર જે જે સ્થાને જે જે ધર્મક્રિયાઓ જે જે રીતિએ કરવાની કહી હોય તથા તેમાં જે જે પ્રકારની બાહ્ય અને આભ્યન્તર શુદ્ધિ જાળવવાની કહી હોય, તે તે સ્થાને તે તે ધર્મક્રિયાઓ તે તે રીતિએ કરવાની તથા તેમાં તે તે પ્રકારની બાહ્ય અને આભ્યન્તર શુદ્ધિ જાળવવાની, ધર્મસિદ્ધ આત્માઓને ખૂબ જ કાળજી હોય છે. એટલી કાળજી હોવા છતાં પણ, અનેક કારણોસર, ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓમાં અવિધિદોષ આવી જાય, એ સુસંભવિત છે; પણ એ અવિધિદોષ પણ ધર્મસિદ્ધ આત્માઓને ખટકયા વિના રહેતો નથી. ધર્મસિદ્ધ આત્માઓમાં વિધિબહુમાન એટલું જોદાર હોય છે કે-થોડીક અવિધિ થઇ જાય તોયે તે એમને ગમતું નથી અને એથી પોતાની સ્થાનોચિત ધર્મક્રિયાઓને સર્વ પ્રકારે વિધિ મુજબ જ કરવાનો તેમનો પ્રયત્ન ચાલુ હોય છે. આવા મહાત્માઓની ધર્મક્રિયાઓને જોઇને કોના હૈયામાં બહુમાન ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રગટે નહિ ? કોને એની પ્રશંસા કરવાનું મન થાય નહિ ? અને કોને એમ ન થાય કે- “હું પણ આવી ધર્મક્રિયાઓને કરું !' જેનામાં સ્વાભાવની, સમજની, લઘુકમિતાની અથવા તો એવી જ કોઇ બીજી ખામી હોય, તેને જ એવા ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓને જોઇને બહુમાન આદિ થાય નહિ. કેટલાક ધર્મસિદ્ધ આત્માઓ એવા પણ હોય છે, કે જેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાની અખંડ આરાધના દ્વારા એવી યોગ્યતા પ્રાપ્ત કરી હોય છે કે-પછી એ તારકની આજ્ઞાના આલંબન વિના પણ એ તારકની આજ્ઞાના આલંબનથી જેવું સારું વર્તન કરવું જોઇએ, તેવું જ સારું વર્તન કરનારા હોય. વળી કેટલાક ધર્મસિદ્ધ આત્માઓ શ્રી વીતરાગ અને સર્વજ્ઞા બનેલા પણ હોય છે. આવા સઘળાય ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ, અન્ય લાયક આત્માઓને માટે શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીજને પમાડનારી નિવડે જ, એ વાતને સમજાવવાને માટે હવે યુકિત આપવાની જરૂર હોય નહિ. સાચા ધમર્થિઓની ધર્મક્રિયાઓ : જે આત્માઓ હજુ સમ્યગ્દર્શન ગુણને પામ્યા નથી, પણ સમ્યગ્દર્શનાદિ ધર્મને પામવાના અર્થી છે અને એથી જ જેઓ ધર્મક્રિયાઓને આચરે છે, એવા આત્માઓની ધર્મક્રિયાઓ પણ પ્રાય: અન્ય યોગ્ય આત્માઓના અન્તરમાં બહુમાન આદિને પ્રગટાવનાર નિવડે તેવી હોય છે: કારણ કે-અર્થી માણસનો એ સ્વભાવ હોય છે કે-પોતાનો અર્થ સરે એવા ઉપાયો પણ, પોતાનો અર્થ સરે એવા પ્રકારે આચરવાનો પ્રયત્ન કરવો. આવા આત્માઓ પણ વિધિબહુમાનવાળા બનીને વિધિ મુજબ કરવાના તથા અવિધિને ટાળવાના પ્રયત્નવાળા હોય છે. એવા આત્માઓને મિથ્યાત્વનો ઉદય હોય છે, પણ તે મન્દ કોટિનો હોય છે. મિથ્યાત્વનો ઉદય મન્દ કોટિનો હોય, પણ તેય કોઈ કોઈ વાર કાંઇ કાંઇ અસર તો નિપજાવે ને ? તેમ છતાં પણ, જે આત્માઓને મિથ્યાવનો ઉદય મન્દ કોટિનો હોય છે, એ દશામાં જેઓ શુદ્ધ ધર્મને પામવાના અભિલાષવાળા હોય છે અને Page #188 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૮૧ એ માટે જ ઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ધર્મક્રિયાઓને આચરનારા બન્યા હોય છે, એવા આત્માઓની ધર્મક્રિયાઓ બાહા રીતિએ બહુ દોષવાળી હોવાનો સંભવ ઘણો ઓછો છે, તેમજ તેવા આત્માઓમાં આત્તર શુદ્વિનો સર્વથા અભાવ હોય છે એમ પણ કહી શકાય નહિ. ચરમાવર્તમાં આવેલા આત્માઓ જ શુદ્ધ ધર્મના આવા અર્થે હોઇ શકે છે. તેમના હૈયામાં મોક્ષાભિલાષ જરૂર પ્રગટ્યો હોય છે અને એથી શુદ્ધ ધર્મના અર્થિપણાના યોગે એ આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરે, તે ધર્મક્રિયાઓ પણ અન્ય યોગ્ય આત્માઓને માટે શુદ્વ ધર્મરૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપક નિવડે તે સ્વાભાવિક જ છે : કારણકે-આવા આત્માઓમાં પણ વિધિબહુમાન હોય છે. ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓની ધર્મક્સિાઓ : આ બન્ને પ્રકારના આત્માઓની ધર્મક્રિયાઓમાં એટલે ધર્મસિદ્ધ આત્માઓની તથા મોક્ષપ્રાપક ધર્મના અર્થી આત્માઓની ધર્મક્રિયાઓમાં, અન્ય આત્માઓને માટે શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપક બનવાની જે યોગ્યતા હોય છે, તે યોગ્યતા ધર્મક્રિયાઓને આચરનારા બાકીનાઓની ધર્મક્રિયાઓમાં નથી હોતી. આ બે પ્રકારના ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યાત્માઓની ધર્મક્રિયાઓ નિયમા સ્વને અને પરને ઉપકારક નિવડે છે. આ સિવાયના આત્માઓની ધર્મક્રિયાઓને માટે એવું નિશ્ચિંતપણે કહી શકાય નહિ. ગતાનુગતિકપણે અથવા તો મુગ્ધદશામાં ધર્મક્રિયાઓને કરનારાઓની ધર્મક્રિયાઓ આકર્ષે તેવી ન હોય, તો તેમાં નવાઇ પામવા જેવું નથી તેમજ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ ધર્મક્રિયાઓ વિહિત કરેલી છે-એવી સદુભકિતથી પણ પૌગલિક ફલની અપેક્ષાથી ધર્મક્રિયાઓ કરનાર પણ યથાવિધિ ક્રિયા કરનાર તો નથી જ. એવા જીવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોને ભગવાન શ્રી જિનેશ્વરદેવો તરીકે સ્વીકારે છે તથા એ તારકો પ્રત્યે તેઓના હૈયામાં ભકિતભાવ છે, એટલે એ ભકિતભાવથી એ જીવોની પીગલિક અપેક્ષા નાશ પામી શકે છે અને એથી જ તે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ક્રિયાઓ ભાવધર્મનું કારણ બની શકે છે, એવી પણ ક્રિયાઓ ભાવધર્મનું કારણ બને છે, તેમાં સદૂભકિત એ જ કારણ છે. બાકી મુગ્ધ જીવોને લાભ જ થાય એવો નિયમ નહિ અને ગતાનુગતિકપણે ધર્મક્રિયાઓને કરનારાઓમાં તો કોઇ કોઇને જ લાભ થઇ જાય છે. હવે ધર્મક્રિયાઓને કરનારાઓમાંના ચોથા વિભાગના આત્માઓ તો વિધિબહુમાનથી રહિત જ હોય છે. વિધિબહુમાનથી રહિત હોવા છતાં પણ, તેઓ પોતાની પૌગલિક લાલસાને સફલ કરવાને માટે ધર્મક્રિયાઓના બાહા કલેવરને સારી રીતિએ જાળવનારા. હોય એ શકય છે. આ બધું છતાં, ત્રીજા વિભાગના અને ચોથા વિભાગના આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરતા હોય છે, તે ધર્મક્રિયાઓ અન્ય આત્માઓને માટે બહુમાનનું કારણ નથી જ બનતી-એવું એકાન્ત કહી શકાય નહિ, પણ એ રીતિએ શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપ્તિ જે આત્માઓને થાય, તેઓ જો એ ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓના પરિચયમાં આવે, તો પછી તેનું બીજનાશાદિ પરિણામ આવવાનો સંભવ પણ ખરો. એવો ભય પહેલા બે વિભાગના આત્માઓ માટે નહિ. આપણી ધર્મક્રિયાઓ કયી કક્ષામાં ? આપણે પણ ધર્મક્રિયાઓ તો કરીએ જ છીએ ને ? આપણે ધર્મક્રિયાઓ કરીએ તો છીએ, પણ તે કયા હેતુથી કરીએ છીએ ? આપણે મોક્ષપ્રાપક ધર્મના અર્થી છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ કે ધર્મસિદ્ધ છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ ? જો ધર્મસિદ્ધ પણ નથી અને મોક્ષપ્રાપક ધર્મના અર્થ પણ નથી, તો આપણી ગણના કયા વિભાગમાં થાય તેમ છે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે ભકિતભાવ જાગ્યો હોય અને એથી એમ થયું હોય કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી આ ધર્મક્રિયાઓ છે, માટે કલ્યાણના હેતુથી આ જ કરવા લાયક છે, તો તો જ્યારે ખબર પડે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષના આશયથી જ આ ધર્મક્રિયાઓને આચરવાની કહી છે અને સંસારના ઇહલૌકિક અગર પારલૌકિક સુખના આશયથી આ ધર્મક્રિયાઓને આચરવાનો નિષેધ કર્યો Page #190 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૮૩ છે,' ત્યારે પોતાનો ધર્મક્રિયાઓને આચરવા પાછળ જે પૌગલિક આશય હોય, તે ખટકયા વિના રહે ખરો ? એ પાપાશયને તજી દેવાનું મન થયા વગર રહે ખરૂં? ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના પ્રત્યે ભકિતભાવ હોવાના કારણે જ છે એ તારકોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ ઉપર રૂચિ થઇ હોય, તો એ તારકો જ આશયનો નિષેધ કરતા હોય, તે આશયના નિષેધની પણ એ તારકોની જ આજ્ઞા છે, એવું જાણ્યા પછી એ આશયને તવાનું મન થાય નહિ, એ બને જ નહિ. પૌગલિક આશયના નિષેધની આજ્ઞા જાયા પછી, એ આશયને જો તજવાનું મન થાય નહિ અને એ જ આશયનો આગ્રહ રહે, તો તો સમજવું જોઇએ કે-મૂળ ભક્તિની વાતમાં જ ખામી છે, ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેની સદુભકિતથી જ એ તારકોએ ફરમાવેલી ક્રિયાઓ રૂચી નથી, પણ પૌગલિક આશયથી જ એ ક્રિયાઓ રૂચી છે. સભકિતવાળા આત્માઓમાં પૌગલિક આશય હોય તો પણ, તેના ધર્માચરણમાં પૌગલિક આશય પ્રધાન હોતો નથી, પણ સદુભકિત જ પ્રધાન હોય છે અને એ સદુભકિતમાં પીગલિક આશયને નિવારવાની તાકાત હોવાના કારણે જ, પૌદ્ગલિક આશયવાળા પણ એવા આત્માઓની ધર્મક્રિયાઓ ભાવધર્મને પમાડનારી બની શકે છે. આપણી ધર્મક્રિયાઓ આ કથામાં જાય એવી પણ છે ખરી ? આપણી ધર્મક્રિયાઓ જો આ કક્ષામાં જાય તેવી પણ હોય, તો મોક્ષના આશય આદિની આટલી બધી વિચારણા પછી તો, આપણો પૌગલિક આશય કાં તો નષ્ટ થઇ ગયો હોય અને કાં તો એને નષ્ટ કરવાનો આપણો ઉદ્યમ ચાલુ હોય; એવું કાંઇ છે ? જો એ ન હોય, તો આપણે કાંઇ મુગ્ધ તો નથી જ. આ વાત ઉપરથી દરેકે પોતાના આશયનો વિચાર કરવાનો છે. પોતે જે કાંઇ ધર્મક્રિયાઓ કરે છે, તે ધર્મક્રિયાઓ કયા આશયથી કરે છે અને તે કયા આશયથી કરવી જોઇએ, તેનો વિચાર પોતે જ કરવો જોઇએ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આરાધના સાથે પ્રભાવનાનો લાભ પણ મળે : આ વાત અહીં આપણે એટલા પૂરતી કરીએ છીએ કે-આપણી ધર્મક્રિયાઓ કેવી છે, તેનો આપણને ખ્યાલ આવે અને જે ખામી હોય તેને કાઢવાનું મન થાય. આપણી ધર્મક્રિયાઓ એવી છે ખરી, કે જે ધર્મક્રિયાઓને જોઇને અન્ય યોગ્ય આત્માઓના અંતરમાં આ ધર્મક્રિયાઓ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટે ? ખરેખર, કોઇ પણ દોષને વશ બનીને જે પોતાનું બગાડે છે, તે બીજાનું પણ પ્રાય: બગાડે જ છે. ધર્મક્રિયાઓ જેટલી સારી રીતિએ વિધિપૂર્વક થાય, તેટલી જ તે સ્વ-પર ઉભયને ઉપકારક થાય. વિધિબહુમાનપૂર્વક, બાહા ને આત્તર શુદ્ધિના પ્રયત્નપૂર્વક, ધર્મક્રિયાઓને જેવી રીતિએ કરવાનું શાસ્ત્ર ફરમાવ્યું છે, તેવી રીતિએ જો આ ધર્મક્રિયાઓ થાય, તો આ ધર્મક્રિયાઓમાં પણ અસાધારણ શકિત છે. એવી રીતિએ ધર્મક્રિયાઓને આચરવાના પ્રયત્નવાળા પુણ્યાત્માઓ શાસનના આરાધક બનવા સાથે શાસનના પ્રભાવક પણ બની શકે છે. જે આત્માઓના અત્તરમાં ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના શાસન પ્રત્યે સાચો આરાધ ભાવ પ્રગટે છે, તે આત્માઓ જેમ શકિત મુજબની આરાધનામાં ઉજમાલ બને છે, તેમ તેઓમાં જો પુણ્યોદયાદિના યોગે અમુક અમુક વિશિષ્ટ પ્રકારની શકિતઓ હોય છે, તો તેઓ શાસનના પ્રભાવક પણ બને છે. શાસ્ત્રમાં પ્રવચનિક, ધર્મકર્થિક આદિને શાસનના પ્રભાવક તરીકે વર્ણવ્યા છે, તેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષને માટે ફરમાવેલાં ધર્માનુષ્ઠાનોને સારી રીતિએ વિધિ મુજબ આચરનારા પુણ્યાત્માઓને પણ શાસનના પ્રભાવક તરીકે વર્ણવ્યા છે. આપણામાં બીજી કોઇ વિશિષ્ટ શકિત ન હોય તો પણ, આપણે જો ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ ફરમાવેલાં ધર્માનુષ્ઠાનોને, એક માત્ર મોક્ષના આશયથી સારી રીતિએ વિધિ મુજબ આચરવાનો પ્રયત્ન કરીએ, તો પણ આપણે શાસનના આરાધક બનવા સાથે શાસનના પ્રભાવક પણ બની શકીએ. આરાધનાના યોગે જે લાભ થવાનો હોય તે તો થાય જ, પણ તેમાં જ્યારે પ્રભાવનાનો લાભ ઉમેરાઇ જાય, એટલે તો કમાલ થઇ જાય ને ? Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પછી મેળવવા ધારેલું પરમ ફલ કેટલું જલદી મળે ? એ આરાધના અને પ્રભાવનાનું લ એકઠું થઇને ભવાન્તરમાં ધર્મારાધન આદિની કેવી સુન્દર સામગ્રી પૂરી પાડે ? શાસનના પ્રભાવક બનવાની સાચી અભિલાષા ભાવદયામાંથી જ જ્યું છે. ‘જેમ હું આ મોક્ષના સાધનને પામ્યો છું, તેમ સૌ કોઇ મોક્ષના સાધનને પામો' -એવી મનોવૃત્તિ ભાવદયાના ઘરની છે; પણ પોતાના આત્માની જ જ્યાં આવી ભાવદયા ન હોય,ત્યાં અન્ય આત્માઓને માટેની ભાવદયા જ્યે શી રીતિએ ? તમે થોડી-ઘણી પણ ધર્મક્રિયાઓ કરો છો, માટે જ તમને ખાસ કરીને કહેવાનું મન થાય છે કેજે ધર્મક્રિયાઓને તમે કરો છો, તે ધર્મક્રિયાઓને તમે એવી રીતિએ કરવાને માટે પ્રયત્નશીલ બનો, કે જેથી તમને આરાધનાનો તેમજ પ્રભાવનાનો લાભ પણ મળે. બીજની પ્રાપ્તિ કેવી રીતિએ થાય છે ? શુદ્ધ ધર્મની પ્રાપ્તિના ક્ર્મમાં પહેલી વાત ધર્મક્રિયાઓની કહી. બીજાઓને ધર્મક્રિયાઓને કરતા જોઇને, એ ક્રિયાઓને કરવાનું પોતાને મન થાય, એ ધર્મવૃક્ષનું બીજ છે. ધર્મક્રિયાઓને કરનારાઓને જોઇને એમ થઇ જાય કે- ‘હું પણ આ ધર્મક્રિયાઓને આચરૂં !' આવી પણ ઇચ્છા કેવી રીતિની હોવી જોઇએ ? બહુમાનપૂર્વકની તેની શુદ્ધ પ્રશંસાપૂર્વકની ! તેના પ્રત્યેના બહુમાનથી સંગત એવી તેની શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય અને એ પ્રકારે એ ધર્મક્રિયાઓને કરવાની ઇચ્છા થાય. સાચી અનુમોદનાનો આ પ્રકાર છે. ધર્મક્રિયાઓને આચરનારાઓનું દર્શન થયું; એ દર્શન થતાંની સાથેજ એ ધર્મક્રિયાઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ પ્રગટ્યો; ધર્મક્રિયાઓ પ્રત્યે આદરભાવ પ્રગટે, એટલે ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યવાનો પ્રત્યે પણ આદરભાવ પ્રગટે જ; ધર્મક્રિયાઓ પ્રત્યે અને ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યવાનો પ્રત્યે આદરભાવ પ્રગટે, એટલે એની કોઇ પણ પ્રકારના સ્વાર્થથી રહિત, ઉપહાસથી પણ રહિત અને ‘આની પ્રશંસા કરવામાં આપણું શું જાય છે ?' -એવા વિચારથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ રહિત એવી શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય; અને એ પ્રશંસા એવી જ હોય, કે જેમાં હું પણ આ ધર્મક્રિયાઓને આચરૂં એવી ઇચ્છાને જન્માવવાનું સામર્થ્ય ન હોય, એવું બને જ નહિ. આવી રીતિએ, ધર્મક્રિયાઓને આચરવાની આત્મામાં જે ઇચ્છા જન્મ, તેને ઉપકારી મહાપુરૂષો શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીજની ઉપમા આપે છે. આજની મોટા ભાગની ધર્મક્રિયાઓ : અહીં આપણે એ વાતનો પણ વિચાર કરવો જોઇએ કે-આપણે કેટલીક ધર્મક્રિયાઓને તો પામ્યા છીએ, પણ ધર્મકલ્પવૃક્ષના બીજને પામ્યા છીએ કે નહિ ? એમ માનતા નહિ કે-આ બીજ્ઞા અભાવમાં ધર્મક્રિયાઓ સંભવતી જ નથી. આ બીજના અભાવમાં પણ ધર્મક્રિયાઓ સંભવે છે. અભવ્યોની-દુર્ભવ્યોની અને ચરમાવર્તન પામેલા ભવ્યોમાં પણ જેઓ ગુરૂકર્મી હોય છે તેઓની ધર્મક્રિયાઓ આ જાતિના બીજ્વાળી હોતી નથી. એવા આત્માઓને ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે ગમતી નથી. સદાચરણ. સદાચરણ તરીકે જ ગમવું-એ જુદી વસ્તુ છે અને “મારો અમુક સ્વાર્થ આ સદાચરણ દ્વારા જ સિદ્ધ થાય તેમ છે' –એવું લાગવાથી સદાચરણ ગમવું એ જુદી વસ્તુ છે. ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે રૂચે-એવું નિર્મલ હૈયું જેનું હોય, તેને તો ધર્મક્રિયાઓના ફલનો વિશેષ અને સ્પષ્ટ ખ્યાલ ન હોય તો પણ, ધર્મક્રિયાઓ રૂચે; જ્યારે કેવળ પીગલિક સ્વાર્થવાળાને માટે કોઇ ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે તેને રૂચી છે એમ કહેવાય નહિ. એને તો એવી ખાત્રી થઇ છે કે- “આ ક્રિયાઓથી મારો અમુક સ્વાર્થ સિદ્ધ થવાનો છે' માટે જ એને આ ધર્મક્રિયાઓ ગમી છે. બીજી ક્રિયાઓથી જો એને પોતાનો સ્વાર્થ સિદ્ધ થશે એમ લાગે, તો આ ધર્મક્રિયાઓને છોડતાં અને બીજી અનાચારાદિકની પાપક્રિયાઓને વળગતાં પણ એને વાર લાગે નહિ. આજે ધર્મક્રિયાઓને આચરનારાઓમાંના મોટા ભાગની દશા એવી જણાય છે કે-એમને ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે તો રૂચી નથી, પણ “મારો અમુક પૌદ્ગલિક સ્વાર્થ આ ધર્મક્રિયાઓથી તો અવશ્ય સિદ્ધ થશે' Page #194 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૮૭ -એ પ્રકારે પણ ધર્મક્રિયાઓ રૂચી નથી. આ રીતિએ સ્વાર્થના હેતુથી જ ધર્મક્રિયાઓ રૂચે એ સારું છે-એમ નથી, પણ આ રીતિએ ય જેઓને ધર્મક્રિયાઓ રચે છે, તેમની ધર્મક્રિયાઓ પણ આટલી બધી માયકાંગલી, ઠામ-ઠેકાણા વગરની, બાહા વિધિની પણ દરકાર વિનાની, આ ક્રિયાઓ કેવી રીતિએ કરવી જોઇએ-તેવી જિજ્ઞાસાથી પણ હીન અને દરેકે દરેક ધર્મક્રિયાઓ ઝટ ઝટ આટોપી લેવાની વૃત્તિવાળી હોતી નથી. આજની ધર્મક્રિયાઓમાંની ઘણા ભાગની ધર્મક્રિયાઓ આવી છે. તેમાં મુખ્યત્વે બે કારણો છે. એક તો ગતાગતિકતા અને બીજું પોતાને જે સ્વાર્થને સિદ્ધ કરવાની ઇચ્છા છે, તે સ્વાર્થ પણ અવશ્ય સિદ્ધ થશે જ-એવા દ્રઢ વિશ્વાસનો અભાવ. કેટલાકને એમ થાય છે કે- “આ બધા કહે છે કે આ ક્રિયાઓથી પાપ ટળે અને પુણ્ય બંધાય, તો આપણે પણ આય થોડું-ઘણું કરતા રહો, કે જેથી આ બધા કહે છે તે સાચું હશે તો વળી આપણી આ ભવની ભીડ પણ ભાગશે અને પરલોકમાં લ્હેર કરવાની મળશે.' આવી રીતિએ ધર્મક્રિયાઓને કરનારાઓ તો શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીજને પણ પામેલા નથી. એવા જીવોને માટે તેઓ બીને પામેલા છે, એમ કોઇ પણ રીતિએ કહી શકાય નહિ. આવી રીતિએ થતી ધર્મક્રિયાઓ, જેઓની પાસે ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે રૂચે એવું નિર્મલ હેલું છે, તેઓના હયામાં બહુમાનને પેદા કરનારી નિવડે નહિ, તો એમાં આશ્ચર્ય પામવા જું કશું જ નથી. ધર્મક્રિયાઓને આચરનારા હોવા છતાં પણ આપણે આ બીજથી પણ જો વંચિત રહી ગયા, તો આપણે માટે એ, તળાવે જઇને તરસ્યા આવવા કરતાં પણ વધારે ખરાબ ગણાશે. ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં ય. સહાયક બની શકે છે : સમ્યગ્દર્શન એટલે શું ? સાચું તત્ત્વદર્શન, એ સમ્યગ્દર્શન છે. જે જિવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જ જોવાની અને માનવાની અત્માની જે લાયકાત, તેનું નામ છે-સમ્યગ્દર્શન. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ગ્રન્થિ ભેદાયા પછીથી જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકે છે. આત્માના પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકતી નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામો આત્માને પદાર્થના સાચા જ્ઞાનને પામવા દેતા નથી તથા જે કાંઇ સાચો ખ્યાલ આવ્યો હોય તેમાં સુનિશ્ચિત બનવામાં અંતરાય કરે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાં, આત્માને હેયોપાદેયનો હેયોપાદેય તરીકેનો ખ્યાલ આવે છે અને એ ખ્યાલમાં તે સુનિશ્ચિત હોય છે. આથી જ, તત્ત્વના શ્રદ્વાનને જેમ સમ્યગ્દર્શન કહેવાય છે, કુદેવ-કુગુરૂ-કુધર્મના ત્યાગ પૂર્વકનો સુદેવ-સુગુરૂસુધર્મનો જે સ્વીકાર, એને પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વના સ્વરૂપનો સાચો ખ્યાલ પામીને, તેમાં સુનિશ્ચિત બનવાની અત્માની જે લાયકાત, તે સમ્યગ્દર્શન ગુણની અપેક્ષા રાખે છે, આ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં પણ સાચા બહુમાનપૂર્વકની ધર્મક્રિયાઓ સુંદર ફાળો આપે છે. ધર્મક્રિયાઓમાં દેવ-ગુરૂ-ધર્મની જ ઉપાસના હોય છે. એ ઉપાસના, તેના ઉપાસકને દેવગુરૂ-ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવાને પ્રેરે છે. ધર્મક્રિયાઓને આચરનારની આંખ સામે મુખ્યત્વે દેવ, ગુરૂ અને ધર્મચારી આત્માઓ હોય છે. દેવની પૂજા કરતાં દેવના સ્વરૂપ વિષે, ગુરૂની સેવા કરતાં ગુરૂના સ્વરૂપ વિષે અને બીજી ધર્મક્રિયાઓ કરતાં ધર્મના સ્વરૂપ વિષે તેમજ એ બધામાં પોતાના સ્વરૂપ વિષે વિચારણા આદિ કરવાની પણ સુન્દર તક પ્રાપ્ત થાય છે. એ ક્રિયાઓ આત્માને પરભાવથી નિવૃત્ત થવામાં અને સ્વભાવમાં પ્રવૃત્ત થવામાં ખૂબ જ મદદગાર નિવડે છે : એટલે અધિગમ દ્વારા સમ્યગ્દર્શનને ઉપાર્જવાની કામનાવાળાઓએ પોતાના ચિત્તને ખાસ કરીને ધર્મક્રિયાઓમાં પરોવવું જોઇએ. અધિગમને માટેનો સારામાં સારો અવકાશ પણ ધર્મક્રિયાઓમાં લભ્ય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ, ધર્મગુરૂઓની સેવા, ધર્મચારી આત્માઓનું દર્શન અને બીજી પણ ધર્મક્રિયાઓનું આચરણ-આત્માની રાગ અને દ્વેષના ગાઢ પરિણામો રૂપ ગ્રન્થિને ભેદવામાં અપૂર્વ કાંટેની સહાય કરી શકે છે. માત્ર આત્માનો હેતુ Page #196 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૮૯ કમની ભય સતા પ્રાપ્તિ થઈ તેવો સારો હોવો જોઇએ. ચરમ આવર્તમાંય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રધાનપણે બાધક નિવડે છે : આત્માના શુભ પરિણામ રૂપ સમ્યક્ત્વ, અપૂર્વ કોટિના આત્મપરિણામ રૂપ “અપૂર્વકરણ' દ્વારા સાધ્ય છે અને તે અપૂર્વકરણ પણ, જ્યાં સુધી કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષીણ થતી નથી, ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી. ચરમાવર્ત કાળ દરમ્યાનમાં જ જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષીણ થાય છે, તે પછીથી જ, પાંચમી વિશિકામાં આપણે જે બીજ આદિનું સ્વરૂપ જોઇ આવ્યા, તે બીની પણ પ્રાપ્તિ થઈ શકે છે. અચરમાવર્ત કાલમાં પણ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થઇ શકે છે, પણ ત્યાં કાલદોષની પ્રધાનતા એવી અન્તરાય કરનારી બેય છે કેકર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થવા છતાં પણ, જીવ વિશેષ વિશેષ કર્મસ્થિતિનો ક્ષય સાધવા દ્વારા એવી દશાને પામી શકતો જ નથી, કે જેથી તેને બીજ આદિની પ્રાપ્તિ થાય. આ વસ્તુને સમજવાને માટે, ચરમ આવર્ત કોને કહેવાય છે-તેનો આપણે જેમ વિચાર કર્યો, તેમ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય છે, તેનો પણ વિચાર કરવો પડશે. અચરમાવર્ત કાલમાં જેમ કાલની પ્રધાનતા સુનિશ્ચિતપણે છે, તેમજ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ચરમાવર્તમાં પણ કર્મની પ્રધાનતા સુનિશ્ચિતપણે છે ચરમાવર્તમાં આવ્યા પછી જેમ તરત જ જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ થાય જ-એવો નિયમ નથી; તેમ ચરમાવર્તમાં પણ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ન થાય એટલે તેવા સર્વ ભવ્ય જીવોને તરત જ, જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ થાય જ-એવો પણ નિયમ નથી. આથી સમજવાનું એ છે કે-જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ જ્યારે થાય છે, ત્યારે તે ચરમાવર્ત કાલમાં જ થાય છે અને અચરમાવર્ત કાલમાં કોઇ પણ રીતિએ તે બીજ આદિની પ્રાપ્તિ થઇ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શકતી જ નથી; તેમ ચરમાવર્તકાલમાં પણ જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા પછીથી જ થાય છે, પણ જ્યાં સુધી જીવ કર્મોની ચરમ પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય છે, ત્યાં સુધી તો તેને નિયમા તે બીજ આદિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિન માટે, પહેલાં અચરમાવર્ત કાલ પ્રધાનપણે બાધક અને કાલની એ બાધા ટળી ગયા પછી કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રધાનપણે બાધક, જડ નો અનાદિકાલીન યોગ : શ્રી જૈનશાસનમાં એ વાત પ્રસિદ્ધ છે કે-આત્મા જેમ અનાદિકાલીન છે, તેમ જs કર્મો પણ અનાદિકાલીન છે અને મારી સાથેનો જs એવાં કર્મોનો યોગ પણ અનાદિકાલીન છે. આત્માના સુવિશુધ્ધ સ્વરૂપને આવનાર જો કોઇ પણ વસ્તુ હોય, તો તે એક કર્મોનો યોગ જ છે. જે સમયે આત્મા એ જs કર્મોના યોગથી સર્વથા રહિત બને છે, તે સમયે જ એ પરિપૂર્ણ મુકિતને પામ્યો એમ કહેવાય છે. આત્માને જો ખરેખરી પરાધીનતા હોય, તો તે જડ કર્મોના યોગની જ છે. સઘળીય પરાધીનતાઓનું મૂળ આત્માની સાથેનો જડ કર્મોનો યોગ છે. આત્માને જે કાંઇ દુખો આદિ ભોગવવાં પડે છે, તે આ જડ કર્મોના યોગને કારણે જ ભોગવવા પડે છે. આત્માની એકાત્તિક અને આત્યંતિક સુખમય એવી સ્વાભાવિક અવસ્થાને રોધનાર પણ એક માત્ર જs કર્મોનો યોગ જ છે. આ જs કર્મોનો આત્માની સાથેનો યોગ પહેલ-વહેલો કયારે થયો અને શાથી થયો, એ સર્વજ્ઞ પરમાત્માઓથી પણ કહી શકાતું નથી; કારણ કે-આત્માની સાથેનો જડ કર્મોનો યોગ અનાદિકાલીન છે. સર્વથા સુવિશુદ્ધ સ્વરૂપવાળો આત્મા કોઇ પણ કારણે કદી પણ જs કર્મોના યોગવાળો બની શકતો જ નથી. જો સર્વથા સુવિશુદ્ધ સ્વરૂપવાળો આત્મા કોઇ પણ કારણે કદી પણ જs કર્મોના યોગવાળો બની શકતો હોય, તો મુક્તિની સાધનાનો માર્ગ નિરર્થક બની જાય છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કારણ કે-મુક્તિને મેળવવાનો કાંઇ વિશેષ અર્થ રહેતો નથી. મુકતાત્મા બનેલો આત્મા પણ જો પુન: કર્મબદ્ધ થઇ શકતો હોય અથવા થતો હોય, તો સંસારનાં મળેલા પણ સુખોને તજીને મોક્ષને મેળવવાનો પ્રયત્ન કરે કોણ ? તેમજ જેને સંસારનાં સુખો ન મળ્યાં હોય,તે પણ સંસારનાં સુખોને જ મેળવવાનો પ્રયત્ન કરવાને બદલે વિરકત બનીને શા માટે મુક્તિમાર્ગની કષ્ટમય આરાધના કરીને મોક્ષને મેળવવાનો પ્રયત્ન કરે ? પરન્તુ વસ્તુસ્થિતિ એ છે કે-કોઇ પણ મુતાત્મા કદી પણ જડ કર્મોના યોગવાળો બનતો જ નથી. આત્મા એક વાર પરિપૂર્ણ મુકતદશાને પામ્યો, એટલે તો હંમેશને માટે તે પોતાની પરિપૂર્ણ એકાન્તિક-આત્યન્તિક સુખમય દશાને જ ભોગવે છે. આ કારણે જ, આપણે, ઇશ્વરના અવતારવાદની ઇતરોની માન્યતાનો પણ વિરોધ કરીએ છીએ. ૧૯૧ જડ કર્મોના યોગથી સર્વથા રહિત બનાય તેવા માર્ગની પ્રરૂપણા શા માટે ? આ ઉપરથી આપણે એ વાતની પણ સારી રીતિએ સાચી કલ્પના કરી શકીએ એવું છે કે-ભગવાન શ્રી નેિશ્વરદેવોએ અને એ તારકે ફરમાવેલા માર્ગને અનુસરનારા પરમષિઓએ માત્ર પુણ્યનો જ માર્ગ કેમ દર્શાવ્યો નહિ અને એક માત્ર મુક્તિમાર્ગની પ્રરૂપણા કરીને તેની અન્તર્ગત આવશ્યક એવા પુણ્યમાર્ગની પ્રરૂપણા કેમ કરી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ ધર્મતીર્થની સ્થાપના કરવાનું અને મુકિતમાર્ગની સ્વતન્ત્રપણે પ્રરૂપણા કરવાનું પુણ્ય, કેટલા બધા દયાળુ બનીને ઉપાર્જ છે, એ તો જાણો છો ને ? જગતનો નાનામાં નાનો, ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવ પણ એ તારકોની દયામાંથી બાતલ રહેવા પામતો નથી. સંસારના સઘળાય જીવો દેહ્કારી છે. સંસારનો કોઇ પણ જીવ દેહરહિત નથી. દેહરહિત જીવો તો માત્ર મુકતાત્માઓ જ છે. સંસારના સઘળાય જીવો દેહધારી હોવા છતાં પણ, સઘળાય દેહધારી જીવોના દેહને ચર્મચક્ષુથી જોઇ શકાતો નથી. સંસારવર્તી જે દેહ્કારો જીવોને ચર્મચક્ષુથી જોઇ શકાય એવા જ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ જીવોનો સમાવેશ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દયામાં થતો હતો એવું નથી; ચર્મચક્ષુથી જોઇ શકાય એવા જીવોનો અને ચર્મચક્ષુથી ન જોઇ શકાય એવા જીવોનો પણ-એમ સઘળાય દેહધારી જીવોનો સમાવેશ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દયામાં થતો હતો. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓમાં આમ સઘળાય દેહધારી જીવોને માટે જે દયા પ્રગટી હતી, તે પણ સામાન્ય કોટિની નહિ હતી. સઘળાય જીવો દુ:ખથી મૂકાય અને સુખને પામે, એટલો જ ભાવ એ દયામાં નહિ હતો. એ દયામાં તો એવો ભાવ હતો કે-સઘળાય જીવો દુઃખ માત્રથી એવી રીતિએ મૂકાય, કે જેથી તેમને દુઃખનું કોઈ કારણ જ રહે નહિ તથા તેનું કારણ ઉત્પન્ન થવાય પામે નહિ, એટલે ફરીથી કદી પણ તેઓ દુઃખના એક અંશને પણ પામે નહિ તેમજ સઘળાય જીવો જે સુખને પામે તે સુખ પણ ન તો અધુરૂ હોય કે ન તો કોઇ કાળે કોઇ અંશે પણ ક્ષીણ થાય એવું હોય. સઘળાય જીવો આવા એકાન્તિક અને આત્મત્તિક સુખને પામો-એવી રાત્તમ કોટિની દયાભાવના ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓમાં હતી. એ તારકોના આત્માઓની આવી સર્વોત્તમ કોટિની દયાના પરિણામો પણ હળવા નહિ હતા, પણ સર્વોત્કૃષ્ટ કોટિના હતા. સર્વોત્કૃષ્ટ કોટિના એ પરિણામો એટલે શું ? જો તે સમયે શકય હોય, તો એ તારકના આત્માઓ એક પણ જીવને માટે, તેને એકાન્તિક અને આત્મત્તિક સુખની પ્રાપ્તિ કરાવવામાં, એક ક્ષણનો પણ વિલંબ કરે જ નહિ, એવા એ સર્વોત્કૃષ્ટ કોટિના પરિણામો હતા. આમ સર્વોત્કૃષ્ટ કોટિની દયાના સર્વોત્કૃષ્ટ પરિણામો હોવા છતાં પણ, એ તારકોના આત્માઓને એ જ વિચાર કરવો પડ્યો કે-સઘળાય જીવોને હું ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના રસિક બનાવી દઉં સઘળાય જીવોને હું ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા એક માત્ર મુકિતમાર્ગના રસિક બનાવી દઉં ! કેમ એમ ? કારણ એ હતું કે-સઘળાય જીવોને પોતે ઇચ્છતા હતા તેવા એકાત્તિક અને આત્મત્તિક સુખના ભોકતા બનાવવાનો એક માત્ર ઇલાજ એ જ હતો. બીજો એક પણ ઇલાજ એવો નહોતો જ, કે Page #200 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૯૩ જે ઇલાજને અજમાવીને એ તારકોના આત્માઓ સઘળાય જીવોને પોતાની ભાવના મુજબ એકાન્તિક અને આત્મત્તિક સુખના ભોકતા બનાવી શકે, પુણ્યથી સુખસામગ્રી મળે-એ સાચું, પુણ્ય વિના કોઇ પણ સારી સામગ્રી મળી શકે નહિ-એય સાચું, પણ કોઇ જ પુણ્ય એવું છે જ નહિ કે-એ પુણ્ય પ્રાપ્ત થયું એટલે પછી તે સદા કાળને માટે ટકી રહે ! વળી પુણ્યમાં પણ જે સુન્દર કોટિનાં પુણ્યો છે, તે પુણ્યો, જે જીવો વિષયસુખ તથા કષાયસુખના જ અથિઓ છે, તેમને પ્રાપ્ત થતાં જ નથી. કેટલાંક પુણ્યો તો માત્ર મોક્ષના જ આશયથી મોક્ષ સાધક ધર્મનું આચરનારાઓને જ પ્રાપ્ત થઇ શકે છે. વળી પુણ્યોદ્યના કાળમાં પણ બીજા પણ કર્મો આત્માને દુઃખી કરી શકે છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ જો સઘળાય જીવોને પુણ્યની પ્રાપ્તિના માર્ગના રસિક બનાવી દેવાનો વિચાર કરે, તો એ એ વિચાર તારકોની ભાવનાને બંધ બેસતો ગણાય જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ, જગતના રાઘળાય જીવોને જે એકાન્તિક અને આત્મત્તિક સુખના ભોકતા બનાવવાની ભાવનાવાળા બન્યા હતા, તે સુખનો લાભ જીવને તે જ સર્વ કર્મોના યોગથી રહિત બને તો જ થઇ શકે એમ હતું, એટલું જ નહિ પણ કર્મોના યોગથી સર્વથા રહિત બનવાને માટેનો એક માત્ર ઉપાય એ જ હતો કેજીવને સર્વ કર્મોના યોગથી રહિત બનવું હોય, તે જીવે પોતે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા શાસનની જ આરાધના કરવી જોઇએ; આથી, સર્વોત્કૃષ્ટ કોટિની ભાવદયાના સર્વોત્કૃષ્ટ પરિણામવાળા બનેલા ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના આત્માઓએ, પોતાના એ પરિણામોની સફલતાને માટે, એવી જ ભાવના ભાવવા માંડી કે- “જગતના સઘળાય જીવોને હું ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના રસિક બનાવી દઉં !' આવી ભાવનાના યોગે એ તારકોના આત્માઓએ પોતાના અન્તિમ ભવથી ત્રીજા ભવે એવું સર્વોત્તમ કોટિનું પુણ્યકર્મ ઉપાર્યું, કે જે પુણ્યના વશથી જ એ તારકોએ, પોતાના અન્તિમ ભવમાં કેવળજ્ઞાની બન્યા બાદ, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મતીર્થની સ્થાપના કરી અને મુકિતમાર્ગની સ્વતંત્રપણે પ્રરૂપણા કરી. એક માત્ર મુકતાત્મા જ, સર્વ પ્રકારે સુખી હોઇ શકે છે અને એકેય પ્રકારે દુઃખી હોઇ શકતો નથી તેમજ મુકતાત્મા તે જ બની શકે છે, કે જે પોતાના આત્માની સાથેના અનાદિકાલીન કર્મયોગથી સર્વથા રહિત બને છે. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ અને એ તારકે ફરમાવેલા માર્ગને અનુસરનારા પરમષિઓએ માત્ર પુણ્યનો જ માર્ગ નહિ દર્શાવતા, આત્માને કર્મોના યોગથી સર્વથા રહિત બનાવવાનો માર્ગ જ બતાવ્યો. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય કામનો ક્યારે ? આત્માને, અનાદિકાલીન જડ કર્મોના યોગથી સર્વથા રહિત બનાવવાને માટે, સૌથી પહેલી આવશ્યકતા ભવ્યત્વ-સ્વભાવની છે. પછી ભવિતવ્યતાની છે, પછી કાળની છે અને તે પછી કર્મ તથા પુરૂષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ ન હોય; તો ભવિતવ્યતાના વશથી જીવ વ્યવહાર રાશિમાં આવે તો પણ તે કદી જ કાળની અનુકૂળતાને પામી શકે નહિ અને જીવનો ભવ્યત્વ-સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા મળે નહિ, તો જીવ જ્યાં વ્યવહાર રાશિમાં પણ આવી શકે નહિ. ત્યાં વળી તેને કાળની અનુકૂળતા તો મળે જ શી રીતિએ ? જીવનો ભવ્યત્વ-સ્વભાવ હોય અને ભવિતવ્યતાએ અનુકૂળ બનીને જીવને વ્યવહાર રાશિમાં લાવી મૂકયો હોય, તો એ જીવને ગમે ત્યારે પણ કાળ આદિની અનુકૂવતા પ્રાપ્ત થવાની, એ વાત તો નક્કી જ, પણ જ્યાં સુધી કાળની અનુકૂળતા પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી કર્મની અમુક અનુકૂળતા પ્રાપ્ત થાય તો પણ તે, એ. દ્રષ્ટિએ તો નકામી જ જવાની; કર્મની એ અનુકૂળતા, કોઇ પણ રીતિએ, જીવને પોતાનો જે અનાદિકાલીન જs કર્મોનો યોગ છે, તેને સર્વથા દૂર કરવાની ઇચ્છા સરખી કરાવવાને પણ સમર્થ નિવડવાની નહિ. જીવ જ્યારે ચરમાવર્તન પામે, તે પછીથી જ કર્મ સંબંધી અનુકૂળતા, ભવિતવ્યતા આદિ અનુકૂળ હોય તો જ, જીવને કાર્યસાધક નિવડવાની. આથી જ, શાસકાર પરમષિએ પહેલાં ચરમાવર્તની વાત કરી. ચરમાવર્તમાં પણ, Page #202 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૯૫ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ, શુદ્વ ધર્મ રૂપ જે સમ્યક્ત્વ, તે રૂપ જે સર્વ ઇષ્ટોને પૂરવાને સમર્થ એવું કલ્પવૃક્ષ, તેના બીજની પ્રાપ્તિ થાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખી લેવાની છે કેચરમાવર્ત કાલ માત્ર ભવ્ય આત્માઓને જ પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય કાંઇ માત્ર ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય તો અભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે, દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે અને ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે છે. વળી ચરમાવર્ત કાલને પામ્યા પછીથી જીવ અચરમાવર્ત કાલને કદી પણ પામતો નથી, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ પણ જીવને, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ તો વારંવાર એટલે કે અનન્તી વાર પણ થઇ શકે છે. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય ? હવે આપણે પહેલાં એ જોઇએ કે-કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય છે ? કારણ કે-કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ જીવને બીજ આદિના ક્રમે કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને તે ક્રમે કરીને પણ સમ્યક્ત્વ અપૂર્વકરણથી સાધ્ય છે-એમ શાસકાર પરમષિએ આ છઠ્ઠી વિંશિકાની આદિમાં ફરમાવ્યું છે. જીવની સાથે અનાદિકાલથી જડ કર્મોનો યોગ છે. એ કર્મોના મુખ્ય વિભાગો આઠ છે, એમ જ્ઞાનિઓ ફરમાવે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય- આ આઠ મુખ્ય વિભાગોમાં સઘળાંય કર્મોનો સમાવેશ થઇ જાય છે. આ આઠ પ્રકારનાં કર્મોમાંથી પહેલાં ત્રણ અને છેલ્લે એક, એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચાર કર્મો ઘાતી કર્મો તરીકે ઓળખાય છે. આ આઠેય કર્મોની સ્થિતિ એક સરથી નથી. કર્મોની સ્થિતિનો અર્થ એ છે કે-વધુમાં વધુ તેટલા કાળ પર્યન્ત એ કર્મને એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી ભોગવી શકાય; અથવા તો એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી તે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ થાનક ભાગ-૧ જો વધુમાં વધુ સમયને માટે ટકી શકે, તો તે તેની જેટલી સ્થિતિ બંધાએલી હોય તેટલા સમયને માટે જ તે આત્માની સાથે ટકી શકે. બધાં કર્મો પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં જ બંધાએલાં હોય છે અથવા બંધાય છે, એવો પણ નિયમ નથી. જેમ કે-જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, છતાં બધાં જ્ઞાનાવરણીય કર્મો ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં જ હોય, એવો નિયમ નથી. જ્ઞાનાવરણીય કર્મો એથી વધારે સ્થિતિવાળા ન હોઇ શકે, પણ એથી ઓછી સ્થિતિવાળા તો જરૂર હોઇ શકે, જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેમ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, તેમ બાકીનાં ત્રણ ઘાતી કમોની એટલે દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય- એ ત્રણ કર્મોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમની છે, જ્યારે નામ કર્મ અને ગોત્ર કર્ય- એ બે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમની છે. છેલ્લે રહ્યું છે એક આયુષ્ય કર્મ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવે છે કે- “જીવ જ્યારે આ આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો હોય છે, ત્યારે તો એ એવો કિલષ્ટ આશયવાળો હોય છે કે- તે સદુધર્મને પામી શકતો જ નથી.' સધર્મને પામવા જોગી સ્થિતિ તો કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ પ્રાપ્ત થઇ શકે છે. એ ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કથી ? આયુષ્ય કર્મ સિવાયનાં સાતેય કર્મોની સ્થિતિ જ્યારે એક કોટાકોટિ સાગરોપમની થાય, ત્યારે એ સ્થિતિને તે સાતેય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમની પણ હોય, એટલે કે-જીવે મોહનીય કર્મની ૭૦ માંથી ૯૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, જ્ઞાનાવરણીયદર્શનાવરણીય-વેદનીય તથા અંતરાય એ ચાર કર્મોની ૩૦ માંથી ૨૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય અને નામ કર્મ તથા ગોત્ર કર્મની ૨૦ માંથી ૧૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, ત્યાં Page #204 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૯૭ સુથી તો જીવ સમ્યક્ત્વના બીજને પણ પામી શકતો નથી; એટલું જ નહિ, પણ ત્યાં સુધી તો જીવ શ્રી નિશાસનની કોઇ માત્ર કોરી ક્રિયાને પણ પામી શકતો નથી. એવા જીવને તો શ્રી નવકાર મંત્રના પ્રથમ પદનો જે ઉચ્ચાર, તે પણ પ્રાપ્ત થતો નથી. ત્યારે પ્રશ્ન એ છે કે-આ બધાની પ્રાપ્તિ જીવને જો થાય તો તે કયારે થઇ શકે ? ત્યારે જ, કે જ્યારે સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી થવા પામે ! ગ્રન્થિદેશને તથા દ્રવ્ય શ્રુતને અને દ્રવ્ય ચારિત્રને પામે તો પણ અપૂર્વકરણને પામે નહિ એવા જીવો શાસ્રકાર પરમર્ષિ ફરમાવે છે કે-જીવો જ્યારે આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાં પણ ઓછી, એટલે કે-પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળા બને છે; ત્યારે એવા જીવોમાંનો કોઇક જીવ અપૂર્વકરણ દ્વારા શુદ્ધ ધર્મને પામે છે. કરણ એટલે અધ્યવસાય, કે જે પરિણામ તરીકે ઓળખાય છે. કરણોના મુખ્ય વિભાગો ત્રણ છે : પહેલું યથાપ્રવૃત્તિ-કરણ, બીજું અપૂર્વ-કરણ અને ત્રીજું અનિવૃત્તિ-કરણ. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મો જ્યારે એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન સ્થિતિવાળાં બને છે, ત્યારે જીવ ગ્રન્થિદેશે આવ્યો-એમ કહેવાય છે. ગ્રન્થિદેશને સુધી તો, અભવ્યો અને દુર્વ્યવ્યો પણ અનંતી વાર આવી શકે છે. ગ્રન્થિદેશને જીવ પુરષાર્થના બલે જ પામે છે, એવું નથી. ગ્રન્થિદેશને પામવામાં પણ પાંચેય કારણોનો સમાગમ તો જોઇએ જ, પણ ગ્રન્થિદેશને પામવામાં પુરુષાર્થની પ્રધાનતા ગણી શકાય એમ નથી. ગ્રન્થિદેશનીપ્રાપ્તિ જીવને નદીધોલપાષાણ-ન્યાયે થાય છે. નદીમાં અથડાતા પત્થરો જેમ ટીચાતા ટીચાતા એવા ગોળ બની જાય છે કે-કદાચ કારીગરો પણ એ પત્થરોને એવા ગોળ અને સ્પર્શમાં મુલાયમ બનાવી શકે નહિ; એવી રીતિએ જે જે કાર્યોનિ નિષ્પત્તિ થાય, તે તે કાર્યો નદીઘોલપાષાણ-ન્યાયે નિષ્પન્ન થયાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એમ કહેવાય છે. એ નદીઘોલપાષાણ-ન્યાયે જીવને યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશની પ્રાપ્તિ થાય છે. આ રીતિએ ગ્રન્થિદેશે આવેલા જીવો, જો તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય, તો યથાપ્રવૃત્તિ-કરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતા પામતા દ્રવ્ય શ્રુતને અને દ્રવ્ય ચારિત્રને પણ પામી શકે છે. એવા કાલમાં કોઇ કોઇ જીવો મોક્ષનો અદ્વેષ કેળવવાના યોગે દ્રવ્યથી ઉત્કટ ગણાય એવું સાધુપણું પાળનારા બનીને, નવ ચૈવેયક સુધી પણ પહોંચી શકે છે. ગ્રન્થિદેશે આવેલા જીવો નવ પૂર્વથી ઉપરના અને દશમા પૂર્ણ પૂર્વથી નીચેના જ્ઞાનને પણ પામી શકે છે. જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશને પામે નહિ, ત્યાં સુધી તો તે આવું પણ કાંઇજ પામી શક્તો નથી. ગ્રન્થિદેશે આવેલા જીવો પૈકીના કોઇ કોઇ જીવો યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા થકા પણ અધિક અધિક કર્મનિર્જરાને પામતા પામતા જેવા ઉત્કટ કોટિના દ્રવ્ય સાધુપણાને પાળે છે, તેવા ઉત્કટ કોટિના સાધુપણાને જો શુદ્ધ ભાવ સહિત પાળવામાં આવે, તો મોક્ષ તો હાથ-વેંતમાં જ છે; પણ એક માત્ર શુદ્ધ ભાવની ખામીના યોગે જ, એ જીવોને, એ સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. એવા જીવોને વધુમાં વધુ નવમાત્રૈવેયકની પ્રાપ્તિ થાય છે, પણ એ દેવલોક્માંય તે જીવો પોતાના રાગ-દ્વેષના ગાઢ પરિણામોના પ્રતાપે, ત્યાં જેવો સુખનો અનુભવ કરી શકાય તેવો સુખનો અનુભવ કરી શકતા નથી; એટલું જ નહિ, પણ એ કાળમાં એ જીવો એવાં અશુભ કર્મોને ઉપાર્જે છે, કે જે કર્મો એ જીવોને દુ:ખમય સંસારમાં ખૂબ ખૂબ ભમાવનારાં નિવડે છે. આમ અભવ્યાદિને ગ્રન્થિદેશની પ્રાપ્તિ અને તે પછી જ દ્રવ્ય શ્રુત તથા દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તે, તે જીવોના સંસારપરિભ્રમણનો નાશ કરવાને માટે કોઇ પણ રીતિએ સ્મર્થ બની શકતી નથી. ગ્રન્થિદેશે આવ્યા પછી જો અપૂર્વકરણને પામવા જોગી લાયકાત જીવમાં પ્રગટે, તો જ ચન્ધિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિઓની પણ સાચી સફળતા છે. બીચારા અભવ્ય જીવો તો સ્વભાવે જ એવા છે કેતેઓ ગ્રન્થિદેશ આદિને પામે છે, તો પણ તેઓમાં અપૂર્વકરણને પામવા Page #206 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧૯૯ જોગી લાયકાત પ્રગટી શકતી જ નથી, જ્યારે દુર્ભવ્ય જીવોને કાળની અપરિપકવતા પ્રધાનપણે નડે છે, એટલે તેઓ સ્વભાવે મુકિતગમનની યોગ્યતાને ધરનારા હોવા છતાં પણ, તેઓને થયેલી ચન્થિદેશ આદિની પણ પ્રાપિસ્થ, તેઓમાં અપૂર્વકરણને પામવા જોગી લાયકાત પ્રગટાવવાને સમર્થ બનતી નથી. ભવ્ય આત્માઓને માટે પણ અસ્થિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફલ બની શકે છે, કે જ્યારે તેમને ભવિતવ્યતા આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ધર્મની જરૂરીયાત : જીવનમાં ધર્મની જરૂરીયાત શી છે, મનુષ્ય માત્ર ધર્મ કરવાની શા માટે જરૂર છે, એ વિષે તત્ત્વજ્ઞાની માપુરૂષોએ ઘણી ઘણી વાતો જણાવી છે, અને ભારપૂર્વક ફરમાવ્યું છે કે આ મનુષ્યગતિ ઉત્તમમાં ઉત્તમ હોવા છતાં પણ, એની પ્રાપ્તિ અતિશય દુર્લભ હોવા છતાં પણ, જો એ પામ્યા પછી ધર્મથી, સર્વથા વંચિત રહેવાય, તો એ મહાકમનશિબી છે. ધર્મની જરૂરીયાત તો દુનિયાના સામાન્ય વ્યવહારો ઉપરથી પણ સમજી શકાય તેમ છે. નીતિ આદિ સામાન્ય ધર્મોને, ધર્મમાં નહિ માનનાર અને અધર્મમાં નિ:શંકપણે પ્રવર્તનારને પણ માતવા પડે છે. કારણ કે-એ વિના વ્યવહાર પણ નિભવો મુશ્કેલ બને છે. અનીતિમાનને પણ, પોતે નીતિમાન તરીકે ઓળખાય અને નીતિમાન તરીકેની-પોતાની નામના બની રહે, એવા પ્રયત્નો કરવા પડે છે. એટલે એ દ્રષ્ટિએ વિચારનારને પણ ધર્મની જરૂર સમજાયા વિના રહે તેમ નથી. બાકી જેઓ આત્માના અને કર્મના સંબંધને અને સ્વરૂપને સમજે છે અને માને છે, તેઓ તો ધર્મની જરૂરીયાતને સમજે જ છે. કારણ કે-એક ધર્મ જ એવી વસ્તુ છે કે-એની જો જ્ઞાનિઓની આજ્ઞા મુજબ આચરણા થાય, તો આત્મા જ્યાં સુધી આ સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આરાધના માટે અનુકૂળ સામગ્રીથી વંચિત રહે નહિ અને અન્ત સર્વ સુખના સ્થાન રૂપ મોક્ષને પણ પામ્યા વિના રહે નહિ. જ્ઞાનિઓ ફરમાવે છે કે-આ ઉત્તમ પણ જીવનની કિમત ધર્મ શિવાય નથી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ : કારણ કે જો ધર્મ જ ન હોય, તો આ જીવનની જે હેતુથી મોટી કિમંત આંકી, તે હેતુ જ ઉડી જાય છે. એટલે જીવનમાં ધર્મની જરૂરીયાત પૂરેપુરી છે : પણ ધર્મ વિના લાયકાતે આવે નહિ. ધર્મ જરૂરી હોવા છતાં પણ, જ્યાં સુધી આત્માને ધર્મની વાસ્તવિક ભૂખ નથી લાગતી, ત્યાં સુધી આત્મા ધર્મના માર્ગે જે રીતિએ વળવો જોઈએ તે રીતિએ વળતો નથી : આત્મામાં ધર્મની વાસ્તવિક ભૂખ જાગ્યા વિના, જો આત્મા ધર્મ તરફ વળેલો હોય, તો માનવું કે-આમાં હેતુ બીજો જ છે : અને બીજો જ હેતુ હોવાના યોગે, ધર્મનું જે ફળ મળવું જોઇએ તે મળે નહિ. વિપરીત હેતુ હોય તો વિપરીત ફળ પણ મળે, એ દેખીતી વાત છે. ભોજન શા માટે ? ભૂખને શમાવવા માટે ને ? ભોજનમાં ભૂખને શમાવી, શરીરને તાકાત આપવાનો ગુણ છે કે નહિ ? પણ એ જ ભોક્ત જો અજીર્ણથી લાગેલી ભૂખના યોગે લેવાય તો ? અજીર્ણની ભૂખ એ વાસ્તવિક ભૂખ ન કહેવાય. એવી ભૂખ વખતે લેવાએલું ભોજન ફાયદો તો નથી કરતું, પણ નુકશાન કરે છે. જેમ અજીર્ણ હોવા છતાં પણ ખાવાની ખોટી ભૂખ લાગે છે, તેમ ધર્મની ભૂખ ન લાગી હોય છતાં આત્મા ધર્મ તરફ વળે, ત્યારે એમાં હેતુ કોઇ બીજો જ છે એમ નક્કી થાય. ધર્મની સાચી ભૂખ લાગ્યા વિના આત્મા ધર્મ તરફ વળે, તો સમજવું કે-ભૂખ બીજી ને ખોરાક બીજો. એમાં ભૂખને બીજી રીતિએ પોષાય છે. સામાન્ય ગુણો પણ કેમ નથી ? - જો વસ્તુતઃ ધર્મની ભૂખ લાગી હોત, તો આજે કેટલાક ધર્મી ગણાતાઓમાં, ધર્મ પામવાને લાયક આત્માઓમાં પણ જે ગુણો જોઇએ તે બીલકુલ નથી દેખાતા, તે એમ બનત નહિ કોનામાં ધર્મની સાચી ભૂખ છે અને એથી ધર્મ થાય છે તેમજ કોનામાં ધર્મની વાસ્તવિક ભૂખ નહિ હોવા છતાં પણ ધર્મ થાય છે, એનો વ્યકિતગત નિશ્ચય જ્ઞાની સિવાય બીજા કરી શકે નહિ : માટે સમૂહગત વાતનો વિચાર કરીને, દરેકે સ્વયં પોતાનામાં ધર્મની સાચી ભૂખ છે કે નહિ, એનો નિર્ણય કરી લેવો જોઇએ. જે ગુણ. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વ્યવહારને સારી રીતિએ ચલાવવાને માટે પણ જોઇએ છે, કુટુંબને નિભાવવાને માટે પણ જોઇએ છે અને ઘરના કેટલાક રિવાજોને જાળવવાને માટે પણ જોઇએ છે, તે ગુણ શું ધર્મને મેળવવામાં નહિ જોઇએ ? જરૂર જોઇએ - આમ છતાં પણ આજે કેટલાકોમાં ધર્મ પામવાને માટે પણ જે ગુણ જરૂરી ગણાય, તે ગુણ નથી. જો એ ગુણ હોત તો આજે જે પારકા દોષો અને પોતાના અછતા પણ ગુણો જોવાની ટેવ પડી છે તે પડત નહિ. આની જેમ વગર જોયે, વગર જાણ્યે, વગર તપાસ્ય, વગર વિચાર્યે નિર્ધા કરવાની ટેવ, ધર્મ પામવાને લાયક આત્માઓમાં પણ હોય નહિ, તો ધમિમાં તો હોય જ શાની ? ગંભીરતા અને ધીરતા વિના, સામાના અછતા દોષો પણ બોલાય છે, ત્યાં સામાના દબાવવા યોગ્ય દોષોને પણ હૈયામાં પચાવવાની તાકાત આવે જ ક્યાંથી ? આવશ્યક ગંભીરતાનો અભાવ અને નિન્દાવૃત્તિ, એ ભયંકરમાં ભયંકર દુર્ગુણ છે. આપણે સ્હેજ ગંભીરતા તજીએ, તેમાં ય બીજા આત્માને કેટલું નુકશાન થાય, એનો કદિ વિચાર કર્યો છે ? સજ્જન પ્રાયઃ દોષ તરફ દ્રષ્ટિ કરે નહિ અને દોષ દેખાઇ જાય, તો પણ હિત જ્માય તો જ બોલે, નહિતર ગમે તેવા પારકાના દોષને બોલે પણ નહિ. એ માટે પ્રશાન્તાત્મા વિજ્યનો પ્રસંગ દરેકે વિચારવા જેવો છે. શ્રી વિજય શેઠનું દ્રષ્ટાંત : આ ભરતક્ષેત્રમાં વિજ્યવર્ધન નામનું એક પુર હતું. એ પુરમાં વિશાલ નામનો એક શ્રેષ્ઠી હતો અને તે સુપ્રસિદ્ધ હતો. વિશાલ નામના એ સુપ્રસિદ્ધ શ્રેષ્ઠિને એક પુત્ર હતો એનું નામ “વિજ્ય” હતું. એ વિજ્ય, કર્યો છે ક્રોધ રૂપ યોદ્ધાનો વિજ્ય જેણે એવો પ્રશાન્તાત્મા હતો. ઉત્તમ આત્માઓ જન્મથી શાંત સ્વભાવવાળા હોય છે. સ્વભાવથી પ્રશાન્ત આવા આત્માઓને, જો સામગ્રી સુંદર મળી જાય, તો તો ક્રમશઃ તેઓનો એ ઉત્તમ સ્વભાવ ખૂબ જ ખીલી ઉઠે, એ પણ સ્વાભાવિક જ છે. મહા ભાગ્યવાન વિજ્ય માટે પણ એમ જ બન્યું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કોઇ એક દિવસે વિજયને બોધ આપતાં, તેના ઉપાધ્યાયે કહ્યું કે“આત્માનું હિત ઇચ્છતા પુરૂષે ક્ષમાપ્રધાન થવું જોઇએ. પોતાના ઉપાધ્યાયના મુખેથી ઉચ્ચારાએલું આ કથન વિજ્યને ઘણું જ ગમ્યું. ઉપાધ્યાયે એટલું જ કહીને મૌન નહોતું સેવ્યું, પણ સમાગુણની મહત્તા ખૂબ જ સમજાવી હતી. ક્ષમાગુણની મહત્તા સમજાવવા સાથે, વિનયગુણની મહતા અને ક્રોધ તથા માનની અનર્થકારિતા તરફ પણતે ઉપાધ્યાયે વિજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. અનંત ઉપકારિઓએ કહેલું છે કે "खंती सुहाण मूलं, मूलं कोहो दुहाण सयलाणं । विणओ गुणाण मूलं, मूलं माणो अणत्थाण ||9||" “ક્ષમા, એ સુખોનું મૂલ છે : ક્રોધ, એ સઘળાય દુઃખોનું મૂળ છે: વિનય, એ ગુણોનું મૂળ છે : અને માન, એ અનર્થોનું મૂલ છે." મહાપુરૂષોના આ કથનને સાંભળનારો આત્મા જો આત્મહિતનો અર્થી હોય અને લઘુકમિતાના પ્રતાપે શ્રદ્ધાળુ હોય, તો તે ક્રોધના ત્યાગપૂર્વક ક્ષમાની ઉપાસના કરવાને અને માનના ત્યાગપૂર્વક વિનયની ઉપાસના કરવાને સજ્જ બન્યા વિના રહે જ નહિ. ક્રોધ, એ જ્યારે સઘળાય દુઃખોનું મૂળ છે, ત્યારે ક્ષમા એ સઘળાંય સુખોનું મૂળ છે : અને એ જ રીતિએ માન, એ જ્યારે અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય એ ગુણોનું મૂળ છે. પ્રાણી માત્ર પોતાની જાતને સુખી બનાવવાને ઇચ્છે છે, એમાં તો બે મત છે જ નહિ, આમ છતાં પણ, ક્રોધના ઉપાસક લગભગ બધા છે, જ્યારે ક્ષમાના ઉપાસક કોઇક વિરલા જ છે. “જગતના જીવોમાં દુઃખી સૌ કોઇ અને સુખી કોઇક એમ કેમ દેખાય છે ?' આવો પ્રશ્ન, આ વસ્તુને જાણ્યા પછી તો નહિ જ ઉઠવો જોઇએ. દુઃખના કારણને સેવવ્રારા સૌ હોય, તો દુઃખી પણ સૌ હોય એમાં કારણાનુરૂપ કાર્યને માનનારાઓને મુંઝવણ ન જ થાય. સુખના કારણની સેવા વિના સુખની આશા રાખવી, એ તો અંગારામાં હાથ ઘાલીને ઠંડકની આશા રાખવા જેવું છે અને એવી આશાઓ તો સદા વંધ્ય જ રહેવાને સરજાયેલી હોય છે. અનંત ઉપકારિઓ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ‘ક્ષમા' ને સઘળાય સુખોનું મૂળ કહે છે, છતાંય અજ્ઞાનિઓ ક્રોધમાં જ જાણે સર્વ સુખ સમાયેલ હોય એમ માની, વાત-વાતમાં ક્રોધાવિષ્ટ બની સાક્ષાત્ ચંડ ચંડાલનું રૂપ ધારણ કરે છે. આવા અજ્ઞાનિઓ ક્રોધની હયાતિના સમયમાં સળગે છે તથા આવેશમાં અકરણીય આચરવાથી પાછળ પણ તેઓને માટે પસ્તાવાનો સમય આવે છે અને પરિણામે તેઓને દુઃખદાયક કારમાં સંસારમાં ચિરકાલ પર્યંત પરિભ્રમણ કરવું પડે છે. સંસારમાં ઘણા માણસો તો એવા છે, કે જેઓ પૂર્વના પુણ્યના પ્રતાપે ફાવતા હોય છે, તે છતાં પણ, જાણે પોતે અવસરે ક્રોધ કરી શકે છે. એ જ કારણે પોતે ફાવે છે, એમ માની ક્રોધની ઉપાસનામાં નિમગ્ન બન્યા કરે છે.માત્ર પોતે જ ક્રોધની ઉપાસનામાં લાગી જાય છે એટલું જ નહિ, પણ અન્ય આત્માઓને પણ એવાઓ ક્રોધની ઉપાસના માટે સલાહ આપે છે અને સમજાવે છે કે- ‘અવસરે સમજાવી દેવું જોઇએ કે- મને છેડવામાં માલ નથી.' આવા ઉન્મત્તો, વધારામાં, ક્રોધની દુ:ખમૂલકતા સમજાવતાં શાસ્ત્રો માટે પણ એલફેલ બોલતા બની જાય છે. ક્ષમાશીલ આત્માઓની પણ એવાઓ થેકડી કરે છે. જગતની આ દશા જોતાં, જગતમાં સૌ કોઇ દુ:ખી હોય અને કેટલાંક જ સુખી હોય એથી આશ્ચર્ય પામવા જેવું શું છે ? સુખનું અર્થી જગત ગુણથી તો જાણે બેપરવા જ હોય એવું ભાસે છે, પણ તે સુખના સાધનથી પણ બેપરવા છે અને એ જ રીતિએ પોતાની જાતને ગુણવાન તરીકે ઓળખાવવાની ખ્વાહેશ રાખનારાઓ પણ ગુણના કારણના વૈરી બને છે તથા અનર્થોના કારણ રૂપ માનના ઉપાસક બને છે. માન જ્યારે સઘળાય અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય એ સઘળાય ગુણોનું મૂળ છે, એમ અનંત ઉપકારિઓ ફરમાવે છે ! છતાં પણ માનની ઉપાસનામાં પડી વિનયથી પરવારી ચૂકેલા, પોતાની જાતને ગુણવાન બનાવવા ભાગ્યશાલી નિવડે, એ બનવું કયી રીતિએ શકય છે ? પણ અજ્ઞાન જગત આવી શકયતા-અશકયતાના અભ્યાસ માટે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ તૈયાર કયાં છે ? આનો અભ્યાસ એ જાતિનો છે, કે જે અભ્યાસથી દુર્ગુણો પોષાય અને કલ્યાણના અર્થી આત્માઓ પણ અકલ્યાણકારી માર્ગના ઉપાસક બની જાય. સુખના અથિએ ક્રોધનો અને ગુણના અથિએ માનનો ત્યાગ કરવો જોઇએ તેમજ ક્ષમા તથા વિનયનો સ્વીકાર કરવો જોઇએ. ક્રોધ, એ સર્વ દુઃખોનું મૂળ છે અને ક્ષમા એ, સર્વ સુખોનું મૂળ છે. એ જ પ્રમાણે માન, એ સઘળાય અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય, એ સઘળા ગુણોનું મૂળ છે.” -આવું સમજાવનારાઓ પણ આજે વિશ્વમાં દુર્લભ થઇ પડ્યા છે. એવું શિક્ષણ આપવાની આજે ઘેર મા-બાપોને અને નિશાળે શિક્ષોને દરકાર જ કયાં છે ? સુંદર શિક્ષણ હોય તો ગુણ-દોષનો વિવેક અને દોષોનો ત્યાગ તથા ગુણનો સ્વીકાર થવો, એ ઘણી જ સહેલાઇથી શકય બને છે. ક્ષમાની પ્રધાનતા : આત્મહિતના અર્થી નરે હામાપ્રધાન થવું જોઇએ' -આ વાતની સિદ્ધિ માટે ક્ષમાની સુખદાયકતા મહાપુરૂષના વચનથી પુષ્ટ કર્યા બાદ, હવે ક્ષમાની પ્રધાનતા વર્ણવતાં પણ તે ઉપાધ્યાય વિજયને કહે છે કે'जिणजणणी रमणीणं, मणीण चिन्तामणी जहा पवरो | છપ્પયિા ય ભયા, તથા પ્રમા સQઘwાઇ liા” "इह इक्कं चिय खन्ति, पटिषण्जिय जियपरिसहकसाया। સયાતમujતા, સત્તા પત્તા પયં પરમં શા” રમણીઓમાં જેમ શ્રી જિનેશ્વરદેવની જનની એ પ્રધાન છે : મણિઓમાં જેમ ચિંતામણિ પ્રવર છે : અને લતાઓમાં જેમ કલ્પલતા એ પ્રધાન છે : તેમ સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ મા છે જગતમાં એક સમાને જ અંગીકાર કરીને, જીતી લીધેલા છે પરિષદો અને કષાયો જેઓએ એવા અનંતા સત્યો, અનંત છે શાતા જેમાં એવા પરમપદે પહોંચ્યા છે.” આવા મહત્ત્વભર્યા સમાધર્મના સ્વરૂપને જાયા પછી તો એમ જ લાગવું જોઇએ કે-ક્ષમાં એ જ સર્વસ્વ છે. ક્ષમાની એ પણ એક મહત્તા જ છે કે-અપકારના Page #212 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૦૫ ભયથી પણ ક્ષમાનું સેવન કરનારા આત્માઓ કારમા અપકારથી બચી જાય છે. એ જ રીતિએ ઉપકારને ધ્યાનમાં રાખીને, ઉપકારના કઠોર વચન આદિની સામે ક્રોધને મારી ક્ષમાને ધરનારા આત્માઓ, આ ગતમાં પણ કૃતજ્ઞપણાની નામનાને પામી, અનેકોમાં માનનીય બને છે અને અનેકો માટે અનુકરણીય પણ બની જાય છે. આ રીતિએ અપકાર અને ઉપકારને નિમિત્ત બનાવી ક્ષમાનું સેવન કરનારા જ્યારે આવા લાભોને પામે છે, તો પછી જેઓ- ‘ક્રોધનાં ફલ કટુ છે' -એમ સમજીને ક્રોધના શરણે નહિ જતાં ક્ષમાના ઉપાસક બને છે, તેઓ અધિક નામાંકિત બની, સ્વ-પરના શ્રેયમાં વધુ નિમિત્ત બને, એમાં આશ્ચર્ય પણ શું છે ? એવા આત્માઓ માટે શત્રુઓ પણ નિર્ભય રહે છે. એવાઓના શત્રુઓ પણ સમજે છે કે- “આ ભાગ્યવાન આત્માઓ -‘ક્રોધનાં લ કટુ છે* -એમ માની, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધના શરણે જ્વાને બદલે એનો ક્ષમા દ્વારા સંહાર કરી, કેવલ ક્ષમાની ઉપાસનામાં જ ઉજ્વાળ રહેનારા છે.” આ રીતિએ સાચા ક્ષમાશીલ આત્માઓ ગુસ્સે થઇ અનર્થ કરશે, એવો ભય એવાઓના શત્રુઓને પણ નથી હોતો. ક્રોધ, એ આત્માનો પરમ શત્રુ છે અને એ કારણે શાસ્ત્રે ક્રોધનો નિષેધ કર્યો છે. ‘શાસ્ત્રે ક્રોધનો નિષેધ કર્યો છે, માટે ક્રોધ થાય જ નહિ' -એમ માની, ક્ષમાના સેવક બનેલા મહાપુરૂષોની દશા તો અનુપમ જ હોય છે. ‘અનંતજ્ઞાનિઓની આજ્ઞા' -એ જ જેઓનું જીવનસર્વસ્વ હોય છે, તેઓ માટે જ ઉત્તમમાં ઉત્તમ કોટિની ક્ષમાનું આસેવન શકય બને છે. આવી જાતિની વચનક્ષમાના સેવકો પરિણામે ક્ષમામય સ્વભાવવાળા બની જાય છે. પછી એ પરમષિઓને શાસ્રવચનની અપેક્ષા પણ ક્ષમા માટે રાખવી પડતી નથી. પછી તો એ પરમષિઓ જ મૂર્તિમંત ક્ષમા બની જાય છે. આવી લોકોત્તર ક્ષમાના સ્વામિઓ તો અહીં જ મુકિતસુખનો આસ્વાદ અનુભવે છે. ઉપાધ્યાયે વિજ્યને ક્ષમાનો ઉપદેશ આપ્યો અને - ‘આત્મહિતના અર્થી નરે ક્ષમાપ્રધાન થવું જોઇએ' -એમ કહી ક્ષમાની મહત્તા વર્ણવી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિજ્યને ક્ષમાશીલ બનવાની ઉપાધ્યાયે પ્રેરણા કરી. ઉપાધ્યાયની આ પ્રેરણા વિજયને ખૂબ જ રૂચી. ક્ષમાધર્મની આરાધનાનો એ ઉપદેશ, વિજ્યને અમૃત સમાન લાગી.. અમૃતની વૃષ્ટિ જેટલી પ્રિય લાગે, તેટલી જ પ્રિય વિજયને ઉપાધ્યાયની ઉકિતઓ લાગી અને એથી અમૃતની વૃષ્ટિ જેવા તે વચનને તે વિજયે તત્ત્વબુદ્ધિથી ગ્રહણ કર્યું. આ રીતિએ ક્ષમાલીલ બનેલ વિજ્ય અભ્યાસ કરતાં કરતાં વિદ્વાન બન્યા અને અતિશય શુદ્ધ તરૂણપણાને પામ્યા. યૌવનને પામેલા પોતાના પુત્ર વિજયને, તેનાં માતા-પિતાએ વસંતપુરમાં રહેતા સાગર નામના શ્રેષ્ઠિની “ગોશ્રી' નામની પુત્રી સાથે પરણાવ્યો. વિજય પણ તે વખતે તે પોતાની પરણેલી સ્ત્રીને તેના પિતાને ઘેર જ મૂકીને પોતાના નગર પ્રત્યે આવ્યો. આ પછી કોઇ એક દિવસ પોતાની પત્નીને પોતાને ઘેર લાવવાને માટે, વિજય પોતાના શ્વસુરના ફુલે ગયો. પોતાનો જમાતા તેડવા માટે આવેલો હોઇ, વિજયના શ્વસુરે પણ પોતાની તે ગોશ્રી નામની પુત્રીને વિજ્યની સાથે રવાના કરી. ગોત્રી વિજયની સાથે રવાના તો થઇ, પરન્તુ તેણીની ઇચ્છા કોઇ પણ કારણે પિતાનું ઘર તવાની નહિ હતી. રસતે ચાલતાં તેણીના હૃદયમાં એ જ વિચાર રમતો હતો કે- “મારે મારા પિતાને ઘેર પાછા જવું છે, પણ. એ બને શી રીતિએ ?' આ વિચારમાં ને વિચારમાં ગોશ્રીએ કારમો નિર્ણય કર્યો. પોતાની ઇચ્છાને સફળ બનાવવાને માટે તેણીએ પોતાના સ્વામી વિજયનું મૃત્યુ નિપજાવવાનો વિચાર કર્યો. વિચારો કે- આ કેટલી બધી ક્રૂરતા છે? પતિની સાથે નથી જવું અને પિતાને ઘેર પાછા ફરવું છે, એટલા માટે ગોત્રી પોતાના પતિ એવા પણ વિજયનો વિનાશ સાધવાનો નિર્ણય કરે છે. અધમ આત્માઓ પોતાના થોડાક સ્વાર્થ માટે સામાના ભયંકરે પણ નુકશાનને કરતાં અચકાતા નથી. અધમ આત્માઓને સામાના લાભ-નુકશાનની ચિન્તા જ હોતી નથી. અધમ આત્માઓ તો પોત પાનેલી પોતાની અનુકૂળતા પ્રાપ્ત થાય, એ માટે નીચમાં નીચ કર્મો આચરમાં પણ Page #214 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૦૭ અચકાતા નથી. એવા આત્માઓ વિશ્વાસુ અને ઉપકારી એવા પણ આત્માઓનો નાશ સાધવાને ય તત્પર બની જાય છે. ગોશ્રી એવા અધમ આત્માઓમાંની જ એક છે અને એથી પિતાના ઘરે પાછા જવાની ઉત્કંઠાવાળી બનેલી તેણીએ વિજયને કહ્યું કે“હે નાથ ! મને ખૂબ જ તૃષા લાગી છે, તૃષા રૂપી પિશાચણી મને ખૂબ જ પીડી રહી છે.” અધમ સ્ત્રીઓ પોતાની બૂરી ઇચ્છાને પૂર્ણ કરવા માટે ભયંકર ઢોંગ પણ આચરી શકે છે. ખરેખર સ્ત્રીસ્વભાવ કોઇ વિલક્ષણ જ હોય છે. કુદરતી સુતાં આદિ અનેક સ્વાભાવિક દોષો સ્ત્રીઓમાં હોય છે. જો કે-અતિ પવિત્ર એવી પણ મહાસતીઓ અનેક થઇ છે, કે જે મહાસતીઓ ફાસનની પરમ આરાધક અને પ્રભાવક બની, કેવલજ્ઞાન પામી, શ્રી સિદ્ધિપદને પણ સાધી ગઇ છે : પરન્તુ જે સ્ત્રીઓ ઉત્તમ ગુણને પામેલી હોતી નથી અને ધર્મથી અપરિચિત હોય છે, એવી સ્ત્રીઓમાં તો સુકતા આદિ અનેક દોષોનો અનુભવ ડગલે ને પગલે થવો, એ સહજ છે. ગોત્રી તૃષાથી પીડાતી હતી અને એ માટે જ તેણીએ વિજયને તૃષાતુરતાનું કહ્યું હતું એમ નથી : તેણી તો પ્રપંચ રમી રહી હતી અને પ્રપંચથી જ તેણીએ પોતાની તૃષાતુર દશા એવી ભયંકર બતાવી, કે જેથી વિજયને એમ નિશ્ચિત લાગ્યું કે- “જો આને અત્યારે જ પાણી નહિ મળે, તો આ જીવી શકશે નહિ.' આમ લાગવાથી, વિયે પણ તરત જ પોતાની તે પત્નીને કહ્યું કે- “હે પ્રિયે ! તું આવ, આ કુવામાંથી હું તને પાણી પાઉં છું.” આ પ્રમાણે બોલતો વિજય કુવા તરફ ચાલ્યો અને પોતાની પાછળ આવતી પોતાની સ્ત્રી સાથે વિક્ય કુવા ઉપર પહોંચ્યો. વિશ્વરત એવો વિય કુવાનું અવલોકન કરવામાં તત્પર બન્યો અને જેટલામાં તે પાણી કાઢે છે, તેટલામાં તો તેની પ્રિયા ગોત્રીએ પાછળથી વિજ્યને ધક્કો મારી કુવામાં નાંખ્યો. પોતાના પતિ વિજયને કુવામાં નાખીને ગોશ્રી જલ્દી ભાગી અને પોતાના ગામમાં આવી પિતાને ઘેર પહોંચી ગઇ. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સમજી શકાશે કે-ધર્મમાર્ગને નહિ પામેલી સ્ત્રી જાત કેટલી કારમી નિર્દય હોઇ શકે છે ? પોતાના વિશ્વાસુ પતિને, કે જે પતિ પોતાની તૃષા મટાડવાને માટે જુના કુવાના ઉપર જઇ તપાસી પાણી કાઢવાનો પ્રયત્ન કરે છે, એવા પ્રેમાળ પતિને પણ ધક્કો મારી કુવામાં નાખી કારમો વિશ્વાઘાત કરવો અને સહજ પણ દયા લાવ્યા વિના તેમજ આવા કારમા કુવામાં પતિનું શું થશે એનો સહજ પણ વિચાર કર્યા વિના, નાસીને પોતાના પિતાના ઘેર, પહોંચી જવું, એ શું કારમી નિર્દયતા વિના શકય છે ? કહેવું જ પડશે કે-નહિ. પોતાની પુત્રીને તેણીના પતિ સાથે શ્વસુરગૃહે મોકલવા છતાં પણ તેણી પાછી આવી, એટલે - “તે પાછી કેમ આવી ?' એ જાણવાની ઇચ્છા, માતા-પિતાને થવી એ સહજ છે. તેણીએ પણ પોતાના માતા-પિતા પૂછે અગર તો ન પૂછે, તો પણ ઉત્તર આપવાનો નક્કી કરી જ રાખ્યો હતો. માતા-પિતા ન પૂછે, તો પણ પાછી ચાલી આવેલી તેણીએ કાંઇક કહેવું જ પડશે, એમ તેણી જાણતી જ હતી અને એ માટે પણ ગોશ્રી તૈયાર જ હતી. આવું કારમું સાહસ કરનારી સ્ત્રી એવા ઉત્તરો અગર કલ્પિત વાતો કહેવામાં હુંશીયાર જ હોય. તેણીએ પણ તાંની સાથે જ, માતા-પિતા પૂછે તે પહેલાં જ, સંતોષકારક કહેવાનું નક્કી જ કરી લીધું હતું. આથી તેણીએ ઘેર પહોંચતાની સાથે જ કહ્યું કે- “અપશુકનપણાથી તે મને લઈ ન ગયા.' -આ કથન એવું હતું કે- માતા પિતાને સારું લાગી જ જાય. માતા-પિતા પણ, તેણીના એ કથનથી એમ સમજી ગયા કે- માર્ગે જતાં કોઇ ભયંકર જાતિના અપશુકન થયા હશે, એથી અમારા જમાઇ, અમારી દીકરીને નહિ લઇ જતાં પાછી મોકલી, પોતે એકલા જ પોતાને ઘેર ચાલ્યા ગયા હશે ! આથી તેઓનું મન પણ વિહુવલ ન બન્યું અને આ બાઇ પણ શાંતિપૂર્વક માતાપિતાને ઘેર રહેવા લાગી. ગોશ્રી તો હવે નિશ્ચિતપણે રહેતી હતી : કારણ કે- તેણીની એ ધારણા હતી કે-આવા કુવામાં પડેલ વિજય જીવવાનો નથી અને એના તથા Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મારા સિવાય આ વાતને ત્રીજું કોઇ જાણતું નથી : પરન્તુ અહીં બનાવ જૂદો જ બન્યો છે. ગોશ્રીએ વિજ્યને ધક્કો માર્યો અને વિજ્ય કુવામાં પડ્યો, પણ તે કુવામાં એક વૃક્ષ ઉગેલું હતું. અને કુવામાં પડતા એવા વિજ્યના હાથમાં તે વૃક્ષ આવી ગયું. આથી તે વિજ્ય અચાનક પ્રાપ્ત થએલી મૃત્યુની કારમી આપત્તિમાંથી સહજ રીતિએ બચી ગયો. એ વૃક્ષના અવલમ્બનથી તે વિના વિઘ્ને કુવામાંથી બહાર નીકળ્યો. ભાગ્યનો ઉદય જાગૃત હોય છે, તો કોઇ જ વાંકો વાળ કરી શકતું નથી. આયુષ્ય બલવત્તર હતું એ કારણે, પોતાની અભિલાષા પૂર્ણ કરવા માટે પોતાની જ સ્ત્રીએ મારી નાખવાનો કારમો પ્રયત્ન કર્યો એ છતાં પણ વિજ્યને કશી જ હાનિ ન પહોંચી. પ્રબળ પુણ્યોદય હોય તો આપત્તિ પણ સંપત્તિ રૂપ બની જાય છે. શત્રુના મનોરથ પણ પુણ્યશાલિથી નથી ફળતા. કુવામાં પણ વૃક્ષનું આલંબન મળી જ્વે અને એ આલંબન પણ કોઇની ય સહાય વિના બહાર નીકળી શકાય એવું મળવું, એ પ્રબળ પુણ્યોદય વિના શકય નથી. પાપના ઉદયે સ્ત્રી કુવામાં નાખનારી મળી, પણ પુણ્ય અખંડિત રાખનાર મળ્યું. આવું આવું સઘળુંય સંસારમાં સુસંભવિત છે. હવે આવો ભયંકર અપરાધ કરનારી સ્ત્રી ઉપર પણ સ્વભાવથી સૌમ્યપણાને ધરનારો વિજ્ય કોપ નથી પામતો. કોપ નથી પામતો એટલું જ નહિ, પણ સ્વભાવથી સૌમ્ય એવો વિજ્ય પોતાના ચિત્તમાં ચિંતવે છે કે- ‘તેણીએ મને કુવામાં શા માટે નાખી દીધો હશે ?' આ રીતિએ ગોશ્રીના તે દુષ્ટ પણ કૃત્યના કારણનો વિચાર કરતાં કરતાં, તે એવા નિશ્ચય ઉપર આવ્યો કે- પોતાના પિતાના ઘેર જ્વામાં તેણી પ્રવણ ચિત્તવાળી જ્વાતી હતી અને એવા ચિત્તવાળી હોવાના કારણે જ તેણીએ એમ કર્યું હોય એમ લાગે છે. પોતાની સાથે આવતી પોતાની સ્ત્રીની રીતભાત આદિથી વિજ્ય આ વાત જાણી શકયો હોય,તો એ અસંભવિત નથી : પણ આવા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હેતુથી એક પત્ની આવું કારમું અકાર્ય આચરે, એ સામાન્ય દ્રષટિએ ક્ષન્તવ્ય ન જ ગણાય. સામાન્ય દ્રષ્ટિએ તો આ કાર્ય અક્ષન્તવ્ય જ ગણાય અને એ માટે સખ શિક્ષા કરવાની તૈયારી થાય : પણ વિજ્ય, એ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. વિજ્ય તો ક્ષમાના મર્મને પામેલો છે. એ જ કારણે, તેના અન્તરમાં આવા પ્રસંગે પણ ક્રોધ ઉત્પન્ન થતો નથી. આ બનાવને અનુલક્ષીને વિજ્ય તો પોતાના આત્માને જ હિતશિક્ષા દેવા માટે તત્પર બને છે અને પોર્તાના જીવને ઉદ્દેશીને તે ચિન્તવે છે કે “હે જીવ ! તેણીના ઉપર તું રોષ ન કર અને રોષ કરીને દેહનો શોષ ન કર !” આટલું સમજાવીને જ વિજ્ય અટકતો નથી, પણ પોતાના તે વિચારને પુષ્ટ કરવાને માટે, એ પોતાના આત્માની સાથે વાત કરતાં પોતાના આત્માને કહે છે કે “સત્વો પુર્વાશ્વાનં, ઝ્માનું પાવણ લવિવાનું । ત્રવાહેતુ ગુÒસુ ય, નિમિત્તમિમાં પરો હોફ |1911" “નફ સિ દ્રોસવંતે, તા તુહ તોડ઼ હો વયસો | अह न खमसि तो तुह अवि, सया अखंतोह वावारा ||२||" “હે જીવ ! સર્વ કોઇ પૂર્વે પોતે જ કરેલા કર્મોના ફલ વિપાકને પામે છે અને અપરાધોમાં કે ગુણોમાં પર તો નિમિત્ત માત્ર જ હોય છે : વળી જો તું દોષવંતોને ખમે, તો જ તારે માટે ક્ષમાનો અવકાશ છે : પણ જો તું દોષવંતો ઉપર ક્ષમા નહિ કરે, તો તારા માટે પણ સદાય અક્ષમાનો જ અવકાશ છે.” વિજ્યના આવા ઉમદા વિચારો, એ ઉપાધ્યાયના વચનનો હિતકર તરીકે તેણે કરેલો જે સ્વીકાર, તેને જ આભારી છે. ‘આત્મહિતના અથિએ ક્ષમાપ્રધાન બનવું જોઇએ.' -આ હિતશિક્ષા સાચી આસ્તિકબુધ્ધિએ સ્વીકારાય, તો જ ભયંકર ક્રોધ ઉત્પન્ન કરનારા પ્રસંગે પણ કલ્યાણકારી ક્ષમાનું આસેવન થઇ શકે. અન્યથા, ભયંકર ક્રોધ આવે એવા પ્રસંગે Page #218 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧૧ ક્ષમાનું સેવન થવું, એ શકય નથી. સાચા આસ્તિકય વિના આવા અનુપમ વચનો પણ હિતકર નિવડતાં નથી. શાસ્ત્રીય વચનો પણ હિતકર રીતિએ સમજાવા માટે માર્ગાનુસારી ક્ષયોપશમની આવશ્યકતા છે. સુંદર જાતિના ક્ષયોપશમ વિના શાસ્ત્રીય વચનોનો સાચો ખ્યાલ આવવો એ જ અસંભવિત છે. પોતાની જ પત્ની, રસ્તામાં, પોતાના પિતાને ઘેર પાછા જવાની એક લાલસાથી કુવામાં ફેંકી દઇને ચાલી જાય, એવા સમયે પણ કારમો ગુસ્સો આવવાના બદલે, ઉપાધ્યાયના વચનનો અમલ થવો અને પોતાના આત્માને ક્ષમાશીલ બનાવવાજોગ ઉમદા વિચારો આવવા, એ નાનીસૂની વાત નથી. વિજય પોતાના આત્માને સમજાવે છે કે-અશુભના ઉદયે કુવામાં પડવું પડ્યું. હવે એના પરિણામે કોપ કરવો, એ તો આ શરીરને બાળવા જવું છે અને પુનઃ અશુભનું ઉપાન કરવાનો જ પ્રયત્ન કરવા બરોબર છે. મારો કુવામાં પડવાનો બનાવ, એ કોઇ વિના કારણે જ બનેલો બનાવ છે એમ નથી, પણ મારા પૂર્વના પાપનું જ એ પરિણામ છે-એ વાત વિજયના હૃદયમાં બરાબર આવી જાય છે. કાર્યના વાસ્તવિક કારણનો આવો વિચાર, એ માર્ગાનુસારી વિચારણા વિના આવવો જ મુશ્કેલ છે. આવા ઉમદા વિચાર માટે વિવેકની આવશ્યકતા છે, એમ કોઇને પણ લાગ્યા વિના રહે તેમ નથી. “વર્તમાન અપરાધ રૂપ કે ગુણ. રૂપ બનાવ, એમાં અન્ય તો નિમિત્ત માત્ર જ હોય છે, પણ વાસ્તવિક રીતિએ એ પરિણામ પોતાનાં જ પૂર્વે કરેલાં કર્મોનું જ છે.' –આવો અનુપમ ખ્યાલ, યોગ્ય આત્માઓમાં જ જન્મે છે. વિજયના અંતરમાં આ ખ્યાલે ઘણી જ સહેલાઇથી જભ્યો, એ એના આત્માની નિર્મલતાનો જ પ્રભાવ માનવો રહ્યો. સામાન્ય આત્મા આવા પ્રસંગે સામાના દોષને જ પ્રધાનતા આપી, સ્વ-પરનું કારમું અહિત આચરી નાખે છે, ત્યારે વિવેકી આત્મા આવા પ્રસંગે પોતાનો દોષ જોઇને પોતાનું તથા પરનું અહિત ન થવા દેતાં, સ્વ-પરનું સાચું હિત સધાય એવો માર્ગ અખત્યાર કરે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ક્ષમાના આસેવન માટે જરૂરી વિચારો કરતાં શ્રી વિજ્યે જે વિચારો કર્યા છે, એ વિચારો આત્મહિતના સાચા અભિલાષી એવા સૌ કોઇએ ખૂબજ યાદ રાખવા જેવા છે. ‘સુખ કે દુ:ખ, એ સ્વકૃત કર્મનો વિપાક છે અને અન્ય તો નિમિત્ત માત્ર જ તેમાં થાય છે.' -આ વિચાર જેમ આવશ્યક છે, તેમ વિજ્યે જે બીજો પણ વિચાર કર્યો છે તે પણ આવશ્યક છે. શ્રી વિજ્યે પોતાને ઉદેશીને કહ્યું છે કે- ‘જો તું દોષવંત ઉપર ક્ષમા નહિ કરે, તો ક્ષમાનો અવકાશ તારા માટે કદી આવવાનો જ નથી. દોષવંતોને તું ખમશે તો જ તારા માટે ક્ષમાનો અવકાશ છે અને દોષવંતોને તુ નહિ ખમે, તો તો હંમેશને માટે તારે અક્ષમાને જ અવકાશ છે.' ક્ષમાના ઉપાસક માટે શું આ વિચાર ઓછો જરૂરી છે ? કહેવું જ પડશે કે- આ વિચાર પણ ક્ષમાના અભ્યાસી માટે અતિશય જરૂરી છે. ક્ષમાની આવશ્યકતાનો પ્રસંગ ત્યારે જ આવે છે, કે જ્યારે કોઇ આપણો અપરાધ કરે. ‘કોઇ અપરાધ કરે એ સમયે તો ગુસ્સો આવે જ અને આવવો જ જોઇએ.' -એવું માનનાર ક્ષમાની ઉપાસના કયારે કરવાનો ? કહેવું જ પડે કે-એ બીચારાને ક્ષમા કરવાનો પ્રસંગ મળવાનો નથી અને ગુસ્સાના પ્રસંગો એને વખતોવખત મળવાના છે. ‘હું તો કોઇ મારો અપરાધ કરે ત્યારે જ ગુસ્સે થાઉં છું અને તે અતિ જરૂરી છે.' -આ પ્રમાણે કહેનારને કહેવું છે કે- ‘ભાઇ ! તારા માટે ક્ષમાની ઉપાસનાનો કોઇ અવસર જ નથી. ક્ષમાની ઉપાસનાના પ્રસંગને તો તુ ગુસ્સો કરવા માટેનો જરૂરી પ્રસંગ માને છે, એટલે તારે ક્ષમાની ઉપાસના કરવાની રહી જ કયાં ?' ક્ષમાની ઉપાસનાના પ્રસંગને ગુસ્સો કરવા માટેનો જરૂરી પ્રસંગ માનનારા બીચારા, ક્ષમાના સ્વરૂપને જ નથી સમજ્યા-એમ કહેવામાં આવે તો પણ ચાલે. ‘અપરાધી તો ગુસ્સા માટે લાયક જ છે' એમ માનનારા શ્રી જૈનશાસનના મર્મને સમજ્યા જ નથી. ‘અપરાધી પણ ઉપકારી છે' -એમ માનનારો જ સાચી રીતિએ ક્ષમાનો ઉપાસક બની જાય છે. ‘પોતાની જાતનો અપરાધ કરનાર ઉપર પણ ગુસ્સો જરૂરી છે' -એમ માનનાર શ્રી જૈનશાસનના રહસ્યથી અજ્ઞાત જ છે. એવા અજ્ઞાનો જ્યારે ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧૩ પ્રશસ્ત કષાયનાં વર્તન સામે પણ પ્રશસ્ત કષાયનો નિષેધ કરવાને માટે ક્ષમાની વાતો કરે છે, ત્યારે ખરે જ તેઓ વધુ દયાપાત્ર લાગે છે, એવાઓની સમાની વાતો, એ ખરે જ મિથ્યા આડંબર સિવાય બીજું કશું જ નથી. ઘોર મિથ્યાત્વથી રીબાતાઓની સઘળી જ સારી વાતો, એ અજ્ઞાન યા તો દખ્ખના નૃત્ય સિવાય અન્ય કશું જ હોતું નથી. એવાઓની સારી વાતો આદિ પણ ખોટા માટે જ હોય છે. આ જાતિના ઉત્તમ વિચારો દ્વારા, ક્ષમાપ્રધાન આત્માની માફક એ પ્રમાણે ચિત્તવીને વિજય પોતાને ઘેર પહોંચ્યો સ્ત્રીને લીધા વિના જ આવેલા પુત્રને જોઇને, વિજયની માતાએ વિજયને પૂછયું કે- “ભાઈ એકલો કેમ ? માતાના એક પ્રશ્નનો ઉત્તર આપતાં વિજયે, પણ જેવો ઉત્તર તેની સ્ત્રીએ પોતાના માતા-પિતાને આપ્યો હતો, તેવો જ ઉત્તર આપ્યો. પોતાની માતાને ઉત્તર આપતાં વિજયે કહ્યું કે- “હે માતા ! અપશુકનના કારણથી મેં વહુને આણી નથી.' વિજય જેવો વિચક્ષણ આત્મા આ ઉત્તર આપે છે, ત્યારે તે જરૂર સમજપૂર્વક આપતો હશે એમ માનવું જ રહ્યું. સામાન્ય રીતિએ ઉત્તમ આત્માઓની કોઇ પણ પ્રવૃત્તિ વિચારપૂર્વકની હોય છે. સામા આત્માનું અહિત ન થઇ જાય, એવી શુદ્ધ બુદ્ધિના યોગે અપાયેલો આવો ઉત્તર યોગ્ય જ મનાવો જોઇએ. માતા પણ પોતાના પુત્રના ઉત્તરથી સંતોષ પામી. આ પછી પ્રસંગે પ્રસંગે વિજયનાં માતા-પિતા વિજયને વહુને લઇ આવવા માટે ઘણી ઘણી રીતિએ કહેતાં હતાં, પણવિજયને તેડવા જવાનો ઉત્સાહ થતો જ ન હતો. માતા-પિતા વસ્તુસ્થિતિથી અજ્ઞાત હતાં એટલે તેઓ પ્રેરણા કરતાં હતાં, પણ વિજય વસ્તુસ્થિતિથી સુજ્ઞાત હતો, માટે તેને ઉત્સાહ નહોતો થતો. ઉત્સાહ નહિ થવામાં વિજયને તેણીના ઉપર વેષ ન હતો. વિજયના મનમાં એમ જ થતું હતું કે- “એ બીચારીને આવવું નથી, તો પછી લેવા જઇને તેણીને શા માટે દુઃખ આપવું જોઇએ ?” Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જ્યારે જ્યારે માતા-પિતા વહુને લાવવાનું કહેતાં હતાં, ત્યારે ત્યારે તે વિજ્ય - ‘કોણ તે ગરીબડીને દુ:ખી કરે ?' -આવા પ્રકારનો વિચાર કરીને ઉત્સાહિત બનતો નહિ. પોતાનો ભયંકર ગુન્હો કરનારી એવી પણ પોતાની પત્નીને દુ:ખ ન થવું જોઇએ, એ જ વિજ્યની ધારણા હતી. પોતાને ઇષ્ટનો વિયોગ ભોગવવો પડે-એનું કાંઇ નહિ : પણ એને દુઃખ ન થવું જોઇએ, આ જ એક વિજ્યનો વિચાર હતો. વિચારાય તો આ મનોદશા પણ સામાન્ય ન લાગે. હવે આગળ જે બનાવ બને છે, તે પણ વિચારવા જેવો છે. વિજ્ય કયી રીતિએ ગોશ્રી માટે પ્રશમનિમિત્ત બને છે, તે હવે જોવાનું છે. હવે જેમ જેમ દિવસો જ્વા લાગ્યા, તેમ તેમ વિજ્યને પ્રેરણા કરનારા વધતા ગયા. વિજ્યના મિત્રો અનેક રીતિએ તેનો ઉપહાસ કરવાપૂર્વક ગોત્રીને તેડી લાવવાની પ્રેરણા કરવા લાગ્યા. વિજ્ય તો એક જ વિચારમાં હતો કે- ‘એ બીચારીને આવવું જ નથી, તો પછી એને તેડી લાવીને શા માટે પીડા ઉપજાવવી ?' પણ દિવસે દિવસે ઉપહાસ અને પ્રેરણા વધવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે-વિજ્યને ફરજીયાત પોતાની પત્ની ગોશ્રીને તેડી લવાવાને માટે વું પડ્યું. વિજ્ય પોતાના શ્વસુરને ઘેર ગયા બાદ પણ કેટલાક દિવસો સુધી ત્યાં જ રોકાયો. વિજ્યના શ્વસુર આદિ પણ વિજ્યના આગમનથી અને તેના રોકાવાથી આનંદ પામે તે સ્વાભાવિક હોઇ વિજ્યે ગૌરવપૂર્વક ત્યાં રહીને કેટલાક દિવસો પસાર કર્યા. આ પછી કોઇ એક દિવસે વિજ્ય પોતાની પત્નીને લઇને નીકળ્યો. જે ગોશ્રી ગઇ વખતે આવવાને સર્વથા નારાજ હતી : નારાજ હતી એટલું જ નહિ પણ વિજ્યની સાથે ન વું પડે અને પિતાને ઘેર પાછા ઇ સુખપૂર્વક રહી શકાય, એ માટે જે ગોત્રીએ પ્રપંચથી વિજ્યને કુવામાં ધકેલી દીધો હતો,તે જ ગોત્રી અત્યારે તે જ વિયની સાથે આનંદથી શ્વસુરગૃહે ઇ રહી છે, એ પ્રતાપ વિજ્યની ક્ષમાશીલતા અને ગંભીરતાનો Page #222 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧૫ જ છે. વિજ્ય પોતાના શ્વસુરગૃહે એટલે ગોશ્રીના પિતાને ઘેર કેટલાક દિવસો સુધી રોકાયો, તે છતાં તેણે સીધી કે આડકરતી રીતિએ કોઇને પણ પેલી વાત કરી જ નથી. એવો કાંઇ અનિષ્ટ બનાવ જાણે કે બન્યો જ ન હોય અને અપશુકનના કારણે પાછી મોકલેલી પત્નીને જ જાણે પોતે પુનઃ તેડવા માટે આવ્યો હોય, એ જ જાતિનો વિજ્યનો વર્તાવ હતો. વિજ્યનો એવો વર્તાવ ગોશ્રીના અન્તરમાં સારી અસર ઉપજાવે, એ સ્વાભાવિક જ છે. રસ્તામાં પણ ગોશ્રીની સાથે વિજ્યે પેલી વાત છેડી જ નથી. સમજાવવા કે હિતશિક્ષા નિમિત્તે પણ વિજ્યું એ વાત ગોશ્રીને પૂછી નથી. ખરી વાત તો એ છે કે-આવા પ્રસંગોમાં એ બનાવને યાદ કરીને હિતશિક્ષા દેવા કરતાં, ગંભીરતા જાળવી ગુન્હો કરનાર તરફ મીઠાશભર્યું વર્તન રાખવું, એ જ સામા આત્મા ઉપર ઉપકાર કરવાનો સુન્દરમાં સુન્દર ઉપાય છે. ગંભીરતા કેવળ વાણીની જ નહિ, પણ વર્તનનીય જાળવતાં આવડવી જોઇએ. વર્તનમાં જો ઉપેક્ષા અગર દુર્ભાવ ણાય, તોય સામા આત્મા ઉપર તેટલી સુન્દર અસર ન નિપજે. તમે બનેલી વાતને બીલકુલ સંભારો નહિ, કોઇને ય કહો નહિ અને વર્તન પૂર્વના જેવું જ મીઠાશભર્યું રાખો, તો કારમી અયોગ્યતાથી પીડાતા આત્માઓ સિવાય, બીજાઓ ઉપર સારી અસર ન થાય એ શકય નથી. કાંઇકે ય યોગ્યતા ધરાવનાર માણસને તો એ જ જાતિનો વિચાર આવે કે- ‘આને મેં મારી નાખવાનો પ્રપંચમય પ્રયત્ન કર્યો-એ વાત આ સારી રીતિએ જાણે છે, છતાં કોઇને એ કહેતો નથી અને મને પણ આ ઠપકો આપતો નથી તેમજ મારા તરફ પૂર્વના જેવો જ ભાવભર્યો વર્તાવ રાખે છે, એ આની કેટલી બધી ઉત્તમતા છે ?' અને ઉત્તમ આત્મા માટેનો આવો વિચાર દોષિતમાં પણ ઉત્તમતા પ્રગટાવે, એ સહજ છે. પૂર્વે ભયંકરમાં ભયંકર દોષ કરનારો આત્મા પણ એ વિચારના યોગે સામાન્ય કોટિના પણ દોષથી વિમુખ બની જાય. પ્રશાન્ત આત્મા આવી આવી રીતિએ જ અન્યોને માટે પ્રશમનું કારણ બની શકે છે. વિજ્ય પોતાની Page #223 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પત્ની ગોશ્રીને લઇને પોતાને ઘેર આવ્યો. હવે તો ગોશ્રી પણ અહીં આનન્દમાં જ પોતાના દિવસોને પસાર કરે છે. વૈમનસ્ય જેવી કોઇ વસ્તુ જ બેમાંથી એકનાય અન્તરમાં નથી : અને એથી બન્નેયનું જીવન પ્રેમપૂર્વકના વર્તાવમાં પસાર થાય છે. ૨૧૬ આ રીતિએ કેટલોક સમય ગયા બાદ, એ બનાવ બન્યો કે જે બનાવ આ સંસારમાં સ્વાભાવિક જ છે. આ વિશ્વમાં એવો કોઇ ન્મ્યો નથી અને જન્મવાનો પણ નથી, કે જેનું મૃત્યુ ન થાય. સંસારમાં જન્મની સાથે મરણ સંકળાએલું જ છે. જે જન્મ્યો છે તે મરવાનો જ છે -એ વાત એક ને એક બે જેવી સુનિશ્ચિત છે. આવી સુનિશ્ચિત વસ્તુમાં પણ અજ્ઞાન આત્માઓ આકળ-વિકળ બની જાય છે. દિવસોના દિવસો સુધી પોતે સાંલખ્યું અને જોયું પણ હોય કે-જન્મેલા વહેલા યા મોડા મરે જ છે, છતાં મરણના નામે આવા જીવો કેટલા આકલ-વિકલ બની જાય છે ? મરણથી ડરનારા આત્માએ જન્મથી બચાય એવો પ્રયત્ન આદરવો -એ જ ડહાપણનું કામ છે; પણ અજ્ઞાનિઓને એનો તો વિચાર કરવાની પણ દરકાર નથી. હું કયાંથી આવીને અહીં જન્મ્યો અને અહીંથી મરીને હું કયાં ઇશ ? -એનો વિચાર કરનારા કેટલા ? મર્યા પછી જ્યારે કાંક પણ જન્મ્યા વિના છૂટકો નથી, તો પછી એની કાળજી રાખવી જોઇએ કે નહિ ? પણ આજે તો પરભવની વાતો કોઇ કરે, તોય કેટલાકોને પીડા ઉપજે છે. વસ્તુત: તો ડાહ્યો તે છે, કે જે પરભવને સુધારવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન એ જ ધ્યેયથી કરે છે કે-ક્રમશઃ જન્મ જ ન લેવો પડે એવી દશા પમાય. આવો પ્રયત્ન કરનારા જ સાચા વિવેકી છે અને વાસ્તવિક સત્કારને પાત્ર છે : છતાં અજ્ઞાન આત્માઓને એવા પુણ્યાત્માઓને મૂર્ખ કહેતાં અને એ પુણ્યાત્માઓનો તિરસ્કાર કરતાં પણ આંચકો આવતો નથી: આ દુનિયામાં ભણેલા છતાં અભણથી પણ વધારે ભૂંડા અને બુદ્ધિશાલી છતાં બુદ્ધિહીનથીય વધારે મૂર્ખ માણસોની સંખ્યા મોટી હોય છે. એનું કારણ એ જ છે કે-એ ભણતર અને એ બુદ્ધિ સાચા વિવેકથી પર Page #224 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧૭ હોય છે. અવિવેકી આત્માઓની વિદ્યા અને બુદ્ધિ, નથી તો તેઓને લાભદાયક થતી કે નથી તો અન્યોને લાભદાયક થતી : પ્રાય: તો, એ વિદ્યા અને એ બુદ્ધિ ઉભયનો વિનાશ સાધનારી બને છે. આ જ કારણે ભણતર અને બુદ્ધિ કરતાં પણ વિવેક પ્રધાનતા ભોગવે છે. વિવેકી આત્મા ભલે થોડું ભણેલો હોય અને ઓછી બુદ્ધિ ધરાવતો હોય, પણ તે પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે અને બીજાઓને માટે પણ તે ઉપકારનું જ કારણ બને છે : પરતુ પુણ્યોદય અને લઘુકમિતાના યોગ વિના વિવેની પ્રાપ્તિ થવી એ શકય નથી. વિવેકી આત્માઓ મૃત્યુથી મુંઝાતા નથી, પણ મૃત્યુને ઉત્તમમાં ઉત્તમ બનાવવાવનો પ્રયત્ન કરે છે. વિવેકી આત્માઓની જીવનચર્યા ઉત્તમ મૃત્યુ માટેની તૈયારી રૂપ હોય છે એમ પણ કહી શકાય. “મૃત્યુ થવાનું સુનિશ્ચિત છે' એમ જાણનારા વિવેકીઓ, સમાધિપૂર્વક મૃત્યુ પમાય એ માટે બનતું કરવાનું ચૂકતા નથી. જીવન એવું કેળવવું જોઇએ કે-મૃત્યુનો ડર જ ન લાગે, પણ એ જીવન પરભવના વિચાર વિના અને યોગ્ય નિશ્રાને સ્વીકાર્યા વિના કેમ જીવાય ? પરભવનો જેને વિચાર નથી અને જન્મ લેવો પડે એવી સ્થિતિથી મુકત બનવાની જેની ભાવના નથી, તે આત્મા સુંદર જીવનને જીવી શકે એ શકય જ નથી. અસ્તુ અહીં તો જે બને છે, તે એ છે કે- વિજયનાં માતા-પિતા મૃત્યુ પામે છે અને એથી ઘરનું સ્વામિત્વ વિજયને અને ગોશ્રીને પ્રાપ્ત થાય છે. માતા-પિતા જીવતાં ઘરમાં પુત્ર અને પુત્રવધુનું સ્વામિત્વ હોય. નહિ, પણ આજે દશા જૂદી જ છે કાંતો માતા-પિતાને પુત્રનું અને પુત્રવધુનું સ્વામિત્વ સ્વીકારવું પડે છે અને કાં તો માતા-પિતાને તરછોડીને પુત્ર અને પુત્રવધૂ જૂદાં રહે છે. વિનય જાય અને સ્વચ્છદતા આવે, ત્યાં શું ન થાય ? આજે રળાઉ દીકરો અને તેની વહુ માતા-પિતાની ચાકરી કરતાં હોય, એવી દશા બહુ જ ઓછે સ્થલે જોવા મળે છે. મોટે ભાગે દીકરાનીને વહુની આમન્યા માતા-પિતાને જાળવવી પડે છે અને તેમાંય પહેલાં મા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બાપ ગરીબ હોય કે પછી દીકરી સારું કમાયો હોય, તો તો પૂછવું જ શું ? માતા-પિતાની સેવા, એ તો સંસારમાં રહેલા પુત્રનો પરમ ધર્મ છે. સંસારમાં રહેલો દીકરો જો મા-બાપની સેવા ન કરે, અવગણના કરે, તો એ કુપુત્ર જ છે. વિજય એવો કુપુત્ર નહિ હતો. વિજ્ય તો વિનયશીલ તો. એના જ પ્રતાપે, વિજયનાં માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી ઘરમાં વિજયનું કે વિજ્યપત્ની ગોશ્રીનું સ્વામિત્વ નહિ હતું. માતા-પિતાના મૃત્યુ બાદ વિજ્ય અને ગોત્રી ઘરના સ્વામિત્વને પામ્યાં અને ગૃહસ્વામિપણાને ઉચિત વર્તન રાખતાં તેઓ પ્રેમભાવથી દિવસો પસાર કરવા લાગ્યાં. પરસ્પર પ્રીતિભાવથી વર્તતાં તે વિદ્યા અને ગોશ્રી અનુક્રમે ચાર પુત્રોનાં પિતા અને માતા બન્યાં. આ રીતિએ ગોશ્રીને વિજય પ્રત્યે અનુરાગવતી બનાવનાર વિજયનો ક્ષમાગુણ જ હતો, એ નિ:સંશય બીના છે. વિજયના પ્રશાન્ત સ્વભાવે જ ગોશ્રી જેવી ભયંકર પાપકર્મને આચરનારી સ્ત્રીને ગૃહિણી તરીકેના ગુણોથી અલંકૃત બનાવી દીધી. આમ ગોશ્રી સુધરવાથી વિજયને એ પણ એક ફાયદો થયો કે-તેના કુળનું ગૌરવ જળવાઇ રહ્યું. ક્ષમાગુણના પ્રતાપે આ લોકમાં પણ અનેક પ્રકારના પ્રત્યક્ષ લાભો થાય છે અને પરલોકનું પણ. સધાય છે. એક વાર સમાગુણના મહિમાનો અને પોતાને પ્રાપ્ત થયેલી અનુકૂળ સ્થિતિનો વિચાર કરતાં, વિયે વિચાર કર્યો કે- “અહો, ઉપાધ્યાયે મને જે ઉપદેશ કીધો હતો તે યથાર્થ જ હતો. ક્ષમાથી થતા લાભનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો.” ખરેખર, સમાગુણનો પ્રત્યક્ષ લાભ પામ્યા બાદ આવો વિચાર આવવો એ સ્વાભાવિક જ છે. વાસ્તવિક કોટિનો ગુણ, એ એક અનુપમ વસ્તુ છે. ગુણને જો ગુણ રૂપે સેવાય, તો તે ચિત્તામણિ આદિથી પણ અધિક ફળે છે, એ નિસંશય બીના છે. આત્માના વાસ્તવિક ગુણની પાસે ચિન્તામણિ આદિની તો કશી જ કિમત નથી. પ્રશમાદિ ગુણો આત્માને અપૂર્વ કોટિની સમાધિ આપનારા છે. સમાધિના પ્રતાપે આ લોક પણ સુધરે છે, પરલોક પણ સુધરે છે અને પરિણામે મુકિતસુખના પણ, ભોકતા બની શકાય છે. પ્રશમાદિ ગુણોના ઉપાસક આત્માઓ આ લોકમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧૯ જે શાન્તિ ભોગવી શકે છે, તે સામાન્ય કોટિની હોતી નથી. એવા આત્માઓને પરલોક સુધરે અને મુક્તિસુખ તેમનાથી દૂર ન રહે, એમાં પણ શંકાને અવકાશ નથી. શરત એટલી જ છે કે-ગુણ ગુણ રૂપે પ્રગટવો જોઇએ અને ગુણ રૂપે જ સેવાવો જોઇએ. વિજય ઉપાધ્યાયના ઉપદેશની યથાર્થતાનો અને પોતાને થયેલા ક્ષમાગુણના સાક્ષાત્કારનો વિચાર કરીને અટકી ગયો છે એમ પણ નથી. વિજયે આગળ એવો પણ વિચાર કર્યો છે કે- “હવે હું પરહિતમાં રકત બનું.” ગુણની એ એક મહત્તા છે કે-એક ગુણનો માલિક બનેલો આત્મા ક્રમશ: અનેક ગુણોનો માલિક બની જાય છે. દોષ દોષને આકર્ષે છે અને ગુણ ગુણને આકર્ષે છે. એક પાપનો ડર અનેક પાપોનો પ્રેરક બને છે અને એક ગુણનો આદર અનેક ગુણોના પ્રગટીકરણનું કારણ બને છે. પછી તો વિજય જેમ પ્રશાન્તાત્મા બન્યો છે, તેમ પરહિતાર્થકારી પણ બન્યો છે. વિજય જેમ ક્ષમાશીલ હતો તેમ ગંભીર પણ હતો જ અને એથી એનામાં અક્ષકતા રૂપ ગુણ પણ હતો. જો તેનામાં અગંભીરતા હોત, તો તે ગોશ્રીના અપરાધને પણ જે રીતિએ પોતાના હૈયામાં રાખી શકયો એ રીતિએ રાખી શકત નહિ. જો કે ભવિષ્યમાં એક ભૂલ થઇ છે અને એના પ્રતાપે ગોશ્રીનું મૃત્યુ નિપજ્યું છે, પરંતુ તેથી વિજયને જે પશ્ચાત્તાપ થયો છે અને વિજયની જે સ્થિતિ થઇ છે, તે જોતાં વિજયમાં ક્ષુદ્રતા દોષ હતો, એમ કહી શકાય એવું છે જ નહિ. કોઇ તેવી વિચિત્ર ભવિતવ્યતાએ જ વિજયને ભૂલવ્યો, એમ સંયોગો આદિનો વિચાર કરતાં લાગ્યા વિના નહિ રહે. એ પ્રસંગ આપણે હમણાં જ જોઇએ છીએ, પણ પહેલાં આપણે તે પૂર્વેની હકીકત જોઇ લઇએ. શાસકાર-પરમર્ષિ ફરમાવે છે કે“હવે હું પરહિતમાં રકત બનું.” –એવો વિચાર કરીને, તે વિજય દીન આદિને વિષે દાન દેવાને પ્રવૃત્ત થયો. આ રીતિએ તે વિજય પોતાની લક્ષ્મીનો પણ સવ્યય કરવા લાગ્યો. આમ પરહિત સાધવામાં પ્રવૃત્ત થયેલો અને પ્રકૃતિથી જ સૌમ્ય Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ્વભાવને ધરનારો વિજ્ય ઘણાં પાપોને હણનારો બન્યો. પ્રકૃતિથી સૌમ્ય સ્વભાવવાળો વિજ્ય પ્રાયઃ જુનાં પાપોને તોડતો તો હતો અને નવાં પાપોથી બચતો હતો. ગુણસંપન્ન આત્મા માટે આવી સ્થિતિ બનવી એ સહજ છે. હૃદયના સૌમ્ય આત્માઓ ઘણાં પાપોથી બચી જાય છે અને પોતાના તેવા સુંદર સ્વભાવને લઇને ઘણા પ્રાચીન પાપોને પણ હણનારા બને છે. આવી દશાને લઇને તે વિજ્ય પરિન, મિત્રો અને સ્વનો આદિને માટે સુખે કરીને સેવનીય બન્યો. તેનો સારોય પરિવાર તેની હ્રદયપૂર્વક સેવા કરતો, મિત્રો તેની આજુબાજુ વિČાઇને જ રહેતા અને સ્વજનો પણ એની છાયામાં કલ્લોલ કરતા. આવા ગુણીયલ માલિક તરફ પરિવારનો સાચો સેવકભાવ રહેવો, મિત્રોને આવા મિત્ર તરફ સાચો મિત્રભાવ રહેવો અને સ્વનોને આવા ગુણીયલ સ્વજન તરફ સાચો સ્વાભાવ રહેવો એમાં કશું જ આશ્ચર્ય નથી. શ્રી વિજ્ય પોતાના પરિવાર માટે, મિત્રો માટે અને સ્વનો માટે સુખસેવનીય બન્યો, એટલું જ નહિ, પણ પ્રકૃતિથી સૌમ્ય સ્વભાવવાળા શ્રી વિજ્યના સંસર્ગથી અન્ય પણ ઘણા લોકોને લાભ થયો. પરમ ઉપકારી, બૃહવૃત્તિકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-તે શ્રી વિજ્યના સંસર્ગથી ઘણા માણસો પ્રથમ રૂપ એક ધનના સ્વામી બન્યા. શ્રી વિજ્યના સંસર્ગમાં આવેલાઓ પણ પ્રશમગુણની મહત્તાને સમજ્યા અને પ્રશમગુણના ઉપાસક બન્યા. અનેકોએ શ્રી વિજ્યના સંસર્ગથી પ્રશમને જ એક પોતાનું ધન બનાવ્યું. ઉત્તમના સંસર્ગથી ઉત્તમતા આવવી સહજ છે, કારણકે-જીવોને સંગથી ગુણો અથવા અગુણો એટલે દોષો થાય છે: અને એ જ કારણે કહેલું છે કે"संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनीपप्रस्थितं राजते । स्वातौ सागरशुक्तिसम्पुटगतं तज्जायते मौक्तिकं, प्रायेणाडधममध्यमोत्तमगुणः संसर्गता द्रष्यते ||१|| " - કવિ એમ કહે છે કે-આ વિશ્વમાં અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ Page #228 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૨૧ પાણી એનું એકમાતીની શોભા થતા જે જોવામાં આવે છે, તે પ્રતાપ સંસર્ગનો છે. અધમનો સંસર્ગ અધમ ગુણને પેદા કરે છે, મધ્યમનો સંસર્ગ મધ્યમ ગુણને પેદા કરે છે અને ઉત્તમનો સંસર્ગ ઉત્તમ ગુણને પેદા કરે છે. સંસર્ગના પ્રતાપે ઉત્પન્ન થતી આ સ્થિતિને કષ્ટાન્ત દ્વારા સમજાવવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. લોઢું સારી રીતિએ તપેલું હોય અને એના ઉપર પાણી પડે તો ? તો પાણીનું નામનિશાન પણ ન રહે ! એ જ રીતિએ એનું એ પાણી જો કમલિનીના પત્ર ઉપર પડ્યું હોય તો તે પાણીનાં બિન્દુઓ મોતીની જેમ શોભે છે. આ રીતિએ અધમ અને મધ્યમનું ઉદાહરણ આપી, કવિ ઉત્તમનું વર્ણન કરે છે. તમને ખ્યાલ તો હશે કે-મોતી દરીયામાંથી નીકળે છે. દરીયામાં મોટી છૂટાં હોતાં નથી, પણ શુકિતમાં રહેલાં હોય છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસતો હોય અને એ વખતે જો તે વરસાદના પાણીનું બિન્દુ શકિતસમ્પટમાં જઇ પડે, તો તેનું મોતી થઇ જાય છે. પાણી એનું એ, પણ તપેલા લોઢા ઉપર પડીને બળી જાય, કમલિનીનાં પત્ર ઉપર પડીને મોતીની શોભાને પામે અને સ્વાતિ નક્ષત્રમાં સાગરની અંદર રહેલ શુકિતમાં જઇ પડે તો મોતી બની જાય. એ જ રીતિએ પ્રાયઃ કરીને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ સંસર્ગથી દેખાય છે. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે-દુનિયામાં સંસર્ગ પણ શું કામ કરે છે ? સંસર્ગનો મહિમા સમજનારાઓએ સદાને માટે ઉત્તમ આત્માઓનાં જ સંસર્ગમાં રહેવું જોઇએ. અધમ આત્માઓનો સંસર્ગ સામાન્ય આત્માઓને માટે તો અવશ્ય હાનિ કરનારો નિવડે છે. આ કારણે, દોષોના વરી અને ગુણના પ્રેમી આત્માઓએ તો અધમ અને મધ્યમ કોટિના સંસર્ગમાં નહિ રહેતાં ઉત્તમના સંસર્ગમાં જ રહેવાના ધ્યેયવાળા બનવું જોઇએ. જેઓ ખાસ કારણ વિના અધમ આત્માઓના સંસર્ગમાં રહેવા છતાં ગુણના પ્રેમની વાતો કરતા હોય, તેઓ પ્રાય: દમભના જ ઉપાસક હોઇ શકે છે. ઓના સંસર્ગથી વિદ્યમાન ગુણો પણ વિનાશને અથવા તો મલિનતાને પામે તેમ હોય અને અનેક દોષોનો આવિર્ભાવ થાય તેમ હોય, તેઓનો બની જાય Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સંસર્ગ ગુણનો પ્રેમી આત્મા કોઇ ખાસ વિશિષ્ટ કારણ વિના કદી પણ ન કરે એ શંકા વિનાની વાત છે. શ્રી વિજ્ય ક્ષમાગુણની મહત્તા ઘણી જ સારી રીતિએ સમજી શકો છે, એટલે તે બીજા પણ આત્માઓને અવસર પામીને ક્ષમાગુણના ઉપાસક બનવાનો ઉપદેશ આપે તે સ્વાભાવિક જ છે. ક્ષમાગુણને નિવૃત્તિના દાનમાં પ્રધાન કારણ તરીકે જાણીને, એની ઉપાસનામાં શુભ મનવાળો બનેલો વિજ્ય જો કોઇને પણ કલહ કરતો જૂએ છે, તો કહે છે કે- “વિલસી રહ્યો છે પરમ પ્રમોદ જેઓનો એવા હે લોકો ! તમે ક્ષમાપ્રધાન થાઓ ! ક્રોધ, એ ભવસમુદ્રના પ્રવાહ જેવો છે, માટે તમે ક્રોધને કોઇ પણ રીતિએ ન કરો : જેમ કલહંસો કલુષિત જ્વનો ત્યાગ કરે છે, તેમ તમે પણ ધર્મ, અર્થ, અને મોક્ષ- આ ચારેય પુરૂષાર્થોનો નાશ કરનાર સેંકડો દુ:ખોના કારણ રૂપ કલહને તજો ! કોઇનો પણ અપરાધ હોય, તો તેને બોલવો નહિ, પૂછવો પણ નહિ અને સાંભળવો પણ નહિ. અન્યોના અપરાધને બોલવા કરતાં નહિ બોલવો એ સારૂં છે અને નિપુણ મતિવાળા પરને પણ પૂછ્યા કરતાં નહિ પૂછવું એ સારૂં છે.” કામ શ્રી વિજ્ય દ્વારા સૌ કોઇને અપાતી આ સલાહ અનુપમ હતી. ક્ષમાનો મહિમા સામગ્રી આદિ મુજબ પણ યથાર્થ રીતિએ સમજાયા વિના આવી સમજ આવવી એ શક્ય નથી. શ્રી વિજ્યના અંતરમાં ક્ષમાનીપ્રધાનતા ઓતપ્રોત થઇ ગઇ હતી. ક્ષમાની પ્રધાનતા સમજાયા વિના ક્ષમા આત્મસાત્ બનવી એ શકય નથી અને એ વિના પ્રત્યેક આત્માને આવી જાતિની સલાહ આપવાનું નિરંતર દીલ થવુ એ મુશ્કેલ જ છે. શ્રી વિજ્યને એ વાતનો, બરાબર નિશ્ચય થયો હતો કે-ક્રોધ એ સ્વપરના પ્રમોદનો નાશક છે. ક્રોધી આત્મા પ્રથમ પોતાના પ્રમોદનો નાશ કરે છે અને અનુકૂળ સામગ્રી મળે તો તે અન્યના પણ પ્રમોદનો નાશ કરવાનું પરાક્રમ કર્યા વિના રહેતો નથી. એ જ કારણે, જ્યારે પ્રમોદથી વિલાસ કરતા લોકો પણ જાણે જીઆમાં જ આનંદ છે એમ માની કલહ Page #230 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૨૩ કરવામાં ઉજમાળ બનતા, ત્યારે વિજય તેઓને કહેતા કે- “અરે લોકો ! તમે ક્ષમાપ્રધાન બનો અને તમારા પ્રમોદને એ રીતિએ તમે વિલસતો રાખો. કલહના યોગે તમે સ્વપરના પ્રમોદના વિનાશક ન બનો.... ક્ષમાપ્રધાન આત્માઓ જ કજીઆથી પર રહી શકે છે અને જેઓ કજીઆથી પર રહી શકે છે, તેઓ જ સાચા આનંદનો ઉપભોગ કરી શકે છે. જેઓ એમ માનતા હોય કે- “સુખે જીવવા માટે કજીઓ પણ જરૂરી છે' -તેઓ તો ખરે જ અજ્ઞાન છે. એવાં અજ્ઞાન આત્માઓ સ્વપરના આનંદના પરમ શત્રુઓ છે. કલહને અને આનંદને શીતોષ્ણ જેટલો વિરોધ છે. જેમ શીત જ્યાં હોય ત્યાં ઉષ્ણ નથી રહી શકતું, તેમ જ્યાં કલહ હોય ત્યાં આનંદ રહી શકતો જ નથી. આ કારણે પ્રમોદમાં મગ્ન રહેવાને ઇચ્છતા આત્માઓએ કલહથી સર્વથા દૂર જ વસવું જોઇએ. શ્રી વિજય એ પણ જાણતા હતા કે- “ક્ષમાપ્રધાન બનવા માટે ક્રોધનો પરિત્યાગ એય અતિ આવશ્યક છે. ક્રોધ એ સંસારસમુદ્રના પ્રવાહ જેવો છે. સંસારની વૃદ્ધિ માટે ક્રોધ એ પ્રબલ કારણ છે. એ વાતમાં શ્રી વિજયને સહજ પણ શંકા ન હતી. એ જ કારણે જેઓને ક્ષમાપ્રધાન બનવાની શ્રી વિજ્ય સલાહ આપતા, તેઓને કોઇ પણ રીતિએ ક્રોધ ન કરવાની પણ શ્રી વિજય અવશ્ય સલાહ આપતા. ક્રોધ એ ચારે પુરૂષાર્થોનો નાશક છે અને સેંકડો દુઃખોનું કારણ છે, એ વાત પણ શ્રી વિજયના અંતરમાં બરાબર સ્થિર થઇ ગઇ હતી. એ ક્રોધ વિના કલહ એ સંભવિત નથી. એ જ કારણે તે લોકોને સલાહ આપતા હતા કે-ક્રોધથી બચવું હોય તો કલહને તજ્યા વિના છૂટકો જ નથી. જેમ રાજહંસો કલુષિત જલનો ત્યાગ કરે છે તેમ તમે લોકો કલહનો પરિત્યાગ કરો, એમ ભારપૂર્વક શ્રી વિજય લોકોને જણાવતા. ક્ષમાપ્રધાન બનવા માટે ક્રોધ અને કલહથી દૂર રહેવું એ અતિ આવશ્યક છે, એ વાત તો અત્યંત સ્પષ્ટ છે : પણ ક્રોધ અને કલહનો ત્યાગ કરવો એ કાંઇ સામાન્ય વસ્તુ નથી. ક્રોધ અને કલહનો ત્યાગ કરીને ક્ષમાપ્રધાન બનવું હશે, તો એ માટે હૃદયને ઘણું જ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ્થિર બનાવવું પડશે. હૃદયની શુદ્ધતા વિના અન્યના અપરાધને હૃદયમાં રાખવો એ શકય નથી. પોતાના દોષને છૂપાવવાની જેટલી વૃત્તિ જગતના જીવોમાં હોય છે, તેટલી જ નહિ પણ તેથીય અધિક વૃત્તિ બીજાના દોષને પ્રગટ કરવાની હોય છે. આવા આત્માઓ કલહ અને ક્રોધથી બચવા ધારે તો પણ બચી શકતા નથી.' આથી શ્રી વિજ્ય સૌને કહેતા કે-સૌના પણ અપરાધને જાયા છતાંય બોલવા કરતાં નહિ બોલવામાં જ સારું છે અને પૂછવા કરતાં ન પૂછવું એ જ સારું છે. નહિ બોલવામાં અને નહિ પૂછવામાં શ્રેષ્ઠતા એવી છે કે-એથી કલહ થતો નથી અને ક્રોધથી બચી જ્વાય છે તેમજ પરિણામે ક્ષમાપ્રધાન બનાય છે. જગતના યુદ્ધ માણસોની બીજાના દોષને જાણવાની વૃત્તિ ઘણી સતેજ હોય છે. અન્યનો દોષ જો પોતે જ પોતાની મેળે ન જાણી શકે, તો તે જાણવા માટે અન્યોને પૂછવાની વૃત્તિ ખૂબ જ રહે છે. એ વૃત્તિ પ્રાય: તુચ્છ મતિવાળાઓની જ હોય છે. એવા આત્માઓને એવી વાતો સાંભળવામાં ઘણો રસ હોય છે. હિતકર વાતોમાં એવાઓને જેટલો કંટાળો આવે છે, તેટલો જ એવાઓને એવી વાતોમાં રસ આવે છે. અન્યના દોષોને સાંભળવાની વૃત્તિ નિપુણમતિવાળામાં તો ન જ હોવી જોઇએ, પણ કદાચ આવી જાય તો એવા આત્મા માટે પણ શ્રી વિજય એ સલાહ આપતા કે- “એવી અપરાધની વાત પૂછવા કરતાં નહિ પૂછવી એ જ સારૂં છે.' ક્રોધ અને કલહની વિષમતા તેમજ ક્ષમાની શ્રેષ્ઠતાને બરાબર સમજનાર શ્રી વિજય જ્યારે જ્યારે કોઇને પણ વિવાદ કરતા જોતા, ત્યારે ત્યારે તે તેવાઓને જોઇને પ્રિય વચનો બોલતા અને પોતાનાં પ્રિય વચનો દ્વારા તેઓને શાંત કરતા. શ્રી વિજય કહેતા કે-સ્વજન સંબંધી પણ વિપ્રિય જોયું હોય તોય તેને હૃદયમાં ધરી રાખવું, પણ બહાર ન બોલવું ? કારણ કે-બોલવા કરતાં નહિ બોલવું એ જ સારૂં છે : એટલું જ નહિ,પણ બીજાને Page #232 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૨૫ એ સંબંધમાં પૂછવું પણ નહિ : કારણ કે-પરને પણ પૂછવા કરતાં નહિ પૂછવું એ જ સારૂં છે : અને એવી વાતો સાંભળવી પણ નહિ : કારણ કેએવી વાતો સાંભળવા કરતાં નહિ સાંભળવી સારી છે. આ રીતિએ વિપ્રિયને જેઓ બોલતા પણ નથી, અન્યોને પૂછતા પણ નથી અને વગર પૂછ્યું કોઇ કહે તોય તેને સાંભળતા પણ નથી, તેઓનો સ્વનભાવ સુખાવહ થાય છે. ઉપાધ્યાયના વચનને યથાર્થ રીતિએ અંગીકાર કરી,પોતાના સ્વભાવસિદ્ધ ગુણને સૂસ્થિત બનાવી, પોતાના સંબંધમાં બનેલા ભયંકર પણ બનાવને હૃદયમાં રાખવાથી જે ઉત્તમ પરિણામ આવ્યું, એનાથી શ્રી વિજ્યને એમ જ થતું કે- “સૌ કોઇ આવી દશા કેળવી લે, તો વિશ્વમાંથી કલહનો તો અભાવ જ થઇ જાય.” કલહ વિના ક્રોધને તો મર્યે જ છૂટકો છે અને ક્રોધ મર્યા પછી ક્ષમાનું સામ્રાજ્ય નિષ્કંટક બને એ સહજ છે. તેમજ ક્ષમાના એવા સામ્રાજ્યમાં વસતા આત્માઓ સંસારમાં પણ સિદ્વિસુખના આસ્વાદનો અનુભવ કરે, એ પણ તર્દન સ્વાભાવિક જ છે. આપણે જાણીએ છીએ કે-શ્રી વિજ્યને પોતાની પત્ની ગોત્રીથી થયેલા ચાર પુત્રો છે. ચારમાં જે મોટો પુત્ર હતો, તેને પોતાના પિતાની આ પ્રવૃત્તિથી ઘણું જ આશ્ચર્ય થાય છે. એને એમ થાય છે કે- ‘શા માટે મારા પિતા સૌને આવો જ ઉપદેશ આપ્યા કરે છે ?' એટલા જ માટે હંમેશાં એ પ્રકારના ઉપદેશને આપતા પોતાના પિતાને તેનો મોટો પુત્ર કોઇ એક દિવસે પૂછે છે કે- “હે પિતાજી ! આપ સૌ કોઇને ફરી ફરીને એની એક વાતનો ઉપદેશ કેમ આપો છો ?” આ પ્રશ્નના ઉત્તરમાં પોતાના મોટા પુત્રને શ્રી વિજ્ય કહે છે કે“હે વત્સ ! એ વાત મને અનુભવસિદ્ધ છે અને જે કારણથી એ વાત મને અનુભવસિદ્ધ છે, તે કારણથી હું સૌને એનો જ ઉપદેશ આપું છું." શ્રી વિજ્યના આ ઉત્તરથી તે મોટા પુત્રે પુનઃ પણ પોતાના પિતાને પૂછ્યું કે- “હે પિતાજી ! આપ કહો છો કે-એવાત આપને અનુભવસિદ્ધ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે, તો આપને એ વાત કેવી રીતિએ અનુભવસિદ્ધ છે એ આપ મને કહો : કારણ કે એ આપનો અનુભવ જાણવાનું મને કૌતુક છે.” આ પ્રમાણે અતિ આગ્રહપૂર્વક પૂછતા પોતાના મોટા પુત્રને શ્રી વિજય કહે છે કે- “મેં તને કહેલું જ છે કે- “બોલવાથી નહિ બોલવું સારૂં, પૂછવાથી નહિ પૂછવું સારું અને સાંભળવા કરતાં નહિ સાંભળવું સારૂં' આ કારણથી એ અનુભવને જાણવા માટે આગ્રહ કરવાએ કરીને સર્યું : અર્થાતુતું હવે એ વાતને જાણવાનો આગ્રહ છોડી દે.” પોતાના પિતાના એ ઉત્તરથી, શ્રી વિજયના મોટા પુત્રનું કુતૂહલ અતિ મજબૂતપણે વધવા લાગ્યું. જે વાતને સામો માણસ પૂછવાની ના કહે, તે વાત પૂછવાની અધિક ને અધિક વૃત્તિ થાય, એવું સામાન્ય માણસો માટે ખૂબ જ બને છે. શ્રી વિજયના પુત્ર માટે પણ એમ જ બન્યું. પોતાના પિતાના અનુભવને જાણવાનું જેનું કુતૂહલ ખૂબ ખૂબ વધ્યું છે, એવો તે પુત્ર વારંવાર એ અનુભવને જાણવાની જ ઝંખના કરે છે. આ રીતિએ પોતાના અનુભવને જાણવા માટે અતિ આદરવાળા બનેલા પોતાના પુત્ર દ્વારા વધુને વધુ આગ્રહ કરવાથી, પોતાના તે અનુભવને કહેવાની ઇચ્છા નહિ હોવા છતાં પણ, તેવી જ કોઇ ભવિતવ્યતાના પ્રતાપે શ્રી વિજય શ્રેષ્ઠિએ પણ પોતાનો તે અનુભવ પોતાના તે વડિલ પુત્રની સમક્ષ કહ્યો. પોતાનો અનુભવ કહેતાં શ્રી વિજયશ્રેષ્ઠી પોતાના પુત્રને કહે છે કે “હે પુત્ર ! પહેલાં તારી માતાએ મને વિકટ કુવામાં નાખી દીધો હતો, પણ એ વાત મેં તેણીને પણ કહી નથી અને એથી જ આ સુંદર પરિણામ આવ્યું છે. મેં તારી માતાને પણ જે ન કહ્યું, તે સુખાવહ જ થયું. આ કારણે તારે પણ આ વાત અન્ય કોઇને કહેવી નહિ.” - આ બનાવ કોઇ તેવી વિચિત્ર ભવિતવ્યતાના યોગે જ બનવા પામ્યો છે, એમ માન્યા વિના ચાલે તેવું નથી : અન્યથા, શ્રી વિજયશ્રેષ્ઠી જવાના મુખમાંથી આ વાત નીકળવી, એ કોઇ પણ રીતિએ સંભવિત ન હતી. આ વાત જાણ્યા પછી, શ્રી વિજયશ્રેષ્ઠીનો તે મોટો પુત્ર ઓછી મતિવાળો Page #234 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હોવાથી, તેને હૃદયમાં રાખી શકયો નહિ. જો કે-તેણે અન્ય કોઇને એ વાત નથી કરી, પણ કોઇ એક દિવસે ઓછી મતિવાળા તેણે હસીને પોતાની માતાને જ પૂછ્યું કે “હે માતા ! શું એ સાચું છે કે-તેં મારા પિતાને કુવામાં નાખ્યા હતા ?" ૨૨૭ પોતાના પુત્રનો આવો પ્રશ્ન સાંભળીને, તેની માતા આશ્ચર્ય પામી અને તેણી પોતાના પુત્રને પૂછે છે કે “હે પુત્ર ! તું આ વાત ક્યી રીતિએ જાણે છે ? અર્થાત્- તેં આ વાત શાથી જાણી !" પૉતાની માતાએ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર આપતાં, તે પુત્ર પણ કહે છે કે “મને આ વાત મારા પિતાએ જ કહી છે : આ વાત હું મારા પિતાના વચનથી જ જાણું છું." પોતાના પુત્રના આ કથનથી ગોશ્રી ખૂબ જ લજ્જાને પામી. વિચાર કરો કે-ગોશ્રીનું હૈયું કેવું પરિવર્તન પામી ગયું છે ! તે સમયે જે ભયંકર કૃત્ય આચરતાં પણ ગોશ્રીને સંકોચ નહોતો થયો, તે જ કૃત્યની વાત સાંભળતાં પણ આજે તે ખૂબ જ લજ્જાને પામે છે. ગોશ્રી એવી તો ભારે લજ્જાને પામી કે-તેના યોગે તેણીનું હૃદય ધસ દઇને ફુટી ગયું અને હૃદય ફૂટવાથી તેણી મૃત્યુ પામી. આથી એકદમ ઘરમાં હાહાકાર મચી ગયો. એ હાહાકારને સાંભળીને વિજ્યશ્રેષ્ઠી પણ ત્યાં આવ્યા અને અચાનક ગોશ્રીનું મૃત્યુ શાથી થયું -તેની તપાસ કરતાં, તેમણે સાચી હકીકત જાણી એ જાણીને તેમને ખૂબ જ વિષાદ થયો અને દુ:ખથી તે ઝુરવા લાગ્યા. તેમને લાગ્યું કે- ‘આ મારો જ દોષ છે હું ગંભીરતાજાળવી શક્યો નહિ, તેનું જ આ ફલ છે. ખરેખર, હું ખૂબ જ તુચ્છ આશયનો માણસ છું.' આમ તે પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી પોતાની પત્નીના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મૃતકાર્યને કરીને તેમણે પોતાના આત્માને શુદ્ધ બનાવવાને માટેનો, દીક્ષા ગ્રહણ કરીને ભરચક પ્રયત્ન આદર્યો. મોક્ષે નહિ જષામાં સહાયભૂત ગુણોનું વર્ણન દુષમકાલના જીવોનું ગુણવર્ણન : એ જ કારણે પરમ ઉપકારી મહાપુરૂષ કહે છે કે“मन्ने कलिकालजिआ सेवयजणवच्छला अचलचित्ता | निल्लोहा य अकिविणा, साहसिया नेरिसा पुट्वि ।।३।।" હું માનું છું કે-કલિકાલના જીવો “રાગાદિ સેવકજન પ્રત્યે વત્સલ છે, મિથ્યાત્વાદિકમાં અચલચિત્ત છે, સ્વર્ગાદિકમાં સંતોષને ધરનારા છે, ગર્વાદિકમાં પોતાના સુકૃત્યોનો ઉદારતાપૂર્વક ત્યાગ કરનારા છે અને ઇષ્ટ વિયોગાદિક આપત્તિઓમાં પણ પાપથી ન કરે તેવા સાહસિક છે :' પૂર્વના જીવો એવા પ્રકારના ન હતા.” મોક્ષમાં જતાં રોકનાર અને સંસારમાં રાખનાર- ૧. સેવકજન-વત્સલતા, ૨. અચલચિત્તતા, ૩. નિર્લોભતા, ૪. અકૂપાણતા અને ૫. સાહસિકતા : આ પાંચ ગુણો દુષમકાળના જીવોમાં રહ્યા છે. પહેલો ગુણ સેવકન પ્રત્યે વત્સલતા સેવક કોણ ? રાગાદિ સેવકો ! રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ વિગેરે સેવકોને ? મોહરાજાએ પોતાના એ સેવકોને આત્માની સેવા માટે સેવક તરીકે સોંપ્યા છે. એ સેવકો પ્રત્યે આ કલિકાલના જીવોનું એટલું બધું વાત્સલ્ય છે, કે જેનો સુમાર નહિ. મોહે સમર્પેલા સેવક પ્રત્યેના પ્રેમમાં દુષમકાલના જીવો જરા પણ ખામી નથી આવવા દેતા. એથી જ સેવકનવત્સલ કહ્યા. બીજા ગુણ તરીકે “અચલચિત્તતા' કહી : તે કયાં ? મિથ્યાત્વાદિ પ્રત્યે ! ગમે તેટલા પ્રયત્નો કરો પણ આ જીવોનું ચિત્ત મિથ્યાત્વાદિકમાંથી જરા પણ ચલાયમાન થાય નહિ. મિથ્યાત્વાદિ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ મન, વચન કાયા-નો અશુભ વ્યાપાર તથા પ્રમાદ : પ્રમાદ એટલે Page #236 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૨૯ મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા ! ત્રીજો ગુણ નિર્લોભતા કહો. આ જીવો લોભીયા નહિ. સ્વર્ગાદિ મળે એટલે આનંદ, વધારે લોભ જ નહિ. ચોથો ગુણ અકૃપણતા ! ગર્વાદિક કરવા વડે કરેલાં સુકૃત્યોનો નાશ થાય છે. “હું આવો, મેં આમ કર્યું, તેમ કર્યું' -ઇત્યાદિ કહેવાથી કરેલાં સુકૃત્યો નાશ પામે છે, તે છતાં પણ આ જીવો ઉદાર એવા કે-તેમ કરી તેનો નાશ કરે. એવા કૃપણ નહિ કે-એ નાશ ન થાય માટે ગર્વાદિક ન કરે. પાંચમો ગુણ સાહસિકતા : આ જીવોને સાહસિક પણ કહ્યાા. જેને ભય ન હોય તે જ અયોગ્ય સાહસ કરે, માટે આ જીવો ભય વિનાના. ગમે તેવી આપત્તિ આવે પણ પાપથી જરા પણ ડરે નહિ. પૂર્વના જીવો આથી વિપરીત હતા, માટે એઓને સંસારસુખ મૂકી મૂકીને મોલમાં જવું પડ્યું ! જે મોલમાં ગાડી, ઘોડા, મોટર, બંગલા, બગીચા કશુંએ નહિ ત્યાં જવું પડ્યું. આજના ગુણવાનોને ત્યાં વું પડે તેમ છે જ નહિ એ નક્કી થયું. બહુ ગાંડાને ડાહો ન કહેવાય, પણ ખોટું ન લગાડવા “બહુ ડાહો' કહેવાય ! એવી રીતે આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બહુ ડાહ્યો કહે, ત્યાં બહુ મર્મો સમજવો ૧ બધા જીવોને જે સુખ જોઇએ છીએ તે સુખ મોક્ષમાં છે, પણ સંસારમાં નથી : માટે અનાદિ નગર યાને સંસારનો ત્યાગ થાય તો મોક્ષે જવાય અને એ સુખ મળે, પણ એ સંસારનો ત્યાગ કરવા માટે પણ આ કહ્યા તે ગુણોનો ત્યાગ કરવો પડે અને એ ગુણોનો ત્યાગ આદુષમકાળના જીવોને માટે દુર્લભ છે. મોહરાજા મહા મુત્સદી છે : હવે ગ્રંથકાર પૂર્વના મહાપુરૂષોનાં થોડાંક નામો આપે છે અને કહેવાનું કહે છે. શ્રી નેમિનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી ભરત મહારાજા તથા તેમના ભાઇઓ, શ્રી બાહુબલીજી, શ્રી રામચંદ્રજીના ભાઇ ભરતજી, શ્રી શિવકુમાર, શ્રી પૃથ્વીચંદ્ર, શ્રી થાવસ્ત્રાપુત્ર અને શ્રી જબૂસ્વામી વિગેરે આત્માઓ મોહરાજાએ અનાદિકાલથી સોંપેલા રાગદ્વેષાદિ સેવકોને જાળવી ન શકયા : કારણ કે મહાપુરૂષો રાગાદિ ડાહ્યો હુ ગાંડાને ડાઉનને ત્યાં જ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રત્યે સેવકનવત્સલ નહોતા. તે સેવકન પ્રત્યે વાત્સલ્યનો ગુણ એમનામાં નહોતો. ભગવાન શ્રી નેમનાથસ્વામી તથા ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના નામથી બધા જ શ્રી તીર્થંકર દેવો તથા બીજાઓના નામ વડે બીજા તમામ મોક્ષગામી આત્માઓ લેવા. એ શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધરદેવો, પૂર્વાચાર્યો આદિમાં આ સેવકો પ્રત્યે વત્સલતા હતી જ નહિ, પણ દુઃષમકાળના જીવોને તો તેઓ પ્રત્યે વત્સલતા પૂરેપૂરી છે. રાગદ્વેષાદિ નોકરો છે તો મોહના : પણ આ બધા જીવો મોક્ષમાં ભાગી ન જાય માટે મોહરાજાએ આ બધા પોતાના નામચીન નોકરોને એમના (જીવોના) નોકર તરીકે રાખ્યા. છે. મોહરાજા ઓછો મુત્સદી છે ? પણ જીવો એવા કે-એ સેવકોને જરા પણ તકલીફ ન પડે, એની કાળજી પહેલી રાખે : આપણા આત્માનું ચાહ્ય તેમ થાય તેની પરવા નહિ પણ એને તકલીફ ન પડવા દઇએ એવા ઉપકારી : આવા સેવકનવત્સલ આ કલિકાલના જીવો છે. બધા શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધર દેવો અને બીજા પુણ્ય પુરૂષો તો એવા કે- આવા સેવકોને વગર કારણે લાત મારી મારીને ચાલ્યા ગયા. આ બધા રાદ્વિ વિગેરે સાહ્યબીમાં હતા, સુખમાં હતા, એમને સુખની કમીના ન હતી, છતાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભાદિ સેવકોને લાત મારીને કાઢ્યા. આ સેવકો અનુકૂળ હતા તોય લાત મારીને કાઢી મૂકયા અને પોતે સંસાર છોડી ચાલી ગયા. આના જીવો તો આ સેવકો ઉલટા પડે તોય ઉલટા એને વળગે છે. પોતાને ખરાબ કરીને પણ રાગાદિને બરાબર સાચવે છે ! આ ઓછો સદ્ગુણ છે ? સદ્ગુણ શબ્દ સાંભળી ફુલાતા નહિ હોં ! આ બધા શ્રી તીર્થંકરો અને મુક્તિગામી જીવોએ, અનાદિકાલથી સમર્પાયેલા સેવક રાગાદિ વિષે ઉપદ્રવ મચાવ્યો માટે પ્રેમ ન જાળવી શકયા. અને માટે જ સંસારમાં રહી શકયા નહિ. તમે બહાદૂર ! પેલા આત્માઓને મોહે સંઘર્યા નહિ અને તમને છોડે નહિ ! તમે માલીકનો એવો પ્રેમ મેળવ્યો છે કે-ખામી નહિ. તમારામાં એ યોગ્યતા અખંડપણે આવી છે. પૂર્વપુરૂષોમાં એ ગુણ નહોતો. પૂર્વના પુણ્યપુરૂષોને રાગાદિક સર્વ પ્રકારે અનુકૂળ હોવા છતાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૩૧ તથા ઋદ્ધિ અને સિદ્ધિનો સુમાર ન હોવા છતાં, તેઓ તેની પ્રત્યે વત્સલતા ન રાખી શકયા અને આજના જીવો પાસે તુચ્છ સંપત્તિ પણ રીતસરની નથી હોઇ શકતી. તે છતાં તેઓ પોતાની રાગાદિ પ્રત્યેની વત્સલતા નથી છોડી શકતા. એ કાંઇ નાનીસુની આધીનતા નથી. મોહરાજાની મુત્સદ્દીગીરીમાં ફસી જઇને ખોટી મમતાને આધીન થનારા શુદ્ર સંપત્તિમાં મોટાઇ માનવાના વ્યસની થઇ જાય છે, એટલે એ મોટાઈમાં તેઓનું સઘળું જ સત્ય હરાઇ જાય છે. મોહ૨ાજનો પરિવાર પ્રત્યેક સકર્મક જીવને એક ચિત્તવૃત્તિ રૂપી મહાટવી છે. તેમાં પાંચ પ્રમાદસ્થાનો રૂપી “પ્રમત્તતા' નદી છે. મદ્યાદિ પ્રમાદોનાં આસેવન રૂપ ‘તકિલસિત' નામનો પુલિન છે. પ્રમાદિત્યાગના ઉપદેશ ઉપર અશ્રદ્વાન રૂપ ચિત્તવિક્ષેપમંડપ છે. વૃદ્ધાવસ્થામાં પણ વિરતિનો અનંગીકાર તે રૂપ તૃણાવેદિકા છે. કેવલ યત્નના અભાવે ધનાદિનો નાશ થાય છે, તે વિપર્યાસવિષ્ટર છે ગુર્વાદિએ નિવારણ કરવા છતાં ભુકતોષ્ટિ ભોગોને વિષે પ્રવૃત્તિ, તે અવિદ્યાગાત્રયષ્ટિ છે. સન્નિપાત તે મહામોહ છે. મહામોહના સમાન ગુણવાળી મહામોહની ડાબી બાજુમાં બેઠેલી મહામૂઢતા નામની મહાદેવી છે. તેની નજીક જ અત્યંત કૃષ્ણ વર્ણવાળો સર્વાધિકારી મિથ્યાદર્શન મંત્રી છે. તેના અર્ધાગે રહેલી કુદ્રષ્ટિ નામની તેની ભાર્યા છે. જમણી બાજુએ મહામોહનો રાગકેશરી નામનો જ્યેષ્ઠ પુત્ર છે. તેની જ નજીક લાલ વર્ણવાળા દ્રષ્ટિરાગ, નેહરાગ અને કામરાગ નામના તેનાં ત્રણ મિત્રો છે. રાગકેશરીના સમાન ગુણવાળી મૂઢતા નામની તેની ભાર્યા છે. ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લોભ રૂપ તેના આઠ અપત્યો છે. ડાબી બાજુએ મહામોહનો નાનો પુત્ર તેષગજેન્દ્ર અને એની ભાર્યા અવિવેકિતા છે. ચાર પ્રકારના ક્રોધ અને ચાર પ્રકારના માન, એ આઠ તેના પુત્રો છે. મહામોહની પેઠે લાલ વર્ણવાળો, પુંવેદ, સ્ત્રીવેદ અને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નપુંસકવેદ નામના ત્રણ પુરૂષોથી યુકત અને રતિહાર્યાથી પરિવરેલો કંદર્પ નામનો મંડલિક છે. એની નજીક મૂછતા નામની ભાર્યાથી યુકત હાસ્ય નામનો સુભટ છે. તેની પાસે અરતિ નામની સ્ત્રી છે. તેની નજીક હીનસત્ત્વા નામની ભાર્યાથી યુકત સાત પુરૂષોથી વિટાયેલો ભય નામનો યોદ્ધો છે. તેની આગળ ભવાવસ્થા નામની ભાર્યાથી યુકત શોક નામનો ભટ છે. તેની પાછળ જુગુપ્સા નામની સ્ત્રી છે. વેદિકાની નજીક બેઠેલો સ્પર્શનાદિ પાંચનો પિતા અને રાગકેશરીનો મંત્રી ભોગતૃષ્ણા નામની પોતાની ભાર્યાની સાથે બેઠેલો વિષયાભિલાષ છે. તેની નજીક દુષ્ટાભિસધિ આદિ સુભટો બેઠેલા છે. મહામોહરાનું આ અંગત સૈન્ય છે. વિલોકમંડપમાં બીજા સાત રાજાઓ છે. તેમાં પહેલો મતિજ્ઞાનાવરણાદિ પાંચ પુરૂષોથી પરિવરેલો જ્ઞાનસંવરણ, રાજા છે, બીજો નિદ્રાપંચક અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર મળીને કુલ નવ પુરૂષોથી વિટાયેલો દર્શનાવરણ નામનો છે, શાતા-અશાતા સહિત ત્રીજો વેદનીય નામનો છે, ચોથો દેવ, મનુષ્યાદિ ચાર પરિકરવાનો આયુ નામનો રાજા છે, બેંતાલીશ પુરૂષોથી પરિવરેલો પાંચમો નામ નામનો રાજા છે, ઉચ ગોત્ર અને નીચ ગોત્ર નામના બે પુરૂષોથી યુકત છઠ્ઠો ગોત્ર નામનો રાજા છે અને દાન-લાભાદિ પાંચ પુરૂષો સહિત સાતમો અંતરાય નામનો રાજા છે. એ બધા જનો દ્રોહી છે. સર્વજ્ઞાગમથી ભાવિત પુરૂષો જ માત્ર તેને જીતી શકે છે. બીજા બધાઓ તેનાથી જીતાઇ જઇ આ ભવચક્રપુરમાં અનંત કાળ સુધી અનેક પ્રકારનાં કષ્ટોને પામે છે. સદાચારનું વર્ણન છે. તેમાં પહેલો હિંચક અને શક છે, શાતા દાન ઉભયનું ઉપકારક જઇએ : ધર્મના અર્થી આત્માઓએ “લોકપ્રિયતા' ગુણ પ્રાપ્ત કરવો, એ પણ એક આવશ્યક વસ્તુ છે. આ લોકપ્રિયતા' નામનો ગુણ મેળવવા માટે ઘણું ઘણું કરવું જરૂરી છે. શિષ્ટ લોકમાં પ્રિય બનવા માટે પરનિદા Page #240 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ : ૨૩૩ આદિ ઇહલોકવિરૂદ્ધ કાર્યો, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ કાર્યો અને ધૂત આદિ ઉભયલોકવિરૂદ્ધ કાર્યો જેમ તવાનાં છે : તેમ દાન, વિનય અને શીલ -આ ત્રણને જીવનમાં જીવવાનાં છે. પરનિન્દા આદિ લોકવિરૂદ્ધ કાર્યો, એ શિષ્ટ લોકોને જ્યારે વિમુખ કરનારાં છે. ત્યારે દાન, વિનય અને શીલ એ શિષ્ટજનોને આકર્ષિત કરનારાં છે. દાન, એ ખરેખર એક એવી વસ્તુ છે કે-એની પ્રશંસા ઉપકારિઓએ અનેક શબ્દોથી વર્ણવી છે. દાનથી સત્ત્વો વશ થાય છે, દાનથી વૈરો પણ નાશ પામે છે અને દાનથી પર પણ બધુપણાને પામે છે.' -આ પ્રમાણે ફરમાવીને, ઉપકારિઓ દાનને સતતપણે સારામાં સારી રીતિએ દેવાની પ્રેરણા કરે છે. દાનને ધર્મના આદિપદ તરીકે પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે. ખરેખર, ધર્મના આદિપદ તરીકે ગણાતા દાનને વિધિપૂર્વક આચરવું જોઇએ. લેનારને અને દેનારને-એમ ઉભયને માટે જે દાન ઉપકારક હોય, એ દાનને વિધિપૂર્વકનું દાન કહેવાય છે. દાન પણ રોગગ્રસ્તને અપથ્ય આપવા જેવું ન જ હોવું જોઇએ અને એ જ કારણે મુસલ અને હલ આદિનાં દાનો નિષિદ્ધ છે. વિધિપૂર્વક દેવાએલું સ્વપર-ઉપકારક દાન દારિદ્રનું નાશક બને, એટલે કે-લાભાન્તરાય કર્મના ઉપઘાત દ્વારા આ ભવ અને પરભવમાં વિશિષ્ટ લાભને પમાડી દુર્ગતિનું નાશક બને, એ સ્વાભાવિક જ છે. વિધિપૂર્વકનું દાન જનપ્રિયકર એટલે લોકસંતોષના હેતુભૂત બને તેમજ કીર્તિ આદિનું વર્ધક પણ બને, એમાંય આશ્ચર્ય પામવા જેવું કાંઇ નથી. જો કે-દાનનો સાચો પ્રેમી શ્રીમંતાઇનો કે કીતિ આદિનો અર્થી નથી હોતો : દાન દ્વારા એ કીતિ આદિને કમાવવાની અભિલાષા રાખનારો નથી હોતો, પણ એટલા માત્રથી એ વસ્તુ દાતારને મળતી નથી એવું નથી બનતું. આવા ઉત્તમ દાનની સિદ્ધિ માટે પાત્રાપાત્રનો વિચાર પણ આવશ્યક છે. દયાદાનનો કયાંક નિષેધ નથી, પણ મોક્ષફલક દાન કુપાત્ર અને અપાત્રના ત્યાગની જરૂર અપેક્ષા રાખે છે. મોક્ષલક દાન પાત્રમાં જ હોઈ શકે અને એ પાત્ર ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યતિઓ, એ ઉત્તમ પાત્ર છે : દેશવિરતિધર શ્રાવકો, એ મધ્યમ પાત્ર છે. અને વ્રતાદિને વિષે નિ:સહ છતાં સમ્યગ્દર્શન ગુણથી સમલંકૃત એવા આત્માઓ, એ જ્વન્ય પાત્ર છે. તજ્વા લાયક જે કુપાત્રો તે કુતીથિંકી છે અને અપાત્રો તે હિંસાદિ પાપોમાં પરાયણ, કુશાસના પાઠ માત્રથી સદાય પંડિતમાની અને તત્ત્વથી નાસ્તિક પ્રાય: આત્માઓ છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય : ‘લોકપ્રિયતા' ગુણના અર્થી આત્માએ દાનની માફક વિનયની ઉપાસના પણ અવશ્ય કરવી જોઇએ. વિનય, એ એવો ગુણ છે, કે જે ર્મક્ષય દ્વારા મોક્ષનો સાધક બને છે. આત્મા જેમ જેમ ઉન્નત બનતો જાય છે, તેમ તેમ તેના વિનયની વિશિષ્ટતા વધતી જાય છે. સામાન્ય રીતિએ ‘ઉચિત પ્રતિપત્તિ’ એ વિનય છે અને એ જ વિનય આ સ્થાને અનંત ઉપકારી શાસ્રકારપરમષિઓએ લીધો છે. ખરેખર, ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય, એ શિષ્ટ લોકોનું આકર્ષણ કરનાર હોઇને, એ ગુણથી સંપન્ન આત્મા શિષ્ટલોકમાં અવશ્ય પ્રેમનું પાત્ર થઇ પડે છે. ગન્ધ વિનાનું ચંદન એ જેમ લોકપ્રિય નથી બનતું, તેમ વિનય વિનાનો આત્મા કદી જ લોકપ્રિય નથી બની શકતો. ચંદન ચંદન હોવાથી પ્રીતિનું પાત્ર નથી, પણ તે સુગંધમય છે માટે જ લોકપ્રિય છે. એ જ સ્થિતિ, વિનય માટે સમજ્વાની છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયથી હીન આદમી ગમે તેવો રૂડો-રૂપાળો હોય કે શ્રીમન્નાઇ, ધીમન્નાઇ આદિને ધરનારો હોય, છતાં શિષ્ટનોની પ્રીતિનું પાત્ર નથી બની શકતો. આથી જે આત્માઓ સધર્મની પ્રાપ્તિ અને તેના પરિપાલનના હેતુથી લોકપ્રિયતાને પામવાની ઇચ્છાવાળા હોય, તેઓએ તો જરૂર આ ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયની ઉપાસના કરવી જોઇએ, ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય, એ એટલો જરૂરી અને ઉપકારક છે કે-એનું વર્ણન વાણીમાં ઉતારવું એ પણ મુશ્કેલ થઇ પડે તેમ છે. ‘પ્રતિપત્તિ’ શબ્દના અનેક અર્થો થાય છે : એમાં- ‘ગૌરવ, ક્રિયા, કર્મ, ઉપચાર, સભ્યતાની ચાલ, શાંતિ, કર્તવ્યતાનું જ્ઞાન, પ્રવૃત્તિ, આપવું એટલે કે બક્ષીસ કરવું તે' Page #242 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૩૫ -આ અર્થો પણ છે. આ અર્થો સાથે “ઉચિત' વિશેષણ લાગવાથી કેટલી સુંદર વસ્તુઓ સર્જાય છે, એ વાતને વિચારક આત્માઓ ઘણી જ સારી રીતિએ સમજી શકે તેમ છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણી ઘણી વાતો આવી જાય છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયની ઉપાસનામાં રત આત્મા એવો લોકપ્રિય બની જાય છે, કે જેનું વર્ણન વચનાતીત છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય આત્માને નમ્ર આદિ બનાવે છે અને નમ્રતા આદિ ગુણોને ધરનારો આત્મા શિષ્ટ લોકમાં ખૂબ ખૂબ પ્રિય બને, એમાં તો જાણે શંકાને અવકાશ જ નથી : પણ કેટલાક અશિષ્ટો અને અજ્ઞાન એવા લોકો પણ એમના તરફ સન્માનની દ્રષ્ટિએ જોતા થાય અને પરિણામે એવાઓ પણ પોતાની ભૂલને સમજતા થાય, એ અતિશય શકય છે. નમતા આદિ ગુણોના સ્વામી આત્માન તો, અશિષ્ટો અને અજ્ઞાનો ઉપર કેટલીક વાર અજબ જેવી સુન્દર અસર પડે છે. ગૌરવયોગ્યનું સન્માન : | ‘પ્રતિપત્તિ' નો “ગૌરવ' અર્થ લઇને “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનો અર્થ કરીએ, તો એ સ્પષ્ટ થાય છે કે-એ વિનયને આચરનારો આત્મા ગૌરવને યોગ્ય આત્માઓના ઉચિત ગૌરવને કર્યા વિના રહે જ નહિ. અભ્યસ્થાન વિગેરે દ્વારા સન્માન આપવું, એનું નામ ગૌરવ કહેવાય છે. એવું સન્માન આત્મામાં લઘુતા ધર્યા વિના અને બહુમાનને યોગ્ય એવા આત્માઓ તરફ બહુમાન જન્મ્યા વિના નિષ્કપટભાવે થવું એ શકય નથી. આજનાં સંતાનો માતા-પિતાને અને એવા જ ગૌરવને યોગ્ય વડિલોને નમસ્કાર આદિ કરવામાં પણ નાનમ માનતાં અગર તો બેદરકાર દશા ભોગવતાં જોવાય છે, ત્યારે સ્પષ્ટ લાગે છે કે- આ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય લગભગ નષ્ટ થઈ ગયો છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય જ્યારે સારાં સારાં સ્થાનોમાં પણ નથી જોવાતો, ત્યારે ખરેખર ઘણી જ ગ્લાનિ થાય છે. મૂર્તિમંત વિનય રૂપ મનાતા મુનિઓ પણ જ્યારે આ ઉચિત પ્રતિપાતિ' રૂપ વિનયથી પર દેખાય, ત્યારે તો વિવેકિને ભારેમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભારે ગ્લાનિ થાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. ગૌરવને યોગ્ય આત્માઓના ગૌરવને કરવામાં પણ જેઓ શરમાય છે, તેઓને લજ્જાળુ માવના કે પોતાની જાતને મહાનું માનનારા માનવા એનો વિચાર કરવા બેસીએ, તો આપણને જરૂર બીજી જ વાત તરફ ઢળવું પડે. ગૌરવને લાયક આત્માઓના ગૌરવને કરવામાં શરમ, એ ગુણ નથી પણ અભિમાનજન્ય એક ભયંકરમાં ભયંકર દોષ જ છે. સંતાનો માતાપિતાદિ ગૌરવાઈ વડિલોના અભ્યત્યાન આદિ ઉચિત વિનયને ચૂકે, શિષ્યો ગુરૂના વિનયને ચૂકે અને નાના મોટાના એવા વિનયને ચૂકે, એમાં શરમ કરતાં પણ અહંકારનો ફાળો મોટો હોય છે. આજે આ “ગૌરવ' રૂપ પ્રતિપત્તિનો લગભગ વિનાશ થઇ ગયો છે. પગારદાર એવો નાનામાં નાનો સીપાઇ પણ શિસ્ત આદિને અંગે, પોતાથી સહજ આગળ વધેલા તરફેય જે ગૌરવભર્યું વર્તન કરે છે, તેનો જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે આજનાં સંતાનો અને શિષ્યો આદિના કેટલાક વર્તન માટે ભારે ગ્લાનિ ઉત્પન્ન થયા વિના રહેતી નથી. સ. ત્યાં તો પેટનો સવાલ છે. ગુણ કરતાંય પેટની કિમત જો વધતી હોય, તો પછી કહેવાનું કશું જ રહેતું નથી. પેટ ખાતર ગૌરવ જાળવનારાઓ પણ જો ગુણ ખાતર ગૌરવ ન જાળવી શકે, તો એ ખરે જ ભયંકર દયાપાત્ર આત્માઓ છે. તેઓને ગુણની કશી જ કિમત નથી. એવાઓ તોગુણના વેષી હોવા અગર બનવા એય સુસંભવિત છે. અજ્ઞાનોની વાત દૂર રહી, પરન્તુ પોતાની જાતને સમજુ અને શાણા મનાવતા આત્માઓ પણ જ્યારે “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયને ચૂકતા જોવાય છે, ત્યારે તો તેમની કરપીણ અભિમાનવૃત્તિ ખૂબ જ તિરસ્કારપાત્ર છે, એમ લાગ્યા વિના રહેતું નથી. પોતાની જાતને સમજુ માનનારા આત્માઓ, ગૌરવને યોગ્ય આત્માઓ તરફ ગૌરવભરી રીતિનું વર્તન ન રાખે- એ, એમના સમજુપણાનું કારમું કલંક જ મનાવું જોઇએ. પોતાની અધિક ગુણી આત્માનું ઉભા થઇને સન્માન કરવું તથા Page #244 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૩૭ બીજું પણ ઉચિત સન્માન કરવું, એમાં પોતાની લઘુતા માનનારા. આત્માઓ, પોતામાં ગુણ ન આવે એવી જ પેરવી કરનારા છે. ગુણની સામે પણ અહંકાર, એ તો ગુણની પ્રાપ્તિનો જ વિરોધ છે. જ્યાં નમ્રતાથી બોલવાનું હય ત્યાં ઉગ્રતાથી બોલવું, આજ્ઞા શિરસાવંદ્ય કરવાના સ્થાને ખોટી ચર્ચાઓ કરવી, સૌમ્યભાવે વિનવવાના સ્થાને ઉગ્રતાભરી આજ્ઞાઓ કરવા જેવી રીતિએ વર્તવું અને હાથ જોડીને ઉભા રહેવા યોગ્ય સ્થાને પણ અકડાઇભર્યું ઉભું રહેવું, આ વિગેરે એવું છે, કે જે ઉચિત ગૌરવનો વિનાશ કરનાર છે. આ જાતિનું વર્તન મિથ્યાભિમાન સિવાય શકય નથી. ઘમંડીની ક્રિયા ઔચિત્યને લંઘનારી : પ્રતિપત્તિ' થી સૂચિત ક્રિયા, કર્મ અને પ્રવૃત્તિ આ ત્રણ અર્થો જો ઉચિત રીતિએ સર્વ સ્થાને ઉપયોગમાં લેવાય, તો આની સામાન્ય અસર નથી. દરેક સ્થાને ઉચિત ક્રિયા, ઉચિત કર્મ અને ઉચિત પ્રવૃત્તિને આચરનારો આત્મા “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયનો ઘણો જ સુંદર અમલ કરે છે, એ વાત વિવાદ વિનાની છે. આત્મામાંથી મિથ્યાભિમાનનો વિનાશ થયા વિના ઉચિત કિયા, ઉચિત કર્મ અને ઉચિત પ્રવૃત્તિનો અમલ, એ અસંભવિત વસ્તુ છે. ઘમંડીયોની ક્રિયાઓ આદિ ઉચિતપણાને લંઘનારી જ હોય છે. પોતામાં નહિ માઇ શકનારાઓનું વર્તન સદાય ચિત્યથી પર હોય છે. એવામાં જરૂરી શાંતિનો વાસ હોવો શકય નથી અને એ જ કારણે એવા આત્માઓમાં ઉચિત કર્તવ્યતાનું જ્ઞાન નાશ પામેલું હોય છે. ઉચિત શાંતિ અને ઉચિત કર્તવ્યતાના જ્ઞાનથી રહિત બનેલા આત્માઓ વિદ્વાન હોય, લેખકો હોય કે વકતાઓ હોય, તો પણ તેઓ પોતાનું કે પરનું વાસ્તવિક શ્રેય કદી જ સાધી શકતા નથી. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય એ કેટલો જરૂરી છે, એ આ વાત ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. મિથ્યાભિમાનથી જેઓ કર્તવ્યતાનું જ્ઞાન ગુમાવી બેઠા હોય, તેઓમાં સભ્યતાની ચાલ રહેવી એ પણ શકય નથી. સભ્યતાની ચાલ પણ ગુમાવી બેઠેલાઓ પાસેથી ઉચિત ગૌરવની, ઉચિત ક્રિયાની, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઉચિત કર્મની, ઉચિત પ્રવૃત્તિની અને ઉચિત શાંતિની અપેક્ષા રાખવી, એ કોઇ પણ રીતિએ શકય નથી. સભ્યતાની ચાલને ગુમાવી બેઠેલાઓનું દાન પણ દીપતું નથી અને એવા પ્રસંગ આવ્યે નિદ આદિ ઇહલોકવિરૂદ્ધ, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ અને ધૂત આદિ ઉભય લોકવિરૂદ્ધ કાર્યો પણ ન કરે, એમ માનવાને કોઈ જ કારણ નથી. ખરેખર, આ “ઉચિત્ત પ્રતિપતિ રૂપ વિનયમાં ઘણું ઘણું આવી જાય છે. કર્તવ્યતાના જ્ઞાન વિના સાચી ઉદારતા આવવી નથી અને એ વિના ત્યાગ રૂપ દાન ન આવે અને એના વિના સાચી નમતા આદિ ગુણો દૂર રહે, એ પણ બનવાજોગ છે. સેવ્યની સેવા : કર્તવ્યતાના જ્ઞાનથી પરવારેલા આત્માઓમાં “પ્રતિપત્તિ' નો અર્થ જે ઉપચાર, તે પણ આવવો શકય નથી. ઉપચારના પણ અનેક અર્થો છે. તેમાં - “સેવા, વ્યવહાર, ધર્મનું અનુષ્ઠાન અને યથાર્થ બોલવાથી સંતોષ પમાડવો.' -આ અર્થો પણ છે. જેઓ કર્તવ્યતાના જ્ઞાનથી જ બેનશિબ રહેવા પામ્યા હોય, તેઓ સેવાના પાત્રની ઉચિત સેવા રૂપ “ઉચિત પ્રતિપત્તિ કયી રીતિએ કરી શકે? ગમે તેની પાસેથી સેવા લેવી, એ જ મનોદશામાં માલનારાઓ સેવ્યની ઉચિત સેવા કરવાને સજ્જ થાય, એ એટલું બધું અસંભવિત છે કે જેની વાત જ ન થાય. સેવ્યની સેવા કરવામાં પણ નાનમ માનનારા અને નિરૂપાયે કરવી પણ પડે તો તેમાં પણ દમભનો આશ્રય લેનારા પામરો, આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયથી પરવારેલા જ છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આ સેવન માટે સાચા સેવક બનવાની જ ભાવનાથી ઓતપ્રોત બનવું પડશે. સાચા સેવકો માટે જ સાચું સેવ્યપણું છે, પણ સેવ્ય બનવાની લાલસામાં જ મરી રહેલાઓ તો સેવાથી બેનશિબ રહે છે, એટલે સેવ્યપણું તો નથી જ પામતા પણ એવી ગુલામી પામે છે કેજેના નામથી પણ કમ્પારી છૂટે. સેવ્યોની ઉચિત સેવાથી દૂર ભાગનારાઓને, મોહે ઉપજાવેલી એવી એવી ગુલામીઓ કરવી પડે છે કે-જે ગુલામી કરતાં અનંત કાલ સુધી એ આત્માઓને અનીચ્છાએ પણ નરકનિગોદ આદિની Page #246 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૩૯ ભયંકર દુઃખમય મુસાફરી કરવી પડે છે અને કારમી રીતિએ સડવું પડે છે. જે આત્માઓને સેવ્યોની સેવા કરવી નથી ગમતી અને સેવ્યો પાસે પણ સેવા કરાવવી ગમે છે, તે આત્માઓ એ એવા આત્માઓ છે કે-એમનાથી ઉચિત વ્યવહારનું પાલન કે ઉચિત ધર્મના અનુષ્ઠાનનું આચરણ થઇ શકતું જ નથી. ઉચિત વ્યવહારના પાલન માટે અને ઉચિત ધર્માનુષ્ઠાનના આચરણ માટે આત્મામાં ઘણી નમતા આવશ્યક છે. એના વિના યથાર્થ બોલીને કોઇને પણ સાચો સંતોષ પમાડવો કે બક્ષીસને યોગ્ય હોય તેને ઉચિત બક્ષીસ આપીને “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય સેવવો એ શકય નથી. ખરેખર, ગુણહીન આત્માઓ જ્યારે અનધિકારપણે ગુણમય સ્થાને આવી પડે, ત્યારે તેઓ આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ ગુણનું ખૂન કરીને ગુણમય સ્થાનને કલંકિત કરવાનું મહાપાતક ઉપાર્જ છે અને એથી તેઓ આ અનાદિ-અનંત એવા ભવસાગરમાં રૂલનારા જ બને છે. આ ગુણ વિનાના આત્માઓ સાચી રીતિએ ધર્મ પામવાની કે પાળવાની લાયકાત ધરાવતા નથી અને કદાચ ધર્મ પામી જાય તો તે પછી પણ જો આ ગુણને ન પામે તો પામેલા ધર્મને કારમી રીતિએ હારી, જાય છે અને અનંત કાલ સુધી પણ સંસારમાં રખડી જાય છે. ચન્દનમાં ગંધ તેમ માણસમાં વિનય : - આટલા વર્ણન પછી તમને સમજાશે કે- “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણા ઘણા ગુણો સમાવિષ્ટ થાય છે. આવો વિનય શિષ્ટ લોકોનું વધુ આકર્ષણ કરે અને પોતાના સેવને અધિક અધિક લોકપ્રિય બનાવે, એ વાતમાં શાણાને તો શંકા થાય જ નહિ. સ. “લોકપ્રિયતા' ગુણનું વર્ણન તો ગજબ છે. આથી તમને ખાત્રી થઇ ગઇ હશે કે-લોકપ્રિય બનવા માટે જેઓ ધર્મથી પણ વિરૂદ્ધ વર્તન કરનારા છે, તેઓ “લોકપ્રિયતા' ગુણને પામી શકતા જ નથી : એટલું જ નહિ પણ સાચી લોકપ્રિયતા તેવા આત્માઓથી દૂર જ રહે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ, એમ જ બને. લોકપ્રિય બનવા માટે જેમ નિન્દા આદિ ઇહલોકવિરૂદ્ધ કાર્યો, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ કાર્યો અને જુગાર આદિ ઉભયલોકવિરૂદ્ધ કાર્યો તજવાં એ આવશ્યક છે, તેમ ત્યાગમય દાન સાથે આ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે કર્તવ્યતાનું જ્ઞાન મેળવવું પડશે : ઉચિત શાંતિના ધારક બનવું પડશે : ઉચિત વ્યવહાર, ઉચિત ક્રિયા અને ઉચિત પ્રવૃત્તિમાં જ મગુલ રહેવું પડશે. ઉચિત ધર્મનું અનુષ્ઠાન પણ આચરવાની આવશ્યકતા, “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે છે જ. ઉચિત સ્થાને બક્ષીસને યોગ્ય આત્માને ઉચિત બક્ષિસ આપવામાં અંતરાય કરતી કૃપતાનો ત્યાગ કરવો, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે અતિ જરૂરી છે. ઉચિત સભ્યતાની રીતિને આંચ ન આવે એવી જાતિનું વર્તન ઘડવું, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે ઘણું જ જરૂરી છે. સેવાયોગ્યની સેવા કરવાના ઉલ્લાસ વિના “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું આસેવન શકય નથી. બોલતાં પણ એવું જ શીખવું પડશે, કે જેથી વિના કારણે કોઇને અસંતોષ ન થાય. ગૌરવને યોગ્ય આત્માઓનું સન્માન, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે ઉપયોગી છે. આ જાતિના વર્તનથી બેદરકાર બનેલા આત્માઓ અનુચિત વર્તનને કરનારા હોય છે અને એથી તેઓ સાચી લોકપ્રિયતાને પામી શકતા નથી તેમજ પોતાના પણ શ્રેયને સાધી શકતા નથી. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના સ્વરૂપને જાણ્યા પછી સમજી શકાય તેમ છે કેઇહલોકવિરૂધ, પરલોકવિરૂદ્ધ અને ઉભયલોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરનાર અને ત્યાગ રૂપ દાન કરનારો આત્મા તથા માનાદિ અનેક દોષો ઉપર વિજય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો આત્મા જ આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું યથાર્થ રૂપમાં આસેવન કરી શકે છે. ખરેખર, “ગંધથી ચંદન લોકપ્રિયપણાને પામે છે, સૌમ્યતાથી ચંદ્ર લોકપ્રિયપણાને પામે છે અને મધુર રસથી અમૃત લોકપ્રિયપણાને પામે છે : એ જ રીતિએ ભુવનમાં Page #248 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૪૧ માણસ વિનયથી લોકપ્રિયપણાને પામે છે.” આ વાતમાં આ રીતિનું વિનયનું સ્વરૂપ જાણ્યા પછી તો જરા પણ સંશય રહેવા પામે તેમ છે નહિ. ચંદનની લોકપ્રિયતા ચંદનને નહિ પણ સુગંધને આભારી છે, ચંદ્રની લોકપ્રિયતા ચંદ્રને નહિ પણ સૌપતાને આભારી છે અને અમૃતની લોકપ્રિયતા અમૃતને નહિ પણ મધુર રસને આભારી છે : એ જ રીતિએ આત્માની લોકપ્રિયતા પણ એના “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયને આભારી છે. આ ગુણ પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે શિષ્ટ લોકમાં લોકપ્રિય બનવા ઇચ્છતા આત્માને માટે ખૂબ જ આવશ્યક છે. મુક્તિના ધ્યેયને સુનિશ્ચિત બનાવો : આજીવિકાના અથિપણાથી અગર તો પીદ્ગલિક સ્વાર્થના હેતુથી બીજાઓને ખૂશ કરવા અગર તો પોતાની જાળમાં ફસાવવાને માટે પણ વિનય હોઇ શકે છે, પરન્તુ “ઉચિત પ્રતિપત્તિ' નું ઉપકારિઓએ જે જાતિનું વર્ણન કર્યું છે, તે જોતાં તેઓમાં “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય હોઇ શકતો નથી. અવસરે તેઓ કારમા અવિનયશીલ પણ બની શકે છે. આજે તેઓ જેનું ભવ્ય સન્માન કરતા હોય છે, તેનું જ કાલે ગરજ સરતાં કારમું અપમાન પણ કરનારા બને છે. આત્માના કલ્યાણનો હેતુ, એ દરેક ધર્માનુષ્ઠાનમાં કેટલો બધો આવશ્યક છે, એ વાત આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે. પેટ માટે વિનયશીલ બનનારાઓ પણ જ્યારે ગુણિજનોની અવગણના કરે છે, ત્યારે તો તેઓ ગુણશ્લેષી અને નાસ્તિક જેવાં આપોઆપ પૂરવાર થઇ જાય છે. કેટલાકો પોતાનું ધાર્યું કરાવવા માટે પણ વિનયશીલ બનનારા હોય છે : કારણ કે એ રીતિએ તેઓ સામાના પ્રેમને સંપાદન કરી તેની પાસે ધાર્યું કરાવી શકે છે. વિનયની આ પણ એક મહત્તા છે કે-કેવળ આજીવિકાના અર્થીિઓને અને બીજાઓને ખૂશ કરી તેમની પાસે ધાર્યું કરાવવા ઇચ્છનારાઓને પણ વિનયનો આશ્રય સ્વીકારવો પડે છે. આથી એ પણ સમજી શકાશે કે વિનયમાં લોકપ્રિયતા પમાડવાની કેટલી બધી તાકાત રહેલી છે. આવા વિનયને જો ઉપકારિઓની Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આજ્ઞા મુજબ આત્મકલ્યાણના હેતુથી સેવાય, તો મીના શી રહે ? પણ આત્મકલ્યાણની ચિન્તા કેટલાને ? આત્મકલ્યાણની ચિન્તા વિનાના આત્માઓ ગમે તેવા શ્રીમંત અગર સત્તાધીશ હોય તો પણ અમૂક અમૂક પ્રકારે તો તેમને વિનયને સેવવો જ પડે છે : પણ સ્થિતિ એ થાય છે કેતેમને અયોગ્યોનું પણ સન્માન આદિ કરવું પડે છે અને યોગ્યોનું અપમાન કરતાં તેઓ ખચકાતા નથી. આથી તેનો એ વિનય પણ તેમના કારમા અહિતનું જ કારણ બને છે. ખરેખર, અયોગ્ય આત્માઓ પોતાની અયોગ્યતાથી દરેક સારી પણ ક્રિયાને પોતાને માટે ડૂબાવનારી બનાવી દે છે. અયોગ્ય આત્માઓની સારી પણ ક્રિયા તેમના નાશનું કારણ બને, એમાં દોષ તે તે ક્રિયાઓનો નથી, પણ તે તે આત્માઓની અયોગ્યતાનો જ છે. એવી અયોગ્યતા ટાળવાને માટે કલ્યાણના અર્થી આત્માઓએ ખૂબ જ પ્રયત્ન કરવો જોઇએ અને એ માટે મુકિતના ધ્યેયને સુનિશ્ચિત બનાવી દેવું જોઇએ. મુકિતના ધ્યેયને સુનિશ્ચિત બનાવનારા આત્માઓ ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયની ઘણી જ સુન્દર રીતિએ આરાધના કરી શકે છે. પહેલો સદાચાર-લોકાપવાદભીરૂપણું : લોકપ્રિયતાના ગુણ પામવાને માટે ત્રણેય પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનું ફરમાવનાર, પરમ ઉપકારી, શાસ્રકારપરમષિએ ધર્મરત્નના અર્થી આત્માઓને દાન, વિનય અને શીલથી પરિપૂર્ણ બનવાનો પણ ઉપદેશ આપ્યો છે. દાન અને વિનયનો વિચાર કર્યા પછી, હવે આપણે શીલ વિષે પણ કાંઇક વિચારી લઇએ. અહીં ‘શીલ' નો અર્થ કરતાં ઉપકારી પરમષિઓ ફરમાવે છે કે-શીલ એટલે સદાચારપરતા સદાચાર કાંઇ એક પ્રકારનો નથી. એના પ્રકારો અનેક છે અને ભૂમિકાભેદે એ ભિન્ન ભિન્ન પણ હોઇ શકે છે. આત્મા જેમ જેમ ઉન્નત બને, તેમ તેમ તેના સદાચારો પણ ઉન્નત બને-એ સ્વાભાવિક છે. આ સ્થાને ‘લોકપ્રિયતા’ નામના ગુણ માટે ઉપયોગી થઇ પડે એવા થોડાક સદાચારો આપણે જોઇએ. આપણે આ સ્થાને એવા એવા સદાચારો વર્ણવવા છે, કે જે Page #250 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૪૩ સદાચારોથી લોકપ્રિયતા ગુણ મેળવવા માટે જે જે વસ્તુઓ પહેલાં વર્ણવવામાં આવી છે, એને ખૂબ ખૂબ પુષ્ટિ મળે. એવા સદાચારોમાં પ્રથમ નંબરનો સદાચાર છે- ‘લોકાપવાદભીરૂપણું' ખરેખર, આ એક એવો સંદાચાર છે કે- જો આ સદાચાર જીવનમાં આવી જાય, તો આત્મા અનેક પ્રકારનાં અકાર્યોથી બચી જાય છે. શાણા લોકોમાં એવા માણસની અપકીતિ થાય છે, કે જે માણસ અકરણીય કાર્યોનો જીવનમાં અમલ કરે. ‘અપવાદ' ના અર્થોમાં-નિદા, અપકીતિ, મિથ્યાવાદ અને કુત્સિત વાકય- આ અર્થો પણ છે. શાણા માણસો દ્વારા તે જ આદમીની નિના આદિ થવાનો સંભવ છે, કે જે ન કરવા લાયક કાર્યોને કરે. ‘શાણા માણસો મારી નિધ ન થાઓ અથવા અપકીતિ ન થાઓ તથા શાણા માણસોમાં મારો મિથ્યાવાદ થાઓ અને શાણા માણસોને મારે માટે કુત્સિત એટલે ખરાબ વાકય બોલવું પડે એવું મારા જીવનમાં કદી પણ ન બનો !' -આવી ઇચ્છાવાળા આત્મામાં જ ‘લોકાપવાદભીરૂપણું' આવી શકે છે. આ જાતિનું ‘લોકાપવાદભીરૂપણું' એ એક એવો સદાચાર છે, કે જે સદાચાર આત્માને અનેકવિધ સદાચારોનો ઉપાસક બનાવી દે છે. ધર્મના અર્થી આત્માઓને મન લોકાપવાદ એ મરણથી નિવિશેષ છે. સજ્જન લોકમાં અપવાદને પેદા કરનારાં કાર્યોનો, ધર્મના અર્થી આત્માઓએ અવશ્ય ત્યાગ કરવો જોઇએ. લોકમાં અપવાદને પેદા કરવાના સ્વભાવવાળાં કાર્યો કરવામાં જેઓને આનંદ આવે, તેઓનું દાન અને તેઓનો વિનય પણ શોભાયુકત ન બની શકે એ સહજ છે. ત્યાગવૃત્તિવાળું દાન અને ‘ઉચિત પ્રતિપત્તિ’ રૂપ વિનય જો સાચા સ્વરૂપમાં આવે, તો ‘લોકાપવાદભીરૂપણું' આવવું એ તર્દન સ્વાભાવિક છે. જેઓ શાણા લોકોમાં અપવાદ ન્મે એવાં કાર્યો કરવામાં રકત હોય છે, તેઓ ખરેખર કોઇ જૂદી જ મનોદશાવાળા હોય છે. એવી અયોગ્ય મનોદશાને તજી દેવી, એ ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવા ‘લોકપ્રિયતા' નામના ગુણને મેળવવાને માટે અતિશય આવશ્યક છે. શિષ્ટનોમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અપવાદને પેદા કરનારાં નિધ કાર્યોનો ત્યાગ કેવળ અપવાદના ડરે જ કરવાનો છે એમ નથી, પણ અહીં એની પ્રધાનતા છે એમ સમજ્જાનું છે. શિષ્ટ લોકમાં અપવાદ થાય, એ ધર્મી અગર તો ધર્મના અર્થી આત્માને પસંદ હોય જ નહિ, એટલે લોકાપવાદભીરૂતા એ પણ એક જાતિનો સદાચાર જ છે. એ સદાચારને સેવનારો આત્મા કાંઇક પણ સારી મનોવૃત્તિને ધરનારો હોય જ છે અને એથી તેનામાં બીજા પણ અનેક સદાચાર સહેલાઇથી આવે બીજે સદાચાર-દીનોદ્ધારનો આદર : લોકપવાદભીરતા' એ જેમ પહેલો સદાચાર છે, તેમ “દીન અને અનાથોનો ઉદ્ધાર કરવામાં આદર' એ બીજો સદાચાર છે. “લોકપ્રિયતા ગુણને મેળવવા માટે આ સદાચાર પણ કેટલો જરૂરી છે, એ વિચક્ષણોને રામજાવવાની જરૂર પડે એમ લાગતું નથી. દીન અને અનાથ એવા આત્માઓ ઉપર ઉપકાર કરવાની, એટલે કે-એવાઓ દીનદશા અને અનાથદશાથી પર થઇ જાય એમ કરવાની મનોદશા ત્યાગ રૂપ દાનના સેવકની અને ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના ઉપાસકની ન હોય, એ બનવા જોગ જ નથી. જેઓ આજે પોતાની જાતને ધર્મી મનાવે છે અને શકિતસંપન્ન છે, તેઓમાંના પણ જ્યારે દીનો અને અનાથો તરફ ધૃણાભરી નજરે જોતા જોવાય છે, ત્યારે તો તેઓ શાણા આત્માની દ્રષ્ટિએ ઘણી જ કનિષ્ઠ કોટિના ભાસે છે. દીન અને અનાથો એ જાણે માણસો જ ન હોય, એવું વર્તત એ માણસજાતને ન છાજે એવો એક ભયંકર જાતિનો અનાચાર જ છે. દીન અને અનાથ દશાને ભોગવતા આત્માઓની દીનદશા અને અનાથદશા જેઓનું હૃદય પીગળાવતી નથી, એવા આત્માઓ ધર્મની પ્રાપ્તિ માટે લાયક હોય એ સંભવતું નથી. એવા નિર્દય આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બને, એ કલ્પના જ વાહીયાત છે. દીનો અને અનાથોને જોઇને આર્ટ હૃદયવાળા બનવાને બદલે જેઓ તિરસ્કારયુકત બને છે, તેઓ માણસો નથી પણ માણસના રૂપમાં રહેલા ભયંકર જાતિના રાક્ષસો છે, એમ કહેવું Page #252 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક બાગ-૧ ૨૪૫ એમાં જરાય અતિષશયોકિત જેવું નથી. અનુકમ્પા, એ તો આર્યહૃદયનો અલંકાર છે. દીન અને અનાથ અત્માઓના ઉદ્ધારનો આદર જભ્યા વિના એ અલંકારનું અસ્તિત્વ જ નથી હોતું. અનુકમ્પા, એ સદાય આર્યહૃદયને આર્ટ બનાવી રાખે છે. શિષ્ટ આત્માઓ સદાય અનુકમ્માભાવથી ઓતપ્રોત હોય છે. અનુકમ્પાથી ઓતપ્રોત એવા હૃદયના સ્વામી બનેલા શિષ્યોની પ્રીતિ કદી જ અનુકમ્પાના વરિઓ ઉપર ઢળતી નથી. અનુકમ્પાના વરિઓ ગમે તેવા હુંશિયાર આદિ હોય, તે છતાં પણ શિષ્ટો તેમને શ્રાપ રૂપ ગણે છે. આના યુગમાં મનુષ્યદયાના નામે આ અનુકશ્માની કારમી કતલ થઇ રહી છે. આજે શુદ્ર જીવોને જાણે જીવવાનો હક્ક જ ન હોય, એવી જાતિની મનોદશાને આજના શિક્ષિત ગણાતા ગુલામો સેવી રહ્યા છે. ક્રોડોની સંખ્યાવાળા હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરવાની વાતો કરનાર પણ આજના કેટલાક આગેવાન ગણાતા આદમીઓ, શુદ્ર જીવોના વિનાશમાં જાણે પાપ જ ન માનતા હોય, એવા નિષ્ફર હૃદયના સ્વામી બનેલા જોવાય, ત્યારે સહજ રીતિએ એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે-આવાઓ હિન્દુસ્તાનનો કયી જાતિનો ઉદ્ધાર કરવા માગે છે ? કૂતરાં મારવાં, વાંદરાં મારવાં, વાછરડા મારવા, ઉંદરો મારવા કે અન્ય ક્ષુદ્ર જતુઓના સંહાર કરવા, એ તો એમને મન જારી રમત જ હોય એવું બની ગયું છે. આવા લોકોના અંત:કરણમાં અનુકમ્પા હોવી કે સાચા રૂપમાં માનવદયા પણ હોવી, એ વાત કોઇ પણ રીતિએ બંધબેસતી લાગતી નથી. એવાઓ અવસર આવ્યે માનવોની કતલનાં કામોની પણ અનુમોદના કરવાનું કામ કરતાંય ન કંપે, એવા જ અનુકમ્પાહીન હૃદયને ધરનારા હોય તે સ્વાભાવિક છે. ધર્મી રાજાઓને યુદ્ધ કરવાં પડતાં, પણ તેઓ હૃદયમાં રહેલા ધર્મના પ્રતાપે યુદ્ધનાં અનુમોદનોથી સદાય કંપતા રહેતા : પણ આજના અહિંસાના નામે લોકપૂજા લૂંતા એવા અનુકમ્પાહીન પણ હોય છે કે-મુખેથી યુદ્ધનો વિરોધ કરવા છતાં પ્રસંગ પામી એના પ્રશંસક તથા પ્રેરક પણ બને ! એટલું જ નહિ, પણ પાછા એમાં ધર્મ પણ મનાવે, એવી જાતિના એ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અહિંસાના ઠેકેદાર હોય છે. એ માનવોમાં માનવતાનો વાસ હશે કે નહિ, એ પણ વિચારણીય વસ્તુ જ છે. એવાઓની મહત્ત્વાકાંક્ષા આદિ એવું કારમું હોય છે કે-તેઓ અવસર આવ્ય અનુકમ્પાનું પણ લીલામ કરતા હોય, તો તેમાં સુજ્ઞોને લેશ પણ આશ્ચર્ય થાય નહિ. એવાઓની અહિસાને ચકોર રાજ્યાધિકારિઓ પણ હૃદયમાં રહેલી હિંસકભાવનાને ઢાંકવા માટેના બુરખા તરીકે ઓળખી ચૂકેલ હોય છે. માત્ર અજ્ઞાન અને દુન્યવી સ્વાર્થથી પ્રેરાએલા નો જ એવી અહિંસાની વાતોથી મુંઝાઇ જાય છે અને અહિંસક તરીકે ઓળખાવાતી પણ વસ્તુતઃ હિસંક એવી કાર્યવાહીને ધર્મ રૂપ માની લેવાની ભૂલ કરે છે. આ રીતિએ પણ અનુકમ્પાની કતલ થઇ રહી છે, એ સમજવાની ખૂબ જ જરૂર છે. હિંસક પ્રવૃત્તિ કરતાં પણ હિંસાને અહિસા તરીકે જણાવી લોકહૃદયમાં તેવી માન્યતા દ્રઢ બનાવવી એ ભયંકર પાપ છે, પણ એવાઓને પાપની સાચી દરકાર જ કેટલી હોય છે ? પાપભીરુ તરીકે પોતે પોતાની જાતને ઓળખાવવી એ એક વાત છે અને પાપભીરૂ બનવું એ બીજી વાત છે. જે કોઇ પોતાને પાપભીરૂ તરીકે ઓળખાવે, તે સર્વ પાપભીરૂ જ હોય, એમ માની લેવાની ઉતાવળ કરવા જેવું નથી. કોમળ અને કઠોર હૃદય : દયાળુ હૃદયને જાણવાનું સાધન આ- “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો સદાચાર છે. બળવાનને નમી પડનારા અને સત્તાધીશો આગળ કોમળ શબ્દો બોલનારા દયાળુ જ હોય એમ માની લેવા જેવું નથી. એવાઓ તો ઘોર ઘાતકીઓ પણ હોઇ શકે છે. ઘાતકી મનોદશા ધરાવનારા આત્માઓ પણ બળવાનો સમક્ષ નમ્રદશાને ધરનારા હોય છે. બળવાન મારવા આવે ત્યારે પીઠ ધરનારા મળવા કઠીન નથી. સમર્થ આગળ એક ધોલ ખાઇને બીજો ગાલ ધરનારા આ જગતમાં જરૂર મળી શકે છે. સત્તાધીશોની ગોળીઓ ખાવાની વાત કરનારા પણ અનુકમ્માશીલ જ હોય, એમ માનવાને લલચાવા જેવું નથી. સત્તાધીશોના જુલ્મને શાંતિથી સહવાની સલાહ આપનારા પણ, શાકભાજીની વાડીમાં વાંદરાઓ શાકભાજી Page #254 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૪૭ ખાઇ જાય, એથી એને મારી નાખવાની સલાહ આપવાજોગા કસાઇઓ રા પણ કંપ્યા વિના બની શકે છે ! મચ્છર આદિથી રોગ થાય છે' - એમ જણાવી એ જીવોને મારી નાખવાની સલાહ પણ એવાઓ ઘણી જ ધીઢાઇથી આપી શકે છે ! “કુતરાં ભસીને ઉંઘ બગાડે છે અને કદાચ હડકાયાં થાય તો જાનને પણ જોખમમાં મૂકે એવો સંભવ છે, માટે તેઓને દયાળુઓ પાળવા ઇચ્છે તો પાળવા દેવાં, નહિ તો મારી નાખવામાં હરકત નહિ' એવી સલાહ પણ એવાઓ હસતાં હસતાં આપી શકે છે ! અને ઉદરો આદિ પણ ઉપદ્રવ રૂપ હોવાથી તેઓને પણ જીવતા ઉકાળી શકાય અને પછીથી ઘાસતેલ છાંટી બાળી શકાય એમાં હરકત નથી, એમ પણ એવાઓ કહી શકે છે. આવા માણસોમાં અનુકમ્પાનું અસ્તિત્વ માનનારા પણ કારમા અજ્ઞાનથી પીડાતા અને અનુકમ્પાહીન બનેલા જ હોઇ શકે છે. માંસાહારી પ્રજા માટે માંસ પણ ઉપયોગી છે, એવી એવી વાતો બોલવી, એ આજના દયાના પેગમ્બર તરીકે પોતાને મનાવતા આત્મા માટે મુશ્કેલ નથી. ખરેખર, આ જ કારણે કહેવાનું મન થાય છે કે-એવા અનુકમ્પાહીન હૃદયને ધરનારા આત્માઓનાં બીજા સુંદર લખાણો અને સુંદર ભાષણોથી દોરવાઇ એવાઓને દયાળુ માનતાં બચવું એ ઘણું જ શ્રેયસ્કર છે. દીન અને અનાથ ગણાતા આત્માઓ તરફ તેઓનું વર્તન કેવું છે, એના ઉપર જ એમના હૃદયની પવિત્રતાનો આધાર છે. શકિતસંપન્નો આગળ કોમળ રહેનારા હૃદયથી કોમળ હોય છે, એમ માનનારા સાચા અર્થમાં બુદ્ધિશાળી જ નથી. દીન અને અનાથ આગળ કોમળ હૈયું રાખી શકનારા જ સાચા કોમળ હોઇ શકે છે, આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. અહિંસામાં સાચા દિલથી માનનારાઓ, નામના કે અધિકારના મદમાં ચઢી પ્રમાણિક દલીલ કે આધાર વિના મહાપુરૂષો માટે ભૂંડું બોલી, ધર્મી આત્માઓના અંતરને ઘાયલ કરવાનું પાપ કમ્પતાં કમ્પતાં પણ ન કરી શકે. ધર્મશાસ્ત્રોને બાળી મૂકવાનું બોલવું કે મહાપુરૂષો માટે યા તલા બોલવું, એ દયાળુ હૃદયોનું કામ જ નથી. દયાની વાતો Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કરનારા જ્યારે સત્તા પામીને જીવોની કતલમાં ઉત્તેજના થાય એવું આચરે, ત્યારે પણ જેઓને અનુકમ્પાનો અભાવ ન જણાય, એવાઓને દીવાના જ માનવા પડે. દીન અને અનાથના ઉદ્ધારનો પ્રયત્ન, એ અનુકમ્પાને જોવાનો સાચો આરિસો છે. આ કારણે આ “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો બીજો સદાચાર પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે લોકપ્રિયતા' નામના આ ચોથા ગુણને પામવા ઇચ્છનારે જરૂર આત્મસાત્ કરવો જોઇએ. ત્રીજે સદાચાર- કૃતજ્ઞતા : લોકાપવાદભીરૂતા' અને “દીનોદ્વારનો આદર' આ બે સદાચારો પછી ત્રીજો સદાચાર આવે છે- “કૃતજ્ઞતા' એનો ભાવ એ છે કે- “અન્ય કરેલા ઉપકારને બરાબર જાણવો, પણ કદીએ ભૂલવો નહિ.' આ સદાચારને આપણે અહીં વર્ણવતા નથી : કારણ કે-આપણે જે એકવીસ ગુણોનું વર્ણન કરી રહ્યા છીએ, એમાં આગળ ઓગણીસમાં ગુણ તરીકે “કૃતજ્ઞતા' ને સૂચવેલ છે : એટલે એનું વર્ણન એ પ્રસંગે કરવું વધુ ઠીક થઇ પડશે. ચોથો સદાચાર-સુદાક્ષિણ્ય : * ચોથો સદાચાર છે- “સુદાક્ષિણ્ય' એનો અર્થ છે- “ગંભીર અને ધીર ચિત્તના સ્વામી તથા મત્સરરહિત એવા આત્માનો પરના કૃત્ય માટે સ્વાભાવિક જ આગ્રહ અથવા તો તે માટેની સ્વાભાવિક ઉદ્યોગપરતા.' આ સદાચારનું વર્ણન પણ એકવીસ ગુણો પૈકીના આઠમા ગુણમાં આવતું હોવાથી, અત્રે મુલત્વી રાખીએ છીએ. પાંચમો સદાચાર-નિન્દાત્યાગ : - પાંચમો સદાચાર છે- “સર્વત્ર નિન્દાનો સંત્યાગ.' જઘન્ચ કોટિના આત્માઓ, મધ્યમ કોટિના આત્માઓ અને ઉત્તમ કોટિના આત્માઓ, અર્થાત્ - કોઇની પણ નિન્દા એટલે અપવાદ, એનો પરિત્યાગ કરવો એ પણ એક ઉત્તમ કોટિનો સદાચાર છે. આનું વર્ણન તો ઇહલોકવિરૂદ્ધ કાર્યોના વર્ણન પ્રસંગે થઇ ગયું છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ષથી સારી કોની પ્રશંસામાં રસભા માટે પૂર્વ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૪૯ છઠ્ઠો સદાચાર-સાધુપુરૂષોમાં વર્ણવાદ : છઠ્ઠો સદાચાર છે- “સાધુપુરૂષોમાં વર્ણવાદ' નામનો. આ સ્થાને સાધુપુરૂષો' એટલે “સદાચાર સંપન્ન આત્માઓ' એમ સમજવાનું છે. એવાઓનો વર્ણવાદ એટલે તેમની પ્રશંસા. આ સદાચાર આત્માની ઉત્તમતાને પ્રગટ કરનાર ગુણોના અર્થી આત્મા માટે ખૂબ જ જરૂરી છે. સદાચારસંપન્ન પુરૂષોની પ્રશંસામાં રસ ધરનારો આત્મા જ પરનિન્દાના દોષથી સારી રીતિએ બચી શકે છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો સ્વભાવ જેનામાં નથી, તે શિષ્ટપુરૂષોમાં પ્રિય બનવો એ શકય જ નથી. ત્રણે પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગી, ત્યાગ રૂપ દાનનો દેનારો અને ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું આસેવન કરનારો આત્મા, જેમ લોકાપવાદભીરૂપણા રૂપ સદાચારને, દીન અને અનાથના ઉતારના આદર રૂપ સદાચારને, કૃતજ્ઞતા રૂપ સદાચારને, સુદાયિ રૂપ સદાચારને અને સૌ કોઇની નિદાના સત્યાગ રૂપ સદાચારને સેવનાર જોઇએ, તેમ આ “સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસા' રૂપ સદાચારનો પણ ઉપાસક હોવો જોઇએ. આ સદાચાર આત્મામાં અનુપમ કોટિની સુજનતાને જન્માવનાર છે. સદાચારનો પ્રેમી સદાચારસંપન્ન આત્માઓનો પ્રશંસક ન હોય, એ બનવું જ અશકય જવું છે. આ સદાચાર વિનાનો આત્મા કોઇના પણ અપવાદ રૂપ અનાચારનો ત્યાગી બન્યો રહેવો, એ શકય નથી. કોઇની પણ નિર્દથી પર રહેનારો આત્મા સહેલાઇથી આ સદાચારનો ઉપાસક બની શકે છે. આ સદાચાર જેને ભારે પડતો હોય, તેને માટે પ્રથમ જે સદાચારો કહેવાયા છે અને આગળ કહીશું તે સદાચારો પણ ભારે પડવા એ સ્વાભાવિક જેવી વાત છે. સદાચારી આત્માઓની પ્રશંસા, એ સદાચારસંપન્ન આત્માઓની સદાચારસંપન્નતાને અને સદાચારપ્રેમી આત્માઓના સદાચારપ્રેમને સુજ્ઞાત કરનારી છે. સદાચારનો પ્રેમી અને સદાચારનો ઉપાસક, એ તો સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો પૂજારી હોય જ. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસા, એ આત્મામાં સદાચારનો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રેમ ન હોય તો એ પ્રેમને જન્મ આપનાર છે અને સદાચારનો પ્રેમ હોય તો એને ખૂબ ખૂબ પુષ્ટ કરનાર છે. સદાચારનો પ્રેમ, એ વસ્તુ જ એવી છે કેઆત્માને સદાચારસંપન્ન આત્માની પ્રશંસા માટે કર્યા વિના રહે જ નહિ. સદાચારનો સાચો પ્રેમ, આત્માને સદાચારસંપન્ન આત્માઓના ચરણકમળમાં ઝુકતો બનાવી દે છે. સદાચારના પ્રેમથી આત્મા સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો વ્યસની બની જાય છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનું વ્યસન, એ કાંઇ ત્યાજ્ય વ્યસન નથી. એ વ્યસન તો કલ્યાણકામી આત્માઓને કલ્યાણની સાધના માટે, સુરતથી પણ અધિક છે. ધર્મના અર્થી આત્માઓએ તો આ ‘સાધુનોની પ્રશંસા' નામના સદાચારને ખાસ કરીને આત્મસાત્ બનાવી દેવો જોઇએ. આ સદાચારના પ્રતાપે ‘લોકપ્રિયતા' કે જે ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે અતિશય જરૂરી છે, તે સહેલાઇથી મળી શકે છે. સાતમો સદાચાર-આપત્તિમાં અતિ અદીનતા : હવે સાતમો સદાચાર છે- ‘આપત્તિમાં અતિશય અદીનતા.' આ કોઇ સામાન્ય પ્રકારનો સદાચાર નથી. આ સદાચાર તો આત્માને દુ:ખમાં પણ સુખમય બનાવનાર છે. દુઃખમય દશામાં પણ સુખમય દશા ભોગવવાને માટે આ સદાચાર ખૂબ જ જરૂરી છે. આપત્તિમાં પણ અતિશય અદીનતાને ધરનારા આત્માઓ તો શિષ્ટ લોકમાં ખૂબ જ પ્રિય બર્ન, એમાં કાંઇ કહેવાપણું હોય જ નહિ. ખરેખર, આ સદાચાર કોઇ પણ આત્માને આનંદમય રાખનાર છે, આ સદાચાર પામવા માટે સંસારની દુ:ખમયતાનો ખ્યાલ હોવો, એ પણ આવશ્યક છે. એ ખ્યાલના પ્રતાપે, સંસારમાં આપત્તિ એ તો એક સ્વાભાવિક છે એમ એ આત્માને લાગે છે. સંસાર પોતાનો સ્વભાવ ન છોડે, તો આત્માએ પોતાનો સ્વભાવ શું કામ છોડવો ? -આ જાતિની મનોદશા વિના ‘આપત્તિમાં અતિશય અદીનતા' રૂપ સદાચાર આત્મસાત્ થવો, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. આપત્તિના સમયમાં આત્માઓ કેવી કેવી દીનતાને અનુભવે છે, એ વાત તમારા પણ અનુભવથી પર Page #258 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૫૧ નથી. સ, વાત જ ન પૂછો. કારણ કે-જગતુ આપત્તિઓથી ગભરાય છે, પણ આપત્તિઓનાં જે કારણ, તૈના આસેવનથી ગભરાતું નથી. પાપમાં પરાયણ રહેવું અને આપત્તિ ન આવે એમ ઇચ્છવું, એ મૂર્ખતાનું જ લક્ષણ છે. આપત્તિસમયની દીનતા, એ જગતના જીવોની મૂર્ખતા સિવાય અન્ય કશું જ નથી. “આપત્તિ, એ પોતે કરેલ પાપકર્મનું જ પરિણામ છે.' -આ વાત બરાબર સમજાઇ જાય, તો જ એ મૂર્ખતા ટળે, પાપમાં રસ રાખનાર ઇચ્છે કે ન ઇચ્છે તો પણ આપત્તિઓ આવવાની જ ! પાપના પરિણામે આવી પડેલી આપત્તિઓને આનંદપૂર્વક સહવાનો નિશ્ચય કર્યા વિના, ભયંકર જાતિની દીનતા આવ્યા વિના રહેતી જ નથી. ‘આપત્તિમાં, અતિશય અદીનતા' નામના સદાચારને જો જીવનમાં જીવવો હોય, તો- “આપત્તિ એ અકસ્માતુ નથી પણ પોતે કરેલ અશુભ કર્મના વિપાકનું જ પરિણામ છે.” -એ વાતમાં ખૂબ જ નિશ્ચિત બની જવું જોઇએ. પાપકર્મથી નિવૃત્ત બન્યા વિના આપત્તિથી મુકત બનાય, એ વસ્તુ જ શકય નથી. આપત્તિથી ડરનારાઓએ પાપથી ડરનારા બની જવું જોઇએ. પાપથી ડરનારા બની નિષ્પાપ જીવન જીવવામાં પ્રયત્નશીલ બનવું, એ ભવિષ્યની આપત્તિને અટકાવવાનો ઉપાય છે અને વર્તમાનમાં આવેલ આપત્તિને સમભાવે સહવી એમાં જ કલ્યાણ છે. ભૂતકાળના પાપના પરિણામ રૂપે આવેલ આપત્તિને સમભાવે સહવી અને જીવન એવું બનાવવું કે જેથી ભવિષ્યમાં આપત્તિ આવે નહિ. આપત્તિને સમભાવે નહિ સહી શકનારાઓ આપત્તિથી બચી ક્તા નથી, પણ તેઓ જો દીનતાના યોગે દુર્ગાનાદિમાં રત બને છે, તો ભવિષ્યની આપત્તિને વધારનારા બને છે. આ જાતિનો નિશ્ચય થઇ જાય, તો આત્મા આપત્તિના સમયે અતિશય અદીનતાને જાળવી શકે અને પરિણામે આપત્તિ માત્રથી મુકત પણ બની શકે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ. આવો નિશ્ચય થઇ જાય તો આપત્તિના સમયમાં દીનતા ન જ આવે, એ દેખીતી વાત છે. એ જ કારણે એવા વાસ્તવિક નિશ્ચયને અપનાવી લેવો એ ખૂબ જ જરૂરી છે. ધર્મના અર્થી આત્માને માટે આવો નિશ્ચય એ કાંઇ મુશ્કેલ નથી. સહર્મની પ્રાપ્તિ અને સદ્ધર્મના પાલન માટે લોકપ્રિય બનવા ઇચ્છતો આત્મા આવો નિશ્ચય ઘણી જ સહેલાઇથી કરી શકે છે, આપત્તિ જો કરેલ પાપના ઉદયનું જ પરિણામ છે, તો પછી એસમયે દીનતાનો આશ્રય લેવો એ ઘણું જ અયોગ્ય છે. કરેલ પાપની સજા ભોગવાઇ વાથી એ પાપ અનેક પાપોને લઇને જાય છે, પણ શરત એટલી કે-એ પાપનો ભોગવટો કરતાં આવડવું જોઇએ. પાપના ઉદયથી આવી પડેલી આપત્તિને સમભાવથી સહાય અને પાપના વિપાકનો વિચાર કરી સદાય પાપથી પર રહેવાના ભાવમાં રમાય, તો ઉદયમાં આવેલ પાપર્મની તો નિર્જરા થાય જ છે, પણ એની સાથે અન્ય પણ અનેક પાપકર્મોની નિર્જરા થાય છે. મહાપુરૂષો તો આપત્તિના પ્રસંગને કર્મક્ષયનો પ્રસંગ માની, ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. એવી પ્રસન્નતા ભોગવવાની તાકાત આપણામાં ન હોય, તો પણ આપણે, કમથી ક્મ દીનતાથી તો બચી જ જ્યું. . આપત્તિ સહવાનું સામર્થ્ય તો હોવું જોઇએ ને ? સામર્થ્ય ન હોય તો કેળવવું જોઇએ. તમે એમ કહી શકશો કેઆપત્તિ આવે ત્યારે હાયવોય કરવા માત્રથી આપત્તિ ભાગી જાય છે ? સ. એમ તો નહિ, પણ તેના નિવારણ માટે ઉપાયો તો કરવા જોઇએ ને ? એવા ઉપાયો કરવા પડે, તો પણ એ ઉપાયો એવા તો ન જ હોવા જોઇએ ને કે-જે ઉપાયો આચરવાથી ભવિષ્યની આપત્તિ ખૂબ ખૂબ વધી જાય ? ૨૫૨ સ. નહિ જ. વળી નિવારણના ઉપાયો આચરવા પડે, તો પણ દીન શા માટે Page #260 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૫૩ બનવું જોઇએ ? માનો કે-તેવા પ્રકારના સામર્થ્યનો અભાવ હોય અને એ કારણે આપત્તિનિવારણ માટેના ઉપાયો યોજવા પડ્યા : એ રીતિએ આપત્તિનિવારણ માટેના ઉપાયો યોજવા છતાં પણ દીન તો નહિ જ બનવું. આપત્તિના નિવારણ માટે યોજેલા ઉપાયો સફલ નિવડે એવો નિયમ નથી. નિષ્કલેય નિવડે અને નુકશાનકારકેય નિવડે. એ વખતે આત્મામાં કલેશ ન જન્મે, એ કયારે બને ? અસલ વાત તો એ છે કેઆવેલ આપત્તિને સમભાવે સહન કરવી. તેવું સામર્થ્ય ન હોય તો એ શકય છે કે આપત્તિ અસમાધિનું કારણ બને. એવા સમયે સમાધિની રક્ષા પૂરતા બને તેટલા નિર્દોષ ઉપાયો યોજવા, એ જુદી વસ્તુ છે. આપત્તિના નિવારણનો પ્રયત્ન કરતી વેળાએ પણ જો આંખ સામે સમાધિનું ધ્યેય રહી જાય, તો એ ઉપાદ્યોમાં આત્મા ઘણી ઘણી વિરકતતા જાળવ્યા કરે અને એથી પણ તેને ઘણો લાભ થાય. મૂળ તો સમભાવે સહી લેવાને જ ઉદ્યમશીલ બનવું જોઇએ. જ્યારે સમાધિભંગનો પ્રસંગ લાગે ત્યારે ઉપાયો યોજવા પડે, તોય સખ્યદ્રષ્ટિની સંસાર પ્રત્યેની વિરકતતાની જેમ વિરકતતા જાળવવી જોઇએ. યોજવા પડતા ઉપાયોનું ધ્યેય પણ સમાધિ બની જવું જોઇએ ? પણ આજે સમાધિની દરકાર કેટલી છે ? આત્માને સમભાવમાં સુસ્થિત બનાવવાની કામના કેટલી છે ? સમાધિમય દશાનો અર્થી આત્મા કેવું જીવન જીવવાને તલસતો હોય ? શકય હોય ત્યાં સુધી એ પાપને આચરે ખરો ? સ. આ તો બહુ વિકટ વાત છે. છતાં અતિશય જરૂરી છે. આ વસ્તુને સમજીને જીવમાં ઉતાર્યે જ છૂટકો છે. આપત્તિમાં અતિશય અદીન બન્યા રહેવું, એ સામાન્ય વસ્તુ નથી. દીન બજે આપત્તિથી બચી જવાય એ શકય નથી, એટલે આપત્તિનિવારણનો પ્રયત્ન કરવો પડે તોય તે કરવામાં દીન તો નહિ જ બનવું. ભિક્ષાર્થે નીકળેલા સાધુ જેમ મળે તો સંયમવૃદ્ધિ માને અને ન મળે તો તપોવૃદ્ધિ માને, તેમ આપત્તિનિવારણના ઉપાયો યોજવા પડે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તોય મન:શુદ્ધિ ખૂબ ખૂબ જળવાઇ રહે, એવી કાળજી રાખવી. આપત્તિમાં અતિશય અદીનતા કેળવવા માટે આવા આવા વિચારોથી ઓતપ્રોત બની જવું જોઇએ, કે જેથી ક્રમે ક્રમે પણ “આપત્તિમાં અતિશય અદીનતા' રૂપ સદાચાર આત્મસાત્ બની જાય. આ સદાચારને જેણે સુન્દર પ્રકારે આત્મસાત્ બનાવી લીધો હોય, એ આત્મા લોકપ્રિયપણાથી વંચિત રહી જાય, એ શકય નથી : એટલે સદુધર્મની પ્રાપ્તિ અને તેના સુન્દર પાલન આદિ માટે લોકપ્રિયતા ગુણને પામવા ઇચ્છતા આત્માઓએ, સદાચારને પણ આત્મસાત કરી લેવી એ અતિશય જરૂરી છે. આઠમો સદાચાર-સંપત્તિ વેળા નમ્રતા : આઠમો સદાચાર છે- “સંપત્તિના સમયમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા.' આપત્તિના સમયે જેમ અતિશય અદીનતા જરૂરી છે, તેમ સંપત્તિના સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા પણ જરૂરી છે. આ જ કારણે, સાતમાં સદાચાર તરીકે- “આપત્તિના સમયમાં અતિશય અદીનતા' ને વર્ણવ્યા બાદ, ઉપકારી મહાપુરૂષ આમા સદાચાર તરીકે“સંપત્તિ સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતાને' વર્ણવે છે. ખરેખર, સાતમા સદાચારની જેમ આ આઠમા સદાચારને પણ ગમે તેવો આત્મા અપનાવી શકતો નથી. વિવેકહીન આત્માઓને માટે આપત્તિમાં અતિશય દીન બનવું એ જેમ સ્વાભાવિક છે, તેમ સંપત્તિમાં ઔચિત્યથી પર બની જઇને ભયંકર જાતિના ઉધ્ધતબની જવું, એ પણ તેવાઓને માટે સ્વાભાવિક જ છે. આપત્તિના સમયમાં દીનતાને વશ ન થવું-એ જો કે અતિ મુશ્કેલ છે, પરન્તુ સંપત્તિના સમયમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા ન ગુમાવવી-એ તો એથી પણ વધુ મુશ્કેલ છે. વિભવનો સમાગમ, વિવેકશૂન્ય આત્માને કોઇ ભયંકર જાતિનું ઔધ્ધત્ય સમર્પે છે. એ સમયે સૌ કોઇએ મને પોતાને અનુકૂળ આવે એવું જ બોલવું જોઇએ, એવી માન્યતાનો એ સ્વામી બની જાય છે. કોઇ પણ પોતાને અનુકૂળ ન બોલે તો એને એ સહજ પણ સહન કરી શકતો નથી. એવાઓએ માનેલા દેવની પાસે પણ એવાઓની Page #262 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૫૫ ઉધ્ધતાઇનાં દર્શન થાય છે. એવાઓને તો ગુરૂઓ પણ પોતાને ગમતું જ બોલનારા જોઇતાહોય છે. ધર્મને તો પ્રાય: એવાઓ માનતા જ નથી અને માને તોય ફાવતી રીતિએ જ. દેવ, ગુરૂ અને ધર્મની સાથે જેઓની આ દશા હોય, તેઓ અન્યો સાથે ઔચિત્ય પૂર્વકની નમનશીલતા રાખી શકે, એ કયી રીતિએ સંભવિત થાય એવું છે ? સ. બને જ નહિ. આથી ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે ‘લોકપ્રિયતા' ગુણને મેળવવાને માટે અભિલાષી બનેલા આત્માઓએ, લોકવિરૂદ્ધ કાર્યોનો પરિત્યાગ કરવા પૂર્વક ત્યાગમય દાનના અને ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયના ઉપાસક બનવા સાથે, ઉત્તમ પ્રકારના સદાચારોના પણ ઉપાસક બનવું જોઇએ. ‘લોકાપવાદભીરૂતા, દીન અને અનાથોના ઉપકારનો પ્રયત્ન, કૃતજ્ઞતા, સુદાક્ષિણ્ય, સર્વત્ર નિન્દાનો સંત્યાગ અને સાધુપુરૂષોમાં વર્ણવાદ'- એ સદાચારોની સાથે ‘આપત્તિમાં અતિશય અદીનતા' એ રૂપ સદાચાર જેટલો જરૂરી છે, તેટલો જ ‘સંપત્તિના સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા' રૂપ આ સદાચાર પણ જરૂરી છે. ‘આપત્તિમાં અતિશય અદીનતા' નામનો સદાચાર અને એની સાથે ‘સંપત્તિના સમાગમમાં ઉચિતપણાવાળી નમનશીલતા' નામનો સદાચાર જેનામાં હોય, તે ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવી લોકપ્રિયતાને જરૂર મેળવી શકે છે. શરત એટલી કે-તેવો કોઇ પાપોદય હોવો જોઇએ નહિ. ન દીન બનો-ન ઉધ્ધત બનો આપત્તિ જેમ અવિવેકિને અતિ દીન બનાવે છે, તેમ સંપત્તિ પણ અવિવેકિને ઉધ્ધત બનાવે છે. આપત્તિમાં દીન ન બનવું અને સંપત્તિમાં ઉધ્ધત ન બનવું, એ સામાન્ય કોટિના સદાચારો નથી. મહાપુરૂષોના સદાચારો આગળ આ સદાચારો ભલે સામાન્ય મનાતા હોય, પણ સામાન્ય મનુષ્યોની દ્રષ્ટિએ તો આ સદાચારો ઘણી જ ઉન્નત કોટિના છે. આપત્તિ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વેળાએ પણ સુસ્થિત રહેવું અને સંપત્તિવેળાએ પણ ઔચિત્ય પૂર્વકની નમનશીલતા ગુમાવવી નહિ, એ વાત ઘણી મોટી છે, પણ એટલી જ જરૂરી છે. આત્માના આનંદ ખાતર અને ધર્મને પામી તથા આરાધી અનંત આનંદના સ્વામી બનવા માટે, આપત્તિમાં અદીન અને સંપત્તિમાં ઉચિત રીતિના નમનશીલ બનવાની તો ખૂબ જ જરૂર છે. આજના વિભાવસંપન્ન માણસોની હાલત જોનારને, ડગલે ને પગલે તેમની ઉધ્ધતાઇનાં દર્શન થયા વિના ન રહે, એવું ભાગ્યે જ બને. ઉધ્ધત બનેલા શ્રીમંતોને દીન અને અનાથનાં દર્શન ખૂબ જ ગરમ બનાવી દે છે. ઉધ્ધત બનેલા શ્રીમંતોને એમ જ લાગે છે કે- “દીન અને અનાથો એટલે એદીઓ જ.' જાણે પોતે જ આવડતવાળા છે, પરિશ્રમી છે અને સઘળું કરવાને શક્તિમાન છે, એવી તો એ ઉધ્ધતોની મનોદશા ઘડાઇ જાય છે. તેવા કોઇ અવસરે તો પુણ્ય અને પાપની વાત સાંભળતાંની સાથે જ તેઓલાલચોળ બની જાય છે. પરલોકને સુધારનાર અને મુકિતને પમાડનાર ધર્મની વાતો, એ ઉધ્ધોતોને હમ્બગ જ લાગે છે. એવાઓ અજ્ઞાન લોકમાં ભલે મોભો ભોગવે, પરંતુ શિષ્ટ લોકના મનમાં તો એવાઓની કાણી કોડી જેટલી પણ કિમત હોઇ શકતી નથી. એવાઓ માટે ધર્મની પ્રાપ્તિ મોટે ભાગે શકય નથી. પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ આત્માને ઉધ્ધત બનાવ્યા વિના રહેતી નથી. આથી વિવેકીઓએ એવા પુણ્યથી અને એવા પુણ્યથી મળેલી સંપત્તિથી સાવધ જ રહેવું જોઇએ. સંપત્તિ પુણ્યથી મળે છે અને પુણ્યથી ટકે છે તથા ભોગવાય છે : એમ છતાંય અંતે એને છોડીને તો અવશ્ય પડે છે, માટે એના મદમાં આવી ઉધ્ધતબનવું એ ભયંકર બેવકુફી છે. આથી‘કબહીક કાજી કબહીક પાજી, એ સબ પુદ્ગલકી બાજી’ -આ વાત ધ્યાનમાં રાખી, આપત્તિથી ઉદ્દવિગ્ન બની અતિદીન બનવામાંથી અને સંપત્તિથી ઉત્સુકયુકત બની ઉધ્ધત બનવામાંથી બચીઆપત્તિમાં અતિશય અદીનતા' અને “સંપત્તિમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા' આ બે સદાચારોને આત્મસાત્ કરી. ધર્મની પ્રાપ્તિ અને તેના Page #264 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પાલન માટે જરૂરી એવી લોકપ્રિયતા મેળવી મ!નવજીવનને સફલ મનાવવું, એજ શ્રેયસ્કર છે. ૨૫૭ નવમો સદાચાર-સત્ય અને મિત વચન : હવે નવમો સદાચાર- ‘અસત્યત્વાદિથી રહિત અને અવસરોચિત મિત-હિત-ભાષણશીલતા' નામનો છે. આસદાચારને આત્મસાત્ બનાવવા માટે માણસે ઘણા ઘણા દોષોને તજ્જા પડે તેમ છે અને ઘણા ઘણા ગુણોને કેળવવા પડે તેમ છે, એટલે આ સદાચાર પણ અતિશય મુશ્કેલ તો છે જ : પણ આની આવશ્યકતાય જેવી-તેવી નથી. શિષ્ટનપ્રિય બનવા માટે આ સદાચાર ખૂબ જ આવશ્યક છે. વાણી જેટલી ઉપકારક થઇ શકે છે, એટલી જ અપકારક પણ થઇ શકે છે. વાણીથી પણ કુલ, શીલ અને જાતિ આદિ ઓળખી શકાય છે. વાણી દ્વારા માણસના સ્વભાવને પણ સારા રૂપમાં પરખી શકાય છે. ભયંકર દમ્મશીલતાની વાતને બાજુએ રાખીને, આપણે એમ પણ કહી શકીએ કે-વાણીથી માણસના અંતરને પણ પીછાની શકાય છે. બોલવાના વ્યસની લોકો આસદાચારને કદી જ જીવી શકતા નથી. મોઢું છે માટે બોલવું જ જોઇએ, આવી માન્યતાવાળા માણસો આ સદાચારને પામી જ શકતા નથી. એ જ રીતિએ ઓછું પણ યદ્વા-તદ્દા બોલનારા, દાતા આદિ હોયતો તે છતાં પણ શિષ્ટ લોકમાં મિંત વિનાના જ બની જાય છે. સ. શિષ્ટ લોકમાં પ્રિય બનવા માટે તો આખું જીવન જ બદલવું પડે, એવું લાગે છે. આથી તો આપણે કહી ચૂકયા છીએ કે- ‘લોકપ્રિયતા' ગુણ મેળવવા માટે દંભ આદિ અનેક દોષો તજ્વા પડશે. મુખે મીઠા પણ હૃદયથી મેલા આત્માઓની લોકપ્રિયતા કદાચ દેખાતી હોય, તો પણ એ તકલાદી છે એમ જ માનવું. દુર્જનોમાં જીભની મીઠાશ નથી હોતી એમ નહિ, પણ એમના સહવાસમાં આવનારાઓ પરિચય બાદ તેઓના સંસર્ગથી દૂર જ રહેવાની મનોદશાવાળા બની જાય છે. વાણીમાં મધુરતા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એ ઘણો જ અનુપમ ગુણ છે, પણ એ મધુરતા દભથી ખરડાયેલી ન જ હોવી જોઇએ. દંભિઓની વચનમધુરતા, એ તો ભદ્રિક આત્માઓ માટે તાલપુટ વિષ કરતાં પણ ભયંકર છે. દંભિઓની વચનમધુરતામાં ફસાયેલા આત્માઓ પાયમાલ થયા વિના રહેતા જ નથી. દંભિઓ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગધેડાને બાપ કહેવાજોગી મધુરતાને પણ રાખી શકે છે. એવાઓની મધુરતાએ વિષયોની જેમ આપાતરમ્ય હોવા સાથે પરિણામે ઘણી જ ભયંકર પણ હોય જ છે. કેવળ વાણીની મધુરતાથી મોહ પામનારાઓ દુર્જનોના ફંદામાં આબાદ કુસી જાય છે અને પાયમાલ થયા વિના અથવા તો અનેકાનેક રીતિએ પાયમાલ થઇ જ્વા છતાં પણ છૂટી શકતા નથી. કોઇ પણ રીતિએ પીગલિક સ્વાર્થ સાધવાને સજ્જ બનેલા આત્માઓ વાણીમાં મધુરતા સારામાં સારી રીતિએ રાખી શકે છે. એવી મધુરતા મારનારી હોવા છતાં, હિતકર કટુ પણ નહિ સહી શકનારા, એથી લોભાઇ જાય છે અને પરિણામે એ બીચારાઓ એવી મધુરતાથી મર્યા વિના રહેતા જ નથી. બહુબોલા માણસો મોટે ભાગે સ્વાર્થી હોય છે. મૂર્ખાઓ પણ બહુબોલા હોઇ શકે છે. વાતોના શોખીનો પણ આ સદાચારના શત્રુ જ હોય છે. એવાઓને બોલવા માટે અવસર જોવાનો હોતો નથી. વાતોડીયા બનેલાઓને તો કેટલીક વાર તેમની વાતો સાંભળનારા મેળવવા પણ મુશ્કેલ થઇ પડે છે. વ્યસનિઓ જેમ વ્યસનની સામગ્રી નહિ મળવાથી રીલાય છે, એવી જ રીબામણ વાતો સાંભળનારા નહિ મળવાથી વાતોડીયાઓની થાય છે. કોઇ પણ શાણા આત્માએ, આ નવમો સદાચાર મેળવવા માટે વાણીના ઉપયોગના વિષયમાં ખૂબ જ વિચક્ષણ બનવું જોઇશે. સાચા દાતારો, કે જેઓ ઉદારતા ગુણના સ્વામી હોય છે, તેઓ પણ દાન માટે અવસરની અપેક્ષા રાખે છે. એ જ માટે-ઉદાર સારો પણ ઉડાઉ નહિ સારો એવી લોકોકિત છે અને એને શાસ્ત્રનો પણ ટેકો છે. અર્થ સંબંધી ઉડાઉપણા કરતાંય વાણીનો દુરૂપયોગ ઘણો જ ભયંકર છે. મુખવાળાએ બોલવું જ જોઇએ, એવો કાયદો નથી. વિવેકસંપન્ન આત્માઓ જ આ Page #266 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૫૯ સદાચારને સાચા સ્વરૂપમાં જીવી શકે છે. વિવેકહીન આત્માઓ તો આ સદાચારથી સદાય દૂર જ રહેનારા હોય છે, એ નિસ્યદેહ બીના છે. અવસરે બોલવું : અવસરે બોલાએલી વાણી કદાચ ગુણગણથી રહિત હોય તો પણ વિપરીતતાવાળી ન હોય તો શોભે છે, પણ વિના અવસરે બોલાએલી વાણી ગમે તેવી હોય તો પણ શોભતી નથી. અવસરભાષિપણે આવ્યા વિના આ સદાચારમાં જરૂરી એવા બીજા ગુણો આવી પણ શકતા નથી. અવસરભાષિપણું લાવવા માટે પ્રથમ એ જ નિશ્ચય કરવો જરૂરી છે કેવાણીનો પ્રયોગ સ્વપરના હિત માટે કરવાનો છે કે માત્ર જીભ મળી માટે જ કરવાનો છે?' સ. આ પ્રબ ભારે છે. બોલતાં પહેલાં આવો વિચાર કરે છે જ કોણ ? એવો વિચાર નથી થતો, એનું જ એ પરિણામ આવ્યું છે કેઆજે વાણી દ્વારા અનેકોના હિતનો સંહાર થઇ રહ્યો છે. વાણી સ્વપરના હિત માટે અવસરની અપેક્ષા રાખે છે. સાચા વૈદ્યો ઔષધ માટે પણ અવસરની અપેક્ષા રાખતા હતા, જ્યારે આજના ઉપદેશશોખીનો ઉપદેશ માટે અવસરની અપેક્ષા નથી રાખતા. વિના અવસરે બોલાએલી સારી પણ વાત મારી જાય છે, એ વાત શાણાઓએ સમજવાની જરૂર છે. આથી, જેઓ અવસરે પણ જરૂરી અને હિતકર નથી બોલતા, તેઓએ મલકાવવાનું નથી અને આવા શબ્દોનો આધાર લઇને એમ બોલવાનું નથી કે- “જૂઓ અમે કહેતા હતા એવું હવે આમને પણ કહેવું પડ્યું.' સત્યની કતલ કરનારા આંખો મીંચીને યાહોમ કર્યે જતા હોય, એવે સમયે- “સત્યની કતલ કરનારો મારી ઉપર પણ ત્રુટી પડશે.' -એવા વિચારથી, સમર્થ એવા પણ જે આત્માઓ સત્યના પક્ષમાં અને અસત્યની સામે નહિ બોલતાં મૌન સેવે છે, તેઓ તો પંચેદ્રિયપણામાં પણ એકેન્દ્રિયપણું અનુભવે છે અને ભવિષ્યને માટે પણ એકેન્દ્રિયપણાની Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મુસાફરી કરવાની જ કાર્યવાહી કરે છે. પ્રભુશાસનની વચનગુમિ અવસરે પણ હિતકર વાણીનો વિરોધ નથી જ કરતી. આ નવમા સદાચારને આત્મસાત્ કરવા માટે, આત્માએ પ્રથમ તો વિના અવસરે બોલી ન જવાય એવી મનોદશા કેળવવી પડશે. જેઓને વિના અવસરે પણ બોલવાની કુટેવ છે, તેઓને ઘણી વાર પોતાનું કોઈ ન સાંભળે તો પણ બોલ્યું રાખવું પડે છે અને પરિણામે તેઓ એવા બોલતા બની જાય છે કે-તેઓ બોલે છે એ સમયે શાણાઓના મુખ ઉપર પણ સ્મિત ફરકે છે. સાંભળનાર સાંભળવા ન ઇચ્છતો હોય એ છતાંય બોલનારો બોલ્ટે રાખે, એ સમયનો દેખાવ ખરે જ દયા પેદા કરનારો હોય છે. બોલવાનો અવસર ન આવે ત્યાં સુધી મૌન જ રહેવું, એવો નિયમ આ. સદાચાર માટે અતિશય જરૂરી છે. આવું મૌન આત્માને ઘણા ઘણા ગુણને માટે થાય છે. આવું મૌન કલ્યાણનો કામી જ ધરી શકે. જો આવું મૌન માનવી માત્ર ગ્રહણ કરે, તો બીચારી નિન્દા અને ચાડીચુગલીને તો નષ્ટ થયે જ છૂટકો. વિના કારણે બોલનારાઓ જ જગતમાં નિન્દા આદિને જીવંત રાખનાર છે. જો સૌ કોઇ સદાચારને આત્મસાત્ કરવા માટે વિના કારણે બોલવું બંધ કરે, તો નિન્દા આદિની જગતમાં હયાતિ જ ન હોય. જો કેસઘળા ય માનવીઓ એવું મૌન ઘરે એ સંભવિત જ નથી, છતાંય કલ્યાણકામિઓએ તો આવું મૌન કોઈ પણ ભોગે ધરવું જ જોઇએ. કુટેવનું કાસળ કાઢો : વાતો કરવાનું જેઓને કારમું વ્યસન છે, તેઓને આ વાત ન રૂચે એ સ્વાભાવિક છે. પ્રકટ વિરોધ કરવાનું સામર્થ્ય ન હોય એટલે સાંભળી લે એ બને, પણ મનમાં તો લોચા જ વાળે અને એ રીતિએ વિરોધ કરે. દુર્જનો દ્વારા પ્રત્યેક સારી વાતનો વિરોધ થાય છે, તો પછી આ વાતનો પણ વિરોધ થાય, એથી આશ્ચર્ય પામવાનું કશું જ કારણ નથી. વાતોના વ્યસનિઓને આ વાતથી પોતાનું વાણી સ્વાતંત્રય લુંટાતું લાગે, તો એમાં નવાઇ પામવા જેવું નથી : પણ એમાં વાણીનું સ્વાતંત્ર્ય માનવું એ જ એક Page #268 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૬૧ જાતિની કારમી મૂર્ખાઇ છે. વાતનું વ્યસન માણસને વાયડો બનાવનારૂં છે. વિના કારણે બોલવાની ટેવ અને પ્રયોજન વિનાની વાત કરવાની ટેવ, એ સ્વપરના આત્માનું અહિત કરનારી કારમી કુટેવ છે. આ નકામી વાતો કરવાની અને વિના કારણે બોલવાની ટેવ જેઓને પડી તેઓ પોતાના આત્મા માટે અને એમના પરિચયમાં આવનારા બીજા પણ સંખ્યાબંધ આત્માઓને માટે શ્રાપ રૂપ જ બની જાય છે. આ કુટેવને આધીન બનેલા સાધુઓ પોતાના સાધુપણાનું લીલામ કરી રહ્યા છે અને સારા ગણાતા ગૃહસ્થો પણ પોતાના સદ્ગૃહસ્થપણાનું લીલામ કરી રહ્યા છે. વચનગુપ્રિ. અને ભાષાસમિતિ જેવી માતાઓના ઉપાસક મનાતા અને મહાવતોના પાલક મનાતા મુનિઓમાં તો, તેઓ મુનિપાના સ્વાદથી વંચિત ન હોય તો, આ કુટેવ સ્વમમાં પણ હોવી ન સંભવે. વિના કારણે બોલવાની અને પ્રયોજન વિનાની વાતો કરવાની ટેવને આધીન બનેલાઓ, વચનગુપ્તિ અને ભાષાસમિતિ જેવી માતાઓનો ક્ષણે ક્ષણે વિનાશ કરવામાં ટેવાઇ જાય છે અને એમ કરતાં કરતાં તેઓ પોતાના બીજા મહાવતને પણ ભૂલી જાય છે. પરિણામે એવા મુનિઓ માત્ર વેષધારી જ રહી જાય, એમ બનવું એ જરા પણ અસંભવિત નથી. સાધુપણાના પ્રેમી સાધુઓએ અને સગૃહસ્થોએ તો આ કુટેવનું કાસળ જ કાઢવું જોઇએ. ધર્મના અર્થી આત્માએ લોકપ્રિયતા મેળવવા માટે આ કુટેવથી બચવાનો ખૂબ ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ટેવ કાઢ્યા વિના આ નવમો સદાચાર જીવનમાં જીવાવો એ શકય નથી. આ નવમા સદાચારને જીવનમાં જીવવા માટે, સૌથી પ્રથમ બોલવાના અવસર વિના બોલવું જ નહિ, અર્થાતુવિના કારણે બોલવું નહિ અને પ્રયોજન વિનાની વાતો કરવી નહિ, એવો નિશ્ચય ખૂબ જ દ્રઢ બનાવવો જોઇએ. આટલું જો યોગ્ય રૂપમાં જીવનમાં જીવવાનો નિશ્ચય થઇ જાય, તો એ પછી આ નવમા સદાચારને જીવનમાં જીવવો એ કાંઈ બહુ મુશ્કેલ નહિ રહે : પણ આવો નિશ્ચય થવો અને તેનો જીવનમાં યથાર્થ અમલ થવો, એ ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વાતોડીયા બની ગયેલા સાધુઓને અને ગૃહસ્થોને માટે તો આ નિયમનો અમલ દુસ્સાધ્ય જ છે. પરિમિત, હિતકર અને અવિસંવાદી બોલવું હોય તો. બોલતાં પહેલાં વિચારો : વિના કારણે નહિ બોલવાના અને પ્રયોજન વિનાની વાતો નહિ કરવાના નિશ્ચય ઉપર આવેલો આત્મા, વિના વિચારે બોલે એ શકય જ નથી. વિચાર પૂર્વક બોલવાના સ્વભાવવાળો આત્મા મિતભાષી, હિતભાષી અને અવિસંવાદવાળું જ ભાષણ કરનારો બની શકે છે. મિતભાષણનો અર્થ એવો નથી કે-અમૂક શબ્દો આદિ જ બોલવા, પણ જરૂરથી અધિક ન બોલવું એનું જ નામ મિતભાષણ છે. સદ્દવિચારથી જેટલું બોલવા માટે જરૂરનું હોય એટલું બોલવાથી અમિતભાષણપણું આવી જતું નથી. જેઓ મિતભાષણના નામે જરૂરી ભાષણના પણ અખાડા કરે છે, તેઓ તો કોઇ જૂદી જ મનોદશાના સ્વામી છે એમ જ માનવું રહો. જ્ઞાનિઓની આજ્ઞા મુજબનું જેટલું જરૂરી હોય તેટલું, મિતભાષી, વિના સંકોચે બોલી શકે છે. વિચારપૂર્વક બોલનારા જેમ મિતભાષી હોય છે, તેમ હિતભાષી પણ હોય છે. હિતાહિતના વિચારપૂર્વક મિતભાષણ કરનાર મોટે ભાગે અહિતબુદ્ધિથી પર બની જાય છે અને એ જ કારણે એવાઓની વાણીમાં અવસરયુકતતા પરિમિતતા અને હિતકારિતા ઘણી જ સહેલાઇથી આવી શકે છે. એવા આત્માઓ પોતાના વચનને અવિસંવાદી એટલે વિસંવાદ વિનાનું જ રાખનારા હોય, એ પણ નિર્વિવાદ છે. વિસંવાદ એટલે ખોટું કહીને ભમાવવું તે અથવા જ્ઞવું તે અને મળતું ન આવે એવું કે વિરોધ આવે એવું બોલવું તે. આવો વિસંવાદ અવસરે વિચારપૂર્વક અને મિત તથા હિતકર બીલનારમાં ન જ આવે, એ વાતસમજાય એવી છે. અવસરે જ બોલનાર અને તે પણ. હિતકર અને મિત બોલનાર કદી જ પોતાના વચનને વિસંવાદવાળું ન જ થવા દે. આ નવમો સદાચાર કેટલો ઉત્તમ છે ? -એ સમજાવવાની હવે જરૂર ન રહે, એ સ્વાભાવિક જ છે. આવું બોલનાર એ વર્તનમાં પણ વિવેકી Page #270 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૬૩ હોય, એમાં કોઇને જ વિકલ્પ ઉઠે તેમ નથી. આ સદાચારથી પરવારેલો આત્મા, ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે જરૂરી એવા “લોકપ્રિયતા' નામના ગુણને પામે, એ પણ શકય નથી. આ સદાચારના અભાવમાં બીજા ગુણો હોય, તો તે પણ મોટે ભાગે દોષ રૂપ જ બની જાય છે અને અનેક દોષોના સ્વામી બન્યા વિના આ સદાચારથી વિરૂદ્ધનો આચાર જીવનમાં જીવાવો પણ મુશ્કેલ છે. અવસર વિનાનું, અપરિમિત, અહિતકર અને વિસંવાદી વચન બોલનારા આત્મા અનેક દોષોના સ્વામી હોય એ સહજ છે : એ કારણે અનેક દોષોથી બચવા માટે અને અનેક ગુણોના સ્વામી બનવા માટે આ સદાચાર ખૂબ જરૂરી છે. દશમો સદાચાર-વ્રતાદિનો નિવહ : દશમો સદાચાર છે- “અંગીકાર કરેલ વતનિયમાદિનો નિર્વાહ કરવો.' એ અંગીકાર કરેલ વતનિયમો આદિનો ભંગ કરનાર અનાચારી જ ગણાય. વતો અને નિયમોનું યથાસ્થિત પાલન એ જ્યારે સદાચાર છે, ત્યારે વતો અને નિયમોનું અપાલન એ અનાચાર છે. અંગીકૃત વતો અને નિયમોનું પાલન નહિ કરનારા આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બનવા, એ કોઇ પણ રીતિએ શકય નથી. દુર્જનો પણ જ્યાં એવાઓ ઉપર વિશ્વાસ ન મૂકે, ત્યાં સજ્જનો તો વિશ્વાસ કેમ જ મૂકે? “લોકપ્રિયતા' ગુણના અર્થી આત્માએ, અંગીકાર કરેલ હતો અને નિયમોનો નિર્વાહ કરવા માટે પણ સદાય સજ્જ રહેવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ અને ધર્મનું પાલન નિર્માલ્ય આત્માઓથી શકય નથી. જેઓ સામાન્ય હતો અને સામાન્ય નિયમોને પણ વાત-વાતમાં ભાંગી નાખે છે, તેઓ યથાર્થ રૂપમાં ધર્મને પામી શકે અને પામેલા ધર્મના પાલનમાં નિષ્પકમ્પ રહી શકે, એ કલ્પના જ પાયા વિનાની ઇમારત જેવી છે. અગીઆરમો સદાચાર-કુલાચારપાલન : અગીઆરમો સદાચાર છે- “ધર્મથી અવિરૂદ્ધ એવા સ્વમુલના આચારોનું પાલન.' આ આચાર સન્માર્ગ ઉપર આવવા માટે સુંદર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નીસરણી જેવો છે. જેનકુલમાં જન્મેલા આત્માઓ જો આજે જૈનકુલના આચારોના પાલનમાં સુદ્રઢ હોત, તો પણ જૈન ગણાતાઓનો આજે જે અધ:પાત દેખાય છે, તે કદાચ ન દેખાતો હોત. જેઓ ધર્મને અબાધક એવા પણ કુલાચારને બંધન માની, એના વિનાશમાં જ બુદ્ધિ આદિનો સદુપયોગ માને છે, તેઓ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરનારા છે. નકુલના આચારો એવા છે કે-એ આચારોનું પાલન કરનારા સામાન્ય આત્માઓ પણ, વિના પ્રયત્ન અનેક પ્રકારનાં પાપોથી દૂર થઇ જાય અને સાચા સ્વરૂપે કોઇ પણ જાતિના દમભ આદિનો આશ્રય કર્યા વિના જ શિષ્ટ સમાજમાં પ્રિય બની, ધર્મને પામવાની અને પાળવાની ઉમદામાં ઉમદા લાયકાતના સ્વામી બની જાય. જે કુલમાં શ્રી જિનેંન્દ્ર દેવ મનાય, સાચા નિગ્રંથ એવા સાધુઓ સદ્ગુરૂ મનાય અને ધર્મ અહિસાયમ મનાય, તે કુલના આચારો નિષ્પાપ હોય, એ વાત તો કોઇ પણ વિચારક સમજી શકે તેમ છે. સમજ્યા વિના પણ જો અવજ્ઞાદિ ભાવથી રહિતપણે શ્રી જિનેંદ્રદેવો જવા દેવાધિદેવનાં દર્શન, પૂજન અને સેવન કરવામાં આવે, તો એથીય આત્માની દિશામાં સુધારો થયા વિના રહે જ નહિ : સાચા ત્યાગી સગુરૂઓના વન્દન આદિમાં પ્રવૃત્ત થવાથી, તેવા મહાપુરૂષોના પરિચય યોગે સુંદર લાભ થયા વિના રહે નહિ : અને અહિંસામય ધર્મનો વાસ જે કુલમાં હોય, તે કુલમાં રાત્રિભોજનનો ત્યાગ, અભક્ષ્યભક્ષણનો ત્યાગ, અપેયના પાનનો ત્યાગ અને કોઇની પણ લાગણી ન દુ:ખાય એવું વર્તન-એ આદિ જ આચારો હોય, એ સ્વાભાવિક છે. આવા ઉત્તમ કોટિના કુલાચારોનું પાલન કરનારા, શિષ્ટ સમાજમાં વિના પ્રયત્ન પ્રિય બને અને એનો પરિણામે સધ્ધર્મનું પાલન સ્વાભાવિક બને, એ વાત વિવાદ વિનાની જ છે. આમ હોવા છતાં પણ સ્વતંત્રતાના નામે સ્વછંદતાના ઉપાસક બનેલાઓને આ ધર્મથી અવિરૂદ્ધ એવા સ્વમુલાચારોના પાલન -રૂપ સદાચારનું આસેવન અરૂચિકર લાગે છે. આથી તેઓ ધર્મથી અવિરૂદ્ધ એવા કુલાચારોના પાલન વિરૂદ્ધમાં વારંવાર લખે-બોલ્યું જાય છે. એવાઓના પ્રચારથી સ્વચ્છદતા Page #272 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વધે નહિ, એની બને તેટલી કાળજી રાખવી જોઇએ. પોતે તેવા કુલાચારોના પાલનમાં સુસ્થિત બનવું અને બીજાઓને પણ કુલાચારપાલનમાં સુદ્રઢ બનવાની પ્રેરણા કરવી. ઉત્તમ કુલાચારોને તજી દઇ સ્વેચ્છાચારી બનવાથી આ લોકમાં પણ કેટલી બધી હાનિ થાય છે, તે જોવા માટેનાં ઉદાહરણો આજે તો ઘણાં મળી શકે તેમ છે. ઉત્તમ કુલાચારોને તજી, સ્વચ્છન્દસેવી બનેલા કેટલાકોની આજે જે દશા છે, તે તો કોઇને પણ કંપારી ઉપજાવે એવી છે. સ્વતંત્રતાના નામે ઉત્તમ પણ કુલાચારોને તજી સ્વચ્છંદી બનેલાઓ, પોતાના જીવનને કેવું વિચિત્ર અને વિષમ બનાવી રહ્યા છે, એ આજે વિવેક્વન્ત વિચારશીલોના ધ્યાનબહાર નં જ હોઇ શકે. ધર્મથી અવિરૂદ્વ કુલાચારોથી વિરૂદ્ધ વર્તનારાઓ આજે મર્યાદાહીન બનેલાઓ હોઇ,તેઓ કોઇ પણ જાતિની હિતશિક્ષા સાંભળવાજોગા પણ રહ્યા નથી. ઇતરકુલના પણ આચારસંપન્ન માણસો આજે વડિલોના ઉપાલંભો સાંભળી શકે છે, જ્યારે જૈનકુળમાં જન્મેલા પણ શુદ્ધ કુલાચારોથી પર બનેલાઓ આજે મધુર શબ્દોથી અપાતી હિતશિક્ષાને સાંભળવાજોગા પણ રહ્યા નથી. આથી જ કહેવું પડે છે કે-આ અગીયારમો આચાર, જેઓ ધર્મને પામવાની અને પાળવાની લાયકાત મેળવવા માટે શિષ્ટ સમાજ્નાં પ્રિય બનવા માગે છે. તેઓ મટે ખરે જ કલ્પતરૂ જેવો છે. આવો સદાચાર પણ જેઓને રૂપે, તેઓ ખરે જ ઉત્તમ કુલને પામવા છતાં પણ જરૂરી ઉત્તમતા ગુમાવીને જ આવ્યા છે : અન્યથા, સૌ કોઇ સજ્જનના હૃદયને આનંદિત કરે એવા પણ શુદ્ધ કુલાચારો જીવનમાં જીવવાની ઇચ્છા થાય નહિ, એ ન બને એવી બીના છે. બારમો સદાચાર-અસદ્વ્યયપરિત્યાગ : હવે બારમો સદાચાર. ‘અસદ્બયનો પરિત્યાગ કરવો.' -એ બારમો સદાચાર છે. પુરૂષાર્થમાં અનુપયોગી એવો જે વ્યય, તેને અસવ્યય કહેવાય છે. લક્ષ્મી ત્યાજ્ય છે એ વાત નિ:શંક છે, છતાંય એનો એવી રીતિએ વિયોગ નથી કરવાનો, કે જે પુરૂષાર્થમાં અનુપયોગિપણાના ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યોગે અસુંદર તરીકે ઓળખાય. ત્યાજ્ય એવી પણ લક્ષ્મીનો વિયોગ પુરૂષાર્થમાં અનુપયોગી થાય એવી અસુંદર રીતિએ ન કરવો, એ આ બારમા સદાચારનો પરમાર્થ છે. આ સદાચારનો પ્રેમી લક્ષ્મી દ્વારા જેમ સ્વચ્છંદી સ્વપરનો નાશ કરે છે, તેમ સ્વપરના નાશનો પ્રેમી નહિ થાય. આવા આત્મા પાસે લક્ષ્મી પણ એવી જ આવે, કે જે ભયંકર જાતિના પાપના કામમાં વપરાય નહિ. આવો આત્મા પોતાની લક્ષ્મી દ્વારા કોઇને આપત્તિમાં મૂકવાનું પાપ કે પોતાના આત્માને અનેક કારમાં પાપોમાં યોજવાનું પાપ આચરતો નથી. સ્વચ્છંદી બનેલા શ્રીમંતો અને શ્રીમંત કુટુંબોના નબીરાઓ આજે લક્ષ્મી દ્વારા શું શું કરે છે, એ કાંઈ છૂપું નથી. શ્રીમંત અને શ્રીમંત કુટુમ્બોના નબીરાઓ જો પોતાની લક્ષ્મીનો અસદુવ્યય કરતા અટકે, તો પણ આજે સમાજમાંથી અનેક પ્રકારનાં પાપો ઘણી જ સહેલાઇથી અટકી જાય. શ્રીમંતો પુણ્યના યોગે ઘણે સ્થળે સમાજ આદિમાં આગેવાનસ્થાને હોય છે. તેઓનાં એ પુણ્યની ઇર્ષા કરવી એ પાપ છે. પુણ્યના યોગે શ્રીમંતાઇ મળી છે અને એના પ્રતાપે આગેવાની પણ મળી જાય, એ કાંઇ આશ્ચર્યજનક વસ્તુ નથી. પુણ્યના પ્રભાવે પૈસો અને આગેવાની મળવી, એ તો મામુલી વાત છે : પણ એ પૈસો અને આગેવાની જ્યારે અનેક પાપોની પુષ્ટિમાં અને પાપોના પ્રચારમાં ઉપયોગી થાય, ત્યારે તો જરૂર એ ટીકાપાત્ર પણ ગણાય એવાઓ પુણ્યથી પૈસા અને આગેવાની પામવા છતાં પણ, જો આ સદાચારના ઉપાસકો ન હોય, તો ખરે જ સ્વપરને માટે શ્રાપ રૂપ આત્માઓ છે. એવાઓના હાથે લક્ષ્મીનો અસત્રય એક પ્રકારે નહિ પણ અનેક પ્રકારે થાય છે. જો તેઓ પાસે હિસાબ માગી શકાતો હોય અગર તો તેઓ પોતાના વ્યયનો સાચો હિસાબ પ્રધ્વટ કરતા હોય અગર તેઓ પાસે એમ કરાવી શકાય, તો તેઓ કોઇ પણ સારા સ્થાને પગ મૂકવાની લાયકાત પણ નથી ધરાવતા-એવું ઘણી જ સહેલાઇથી પૂરવાર થઇ જાય. ખરેખર, આ સદાચાર વિના તેઓ સાચા રૂપમાં લોકપ્રિય બની ધર્મની પ્રાપ્તિ અને ધર્મની આરાધના માટે લાયક થાય એ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અશકય છે. તેરમો સદાચાર-સ્થાને વ્યય : બારમા સદાચાર દ્વારા અસદ્વ્યયનો પરિત્યાગ કરવાનું ઉપદેશના પરમર્ષિ તેરમા સદાચાર દ્વારા લક્ષ્મીના ચયની ક્રિયા સદાય સ્થાનમાં જ થવી જોઇએ. અસહ્યયના નિષેધ દ્વારા જેમ ઉપકારિઓ ઉડાઉપણાનો નિષેધ કરે છે, તેમ “સદાય સ્થાનમાં જ ઉપયોગ' ફરમાવવા દ્વારા ઉપકારિઓ સાચી ઉદારતાનું વિધાન પણ કરે છે. દેવપૂજન આદિ સુંદર ક્રિયાઓ, એ લક્ષ્મીના સદુપયોગનું સુંદરમાં સુદંર સ્થાન છે. લક્ષ્મીના સદુપયોગનાં સુંદરમાં સુંદર સ્થાનો જ એ છે. પોતાની લક્ષ્મીનો એ સુંદરમાંસુંદર સ્થાનોમાં જ સદુપયોગ કરનારા આ સદાચારના સાચા ઉપાસકો છે. આવાઓ શિષ્ટ સમાજમાં પ્રિય બની, ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે લાયક બની જવા, એ કાંઇ મોટી વાત નથી. આ સદાચારના ઉપાસકોની પ્રશંસા ન કરે, એવો કમનસિબ તો આ જગતમાં પાપાત્મા જ હોય. ધર્મનો પ્રેમી આત્મા એવી કમનશિબીથી સદાય પર જ હોય છે. ધર્માચાર્યો પણ પ્રસંગ પામીને આ સદાચારના ઉપાસકોની પ્રશંસા મુકતકંઠે કરે છે : એટલું જ નહિ, પણ સાચા ધર્માચાર્યો તો એવાઓના દ્રષ્ટાન્ત દ્વારા અન્ય પણ યોગ્ય આત્માઓ આ સદાચારને આત્મસાત્ કરવા સજ્જ બને, એવી અમીમય પ્રેરણાનાં પાન કરાવે છે. સાચા ધર્મશીલ ધર્માચાર્યો આવાઓની મુકતકંઠે પ્રશંસા કરનારા હોવા છતાં પણ, ભાટવૃત્તિ તો કદીજ નથી ધરતા. એક માત્ર પોતાની નામનાના લોભથી જ, જેઓ પોતાની સમજવાની શકિત હોવા છતાં અને અવસરે સમજાવવા છતાં પણ, આ સદાચારના સ્વરૂપને સમજવાની દરકાર નહિ કરતાં આ સદાચારને સેવવાનો આડમ્બર કરે છે, તેઓને સુધરવાની ચાનક લાગે એવું અવસરે પણ નહિ કરી શકનારા ધર્માચાર્યો, જો આ સદાચારની પ્રશંસા કરવાનો દેખાવ કરતા હોય, તો તેઓ ભાટવૃત્તિના છે એમ જ માનવું રહ્યું. “નહિ કરવા કરતાં અવિધિથી પણ કરવું સારૂં' - વાત કરવા જવાથી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આવી વાતના આલંબનથી જેઓ ઇરાદાપૂર્વક વિધિનો અનાદર કરી આદરપૂર્વક અવિધિનું આસેવન કરનારાઓને પણ સારા મનાવવાની ચેષ્ટા કરે છે, તેઓ તો- “નહિ કરવા કરતાં અવિધિથી પણ કરવું સારૂં' એવા ઉપકારી મહાપુરૂષોના કથનના રહસ્યને પામ્યા નથી અને પામ્યા છે તો એને છૂપાવવાનું ભયંકર પાપ આચરનારાઓ જ છે. એવાઓ જો ધર્માચાર્ય તરીકે ઓળખાતા હોય, તો તેઓને ધર્માચાર્ય માનવા કરતાં અધર્માચાર્ય માનવા, એ જ બંધબેસતું ગણાય, એટલે પ્રશંસા પણ તેના સ્થાને જ હોવી ઘટે. પ્રશંસાના નામે ભાયઇ કરી પૌદૂગલિક લાલસાને પોષવા મથવું, એ તો કારમું અપકૃત્ય જ છે. ચૌદમો સદાચાર-મ્રધાનકાર્યમાં આગ્રહ હવે ચૌદમો સદાચાર છે- “પ્રધાનકાર્યમાં આગ્રહ' વિશિષ્ટ કોટિના ફલને આપનારૂં જે પ્રયોજન, તેને પ્રધાનકાર્ય ગણાય છે. આવા કાર્યમાં આગ્રહ, એ પણ સદાચાર છે. ધર્મકાર્યમાં પણ આગ્રહ ન જોઇએ' એમ કહેનારા અને માનનારા, સદાચારોના સ્વરૂપથી પરિચિત જ નથી, એમ કહેવામાં પણ અતિશયોકિત નથી. જે કાર્ય ઉત્તમ પરિણામજનક હોઇ ઉત્તમ છે, તે કાર્યની સાધનામાં આગ્રહ હોવો, એ પણ સુંદરમાં સુંદર કોટિનો સદાચાર છે. અજ્ઞાન લોકોના વિરોધથી ઉત્તમ કાર્યોને સાધવામાં પણ જેઓનો ઉત્સાહ મંદ પડી જાય છે, તેઓ આ સદાચાર સાધવામાં નાસીપાસ જ થાય છે. શિષ્ટ લોકોની પ્રિયતા એવા નમાલા માણસો નથી મેળવી શકતા અને ધર્મની પ્રાપ્તિ તથા તેના પાલન માટે તો એવા લોકોની પ્રિયતા એ પણ અતિશય જરૂરી છે. જેઓ ઉત્તમ કાર્યોની ઉત્તમતાનો અને ઉત્તમ કાર્યોના પરિણામનો વિચાર નહિ કરતાં, માત્ર અજ્ઞાન લોકોની લાગણીનો જ વિચાર કર્યા કરે છે, તેઓ આ ચૌદમા સદાચારના આસેવનથી સદાય વંચિત રહે છે. પાપ કરવામાં શિષ્ટ લોકથી પણ નહિ કરનારા અને ઉત્તમ કામ કરતાં અશિષ્ટ લોકથી પણ ડરનારાઓ તો આ સદાચારના વરિઓ છે, એમ કહીએ તો પણ ચાલે પોતાના માનપાનાદિ માટે શિષ્ટ લોકની Page #276 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૬૯ લાગણી ઉપર ઘા કરીને પણ ગમે તેવું કામ કરનારાઓ, જ્યારે ઉત્તમ કામ થતું અટકાવવા આદિ માટે દુર્જનોના વિરોધને આગળ ધરે છે, ત્યારે તો તેઓની અધમ મનોદશા સામાન્ય પણ વિચક્ષણોના ખ્યાલમાં આવી ગયા વિના રહેતી જ નથી. આ ચૌદમો સદાચાર લોકહેરીથી પર થયા વિના આત્મસા થવો એ શકય નથી. પ્રશંસા કરનારાની ખોટી વાતમાં પણ હા કહેનારા અને પ્રશંસા નહિ કનારાની સાચી વાતનો પણ, વિરોધ કરનારા લોકો, આ ચૌદમા સદાચારને પામે એ વાત જ અસંભવિત છે. આ ચૌદમા સદાચાર ઉપર જેમ જેમ વિચારવામાં આવશે, તેમ તેમ એની ઉત્તમતા વધુને વધુ સમજાશે. અનેક જાતિની દુષ્ટ લાલસાઓના ત્યાગની અને અનેક જાતિના ઉત્તમ ગુણોની અપેક્ષા આ સદાચાર રાખે છે. આ સદાચાર સૌનો ચાહ મેળવવા ચાહનારા કદી જ આચરી શકતા નથી. સૌનો ચાહ મેળવવાની લાલસા, એ એક એવી જાતિનું પાપ છે કેજે આ સદાચારને કદી જ પામવા દેતું નથી એમ છતાં પણ પોતાની જાતની વાહવાહ કરાવવાને જ મથનારા કેટલાકો, સમજુ અને વિદ્વાન ગણાતા હોવા છતાં પણ, આ મહાપાપ રૂપ લાલસાનો ત્યાગ કોઇ પણ, રીતિએ કરવાને તૈયાર થતા નથી, એ તેઓના કર્મની જ વિચિત્રતા છે એમ માનવું રહ્યું. પંદરમો સદાચાર-પ્રમાદનું વિવર્જન : હવે પંદરમા સદાચારનું નામ છે- “પ્રમાદનું વિવર્જન.” મદ્યપાનાદિ રૂપ પ્રમાદનું પરિવન, એ અત્યાર સુધીમાં આપણે જે સદાચારોને જોઇ આવ્યા તેના અને હવે પછી પણ જે સદાચારોને જોઇશું તે સદાચારોના સેવન માટે પણ ઘણું જરૂરી છે. આત્માને ઉન્મત્ત બનાવનારી સઘળીય પ્રવૃત્તિઓ પ્રમાદમાં સમાય છે. નશો પેદા કરનારી ચીજો એ જેમ આત્માને પ્રમાદનો પૂજારી બનાવે છે, એ જ રીતિએ ઉત્કટ વિષયલાલસા, કષાયોની કારમી આધીનતા અને પાપજન્યવાતોનો શોખ, એ પણ યાત્માને પ્રમાદનો પૂજારી બનાવે છે. લોકાપવાદભીરૂપણાથી માંડીને જે જે સદાચારો વર્ણવાયા Page #277 -------------------------------------------------------------------------- ________________ પછી મરી જવલ્લે જ હોય છે ૨૭૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તે અને હજુ બીજા વર્ણવવાના છે તે બધાય સદાચારોના આવનમાં પ્રમાદ, એ ભયંકરમાં ભયંકર વિM રૂપ છે. એનો પરિત્યાગ એ જ આ પંદરમા સદાચારનો પરમાર્થ છે. આમ છતાં પણ પ્રમાદના પૂજારીઓ આ વાતને સીધી રીતિએ સ્વીકારી લે, એ વાત ઘણી જ અસંભવિત છે. પ્રમાદની શત્રુરૂપતાનું ભાન એકદમ સૌને થતું નથી. કાર્ય વણસી ગયા પછી પ્રમાદ ઉપર આંસુ સારનારા આપણા જોવામાં અનેક આવશે, પણ પહેલાં ચેતનારા જવલ્લે મળશે. કોઇ કાર્ય વિણસી ગયા પછી આંસુ સારનારા ઘણા ખરા તો એવા હોય છે કે થોડી જ વાર પછી ફરીથી પણ તેઓને આપણે પ્રમાદની ઉપાસના કરતા નિહાળી શકીએ છીએ. ખરેખર, પ્રમાદે આખાએ ગત ઉપર પોતાનું સામ્રાજ્ય પાથર્યું છે. પ્રમાદે અનેક રૂપે પોતાની સત્તા જગત ઉપર જમાવી છે. ઉત્કટ વિષયની લાલસા : ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાયોની આધીનતા : મદ્યપાન આદિમાં મસ્તતા : નુકશાનકારક વાતો કરવામાં આનંદ અને નિદ્રાની પરાધીનતા, - આ બધા પ્રમાદના જ પ્રકારો છે. આ પ્રમાદના પરિવર્જન રૂપ પંદરમો સદાચાર આત્મસાત થઇ જાય, તો સઘળાય સદાચારી જીવનમાં એકી સાથે ઓતપ્રોત થઇ જાય. ખરેખર, પ્રમાદે અનેક સ્વરૂપે અનંતાનંત આત્માઓની કારમી પાયમાલી કરી છે, પણ અજ્ઞાનતાના પ્રતાપે પ્રમાદની આ જાતિની શત્રુરૂપતા જગતનો મોટો ભાગ જાણતો નથી. પ્રમાદની પરાધીનતા જીવને મરવાનું નિશ્ચિત છતાં પણ તેને ભૂલાવી દે છે. પ્રમાદની પરાધીનતા કોઈ પણ વસ્તુને વસ્તુસ્વરૂપે સમજવા માટેની તક લેવા દેતી નથી. પ્રમાદની પરાધીનતા આત્માને ઉપકારી પ્રત્યે પણ સદભાવ નથી જન્મવા દેતી. ખરેખર, પ્રમાદ એ એક ભયંકર જાતિનો અનાચાર છે, માટે શિષ્યલોકની પ્રીતિપાત્રતા પામી જેઓ સધ્ધર્મની પ્રાપ્તિ અને તેની આરાધના માટે લાયક બનવા ઇચ્છતા હોય, તેઓએ આ પંદરમા સદાચારને પણ આત્મસાત્ કરવા માટે સઘળુંય શકય કરી છૂટવાની પૂરતી જરૂર છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૭૧ સોલમો સદાચાર-લોકાચારાનુવૃત્તિ : આ પછી સોલમો સદાચાર છે- “લોકાચારાનુવૃત્તિ' નામનો બહુશ્નોમાં-રૂઢ થયેલ અને ધર્મનો અવિરોધી એવો જ લોકવ્યવહાર-એનું અનુપાલન કરવું, એ આ સોલમા સદાચારનો પરમાર્થ છે, જે લોકના આધાર વિના ધર્મનું પાલન શકય નથી અને જે લોકની સહાયની વખતોવખત અનેક રૂપે અપેક્ષા રહ્યા કરે છે. તે લોક્નો રૂઢ અને ધર્મથી અવિરૂદ્ધ એવો જે વ્યવહાર, તે વ્યવહારના પાલનનો વિરોધ, એ તો એક જાતિનો દુરાગ્રહ જ મનાવો જોઇએ. એવો દુરાગ્રહ એ દુરાચાર છે અને આ દુરાચારથી બચવા માટે આ સદાચાર ખૂબ જ આવશ્યક છે. અનેક લોકોએ આચરેલો તથા અનેક લોકોથી આચારમાં મૂકાઈ રહેલો અને એમ છતાંય ધર્મની આરાધનામાં આડે નહિ આવતો એવો જ વ્યવહાર, એના પાલનમાં શા માટે ધર્મના અર્થી અને ધર્મના પાલકને આનંદ ન આવવો જોઇએ ? એવા વ્યવહારના પાલનમાં પણ જેઓને આનંદ નથી આવતો અને એથી જેઓ યથેચ્છ રીતિએ વર્તી એવા પણ લોકવ્યવહારથી વિરૂદ્ધ વર્તે છે, તેઓ ખરે જ શિષ્ટ સમાજમાં અપ્રિય બની જાય છે. ખોય વ્યવહારનો વિરોધ કરવો એ જેમ આવશ્યક છે, તેમ સારા વ્યવહારનું પાલન કરવું એ પણ આવશ્યક છે. એક જ બાજુને યાદ રાખનારા અને બીજી બાજુને ભૂલી જનારાઓ, એ ખરેખર, સદાચારના પ્રેમી જ નથી. કોઇ પણવ્યવહારનો વિરોધ જ કરવો, આવી મૂર્ખાઇભરી વાતો કરનારા આ સદાચારની છાયામાં પણ આવી શકતા નથી. પોતાના ભેજામાં જે વિચાર જન્મ્યો એ જ ખરો અને મારો અંતર આવજ જ સાચો, એવી જાતિનો કેફ જેઓને ચઢ્યો છે, તેઓ ખરે જ આ સદાચારનો ખ્યાલ પણ. પામી શકે એ અશકય છે. આ સદાચારને જીવનમાં જીવવા માટે આત્મા ઉપર ખૂબ જ કાબૂ પ્રાપ્ત કરવો જોઇએ. આ સદાચારને સ્વચ્છંદજીવિઓ તો સ્વપે પણ કબૂલ નહિ રાખે. આ સદાચાર સ્વચ્છંદ જીવનનો વિનાશ કરનાર છે. આ સદાચાર સાથે સ્વચ્છંદ જીવનનું અસ્તિત્વ જ અશકય Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. પ્રમાદ એ સ્વચ્છંદતાનો સાથી છે, જ્યારે ‘પ્રમાદપરિવર્જન' નામનો સદાચાર એ સ્વચ્છંદતાનો વૈરી છે, એટલે એ સદાચારના સેવક માટે આ સોલમો સદાચાર ઘણો જ સહેલો થઇ પડે છે. બહુનો જે વ્યવહારનું પરિપાલન કરતા હોય અને જે વ્યવહાર ધર્મની વિરૂદ્ધમાં ન આવતો હોય, એવા વ્યવહારના પાલનમાં પણ ખામી જોનારાઓ, શિષ્ટ સમામાં અપ્રિય બને છે અને એથી તેઓ પોતાની મેળે જ સદ્ધર્મને પામવાની અને તેને આરાધવાની પોતાની નાલાયકાત જાહેર કરી દે છે. સત્તરમો સદાચાર-સર્વત્ર ઔચિત્યપાલન : હવે સત્તરમો સદાચાર છે- ‘સર્વત્ર ઔચિત્યનું પાલન' નામનો ! સ્વપક્ષમાં કે પરપક્ષમાં ‘ઔચિત્યપાલન' એટલે સારી રીતિના ઉચિત આચારનું પાલન કરવું, એ આ સદાચારનો પરમાર્થ છે. આ ‘સર્વત્ર ઔચિત્યપાલન' રૂપ સદાચાર, એ આત્માને અશિષ્ટ કોટિમાંથી કાઢી શિષ્ટ કોટિમાં મૂકનાર છે. જ્યાં સુધી આત્મા અશિષ્ટતાને તર્જ નહિ અને શિષ્ટતાને મેળવે નહિ, ત્યાં સુધી તે શિષ્ટ કોટિમાં મૂકાતો જ નથી. શિષ્ટતાની કોટિમાં આવ્યા વિના, શિષ્ટનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છા વાંઝણી રહેવાને સરજાયલી છે. પોતાના સાથે કે પરના સાથે જીવનમાં ઉચિત આચાર સેવવા માટે કેટકેટલા દોષોથી બચવું જોઇએ, એ તો આ સદાચારના સેવકને જ માલૂમ પડે. સ્વેચ્છાચારિઓ માટે એ વસ્તુનો ખ્યાલ પણ શકય નથી. સર્વત્ર ઉચિત આચાર અને તે પણ સુંદરમાં સુંદર લાગે તેવી રીતિએ સેવવાને માટે, પ્રથમ તો આત્માએ જીવનમાં ઘણી ઘણી સુંદરતાઓને જીવવા માંડવી પડશે. મન, વચન અને કાયા ઉપર સાચા કાબૂ વિના આ સદાચાર સાધ્ય નથી. આ સદાચારના સેવકની અપકીતિ તીવ્ર પાપના ઉદય વિના કદી જ થતી નથી. તીવ્ર પાપનો ઉદય હોય તો જ આવા આત્મા ઉપર કોઇને પણ અપ્રીતિ થાય. દુર્જન આત્માઓ તો હમેશાં અપવાદમાં જ રમે છે, એટલે તેઓની અપ્રીતિનો વિચાર કરવાનો રહેતો જ નથી. બાકી જેઓ પોતાના સાથે કે પરના સાથે ઉચિત આચારો આચરવાનું નથી કરી. Page #280 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ ૧ ૨૭૩ શકતા, તેઓ શિષ્ટ સપામાં કદી જ પ્રીતિપાત્ર બની શકતા નથી અને ધર્મની પ્રાપ્તિ તથા આરાધના માટે તો આ વસ્તુ પણ ઘણી જરૂરી છે. અઢારમો સદાચાર-ગહિંનો ત્યાગ : હવે અઢારમો સદાચારે છે- “પ્રાણો કંઠે આવે તો પણ ગહિર્તકાર્યમાં પ્રવૃત્તિ ન જ કરવી.' -એ નામનો આ સદાચાર પણ ઘણો જ ઉચો અને જરૂરી છે. “કુળમાં દૂષણ લાગે એવા અનાચારો કરવા કરતાં મરવું સારૂં -આવી મનોદશા વિના આ સદાચાર જીવનમાં જીવાય એ બનવાજોગ નથી. “મરણાંત આપત્તિ આવે એ છતાં પણ કુલદૂષણ આદિ પ્રવૃત્તિઓમાં ન જ પડવું.' -આવો સુનિશ્ચય ધરાવનારા આત્માઓ આ સદાચારને જીવનમાં સારામાં સારી રીતિએ જીવી શકે છે. આ સાદાચારને જીવનમાં જીવનાર આત્માઓ મોટે ભાગે કુલ, જાતિ અને વડિલોના નામને લંક આદિ લાગે, એવા અનાચારોથી ઘણી જ સહેલાઇથી બચી જાય છે. આ સદાચાર તો જીવનમાં સ્વભાવભૂત જ બની જવો જોઇએ. આ સદાચાર જેઓ માટે સ્વભાવભૂત બની જાય છે, તેઓ શિષ્ટપુરૂષોની ખૂબ જ પ્રશંસાના પાત્ર બની જાય છે. લોકપ્રિયતા માટે ધર્મને તજાય પણ નહિ અને અધર્મને સેવાય પણ નહિ ? આટલું વર્ણન સાંભળ્યા પછી હવે આ “લોકપ્રિયતા' ગુણના નામે જો કોઇ સધ્ધર્મને છોડવાની કે કોઇ જાતિના અધર્મ આદિને આચરી લેવાની સલાહ આપે, તો તેમ કરવાને તમે તૈયાર ન થાવ એ વાત તો નિશ્ચિત જ ને ? સ. અમારાથી થાય-ન થાય એ વાત જુદી છે, પણ હવે અમે તેવી સલાહને વ્યાજબી તો ન જ માનીએ. “લોકપ્રિયતા' ગુણ માટે ધર્મને છોડવાનું કે અધર્મને આચરવાનું હોય, એ સંભવિત જ નથી. જે ગુણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે છે, તે ગુણ માટે ધર્મને છોડવાનું અને અધર્મને આચરવાનું હોય જ નહિ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ લોકપ્રિયતા ગુણને મેળવવા માટે ત્રણ પ્રકારનાં લોકવિરૂધ્ધ કાર્યોનો ત્યાગ કરનાર અને ત્યાગ રૂપ દાન, ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય અને ‘સદાચારપરતા' રૂપ શીલને ઉપકારિઓએ વર્ણવેલી રીતિએ જીવનમાં જીવનારો આત્મા, શિષ્ટલોકમાં પ્રિય બને, એ વાતમાં શંકા રહે એવું છે ? સ. જરા પણ નહિ, પણ આ કામ સહેલું નથી. આ ઉત્તર ઘણી જ સમજથી ભરેલો છે. સાચા હૃદયપૂર્વક સાંભળનારના અને સાંભળેલું જીવનમાં ઉતારવાની ઇચ્છાવાળાઓના ઉત્તર હમેશાં સમથી ભરેલા હોય છે. ‘આ કામ સહેલું નથી.' -એમ કહેવામાં ઉંડી વિચારણાનું દર્શન થાય છે. સાંભળેલું જીવનમાં ઉતારવાની ઇચ્છાવાળા આત્માઓ હેયને તજ્વાના અને ઉપાદેયને અંગીકાર કરવાના વિચારમાં મસ્ત બનવાથી, વર્ણવેલી વસ્તુઓ જીવનમાં ઉતારવી, એ કેટલી મુશ્કેલ વસ્તુ છે એને બરાબર સમજી શકે છે. હવે અમલની વાત. અભ્યાસ યોગે મુશ્કેલ પણ સહેલું બને છે, એ તો જાણો છો ને ? સ. જરૂર. અતિશય મુશ્કેલ લાગતી વસ્તુઓ પણ અભ્યાસથી સાધ્ય છે, એમ સમજનારા આત્માઓએ તો સદાચારોને આત્મસાત્ બનાવવામાં આવતી મુશ્કેલીઓને ગણકાર્યા વિના અને મુશ્કેલીઓને પરિણામે રહેતી ઉણપોથી મુંઝાયા વિના, જીવનને સદાચારમય બનાવવાનો પ્રયત્ન કર્યો જ જ્વો જોઇએ. પ્રયત્ન કરતાં કરતાં તો આ સદાચારો સ્વાભાવિક જેવા બની જશે. પછી તો એમ થશે કે- ‘આટલું ય આપણામાં ન હોય તો આપણામાં અને પશુમાં ફેર શો ?' અથવા ‘આપણામાં અને અજ્ઞાનોમાં ભેદ શો ?' આત્માનો એવો અવાજ પણ મે મે અનાચારોથી સર્વથા મુકત અને સદાચારોના પરિપૂર્ણ ઉપાસક બનવામાં સહાયક થશે. જે જે કાર્યો મુશ્કેલ હોય છતાં આચરણીય હોય, તે તે કાર્યો કરવામાં આવતી મુશ્કેલીથી ગભરાવાનું હોય નહિ. મુશ્કેલી ખાતર સદાચારોને તજાય નહિ અને સહેલાઇ ખાતર અનાચારોનું આસેવન થાય નહિ. તમને લાગી વું જોઇએ કે- ‘આ - Page #282 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૭૫ : સદાચારોને મારે કોઇ પણ રીતિએ આત્મસાત્ બનાવવા છે અને એ રીતિએ શિષ્ટપ્રિયતા પામવા દ્વારા પણ મારે સધર્મની પ્રાપ્તિ અને તેની આરાધનાને લાયક બનવું છે.' -આટલો દ્રઢ નિશ્ચય થઇ જ્યાંની સાથે જ, કેટલીક કલ્પિત મુશ્કેલીઓ તો દૂર થઇ જશે : એટલે પહેલાં દ્રઢ નિશ્ચયવાળાં બનો અને સાથે જ સદાચારોને આત્મસાત્ બનાવવાનો પ્રયત્ન આરંભો. એમ કરશો તો તમે તમારા જીવનને ઘણી જ સહેલાઇથી સુધારી શકશો અને પરિણામે સદ્ધર્મની પ્રાપ્તિ તથા આરાધના દ્વારા મુક્તિસુખના પણ ભોકતા બની શકશો. લોકપ્રિયંતા ન પમાય તોય : જે આત્માઓ ધર્મના અર્થી હોય, તેઓએ તો લોકપ્રિયતા પામવાનો જે માર્ગ ઉપકારિઓએ ઉપદેશ્યો છે, તેના અમલ માટે સજ્જ બનવું જોઇએ. લોકપ્રિયતા નામનો ચોથો ગુણ પામવા માટેનો ઉપકારિઓએ જે માર્ગ ઉપદેશ્યો છે, તેનો અમલ કરવાને ઉદ્યુત બનેલો આત્મા શિષ્ટજ્મપ્રિય બને જ છે, પણ માનો કે-કોઇ તેવા પ્રકારના તીવ્ર પાપોદયના કારણે તેવી લોકપ્રિયતાને ન પણ પામી શકે : છતાં એ વાત તો ચોક્કસ જ છે કે-આ લોકપ્રિયતા ગુણ જે હેતુથી પ્રાપ્ત કરવાનો છે, તે હેતુ તો તેવા લોકપ્રિય નહિ બની શકેલા આત્માનો પણ સિદ્ધ થાય જ છે. કોઇ તેવા પ્રકારના અશુભોદયના પ્રતાપે તથાપ્રકારની લોકપ્રિયતાને નહિ પામવા છતાં પણ, એ આત્મા સધર્મની પ્રાપ્તિ અને તેની આરાધના માટેની લાયકાતને તો પામી જ શકે છે, એટલે લોકપ્રિયતા ગુણ પામવાને માટે ઉપકારી મહાપુરૂષોએ ફરમાવેલા માર્ગનું આસેવન કોઇ પણ રીતિએ નિષ્ફલ તો નિવડતું જ નથી. આ કારણે લોકપ્રિયતા ગુણને પામવાના ઉપકારિઓએ ફરમાવેલા માર્ગને સેવનારાઓએ- ‘હું લોકપ્રિય બન્યો કે નહિ ? અને બન્યો તો કેટલો લોકપ્રિય બન્યો ?' -એ વિગેરે તરફ લક્ષ્ય નહિ રાખતાં ઉપકારિઓએ ફરમાવેલા માર્ગના સેવનમાં જ રત બન્યા રહેવું જોઇએ. બેશક, ‘શિષ્ટનોને હજુ પણ હું અપ્રિય છું, માટે મારામાં Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ખામી હોવી જ જોઇએ' એવી રીતિએ ખામી હોય તો તેને શોધીને દૂર કરવા માટેનો વિચાર કરી શકાય છે અને કોઇ ખામી ન દેખાય તો પૂર્વના દુષ્કર્મની ખામી માની આગળ વધી શકાય છે. સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-સદાચારોથી સુવિશુદ્ધ જીવનને જીવનારો આત્મા આ લોકમાં કીતિને અને યશને પામવા દ્વારા સર્વજનવલ્લભ બને છે અને પરલોકમાં પણ શુભ ગતિનો ભાગી બને છે. આમ છતાં, તમારું એ વાત તરફ ધ્યાન ખેચવામાં આવ્યું કે કોઇ તેવા પ્રકારના પૂર્વના દુષ્કર્મના પ્રતાપે આ લોકમાં કીતિ અને યશ આદિ ન મળે એ સંભવિત છે : જો કે-આવું કવચિત્ જ બને, પણ બને એ શકય છે : પરન્તુ પરલોક્ના ફળમાં તેમજ આ લોક્ના સમાધિસુખમાં તો વાંધો આવે જ નહિ, એ નિશ્ચિત વાત છે : એટલે લોકપ્રિયતા ન મળે તો ય મુંઝાયા વિના જ ઉપકારિઓએ ફરમાવેલા માર્ગના આસેવનમાં દત્તચિત્ત બન્યા રહેવું, એ જ શ્રેયસ્કર છે. આંખના પાંચ ગુણો : આંખમાં પાંચ ગુણ છે. એ ગુણ જીવનમાં કેળવવા જેવા છે. એ પાંચ ગુણવાળો ધર્મ પામેલો હોય અગર ધર્મને પામવાની તૈયારીવાળો હોય. પાંચ ગુણ કયા ? પહેલો ગુણ એ કે-એ પોતાનામાં દોષને આવવા ન દે. દોષ આવતો અટકી જાય, એની આંખ સતતું કાળજી રાખે છે. આવતા દોષની અસર ન થઇ જાય, એ માટે ઝટ બીડાઇ જાય છે. ત્યારે પહેલો ગુણ એ કે-દોષને આવવા ન દે. બીજો ગુણ એ કે-દોષથી બચવાને માટે બનતું કરવા છતાં પણ દોષ આવી જ જાય તો દોષને ટકવા ન દે. નીતરવા માંડે. ખટક ચાલુ જ રહે. દોષ નીકળે ત્યારે જ ઝંપે. ત્રીજો ગુણ એ કે-દોષ એવો આવી ગયો, કે જે ઉપાય કરવા છતાં પણ નીકળે નહિ, તો આંખ ઉંચી ન થાય. ઉચું જોઇ ચાલવા ન દે. આડો હાથ ધરવો પડે. આંખ પોતાને બતાવવાને રાજી નહિ. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ચોથો ગુણ એ કે-બનતાં સુધી તે સારૂં લાગે તે જુએ. ‘ઘણા કચરામાં હીરો પડ્યો હોય તો વધારે નજર ત્યાં જાય અને પાંચમો ગુણ એ કે-ખરાબ લાગતી વસ્તુની સામે આંખ ઠરે નહિ. ખરાબ લાગતી વસ્તુ જૂએ એટલે ઝટ ડોળો ફરે. ટકે તો સારી લાગતી વસ્તુ તરફ, પણ ખરાબ લાગતી વસ્તુ તરફ આંખ ટકી રહે નહિ. આંખ બધું જૂએ છે એમ જ ન બોલો, પણ આંખમાં કેટલા ગુણો છે એનો વિચાર કરો અને વિચાર કરીને મેળવવા યોગ્ય ગુણો મેળવવાને મથો. આ પાંચ ગુણો આદમીમાં આવી જાય તો ? છે આ ગુણો ? દોષ આવી ન જાય એની કેટલી કાળજી છે ? દોષ આવી ગયા હોય તો તેને કાઢવાની કેટલી ઉત્સુકતા અને મહેનત છે ? દોષ હોય તો મોઢું છૂપાવવાનું કદિ મન થાય છે ? દોષ હોય તેની શરમ છે ? દ્રષ્ટિ પારકા અવગુણ તરફ જાય છે કે પારકા ગુણ તરફ ? અને દ્રષ્ટિ ચોંટે છે કયાં ? આ વિચાર કરવા જેવો છે. આ પાંચ ગુણો આજે ધર્મી ગણાતાઓમાં પણ કેટલે અંશે છે ? ધર્મ પામવાને લાયકમાં પણ આ ગુણો અશે અંશે હોય કે નહિ ? અંતરમાં ધર્મ આવ્યા પછી દશા જ જૂદી હોય. ધર્મ કરતા જાય તેમ ગુણ વધતા જાય. આજે કેટલાકોનો ધર્મ ીપતો નથી, એનું કારણ ? ધર્મક્રિયા ચાલુ છે, પણ ધર્મ આત્મામાં આવ્યો નથી. આત્મામાં ધર્મ આવ્યા પછીની ક્રિયા અને આત્મામાં ધર્મ આવ્યા પહેલાંની ક્રિયામાં અંતર રહેવાનું. વિચાર કરો કે-અંતરમાં ધર્મની સાચી ભૂખ હોવા પૂર્વક ધર્મક્રિયા થાય છે કે ધર્મની વાસ્તવિક ભૂખ વિના ધર્મક્રિયા થાય છે ? અંતરમાં ધર્મ આવ્યા વિના પણ ધર્મક્રિયા થાય કે નહિ ? અભવ્યોની અને દુર્ભાવ્યોની જે ક્રિયા થઇ તે અંતરમાં ધર્મ આવ્યા વિના પણ થઇને ? ત્યારે ધર્મક્રિયા કરે એ જ ઉપરથી ધર્મ આવ્યો એમ એકાન્તે ન મનાય, ધર્મ અંતરમાં પરિણમ્યો છે કે નહિ, એની સામાન્યતઃ પરીક્ષા સામાન્ય ગુણો ઉપરથી પણ થઇ શકે. ધર્મ અંતરમાં પરિણમ્યો હોય, એ આત્મામાં Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મ નહિ પામેલા પણ સુયોગ્ય આત્મામાં જે સામાન્ય ગુણો હોય તેય ન હોય ? એ ગુણોનો આજે અમુક ભાગે કારમો અભાવ કેમ દેખાય છે ? આ વસ્તુ આજે ખાસ વિચારવા જેવી છે. ધર્મની જરૂરીયાત છે તો ધર્મ પામવા માટેની લાયકાત કયી ? -એ સામાન્યપણે જણાવવાને માટે આંખના પાંચ ગુણ દર્શાવ્યા. એટલું પણ હૈયામાં જો બરાબર ઉતરી જાય, તો આ ભવમાંય પ્રાય: ધાર્યું સાધ્યા વિના રહેવાય નહિ. પહેલાં સર્વવિરતિની વાત ચાલતી એટલે કહેતા કે- “કરે એને ધન્ય !' આનો અર્થ “અમારે નથી જોઇતી !' એમ તો નહોતો ને ? જો ના તો, હજુ અંતરમાં એમ થાય છે કે-જીવનમાં એક વાર તો છેવટેય એ પામવી ? મરતાં પહેલાં છેવટ પણ પામવાની ઇચ્છા કેટલાને ? જીંદગીમાં વહેલા-મોડા જરૂર લેવી, આયુષ્યનો અન્ન આવતાં પહેલાં છેવટ કાંઇ નહિ તો એક દિવસ પણ પામવી, એ પામ્યા વિના જ મરું તે મને ઇષ્ટ નથી, આવી ઉમિ કેટલાને ? દેશવિરતિમાં પણ જોયું કે-આત્માને જ એમ થવું જોઇએ કે-આપણે કાંક ઠીક પામ્યા એ દશા થોડી. તમને સર્વવિરતિ અને દેશવિરતિની વાતો કઠણ લાગે છે, તો હવે સમ્યક્ત્વની કરણીની વાત. એ કઠણ લાગશે તો ? ઘણું જ ભયંકર ! સમ્યક્ત્વનો વ્યવહાર જણાવવાને માટે આ ભૂમિકા છે. સખ્યત્વના વ્યવહારનું પાલન યથાશકય ન થાય, તો એ ઘણું દુઃખદાયક કહેવાય ને ? પણ એ વાત અવસરે. સુકૃતને મલિન કરનાર તેર દોષો : હમણાં તો એ જોઇએ કે-સુકૃતને મલિન કરનારા દોષો કયા કયા છે ? સુકૃતને મલિન કરનારા દોષોમાં એક શૈથિલ્ય, બીજો માત્સર્ય, ત્રીજો કદાચક, ચોથો ક્રોધ, પાંચમો અનુતાપ, છઠ્ઠો દંભ, સાતમો અવિધિ, આઠમો ગૌરવ, નવમો પ્રમાદ, દશમો માન, અગીઆરમો કુગુરૂ, બારમો કુસંગતિ અને તેરમો પોતાની પ્રશંસાની ઇચ્છા. કેટલાક દોષ એવા કેસુકૃતને શુદ્ધ રીતિએ કરવા ન દે, સુકૃત કર્યા પછી પણ બગાડે અને સુકૃત સારી રીતિએ કરી શકીએ એ સ્થિતિમાં ઑવા ન દે. આમાંના કયા દોષો Page #286 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૭૯ આપણામાં છે અને કયા દોષો નથી તથા નથી તો શાથી નથી એ વિચારવું પડે ને ? દોષોથી બચવાની અને ગુણને પામવાની અભિલાષા છે ને ? એ વાતમાં બહુ શંકાને કારણ નથી, તો પછી સુકૃતને મલિન કરનારા ઘેષોનો વિચાર કરવો એ જરૂરી છે. શિથિલતાન મલિન કરનારી ભૂમિકા મુજબ | સુકૃતને મલિન કરનારા તેર દોષોમાં પહેલો દોષ છે શિથિલતા. શિથિલતા એટલે જ્ઞાતિએ પોતાની ભૂમિકા મુજબ જે ક્રિયાને કરવા યોગ્ય ફરમાવી હોય, તે ક્રિયામાં પ્રમાદ. સૌએ પોતાની મેળે જ પોતાને માટે વિચારી લેવું જોઇએ કે આપણે જ્ઞાતિએ વિહિત કરેલી આપણી ભૂમિકા મુજબની ક્રિયા કરવામાં શિથિલ છીએ કે ઉઘુકત છીએ ? જ્ઞાનિએ કરણીય તરીકે ફરમાવેલી ક્રિયામાં આપણો પ્રમાદ નહિ જેવો છે કે ઘણા જ પ્રમાણમાં છે ? જ્ઞાનિએ જ ક્રિયા આવશ્યક કહી છે, તે ક્રિયા ન થાય તો પણ આપણે વગર ચિત્તાએ ચલાવી લેવાને તૈયાર ખરા કે નહિ ? સ. ફુરસદ ન મળે તો ? ફુરસદ મળે તો કરવાની કહી છે કે આવશ્ય કરવાની કહી છે ? અનુકૂળતા મુજબ કરવાની કહી છે કે તકલીફ વેઠીને પણ કરવાની કડી છે ? પ્રતિમણ ઉભા ઉભા કરવાનું કે બેઠાં બેઠાં ? આપણી કયી ધર્મક્રિયામાં શિથિલતા આવી છે ? બજારમાં તોલાટ કેમ બેસે છે ? અક્કડ બેસે છે ને ? દુનિયાનાં કાર્યો કરવાને માટે જેમ હાલવું જરૂરી હોય, જેમ બેસવું જરૂરી હોય, જેમ વર્તવું જરૂરી હોય, તેમ હલાય છે કે નહિ ? બેસાય છે કે નહિ? વર્તાય છે કે નહિ? ખૂરશી અને ટેબલ મળ્યાં હોય, પણ છ કલાક જેને લખવાનું હોય તે આરામથી બેસે છે કે શરીરને અક્કડ રાખી નીચા મોઢે બેસે છે ? ત્યાં આરામથી ટેકો દઈ બેસવું એ શિથિલતા ગણાય છે. દુનિયાનાં કાર્યોમાં જરૂરી ઉઘુકતતા રહે છે, પ્રાયઃ શિથિલતા આવતી નથી, જ્યારે અહીં ? પ્રતિક્રમણ વખતે કોઇએ ફોટો લઇ લીધો હોય તો ? એકસરખી ક્રિયાનો એકસરખો દેખાવ આવે ? ક્રિયા સો Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આદમી એક જ કરે, એકી સાથે કરે, છતાં પણ આટલાં બધાં આસન કેમ ? -એમ કોઇપૂછે તો ઉત્તર શો ? સોનાં આસનોમાં મેળ હોય ? આદિથી અન્ન સુધી એકસરખું વર્તવાનું હોય, જ્યાં ઉભવાનું હોય ત્યાં બધાને ઉભવાનું અને બેસવાનું ત્યાં બધાને ક્રિયા માટે જરૂરી આસને બેસવાનું, છતાં બધાનાં આસન એકસરખાં હોય ? માનો કે માંદા વિગેરે બેઠા હોય, પણ બેસનારનું ય આસન ઢબસરનું હોય ને ? આ તો એકે આમ ટેકો દીધો હોય, બીજાનો હાથ. આમ હોય, તો ત્રીજાનો પગ જૂદી રીતિએ હોય ! એ શેનું દર્શન ? શિથિલતાનું. પહેલાં તો ક્રિયા કરવાની વાતમાં જ શિથિલતા. શિથિલતા, એ સુકૃતને દોષિત કરનારી વસ્તુ છે. શિથિલતાના યોગે કેટલીક વાર ક્રિયા ન થાય એમેય બને અને કેટલીક વાર થાય તો કહી છે તેમ ન થાય એમેય બને ઉભાં ઊભાં કરવાની ક્રિયા બેઠે બેઠે થાય, બેઠા યોગ્યાસને કરવાની ક્રિયા ટેકો દઈને વિચિત્રાસને થાય, એક ધ્યાને કરવાની ક્રિયા કરતાં બાર ધ્યાન હોય અને એ વખતે પણ ઇન્દ્રિયો કાબુમાં ન હોય, એ શું ? લાગે છે કે-આ દોષ જેટલા અંશે હોય, તેટલા અંશે તે દોષ ધર્મક્રિયાને બગાડે છે ? આટલો આટલો સમય વ્યાખ્યાનાદિ સાંભળવા છતાં પણ જવા જોઇએ તેવા જ્ઞાતા કેમ ન બન્યા ? સમયસર આવ્યા નહિ, બેઠા તેટલો વખત રીતસર સાંભળ્યું નહિ અને છેવટ સુધી ટકયા નહિ ! શરૂની ભૂમિકા આદિ સંભળાય નહિ એટલે વિષયનો પૂરતો ખ્યાલ આવે નહિ, છેવટ સુધી હાજરી નહિ એટલે વિષયનો ઉપસંહાર સંભળાય નહિ અને સાંભળતાં પૂરતી દત્તચિત્તતા નહિ એટલે વિષયના મર્મ સુધી પહોંચાય નહિ ! સમયસર આવવું નહિ, દત્તચિત્તે સાંભળવું નહિ, સાંભળેલું વિચારવું નહિ અને વિષયને સાંગોપાંગ સમજવા જેટલા ટકવું નહિ, એમાં શિથિલતા પણ કારણ રૂપ છે. વર્ષના બારે માસમાં, સામગ્રી હોય ત્યારે, નિયમિત શ્રવણ કરનારા કેટલા ? જેનો એક પણ દિવસ ન પડ્યો હોય એવા કેટલા મળે ? સ. જવલ્લે કોઇ હોય તો. Page #288 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૮૧ એ શિથિલતાથી પણ ખરું ને? જ્યારે દુનિયાનું કોઇ કામ ન હોય ત્યારે આ ક્રિયા કરવાની એમ ? સ. અચાનક કામ આવે. દુનિયાના અચાનક આવતા કામ કરતાં આની કિમત ઓછી ને ? શ્રાવકથી કદાચ તેવી શકિત આદિ ન હોય તો સાધુ ન બનાય, પણ શ્રાવકપણાની કરણી તો ચૂકવી જોઇએ નહિ ને ? વ્યાખ્યાનશ્રવણ, એ સમ્યગદ્રષ્ટિની પણ કરણી છે ને ? સ. જોઇએ તેવી કિમત લાગી નથી. માટે તો વિચાર કરવાની જરૂર છે ! સુકૃતને દૂષિત કરનારો, શિથિલતા, એ પહેલો દોષ છે. માત્સર્ય : બીજો દોષ માત્સર્ય. માત્સર્ય એટલે પારકા ગુણને સહન ન કરવા તે. બીજાના ઉત્તમ પણ ગુણોને આનંદપૂર્વક જોઇ ન શકાય, તે મત્સરતા છે. માત્સર્ય એટલે પારકા ગુણને સહન કરવાની તાકાતનો અભાવ. આ દુર્ગુણ, કોઇ પણ ઉત્તમ ક્રિયાને પ્રાય: સીધી થવા દે નહિ. આ દુર્ગુણ બીજાના ઉત્તમ ગુણોને જોઇ પ્રમોદ ન થવા દે, પણ સામાને હલકો પાડવાને ય પ્રેરે. આજે ધર્મક્રિયા કરનારાઓમાં પણ અમુક એવા છે કે-પાછળના આગળનાની અને આગળના પાછળનાની ટીકા કરે છે. કોઇ ટીપ આવે તો શું થાય છે ? એ દશા શાથી ? એવાઓ કોઇ કોઇના ગુણને આજે સહન કરવાને તૈયાર નથી, શૈથિલ્ય દોષની જેમ માત્સર્ય દોષનું પણ સામાન્ય મોટા પ્રમાણમાં છે ને ? આજના કેટલાકો પોતાનાથી સુખીને જોઈ શકતા નથી; પોતાનાથી આગળ વધેલાને જોઈ શકતા નથી; કોઇને સારો ધર્મી બનેલો જોઇ શકતા નથી. કોઇની ઉત્તમતા જોઇને કોઇ કોઇને ઉત્તમ કહે, તો કેટલાકોને ઉલ્લાસ જાગતો નથી, પણ એને બદલે “હશે!' એમ કહેવાનું મન થઇ જાય છે. આ દોષ જેનામાં હોય તેનો ધર્મ દીપે ? શિથિલતા, એ પહેલો દોષ. શું કરનારો ? ધર્મને શુદ્ધ કરવા તે માત્સર્ય એ ઉકિ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નહિ થવા દેનારો અગર તો ધર્મને દૂષિત કરનારો ! બીજો દોષ માત્સર્ય. આ બેય દોષ વળવા જેવા છે એમ લાગે છે ને ? જેણે પોતાના સુકૃતને દૂષિત ન થવા દેવું હોય, તેણે આ દોષોથી પરાક્ષુખ બનવું જોઇએ. એ દોષો જાય એ માટે બનતા બધા પ્રયત્નો કરવા જોઇએ. કદાગ્રહ : ત્રીજો દોષ કદાચહ. કદાચ એટલે અસદુગ્રહની દ્રઢતા. કોઇ ક્રિયા કરતા હોઇએ, એને સમજુએ ખોટી કહી, પોતાને ખોટી લાગી, છતાં એને પકડી રાખવાની નહિ મૂકવાની જે દશા તે પણ કદાચ છે. સાચી વસ્તુ ન છોડવી એ વાત જુદી છે. જ્ઞાનિએ કહ્યા મુજબ સાચી વાતને પકડી રાખવી, એ કદાચક નથી. સ. પોતે કદાચ નહિ પણ સત્યાગ્રહ માનતો હોય તો ? પોતાને સાચી લાગે છે, એમ કહેનારો સમજવાની તૈયારી અને તાકાતવાળો જોઇએ. બુદ્ધિનો બારદાન હોય તે ઓછું જ ચાલે ? પણ અંતરથી કબૂલ થાય કે-દલીલમાં હું રીતસર ટકી શકતો નથી, મારા કહેવામાં કાંઇક ખોટું છે એમ લાગે છે, છતાં પણ એ પોતાનું પકડી રાખે અને છોડે નહિ, એ કદાચ છે. જ્ઞાનીની નિશ્રાને અંગેની વાત જ જુદી છે, પણ જ્યાં સ્વતંત્ર માન્યતામાં આવી દશા હોય ત્યાં શું થાય ? સ. ન સમજાય તો ? તો મૌન રહેતાં આવડે કે નહિ? ન સમજાતું હોય તો કહેવું કેસમજાતું નથી, પણ આગ્રહમાં સમજ્યા વિના પડવું નહિ. સાચું સમજાય તે છોડવું નહિ. સમજવા તૈયાર રહેવું અને ન સમજાય તો આગ્રહમાં પડવું નહિં. ન સમજવા છતાં પણ ખોટું પકડવું, એ પાપ છે. બધાને કાંઇ બધી જ વાતો સમજાય અને સત્યનો નિર્ણય કરી શકે, એમ ન બને. શાસ્ત્રની એવી વાતો હોય કે-વિદ્વાનો પણ ન સમજે એ બને. સમર્થ શાતાઓએ પણ જ્યાં નિર્ણય ન કરી શકયા ત્યાં લખી દીધું કે-આ આમ કહે છે. તે આમ કહે છે, તત્ત્વજ્ઞાની જાણે. જે વાત સમજાઇ તે બરાબર નિર્ણયાત્મક રીતિએ લખી. Page #290 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૮૩ કદાચથી બચવાના ઘણા રસ્તા છે. કયારે? પકડેલી ખોટી પણ માન્યતાને મૂકતાં માન જસે એ વૃત્તિ ન હોય ત્યારે. આપણું ખોટું દેખાશે, એ ચિન્તા ન જોઇએ. ખોટું લાગે છે પણ મારું ખોટું હતું એમ કહીશ તો મને કોઇ માનશે નહિ, મારે માટે કોઇ ખરાબ વિચાર બાંધશે, એ જાતિના વિચાર ન જોઇએ. એવી માન્યતાના યોગે, ખોટું લાગવા છતાં પણ ખોટું પકડી રાખે તો પરિણામે સમ્યક્ત્વ જાય અને મિથ્યાત્વ આવે. કયું ? આભિનિવેશિક. નિવોને થયું ને ? કમલપ્રભાચાર્ય, જેમનું નામ પાછળથી સાવદ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયું, તે શાથી ભૂલ્યા ? પોતે જાણે છે કેખોટું તો થયું, પણ જો ખોટું કહું તો નામના ચાલી જાય. પાટ ઉપર બેઠા છે, ત્યાં સાચું કહેવું કે નામના જાળવવી, એ વિચારોનું યુદ્ધ ચાલે છે. નામનાનું પલ્લું નમી જાય છે. શ્રી તીર્થંકર-નામકર્મનાં એકઠાં થયેલાં દળીયાં વિખરાઇ જાય છે. એમની નામના એક સમર્થ આચાર્ય તરીકેની હતી. ચૈત્યવાસિઓને એ હંફાવનારા હતા. ચૈત્યવાસિઓ એમનાથી થરથરતા. એ આવે તો પગમાં પડતા અને વિનંતિ કરતા કે-આપ અમારું ન બોલતા : કારણ ? ખાત્રી કે-અવસરે બોલ્યા વિના નહિ રહે. એવા પણ સમર્થ, કે જેમણે પહેલાં મોટી શાસનપ્રભાવના કરી છે, તે નામનાના પલ્લામાં નખ્યા, વિપરીત બોલ્યા તો ગબડ્યા અને અનંત સંસારમાં રૂલ્યા. સ. ખાનગી પ્રાયશ્ચિત લે તો ? પણ પહેલાં પોતે ઉંઘી પ્રરૂપણા કરી એથી હજારો ઉન્માર્ગે ચઢ્યા તેનું શું ? પોતે તો પ્રાયશ્ચિત લીધું, પણ એની ઉધી પ્રરૂપણાના યોગે જે ઉન્માર્ગે ચઢ્યા તેનું શું છે ને કે-જે વાત ખોટી લાગે તે પકડવી નહિ ? આજે જો આ કદાગ્રહ નીકળી જાય તો મોટા ભાગના ઝઘડા નીકળી જાય. કદાચહિઓ પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા સત્તરસો બાનાં લાવે. પોતાનાં જ ઘનમાં પરસ્પર વિરોધ આવે, એટલે ઉલ્ટી રીતે કહેશે-આ તો મેં અમુક હેતુથી કહ્યું હતું અને તે ફલાણી અપેક્ષાએ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કહ્યું હતું. અરે, ભલા આદમી ! ભૂલ કરી હોય તો સીધું કહી દેને કેપ્રમાદથી ભૂલ થઇ. ભૂલને જાણ્યા પછી, એ છૂપાવવાને માટે બોય હેતુઓ આપવા, ખોટી દલીલો, કરવી, સાચી વાતોને ઉંધા રૂપે કહેવી, એ ભયંકર દોષ ખરો ને ? એ બધું શાથી બને ? કદાગ્રહથી. જે સાચી વાતોને, જ્ઞાનને પચાવી જાણે છે, તે આત્માઓ કદાચ રૂપ ભયંકર દોષોથી દૂર રહે છે. ક્રોધ : હવે ચોથો દોષ કયો ? ક્રોધ. સારી પણ ક્રિયા, નહિ કરવા યોગ્ય ક્રોધ કરવાથી કાળી થઇ જાય છે. કોઇ ઉત્તમ ધર્મક્રિયા જઇને નવા આવનારને એમ થાય કે આ આત્મા ઉત્તમ છે પણ એને અયોગ્ય ક્રોધ કરતો ભાળે તો સભાવ ઉડી જાય. જે ભૂમિકા મુજબ જરૂરી છે એની વાત જુદી છે. પ્રશસ્ત કષાય તો કષાયની જડને ઉખેડવામાં સહાયક થનારા હોય છે, પણ એ વાત અવસરે. સુધારવા માટે જરૂરી શબ્દોમાં કહેવું, જરૂરી રીતિથી કહેવું, એ ક્રોધમાં ન જાય. એ ક્રોધ અવશ્ય નહિ કરવો જોઇએ. કે જેમાં આત્મા ભાન ભૂલે : પોતે કયી ભૂમિકામાં વર્તે છે, એનો ખ્યાલ ન રહે : બોલતી વખતે કાયા ધુજ અને ન બોલવાજોનું પણ બોલાઇ જાય. જ્યારે હિતબુદ્ધિના પ્રતાપે જોરથી બોલાય એ બને, પણ જે બોલાય તેનો ખ્યાલ હોય. આપણામાં રાય દુર્ભાવ હોય નહિ, યોગ્ય રીતિએ યોગ્ય શબ્દોમાં કહ્યું હોય, છતાં સામાને ક્રોધ થાય તો એ એની નાલાયકાત છે : પરંતુ બીજાઓને નાલાયક કહેતાં પહેલાં જોવું કે-મેં તો ભૂલ નથી કરી ને ? શિલા એનું નામ કે-શિક્ષા આપતાં હૈયું હાથમાં રહે અને કાયા ધુજ નહિ. બીજા ક્રોધમાં તો વિકરાળતા આવે, કાયા ધુજ અને લોહી ગરમ થાય. શિક્ષામાં એમ નહિ. શિક્ષા અમુક સ્થિતિ સુધી જરૂરી. બીજો ક્રોધ જરૂરી નહિ. સ્વમાનને ન ભૂલાવે, આત્મા ભાન ભૂલે નહિ અને કામ થાય, એવી ઉગતાને અવિહિત કોટિમાં નથી મૂકી. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીથી, સમુદાયને કેવલજ્ઞાની પોતાની સત્તામાં ન રાખે. ભગવાન અનેક આત્માઓને દીક્ષા આપે, પણ સ્થવિરને સોંપે કારણ? આ તો વીતરાગ. અંદર કંઇકેય હોય તો જરૂરી પણ ઉગ્રતા આવે Page #292 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૮૫ ને ? સમુદાયના હિતને માટે શિક્ષાય જરૂરી નથી એમ નહિ. સ્થવિરોને સોંપવામાં સાધુઓનું હિત જળવાય, એ હેતુ છે. વિહિત કોટિની ક્રિયામાં ગણાતો પ્રશસ્ત ક્રોધ ખમવાની જેનામાં તાકાત નથી, તે ધર્મ આરાધવાને લાયક નથી. જે ક્રોધ આત્મભાન ભૂલવે, શું બોલાય ને શું નહિ-એનો ખ્યાલ ન ટકવા દે, નહિ બોલવા લાયક બોલાવે, નહિ કરવા લાયક કરાવે, એ ક્રોધથી દૂર રહેવું જોઇએ. બાકી જે ક્રોધ સાબુની જેમ કર્મમળ દૂર કરવાના સાધન રૂપ છે, એને માટે આ વાત નથી. અપ્રશસ્ત ક્રોધ સુકૃતને મલિન કરનારો છે, માટે એને ચોથા દોષ તરીકે જણાવાયો. અનુતાપ : - પાંચમો દોષ અનુતાપ. કોઇ પણ સારી ધર્મક્રિયા કર્યા પછીથી પશ્ચાતાપ કરવો કે-અધિક કરી નાખ્યું, અગર તો ખોટી ઉતાવળ થઇ ગઈ એમ થાય, એ પણ સુકૃતને મલિન કરનારો દોષ છે. નિયમ કરતાં શું કરી દીષો પણ પાછળથી જો એમ થાય કે- “આ સાલમાં બહુ ઝંપલાઇ ગયા.” -તો એ નુકશાનકારક છે. કોઇ સાલમાં ધર્મમાર્ગે ધાર્યા કરતાં વધુ ખર્ચાઇ જાય, તો એમ થાય કે- “આ ઠીક ન થયું' -એ દોષસૂચક છે. અનુતાપ, એ પણ ભંડો દોષ છે. કેવોક ભંડો ? કરેલી બધી ઉત્તમ પણ ક્રિયાને કદાચ નિષ્ફલ કરનારો. જે ક્રિયા કર્યા પછીથી અનુમોદના થવી જોઇએ, એને બદલે પશ્ચાત્તાપ થાય, તો આત્માની નિર્મળતા નાશ પામે કે બીજું કાંઇ થાય ? ધર્મક્રિયા કર્યા પછીથી- અધિક કરી તે ઠીક ન થયું' એવો વિચાર કરવો તે લાભકારી નથી, પણ લાભને બદલે નુકશાન કરનાર છે. મુનિ આવ્યા, ભાવના વધી, વસ્તુ આપી દીધી, પછી એમ થાય કે- “ઓછી આપી હોત તો ઠીક થાત' એ દોષ રૂપ છે. કોઇ ટીપ આવે, ભાવનાનો ઝરો ખૂલી જાય, ભાવનાનો વેગ વધી જાય, ઉલ્લાસમાં દેવાઇ જાય, પણ ઘેર ગયા પછીથી એમ થાય કે- “વઘારે મંડાઇ ગયા, આજે ન હોત તો ઠીક થાત' -એ વિચાર આવે, તો સમજવું કે-અનુતાપ નામનો દોષ સુકૃતને મલિન બનાવી રહ્યો દોષ રૂપ છે. કલાસમાં દેવાઇ જાય તો છક થાત' એ કો Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. પણ આજે ભાવનાનો વેગ કેટલાકને અને કયારે આવે છે? પૂર્વકાળમાં એવાં દ્રષ્ટાન્તો ઘણાં. વાત વાતમાં, મુનિની ધર્મદેશના સાંભળી અને સેંકડો ધર્મના માર્ગે ચઢી ગયા. શ્રી આષાઢાભૂતિએ નાટક ભવ્યું, તેમની સાથે પાંચસો રાજકુમારો પણ નીકળી પડ્યા. એ નાટકના યોગે સેંકડો સાધુઓ બની ગયા. પરિણામે કેટલાક લોકોએ એ નાટકને સળગાવી મૂકયું. આ કાળમાં જ માત્ર ધર્મ સામે વિરોધ છે એમ નહિ, પૂર્વકાળમાં પણ હતો. મૂળ વાત એ છે કે-એવો ઉમળકોય આવે છે ? પશ્ચાતાપનો દોષ ઓછો શાથી? એવું થતું હોય તો પશ્ચાતાપ થાય ને ? આજે મોટે ભાગે એ દોષને મુખ્યત્વે ઉત્પન્ન કરનારી ક્રિયા નથી. ભાઇ નાચવા તૈયાર હોય પણ પગ જોઇએ ને ? પગ હોય તો ધુધરા જોઇએ ને ? વ્યવહારમાં ઉલ્લાસ આવે, બેના પાંચ થાય, પણ અહીં એવા ગંભીર કે-બેના સવા બે થાય નહિ ! બહુ આગ્રહ કરે તો કહે-ઉપર જૂઓ, એના વીસ તો મારા બે ! કોઇએ કોઇ સારૂં કામ હાથ ધર્યું હોય અને એની શરમ આપવું પડે તેમ હોય, તો આજના કેટલાક એમ પણ કહે કે- “જો, જો, ફસાવતા નહિ.' શાથી ? અમુકથી અધિક જવાનું નથી, એમ પહેલેથી નક્કી કર્યું છે. આવી ઘણી રીતિએ પશ્ચાત્તાપ થાય એવું રાખ્યું જ નથી ને ? ધર્મક્રિયામાં તો એ દશા જોઇએ કે-યથાશકિત જેમ વધુ થાય તેમ સારૂં. ધર્મક્રિયા વધુ થાય તો આનંદ થવો જોઇએ કે- “સારું થયું કે એવો સંયોગ આવ્યો કે જેથી ઉત્તમ ક્રિયા વધુ પ્રમાણમાં થઇ !' અનુમોદનાના સ્થાને પશ્ચાત્તાપ થાય, એ તો ઘણી જ હીન દશા કહેવાય. એ પાંચમો દોષ. દંભ એવો ભયંકર દોષ કે-આત્માની એકેય વસ્તુને સુધરવા ન દે : - હવે સુકૃતને મલિન કરનારો છઠ્ઠો દોષ. આ બહુ જે ભયંકર છે. વાચકશેખર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ કહે છે કે-દંભ, એ બહુ જ ખરાબ હોય છે. આત્માને ઘણું ઘણું નુકશાન કરનારો એ દોષ છે. એ દોષ આત્માની એક પણ વસ્તુને સુધરવા દેતો નથી. વાચકશેખર શ્રીમદ્ Page #294 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૮૭ યશોવિજયજી મહારાજાએ દંભના દોષ સંબંધમાં જ કહ્યું છે, તે પણ. તમને કહી દઉં. તે ઉપકારી ફરમાવે છે કે-દંભ, એ મા અનર્થને કરનારો છે. દંભ, એ મુક્તિ રૂપ વેલડી, કે જે સર્વ સુખને આપનારી છે, તેને બાળવામાં અગ્નિ સમાન છે. દંભ, એ ધર્મક્રિયા રૂપ ચંદ્રને મલિન કરનારા રાહુ ક્વો છે. દંભ, એ સર્વજનોને જે દુર્ભાગ્ય ગમતું નથી તેના કારણે રૂપ છે. દંભી સર્વના અનિષ્ટનું કારણ બને છે. દંભ, એ આત્મિક સુખની આડે આવનાર અર્ગલા રૂપ છે. દંભ, એ જ્ઞાન રૂપ પહાડને ભેદનાર વજ રૂપ છે. ભણીને ઘણી વિદ્વત્તા મેળવી હોય, પણ જો દંભ રૂપ હોય, તો એ દોષ એને ભેદનાર વજ સમાન છે. દંભ, એ કામ રૂપ જે અગ્નિ-તેમાં હોમવાની વસ્તુ જેવો છે. દંભ. એ સર્વ કષ્ટોની ઉત્પત્તિનું કારણ હોવાથી, કષ્ટોના મિત્ર રૂપ છે. તેમજ દંભ, એ મહાવત આદિ જે વતો-તે રૂપ લક્ષ્મીને ચોરી લેનારો છે. આ પ્રમાણે દંભનો મહિમા ગાયા બાદ, દંભનું સ્વરૂપ દર્શાવ્યા બાદ, એ જ વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કેદંભથી વત લઇને, જે મુકિતને પ્રાપ્ત કરવાને ઇચ્છે છે, તે અજ્ઞ છે. દંભથી વત લઇને મુકિતની ઇચ્છા રાખવી, એ લોઢાની નૌકામાં બેસીને સમુદ્રના પેલા કાંઠે જવાની ઇચ્છા રાખવા જેવું છે. અર્થાતુ-એ શકય નથી. ' જ્યાં સુધી મહીં દંભ બેઠો છે, ત્યાં સુધી વત-તપ-જપ વિગેરે કિમંત વિનાનાં છે. કહે છે કે-હૃદય રૂપ ઘરમાંથી જેણે દંભને કાઢ્યો નથી, તેના તે વતથી તેને કયો ગુણ મળવાનો ? કોઇ જ નહિ. અથવા એવા તપથી પણ શું મળે ? કાંઇ જ નહિ. એ સમજાવવા માટે દ્રષ્ટાત્ત આપે છે. જેમની આંખોનું આંધળાપણું નથી ગયું, જે આંધળા છે, તેમને માટે દીવાઓ કે દર્પણ શા કામનો ? જેમ આંધળાઓને માટે દીવા અને દર્પણ નકામાં છે. તેમ જ દંભથી થાય તો વત-નિયમ-તપ નકામાં છે. દંભ કોને કહેવાય ? પોતાના દોષને છૂપાવવા માટે હેયે કંઇ અને હોઠે કંઇ, મહીં કંઇ અને દેખાવ કંઇ, એ દંભ છે. લોચ કરે, ભૂશયન કરે, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નવ પ્રકારે વિશુદ્ધ આહાર ગ્રહણ કરે, બહ્મચર્ય પાળે, નિષ્પરિચહતા રાખે, અને પરિષહ-ઉપસર્ગ આદિ સહે, એટલી બધી કષ્ટક્રિયા કરે, છતાં એક દંભ હોય તો વાંધો શો ? કહે છે કે-એ બધા મોક્ષસાધક ધર્મો દંભના યોગે દૂષિત થાય છે, નિષ્કલ બને છે. એ ક્રિયાનું ફલ મળતું નથી. આ પછી, વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે- દંભ, એ દુસ્યજ છે. રસાસકિત તજવી એ સહેલું છે, દેવભૂષણ છોડવું એ સહેલું છે, કામભોગ તજવા એ સહેલું છે, પણ દંભસેવન એ દુત્યજ છે. દંભસેવનનો ત્યાગ કરવો એ બહુ મુશ્કેલ છે. હવે કહે છે કે- તુચ્છ બુદ્ધિના આત્માઓ શું ધારીને દંભ કરતા હશે ? એનો ખુલાસો કરતાં એ જ પરમર્ષિ ફરમાવે છે કે- એવા લોકોનો એવો સ્વભાવ હોય છે કે-પોતાના દોષ ઢાંકવા પોતાના દોષોનો અપલાપ કરવો-દોષોને છૂપાવવા. તેઓ ધારે છે કે-જો મારી ગુણી તરીકેની ખ્યાતિ થાય તો હું પૂજાઉં ! કારણ કે-પૂજા ગુણવાનની જ થાય. પૂજા સત્કાર પ્રતિષ્ઠા માટે મૂર્ખશિરોમણિઓ આત્માની કદર્થના કરે છે. મારી પૂજા થાય, મારો સત્કાર થાય, હું મહાપુરૂષોમાં ગણાઉં, એવો ગ્રહ વળગવાના યોગે જેઓ દંભની મૈત્રી કરીને આત્માની વિડંબના કરે છે, તેઓને એ મહાપુરૂષ મૂર્ખશિરામણી કહે છે. અર્થાત્ જેમાં એ પ્રકારની વૃત્તિ હોય, તેઓએ પોતાના વત-નિયમ-તપ આદિને સફળ બનાવવાને માટે, એ વૃત્તિને ત્યાગી દેવી જોઇએ, જેથી સ્વપર-અનિષ્ટકારકતાથી બચાય. સ. ધીમે ધીમે વતાભ્યાસથી દંભ ન જાય ? જાય, પણ કાઢવાની વૃત્તિ તો હોવી જોઇએ ને ? બાકી તો એ મહાપુરૂષ ફરમાવે છે કે-દંભથી થતું વતપાલન, એ અસતીના શીલ જેવું છે. અસતી શીલ પાળે તોય શીલની વૃદ્ધિ માટે નહિ ! અસતી શીલ કયારે પાળે ? સંયોગ ન હોય, દુનિયામાં ઉભા રહેવાય તેમ ન હોય, પરિવારાદિનો અટકાવ હોય, એ વિગેરે કારણ હોય તો ને ? કહે છે કે-એ શીલ તીવ મૈથુનાભિલાષની વૃદ્ધિને માટે થાય છે. તે જ રીતિએ દંભથી દોષાચ્છાદન Page #296 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૮૯ સ્વભાવથી, વતપાલન પણ અવિરતિની વૃદ્ધિ માટે થાય છે. દંભ, એ કેટલો ભયંકર દોષ છે, એનો ખ્યાલ આવે છે ? દંભથી એટલે પોતાના દોષ ઢાંકવાના સ્વભાવથી વત પણ અવતની વૃદ્ધિને માટે થાય છે એમ કહે છે ! “દંભ આવો ભયંકર હોવા છતાં પણ, લોક કેમ દંભ કરતા હશે ?' આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ એ મહાપુરૂષ ફરમાવે છે કે- “દંભના આ મહિમાને જાણવા છતાં ય, એટલે માયાચારની ચેષ્ટાએ આપેલી વિડમ્બનાને પોતાની બુદ્ધિથી જાણતા હોવા છતાં પણ, દુનિયામાં મૂર્ખશખરોને દંભ ઉપર એવો વિશ્વાસ જામે છે કે-એ સુખ આપનારો છે.' આજે ઘણાને એમ થાય છે ને કે-દંભ રાખીશું તો ફાવીશું ? એના યોગે દોષ ઢંકાય છે અને ખોય પણ ગુણ બહાર લવાય છે ! કેટલાક મુખ માને છે કે-આ દંભ ન આવડ્યો હોત તો બૂરી હાલત થાત ! કહેશે કે-એ તો કરવો પડે; એ વિના ન ચાલે. એમ કરતાં દંભ ઉપર વિશ્વાસ થઇ જાય કે-એનાથી ફ્લાય છે. એવાઓ પગલે પગલે અપમાનાદિથી તિરસ્કારને પામે છે. આ પછી એ જ “મહાપુરૂષ' ફરમાવે છે કે અહો, મોહનો પ્રભાવ કેવો છે? કે-કાજળના કુચડાથી જેમ ચિત્રનું રાત્યાનાશ વળે તેમ દંભથી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી ભાગવતી દીક્ષાનું મૂર્ખાઓ સત્યાનાશ કાઢી નાખે છે : માટે ધર્મમાં વિનાશના હેતુભૂત એવો ઉપદ્રવ તે દંભ છે. જેમ કમળને માટે હિમ વિનાશહેતુ છે, જેમ શરીરને માટે રાગ વિનાશહેતુ છે, જેમ વનને માટે અગ્નિ વિનાશહેતુ છે, જેમ દિવસને માટે રાત્રિ વિનાશહેતુ છે, જેમ શાસ્ત્રને માટે જડતા વિનાશહેતુ છે અને સુખને માટે જેમ કલહ વિનાશ હેતુ છે, તેમ ધર્મને માટે દંભ એ વિનાશ હેતુ છે. હવે આગળ વધીને એ મહાપુરૂષ ફરમાવે છે કે માનો કે-સંયમ લીધું. એ પછીથી પાંચ મહાવત રૂપ મૂલગુણો અને એ મૂલગુણોની વૃદ્ધિ કરનારા પિડેવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો, એ ગુણોનું પાલન કરવાને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જે સમર્થ ન હોય તેણે શુદ્વ શ્રાવક બનવું એ યોગ્ય છે, પરંતુ પોતાના દોષો દંભથી આચ્છાદિત કરી રહેવું તે યુકત નથી : કારણ કે-દંભથી ધર્મ નથી થતો, એવો શાસ્ત્રનો સિદ્ધાન્ત છે. ગુણ લીધા, પછી નથી પળતા, નથી સચવાતા ને બહાર કહેવાય નહિ, એ માટે દોષ ચાલુ રાખવા ? અશકિતના યોગે ઉત્તરગુણના પાલનમાં ન્યૂનતા આવે એ વાત જુદી છે, પણ નહિ પાળવા છતાં પાળીએ છીએએવો દંભ ન જોઇએ. સાધુ અને શ્રાવક સિવાયનો પણ એક માર્ગ છે. કયો ? સંવિજ્ઞ પાક્ષિકનો. એ વિષે કહે છે કે-સાધુપણું મળે નહિ અને શાસનમાં દ્રઢ રાગ હોય તેમ મુનિવેષ તરફ બહુ ભકિત હોય એથી પ્રખ્યાતિથી શાસનાપભાજપનાની ભીતિથી મુનિવેષને છોડવાને જે અશકત હોય, તે મુનિ શું કરે ? વિશિષ્ટ સંયમી સાધુનો સેવક બની રહે. સંવિજ્ઞપાક્ષિક બને. જે લજ્જાથી કે શાસનની અપભ્રાજવાની ભીતિથી મુનિવેષનો ત્યાગ કરવાને સમર્થ ન હોય, તેણે સાધુઓને સ્વસ્વરૂપના નિવેદનપૂર્વક સાધુસેવાકારી સંવિજ્ઞપાલિકપણે રહેવું જોઇએ. સંવિજ્ઞપાક્ષિક કેવા હોય ? વંદે પણ વંદાવે નહિ. ઉપદેશ દે પણ મુંડે નહિ. સાધુઓને જણાવે કે-હું મુનિ નથી. એવો નિર્દભ અને મન્દઝિયોદ્યમ સંવિજ્ઞપાક્ષિક, કે જે યથાર્થ મુનિગણનો પ્રરૂપક હોય, તેની સ્વલ્પ પણ યતના, નિર્દભપણાના યોગે, કર્મની નિર્જરાને કરે છે. આ રીતિએ નિર્દભપણે જીવે તો એની થોડીય યતના, તે ગુણરાગી હોવાથી, ઘણો લાભ કરે. કયારે ? આ વૃત્તિ હોય તો. આ પછીથી વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે-એવાનું નામ લેવું એય પાપ છે. કોનું ? પાંચ મહાવતના ભારને, એટલે મહાવતોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસાર નિરતિચારતાથી પાળવાને અસમર્થ એવાં કેટલાક લૂચ્ચાઓ, પોતાના સ્વરૂપને જાણતા હોવા છતાં પણ, “અમે સાધુ જ છીએ' એમ બોલે છે, તેવા ચારિત્રભ્રષ્ટ દંભિઓનું નામ લેવું, એ પણ પાપને માટે થાય છે. દંભની અનર્થકારકતા સમજવાને માટે આ ઓછું છે? મહાવતની ક્રિયા પણ નિષ્ફળ નિવડે, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અવતની વૃદ્ધિ માટે થાય, એ ઓછી હાનિ નથી ! એવા દંભિઓનું નામ લેવું એ પણ પાપ માટે થાય છે, એમ કેમ ? એ મહાપુરૂષ ફરમાવે છે કે- ‘જે હંભિઓ સમ્યક્ એવી કાલોચિત વ્રતપરિરક્ષણ રૂપ ક્રિયાને પાળતા નથી, તેઓથી મોટા આશ્ચર્યની વાત છે કે-સાધુનામમાત્રથી, ભવ્ય નસમૂહ છેતરાય છે ! અને ‘હું ધર્મી છું' -એવા પ્રકારની પ્રસિદ્ધિના લોભે, પોતાના દોષને છૂપાવનાર તેમજ ગુણહીન હોવા છતાં પણ, હ્રદયમાં દંભ રાખનાર જગતને તરણા સરખું માને છે ! કેટલાક દંભિઓ તો એમ માને છે કે-એ એક કળા છે. કોઇ જેવા હોય તેવા ઓળખે નહિ એમ વર્તવું, એને કળા કહી અભિમાન લેનારા આજે નથી એમ નહિ ! ‘અવસરે દંભી પોતાનો ઉત્કર્ષ કરે અને પોતા સિવાયના બીજા ગુણીનોનો અપવાદ બોલે, એથી એની ભવિષ્યમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ બને છે તેમજ એ મહાતપથી પણ દુર્ભેદ્ય અને નરકાદિની પ્રાપ્તિને યોગ્ય કઠિન કર્મને બાંધે છે.' એ સ્થિતિ શાથી આવે ? દંભથી. એવો દંભ આપણામાં છે કે નહિ, એ ધર્મક્રિયા કરનારે સાવચેતીથી જોયા કરવું જોઇએ. દંભને માટે આટલું વિસ્તારથી ણાવ્યા બાદ, વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે- ‘દંભવાન કઠિન દુષ્કર્મને બાંધે છે એ હેતુથી, આત્માએિ, નરકાદિ દુ:ખો રૂપ ઉપદ્રવના કારણ એવા દંભનો ત્યાગ કરવો જોઇએ.' નાનોય દંભ કરવો, એ આત્માથિન માટે વ્યાજબી નથી. ભગવાન શ્રી નેિશ્વરદેવોએ આ વાત એકાન્ત ણાવેલી છે કે-દરેક ધર્મક્રિયા સરલપણે, દંભરહિતપણે કરવી. વિવેકની જરૂર : દંભના આ સ્વરૂપને જાણ્યા પછી તો, કલ્યાણના અભિલાષી આત્માઓએ, જીવનમાંથી દંભને દેશવટો દેવાને માટે તૈયાર થઇ જવું જોઇએ. કરવું ઓછું ને બતાવવું વધારે, કરવું કાંઇ નહિ અને કહેવું જૂદું, એ દંભ છે. દરેકે વિચાર કરવો : આત્માને પૂછવું : લાગે છે કે-આપણામાં Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દંભ છે ? પછી એમ લાગી જાય કે-આપણે દંભ કરીએ છીએ, તો એ દુર્ગુણને કાઢી નાખવાનો પ્રયત્ન શરૂ કરી દેવો. દંભનો લેશ પણ નથી, એમ આત્મા સાક્ષી પૂરે છે? કોઇ એમ કહે કે-પૂજા બહુ સારી કરો છો ? અને જો તેમ ન હોય કે શકિત મુજબ ન કરતા તો કહેવું કે-હજુ શક્તિ મુજબ, કરવી જોઇએ તે રીતિએ થતી નથી. આજે કેટલાકોની એ માન્યતા થઇ ગઇ છે કે-દુનિયામાં ગમે તેમ ઉધાં-છતાં કરીએ પણ ફાવતી રીતે થોડો ધર્મ કર્યો એટલે બેડો પાર ! એવાને એ કોણે શીખવ્યું ? ઘણી ઘણી વિપરીત માન્યતાઓ ઘર કરી ગઇ હોય એમ કેટલાકો માટે દેખાય છે. એ દૂર કરવી હોય તો વિવેક કેળવો. વિવેક આવ્યો તે દિ શકિત-સામગ્રી જેટલો ધર્મ નહિ થાય તો હૈયામાં દુઃખ થશે. ખોટા હોવા છતાં પણ સારા કહેવાઇએ એવી જ ઇચ્છા તે દંભ છે. ભાવના ન હોય તો પણ ધર્મ કરવાની મના નથી, પરંતુ પોતાના દોષને ઢાંક્વા માટે દંભથી ધર્મ કરવાની મના છે. દેખાવ માટેનો ધર્મ એ ધર્મ નથી પણ દંભ છે. વર્તનમાં ખામી રહેવી, એ અસંભવિત નથી. ખામી હોય, પણ દંભ નહિ જોઇએ. ગુણી તરીકે પૂજાવા માટે, ગુણી તરીકેનો સત્કાર પામવા માટે, ગુણીજનોમાં ખપવા માટે, પોતાના દોષોને ઢાંકવા અને અછતા ગુણોને કહેવા, એ ભયંકર દુર્ગુણ છે. દંભ દુત્યજ છે એમ લાગે છે ? અનુભવ કરવા માંડો તો લાગે; ઉત્તમ ક્રિયા સરળતાપૂર્વક, આડંબર વિના, સારૂં કહેવડાવવાની વૃત્તિ વિના કરવા માંડો અને તે પછી આત્માને પકડવા માંડો. દંભને કાઢ્યા વિના મોલે વાવાનું નથી, કારણ કે-દંભથી ધર્મ દૂષિત થાય છે. વિનચરત્નનો દંભ : | વિનયરત્નના દંભથી આચાર્ય છેતરાયા. એવો દંભી કે- સૌ કરતાં વધુ વિનયી લાગે. બાર બાર વર્ષ સુધી સંયમની ક્રિયાઓ એવી રીતિએ કરી કે-ગુરૂને અતિ વિશ્વાસ આવ્યો એના પરિણામે, વિનયરત્ન રાજાને હસ્યા અને એથી આચાર્યને સ્વયં મરવું પડ્યું. આ સ્થળે કહેવાશે કેએટલો વખત સંયમમાં તો રહ્યો ને ? નહિ જ, માટે સમજો કે-દંભ સ્વ અને Page #300 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૯૩ પર બન્નેને હણનારો છે. આજે ઘણાઓ એવો દંભ ધર્મમાં કરે છે કે-ન પૂછો વાત. અહીં કંઇ બોલે, બહાર જઇને કંઇ બોલે. સાધુ પાસે જાય તો વન્દન કરે અને પછી બહાર ગાળ પણ દે ! આત્મકલ્યાણના અભિલાષી આત્માઓએ, એ દંભને તજવામાં જરા પણ પ્રમાદી નહિ બનવું જોઇએ. સુકૃતને દૂષિત કરનારો આ છઠ્ઠો દોષ છે. બીજાના દોષ પચાવવા : અનન્ત ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે ધર્મ વિનાનું જીવન, એ વાસ્તવિક જીવન નથી. જીવનની કિમત ધર્મથી છે. જીવનમાં ધર્મની જરૂર અનિવાર્ય છે. હવે જ્યારે જીવનમાં ધર્મ એ જરૂરી વસ્તુ છે, એના વિના ચાલે તેમ છે નહિ, ધર્મ વિનાના જીવનની કિમંત નથી, તો ધર્મ જીવનમાં આવે કયારે ? આત્મામાં અમુક પ્રકારની દશા પ્રગટે તો ! વાસ્તવિક રીતિએ ધર્મ જીવનમાં આવે, એ માટે આત્મામાં અમુક પ્રકારની લાયકાત આવવી, એ પણ આવશ્યક છે. ધર્મ, એ એવી મામુલી વસ્તુ નથી કેએકદમ, વગર યોગ્યતાએ આવી જાય. આરોગ્ય લાવવા માટે રોગ વો જોઇએ ને ? રોગ જાય કયારે ? યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ. સેવન કરાય તો ! ઔષધિ પણ કામ કયારે કરે ? જરૂરી મળ નીકળ્યા બાદ ! પહેલાં મળ કાઢવાની મહેનત ઘાય. મળ નીકળે, પેટ સાફ થાય, યોગ્ય ઔષધિનું યોગ્ય રીતિએ સેવન કરાય અને એથી રોગ જાય તો આરોગ્ય પ્રાપ્ત થાય : તેમ ધર્મ એ પણ આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરાવનારૂં અનન્તજ્ઞાનિઓએ દર્શાવેલું અનુપમ કોટિનું ઔષધ છે. એ ધર્મ રૂપ ઔષધ કામ કયારે કરે ? આત્માને વળગેલો અમૂક મળ દૂર થાય ત્યારે ! જ્યાં સુધી આત્મામાં મળ વધુ પ્રમાણમાં બેઠો હોય છે, ત્યાં સુધી તે આત્માને માટે ધર્મ રૂપ ઔષધિ જોઇએ તેવી કારગત બનતી નથી. ધર્મને પામવાની લાયકાત આવવી, એનો જ અર્થ એ છે કે-અમૂક પ્રકારનો મળ દૂર થવો : આથી સ્પષ્ટ છે કે-જેણે ધર્મ રૂપ ઔષધિનું સેવન કરવા દ્વારા આત્માની સ્વાભાવિક નિર્મળ દશાને પ્રાપ્ત કરવી હોય, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેણે ધર્મને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં બેદરકાર બનવું ન જોઇએ. ધર્મને પામવાની લાયકાતને અંગે, પહેલાં આપણે ઘણી બાબતો વિચારી ગયા છીએ. જેનામાં ધર્મને પામવાની લાયકાત આવી છે, તેવો આત્મા, સામાન્ય રીતિએ પોતાના દોષોને જોવાની અને જાણવાની ઉપેક્ષાવાળો ન હોય : એટલું જ નહિ પણ પોતાના દોષને યથાશકય સુધારવાની વૃત્તિવાળો પણ ન હોય એમ નહિ. એવો આત્મા પારકા દોષોને ઇરાદાપૂર્વક અનિષ્ટ વૃત્તિથી જોવાને પ્રેરાનારો ન હોય. કોઇના દોષ એ ન જ જૂએ એમ નહિ, પણ દોષ જોવામાં એની દુર્બુદ્ધિ ન હોય. પારકાનાં દોષને જોવાની વૃત્તિવાળો ન હોય, તેમ છતાં પારકા દોષ દેખાઇ જાય, તો એ દોષોને એ પચાવનારો હોય; પણ કોઇનુય અનિષ્ટ થાય એની દરકાર રાખ્યા વિના, હીન વૃત્તિવાળો બની, એના ધજાગરા ચઢાવનારો ન હોય. પોતાના દોષ જોવા, જાણવા તથા સુધારવાની આતુરતા અને પારકા દોષ જોવાની દુવૃત્તિ નહિ તેમજ જોવાઇ જાય તો પચાવવાની વૃત્તિ, એ પણ નાનોસૂનો ગુણ નથી. એ ગુણ. આજે લગભગ વિસારે પડતો જાય છે. કાંઇક અંશે એ વસ્તુ કુટુંબમાં રહી છે, પણ ત્યાંય જો ઉંડા ઉતરીને “તપાસાય તો નાસીપાસી મળે તેમ છે. સ્વાર્થ ઉપર ઘા પડે તો ત્યાંય ગંભીરતા પ્રાય: રહેતી નથી. ત્યારે જ્યાં મારાપણું મનાયું છે ત્યાં એની ઝાંખી મળે તેમ છે ! બાકી તો આજે પારકો દોષ ઝટ દેખાય છે એમ નહિ પણ ઝટ જોવાય છે અને પોતાનો દોષ પ્રાય: દેખાતો નથી. જ્યાં આંધળો રાગ થઇ જાય છે, ત્યાં કેટલીક વાર દોષ પણ ગુણ રૂપ લાગે છે અને અન્યના દોષને પચાવવાની તાકાત આજે નષ્ટપ્રાયઃ થઇ ગઇ છે. પૂર્વકાળમાં તો ધર્મને નહિ પામેલા પણ સુયોગ્ય આત્માઓમાં એ ગુણ સ્વાભાવિક મનાતો. પારકા દોષ જોવા, પારકા દોષ ચોરે અને ચૌટે કહેવા તેમજ પારકી નિન્દા કર્યા કરવી, એ આજે લગભગ સ્વાભાવિક જેવું મનાય છે, જ્યારે પૂર્વકાળમાં એ દુર્ગુણ બહુ ભયંકર મનાતો પેલા વણિકુપુત્રના દ્રષ્ટાન્તમાં આપણે એ વસ્તુ જોઇ. એણે બાઇના દોષને ખમી ખાધો, ગંભીરતા રાખી કોઇને ન કહ્યો, એ શાથી ? એનામાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એ ગુણ હતો માટે ! એણે કાંઇ રાગથી ગંભીરતા નહોતી રાખી. ગુણના યોગે જ એને વિચાર થયો કે-નાહક કોકનો જાન જોખમમાં મૂકાય કે શુંય બને, માટે બન્યું તે ખરૂં પણ હવે કોઇને કહેવું નહિ. બાઇ પર તેવો રાગ થઇ ગયો,હોત તો વાત જુદી હતી, પણ બાઇ પર તેવો રાગ નથી : કારણ કે-પ્રથમ પરિચય હતો. પહેલી જ વાર તેડવાને આવેલ છે. તેમાં બાઇ જ્વાને નાખૂશ હોવાથી એને કુવામાં ફેંકી દે છે. આવા પ્રસંગે ક્રોધ અને દ્વેષના માર્યા, ઉલ્ટો હોય તે કરતાં પણ વધારે દોષ આજે ગવાય કે નહિ ? આજે એવું બને તો ગંભીરતા રહે ? ગુણના યોગે ગંભીરતા જળવાય તો એ પ્રશંસાપાત્ર છે. આંધળા રાગને આધીન થઇ ઇને, પોતાના માનેલા બીજાના દોષો છૂપાવાય એ ગુણ નથી. ગુણ તો એ કહેવાય કે-કેવળ સ્વપરની હિતબુદ્ધિથી પારકા દોષોને પચાવાય ! ઉત્તમ કુળોમાં અમુક ગુણો કુદરતી આવે છે ઃ આવા સ્વાભાવિક ગુણો પણ આજે લગભગ નષ્ટપ્રાયઃ થઇ ગયા છે : એનું મુખ્ય કારણ એ પણ છે કે-આનાં કુળો મોટે ભાગે વસ્તુતઃ સુકુળો રહ્યાં નથી. સુકુળ, એ પણ અમુક ગુણોને પમાડનારૂં અને ટકાવનારૂં પ્રબળ સાધન છે. શાસ્ત્રકારોએ કહ્યું કે-આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ મહાપુણ્યના યોગે થાય છે. આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળ, એ સામગ્રી પણ આત્મામાં અમૂક જાતિની યોગ્યતા સ્હેજે ઉત્પન્ન કરી દે છે. ધર્મ પામ્યા પછીથી આવતા ગુણો એ જુદા, પણ તે સિવાયના ગુણ, આર્યદેશ, ઉત્તમ જાતિ તથા ઉત્તમ કુળને પામેલામાં સામાન્યતઃ કુદરતી આવે છે. રાજકુળોમાં વિનયગુણ કુદરતી મનાય છે. ઉત્તમ કુળોની અંદર ભાષામાં પણ નમ્રતા હોય છે. ભાષા ઉપરથી પણ કુલીનતાનું માપ નીકળે. અમૂક કુળમાં અમૂક ગુણ લાવવા નથી પડતા, તે સ્વાભાવિક આવે છે : નહિતર કુળ ઉત્તમ શાનાં ? જેમ દેશની ભાષા બચ્ચું વગર ભણ્યો પણ બોલતાં શીખે છે, તેમ ઉત્તમ કુળોમાં અમૂક ગુણો કુદરતી ૨૯૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આવે છે. જૈન જેવા ઉત્તમ કુળને પામવા સાથે તમને જે ગુણો વારસામાં સ્વાભાવિક રીતિએ મળવા જોઇતા હતા, તે મળ્યા હોય એવું ઓછું છે ને ? અને તમારા તરફથી તમારા સંતાનોને મળે તેવું શું છે ? મોડા ઉઠવું, દોડ્યા દોડ્યા પૂજા કરવા જવું, ટાઇમ ન હોય તો એમ ને એમ બજારમાં જવું, ત્યાં આડુંઅવળું કરવું, ઘેર આવીને તપ્યું તડું બોલવું, બચ્યું એ સાંભળે અને જૂએ, એટલે એના ઉપર છાયા તો એ જ પડે ને ? કાંઇક ગુમાવ્યું હોય ત્યારે રોષમાં ફર્યા કરો, ઉદાસીન બની બેસો, બોલો તો આવેશમાં બોલો અને કાંઇક આવી ગયું તો નાચો, એ જ સંસ્કાર બચ્ચાને મળે કે બીજા ? પ્રાત:કાળમાં વ્હેલા ઉઠીને આવશ્યક ક્રિયા ઘરમાં થતી હોય, તો બચ્ચાંના કાને પણ અનેક ઉત્તમ શબ્દો સાથે સતા-સતીનાં પવિત્ર નામોના ધ્વનિ પડે : પણ આજે ઘરમાં શું રહ્યું છે ? ઘરમાં કયી વસ્તુ એવી છે, કે જે ધર્મની રૂચિ પ્રગટાવે ? દોષ ન જેવો ને પચાવવો એમાંય મુંઝવણ : આજે શાસ્ત્રમાં કહેલી વાતો સીધેસીધી સમજવા-સમજાવવાની મુશ્કેલી છે. બીજ નાખવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી શાસની વાતો સીધેસીધી ગળે ઉતરે કયાંથી ? બીડના પ્રદેશમાં બીજ નાખવાથી શું થાય ? જો વખતસર સંભાળાય નહિ તો સડે, ગંધાય અને મરકી ફેલાવે. આ ઉપદેશ પણ યોગ્ય આત્માઓને જ રૂચે ઘણા એવા કે-શાસની વાતો સાંભળે ને બળે. રૂચે તો નહિ પણ રોષ ચઢે. આજે ધર્મને પામવાની યોગ્યતા કેળવવાની વાતમાં પણ કેટલી મુશ્કેલી લાગે છે ? પારકો દોષ જોવાની બુદ્ધિ નહિ રાખવી અને જોવાઇ જાય તો સ્વપર હિતના કારણ વિના હૈયામાંથી બહાર નહિ કાઢવો, એમાંય કેટલાકને મુંઝવણ થાય છે. કેટલાક કહે છે કે-નવરા હોઈએ તો શું કરીએ ? નવરા પડ્યા એટલે કાંક બોલવા જોઇએ ! પછી તો સાચું નહિ તો ખોટું; હિતનું નહિ તો અતિનું પણ બોલવા જોઇએ ! બહુ બોલનારા ઘણી વાર કસાઇથી પણ ભૂંડા નિવડે છે. શાસ્ત્ર અપરિમિત બોલનારાને Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રાયઃ મૃષાવાદી કહ્યા. જેને બહુ બોલવાની ટેવ પડી હોય તેનું શું થાય ? તત્ત્વની વાત કર્યા કરે તો લોક સાંભળે નહિ અને વાત કરનારા ને સાંભળનારા તો જોઇતા જ હોય, એટલે એવાને બહારની વાતો કરવી પડે. પછી સાચી કેટલી લાવે ? ત્યારે હિતકર વાત રહી નહિ, બનાવ રૂપે પણ સાચી રહી નહિ, એટલે આ વાતોથી કોનું ભૂંડું થશે કે કેવું ખરાબ પરિણામ આવશે એ જોવાય નહિ અને પરના ખોટા પણ દોષો ગવાય ! ઉત્તમ આત્માઓમાં વસ્તુત: દોષની દ્રષ્ટિ જ રહેવી ન જોઇએ અને પારકા દોષ જોવાઇ જાય તો એને પચાવવાની તાકાત કેળવવી જોઇએ. પૂર્વે તો ઉત્તમ કુળનો આ રિવાજ હતો. આની જેમ લોકો ચોરે અને ચૌટે બેસીને વાતો નહિ કરતા : આની જેમ રખડવા નીકળતાં નહિ ! આજે આવશ્યકના ટાઇમે જૈનો પણ મોટે ભાગે રખડતાં શીખ્યા ! રખડતાં મૂંગા રહેવાય નહિ, તત્ત્વનું ભાન નહિ, તત્ત્વ જાણવાની ગરજ નહિ, એટલે આ આવોને તે તેવો-એ વાતો ચાલે. સ. શરીરને માટે ફરવું જરૂરી છે. આવશ્યક જો વિધિપૂર્વક કરવામાં આવે તો એ માનસિક શુદ્વિ કરે, વાચિક શુદ્ધિ કરે અને કાયિક શુદ્ધિ પણ કરે. આવશ્યકમાં કાયાની શુદ્ધિ કુદરતી થાય છે. એમાં પૌદ્ગલિક ધ્યેય ન જોઇએ. આજે મુંબઇમાં આવશ્યક ક્રિયા નિયમિત કરનાર હજારે કેટલા નીકળે ? ખરેખર, ઉત્તમ કુળના રિવાજ નાશ પામતા જાય છે, લોક રખડતા બનતા જાય છે અને રખડતા નીકળેલા ધંધો શો કરે ? આડી-અવળી વાતો કરે એટલે કોકની નિધ ! સ. આજે તો વર્તમાન પત્રો વાંચીને ઘણા ઉંધે માર્ગે ચઢે છે. આ જ્ગાનો વર્તમાન પત્રોનો હોય તો પણ કુળના આગેવાન ધારે તો પોતાના કુળને, વર્તમાન પત્રોના વાંચનદ્વારા નિપજ્તી ખોટી અસરથી મુકત રાખી શકે છે. આગેવાન ડાહ્યો જોઇએ. વડિલ ધારે તો ઘર સુધરે. રોજ વર્તમાન પત્રોની વાતો ઉપર ટીકા કરવાનું રાખે કે-આમાં આ ખોટું Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અને આમાં આ અહિતકર ! પણ આનાઓ કહે છે કે-એ શે બને ? આજે ઉપદેશથી જે અસર પ્રસરવી જોઇએ તે કેમ પ્રસરતી નથી ? ઘેર જઇને કહેવાનાં પચ્ચખાણ. આખું ઘર સાંભળવા આવી શકે એવો બંદોબસ્ત છે ? બંદોબસ્ત એવો કે-પ્રાય: બાઇઓ આવી ન શકે ! ઘરનાં બધા લાભ લઇ શકે નહિ ! શ્રાવકનું કુળ પામે તો શ્રી જિનવાણીના નિરંતર શ્રવણથી વંચિત રહે ? પેઢીવાળા મોડા જાય અને નોકરીયાત થોડો સંયમ કેળવે, તો પ્રાયઃ ઘરનાં બધાંને લાભ અપાવી શકે. આજે આ વિચારો નથી. આવવા દે નહિ અને ઘેર જઇને કહે નહિ. કેટલાંક કુળોને તેના પૂર્વજોએ બગાડ્યાં છે અને આજનાઓ અને પુષ્ટ કરે છે, પણ કુળને સુકુળ બનાવવાની જેવી જોઇએ તેવી ઇચ્છા નથી.તમે કર્મને માનો છો કે નહિ ? આપણે પણ એક દિ મરવું પડશે, એની ખબર છે ને ? મરીને કોઇક જગ્યાએ જવું પણ પડશે, એ માનો છો ને ? અહીં જે પાપ કરો છો તે પાપોનો બદલો ભોગવવો પડશે, એમ લાગે છે ? સ. એ બધું માનીએ છીએ. અને છતાં નિશ્ચિત છો ? પરલોક કદિ યાદ આવે છે ? ચોવીસ કલાકમાં પરલોક કયારે યાદ આવે છે ? આજે કેટલાકોની એ દશા છે કેએ બીચારાઓને આત્મા, પરલોક, પુણ્ય, પાપ વિગેરે યાદ આવતું નથી. વસ્તુત: નાસ્તિક એ ગાળ નથી અને આસ્તિક એ અલંકાર નથી. નાસ્તિકતા અને આસ્તિકતા, એ શબ્દોથી આત્માનું સ્વરૂપ બતાવાય છે. આસ્તિકતા એ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે અને નાસ્તિકતા એ સ્વભાવિક સ્વરૂપ છે. એ રીતિએ સ્થિતિ કહેવાય એમાં ગુસ્સો કેમ ? યોગ્ય આત્મા તો ગુસ્સે થવાને બદલે ચોંકે અને માર્ગ પણ આવી જાય. મૂળ વિના રોપા જોડેલા છે માટે કરમાય છે : આવી સ્થિતિ જેટલે અંશે આવી હોય, તેમાં પરિવર્તન થવું જોઇએ ને ? પરિવર્તન લાવવાને માટે, ખોટાને કાઢી સારાને લાવવાને માટે, ભૂલાએલા સુન્દર આચાર-વિચારો પુનઃ તાજા કરવાને માટે આ કહેવાય Page #306 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૯૯ છે. અહીં બેસનારે માખણીઆ તેમજ ખોટી કીતિના લોભી બનવું ન જોઇએ. માત્ર સ્વપર હિતની દ્રષ્ટિએ અનંતજ્ઞાનિઓએ અને મહાપુરૂષોએ કહેલી વાતો કહેવી જોઇએ. એ વાતો એવી રીતિએ કહેવાય કે-સામાને પોતાના દોષો ખ્યાલમાં આવે અને ગુણ કેળવવાની ભાવના થાય. આ પાટે બેસનાર માખણીયા બને તો અનંતજ્ઞાનિએ કહેલી વાતો કહી ન શકે. આ પાટ એવી જબરી છે કે-જે ભૂલે તેને મારે. ઉપદેશક અને શ્રોતા બન્નેએ માર્ગમાં રહેવાનું. તમે સાંભળો છો શા માટે ? દોષો કાઢવા અને ગુણો મેળવવા માટે ને ? ધર્મ કરો છો શા માટે ? એ જ માટે ને ? તો પછી કદિ સરવૈયું કાઢ્યું કે-આ બધું નામાં ચાલે છે કે ખોટમાં ? વધે છે કે ઘટે છે ? વેપારીએ બારે મહિને કાંઇક ને કાંઇક રળવું જોઇએ, નોકરીઆતે બારે મહિને કાંઇક ને કાંઇક બચાવવું જોઇએ, વિદ્યાર્થીિએ બારે મહિને પરીક્ષા પાસ કરવી જોઇએ-એબ દરેકને કાંઇક ને કાંઇક દરવર્ષે મેળવવું જોઇએ એવો વ્યવહારમાં કાયદો છે, તો અહીં ? સમય જાય છે તેમ ધર્મક્રિયામાં ઉત્સાહ વધે છે કે ઘટે છે, એનું માપ કદિ કર્યું છે? કેટલાક વખતથી ધર્મ કરો છો ? અમૂક પર્યાય થયો ને ? જેઓ માત્ર પૂજા કે પ્રતિક્રમણ કરતા હોય, તેમને માટે તે ક્રિયાનો પર્યાય ! ત્યારે ક્રિયાનો પર્યાય વધ્યો તેમ દોષ વધ્યા કે ઘટ્યા ? ગુણ આવ્યા કે ગયા ? પ્રમાદ વધ્યો કે ઘટ્યો ? પ્રતિક્રમણ રોજ કરતાં, અવિધિ અને પાપ, બેમાં ઘટાડો થયો કે નહિ? આજે આ વિચાર મોટે ભાગે ધર્મક્રિયા કરવા છતાં જવા જોઇતા દોષ જતા નથી અને આવવા જોઇતા ગુણ આવતા નથી, ત્યારે એમ પણ ધારી શકાય કે-મૂળ નથી. મૂળ વિના રોપા જોડેલા છે, માટે કરમાય છે પણ ફુલતા-ફાલતા નથી. ઉત્તમ કુળને છાતા ગુણો જો કુળમાં પાછા લાવવા હોય, તો જ્યારે જ્યારે સામગ્રી હોય, ત્યારે ત્યારે આખું કુટુંબ શ્રી જિનવાણીનું શ્રવણ કર્યા વિના રહે નહિ એવી યોજના કરવી જોઇએ. બચ્ચાં રોજ નિયમિત સાંભળે તો તો એમના ઉપર પ્રાયઃ સુન્દર છાયા પડ્યા વિના રહે નહિ. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ. તો તો ભારે પડે ને ? ત્યારે કહો કે ધર્મ કરવો છે પણ સંસારને લીલોછમ રાખવો છે ! દેહરે જવું છે, ઉપાશ્રયે જવું છે, પણ ઘરને ભૂલવું નથી ! નીતિની વાત કરવી છે પણ લાભ ચૂક્યો નથી; પછી ભલેને નીતિને નેવે મૂક્વી પડે ! આજે તો એવા પણ છે, કે જે બચ્ચાંને શિખામણ દે છે કે-જમવા જઈએ તો માલ ઉપર હાથ મારીએ ! એવું કહ્યું કે-ખાવાનું સારૂં હોય તો પણ એમાં લેપાઇએ નહિ ? આજ તો શીખવે કે-લઇ આવજો પણ આપી આવજો નહિ : પારકું ખાજો પણ તમારું ખવડાવશો નહિ ! આજે ઉત્તમ ગુણો, જે ધર્મ પામ્યા પહેલાં પણ ઉત્તમ કુળમાં સ્ટેજ આવે, તે સ્થિતિ નાશ પામી : કારણ કે મોટે ભાગે કુળ બગડ્યું ! એ ગુણોને કેળવવા હોય તો રોજ શ્રી જિનવાણી કુટુંબના દરેકને સંભળાવવાનું નક્કી કરો ! રોજ એક કલાકનું શ્રવણ પણ બાકીના ત્રેવીસ કલાકમાં પોતાની અસર કર્યા કરશે. બાકીના સમયમાં આ કલાક ધર્મને સાવ ભૂલવા નહિ દે. પાપ કરતાં પણ આત્મા ડંખવા માંડશે. જૈનના સહવાસમાં આવેલો છંદગીભર એની ઉત્તમતાને ભૂલે નહિ, એવું જીવન બનાવવું જોઇએ. ઇતરને પણ એમ થાય કે- “શ્રી વીતરાગ પરમાત્માનો ભકત, નિર્ચન્થ સાધુનો સેવક અને ધર્મનો કરનાર, ખરેખર. જ્ઞાનિઓ કહે છે તેમ ઉત્તમ જ હોય !' આવું જીવન આજે કેટલાનું ? સાધર્મિકવાત્સલ્યમાં : આજે જે ગુણો જોઇએ તે ગુણો તે રૂપે દેખાતા નથી, એમ લાગે છે ? ગુણો નથી એનું દુખેય છે ? ગુણો મેળવવાનો પ્રયત્નય છે ? અને અમૂક ગુણો તો જોઇએ જ. એનો ખ્યાલેય નથી એનો પશ્ચાતાપ પણ થાય છે ? ભાણે બેઠા તો આપ્યા વિના ખાવું ભાવે છે ? આ ગુણ દીન-દુઃખી અને સાધમિક માટે ગયો એટલે આગળ પણ જાય. આ ગુણ પરંપરાથી ખીલે છે નવો આવવો મુશ્કેલ છે. ભલે, આપણે માટે ઓછું રહે, પણ Page #308 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૦૧ આપણે સાધુની અને સાધમિની ભકિત કરવી જોઇએ, એમ થાય છે ? સાધમિર્ક વાત્સલ્ય હોય, તમે મવા બેઠા હો, તમારી બધી વસ્તુઓ આવી ગઇ હોય, પાસેનાં ભાણાંને ન આવી હોય, તો તમે શું કરો ? ખાવા માંડો કે રાહ જૂઓ ? આજે તો એવા કે-ઉંધું જોઇ ખાવા માંડે. બહુ થાય તો ખાતો જાય અને રાડ પાડતો જાય કે- ‘એ અહીં આવ્યું નથી.' પેલાને બતાવે કે-તમારે નથી આવ્યું તેની મને ચિન્તા છે ! પણ પોતાના ભાણામાંથી એક ટુકડોય પાડોશીના ભાણામાં મૂકે નહિ. એ જો બૂમ ન પાડતાં પોતાની થાળીમાંની વસ્તુ મૂકી દે, તો પેલો પણ સમજે કે-બૂમ ન પડાય. ભલા આદમી, પેલાએ મોટું સાધર્મિક વાત્સલ્ય કર્યું તો તું આટલું તો કર ! ‘આટલું પણ ન થાય.' આ કેવો દુર્ગુણ છે ? સામાન્ય રીતિએ તો આજુબાજુ બધે પીરસાયા વિના મવું ન જોઇએ. પારકાના દોષો રસપૂર્વક સંભળાય છે ઃ આજે ઘણી ઘણી રીતિએ સ્થિતિ બગડી છે. કેટલાકો માટે મુશ્કેલી તો એ છે કે-એ સાચી ને હિતકર પણવાત સાંભળી શકતા નથી. સાચી હિતકારી ટીકાથી પણ એમને દુ:ખ થાય છે. ઉપદેશ જાતને લાગે એ માટે સાંભળવાનો છે. જે દિ’ પોતાની ખામી ન લાગે, જે દિ' ઉપદેશની અસર ન થાય, તે દિ' દુ:ખ થવું જોઇએ. રોજ નોંધ કરી જાવ છો - ઉપદેશ સાંભળતાં આજે મને મારી આટલી ખામીઓ જણાઇ ? આજે તો મોટે ભાગે પારકો દોષ જોવાની, સાંભળવાની અને બોલવાની કુટેવ પડી છે. પોતાનો દોષ જોવાની આજે મોટે ભાગે યોગ્યતા નથી, અરે, પોતાનો દોષ કોઇ ઉપકારી હે તોય સાંભળવાની આજે મોટે ભાગે યોગ્યતા નથી અને જ્યાં પોતાનો દોષ ઉપકારી કહે તોય સાંભળવાની યોગ્યતા ન હોય, ત્યાં ઉપકારિની પાસે ઇને પોતાના દોષને કબૂલ કરવાની યોગ્યતા કયાંથી હોય ? આ બધી યોગ્યતાઓ કેળવવાની જરૂર છે. આજે પારકાના દોષને રસથી સંભળાય છે, તેને બદલે પોતાના દોષને રસથી સાંભળવાની ટેવ પાડવી જોઇએ. પારકાની ધૃણા કરવાને બદલે પોતાની ધૃણા કરો. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઉપકારિની પાસેથી દોષોને જાણવાની અને સાંભળવાની આશા રાખો. પોતાની જાતને લાગે એવો ઉપદેશ આવે ત્યારે ખૂશ થાઓ. એ વૃત્તિ આવશે તો આત્માને સુધરતાં વાર નહિ લાગે. ધર્મક્રિયા શુદ્ધ થાય અને શુદ્ધ બની રહે એ માટે દોષોથી દૂર રહેવાનો પ્રયત્ન : અહીં સુકૃતને મલિન કરનારા દોષોનું વર્ણન ચાલુ છે. દોષ, એ એવી વસ્તુ છે કે કાં તો સુકૃતને થવા ન દે. ભાવના થાય કે-કરું, પણ દોષના યોગે કરવાને માટે જોઇતી ઉજમાલતા આવે નહિ. ત્યારે દોષ કાં તો સુકતને થવા ન દે અને કાં તો સુકૃતની ક્રિયા ચાલુ હોય તે વખતે એને મલિન બનાવી દે અગર તો ક્રિયા થયા પછી પણ એને દૂષિત કરે. જે દોષ કાં તો ઉત્તમ પ્રવૃત્તિને આચરવા ન દે. આચરવા માંડી હોય ને બગાડે અને કાં તો પછી પણ દૂષિત કરે, એવા દોષથી ધર્મના અર્થીિએ ખૂબ ખૂબ સાવધ રહેવું જોઇએ. આ દોષોનું વર્ણન સાંભળીને પણબીજાના અનિષ્ટ બુદ્ધિથી દોષો જોવાને પ્રેરાતા નહિ, પણ પોતાનામાં એ દોષો કેટલા પ્રમાણમાં છે તે જોજો. દોષો સાંભળીને પોતાના આત્માનું નિરીક્ષણ કરવું જોઇએ. મને કયો દોષ અને તે કયાં તથા કેટલો મુંઝવી રહ્યો છે, એ જોવું જોઇએ. એ જોયા પછી એ દોષને કાઢવાનો પ્રયત્ન કરવો જોઇએ : કારણ કેપોતાનું સુકૃત દૂષિત થાય, એ વાસ્તવિક રીતિએ કોઇ પણ આત્માને પસંદ હોય નહિ. શાસકાર પરમષિઓએ આ દોષો દર્શાવવા દ્વારા એજ સૂચવ્યું છે કે-જેઓ પોતાના સુકૃતને દૂષિત બનાવવાને ન ઇચ્છતા હોય, તેઓએ આ દોષોથી પર બનવું જોઇએ. ધર્મની જરૂર છે, તો ધર્મક્રિયાને દૂષિત કરનારા દોષોથી પણ બચવું જોઇએ ને ? ધર્મક્રિયા શુદ્ધ થાય અને શુદ્ધ બની રહે, એ માટે દોષોને યળવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે અને માટે જ અહીં સુકૃતને મલિન કરનારા દોષોને લગતી વસ્તુ લેવામાં આવી છે. સુકૃતને મલિન કરનાર તેર દોષો કયા કયા ? યાદ નથી. આવા ઠોઠ - નિશાળીયા કયા કલાસમાં હોય ? દુનિયામાં કોઈ આવો કલાસ છે ? Page #310 -------------------------------------------------------------------------- ________________ શાનક ભાગ-૧ ૩૦૩ માસ્તર વર્ગમાં પહેલા આવે અને વિદ્યાર્થી પછી આવે. માસ્તર યાદ રાખે પણ વિદ્યાર્થીને યાદ રાખવાનું નહિ, માસ્તરે નિયમિત રહેવાનું પણ વિદ્યાર્થીને ગમે ત્યારે આવવા-જવાની છૂટ, આવો કલાસ તો દુનિયામાં આ એક જ છે ને ? એનું કારણ ? લાગે છે કે-જરૂર કાળજી નથી ! ગરજ હોય તો વસ્તુને યાદ રાખવાની મહેનત હોય, યાદ ન રહે તો દુઃખ હોય, જ્યારે અહીં યાદ રાખવાની ચિન્તા નહિ અને યાદ ન રહે એનું દુઃખેય નહિ. આ દશા હોવાથી, શ્રવણની જે અસર થવી જોઇએ તે થતી નથી. આવી દશાના યોગે શ્રવણથી જે પરિણામ આવવું જોઇએ તે આવતું નથી. આવી દશાના યોગે જવા લાયક દોષ જતા નથી, આવવા લાયક ગુણ આવતા નથી, ગુણ વધવાને બદલે ઘટે છે અને દોષ ઘટવાને બદલે વધે છે. જેણે પોતાના શ્રવણને વાસ્તવિક રીતિએ સફળ બનાવવું હોય તેણે કાળજીવાળા બનવું જોઇએ અને નિયમિતતા તથા યાદ રાખવાની વૃત્તિ કેળવવી જોઇએ. શ્રી જિનવાણીના શ્રવણથી થતા લાભ-અહીં શાન્તિ, પરલોક સુધરે અને મોક્ષ મળે ? શ્રી નિવાણીને જો આખું કુટુંબ સાંભળે તો તેમને જૈનકુળ મળ્યું તે સાર્થક થાય. મોક્ષમાર્ગની સૌ કોઇ શકય રીતિએ આરાધના કરી શકે. એનાથી ઘરની પણ કેટલીય ઉપાધિ ટળે. કારણ ? બજાર છે, લાખ મળેય ખરા અને જાય પણ ખરા. કુટુંબ ધર્મને નહિ પામેલું હોય, તો જ્યારે ફાવશો ત્યારે તો માન આપશે, પણ બજારમાં મૂકીને આવ્યા હશો અને તમે ચીડાશો તો એ સામે ચીડાશે. કુટુંબ ધર્મ પામ્યું હશે, તો એવા વખતે તમે ચિન્તામાં હશો તો તમને આશ્વાસન આપશે. ધર્મહીન કુટુંબમાં બજારમાં ન ફાવ્યા તો ઘરે ફીટકાર મળશે. ધર્મના સંસ્કાર જો મળ્યા હશે, તો તમારે અને કુટુંબને દુર્બાન નહિ કરવું પડે, દુર્ગાનથી બચાશે. ધર્મ પામેલ બાઇ હશે તો દુઃખના અવસરે દાગીના તમારા હાથમાં મૂકશે નહિ તો ડબ્બા ઉપર પોતાની છાપ મારશે. આ સંસ્કાર Page #311 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હશે તો મળશે તો દૂધ પીશે, દૂધ નહિ મળે તો છાશ પીશે, પણ બહાર વાત નહિ કરે. નહિ તો કહેશે-શું કામ પરણ્યા ? શાથી ? સંસ્કાર ગયા. દુર્ધ્યાનથી બચવું હોય, ઉપાધિથી બચવું હોય, તો શ્રી વીતરાગના ધર્મની વાસનાથી હૃદયને અને ઘરને સુવાસિત કરો. એમાં ધ્યેય સંસારસુખનું ના રાખતા. સંસારસુખ, એ તો પ્રાસંગિક ફળ છે. ધર્મની બુદ્ધિએ જો બધાં નિયમિત શ્રવણ કરતાં થશે, તો લાગશે કે- ઘરમાં પણ આત્માને થોડી શાન્તિ મળે તેમ છે ! રોજ નિયમિત સંભળાય અને રોજ ભેગા મળી ‘શું સાંભળ્યું ?' ની ચર્ચા થાય, તો અશુભના ઉદયે કદાચ પાયમાલીનો ટાઇમ આવેતોય શાન્તિ ટકે. ઘર ન છૂટતું હોય તો ઘરમાં પણ અમીરીથી જીવી યથાશકય ધર્મની આરાધના કરવાનો આ રસ્તો છે. એ કુટુંબ અવસરે લુખ્ખા રોટલા મળે તો લુખ્ખા રોટલા પણ પ્રેમથી ખાય ! ‘તમને કયાંથી પરણ્યાં કે-ખાવાને ઘી પણ નહિ !' -એમ એ નહિ બોલે. ધર્મી કુટુંબ તો બોલે કે- ‘સબ પુગલકી બાજી.' એ કયારે બને ? ધર્મના સંસ્કાર હોય તો ! પુદ્ગલની બાજીને આધીન ન થવું, એ ધર્મના સંસ્કાર મળ્યા વિના શક્ય નથી. શ્રી જિનવાણીનું નિયમિત શ્રવણ, એ સંસ્કારને આપનારૂં છે. આ ભવમાં શાન્તિ આપે, પરલોકને સુધારે અને છેવટ મોક્ષે પણ લઇ જાય, એવી આની તાકાત છે. આ તો સભ્યદ્રષ્ટિની કરણી છે, છતાં એ તરફ પણ ઉપેક્ષાનો પાર નથી, એ શું ? જૈન કુળ પુણ્યશાલી પામે એ શાથી ? અમૂક જીવો તમારા ઘરમાં જન્મ્યા, તમારા કુળમાં આવ્યા, એનું એમને ફળ શું ? દેવતાઓ પણ જૈન કુળોને ઇચ્છે છે. કારણ ? પાસેના તીર્થંચ જીવો પણ ધર્મ પામી જાય, એવાં એ ઘર હોય. આ કુળને પામેલાને નવતત્વ એમ ને એમ આવડે, એવા સંસ્કાર આ કુળોના હોય. એ સંસ્કારના યોગે દેવતાઓ આ કુળોની ઇચ્છા કરે છે. શસ કહે છે કે-જે પુણ્યશાલી હોય તે આ કુળને પામે ! શાથી ? સામાન્ય રીતિએ હરેક કાળમાં અને હરેક સંયોગમાં ધર્મ આરાધવાને મળે ! જૈન કહેવડાવો છો પણ જૈન તરીકે ૩૦૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જીવવાની લાલસા નથી. જેઓમાં એ લાલસા છે, તે પુણ્યશાલી છે. એમની વાત નથી. જેમનામાં એ લાલસા નથી તેની આ વાત છે. જૈનત્વ કેળવવાને માટે બહુ પ્રયત્ન કરવા પડશે. ધર્મ વિના ધર્મી કહેવડાવવાની લાલસા ન હોવી જોઇએ. ધર્મ વિના દોષ ઢાંક્વા માટે ધર્મી કહેવડાવવું, એ પણ અપેક્ષાએ દંભ છે. જેનામાં એ હોય તેણે એ તજવો જોઇએ. આપણે આપણા પરીક્ષક બનવું : સુકૃતને મલિન કરનારા તેર દોષો પૈકી કેટલાક દોષો એવા પણ છે, કે જે સામાન્ય રીતિએ બીજાની નજરે ન ચડે. કેટલાક દોષો બીજાની આંખે ન પણપડે એ બને. આ તો આપણે આપણી જાતના પરીક્ષક બનવું જોઇએ. આપણે આપણી જાતના પરીક્ષક ન બનીએ, તો એ દોષની વાસ્તવિક ખોડ જ્ઞાની સિવાય કોણ કાઢી શકે? સામો વિચક્ષણ હોય અને એથી અમુક અંશે સમજી જાય એ બને, દુર્ગુણોને ઢાંકવાનો દંભથી પ્રયત્ન કરવામાં આવે છતાં સામો વિચક્ષણ સામાન્ય રીતિએ સમજી જાય, પણ આબાલગોપાલ સમજી શકે એમ નહિ. એ માટે. ખરી વાત એ છે કે આપણે જ આપણા આત્માના પરીક્ષક બનવું જોઇએ. માત્ર ટકાથી દોષ ન જાય : સામામાં યોગ્યતા પણ જોઇએ. આત્મામાં ઉચિત વિવેક આવ્યા વિના, છતી સામગ્રીએ પણ, પોતે પોતાના દોષોને પરખી શકે નહિ. દોષોની ખોજ થતી રહે તો : આજે આત્મનિરીક્ષણ લગભગ નષ્ટ થવા પામ્યું છે, એમ કહીએ તો ચાલે. શ્રી ક્લેિશ્વરદેવોએ કહેલા ધર્મને માને, મોક્ષમાર્ગને માને, આત્માને માને, પરલોકને માને, પુણ્યપાપને માને અને તે છતાં પોતાની આત્મદશા કદિ જૂએ નહિ, જોવાનો વિચાર કરે નહિ, એ ઓછા દુઃખની વાત છે ? રોજ નિયમિત દોષોની ખોજ થયા કરે તો દોષો બેસી રહે ? સભા. જાય. કારમાં રોગ ઉપર પણ આયુષ્યાદિ હોય તો, ઔષધ કામ કરે છે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તો આ રીતિએ દોષ તપાસી દોષ કાઢવા ધર્મ થાય, એ કામ ન કરે ? કેટલાકને તો અમારામાં આ દોષો છે એનું ભાન પણ નથી. અમૂકને દોષ કહેવાય એનોય ખ્યાલ કેટલાકને નથી. આ દોષોનો આ પૂર્વે ખ્યાલ કેટલાને હતો ? વ્યવહારમાં તો ઝટ ખ્યાલ આવે છેને ? હવે દોષો જાણ્યા પછી દોષ રાખવાના કે મૂકવાના ? દોષો જાણવા માટે જ છે કે જાણીને મૂકવા માટે છે ? જો એ દોષો મૂક્યા હશે તો આપણામાં એ કેટલા પ્રમાણમાં છે એ જોવું પડશે ને ? એ દોષો કયી રીતિએ કાઢવા, એનો વિચાર પણ કરવો પડશેને ? દોષ અને દરિદ્રતા કર્મજન્થ છતાં તે ટાળવા પ્રયત્ન અને દોષો કર્મજન્ય માની બેસી રહેવું ? સભા. દોષો તો કર્મથી હોય ને ? દોષો કર્મથી છે એમ માની અગર કહી બેસી રહેવાનું ન હોય, દોષ કાઢવાને માટે પ્રયત્ન કરવાનો હોય. જોઇલીધું કે-દુશ્મને મારવાનો પાસો ફેંકયો છે, તો બચવાની કાળજી રાખવી. દોષ ઘટે અને ગુણ વધે, એમ કરતાં દોષ સર્વથા જાય અને ગુણમય દશા પ્રાપ્ત થાય એટલે બેડો પાર. દોષ, એ કર્યજન્ય છે જ્યારે ગુણ એ ક્ષયોપશમાજિક્ય છે. કોઇ પણ ગુણ પહેલાં ઉપશમથી કે ક્ષયોપશમથી આવે. કયોપશમ વિના સાયિક નહેિ. સાયિક સમ્યક્ત્વ પામવા પહેલાં આત્મા લાયોપથમિક સમ્યક્ત્વ પામેલો જ હોય. એ વિના સીધું ક્ષાયિક સમ્યક્ત્વ આવે જ નહિ. શાયિક ગુણ પામવાને માટે સાધન ક્ષયોપશમ છે. દોષો ટળે ત્યારે ગુણ આવે ને ? માટે દોષોને સર્વથા તળવા માટે સાધન ક્ષયોપશમ. દુનિયાની શુભાશુભ બન્ને પીગલિક સામગ્રી નુકશાનકારી છે, માટે ગુણસાધક ક્ષયોપશમ આદિની જરૂર છે. દોષ કર્મજન્ય છે, એમ માની અટકતા નહિ : કારણ કે-૩ળવાના ઉપાય છે. રોગ આવે ત્યારે શું કરો છો ? વૈદ્યને ત્યાં જાવ છોને? દરિદ્રતા વળવા મહેનત કરો છો કે નહિ? ત્યાં કર્મ સમજી બેસી રહેતા નથી ને ? દુનિયાના રોગ અને આત્માના દોષ, એ બેય કર્મન્ય છે : છતાં રોગ અને Page #314 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૦૭ દરિદ્રતા ફેડવાનો પ્રયત્ન ચાલુ, ઉધો કે છત્તો પણ ચાલુ અને દોષ વળવાનો વિચાર પણ જોઇએ તેવો નહિ ! કર્મજન્યતા તો ત્યાં સમજવાની જરૂર ખાસ છે. સમભાવે અશુભ કે શુભ વેદતાં શીખાય તો માલાભ થાય. ઉદય નિર્જરા માટે બને. બીજા પણ અનેક કર્મ નિરે. જો સમભાવ ગુમાવે તો ઉદયમાં આવેલું જાય પણ બીજાં નવાં ઘણાં બંધાય. એ માટે આત્મનિરીક્ષણ કરતા થવાની જરૂર છે. વિધિની અપેક્ષા : - સુકૃતને મલિન કરનારા તેર દોષોમાં સાતમો દોષ અવિધિ છે જે ધર્મને આચરવો છે, તે ધર્મના વિધિને જાણવાની કાળજી ન કરવી, એ ધર્મના વિધિનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન નહિ, ધર્મમાં થતો અવિધિ ખટકે નહિ, ધર્મના વિધિ પ્રત્યે બીલકુલ બહુમાન નહિ, એ ધર્મને માટેની લાયકાત છે ? ધર્મવિધિ મુજબ કરવાની વૃત્તિ જોઇએ. દુનિયામાં પણ કયી વસ્તુ વિધિ વિના જ થાય છે અને ફળવી જોઇએ તેટલી ફળે છે ? દાળ, ભાત, રોટલી, શાક કરવાને માટે પણ વિધિ જોઇએ કે નહિ ? વગર પાણીએ અનાજ ઓરી દે તો ? બને. એજ રીતે બીજો અવિધિ થાય તો દુભાય, ખાવા લાયક ન રહે, ભાન બગડે અને મહેનત માથે પડે. ભાજનમાં રીતસર ઓરવાને બદલે ચૂલામાં ઓરે તો ? કયાં નખાય, કેમ નખાય, કેમ ઉપાડી લેવાય, કયારે ઉપાડી લેવાય, એમાંય વિધિ. રોટલી કરવાને માટે ઘઉં પાણીમાં ઓરાય ? દુનિયામાં પણ દરેક વસ્તુ વિધિની અપેક્ષા રાખે છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-ધર્મક્રિયા પણ વિધિ મુજબ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજે ધર્મક્રિયા કરનારાઓમાં પણ મોટો ભાગ, એવો છે કે-એ ક્ટલી ટલી ક્રિયાઓ કરે છે, તે બધી જ ક્રિયાઓના વિધિનો યથાસ્થિત ખ્યાલ પણ નથી. ઘણા કહે છે કે-કરીએ છીએ પણ વિધિની ખબર નથી. આજે ઘણાઓને વસ્તુતઃ ધર્મ કરવો નથી અને ધર્મ કર્યો એમ માનવું છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સ્થાનક ભાગ-૧ વિધિના રાગ અને અવિધિના ત્રાસ વિના અવિધિ સેવાય તો : અવિધિ એટલે ? અહીં ફરમાવે છે કે- “દિirદાશ્વ શાસ્ત્રોમર્યાયા પ્રવર્તન, તદ્દમાવોદવિધિ ' શાસ્ત્ર કહેલી મર્યાદા મુજબ પ્રવર્તન કરવું એ વિધિ અને એનો અભાવ એ અવિધિ. શાસ્ત્ર કરવા લાયક ક્રિયાને જે રીતિએ કરવાની કહી તે મુજબ નહિ કરતાં, ફાવતી રીતિએ, ગમે તેમ કરવી, એ અવિધિ છે, વસ્તુનો ખ્યાલ હોવા છતાં પણ,વિધિના રાગ અને અવિધિના ત્રાસ વિના જ અવિધિ સેવાય, તો એ માર્યા વિના રહે નહિ. અવિધિ થઇ જાય એ વાત જૂદી છે અને અવિધિ કરવી એ વાત જૂદી છે. વિધિ જાણવા છતાં વિધિની ઉપેક્ષા કરે, કોઇ વિધિ બતાવે તો કહેશે - “બહુ સારૂં, આમ પણ થાય અને અવિધિનું એમ સ્થાપન કરે, તો માર્યો જા. અવિધિ જાણ્યા પછી પણ એમાં રસ રહે, વિધિ મુજબ કરવાની વૃત્તિ જન્મે નહિ, અવિધિ ડંખે નહિ, તો સારી પણ ક્રિયા મારે. શાસ્ત્રના પ્રણેતાઓને દુનિયાને ધર્મી બનાવવાની ઘણી કાળજી હતી. આજના અવિધિપથિઓની એ પુણ્યપુરૂષો કરતાં ઉપકારબુદ્ધિ વધી હશે, માટે વિધિના બહુમાન વિનાના અવિધિને પોષતા હશે કેમ ? જેઓ શાસકાર પરમષિઓએ કરેલા નિષેધને ન માનતાં, મનસ્વિપણે શાસ્ત્રના નામે વાતો કે છે, તેઓ શાસનો દ્રોહ કરનારા છે. ચીજ સારી પણ : આજે અવિધિના શાસમર્યાદા મુજબ થતા ખંડનથી પણ ઘણાઓ મુંઝાય છે. ઘણાના હૈયામાં એ વાત ઘર કરી ગઇ છે કે-ગાડું ઘેલું પણ. સારૂં કરવામાં વાંધો શો ? વાત એ છે કે-વિધિ થોડો થાય, વિધિ ઘણો થાય. એના કરતાં વિધિનું બહુમાન નહિ અને અવિધિનો ત્રાસ નહિ, એ બહુ ભયંકર છે. સારી પણ ચીજ યોગ્યતા વિના ખવાય તો નુકશાન થાય. ઘેર લગ્ન હોય, મિષ્ટાન્ન કર્યું હોય, એ વખતે છોકરાને પેટમાં શુળ ઉપડ્યું હોય તો ? બીજાને આગ્રહથી પીરસો, જાતેય ખાવ, પણ છોકરો માગે તો Page #316 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૦૯ ? એ ન ખાઇ શકે એ માટે તમને કદાચ રડવું આવે, પણ આપો ખરા ? સભા. નાજી. શાથી ? ચીજ ખરાબ હતી ? સભા. હોજરી જોવી પડે. હોજરી ન જૂએ તો નુકશાન થાય ને ? એ રીતિએ જ્ઞાની કહે છે કે-ચીજ સારી પણ લેનાર-દેનારે લેવા-દેવાની મર્યાદાનો પણ વિચાર કરવો જોઈએ. સારી ચીજ જ્ઞાનીના કહ્યા મુજબ થાય તો ક્ષણમાંય કામ થાય અને ઉધી રીતિએ થાય તોકાંઈનું કાંઇ પરિણામેય આવે. - ક્રિક્યા સારી છે તો શું વિધિ ખરાબ છે ? આજે વિધિની ઉપેક્ષાએ એવી સ્થિતિ પણ ઉભી કરવા માંડી છે કે-જો એમ કહેવાય કે- “આ આમ ન થાય' તો કેટલાક કહેશે કે- “એ તો થાય. ચાલ્યું આવે છે. માટે અવિધિ કરતા હો કે થઇ જતી હોય, તો પણ વિધિનો રાગ ગુમાવતા નહિ. વિધિનું અથિપણું જાય અને ઉપેક્ષા આવે, તો ક્રિયા સારી છતાં પરિણામમાં ફેર પડ્યા વિના રહે નહિ : અવિધિ એ દોષ છે, એ જાણ્યા પછીથી જાણી જોઇને દોષની પડખે નહિ ચઢતા. અવિધિ ન છોડાય તો પણ “એ તો એમજ ચાલે' એમ ન કહેતા. એવું માનતા કે બોલતા નહિ કે-ક્રિયા સારી છે માટે ગમે તેવા અવિધિથી પણ થાય અને લાભ મળ્યા વિના રહેજ નહિ. શું ક્રિયા સારી છે અને વિધિ ખરાબ છે ? ક્રિયા ગમે છે અને વિધિ કેમ ગમતો નથી ? આજે અવિધિના નુકશાનનો અને વિધિની જરૂરનો ખ્યાલ ઉડતો જાય છે. આ વેષમાં રહેલ પણ કેટલાક વિધિ પ્રત્યે બહુમાનનો નાશ થાય એવી રીતિએ અવિધિને પુષ્ટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અવિધિ ન થઇ જાય એમ નહિ, પણ વિધિ પ્રત્યેનું બહુમાન અને વિધિનો રસ તેમજ અવિધિ પ્રત્યેનો અણગમો એ બધું વું ન જોઇએ. સન્માર્ગના સ્થાપનરૂપ લડાઈ : સભા. વસ્તુ સમજાય છે પણ અવિધિને પોષનારાઓની સાથે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બેસવાનું છૂતું નથી. સાથે બેસવાનું છૂટે નહિ તો પણ માખણીયા ન બનતા. સાફ સાફ કહેજો કે-આપે અમારા અવિધિને પુષ્ટ કરવાનો ન હોય, પણ અમને વિધિનો ખ્યાલ આપવાનો હોય. એકલા ક્રિયાના સારાપણા ઉપર જ ભાર મૂકવામાં આવે તો તો વિધિની મહત્તા જ ઉડી જાય અને વિધિની પણ જરૂર છે, એ ખ્યાલ પણ ઉડી જાય. સભા. લડાઇ કેમ ચાલે છે ? જેમ આત્મા અને કર્મની લડાઇ જારી છે તેમ ધર્મ અને અધર્મની લડાઇ પણ જારી છે. એ લડાઇ ચાલુ રહેવાની. દશકા પહેલાં જૂદી લડત હતી. આજે જૂદી લડત છે. લડત ધર્મ અને અધર્મ વચ્ચેની એમાં ફેર નહિ. આ શાસનની પરિસ્થિતિને સમજેલાઓ “કેમ લડો છો ?” એમ ન પૂછે. બં, ખોટું લડનારાને જરૂર કહેવું કે- “ખોટું કેમ લડો છો ?' પણ આજ તો કહેશે કે-દોઢવાંક વગર લડાઇ હોય ? વિચાર કરો તો સમજાય કે-એક્ના વાંકે પણલડાઇ હોય. ભાડુત ભાડું આપે નહિ, માલિક ભાડું માગે, ભાડુત ગાળો દેવા માંડે, માલિન્ને લડવું પડે, ત્યાં દોઢ વાંક કયાં રહ્યો ? એમાં કોઇ ડહાપણ કરવા જાય કે-હશે ભાઇ, કજીયો ન કર, તો ઘરના માલીકને કહેવું પડે કે-હઠી જા. કજીયો શાનો છે તે સમજે છે ? તેજ રીતિએ અહીં પણ આખી હકીકતને નહિ જાણનારા, સાચી હકીકત જાણવાની પરવા વિનાના, દોઢડહાપણ ડોળવા આવે, તો તેમનેય આઘા કાઢવા પડે. અમારા પૂર્વજો અધર્મની સામે લડતા આવ્યા છે. આ પુસ્તકોમાં ધર્મ-અધર્મની લડાઇઓ ભરી છે. એ લડાઇનો તો પ્રતાપ છે કે આજ સુધી માર્ગ ડોળાયો નથી. તમને લાગે કે-અમૂક ખોટું લડે છે, તો એને જઇને કહો કે-“ખોટું કેમ લડે છે ?' પણ ઉન્માર્ગના ઉમૂલન અને સન્માર્ગના સ્થાપન રૂપ લડાઇ જરૂરી છતાં અવસરે ન કરવાનું કહેવું, એ ડહાપણ નથી. સભા. અણસમજુ હોય તે એમ જ કહેને ? આ અણસમજુની વાત નથી પણ દોઢડાહ્યાની વાત છે. અણસમજુ Page #318 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૧૧ પણ સરલ હોય તો આવે અને વસ્તુ રજૂ કરીએ એટલે ઝટ સમજે, જ્યારે દોઢડાહ્યા સમજે કાંઇ નહિ અને ડોળે બધું. શારની નીતિરીતિ, શાસ્ત્રના સિદ્ધાન્ત જાળવવાની લડાઇ ચાલતી આવી છે અને ચાલે છે, જેથી સત્યના અર્થી એકપક્ષીય કથન વાંચી કે સાંભળી મુંઝાય નહિ અને આ તરવાનું સાધન ડોળાય નહિ. આના પ્રત્યે જ્યાં સુધી મારાપણું નહિ આવે, આ ન સચવાયું હોત તો શું થાત, એ નહિ સમજાય, ત્યાં સુધી આ વાતો સમજાવી મુશ્કેલ છે. શાસનને પામેલાની સમાધાનવૃત્તિશ્રી આર્યમહાગિરિજી ને શ્રી આર્યસુહસ્તિજીનો પ્રસંગઆજની કેટલીક સ્થિતિ : આ શાસનને પામેલાઓ સમાધાનવૃત્તિવાળા નથી હોતા એમ નહિ. સમાધાનવૃત્તિવાળા જરૂર હોય છે, પણ સિદ્ધાન્ત મૂકીને સમાધાન કરવાની વૃત્તિવાળા નથી હોતા. ગમે તેની ભૂલ થઇ જાય એ બને, પણ ભૂલને ભૂલરૂપે સમજી સુધારવાને બદલે, એક ખોટી વાત કહેવાઈ તે સાચી પૂરવાર કરવા અનેક ખોટી વાતો કહેવાય, ત્યારે એની સામે બોલ્યા વિના ન ચાલે. શ્રી આર્યસુહસ્તિજી મહારાજ અને શ્રી આર્યમણગિરિજી મહારાજ એ બે આચાર્ય-ભગવાનો વચ્ચે એક પ્રસંગ બન્યો છે. શ્રી આર્યસુહસ્તિજી મહારાજ એક વાર ભૂલ કરી છે. એ માટે શ્રી આર્યમહાગિરિજી મહારાજ એમને ઠપકો આપ્યો. એનો ઉત્તર આપતાં શ્રી આર્યસુહસ્તિજી મહારાજે માયા સેવી. એના યોગે કુપિત થયેલા શ્રી આર્યમહાગિરિજી મહારાજાએ કહાં કેશાન્તમ્ પાપમ્ ! હેવ આપણો સંબંધ નહિ નભે. સમાન સામાચારીવાળાસાધુઓની સાથે રહેવું એ યોગ્ય છે, પણ સામાચારીથી વિભિન્ન સાથે નહિ. આટલું કહ્યું એટલે તો શ્રી આર્યસુહસ્તિજી મહારાજે પોતાના અપરાધની માફી માગી. જ્યાં એ મહાપુરૂષે ભૂલ કબૂલ કરી અને માફી માગી, એટલે શ્રી આર્યમહાગિરિજી મહારાજે વાત પતાવી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દીધી. જો ભૂલ કબૂલ ન કરી હોત તો એ વાત આમ પતત નહિ. ત્યારે પૂર્વના આચાર્ય મહારાજાઓ સમાધાન વૃત્તિવાળા હતા નહિ એમ નહિ, પણ એ કહેતા કે સિદ્ધાન્તને વેગળો મૂકીને કે આગમસિદ્ધ પ્રવૃત્તિનો વિલોપ થાય એ રીતિએ સમાધાન ન થાય. શાસનમાં સિદ્ધાન્ત માટેની લડાઇ શા માટે જરૂરી ? શાસનની મર્યાદાઓ બરાબર જળવાઇ રહે એ માટે ! વાત એ છે કે-એમાં બીજી વૃત્તિ આવવી ન જોઇએ. બીજી વૃત્તિ આવે એટલે માર્ગ ચૂકતાં વાર લાગે નહિ. જો જિજ્ઞાસુતા જીવતી હોય, ઘમંડ ન ધ્યેય, ભૂલ સુધારવાની કે સુધરાવવાની સાચી વૃત્તિ હોય, તો માણસ ઉન્માર્ગથી બચી જાય છે, પણ આજના કેટલાક તો પોતાના ખોટાને સાચું સિદ્ધ કરવાનું સાધન નહિ એટલે આડુ-અવળું લખી અજ્ઞાનોને મુંઝવ્યા કરે છે, માટે સમજતાં શીખો. સાતમા નિહનવ ગોષ્ઠામાહિલનો પ્રસંગસુધારવાને સમાધાન હોય પણ સિદ્ધાન્તનો અપલાપ સહાય નહિ : શ્રી જૈનદર્શનને પામેલામાં સમાધાનવૃત્તિ નથી અગર નોતી, એમ કહેવું એ અજ્ઞાન છે. સમાધાનવૃત્તિ જરૂર છે અને હતી, પણ સિદ્ધાન્ત તરફ બેદરકારી નહોતી અને આજે પણ ન હોવી જોઇએ. સમાધાનવૃત્તિ ન હોત તો ગોષ્ઠામાહિલને માર્ગમાં ટકાવવાને માટે અને સાચું સમજાવવાને માટે જે મહેનત થઇ તે થાત ? એ તો જ્યારે નજ માન્યા અને ઉન્માદી બન્યા ત્યારે બહાર મૂકયા, પણ તે પહેલાં ? શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાને ગોષ્ઠામાહિલ નામના પણ એક શિષ્ય હતા. જબ્બર વિદ્વાન : વાદમાં મહાવાદિઓને પણ જીતી આવે એવા સમર્થ : પણ તેમનામાં અમૂક યોગ્યતા નહિ હોવાથી, શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ શ્રી દુર્બલિકાપુષ્પ નામના મુનિવરને સ્વપદે સંસ્થાપિત કર્યા. એ વખતે એ સુરિવરે શ્રી દુર્બલિકાપુષ્પ નામના નવા સૂરિવરને Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હિતશિક્ષા આપતાં કહ્યું છે કે- “સૂરિપદને પામીને તું લેશ પણ અહંકારને પામીશ નહિ : જેમ હું ગોષ્ઠામાહિલ અને ગુરક્ષિત પર સમભાવે વર્તો છું, તેમ તારે પણ એજ રીતિએ સમચિત્તે વર્તવું : શિક્ષામાં કોઇ સ્થળે તું ઉપેક્ષા કરીશ અને કોઇ સ્થળે તું દ્રઢતા કરીશ, તો તું સૂરિ હોવા છતાં પણ તારી આયવાકયતા નહિ ટકે : એક મુનિનો અપરાધ રાગથી સહન કર્યો, તો બીજો તેનું અવલંબન લેશે એટલે શિક્ષા કરવાનું શકય નહિ બને : જે સૂરિ સુશિષ્યોને જાતવાન ઘોડાઓની જેમ અને બીજાઓને દુષ્ટ ઘોડાઓની જેમ સમ્યક્ પ્રકારે શિક્ષા કરે છે, તે સૂરિનો ગણ વિનીત થાય છે.” આ વિગેરે ઘણી હિતશિક્ષા આપી છે. મૂળ વાત એ છે કે-શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ પોતાના પદે સ્થાપિત કરવાને માટે શ્રી દુર્બલિકાપુષ્પને યોગ્ય ધાર્યા, જ્યારે સાધુઓની સ્વનપણાના યોગે ગોષ્ઠામાહિલને અને ફલ્ગુરક્ષિતને એ પદ મળે એવી ઇચ્છા હતી. એ જાણીને શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ પોતાના ગચ્છની એકતા ટકાવવાને માટે ઘડાનું નિદર્શન કર્યું. શ્રી ફલ્ગુરક્ષિતને તેલના ઘડા જેવા ણાવ્યા, ગોષ્ઠામાહિલને ઘીના ઘડાની ઉપમા આપી અને શ્રી દુર્બલિકાપુષ્પ વાલના ઘડા જેવા છે, એમ કહીને શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ પોતાના પદે શ્રી દુર્બલિકાપુષ્પને સ્થાપિત કર્યા. એ વખતે ગોષ્ઠામાહિલ ત્યાં હાજર નહોતા. એમને આચાર્ય મહારાજાએ એક વાદિને જીતવાને માટે મોકલ્યા હતા. છતાં પોતે પોતાના શિષ્યની યોગ્યાયોગ્યતા તો જાણે ને ? શ્રી દુર્બલિકાપુષ્પ યોગ્ય હોવાથી તેમને પોતાના પ સ્થાપિત કર્યા, પણ કહ્યું કે- ‘જેમ ગોષ્ઠામાહિલ અને ફલ્ગુરક્ષિત ઉપર હું સમચિત્તે વર્તો છું, તેમ તારે પણ વર્તવું.' આ સમાધાનવૃત્તિ છે કે બીજું છે ? હવે ગોષ્ઠામાહિલને એ વૃત્તાંત જાણતાં ક્રોધ ચઢે છે. ઇર્ષ્યાથી એ પૃથક્ રહે છે. એક વાર એ ઉપાશ્રયે આવે છે એટલે બધા સાધુઓ ઉભા થઇ જાય છે, નમે છે અને કહે છે કે- ‘આપ અહીં કેમ રહેતા નથી ?' પણ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ગોષ્ઠામાદિલ માનના યોગે ત્યાં રહેતા નથી, બહાર રહે છે અને ગુરૂનો અપવાદ કરતા તે મુનિઓને ચુદુગ્રાહિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે મુનિઓને વ્યગ્રાહિત કરવાને સમર્થ થઇ શકતા નથી. તેઓ અભિમાનથી ગુરૂની વ્યાખ્યાને પણ સાંભળતા નથી. એક વાર કર્મ અને પચ્ચખાણ સંબંધી હકીકતમાં અભિનિવેશથી તે ગોષ્ઠામાહિલ સિદ્ધાન્તથી વિરૂદ્ધ બોલે છે. ગુરૂ સત્ય પણ કહેવડાવે છે, પણ ગાઢ માનથી ગોષ્ઠામાફિલ માનતા નથી એટલે એમને રૂબરૂ બોલાવીને યુકિતપૂર્વક સમજાવે છે.. આચાર્ય મહારાજાએ યુકિતપૂર્વક સમજાવવા છતાં પણ જ્યારે ગોષ્ઠામાહિલ માનતા નથી, એટલે અન્ય ગચ્છના બહુશ્રુતોએ એમને યુકિતપૂર્વક સત્ય જણાવ્યું : પણ ગોષ્ઠામાહિલ ઘમંડમાં એવા ભાનભૂલા બન્યા છે અને અભિનિવેશમાં એવા લેપાયા છે કે બધા બહુશ્રુતોને પણ કહી દે છે કે- “તમે તો બધા મૂર્ખાઓ છો ? તમે જાણો છો શું ? જિનોએ જે જેમ પ્રરૂપ્યું તેને તેમ જાણનાર હું જ છું.' હવે જ્યારે અહંકારાદિથી ગોષ્ઠામાહિલ કોઇનુંય માનતા નથી, એટલે સંઘ ભકતદેવતાના આહુવાન માટે કાયોત્સર્ગ કરે છે. દેવતા આવે છે અને મહાવિદેહમાં જઇ ભગવાનને પૂછી આવી કહે છે કે- “શ્રી ક્લેિશ્વરદેવે કહ્યું છે કે આ ગોષ્ઠામાલિ. એ સાતમો નિહનવ છે.' છતાં ગોષ્ઠામાહિલે પોતાના કદાચકને છોડ્યો નહિ, એટલે એમને સંઘે બાર સંભોગથી બાહ્ય કર્યા. આટલું આટલું કર્યું છતાં ન માન્યું એટલે શું કરે ? આ પ્રસંગ વિચારો તો સમજાશે કે-શાસનને પામેલા સાધુઓમાં કેટલી સમાધાનવૃત્તિ હોય છે. આચાર્ય મહારાજની શિક્ષા, સાધુઓનું વર્તન, નવા આચાર્ય શ્રી દુર્બલિકાપુષ્પનો પ્રયત્ન, અન્ય ગચ્છના બહુશ્રુતોની મહેનત, સંઘની મહેનત, એ બધું શું સૂચવે છે ? ત્યારે સમાધાનવૃત્તિ નહિ હતી એમ નહિ, પણ સિદ્ધાન્ત બાબત વિપરીતભાષિતાને સમાધાન ખાતર નિભાવી લેવાય નહિ. Page #322 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૧૫ એવાને સુધારવાને માટે અમૂક વખત પ્રયત્ન થાય, સમાધાન કરાય, પણ એ સધરે નહિ અને સિદ્ધાન્તનો અપલાપ કર્યા કરે તો તે સહી લેવાય નહિ. આગમવ્યવહારિએ પોતાની વિશિષ્ટતાના યોગે. આચરેલી અને સર્વસામાન્ય વિધાનથી વિપરીત લાગતી પ્રવૃત્તિનો દાખલો ન લેવાય : વિધિ એટલે શાસ્ત્રમર્યાદા મુજબ વર્તવું તે. શાસ્ત્રમર્યાદાનું લંઘન કરવું એ અવિધિ. આપણે માટે આધારભૂત આ શાસ્ત્ર છે. આના વિના જેમને ચાલી શકે એવા એક પણ મહાપુરૂષ અત્યારે વિદ્યમાન નથી. એવો કાળ હતો, કે જે કાળમાં એવા પણ મહાપુરૂષો હતા, કે જેઓ શાસને અનુસર્યા વિના પણ જ્ઞાનબળે પ્રાપ્ત થએલી શકિતના યોગે વર્તી શકતા. એવા મહાપુરૂષો શાસને માન નહિ આપતા એમ નહિ, શાસને માનતા, પણ તેઓમાં એવી શકિત પેદા થઇ હતી, કે જેના યોગે તેઓ પોતે સર્વસામાન્ય માટે શાસ્ત્રાજ્ઞા ન હોય એવુંય ઉચિત લાગે તો કરી લેતા. એમના એવા પ્રસંગના દાખલા આનાઓથી ન લેવાય. એ સ્થિતિ શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજા પછીથી પ્રાયઃબંધ થઇ છે. શાસથી નિરપેક્ષપણે પણ વર્તવાનો અધિકાર કોને ? છને. કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વી. આ છ આગમવ્યવહારી કહેવાય છે. આ છ મહાપુરૂષો સર્વસામાન્ય શાસ્ત્રાજ્ઞાથી વિપરીત વર્યા છે એમ લાગે તો પણ ન એની થકા થઇ શકે કે ન તો એ ક્રિયાને દ્રષ્ટાન્તભૂત બનાવી શાસ્ત્રાજ્ઞાથી વિપરીતપણે વર્તવા મંડાય ! એ મહાપુરૂષોમાં એવી તાકાત આવી હતી માટે એમ વર્યા. આજે એ તાકાત છે? વિધાનથી વિપરીત વાતો પુષ્ટ કરવાને માટે એ મહાપુરૂષોની પ્રવૃત્તિઓને દ્રષ્ટાન્તભૂત બનાવનારાઓ સ્વયં ઉન્માર્ગે ચઢે છે અને બીજાઓને ઉન્માર્ગે દોરે છે. જો એમ નહિ, તો શ્રી સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાં ચોમાસું રહ્યા, તે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કયા શાસના આધારે ? ગુરૂએ શ્રી સ્થૂલભદ્રજીને વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની આજ્ઞા કરી, તે કયા શાસના આધારે ? આજે કોઇ એવી આજ્ઞા આપી શકે ? શાસ્ત્રમાં સ્ત્રી, પંડક, પશુથી વતિ સ્થાનની આજ્ઞા, જ્યારે આ સ્થાન વેશ્યાનું ! શય્યાતરના આહારનો શાસમાં નિષેધ અને એમને શય્યાતરનો આહાર લેવાનો ! આહારમાં પણ અમૂક રીતની આજ્ઞા જ્યારે એમને પસભોજન ! રહેવાનું ચિત્રશાળામાં ! નાચ-ગાન-તાનની પણ મના નહિ ! વેશ્યા સાથે એકાન્ત ! આ બધું કેમ સંભવે ? - શ્રી સ્થૂલભદ્રજી આગમવ્યવહારી નહોતા, પણ એમના ગુરૂદેવ આગમવ્યવહારી હતા. એમણે આજ્ઞા આપી એનું કારણ ? આજે એનું અનુકરણ કોઇ કરે તો ? એના એજ ગુરૂએ સિંહગુફાવાસી મુનિને ના પાડીને ? સિંહની ગુફામાં ચાતુર્માસ રહીને સંયમની સાધના કરનારને પણ. ના કેમ ? ગુરૂ યોગ્યતા જોઇ શકતા હતા. પરિણામને જાણી શકતા હતા. જ્ઞાનના બળે એ પરમર્ષિમાં અતિશય પ્રગટેલો. આવા વિશિષ્ટજ્ઞાનિએ આચરેલી પ્રવૃત્તિના અનુકરણ માટે ચર્ચા કરીએ તો ? આ ઓછું કર્યું છે ? પણ એ કરનાર આગમવ્યવહારી હતા એમ આવે, એટલે ચૂપ થઇ જવું જોઇએ. એમજ કહેવાય કે-શાસ્ત્રની સર્વસામાન્ય આજ્ઞા એમ નથી પણ એની આચરણા કરનાર વિશિષ્ટતાની છે માટે એમને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે. આપણામાં એ તાકાત નથી, માટે આપણે તો આજ્ઞા જ જોવાની. એ મહાપુરૂષો તો જ્ઞાનના બળે અનેક ભવો કહી શકે. શાસ્ત્રમાં લખ્યા હશે ? નહિ, જ્ઞાનથી એ જાણવાની શકિત પેદા થઇ. એમણે જે કર્યું તેમાં ‘કેમ કર્યું ?' એ પ્રશ્ન જ અસ્થાને છે. એમનું એ જાણે. એમને ઠીક લાગ્યું માટે કર્યું. જ્યાં વિધિની વાત ચાલે ત્યાં વિધિ બહારનાં દ્રષ્ટાન્ત નહિ લેવાં જોઇએ. વિધાનથી વિપરીત વર્તવા, વિધિથી બહારનાં દ્રષ્ટાબ્લો રજૂ કરવાં, એ મૂર્ખાઇ છે. આપણે માટે તો આજ્ઞા એજ પ્રમાણ. આગમવ્યવહારી એ રીતિએ દ્રષ્ટાત્તાતીત ગણાય. વિહિતની પુષ્ટિ માટે એ મહાપુરૂષોનાં Page #324 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દ્રષ્ટાન્તો લેવાય, પણ અવિતિની પુષ્ટિ માટે નહિ. શ્રુતે કહ્યું એની પુષ્ટિમાં આવે તે કહેવાય. ૩૧૭ મૂળ વાત એ છે કે-આગમવ્યવહારિએ પોતાની વિશિષ્ટતાના યોગે આચરેલી અને વિધાનથી વિપરીત એવી ક્રિયાનાં દ્રષ્ટાન્તો લઇને વિધાનોનો અપલાપ કરાય નહિ. આજે એ મહાપુરૂષોની અમૂક ક્રિયાઓના નામે સિદ્ધાન્તની મર્યાદાનો અપલાપ થઇ રહ્યો છે, માટે ચેતવા જેવું છે. ગૌરવ : આઠમો દોષ છે-ગૌરવ. એટલે શું ? મેં અમૂક સુકૃત કર્યું એથી હું માનુ છું-એ પ્રમાણે સ્વયં ચિત્તવવું અગર તો લોકમાં મહત્ત્વ મેળવવાને માટે બીજાઓની પાસે મેં અમૂક કર્યું, મેં અમૂક કર્યું' -એમ કહેવું, એ ગૌરવ નામનો આઠમો દોષ છે. કોઇ પણ સુકૃત કરીને એથી ‘હું મોટો' એવો માનસિક વિચાર એ પણ દોષરૂપ છે અને લોકમાં મોટાઇ મેળવવા એને બીજાઓ પાસે પ્રકાશિત કરવું એ પણ દોષરૂપ છે. આજે કોઇ સારૂં કામ જેમ તેમ પણ થયું હોય તો ? શ્રી સંપ્રતિ મહારાજાએ, સવા લાખ શ્રી નિમન્દિર નવાં બંધાવ્યાં, સવા કરોડ શ્રી નિમૂર્તિઓ ભરાવી અને છત્રીશ હજાર જીર્ણ એવાં શ્રી નિમન્દિરોનો ઉદ્વાર કરાવ્યો, છતાં પણ એમણે શું વિચાર્યું છે, એની ખબર છે ? એવા પણ વિચારે છે કે- ‘મેં કાંઇ કર્યું નથી !' સારા કામની સુગંધ સ્વયં ફેલાય તે વાત જૂદી છે, પણપોતાની જાતને મહાનું બતાવવા વિચાર કરવો, મહાન્ મનાવા, મોટાઇ મેળવવા બીજાઓને કહેવું, એ યોગ્ય નથી. સારાં કામ પોતાને મોંઢે ગાનારાઓને માટે તો સારાઓને માન ઉપજતું નથી, પણ એવાઓ એમને તુચ્છ બુદ્ધિના લાગે છે. કોઇને પ્રેરવા કહેવું પડે, એ વસ્તુ જૂદી છે. પ્રમાદ અને માન : આ પછી નવો અને દશમો દોષ પ્રમાદ અને માન છે. એ તો પ્રસિદ્ધ છે. પાંચે પ્રકારના પ્રમાદથી દૂર રહેવોનો પ્રયત્ન કરવો જોઇએ : તેમજ માનનો પણ ત્યાગ કરવામાં બેદરકાર નહિ બનવું જોઇએ. પ્રમાદ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ રાજ કરાવે છે. સંગિત એ ભયંકર ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જેમ સુતવે મલિન કરનાર છે તેમ જ્ઞાન પણ સુકૃતને મલિન કરનાર છે. સુકૃતની ભાવના થાય તોય આ દોષ પ્રવૃત્તિને કદાચ રોકે. કુગુરૂકુસંગતિ અને સ્વચ્છાધાર્થિતા : . છેલ્લા ત્રણ દોષ છે- કુગુરૂ, કુસંગતિ અને સ્વચ્છાધાથિતા. સદ્દગુરૂનો યોગ ન થાય એ વાત કરતાં પણ કુગુરૂનો યોગ કરવો એ ભયંકર છે. રત્નત્રયીથી રક્તિ ધર્માચાર્ય કુગુરૂ કહેવાય છે. કુસંગિત. સુવિહિતશિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-કલ્યાણમિત્રનો યોગ સાધવો અને અકલ્યાણ મિત્રનો યોગ તત્ત્વો. અહીં બે વાત જણાવી છે. નટવિયદિની સાથે અથવા ઉત્સુત્રભાષિઓની સાથે મિલન એ કુસંગતિ છે. કુગુરૂ અને કુસંગતિ એ બે દોષો એવા વધતા જાય છે કે-એ વિષે કોઇ સાચી સ્થિતિ રજૂ કરે તો કેટલાકને સાંભળવી પણ ભારે થઇ પડે. શાસનના નાશક કુગુરૂ અને અન્ય ઉત્સુત્રભાષિના શાસનના શ્રેય માટે તીરસ્કાર પણ જરૂરી છે છતાં ચાલે ત્યાં સુધી માનો કે-કુગુરૂ અને ઉત્સુત્રભાષિનો તિરસ્કાર ન કરવો, એનું અપમાન ન કરવું, પણ એનો યોગ અને એની સંગતિ એ શું? ઘણાઓ સમજવા, જાણવા અને માનવા છતાં પણ, એનો લોકહેરીથી ત્યાગ કરી શકતા નથી. પોતાની શ્લાઘાની ઇચ્છા પણ ઉન્માર્ગથી બચવામાં અને સન્માર્ગની સેવા થવામાં વિધભૂત છે. પોતાની શ્લાઘાનો અર્થી અવસરે ધર્મનો અર્થ રહેતો નથી. શ્લાઘાની અથિતા હોવાના યોગે કેટલાકો કુસંગતિ તજી શકતા નથી. પ્લાધાર્થિતાનો દોષ હોવાથી આજે કુગુરૂ અને ઉસૂત્રભાષિના પાશમાં ઘણા સપડાયા છે. એવાઓને એથી ઉત્તેજન મળે છે, માટે એ દોષ પણ મા હાનિકર છે. ઉપસંહાર : આ શિથિલતા, મત્સરતા, કદાચ, ક્રોધ, અનુતાપ, દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગતિ અને સ્વશ્લાઘાથિલા એ તેર દોષો સુકુતને મલિન કરનાર હોવાથી, પોતાના સુકૃતને નિર્મળ રાખવાની ભાવનાવાળાએ એ તેર દોષોથી જેમ બને તેમ દૂર રહેવાનો પ્રયત્ન કરવો Page #326 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૧૯ જોઇએ. આ દોષો ધર્મ કરવા છતાં પણ ધર્મના વાસ્તવિક ફલની આત્માને પ્રાપ્તિ થવા દેતા નથી. જે પુણ્યાત્માઓ, અનંતજ્ઞાનિઓએ દર્શાવેલા ધર્મની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ આરાધના કરવાને ઇચ્છતા હોય અને અનંતજ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબ મોક્ષફળને પામવાની અભિલાષાવાળા હોય, તેઓએ આ તેર દોષોથી બચવાને માટે ઉદ્યમશીલ બનવું જોઇએ. વૈરાગ્ય-એક મહાન સહ. દંભરહિત ત્યાગ અને વૈરાગ્ય જેમ નિન્દનીય છે તેમ દંભરહિત ત્યાગ અને વૈરાગ્ય સર્વથા પ્રશંસનીય છે. વૈરાગ્ય એક મહાન સદગુણ છે. વૈરાગ્યની કોટિના સદગુણો બીજા બહુ ઓછા છે. એક વૈરાગ્ય એવો સગુણ છે કે-તે જેને પ્રાપ્ત થઇ જાય છે, તે આત્મા અનેક ગુણોની પરમ્પરાને આપોઆપ પ્રાપ્ત કર્યા કરે છે. પરન્તુ વૈરાગ્ય એ જેટલો ઉંચો સગુણ છે, તેટલો જ તેનો દુરૂપયોગ અધિક થાય છે. કેવળ વૈરાગ્ય માટે જ તેમ બને છે એમ નહિ, કિન્તુ કોઇપણ સારી અને કિમતી વસ્તુ એવી મળવી જ અશકય છે, કે જેનો દુરૂપયોગ આ જગતમાં ન થતો હોય. કિમંતી ગણાતી વસ્તુઓની જ જગતમાં નકલો થાય છે. હીરા અને મોતી કે સુવર્ણ અને રજતની નકલો થતી દેખાય છે, પરંતુ કોઇ પણ સ્થળે કે કોઇ પણ કાળે ધૂળ અને ઢેફાં કે કાંકરા અને કલોસાની નકલો કરવા કોઇ પ્રયાસ કરતું નથી. સારી ચીજની નકલો થાય છે એટલા જ માટે જો સારી ચીજો ત્યાગ કરી દેવા લાયક હોય, તો હીરા, મોતી અને સોનું, ચાંદી આદિ વસ્તુઓ પ્રથમ નંબરે ત્યાગ કરી દેવા લાયક ઠરશે. પરન્તુ એ ન્યાયને આજ સુધી કોઇએ પણ માન્ય રાખેલ નથી. સૌ કોઇ હજારો નકલોમાંથી પણ અસલ વસ્તુને શોધી કાઢી તેને જ ગ્રહણ કરવા પ્રયાસ કરે છે, કિન્તુ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નકલના ભયથી ડરી જઇને અસલ વસ્તુને પણ છોડી દેવા પ્રયાસ કરતું નથી. એવો પ્રયાસ કરનારા કાં તો અસલ વસ્તુનું મૂલ્ય જ સમજ્યા નથી, અગર સમજ્યા છે તો પણ તેને પ્રાપ્ત કરવાની પોતાની અશકિત હોવાથી બીજાની આગળ તેના મૂલ્યને ઇરાદા પૂર્વક છૂપાવે છે. વૈરાગ્ય માટે પણ તેવી જ હકીકત છે. તે એક મહાનું વસ્તુ હોવાથી તેની સેંકડો નકલો આ જગતુમાં વિદ્યમાન છે : એટલું જ નહિ પણ જે કોઇ આત્મા પોતાની અશકિત યા અયોગ્યતાના કારણે તેને પ્રાપ્ત નથી કરી શકતા, તેમાંનો મોટો વર્ગ તેની નિન્દા કરવાનો જ માર્ગ અખત્યાર કરે છે. પરન્તુ તેટલા માત્રથી વૈરાગ્ય એ સદગુણ મટી જતો નથી. તેની અનેક નકલો તથા તેના પ્રત્યે અનેક કટાક્ષો જ એ વસ્તુ પૂરવાર કરે છે કે-અસલ વૈરાગ્ય એ કોઇ મહા મૂલ્યવાળી ચીજ છે અને તેની પ્રાપ્તિ કોઇ ભાગ્યવાનું આત્માને જ થઇ શકે છે. નકલી વસ્તુને અસલ વસ્તુના મૂલ્યથી ખપાવવાનો પ્રયાસ કરવા માટે જેમ અનેક પ્રકારની માયાઓનું અવલંબન લેવું પડે છે, તેમ નકલી વૈરાગ્યને પણ અસલ વૈરાગ્યના મૂલે પ્રસિદ્ધ કરવા માટે મુખ્ય આલંબન દંભનું જ ગ્રહણ કરવું પડે છે. એટલા માટે દંભને અસલ વૈરાગ્યના મૂલમાં અગ્નિ મૂકનાર તરીકે વૈરાગ્યના જ્ઞાતા મહાપુરૂષોએ વર્ણવેલ છે. દંભને ધારણ કરનાર આત્મા જગતમાં પોતાની વૈરાગ્યવાન તરીકે પ્રસિદ્ધિ કરી શકે છે, તો પણ પોતે તો અનન્તકાળ સુધી વૈરાગ્ય રૂપી સગુણથી સર્વથા વંચિત જ રહી જાય છે. એટલા માટે શ્રી જિનશાસનમાં મુકિતમાર્ગના આરાધકો માટે સૌથી પ્રથમ શરત જીવનમાંથી દંભને દેશવટો આપવાની મૂકવામાં આવી છે. જીવનમાંથી દંભને સર્વથા દૂર કર્યા સિવાય મુક્તિ માટેના એક પણ સદનુષ્ઠાનની સાચી આરાધના થઇ શકતી નથી. સમર્થ પંડિત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા અધ્યાત્મસાર નામના પ્રકરણરત્નમાં અધ્યાત્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિ અને વૃદ્ધિ કોને થઇ શકે, એ વિષે વિવેચન કરતાં ફરમાવે છે કે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ “अतो ज्ञानक्रियारुपमध्यात्म व्यवतिष्ठते । एततत्प्रवर्धमानं स्या, निर्दम्भाचारशालिनाम् ।।१।।" અધ્યાત્મ એ જ્ઞાનક્રિયા ઉભયાત્મક છે અને તેની વૃદ્ધિ નિષ્કપટ આચારવાળા મહાપુરૂષોને જ થઇ શકે છે.' દંભ એ વૈરાગ્યના માર્ગમાં મોટામાં મોટું વિબ છે. આપણે એ જોઇ ગયા કે-જગતમાં જે વસ્તુનું મૂલ્ય અધિક ઉપજી શકતું હોય, તે વસ્તુના ભાવે ઓછા મૂલ્યવાળી વસ્તુ વેચવાના ધંધા પણ ધમધોકાર ચાલે છે : અને ચાલે એ સહજ છે. એ કોઇથી પણ અટકાવી શકાય તેમ નથી. એવાઓને ઓળખી કાઢી તેઓની જાળમાં ન ફસાવું, એટલું જ માત્રશકય છે, અથવા એવાઓને “દંભ કરી મહાનું સદ્ગુણને પાપનું સાધન બનાવતા અટકાવવા પ્રયાસ કરવો' એ પણ શકય અને કર્તવ્ય છે. પરન્તુ એટલા માત્રથી વૈરાગ્યની નકલો સર્વથા નાબૂદ થઇ જાય એ કદી પણ શકય નથી. વૈરાગ્ય એ અમૂલ્ય ચીજ છે અને તેની નકલો આ જગતમાં રહેવાની જ છે, તો પછી અસલ વૈરાગ્યના અથિ આત્માઓએ અસલ અને નકલ વૈરાગ્યને ઓળખતાં શીખવું એજ આવશ્યક થઇ પડે છે : અને એ ઓળખવા માટે વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા નથી. “જે વૈરાગ્યની પાછળ કોઇ પણ પ્રકારનો દંભ નથી એ વૈરાગ્ય અસલ છે અને જે વૈરાગ્યની પાછળ થોડો પણ દંભ છે તે વૈરાગ્ય અસલ નથી કિન્તુ નકલ છે.” -એટલું જ સમજવું પર્યાપ્ત છે. બીજા આત્માઓના હૃદયમાં રહેલ વૈરાગ્ય એ અસલ છે કે નકલ તે ઓળખવું હજુ પણ દુષ્કર છે, પરંતુ પોતાના આત્મામાં રહેલ વૈરાગ્ય કેવો છે એની પરીક્ષા કરવા માટે ઉપરની કસોટી બસ છે. પોતે જે કાંઇ મુકિત માટેનું સદનુષ્ઠાન કરે છે તેની પાછળ કોઇ પણ પ્રકારની માયા છૂપાયેલી છે કે કેમ, એની શોધ કરવાથી તુરત જ વૈરાગ્યની સત્યતા યા અસત્યતાની ખાત્રી થઇ શકે છે. સત્ય વૈરાગ્યમાં Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ દંભનું નામનિશાન હોઇ શકતું નથી. દંભરતિ દશા એ વૈરાગ્ય માટેની મોટામાં મોટી નિકષ-કસોટી છે. એ કસોટી ઉપર પોતાના આત્માને કસ્યા પછી જ, પોતે સાચા વૈરાગ્યને વરેલ છે કે નહિ તેનો નિર્ણય પ્રત્યેક વૈરાગ્યના અર્થીિ આત્માએ કરવો જોઇએ. એ રીતે કસોટી ઉપર કસીને શુદ્ધ વૈરાગ્યને પામેલા આત્માઓ, નિર્દભ ચેષ્ટાઓના અનુમાનથી અન્યના શુદ્ધ વૈરાગ્યની પણ પરીક્ષા કરી શકે છે. આ રીતે વૈરાગ્યની પરીક્ષાનો રાજમાર્ગ છોડી દઇને જે આત્માઓ નકલી વૈરાગ્યની બહુલતાઓ જોઇ સાચા વૈરાગ્ય પ્રત્યે પણ ઉદાસીનભાવ સેવે છે, તે આત્માઓ વૈરાગ્યના અમૂલ્ય સામર્થ્યને કાં તો પાની શકયા જ નથી અથવા પીછાનવા છતાં પોતે તેની પ્રાપ્તિ નહિ કરી શકવાના કારણે તેના મૂલ્યને છૂપાવે છે, તેના ગુણોને દૂષિત કરે છે થાવતું તેને નિન્દવાનો પણ અધતિ માર્ગ અખત્યાર કરે છે. કોઇ પણ સારી વસ્તુની અયોગ્ય રીતે થતી નિન્દાને સહી લેવી, એ વિવેકી આત્માઓનું કર્તવ્ય નથી. વૈરાગ્ય એ પણ જો સારી વસ્તુ છે, તો તેને નહિ પિછાની શકનાર કે નહિ પામી શકનાર આત્માઓ તરફથી અયોગ્ય રીતિએ થતી તેની નિન્દાનો પ્રતિકાર કરવો, એ તેના ગુણને પીછાણનાર આત્માઓનું કર્તવ્ય થઇ પડે છે. એજ ચાયે આ જગતમાં નકલી વૈરાગ્યના બ્દાને મૂલ (અસલ) અને અમૂલ (કિમંતી) એવો વૈરાગ્ય પણ નિદાઇ જતો હોય કે ઉપેક્ષણીય બનતો હોય તો તેને અટકાવવાનું કાર્ય કરવું, એ ગુણગાહી સનોનું પરમ કર્તવ્ય છે. દંભસહિત ત્યાગ અને વૈરાગ્ય એ જેટલા નિન્દનીય છે, તેટલા જ દંભરહિત ત્યાગ અને દંભરહિત વૈરાગ્ય પ્રશંસનીય છે. ત્યાગ અને વૈરાગ્યમાં પ્રવેશ પામતો દંભ એ ત્યાજ્ય છે, પરન્તુ ત્યાગ અને વૈરાગ્ય કદી પણ ત્યાજ્ય નથી. દંભ જેટલો ત્યાજ્ય છે, તેટલો જ વૈરાગ્ય ઉપાદેય છે. દંભના કારણે વૈરાગ્યને પણ જેઓ ત્યજી દેવા ઇચ્છે છે, તેઓ કુલટાઓના કારણે સતીઓનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થઇ જાય છે. સ્ત્રીઓમાં જેમ સતીઓ હોય છે, તેમ કુલટાઓ પણ હોય છે, બલ્ક સતી કરતાં કુલયઓની Page #330 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૨૩ સંખ્યા વિશેષ પ્રમાણમાં હોય છે. એટલા માત્રથી પોતાની સતીભાર્યાનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થનારો જેમ મૂર્ખાઓનો આગેવાન છે, તેમ વૈરાગ્યની પાછળ પણ નિર્દભતા કરતાં દભ અધિક રહેલો હોય છે. એજ કારણે નિર્દભ વૈરાગ્યનો પણ ત્યાગ કરી દેવા તૈયાર થવું, એ પણ મા મૂર્ખતાભર્યા ચેષ્ટિત સિવાય બીજું કશું જ નથી. વૈરાગ્યમાં પ્રવેશ પામતો દભ એ અવશ્ય ત્યાજ્ય છે, પરન્તુ વૈરાગ્ય એ કદાપિ ત્યાજ્ય નથી, એ વસ્તુ ખૂબ ભારપૂર્વક સમજી લેવી જરૂરી છે. આજે કેટલાક આત્માઓ ધર્મની પાછળ થઇ રહેલા અધર્મોને જોઇ શુદ્વધર્મને પણ છોડી દેવા તૈયાર થયા છે. તે આત્માઓ પણ ઉપરની કોટિના આત્માઓ જ છે, એ સમજી લેવું જોઇએ. આપણો ચાલુ વિષય તો વૈરાગ્ય એક મહાન સદગુણ છે એ સિદ્ધ કરવાનો છે અને એ વૈરાગ્ય બીજો કોઇ નહિ પણ દંભના લેશ. વિનાનો હોય તે જ. વહાણમાં છિદ્રનો લેશ પણ જેમ તેને તથા તેના ઉપર બેસનાર સર્વને ડૂબાડનાર થાય છે, તેમ વૈરાગ્યમાર્ગમાં દંભનો લેશ પણ તે વૈરાગ્ય અને તેને ધારણ કરનાર આત્માઓનો અવશ્ય વિનાશ કરનાર થાય છે. દંભરહિત વૈરાગ્યની પ્રાપ્તિનો આધાર ભવસ્વરૂપની ચિન્તા છે. જે આત્માઓના અંતરમાં ભવસ્વરૂપની ચિન્તા રૂપી અગ્નિ પ્રજ્વલિત બને છે, તે આત્માઓના અંતરમાં વૈરાગ્યના સ્વરૂપનો વિનાશ કરી નાંખનાર દંભ રૂપી વેલડી એક ક્ષણવાર પણ ટકી શકતી નથી. સંસારસ્વરૂપની ચિન્તાથી ભવ પ્રત્યે અબહુમાન પ્રગટ થાય છે અને ભવ પ્રત્યે અબહુમાન પ્રગટ્યા પછી અંતરમાં દંભને પ્રવેશ પામવા માટે એક લેશ પણ અવકાશ રહેતો નથી. કોઈ પણ આત્માના અંતરમાં દંભને પ્રવેશ પામવાનો અવકાશ ત્યાં સુધી જ રહે છે, કે જ્યાં સુધી તે આત્માને આ ભવ ઉપર થોડો પણ રાગ યા બહુમાન બાકી રહ્યું હોય. ભવસ્વરૂપની વાસ્તવિક ચિન્તા ભવ પ્રત્યેના સઘળા બહુમાનને મૂળથી ઉખેડી નાંખે છે અને અંતરપટ ઉપરથી એ મૂળ ઉખડી ગયા પછી ભવના Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કારણે તે આત્માને કોઇ પણ જાતિની માયા કરવાનું રહેતું નથી. માયા આચરવાનું મૂળ કોઇ હોય, તો તે ગુણની પ્રાપ્તિ યા દોષોનો ત્યાગ કર્યા સિવાય જ લોકો તરફથી ખ્યાતિ યા પૂજા મેળવવાનો લોભ છે. એ લોભ સંસારના સ્વરૂપનો અને તેમાં વસનાર લોકના સ્વભાવનો તાત્વિક વિચાર કરનારને રહેતો જ નથી. ભવસ્વરૂપની ચિન્તાથી જેમ ખ્યાતિ-પૂજા અને નામ-સત્કાર મેળવવાનો લોભ નાશ પામે છે, તેમ એ ખ્યાતિ-પૂજા અને માન-સત્કારની પ્રાપ્તિ અર્થે કરાતી માયા પણ આપોઆપ નાશ પામે છે. તાત્પર્ય એ છે કે-વૈરાગ્યમાં દંભનો પ્રવેશ ભવસ્વરૂપના વાસ્તવિક જ્ઞાન અને ચિંતનથી રહિત આત્માઓમાં જ સંભવે છે, ન્તિ ભવસ્વરૂપના પરમાર્થ જ્ઞાતા અને વિચારકોમાં એ કદી પણ પ્રવેશ પામી શકતો નથી કે ટકી શકતો નથી. એટલા માટે શ્રી જૈનશાસને સ્વીકારેલ વૈરાગ્યની વ્યાખ્યામાં મુખ્ય શરત ભવસ્વરૂપના જ્ઞાનની અને તેનાથી ઉત્પન્ન થયેલ ભવનિર્ગુણતાની દ્રષ્ટિની છે. જ્યાં ભવસ્વરૂપનું જ્ઞાન નથી કે એ જ્ઞાનથી ઉત્પન્ન થયેલ ભવનર્ગુણ્ય દ્રષ્ટિ નથી, ત્યાં દંભરતિ વૈરાગ્ય પણ નથી. દંભને લાવનાર લોભ છે અને એ લોભ ભવનિર્વેદ વિના કદી નાશ પામતો નથી : તેથી જેને દંભના લેશ વિનાના વૈરાગ્યની આવશ્યકતા છે, તેને ભવના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત પણ થવું જ પડે છે, અને ભવના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત થનાર આત્માને ભવની નિર્ગુણતાનો પરિચય આપોઆપ થઇ જાય છે. ભવનિર્ગળતાનો આધા૨ ભવ એટલે ચાર ગતિ રૂપ સંસાર. અને એ સંસારની ચારે ગતિમાંથી કોઇ પણ ગતિમાં આત્મપણે ગુણનો લેશ પણ નથી. એ વાત યથાર્થ રીતિએ સમજવા માટે શ્રી જિનવચન સિવાય અન્ય કોઇ આધાર નથી. ચારે ગતિનું યથાર્થ સ્વરૂપ સર્વજ્ઞોના જ્ઞાન સિવાય બીજી રીતિએ જાણવું Page #332 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૨૫ અસુલભ છે અને એ જ કારણે વાસ્તવિક વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી જિનવચનની પ્રાપ્તિ ઉપર અવલંબેલી છે, એમ કહેવું એ જરા પણ ખોટું નથી. શંકા : શ્રી જિનવચન એ સર્વજ્ઞવચન છે અને સર્વજ્ઞનું વચન એ સર્વ પદાર્થોને વિષય કરનાર જ્ઞાનથી ઉત્પન્ન થયેલું હોવાથી અતિ વિશાળ છે. એને સંપૂર્ણતયા જાણવું, સમવું, ધારણ કરી રાખવું, એ વિગેરે વાતો લગભગ અસંભવિત છે : તો પછી શ્રી જિનવચનની પ્રાપ્તિ ને થાય તેને જ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે બીજાને નહિ, એ કહેવું વ્યર્થ ઠરતું નથી ? સમાધાન :- આવો પ્રશ્ન કરનાર જગતુના પદાર્થોની વ્યવસ્થાને સમજવા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યો છે. જગત્ની પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ, એમ ઉભય ધર્મયુકત હોય છે. વિશેષ ધર્મોનું જ્ઞાન નહિ કરી શકનાર સામાન્ય ધર્મોનું જ્ઞાન પણ ન કરી શકે, એમ કહેવું એ સર્વથા ખોટું છે. શ્રી જિનવાણીને સર્વ વિશેષો સહિત જાણવી, એ તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમને ધારણ કરનાર મહાપુરૂષો સિવાય બીજાઓ માટે ભલે અશકય હો, પરન્તુ તેટલા ઉપરથી મંદ ભયોપશમવાળા આત્માઓ સામાન્યતયા યા થોડા પણ વિશેષો સહિત તેને ન જાણી શકે, એમ કહેવું વ્યાજબી નથી. મંદમાં મંદ લયોપશમવાળો આત્મા પણ જો સંજ્ઞીપંચેન્દ્રિય-પર્યાપ્તપણાને ધારણ કરનાર હોય, તો તે શ્રી જિનવાણીના સામાન્ય સ્વરૂપને ખુશીથી સમજી શકે છે. શ્રી જિનવચન રૂપી મહોદધિમાં વર્ણવેલ ચાર ગતિના સમસ્ત સ્વરૂપને નહિ જાણી શકનાર આત્મા પણ શ્રી જિનવચનના અનુસારે એટલું જ જાણે, સમજે અને સદઉં કે‘ફૂદરડા ઉપાડ્રો , 30ાડૂનીતારામતો, अणाइकम्मसंजोगनिव्वत्तिए, दु:क्खरुवे, दुःखफले, दुःखाणुबन्धे।' આ સંસારમાં નિશ્ચયથી જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે, એ સંસાર અનાદિ કર્મસંયગોથી થયેલો છે તથા દુઃખ રૂપ છે, દુઃખના ફળવાળો છે અને દુઃખનો જ અનુબધ કરાવનાર છે.' તો પણ તેને શ્રી જિનવચનની પ્રાપ્તિ થયેલી છે, એમ માનવામાં કોઇ પણ જાતિની હરકત નથી. સામાન્યથી શ્રી જિનીવનના એક પણ પદની પ્રાપ્તિ કરીને આજ સુધી અનન્તા આત્માઓ સિદ્ધિપદને વર્યા છે, એમ મહર્ષિઓનું કથન છે. એક પદ પણ જો તે શ્રી જિનકથિત છે, શ્રી નિવચનને અનુસરતું છે, તો તે પણ આત્માને સંસારસાગરથી તારનારૂં થાય છે. આ હકીકત જ એ વાતને સિદ્ધ કરે છે કે સામાન્યથી શ્રી જિનવચનની પ્રાપ્તિ કોઇ પણ સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત ભવ્ય આત્માને અશકય નથી, અને એજ સત્ય વૈરાગ્યની પ્રાપ્તિ માટે બસ છે. ભાવથી થયેલ સામાન્ય જિનવચનની પ્રાપ્તિ એ વિશેષ જિનવચનની પ્રાપ્તિમાં પ્રતિબંધક નથી કિન્તુ સહાયક છે અને સામાન્ય યા વિશેષ ઉભયમાંથી કોઇ પણ પ્રકારની પ્રાપ્તિ એ વસ્તુની જ પ્રાપ્તિ છે. બેમાંથી કોઇ પણ પ્રકારે શ્રી જિનવચનની ભાવથી પ્રાપ્તિ કરનાર આત્મા શ્રી જિનકથિન નિર્દભ વૈરાગ્યને પણ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. વૈરાગ્ય માટે આટલી સામાન્ય વાત સમજી લીધા પછી હવે એ શંકા નહિ રહે કે-થોડા જ્ઞાનવાળાનો વૈરાગ્ય ખોટો હોય અને અધિક જ્ઞાનવાળાનો વૈરાગ્ય જ સાચો હોય, થોડું જ્ઞાન પણ શ્રી જિનવચનના અનુસારે હોય તો તેનાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સાચો જ છે અને ઘણું પણ જ્ઞાન શ્રી જિનવચનથી વિપરીત હોય તો તેનાથી ઉદ્ભવેલો વૈરાગ્ય સાચો નથી, આભાસ માત્ર છે, યાવત્ વિપરીત સંયોગોમાં ચાલી જવાવાળો છે, એ જ રીતે શ્રી જિનવચનાનુસારી જ્ઞાનયુકત આત્માનો થડો પણ વૈરાગ્ય દંભરહિત હોય છે અને શ્રી જિનવચનથી વિપરીત જ્ઞાનયુક્ત આત્માનો ઘણો પણ વૈરાગ્ય દંભસહિત હોવાનો પૂરેપૂરો સંભવ છે : કારણ કે-જ્યાં સુધી આત્માને સંસારના સ્વરૂપનું યથાસ્થિત ભાન થયું નથી, ત્યાં સુધી તેના પ્રત્યે ઉત્પન્ન થયેલો તેનો વૈરાગ્ય કાચા પાયા ઉપરની જ ઇમારત છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૨૭ એ ઇમારતને તૂટી પડતાં વિલંબ થનાર નથી. શ્રી જિનવચનાનુસારે ઉત્પન્ન થયેલ સંસારની અસારતાનું જ્ઞાન ચાહે વિસ્તારથી હો કે સંક્ષેપથી હો, કિન્તુ તે યથાર્થ હોય છે. અહીં કોઇને શંકા જરૂર થશે કે- “શ્રી જિનેશ્વરો સંસારને અસાર કહે છે.' એટલું જ માત્ર જેણે જાણ્યું છે, કિન્તુ શાથી અસાર કહ્યો છે, એ વિગેરે હેતુઓનું જ્ઞાન મેળવ્યું નથી, તેવા અતિશય સંક્ષિપ્ત સામાન્ય જ્ઞાનવાળાને નિર્દભ વૈરાગ્ય કેવી રીતે સંભવે ? આનો ઉત્તર અમે ઉપર આપી જ દીધો છે કેભાવસહિત શ્રી નિવચનના એક પણ પદને પ્રાપ્ત કરી આજ સુધી અનન્ત આત્માઓ શ્રી સિદ્વિપદને વર્યા છે. સાચા વૈરાગ્યની પ્રાપ્તિ માટે સંક્ષિપ્ત યા વિસ્તૃત જ્ઞાન ઉપર ભાર દેવાના બદલે ભાવસતિ જ્ઞાન ઉપર ભાર દેવાની વધુ આવશ્યકતા છે. શ્રી જિનવચનનું જ્ઞાન પણ વિસ્તૃત હોવા છતાં જો તે ભાવસહિત નથી કિન્તુ ભાવરહિત છે, તો તે સાચા વૈરાગ્યની નિષ્પત્તિનું કારણ બની શકતું નથી. ઉલટ પશે સંક્ષિપ્ત જ્ઞાન પણ ભાવસતિ છે, તો તેનાથી નિર્દભ વૈરાગ્યની પ્રાપ્તિ નિ:સંશયપણે થઇ શકે છે. ભાવસહિત “મારૂષ માતુષ' એવા એકાદ પદનાં જ્ઞાન પણ માપતુષાદિ મા મુનિવરોને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ કરાવી આપનાર થઇ શકયાં હતાં અને ભાવવિનાનાં સાડા નવ પૂર્વ પર્યંતનાં જ્ઞાન પણ અભવ્યાદિકોને ભવની વૃદ્ધિ કરાવનારાં નિવડ્યાં હતાં. એનું ખરું કારણ એ છે કે-ભાવસતિ થોડું પણ સમ્યગુજ્ઞાન વિશેષ જ્ઞાનની પ્રાપ્તિમાં બાધક નથી કિન્તુ સાધક છે. જે આત્માઓ પોતાને પ્રાપ્ત થયેલા થોડા પણ જ્ઞાનમાં સંતોષિત બની જઇને અધિક જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવાનું માંડી વાળે છે, તે આત્માઓને તે કહેવાતું થોડું સમ્યગુજ્ઞાન ભાવથી પ્રાપ્ત થયેલું છે એમ કહી શકાય જ નહિ. ભાવથી પ્રાપ્ત થયેલા સમ્યજ્ઞાનનો અર્થ એ છે કે તે જ્ઞાન તેને અતિશય રૂચિ ગયેલું છે ? અને જે વસ્તુની તીવ રૂચિ આત્મામાં એક વખત જાગ્રત થઇ ગયેલી છે, તે વસ્તુની અધિક પ્રાપ્તિ માટે તે આત્મા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છતી શકિતએ ઉદ્યમ ન કરે એ બનવાજોગ જ નથી. અહીં કોઇ શંકા કરશે કે-સંક્ષિપ્ત બોધથી તીવ રૂચિ પેદા કેમ થાય ? કોઇ પણ વસ્તુ પ્રત્યે પ્રેમ સંપાદન કરવાની રીત જ એ છે કે-તેના ગુણોનું પ્રથમ સારી રીતે જ્ઞાન મેળવવું. એ જ્ઞાનમાંથી જેટલી કચાશ તેટલી પ્રેમમાં પણ કચાશ જ રહેવાની. એ વાત સત્ય હોવા છતાં પણ સારી રીતે જ્ઞાન મેળવવાનો અર્થ “સર્વ વિશેષો સહિત' એવો કોઇ કરતું હોય તો તે સાચું નથી. અહીં “સારી રીતે' નો અર્થ “તીવ રૂચિ પેદા કરાવે' તેવો અને તેટલોજ ગ્રહણ કરવાનો હોય છે. તીવ રૂચિ પેદા કરાવે' તેટલું જ્ઞાન પેદા કરવા માટે સર્વ વિશેષોના જ્ઞાનની આવશ્યકતા છે, એમ કહેવું એ ખોટું છે. બાળકને માતા પ્રત્યે તીવ રૂચિ હોય છે, તેનું કારણ તે માતાના સ્વરૂપને સર્વ રીતે ઓળખનાર હોય છે તે નથી, કિન્તુ માતા મારી તિસ્વિની છે તેનો જ માત્ર ખ્યાલ તેને હોય છે. માતાની કોઈ પણ ચેષ્ટા કે પ્રવૃત્તિ બાળકના હિત માટે હોતી નથી, એ જાણીને જ બાળક માતા પ્રત્યે પ્રેમવાનું બનેલ હોય છે. એટલે માતા પ્રત્યે બાળકના પ્રેમનું કારણ માતાના સંપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન નથી, કિન્તુ તેની હિતકારિતા માત્રનું જ્ઞાન રૂચિ અગર પ્રેમનો આધાર જ્ઞાન છે એ વાત સત્ય હોવા છતાં, તે જ્ઞાન જે પદાર્થ પ્રત્યે રૂચિ અગર પ્રેમ ઉત્પન્ન કરવો છે, તે પદાર્થની ‘હિતકારિતા' સિવાય બીજી બાબતનું નહિ જ, એ બરાબર સમજી રાખવું જોઇએ. પદાર્થની ‘હિતકારિતા' ઉપરાન્ત તેના બીજા ધર્મોનું જ્ઞાન હોય તો હરકત નથી, કિન્તુ તે પણ સાધક હોવું જોઇએ કિન્તુ બાધક નહિ. માબાપ બાળકના હિતચિત્તક હોવા છતાં, તેવા પ્રકારના ઉલ્લંઠ બાળકોની સોબતથી રખડેલ બનેલ બાળકને- “રમતગમત ઉપર અંકુશ મૂકનાર માતાપિતા મારા સુખમાં અંતરાય કરનાર છે.' –એવી જાતિનું જ્ઞાન માબાપ પ્રત્યેની ભક્તિ યા પ્રેમમાં સાધક નથી કિન્તુ બાધક છે. તેજ રીતે શ્રી જિનવચન અને તેણે ફરમાવેલા માર્ગ પ્રત્યે રૂચિ યા ભકિતનું કારણ શ્રી જિનવચન યા Page #336 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૨૯ તેણે દર્શાવેલા માર્ગના સર્વ વિશેષોનું જ્ઞાન નથી, કિન્તુ તેની હિતકરતાનુંજ માત્ર જ્ઞાન છે. જેઓને તેની હિતકરતા નિસર્ગથી યા ઉપદેશથી સમજાય છે, તેઓનો તેના પ્રત્યે અખંડ પ્રેમ જાગી શકે છે. શ્રી જૈનશાસનની પરિભાષા પ્રમાણે ચતુર્થ ગુણસ્થાનકની પ્રાપ્તિ કોઇ પણ ગતિમાં કોઇ પણ સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત ભવ્ય આત્મા કરી શકે છે. પછી તેનું જ્ઞાન એક પદનું હોય, યાવતું ચૌદ પૂર્વનું હોય. સર્વનો ફલિતાર્થ એ છે કે-સમ્યગદર્શન પ્રાપ્ત થવા માટે જ્ઞાન એ કારણ છે. પરન્તુ તે સાધારણ કારણ છે, કારણ કે-તેટલું જ્ઞાન તો સંજ્ઞી-પંચેન્દ્રિયપર્યાપ્ત કોઇ પણ આત્મામાં હોઇ શકે છે. અસાધારણ કારણ દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ છે. તેવા સયોપશમવાળો આત્મા અધિગમાદિ બાહા નિમિત્તો વિના પણ શ્રી નિવચનની રૂચિ પામી શકે છે અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વિનાનો આત્મા અધિગમાદિ બાહા નિમિત્તો મેળવે, તો પણ સમ્યગ્દર્શનને પામી શકતો નથી. દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થવામાં જ્ઞાન એ સહકારિ કારણ, છે, પરન્તુ તે જ્ઞાનનો વિસ્તાર કેટલો હોવો જોઇએ એનો નિયમ નથી. નિયમ માત્ર “હિતકારિતા' ની પીકાનનો છે. એ પીછાન કરાવનાર જ્ઞાન ઉપકારી છે અને એમાં વિપર્યાસ કરાવનાર જ્ઞાન એ તેટલુંજ અપકારી છે. એ કારણે સમ્યગ્દર્શનના વિષયમાં માત્ર જ્ઞાનને જ પ્રધાનતા આપી, અલ્પ જ્ઞાનીમાં સમ્યગદર્શન ન સંભવે એવો નિર્ણય કરનાર સાચો નિર્ણય કરનાર નથી. અધિક યા અલ્પ પણ શ્રી જિનવચન પ્રત્યેની રૂચિમાં સહાય કરનારૂં જ્ઞાન એ આદેય છે. એ સિવાયનું જ્ઞાન એ આદેય નથી કિન્તુ ત્યાજ્ય છે. આટલી વાત સમજાયા પછી એ સમજવું મુશ્કેલ નથી કેથોડાં પણ સમ્યગુજ્ઞાન પૂર્વક થયેલ વૈરાગ્ય સાચો હોઇ શકે છે અને ઘણાં પણ મિથ્યાજ્ઞાનથી ઉદ્ભવેલો વૈરાગ્ય સાચો હોઇ શકતો નથી. શ્રી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ જિનવચનાનુસાર જ્ઞાન, એ સમ્યગુજ્ઞાન છે અને એથી વિપરીત મિથ્યાજ્ઞાન છે. અહીં સમ્યગુજ્ઞાન એટલે પદાર્થનો સાચો અવબોધ કરાવનાર જ્ઞાન અને મિથ્યાજ્ઞાન એટલે પદાર્થના સ્વરૂપથી વિપરીત પ્રતિપત્તિ કરાવનાર બોધ. શ્રી જિનવચન સંસારનો જે બોધ કરાવે છે તે યથાર્થ છે, જ્યારે ઇતરનાં વચનો સંસારને વિપરીત આકારમાં રજુ કરે છે. સંસારને તેના યથાર્થ આકારમાં સમજ્યા વિના તેના પ્રત્યે થયેલો વૈરાગ્ય લાંબો વખત ટકી શકે એ બનવું સંભવિત નથી અને કદાચ ટકે તો પણ તે સર્વથા નિર્દભ હોવો તે કદી પણ શકય નથી. વૈરાગ્યનો પર્યાય શબ્દ છે રાગનો અભાવ : અને એ રાગ સંસારી આત્માઓને કોઇને કોઇરીતે વળગેલો હોય જ છે. સંસારી આત્માઓના દુઃખનું મૂળ પણ તે રાગ જ છે, કારણ કે-જ્યાં રાગ હોય છે ત્યાં તેથી વિરૂક વસ્તુ ઉપર દ્વેષ બેઠેલો જ હોય છે : અને રાગ-દ્વેષ બે જ્યાં બેઠા હોય છે ત્યાં ભય, શોક, અરતિ આદિ ન હોય એમ બનતું જ નથી. ભય. શોક, અરતિ આદિ મનોવિકારોની આધીનતા એજ દુઃખ છે. એ કારણે દુઃખથી મુકિત મેળવવાના અથિ આત્માઓએ “રાગ' થી મુકિત મેળવ્યા સિવાય બીજો ઉપાય જ નથી. એ રાગથી મુકિત થવી વૈરાગ્યને આધીન છે અને વૈરાગ્ય સંસારના સ્વરૂપને તે છે તે રીતે સમજવા ઉપર આધાર રાખે છે. સંસારને તેના યથાર્થ સ્વરૂપમાં સમજાવનાર શ્રી જિનવચન સિવાય બીજું કોઇ નથી. એ કારણે વૈરાગ્યના માર્ગમાં શ્રી જિનવચનની ઉપયોગિતા સૌથી અધિક છે, એ સ્વતઃ સિદ્ધ થાય છે. એ શ્રી જિનવચનની પણ ભાવરહિત પ્રાપ્તિ નિરર્થક છે. ભાવરહિત અને ભાવસહિત જ્ઞાન વચ્ચે સૂર્ય અને ખદ્યોત જેટલું અંતર છે. ખદ્યોતનો પ્રકાશ અકિચિત્કર છે, સૂર્યનો પ્રકાશ કાર્યસાધક છે : તેમ ભાવસહિત જ્ઞાન એજ વૈરાગ્યના માર્ગમાં કાર્યનું સાધક છે. ભાવરહિત જ્ઞાન શ્રી નિવચનાનુસાર હોવા છતાં પણ સમ્યગુજ્ઞાનની કોટિને પ્રાપ્ત કરી શકતું નથી. શ્રી જિનવચનાનુસાર જ્ઞાન પણ અભવ્ય યા દુર્ભવ્યોને વિપુલ પ્રમાણમાં Page #338 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૩૧ પ્રાપ્ત થઇ શકે છે, કિન્તુ તે સઘળું ભાવશૂન્ય હોવાથી નિર્દભ વૈરાગ્યનું સાધક બની શકતું નથી. નિર્દભ વૈરાગ્યનું સાધક જ્ઞાન જેમ શ્રી ક્લિવચનને અનુસરનારૂં હોવું જોઇએ, તેમ તે હૃદયની રૂચિ, ભાવ યા શ્રદ્ધાપૂર્વકનું હોવું જોઇએ. હૃદયની રૂચિ એ મૂખ્ય ચીજ છે અને તે નિ કેવળ જ્ઞાન દ્વારા લભ્ય નથી. એમાં હિતકારિતાદિના જ્ઞાનની આવશ્યકતા છે અને તેથી પણ અધિક વિનય, ભકિત, આદરાદિ બાહા ક્રિયાની પણ આવશ્યકતા છે. કોઇ પણ પદાર્થ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવા માટે અને ઉત્પન્ન થયેલ પ્રેમને ટકાવવા કે વધારવા માટે એકલું જ્ઞાન કારગત થઇ શકતું નથી, કિન્તુ જ્ઞાન સાથે ક્રિયાની સંપૂર્ણ આવશ્યકતા છે. જ્ઞાન એ જેમ પ્રેમોત્પાદક છે, તેમ ક્રિયા એ પણ પ્રેમોત્પાદક છે. જ્ઞાન એ પ્રેમોત્પાદક છે, પરન્તુ ક્રિયા એ પ્રેમોત્પાદક નથી એમ કહેવું એ ભૂલભરેલું છે. જ્ઞાનાભ્યાસ માત્રથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સ્થિરતાદિની આશા રાખનાર જરૂર નાસીપાસ થનાર છે. જ્ઞાનાભ્યાસ એ જેમ સાયક છે, તેમ વિનયાદિ ક્રિયા પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ આદિમાં અપૂર્વ સહાયક છે : બલ્ક જે વિશેષતા ક્રિયામાં છે તે જ્ઞાનમાં પ્રાપ્ત થવી અશકય છે. જ્ઞાન એ માનસિક ક્રિયા છે, જ્યારે ક્રિયા એ શારીરિક અને વાચિક ક્રિયા છે. અભ્યાસદશાપન્ન (શરૂના અભ્યાસી) પુરૂષોને માટે કેવળ માનસિક ક્રિયા ઉપર ભાર દઇ દેવો, એ તેને આગળ વધારવા માટે નથી, કિન્તુ પાછળ પાડવા માટે છે: અતિશય ચંચળ મનને વશ કરવા માટે એકલી માનસિક ક્રિયા કામ આવી શકતી નથી. સાધન વિના જેમ સાધ્યસિદ્ધિ નથી તથા ઉપાય વિના જેમ ઉપેયપ્રાપ્તિ નથી, તેમ શારીરિક અને વાચિક ક્રિયાને પણ યોગ્ય માર્ગે જોડ્યા વિના મન સ્વાયત્ત બનતું નથી : એટલું જ નહિ પણ અયોગ્ય માર્ગે પ્રવર્તેલા વચન અને કાયાવાળાની પ્રયોજેલી માનસિક ક્રિયા પણ એળે જાય છે. સંતા લોહપિ પર પડેલા પાણીના બિન્દુઓની જેટલી સ્થિતિ છે, તેટલી જ સ્થિતિ અયોગ્ય માર્ગે વપરાઇ રહેલા વચન અને કાયા Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પર જનની જવાના વગર ઉપર જ્ઞાનના બિન્દુઓની છે. એ તુરત જ સુકાઇ જાય છે અર્થાત્ એનું કાર્ય કર્યા પહેલાં જ એની હયાતિ નાશ પામે છે. જે માનસિક ક્રિયાનો શારીરિક કે વાચિક ક્રિયા ઉપર અંકુશ નથી આવ્યો, તે માનસિક ક્રિયાની હાલત રંક છે. એ કારણે શરીર અને વચનને પણ કેળવવા એ તેટલા જ જરૂરી બને છે. સારી રીતે કેળવાયેલા અને યોગ્ય માર્ગે પ્રવર્તેલા શરીર અને વચન ઉપર જ્ઞાનની અસર બહુ સુંદર અને દીર્ધકાળ સુધી ટકી શકે તેવી પડે છે : તેથી જ્ઞાનની મુખ્યતાના ઓઠા નીચે સમ્યક્ત્વ અને વૈરાગ્યની પોષક સલ્કિયાઓને એક અંશે પણ અવગણી શકાય તેમ નથી. શ્રી વીતરાગદેવને વન્દન, પૂજન, નમસ્કાર આદિ ક્રિયાઓ અદભુત રીતે વૈરાગ્યને પોષે છે અને સમ્યકત્વને દ્રઢ કરે છે. ગુરૂવન્દનાદિ ક્રિયાઓ અને સાધમિકભકિત આદિ કાર્યો પણ સમકિતની દ્રઢતા અને વૈરાગ્યની પુષ્ટિ માટે તેટલાં જ જરૂરી છે. એજ કારણે શ્રી જિનશાસનમાં ત્રિકાળ જિનપૂજા, નિયમિત ગુરૂવન્દન, ઉભયકાળ આવશ્યક, નિરન્તર સદ્ગુરૂમુખે શ્રી નિવચનશ્રવણ, સામાયિક, પૌષધ, સુપાત્રદાન આદિ કર્તવ્યો વિહિત કરેલા છે. એ તારક ક્રિયાઓના અભાવે જ આજે જ્ઞાન હજુ પણ જોવામાં આવે છે, કિન્તુ શ્રદ્ધાનો લગભગ વિનાશ થતો દેખાય છે. જો જ્ઞાન એજ સમ્યક્ત્વની દ્રઢતાનો એક ઉપાય હોત, તો શ્રદ્ધાવાન કરતાં પણ અધિક જ્ઞાનને ધારણ કરનાર, દેવ અને ગુરૂના સ્વરૂપોનું લંબાણથી વિવેચન કરી શકનાર તથા વૈરાગ્યના પ્રાણભૂત અનિત્યત્વાદિ દ્વાદશ ભાવના તથા સમ્યક્ત્વના પ્રાણભૂત મૈત્રાદિ ચાર ભાવનાઓ ઉપર પૃષ્ઠો ભરી ભરીને વિવેચન કરી શકનાર પણ શ્રદ્ધાશૂન્ય દેખાય છે, તે કેવી રીતે શકય બને ? | કિયા પ્રત્યે અનાદરભાવને પામેલા જ્ઞાનીઓ જ આજે પોતાની શ્રદ્ધા ગુમાવી બેઠા છે, એટલું જ નહિ પણ બીજાઓની શ્રદ્ધાના મૂળમાં પણ તેઓ જ પ્રહાર કરતાં નજરે પડે છે. એવાઓ સુદેવ, સુગુરૂ અને સુધર્મ એજ જગતમાં સારભૂત છે, એમ સિદ્ધ કર્યા પછી પણ કુદેવ, કુગુરૂ અને કુધર્મનું બહુમાન કરવા ગર્ભિત રીતે સૂચવે છે. એવાઓને કુદેવ, કુગુરૂ Page #340 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૩૩ અને કુધર્મની આશાતનાનો જેટલો ભય લાગે છે, તેટલો ભય સુદેવ, સુગુરૂ અને સુધર્મની આશાતનાનો રહ્યો નથી. આંશિક સત્યને સંપૂર્ણ સત્ય માની લઇ ઉભા થયેલા એકાન્ત દર્શનોમાં તેઓ જેટલો સત્યનો પક્ષપાત જોઇ શકે છે, તેટલો સત્યનો પક્ષપાત સંપૂર્ણ સત્યને જ સત્ય તરીકે સ્વીકારવાનો ઉપદેશ કરનાર આગમોમાં જોઈ શકતા નથી. અસત્ય વાતને પણ અસત્ય તરીકે જાહેર કરવામાં તેઓને કોમીવાદનું પોષણ દેખાય છે અને સત્યનું છડેચોક ખંડન કરનાર પણ ક્ષમાશીલ છે, એવો તેમને ભાસ થાય છે. અનુપેક્ષણીય દોષપાત્ર એવા પણ પરની ટીકામાં પાપ દેખનારા અને સર્વમાં ગુણ જ જોવાની વાતો કરનારા પોતાની રૂચિથી પ્રતિકૂળ ગુણવાનોની નિન્દા કરવાની એક પણ તકને તી કસ્તા નથી. હિંસાને પાપ માનનારા અને રાજ્યકારી ક્ષેત્રમાં પણ અહિસાની હિમાયત કરનારા, જીવનપર્યત અહિસાવતને આચરનારા સ્વગુરૂઓની સાચી યા ખોટી નિન્દા કરવામાં અભિમાન લે છે. શસ્ત્રસજ્જ રાજ્ય સામે નિર્બળોના પ્રાણ લુટાવી દેવાની વાતો કરનારા તેમને અસત્ય ઝનુન ફેલાવનારા નથી લાગતા, કિન્તુ શ્રી જિનમતના સાચા અને વિશ્વોપકારક સિદ્ધાન્તોના સંરક્ષણાર્થે સર્વસ્વ સમર્પિત કરી દેવાના ઉપદેશો તેમને ધર્મઝનુન ફેલાવનારા લાગે છે. શ્રી જિનમત એ સત્ય હોવા છતાં તેને નહિ સ્વીકારનારા અને તેનો વિરોધ કરનારા આત્માઓમાં પણ ગુણ જ જોવા અને પ્રશંસવાની વાતો કરનારા, શ્રી જિનમતને આકીનપૂર્વક સ્વીકારનારા અને કુમતનો મિથ્યાત્વના કારણે વિરોધ (ખંડન) કરનારાના સઘળા ગુણો છૂપાવી દઇ દોષોને જ આગળ કરે છે, ત્યારે તેવા આત્માઓની શ્રદ્ધાની પરીક્ષા થઇ જાય છે. શ્રી જિનમતમાં પ્રકાશિત ભૌગોલિક વાતોમાં કે દેવ, નારકી આદિના વર્ણનોમાં જેમની તેમ શ્રદ્ધા રાખવામાં તેમને જેટલી અંધશ્રદ્ધાની ગંધ આવે છે, તેટલી અંધશ્રદ્ધાની ગંધ વર્તમાનની વૈજ્ઞાનિક શોધોને આપ્રવચન તુલ્ય જેમની તેમ માની લેવામાં આવતી નથી. શ્રાવકકુળના અહિંસક આચારો અને રાત્રીભોજન, Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અભક્ષ્યભક્ષણાદિના ત્યાગો તેઓને જેટલા પસંદ આવતા નથી, તે કરતાં કેઇગુણી પસંદગી તેઓની રાજ્યસત્તાને માત કરવા માટે અને લોકના ઐહિક સ્વાર્થોની રક્ષા માટે ઉપજાવી કાઢેલી કહેવાતી પદ્ધતિમાં સમાયેલા ત્યાગ ઉપર ઉતરે છે. અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ટ મંગળ છે અને સર્વ ધર્મોનું પરમ રહસ્ય છે, એવી વાતો કર્યા પછી જ અહિંસામાં સંયમ અને તપ ઉભયનો વિનાશ છે, એ અહિસા પણ પરમ ધર્મ છે, એમ કહેતાં તેઓની જીભ થોભતી નથી. કર્મવિનાશના અમોધ ઉપાય રૂપે પ્રદર્શિત કરેલ શ્રી નિદર્શિત અત્યંતર તપની મક્તા કયા પછી લૌકિક ઇરાદે થતી ધ્યેયશુન્ય સમાજસેવાદિ લૌકિક કાર્યોને અત્યંતર તપની કોટિ અર્પિ દેવા સુધીની બાલિશ ચેષ્ટા કરતાં પણ તેઓના હૈયા કે કલમ કંપતા નથી. આ બધાને સમ્યકકિયા વિનાના આદરાન્ય જ્ઞાનના વિલસિત સિવાય બીજું શું કહી શકાય તેમ છે ? અહીં પ્રશ્ન આદરનો છે : લોલજ્જા કે કુળમર્યાદાથી થતી ક્રિયાનો નથી. જે આદર અને અન્તરંગ પ્રેમ સમ્યક્ત્વપોષક સન્ક્રિયાઓ પ્રત્યે જોઇએ, તે નાશ પામવાથી જ અને તેને નાશ પામવામાં અભિમાન લેવાથી જ આ સ્થિતિ ઉભી થઇ છે, એમ કહેવામાં જરા પણ ખોટું નથી. અનીતિ આદિ નાના પાપોને પણ ભયંકર માનવાનું કહેનારા મોજથી અને વિલાસથી મિથ્યાસેવનમાં રકત બને, એમાં અભિમાન ધારણ કરે અને પોતાના જ્ઞાનની સાફલ્યતા સમજે, એ જ્ઞાનીઓને મન અતિશય કરૂણાનો વિષય છે. મિથ્યાત્વ એ મહાપાપ છે, બીજા સત્તર પાપોથી પણ તે ચઢીયાતું છે, અનન્ત જન્મ-મરણની પરમ્પરાને વધારનારા છે, એમ સમજ્યા અને સમજાવ્યા પછી વાત-વાતમાં એ પાપના સેવનમાં રસ લેવાય, તેના જેવો દેખતો અંધાપો બીજો એક પણ ન હોઇ શકે, તેવાઓએ સમ્યગદ્રષ્ટિ આત્માઓની ધર્મક્રિયાઓને જાહેરમાં હલકી પાડવા જેટલો પ્રયાસ કર્યો છે, તેટલો પ્રયાસ દેશભકિતના નામે પ્રવર્તતા સ્વચ્છંદને અટકાવવા કર્યો હોય, તેવું જાણવામાં કે દેખવામાં કદી આવતું નથી. તેઓને શ્રદ્ધાપૂર્વક શ્રી જિનભકિત અને તીર્થયાત્રાદિ કરવામાં જેટલો લાભ Page #342 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૩૫ નથી દેખાયો, તેટલો લાભ તેમને મનુષ્યભકિત અને જલયાત્રાએ જવામાં યા વિદેશગમન કરવામાં જણાયો છે, એ સમ્યક્ત્વનું ફળ છે કે મિથ્યાત્વનું, એનો નિર્ણય શાન્ત ચિત્તે તેઓ જ કરે તો વધારે સારૂં. લયોપશમની મંદતા કે ધર્મરૂચિના અભાવના કારણે આવશ્યકાદિ ક્રિયામાં અવિધિ આચરનારા તેમને જેટલા દોષપાત્ર દેખાયા છે, તેટલા દોષપાત્ર હજારોના ખર્ચે અને તે પણ પારકા પૈસે ભણી-ગણીને વિદ્વાન બનેલાના સ્વચ્છંદી અને અનિયંત્રિત જીવનો નથી લાગ્યા. પંચેન્દ્રિયોની હત્યા કરીને પણ ભણવું કે ભણાવવું તેમને જેટલું સારું લાગ્યું છે, તેટલું થાકું નિર્દોષ રીતિએ પણ શ્રી જિનવચનને ભણવું અને ભણાવવું નથી લાગ્યું. એટલા જ માટે જ્ઞાનીઓનું કહેવું છે કે-વૈરાગ્યના માર્ગમાં જ્ઞાનનું પ્રાબલ્ય નથી, કિન્ત શ્રદ્ધા સહિત જ્ઞાનનું છે. શ્રવાહીન જ્ઞાની કેવળ અનર્થો અને ઉપદ્રવો મચાવવા સિવાય કાંઇ પણ સારું કાર્ય કરી શકતો નથી, જ્યારે વિશેષ જ્ઞાનથી રહિત એવો પણ શ્રદ્ધાળુ કોઇને પણ ઉપદ્રવ રૂપ બન્યા સિવાય પોતાના શયોપશમાનુસારે આરાધનાના માર્ગ તરફ જ જીવનપર્યત ઝૂકયો રહે છે. એ શ્રદ્ધા સન્ક્રિયાથી સંપ્રાપ્ય છે. તેથી શ્રી જિનપ્રરૂપિત સન્ક્રિયાઓ પ્રત્યે આદર, એ વૈરાગ્યના માર્ગમાં મુખ્ય વસ્તુ છે. અહીં એક પ્રશ્ન ઉભો થવાનો જરૂર અવકાશ છે ? અને તે પ્રશ્ન છે કે-સલ્કિયાઓને નિરન્તર આચરનારાઓ તથા સુદેવ અને સુગરની ભકિત કરવામાં આગેવાની લેનારાઓ તથા જીવનપર્યત ધર્મક્રિયાઓમાં રત રહેનારાઓના જીવનમાં પણ ધ્યેયશૂન્યતા, આદરશૂન્યતા કે વિપરીત ચેષ્ટાઓ તેટલી જ અનુભવાય છે : તો પછી એવો નિયમ કયાં રહ્યો કેશ્રી વીતરાગદેવ, શ્રી નિર્ચન્થ ગુરૂઓ અને તેઓએ બતાવેલા અનુષ્ઠાનોને આચરનારાઓ તો પોતાના જીવનને ઉત્તમ બનાવી જ શકે છે ? આ પ્રશ્નનો ઉત્તર તદન સ્પષ્ટ છે. જીવનપર્યંત શ્રી વીતરાગદેવની પૂજા, શ્રી નિર્ચન્થ ગુરૂઓની લકિત અને શ્રી જિનશાસનની પ્રભાવનાના કાર્યોમાં રકત રહેનારા પણ પોતાના જીવનને સુંદર ન બનાવી શકતા હોય, તો તે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દોષ તેમનો પોતાનો છે, નહિ કે તે ધર્માનુષ્ઠાનોનો. અગર જો તે આત્માઓના જીવનમાં ધર્માનુષ્ઠાનોનું આચરણ પણ ન જ હોત, તો તેઓ આજે જેટલા સારા દેખાય છે તેટલા પણ સારા રહી શકયા હોત કે કેમ ? એ એક સવાલ છે. તેઓને વધુ પાપી થતા અટકાવનાર એ ધર્માનુષ્ઠાનો જ છે. તેઓમાં પ્રવેશેલી દાંભિક વૃત્તિ, જડતા, આગળ વધવાના ઉત્સાહનો અભાવ, ગતાનુગતિકતા, સ્વાર્થ સાધવાની જ એક વૃત્તિ, એ વિગેરે દોષો એ એમની વિષક્રિયાઓ, ગરલક્રિયાઓ અને સમૃૐિમક્રિયાઓનાં ફળ છે. શ્રી જૈનશાસને એ ક્રિયાઓને કદાપિ વિહિત કોટિની ગણેલી નથી. અવિહિત રીતિએ ક્રિયાઓને આચરનારાઓના દોષનો ટોપલો વિહિત રીતિએ ક્રિયા આચરવાનો ઉપદેશ આપનારાઓ ઉપર ઓઢાડી દેવા પ્રયાસ કરવો, એ સર્વથા ન્યાયવિરૂદ્ધ છે. ક્રિયા પ્રત્યે આદર ગુમાવી બેઠેલા કહેવાતા ભણેલાઓએ એ જાતની નીતિ અખત્યાર કરવી, એ તેમના ભણતરને કલંક લગાડનાર છે. એવી ઉંધી નીતિ અંગીકાર કરવાના બદલે શરૂથી જ જો તેઓએ સલ્કિયામાં પ્રવેશતી અવિધિનો જ માત્ર સામનો કર્યો હોત, શુદ્ધ વિધિપૂર્વક થતી ક્રિયાઓને હૃદયથી પ્રશંસી હોત અને જગતમાં તેનો જ મહિમા ગાયો હોત, તો વિપરીત રીતિએ અનુષ્ઠાન કરનાર કે તેઓની આટલી કફોડી દશા થવા પામત નહિ. માર્ગથી ચુત થવાનું કે બીજાઓને કરવાનું મુખ્ય કારણ તેઓની આ અયોગ્ય નીતિ જ છે. શ્રી જિનભાષિત લોકોત્તર અનુષ્ઠાનો, એ શ્રદ્ધા અને વૈરાગ્યને પોષક છે. એનો અનુભવ આજે ન થતો હોય તો તેનો દોષ વિપરીત ઇરાદે કે અન્ય અવિધિના આસેવનપૂર્વક અનુષ્ઠાનો આચરનારાઓનો છે : અને તેથી પણ વધુ દોષ એ અવિધિની નિન્દાનો માર્ગ છોડી દઇ અનુષ્ઠાનોને જ નિન્દી છોડી દેનારા કે છોડી દેવાનો ઉપદેશ આપનારાઓનો છે. એ બંને માર્ગ ત્યાજ્ય છે. તેવા અયોગ્ય માર્ગોનો હજુ પણ ત્યાગ કરી દેવામાં આવે, તો તેવા આભાઓને લોકોત્તર અનુષ્ઠાનના મહિમાનો સ્વયં સાક્ષાત્કાર થયા સિવાય રહે નહિ અથવા શુદ્ધ વિધિપૂર્વક લોકોત્તર અનુષ્ઠાનો Page #344 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૩૭ આચરવાની દુષ્કરતાનો પણ ખ્યાલ આવ્યા સિવાય રહે નહિ. અવિધિથી ઉભયકાળ આવશ્યક કરનારની ટીકા કરનારાઓ એક વખત તેવી પદ્ધતિનો ત્યાગ કરી દઇ સ્વયં તે ક્રિયા આચરવા પ્રયાસ કરે, તો પોતે જે વસ્તુની થકા કરે છે તે વસ્તુ એકદમ ત્યાગ થઇ જવી કેટલી દુષ્કર છે તેનું ભાન કરી શકે. એ રીતે (અવિધિપૂર્વક) પણ. ટેકસહિત જીવનના અન્ત સુધી તે ક્રિયાઓ પોતાનાથી થવી શકય છે કે કેમ ? તેનો પરિચય થશે : અને પછી તે ભ્રમ ભાંગી જશે કે-નિરન્તરના ધર્માનુષ્ઠાન કરનારાઓ ઇરાદાપૂર્વક અવિધિનું સેવન કરે છે કે લોકોત્તર અનુષ્ઠાનની આરાધના વખતે કોઇ પણ વ્યકિત ઉપર મોહરાજાની ધાડ ચોમેરથી આવી પડે છે તે કારણ છે ! શ્રદ્વાળુઓનો એ પ્રશ્ન છે કેપોતાને ભણેલા, ગણેલા અને સુશિક્ષિત માનનારાઓ શા માટે વિધિપૂર્વક ધર્માચરણ નથી કરી બતાવતા ? જ્યાં સુધી પોતે તે ઉત્તમ અનુષ્ઠાનો આચરવાનો પ્રયાસ નથી કરતા, ત્યાં સુધી તેઓને તે અનુષ્ઠાનો આચરનારાઓની ટીકા યા નિન્દા કરવાનો હક્ક ન્યાયની રીતિએ પ્રાપ્ત થઇ શકતો નથી. એ માર્ગને આચરનારાઓની મુશ્કેલીઓનો ખ્યાલ કર્યા સિવાય જ તેના ઉપર મનફાવતા અભિપ્રાયોના વરસાદ વરસાવવા ઉતરી. પડવું, એ જ એક પોતાની અને પરની ઉભયની શ્રદ્ધા નષ્ટ કરવાનું પગરણ છે. એ પદ્ધતિથી જ આજે લોકોત્તરધર્મ અને તેના અનુષ્ઠાનો નિન્દાય છે. અન્યથા, એ ધર્મ અને એના આચરનારાઓમાં કહેવાય છે તેવું નિન્દા કરવા જેવું કોઇ પણ તત્વ હયાતિ ધરાવતું નથી. અવિધિથી આચરનારાઓ પણ સઘળા ઇરાદાપૂર્વક અવિધિ આચરે છે, એમ કહેવું એ સર્વથા ખોટું છે. અનાદિ ભવપર્યટનમાં આ ક્રિયાઓનો અભ્યાસ કેટલો ? તેમાં પણ વિધિયુકત અભ્યાસ કેટલો ? વિધિયુક્ત કરવાની ધારણા રાખ્યા પછી પણ અવિધિથી થનાર કિયા કેટલી અને વિધિથી થનાર ક્રિયા કેટલી ? આ બધી વાતો શું વિચારવા જેવી નથી ? આ વાતોનો વિચાર કરવામાં આવે તો અમારું એમ માનવું Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ નક ભાગ-૧ છે કે વર્તમાન દુનિયામાં શ્રી જિનોકત અનુષ્ઠાનો અને તેને આચરનારાઓનો ડંકો વાગે. એ અનુષ્ઠાનોની પસંદગી અને આચરણા કોઇ સામાન્ય પુરૂષોએ કરેલી નથી, પણ જગતની સર્વશ્રેષ્ઠ વ્યકિતઓએ તે અનુષ્ઠનોને પ્રકાશિત કર્યા છે અને સર્વશ્રેષ્ઠ વ્યકિતઓએ તેને આચર્યા પણ છે. આજે જરૂર છે અવિધિના ત્યાગની અને વિધિયુકત અનુષ્ઠાનના અભ્યાસની. અભ્યાસકાળમાં પણ એ અનુષ્ઠાનો અવિધિનો ત્યાગવાળાં બની જવાનાં છે, એમ માનવું સર્વથા નિર્મળ છે. વિધિનો રસ અને રાગ (શ્રદ્ધા) અવિધિના દોષને દગ્ધ કરી નાંખી અનુષ્ઠાનોને શોભાવનાર બને છે. પરંતુ આજે ટીકાખોરોને વિધિયુકત અનુષ્ઠાન આચરવા પણ નથી, શુદ્ધ વિધિ પ્રત્યે રાગ પણ દર્શાવવો નથી અને ઉત્તમ આત્માઓની અભ્યાસકાળની અવિધિની પણ પેટ ભરીને નિન્દા કરી લેવી છે. એવા કાળમાં પંચમ આરાના અન્ત સુધી પ્રભુનું શાસન અવિચળ રહેવાનું ન હોત, તો આટલો પણ વિધિરાગયુકત ધર્માનુષ્ઠાનનો આદર જોવામાં આવી શકત નહિ. વિધિના રોગયુકત ચિત્તથી અવિધિપૂર્વક થતું લોકોત્તર અનુષ્ઠાનોનું આરાધન આજે પણ આરાધક આત્માઓને અસંચિત્ય લાભ કરી રહ્યું જ છે. પરંતુ તેનું અનુમોદન કરનાર વર્ગ થોડો છે. અને તેવી ઉત્તમ ક્રિયાને પણ હલકી પાડવાનો પ્રયાસ કરનાર વર્ગ મોટો છે. તથા તે પાપના ભય વિનાનો બન્યો છે, ત્યારે સારી પણ વસ્તુનું તેજ ઢંકાઈ જાય તેમાં બહુ નવાઈ પામવા જેવું નથી. સલ્કિયાઓ ઉપર આટલો વિચાર આપણે એટલા માટે કરવો પડ્યો છે કે-તે શ્રદ્ધાનું એક અંગ છે : અને શ્રદ્ધા એ વૈરાગ્ય નિર્મળ બનાવવા માટે મુખ્ય ભાગ ભજવે છે. નિર્મળ વૈરાગ્ય એ જ્ઞાનનું ફળ છે, પણ તે જ્ઞાન શ્રદ્ધાપૂર્વકનું હોવું જોઇએ. છમસ્થનું જ્ઞાન હંમેશા અપૂર્ણ જ રહેવાનું છે, પરંતુ શ્રદ્ધા તે અપૂર્ણ જ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન બનાવવાની તાકાત ધરાવે છે. જે વૈરાગ્ય અને તેનું ફળ ચાવતુ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર ગીતાર્થ મુનિપુંગવો પ્રાપ્ત કરી શકે છે, તે જ વૈરાગ્ય અને તેનું ફળ એ Page #346 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૩૯ ગીતાર્થોની નિશ્રાએ જીવન વીતાવનાર તેમના અદ્યદિન શિષ્યો પણ પ્રાપ્ત કરી શકે છે. તેમાં કારણ તેઓની ગુરૂઓના વચન પ્રત્યેની શ્રદ્ધા સિવાય બીજું શું કલ્પી શકાય તેમ છે ? શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર શ્રદ્વાળુ, એ શ્રી જિનની જેમ સર્વજ્ઞ નથી બની જતો, તો પણ સર્વજ્ઞના સઘળા જ્ઞાનનો લાભ તો જરૂર ઉઠાવી શકે છે. પિતા પ્રત્યે શ્રદ્ધાળુ બાળક પિતાસમાન નથી બની શકતો, તો પણ પિતાની જેમ નિવિન જીવન પસાર અવશ્ય કરી શકે છે. શ્રદ્ધા એ અપૂર્વ ચીજ છે. શ્રદ્ધાળુ આત્મા જેના પર શ્રદ્ધા ધરાવે છે, તેમાં (શ્રદ્ધાના પાત્રમાં) જે કાંઇ સામર્થ્ય છે, તે સામર્થ્યનો લાભ પોતાની શ્રદ્ધાના બળે પોતે પણ મેળવી શકે છે. શ્રી જિનવચન પ્રતિ નિઃશંક શ્રદ્ધા ધરાવનાર આત્મા શ્રી જિનના સઘળા જ્ઞાનનો ઉપભોગ કરી શકે છે, એમ કહેવું એ એક દ્રષ્ટિએ તદન વ્યાજબી છે. "તમેવ સર્વ નિસંવંઇ નં નિર્દિ પયં I' -આ જાતિની સર્વજ્ઞવયન પ્રત્યે નિ:શંક શ્રદ્ધા, એ અલ્પજ્ઞ આત્માની ઉન્નતિનું બીજ છે. એ બીજ જે કોઇ આત્મામાં રોપાઇ જાય છે, એ આત્મા કાળક્રમે સર્વજ્ઞ સમાન બન્યા સિવાય રહેતો નથી. માનસશાસ્ત્રનો અભ્યાસ કરવાનો દાવો ધરાવનાર આત્માઓએ આ વસ્તુ બહુ વિચારવા જેવી છે અને તે જો સત્ય માલુમ પડે, તો મનસ્વી તરંગોનો ત્યાગ કરી દઇ શ્રી જિનવાન પ્રત્યે શંકાના લેશ વિનાની શ્રદ્ધાવાળા બની જવું જોઇએ અને લોકો બને એ માટે તનતોડ પ્રયાસ કરવો જોઇએ. અન્યથા, મુખરપણાનો ઇલ્કાબ મેળવી તત્ત્વજ્ઞોની દ્રષ્ટિએ મૂર્ખાઓની સંખ્યામાં ઉમેરો કરવાનું જ માત્ર એક સૌભાગ્ય પ્રાપ્ત થશે. શ્રી જિનવચન પ્રત્યે જનતાને શંકા વિનાની બનાવવી હશે, તેણે અતીનિય જ્ઞાનીઓના વર્તમાન વિરહકાળમાં આધારભૂત પ્રામાણિક પુરૂષોની પરંપરામાં ઉતરી આવેલા સત્ય શ્રી જિનવચનની શોધ કરવી પડશે અને એ શોધાયા પછી એના તરફ પોતાની કે પરની એક લેશ પણ. અરૂચિ ન ફેલાય તે માટે પોતાની જબાન અને કલમ અથવા મન, વચન Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અને કાયા ઉપર અંકુશ મૂકી દેવો પડશે. પોતાના વકતવ્યો અને લખાણોથી સંસારસાગરમાં દીપ સમાન અને ભવાટવીમાં ભોમીઆ સમાન દુર્લભ એવું શ્રી જિનવચન આ દુષમાર ઘોર અંધારી રની સમાન કાળમાં ન નિન્દાઇ જાય તેની પૂરેપૂરી કાળજી રાખવી પડશે. શ્રી નિવચનમાં પણ આજે અનેક વિવાદો છે, માટે આપણે તો સૌને માન્ય હોય તેટલું જ સાચું માનવું, બાકી બધું મતાગ્રહમાંથી જન્મેલું માનવું, એમ બોલવા પહેલાં મતાગ્રહનો એ આક્ષેપ પોતા કરતાં કેટલી ઉચ્ચ કોટિના મહાન પુરૂષો ઉપર પહોંચી જાય છે, તેનું ભાન રાખતાં પણ શીખવું પડશે. છેવટમાં છેવટ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા અને છેલ્લામાં છેલ્લા દુ:ષમકાળ રૂપી અંધારી ઘોર રાતમાં રનીશ (ચંદ્રમા) તુલ્ય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજાએ પોતાના અપૂર્વ બુદ્ધિબળે, અપૂર્વ શ્રદ્વાબળે અને અપૂર્વ ચારિત્રબળે શ્રીનિવચનનો જે નિર્ણય કર્યો છે, તેની વિરૂદ્ધ એક અક્ષરનો પ્રલાપ કર્યા પહેલાં ચૂપ થઇ વું પડશે. તેમણે શ્રી જિનવચનની સિદ્ધિ માટે આપેલી સઘળી દલીલોને ધ્યાનપૂર્વક સાંભળવી પડશે : એ સાંભળ્યા, વાંચ્યા અને વિચાર્યા પછી પણ સંદેહો ન ટળે તો થોભવું પડશે. તેમના સંદેહો દૂર થયા અને તારા ન થયા, તેમાં કારણ તેમના કરતાં તારામાં બુદ્ધિબળ કે સત્ય સોધવાની જિજ્ઞાસાવૃત્તિ અધિક છે એમ માનવા પહેલાં, તારા અને તેમના બુદ્ધિબળની કે જિજ્ઞાસાવૃત્તિની તુલના કરજે. તેમનામાં રહેલી સત્યશોધક અને સત્યસ્વીકાર વૃત્તિ અને તારામાં રહેલી તે વૃત્તિઓનું અંતર તપાસજે, જેથી તને સાચી સ્થિતિનું ભાન થશે. એ વિચાર કરવામાં તું અંધશ્રદ્વાના માર્ગે ઘસડાઇ જાય છે, એવી શંકા રખે આણતો. અંધશ્રદ્ધાનો તું જેટલો વિરોધી છે, તેના કરતાં કેઇગુણા વિરોધી તેઓ હતા. છતાં તેઓ ઉપર તને શ્રદ્વા ન બેસે, તો તારી અલ્પબુદ્ધિના મદમાં છકીને મિથ્યા ગુમાનના શિખર ઉપર આરૂઢ થયો છે કે કેમ ? તેની તપાસ કરજે. એ તપાસ ન કરી અને કલ્પિત ગુમાનના શિખરે ચઢી ગયો, Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તો જન્માન્તરમાં હાડકાનાં ચૂરેચૂરા થઇ જશે અર્થાત્ એકેન્દ્રિયાદિ બુદ્ધિહીન અવતારોમાં અનન્તકાળ પર્યત રખડવું પડશે. અમારી ખાત્રી છે કે-આ જાતિના વિતિ અને શિષ્ટ વિચારોનું સેવન તું અંત:કરણથી કરીશ, તો જ્ઞાનીઓના વિરહકાળમાં આજે પણ તું તારી શ્રદ્ધાને નવપલ્લવિત રાખી શકીશ અને શ્રીનિવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનેલા એવા તને સર્વ સિદ્ધિઓની સંપ્રાપ્તિ થશે, એમાં કોઇ પણ જાતનો સંદેહ ધરાવવાને કારણ નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને તેમના વચનોનું અનુમોદન કરતાં ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે __ "शास्त्रे पुरस्कृते तस्माद्वीतराग: पुरस्कृत: । पुरस्कृते पुनस्तस्मि, नियमात्सर्वसिद्धयः ।।१।।" શાસને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વીતરાગ આગળ કર્યા એટલે સર્વ સિદ્ધિઓની સિદ્ધિ નિયમા થાય છે.” અહીં શાસ્ત્રનો અર્થ વીતરાગનું વચન છે અને એ વીતરાગનું વચન આગળ કરનાર વીતરાગવચન પ્રત્યેની શ્રદ્ધાવાળો છે. એ શ્રદ્ધા એની સર્વ સિદ્ધિઓનું બીજ છે. શ્રદ્ધાનું આ મહાફળ સમજનારો એ શ્રદ્ધાને પોષક ટલી સામગ્રીઓ છે, તે સર્વ સામગ્રીઓનું સર્વ પ્રકારે બહુમાન કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. એમાંની એક પણ સામગ્રીની અવગણના એ સાક્ષાત્ વીતરાગની જ અવગણના છે. આ દ્રષ્ટિએ વિચાર કરનાર આત્મા “નિર્દભ વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી નિવચનની પ્રાપ્તિ સિવાય શકય નથી' –એ કથનનું તાત્પર્ય સહેલાઇથી સમજી શકશે. અહીં એક શંકા થવાને અવકાશ છે કે-શ્રી જિનેશ્વરદેવ એ સર્વજ્ઞ છે, તેથી તેમના વચનમાં કોઇને પણ શંકા થાય એ માનવું જ અસ્થાને છે. વર્તમાનમાં શ્રી જિનવિદ્યમાન નથી તેથી તેમના વિરહમાં તેમનું કહેવું વચન કયું? એનો નિશ્ચય નહિ થવાના કારણે જ કોઇને પણ સંદેહ થાય છે અર્થાત્ શ્રી જિનવચન પ્રત્યે નિશ્ચળ શ્રદ્ધા શ્રી જિનના વિદ્યમાનકાળમાં જ શકય છે. સિવાયના કાળમાં તો શ્રી જિનના નામે કહેવાતા કેટલાક Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વચનો ઉપરનો સંદેહ ટળવો શકય જ નથી અને શ્રી જિનભાષિત એક પણ વચન ઉપરનો સંદેહ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે, એમ શાસ્ત્રોનું કથન છે : અને એ કથન માન્ય કરી લઇએ તો આજે એક પણ, આત્મા સમ્યગદર્શનગુણને ધારણ કરવાવાળો નીકળી શકશે નહિ ? તો પછી શ્રી જિનની આજ્ઞાનુસાર નિર્દભ વૈરાગ્યાદિ મહા સગુણોને ધારણ કરનાર તો કયાંથી જ નીકળી શકે? આ પ્રશ્ન અધુરી સમજણમાંથી ઉદ્ભવેલો છે. ગીતાર્થ ગુરૂઓની ઉપાસના કર્યા સિવાય બની ગયેલા પુસ્તકીયા પંડિતોએ તો આજે આવા આવા અનેક પ્રશ્નો ઉભા કરીને ભદ્રિક પરિણામી અને સુખે ધર્મ પામી શકે તેવા સરળ અધ્યવસાયવાળા આત્માઓના શ્રદ્ધા રૂપી દેહ ઉપર કારમી કતલ ચલાવી છે. એ કતલમાંથી આજે જ કોઇ આત્માઓ બચી શકયા હોય, તેને અમે ભારે પુણ્યવાન માનીએ છીએ. પરંતુ એવા પુણ્યવાન આત્માઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી પણ રહી નથી : અને જે રહી છે તે પણ શ્રદ્ધાનાશના માર્ગે જવાની તૈયારીમાં છે, એમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોનાર કોઇને પણ લાગ્યા સિવાય રહી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં ઉપરોકત પ્રશ્નનું સમાધાન સચોટ રીતે થવું જોઇએ, એમ અમને લાગે છે. શ્રી જિનેશ્વરદેવ એ સર્વજ્ઞ છે, તેથી તેમના વચનમાં કોઇને પણ સંદેહ થાય એ બનવાજોગ નથી, એમ કહેવું એ સર્વથા ખોટું છે. કથન કરનાર સર્વજ્ઞ છે, કિન્તુ એ કથનને ઝીલનાર સર્વજ્ઞ નથી. ઝીલનાર જ્યાં સુધી અલ્પજ્ઞ છે, ત્યાં સુધી તેના આત્મામાં સંદેશાદિ ન થાય એમ માનવું એ ન્યાયવિરૂદ્ધ છે. શિક્ષક સમજવો છે તેથી વિદ્યાર્થી પણ સમજેલો જ હોવો જોઇએ. એના જેવું એ કથન છે. જે દિવસે વિદ્યાર્થી પણ સમજે તો બનશે, તે દિવસે વિદ્યાર્થી અને શિક્ષકમાં કોઇ પણ જાતનો તફાવત હશે નહિ. તેમ સર્વજ્ઞભગવાન એ યથાર્થ વકતા હોવા છતાં, અયથાર્થ જ્ઞાનમાં જ રાચેલા, માયેલા અને આગ્રહી બનેલા ખાત્માઓ શ્રી સર્વશદેવના વચનને જેમનું તેમ સંદેહ રહિતપણે ગ્રહણ કરી લે, એમ બનવું એ કોઈ Page #350 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૪૩ પણ રીતિએ સંભવિત નથી. એનો અર્થ એ નથી કે-અલ્પજ્ઞ એ શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે શ્રદ્ધાળુ બની શકતો જ નથી. અલ્પજ્ઞ આત્મા પણ શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે સંદેહ રહિત કાળુ બની શકે છે, જો તેને પોતાના અલ્પજ્ઞાનનું ખોટું ઘમંડ ન હોય તો. અજ્ઞાનતા એ બૂરી ચીજ છે, પણ, એ અજ્ઞાનતા ઉપરનો આગ્રહ એ તેથી પણ ભયંકર બૂરી ચીજ છે. શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનવા માટે માત્ર એ આગ્રહને જ મળવા જેવો છે. એ આગ્રહ ટળ્યા પછી અજ્ઞાનતા આપોઆપ ટળી જનારી છે અને એ આગ્રહને મક્કમપણે પકડી રાખનારાઓની અજ્ઞાનતા કોટિ ઉપાયે ટળે તેમ નથી. અલ્પજ્ઞ આત્મા પોતાના અલ્પજ્ઞાનનો જ્યારે આગ્રહી બને છે, ત્યારે સાક્ષાત્ ભગવાન પણ તેના સંશય વળવા માટે અસમર્થ બને છે. સરળ હૃદયના માર્ગાનુસારી આત્માઓ આ વાત સારી રીતે સમજી શકે તેમ છે. એવાઓમાંના એકે કહ્યું છે કે “જ્ઞ: સુરસ્વમારાથ્ય: સુપ્રત૨મારાથ્યો વિશેષજ્ઞ: I જ્ઞાનવર્ધઘા, બ્રહ્માદિ તે નર ન નયત TIકા” શ્રી જિનાગમમાં એજ વસ્તુને ઘણી ઘણી યુકિતઓ પુર:સર સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. આથી એ સિદ્ધ થાય છે કે કથન કરનાર સર્વજ્ઞ હોય તો પણ શ્રવણ કરનાર સ્વમતનો આગ્રહી અલ્પેશ હોય તો શ્રદ્ધા કરી શકતો નથી, સર્વજ્ઞવચન સત્ય છે એવું હૃદયથી સ્વીકારી શકતો નથી, યાવતુ નિ:સંશય બની શકતો નથી ? એટલું જ નહિ પણ પોતાના મનથી વિરૂદ્ધ જતી સર્વજ્ઞ ભગવાનની વાતોને પણ ખોટી માને છે, ખોટી છે એમ જાહેર કરે છે એને દ્વેષનો માર્યો બીજાઓને પણ તેમ સમજાવવા પ્રયાસ કરે છે. હવે પ્રશ્ન એ બાકી રહે છે કે શ્રી સર્વજ્ઞાભગવાનના વિરહકાળમાં શ્રી રાવંશવચન પ્રત્યે શ્રી સર્વજ્ઞભગવાનના વિદ્યમાનકાળ ટલી સંદેહરહિત પ્રતીતિ થઇ શકે કે કેમ? તેનો ઉત્તર એ છે કે-થઇ શકે. શ્રી જિન અત્યારે Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિદ્યમાન નથી, પણ શ્રી જિનનું વચન તો વિદ્યમાન છે. શ્રી જિનની હયાતિ વખતે પણ શ્રદ્ધા તો શ્રી જિનના વચન દ્વારા એ જ કરવાની હોય છે. એટલો તફાવત અવશ્ય રહેવાનો છે કે-સાક્ષાત્ શ્રી જિનના સમાગમ વખતે શ્રધ્ધા થવા માટે અતિશયાદિ સામગ્રીની અનુકૂળતા રહેવાની છે, તે શ્રી નિના વિરહકાળમાં નથી જ રહેવાની. એ કારણે નિરાગ્રહી આત્માઓને પણ શ્રી જિનના વિદ્યમાનકાળ કરતાં વિરહકાળમાં શ્રદ્ધાની પ્રાપ્તિ કષ્ટસાધ્ય તો રહેવાની જ છે. પરન્તુ અહીં પ્રશ્ન દુ:સાધ્યતા-સુસાધ્યતાનો નહિ, કિન્તુ પ્રાપિ-અપ્રાપ્તિનો છે. શ્રી જિનના વિરહકાળમાં શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધાની પ્રાપ્તિ દુ:સાધ્ય હોવા છતાં પણ અસંભવિત નથી, એ મુદ્દો છે. શ્રી જિનના સમાગમકાળમાં અતિશયાદિ સામગ્રી એ શ્રદ્ધાપ્રાપ્તિમાં વિશેષ નિમિત્ત છે, કે જે તે સિવાયના કાળમાં નથી, તો પણ તે અવ્યભિચારી થા અન્તિમ કારણ નથી. શ્રી જિનના વિદ્યમાનકાળમાં શ્રી જિનના સમાન બાહા અતિશયોની દ્વિ વિદુર્વવાનું સામર્થ્ય અન્ય માયાવીઓમાં પણ હોય છે. ઇન્દ્રજાલ આદિ દ્વારા તેઓ પાપોતાને શ્રી જિનના સમાન બતાવી શકે છે, તેથી તેવા પ્રસંગોએ કોણ જિમ ? એ કેવળ બાહ્ય કિ દ્વારાએ કળી શકવું મુશ્કેલ થઈ પડે છે. એનો નિર્ણય તો અંતરંગ અતિશયોની પ્રતીતિથી જ થઇ શકે છે. અંતરંગ અનન્ત અતિશયોમાં કેવળજ્ઞાન એ મુખ્ય અતિશય છે અને તેને ઓળખવાનું લિંગ અવિસંવાદી ઉપદેશ છે. અર્થાત્ શ્રી જિનનાં સાક્ષાત્ કાળમાં પણ શ્રી જિનને ઓળખી શ્રી જિનના પ્રત્યે નિશ્ચળ શ્રદ્ધાસંપન્ન બનવા માટે શ્રી નિના ઉપદેશ સિવાય અન્ય કોઇ અવ્યભિચારી માર્ગ નથી. એ ઉપદેશ આજે હયાતિ ધરાવતો નથી, એમ સિધ્ધ કરવા માટે કોઇ પ્રમાણ નથી. હયાતિ ધરાવે છે, એ સિદ્ધ કરવા માટે સેંકડો પ્રમાણો છે. ઓને સેંકડો પ્રમાણોથી સિદ્ધ વાતોને પણ અવગણવી છે, તેઓની પ્રમાણમાર્ગમાં ફૂટી કોડીની પણ કિમત નથી. પ્રમાણમાર્ગમાં તેઓની જ કિમત છે, કે જેઓ પ્રમાસિક વાતોને સ્વીકારવા તૈયાર હોય. બીજાઓનું કથન પ્રામાણિક જગતમાં આદેય વચનવાળું કદી પણ બની બીજા તિ છે, ફી કીડીએથી રિ Page #352 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૪૫ શકે નહિ. અવિસંવાદી ઉપદેશ એ શ્રી જિનની હયાતિ યા બીનહયાતિમાં શ્રી જિનને ઓળખવાનું અસાધારણ લિંગ છે. એ નક્કી થયા પછી જેનો ઉપદેશ અવિસંવાદિ સિદ્ધ થાય, તેને જ શ્રી જિન તરીકે સ્વીકારવા અને બીજાઓને શ્રી જિન તરીકે નહિ સ્વીકારવા માટે કોઇ પણ સજ્જનને વાંધો હોઇ શકે નહિ. અવિસંવાદિ ઉપદેશને ઓળખવાનું કામ કહેવાતા પુસ્તકીયા પંડિતો કહે છે તેટલું મુશ્કેલ નથી. સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ શ્રી જિનના ઉપદેશમાં રહેલી સંવાદિતા અને અનિોના ઉપદેશમાં રહેલી વિસંવાદિતાને સહજમાં કળી શકે તેમ છે. શરત માત્ર આગહરાહતપણાની છે. જ્યાં બુદ્ધિ હોય ત્યાં યુક્તિને નહિ ખેંચી જતાં, જ્યાં યુકિત હોય ત્યાં બુદ્ધિને દોરી જવી, એ આચારહિતપણાની નિશાની શ્રી જિનનો ઉપદેશ અવિસંવાદી છે એ ઓળખવા માટે બુદ્ધિમાનો માટે અનેક માર્ગો છે, તો પણ સામાન્ય બુદ્ધિવાળાઓ માટે તે બધા માર્ગોમાંથી સરળમાં સરળ અને સૌથી સમજી શકાય એવા ત્રણ માર્ગો આપણે અહીં દર્શાવવા છે. એ ત્રણમાં પણ મુખ્ય છે- “પૂર્વાપર અવિરૂદ્ધ વચન.” શ્રી જિનમત સિવાય સર્વનાં કથનો પૂર્વાપર વિરોધયુકત છે અર્થાત્ પૂર્વભાગનાં વચનથી ઉત્તરભાગનાં વચન બાધિત થાય છે અને ઉત્તરભાગનાં વચનથી પૂર્વભાગનાં વચન બાધિત થાય છે. અહિંસામાં ધર્મ કહ્યા પછી યજ્ઞાદિક માટે કરાતી હિસામાં દોષ નથી. અસત્ય અને ચોરી એ પાપ છે, એમ કહ્યા પછી બ્રાહ્મણ માટે બોલાતું અસત્ય કે કરાતી ચોરી એ પાપ નથી. મૈથુન એ પાપયુકત ક્રિયા છે, એમ સિદ્ધ કર્યા પછી કન્યાદાનાદિ પણ પરમ ધર્મ છે. પરિચહ એ પાપનું મૂળ છે, તો પણ ધર્માર્થે કંચનાદિનો પરિચહ ધારણ કરવો એ પાપ નથી. એ વિગેરે વાકયોને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો એ સર્વજ્ઞોનાં કહેલાં નથી એ સિદ્ધ થાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વર્તમાનમાં પણ અહિસા એ જ સર્વ ઉન્નતિનું મૂળ છે, એમ કહ્યા પછી પણ મનુષ્યો માટે થતી ઘોર પ્રાણીહિસા એ અધર્મ નથી, એમ કહેનાસ અસંવાદી નથી. મરતા મનુષ્યની સારવાર કરવાથી મહાન ધર્મ થાય છે, એમ કહેનાર પણ મરતા પશને બચાવવા પ્રયત્ન કરવાથી અધર્મ થાય છે એમ કહે, ત્યારે તે અવિસંવાદી નથી. કુતરાને રોટલો ન નાખવો એ પાપ છે અને નાંખવો એ એથી પણ ઘોર પાપ છે, એવું સમજાવનારા અવિસંવાદી સિદ્ધ થઈ શકે એમ નથી. ‘હિંસા પરમો ઘર્મ : I' -એ જાતિના ચાંદ લગાડનારા પણ કુતરા અને ઉંદરડાઓના નાશ કરવા માટે ઠરાવો ઘડનારી, ચારો મંજુર કરનારી તથા કત્તલખાનાઓ ચલાવનારી મ્યુનિસીપાલીટીઓના પ્રમુખ અને મેમ્બરો બનવામાં સમાજસેવા અને પ્રાણદયાનું મહાન કાર્ય કરવાનું અભિમાન લેતાં કે દર્શાવતાં શરમાતા ન હોય, તો તેઓ શું અવિસંવાદિ છે ? અહિસાની ખાતર શસ્ત્રસજ્જ સરકાર સામે નિ:શસ પ્રજાના પ્રાણ સુકાં હોમી દેવાની હિમાયત કરનારા શુદ્ધ દેવગુરૂની આજ્ઞાના પાલન ખાતર કોઇને પણ નારાજ કરવામાં હિંસા જૂએ છે. અહિસા વિના કોઇનો પણ ઉધાર નથી, એમ ઉચ્ચાર્યા પછી સ્વાર્થ અને સ્વાદ માટે મસ્યાદિ પંચેન્દ્રિય પ્રાણીઓની હત્યા કરનારાઓ પણ અહિંસક રહી શકે છે, એમ બોલતા સંભળાય છે. સંપૂર્ણ સંયમ એ ધર્મ છે, એમ કહ્યા પછી પ્રજોત્પત્તિ માટે સેવવામાં આવતું મિથુન એ અધર્મ નથી એમ પ્રતિપાદન કરનાર, પૂર્વાપર અવિરૂદ્ધ બોલનાર છે એ કોઇ પણ રીતે સાબીત થઇ શકે એમ નથી. એ રીતે પૂર્વાપર વિરૂદ્ધ વાકયોનો વિચાર કરવા જતાં શ્રી નિમતને છોડી સર્વત્ર તેના ઢગના ઢગ ખડકાયેલા પડ્યા છે. શ્રી નિમતમાં એક પણ વચન તેવું નીકળી શકે એમ નથી કે પોતાના જ કથનથી તે હણાતું હોય. અહિસાનું વિધાન કરનાર શ્રી જિનમત, શ્રી જિનપૂજા નિમિત્તે થતી પૃથ્વીકાયાદિની હિંસાને હિંસા તરીકેનું ફળ આપનાર તરીકે માનવાની ના પાડે છે, તેનું કારણ તે પૂજા અહિસાની જ વૃદ્ધિ કરનાર છે તે છે, નહિ કે શ્રી Page #354 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ३४७ જિનપૂજા માટે થતી હિસાથી મરનારની સદ્ગતિ થાય છે તે છે : અને એજ કારણે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જીવોની હિંસાથી વિરામ પામેલા આત્માઓ માટે શ્રી જિનપૂજા માટે થતી સ્થાવરોની હિસા પણ નહિ કરવાનું વિધાન શ્રી જૈનશાસનમાં છે. ત્રસ અને સ્થાવરની હિસાથી વિરામ નહિ પામેલા આત્માઓને પણ સ્થાવરોની થતી અનિવાર્ય હિંસાનો જ માત્ર અનિષેધ કરે છે અને મંદિરાદિ ચણાવતી વખતે થઇ જતી ત્રસજીવોની હિંસા માટે પણ સંપૂર્ણ યતના રાખવાનું વિધાન કરે છે. શ્રી જનશાસને દર્શાવેલા કોઇ પણ અપવાદો અહિંસાદિ ઉત્સર્ગ માર્ગોની રક્ષા માટે જ દર્શાવેલા હોય છે, તેથી તેના કથનમાં કોઇ પણ જાતનો પૂર્વાપર વિરોધ આવી શકતો નથી. પૂર્વાપર વિરોધનું મૂળ અસર્વજ્ઞતા છે અને અસર્વજ્ઞતાનું મૂળ રાગદ્વેષ-સહિતતા છે. શ્રી જિનેશ્વરદેવમાં ઉભયનો અભાવ છે અને તે અત્યારે પણ શ્રી જિનમતનાં શાસ્ત્રો દ્વારાએ સિધ્ધ થઇ શકે એમ છે. એકેંદ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્વતના પ્રાણીઓનું નિશ્ચિત વર્ણન, એ તેના કથનકારની સર્વજ્ઞતાની સાબીતી માટે પર્યાપ્ત છે. એકેંદ્રિયમાં પણ નિગોદનું સ્વરૂપ તથા પૃથ્વીકાયાદિમાં રહેલ અસંખ્યાત જીવોનું વર્ણન કોઇ પણ અસર્વજ્ઞના શાસનમાં શોધ્યું જડે તેમ નથી. વિકલૈંદ્રિયોની બે-ત્રણ-ચાર આદિ ઇન્દ્રિયોના પ્રત્યક્ષ પ્રમાણથી અવિરૂકપણે મળતાં વર્ણનો તથા પંચેદ્રિયોમાં પણ સંજ્ઞી (મનવાળા) તથા અસંજ્ઞી (મન વિનાના) પ્રાણીઓનાં વર્ણનો, જળચર, સ્થળચર અને ખેચરોના અવિરૂદ્ધ વર્ણનો તથા દેવ અને નરકગતિનાં વિસ્તૃત વર્ણનો જ્યાં મળે છે, તે મત સર્વજ્ઞ સિવાય બીજાનો પ્રકાશિત છે, એમ કોઇ પણ રીતે પૂરવાર થઇ શકે તેમ નથી. અસર્વજ્ઞ પ્રરૂપિત મતોમાં તેનો સહસ્ત્રાંશ મળવો પણ, અશકય છે. જીવ છે એમ બધા કહે છે, પણ તે કેટલા અને કયાં કયાં રહેલાં છે, તેનું સવિસ્તર વર્ણન સિવાય સર્વજ્ઞશાસન અન્યત્ર કયાં છે ? કર્મ છે એમ બધા જ કહે છે, પણ તે કર્મ કેવાં છે, કયાં રહેલાં છે, કેવી Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ રીતે આત્માને વળગે છે તથા વળગ્યા પછી શું શું સ્થિતિઓ થાય છે, તેનું વૈજ્ઞાનિક વર્ણન શ્રી જૈનશાસન સિવાય બીજે કયાં છે ? મુકિત છે એમ બધા કહે છે, પણ તે કયાં છે, કેવી છે, કેટલો કાળ રહેવાવાળી છે અને તેને કોણ કોણ પ્રાપ્ય કરી શકે છે, તેનું બુદ્ધિમાં ઉતરે તેવું વિવેચન અન્યત્ર કયાં છે ? જીવ, કર્મ, મુકિત આદિ પદાર્થોનું કોઇ પણ જાતિનો સંદેહ ન રહી જાય તેવું વર્ણન જે શાસ્ત્રોમાં મળી આવે છે, તે શાસ્ત્રોને શ્રી સર્વજ્ઞપ્રરૂપિત માનતાં જેઓને આંચકો આવે છે, તેઓ મધ્યસ્થ બુદ્ધિ ધરાવનારા છે એમ માનવું અને મનાવવું એ લાજ્મ નથી. પોતાને ગુણરાગી, મધ્યસ્થ અને પરીક્ષક કહેવડાવનાર આત્મા સર્વજ્ઞની પ્રતીતિ કરાવનાર આટલાં બધાં પ્રમાણો વિદ્યમાન છતાં, શ્રી નિમતના પ્રણેતાઓને સર્વજ્ઞ ન માની શકે, તેમનો કહેલો મત એજ એક સાચો છે એમ ન સ્વીકારી શકે, તો માનવું જ રહ્યું કે-નથી તો તે ગુણરાગી, નથી મધ્યસ્થ કે નથી પરીક્ષક. પરીક્ષક આત્મા ગુણની પરીક્ષા જરૂર કરે, પણ એ પરીક્ષામાં ગુણવાન તરીકે સિદ્ધ થયેલ વસ્તુને તે સ્વરૂપે સ્વીકારવાની ના પાડે તો તે મધ્યસ્થ તરીકે ટકી શકતો નથી : એટલું જ નહિ કિન્તુ ગુણનો જ દ્વેષી છે, એમ આપોઆપ સિદ્ધ થઇ જાય છે. શ્રી જિનેશ્વરદેવની સર્વજ્ઞ તરીકેની પ્રતીતિ માટે જેમ અનેક સાધનો તેમનાં કથન કરેલાં શાસ્ત્રોમાંથી ઉપલબ્ધ થાય છે, તેમ રાગ-દ્વેષાદિ સંપૂર્ણ દોષોથી રહિતતાની પ્રતીતિ માટે પણ તે જ શાસ્ત્રોમાંથી જોઇએ તેટલાં પ્રમાણો મળે તેમ છે. શ્રી જિનેશ્વરદેવોનાં જીવનચરિત્રો જ તે માટે બસ છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિ માટે તથા સર્વે કર્મોનો વિનાશ કરવા માટે જે જાતિનું જીવન જીવવું જોઇએ, તે જાતિનું અખંડિત જીવન શ્રી જિનેશ્વરદેવો જીવે છે અને કેવળજ્ઞાન તથા મુકિત ઉપાર્જન કરે છે. તેમાં અસત્ કલ્પનાઓ કે અસંભવિત ઘટનાઓને લેશ માત્ર સ્થાન નથી. અસત્ કલ્પનાઓ અને અસંભવિત ઘટનાઓથી ભરેલા ઇતર દેવોના ચરિત્રો ઉપર વિશ્વાસ ધારણ કરીને આસ્તિકતાનું અભિમાન રાખનારા આત્માઓ પણ જ્યારે શ્રી Page #356 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૪૯ જિનેશ્વરદેવના સુઘટિત ઘટનાઓથી ઘટિત કર્મનાશના અમોધ ઉપાયોથી ભરપૂર શ્રી જિનેશ્વરદેવના ચરિત્ર ઉપર શ્રદ્ધા ધારણ ન કરે, ત્યારે તે મહામોહના ઉદયથી મૂચ્છિત થયેલો છે, એમ માન્યા સિવાય બીજો કોઇ ઉપાય જ નથી. રાગાદિ આંતર રિપુઓનાં સવિસ્તર વર્ણન, તેને જીતવાના ઉપાયો, તેને જીતેલા કે જીતવાનો પ્રયત્ન કરનારાઓને જ પૂજવામાં વિધાનો, એ વિગેરે ઉઘાડી આંખે દેખવા છતાં શ્રી જિનમત પ્રત્યે શ્રદ્ધાના અંકુરા પ્રગટ ન થાય, તો તેવા હૃદય ચૈતન્યહીન પાષાણનાં ઘડેલાં છે, એમ માનવું શું ખોટું છે ? થોડી પણ સમવાળો ચૈતન્યવાન આત્મા તો જે કોઇ જગ્યાએ આ જાતિના સર્વથા અવિરૂદ્ધ અને અવિસંવાદી વચનો પ્રાપ્ત થતાં હોય, તે મતની પ્રાપ્તિથી પોતાના આત્માને ધન્ય માન્યા સિવાય રહે નહિ અને જગતનો કોઇ પણ આત્મા એ સિવાયના મતોને ત્યજી દઇ શ્રી જિનમતને અંગીકાર કરનારો બને, એ રીતના નીતિસંપન્ન પ્રયત્નો પોતાના સર્વસ્વના ભોગે (સર્વ શકિતનો સદ્વ્યય કરીને) કર્યા સિવાય રહે નહિ. શ્રી જિનમતના પ્રણેતા સર્વજ્ઞ અને વીતરાગ છે, એ પ્રતીતિ થઇ ગયા પછી એમની આજ્ઞાનું પાલન, એ જ એક હિતનો પરમ ઉપાય છે એવી સન્મતિ અંતરમાં પ્રગટ્યા સિવાય રહી શકતી નથી. એ સન્મતિનું નામ જ સુશ્રદ્ધા છે. એ સુશ્રદ્ધા જે આત્માઓને પ્રાપ્ત થઇ ગઇ તે આત્મા ભલે પછી અલ્પ જ્ઞાની હો કે અતિશય જ્ઞાની હો, તેનું કલ્યાણ હાથવેંતમાં છે. તે અલ્પ જ્ઞાની હશે તો અતિશય જ્ઞાની બનવા પ્રયત્ન કરશે અને તે એક ભવમાં શકય નહિ હોયતો તેના પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવનારો બનશે. તે અતિશય જ્ઞાની હશે તો અલ્પ જ્ઞાનીને અતિશય જ્ઞાની બનાવવા પ્રયત્ન કરશે અને પોતે સંપૂર્ણ જ્ઞાનીના શરણે રહેશે. કોઇ પણ સ્થિતિમાં શ્રી વીતરાગ માર્ગ પ્રત્યે સુદ્રઢ શ્રદ્વા એ ચિન્તામણીથી પણ ચઢીયાતી છે. કામધેનુ, કામકુમ કે કલ્પતરૂ તે ફળને આપવા સમર્થ નથી, કે જે ફળ શ્રી જિનમત પ્રત્યેની નિશ્ચળ શ્રદ્વા આપવા સમર્થ છે. શ્રી જિનમત પ્રત્યે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અવિચળ શ્રદ્વાળુ બનેલા આત્માને દેવગતિનાં સુખ દૂર નથી, કિન્તુ મુક્તિનાં સુખ પણ તેની હથેલીમાં રમે છે. એ શ્રદ્ધા આ કાળમાં પણ શક્ય છે. સુયોગ્ય પ્રયત્નો દ્વારાએ તેની પ્રાપ્તિ, પ્રાપ્ત થયેલનું સંરક્ષણ, રક્ષણ કરેલનું સંવર્ધન આદિ આ કાળમાં પણ સુયોગ્ય આત્માઓ કરી રહ્યા છે, બીજાઓને કરાવી રહ્યા છે અને અનેકોને માર્ગની સન્મુખ બનાવી રહ્યા છે. ઘણાઓ એથી વિપરીત કારવાઇ પણ કરી રહ્યા છે, પરન્તુ તેવી વિપરીત કારવાઇ કરનાર આત્માઓ સ્વપરના આત્માના સંહારનું અધમાધમ કૃત્ય આચરી રહ્યા છે, એ કહેવાની જરૂર નથી. શ્રી જિનવચન એજ એક અખંડિત સત્ય હોવા છતાં ગુરૂકર્મી યા દુરાગ્રહી આત્માઓને તેમાં સંદેહ પણ થઇ શકે છે તથા વિપર્યાસ પણ થઇ શકે છે. એ જ રીતે શ્રી નિના વિરહકાળમાં પણ અવિસંવાદી વચનથી અને તેને અંગીકાર મહાપુરૂષોની સેવાથી તેના પ્રત્યે અવિચલિત શ્રદ્ધા પણ ધારણ કરી શકાય છે. એ બે વાત સિદ્ધ થયા પછી પણ એક વાત રહી જાય છે કે-આજે એક જ નિમતને માનનારાઓમાં અનેક ફાંટા છે, તો કર્યો ફાંટો શ્રી જિનમતનો સાચો અનુયાયી છે એનો નિર્ણય શી રીતે કરવો ? આ પ્રશ્ન ઉપલક દ્રષ્ટિએ બહુ મુંઝવે તેવો છે અને વર્તમાન માનામાં તો એ જ એક વસ્તુને આગળ કરી સત્યના અસ્થિ પણ અર્નક આત્માઓ માર્ગથી પરિભ્રષ્ટ થતા જોવાય છે, તો તેનું પણ સમાધાન કરી લેવું આવશ્યક છે. ઉપલક દ્રષ્ટિએ ઉપરનો પ્રશ્ન જેટલી મુંઝવણ ઉત્પન્ન કરનારો છે, તેટલો જ સ્થિર ચિત્તે સત્યની જ એક અથિતાએ તેનો વિચાર કરવામાં આવે તો ઉકેલવો ઘણો જ સહેલો છે. આવા પ્રશ્નોની વિચારણા વખતે સત્યને એક જરા પણ અન્યાય ન થઇ જાય તેની પૂરેપૂરી સંભાળ રાખવી ઘટે. પરન્તુ આજે તેનો વિચાર બહુ ઓછો કરવામાં આવે છે- ‘ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં' -એ શ્રીમાન્ આનન્દધનજી મહારાના સ્તવનની એક જ કડી ગાઇને સત્યની સામે પ્રહાર કરતાં સામાન્ય બુદ્ધિવાળા આત્માને Page #358 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૫૧ પણ આંચકો આવતો નથી. શ્રી આનન્દઘનજી મહારાજની એ જ એ કડી દ્વારાએ આજે કેટલાયે આત્માઓ સત્યની સામું પણ નહિ જોવાની દ્રઢ પ્રતિજ્ઞાવાળા બન્યા છે તેનો વિચાર કરતાં પણ ત્રાસ છૂટે છે. શ્રી જિનમતને પરમ વફાદાર સુવિહિતશિરોમણિ શ્રીમાન્ આનન્દધનજી મહારાજ, શું કોઈ પણ ગચ્છમાં સત્ય નથી, બધા જ અસત્યના પૂજારી છે, માટે સર્વ ગચ્છો અને મતોને છોડી દઇ અલગ થઇ જાઓ અને કોઇ પણ ગચ્છને નહિ માનનાર એક નવો ગચ્છ કાઢો, એવા કઢંગા ઉપદેશને દેવા તત્પર થયા હશે ? જરા સ્થિર ચિત્તવાળા બનીને વિચાર કરવાની આવશ્યકતા છે. સાધુસમુદાય અને શ્રાવકસંઘની રક્ષા માટે ભિન્ન ભિન્ન કાળે અને ભિન્ન ભિન્ન સ્થળે ઉત્પન્ન થયેલા ગચ્છો, એ શ્રી જિનમત રૂપી રથને માર્ગ પર ચલાવવાને અતિશય આવશ્યક વસ્તુ છે. ગચ્છના નામે શ્રી નિમત સિવાય સ્વમતિકલ્પનાનો દોર ચલાવનારાઓને ચાબખો મારવા માટે કહેલું આપેશિક વચન ગચ્છોની જ હસ્તી ઉડાડી મૂકવામાં વપરાય, તો તેના જેવો ભયંકર અન્યાય (પરમ હિતકર વાતને કહેનાર શ્રીમાનું આનન્દધનજી મહારાજને પણ) બીજો કયો હોઇ શકે ? મહાપુરૂષોએ કહેલાં વચનોની અપેક્ષા ગુરૂગમ દ્વારાએ નહિ સમજવાથી કેટલો અનર્થ મચે છે, તેનું આ એક હુબહુ દ્રષ્ટાંત છે. સંઘની સુરક્ષા માટે ગચ્છોની જો જરૂર જ છે, તો તેમાં પ્રામાણિક ગચ્છોની સાથે કેટલાક અપ્રમાણિક ગચ્છો પણ રહેવાના જ. એ રીતે અપ્રામાણિકતાના ડરથી પ્રામાણિક ગચ્છોનો પણ નાશ યા ઉપેક્ષા કરવામાં આવે, તો ચોરના ભયથી શાહુકારોને પણ ફાંસી દેવા જેવું અસંબદ્વ ચેષ્ટિત બને છે. ચોર અને શાહુકારનાં લક્ષણો જાણી ચોરથી બચવું અને શાહુકારનો આશ્રય લેવો, એ તો વ્યાજબી છે. પરન્તુ ગતમાં ચોર છે માટે શાહુકાર ન જ હોય, એવા અજ્ઞાની નિર્ણય ઉપર આવી જવું અથવા શાહુકારનો પણ ચોર જેટલો જ ભય ધારણ કરવો, એ કોઇ પણ રીતે વ્યાજબી નથી. પ્રામાણિક ગચ્છો કયા અને અપ્રામાણિક ગચ્છો કયા, એની Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પરીક્ષામાં અમારે કયાં ઉતરવું, અને ઉતરીએ તો પણ અમારા જવાનો તે ચર્ચામાં પત્તો કયાં લાગે ? એ જાતિની એક વિચારણા પણ સમાજમાં પ્રચલિત છે. એ વિચારણા ઉભી કરનારા પણ લગભગ ઉપરના મતને મળતા જ છે. ચોરને પણ બે હાથ, બે પગ અને એક માથું છે : શાહુકારને પણ તેમ જ છે. કપડાં પણ બંનેના સરખા છે, રીતભાત પણ બંનેની સરખી જ છે, છતાં આજ સુધી કોઇએ એવો પ્રશ્ન કર્યો નથી કે-ચોર અને શાહુકારને ઓળખવાની ખટપટમાં અમને કયાં ઉતારો છો ? એનું કારણ એક જ છે કે-એ પરીક્ષા ગમે તેટલી દુષ્કર હોય તો પણ જો કરવામાં ન આવે તો નુકશાન પ્રત્યક્ષ છે ; એને ઓળખ્યા વિના ઘર કે વ્યવહાર ચાલી શકે એમ નથી : તેથી તેની પરીક્ષા થાય તેટલી લોકો કરે છે અને છતાં પણ સપડાય તો કપાળે હાથ દે છે. એ જ જાય અહીં અખત્યાર કરવાનો છે : છતાં નથી થતો એનું મુખ્ય કારણ ધર્મ પ્રત્યેની બેદરકારી છે. અપ્રામાણિક ગચ્છને સ્વાકારી લેવાથી થનારા નુકશાનનો ખ્યાલ અને ભય રખાય છે, તેમ કોઇ પણ ગચ્છને નહિ સ્વીકારવાથી થતા નુકશાનનો પણ ભય અને ખ્યાલ લાવવાની જરૂર છે. ધર્મ પ્રત્યે પ્રમાદી અને બેદરકાર બનેલ આત્માઓનું અનુકરણ કરીને, ધર્મના અર્થેિ આત્માઓએ પણ ગીતાર્થ ગુરૂઓના ગચ્છોને નહિ શોધવા અને અગીતાર્થ મુનિઓના પલ્લે પડવું અગર સર્વથા મુનિસમુદાયથી વંચિત થવું, એ શું ન્યાયસંગત છે ? ગીતાર્થની શોધ કરવા છતાં પણ ભાગ્યયોગે અગીતાર્થની પ્રાપ્તિ થઇ જાય, તો તેથી ભય પામવાનું કોઇ પ્રયોજન નથી. તેવા વખતે અગીતાર્થનો ત્યાગ કરવાનું અને અન્ય ગચ્છના ગીતાર્થનું શરણ શોધવાનું પણ શાસ્ત્રીય ફરમાન છે : અને એ રીતે પોતાની નિર્મળ બુદ્ધિથી જ્ઞાની અને ગીતાર્થ ગુરૂઓની શોધ કરી સુવિહિત મુનિવરોના સમુદાય રૂપી સુગચ્છોની શિતળ છાંયાએ રહેવું, એ પ્રત્યેક હિતાર્થી આત્માની પહેલામાં પહેલી ફરજ છે. એમ કરવાથી પોતે સ્વીકારેલા ગચ્છની પ્રશંસા થાય છે અને અન્ય ગચ્છની નિન્દા થાય છે, એમ માની લેવું એ મોટામાં મોટી ભૂલ છે ? અને એમ Page #360 -------------------------------------------------------------------------- ________________ ' પરંતુ તત્ત્વના માણસનો સ્વીકાર કરવાનો, કારણ કે એ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩પ૩ માનવાથી તો શ્રી જિનમતનો સ્વીકાર પણ દુષ્કર બનશે, કારણ કે એ રીતે વિચારવા જતાં શ્રી જિનમતનો સ્વીકાર કરવાથી અન્ય મત હલકો પડે જ છે, પરંતુ તત્ત્વના માર્ગમાં એવા વિચારને સ્થાન નથી. શ્રી જિનમતની પ્રામાણિકતા સિદ્ધ કરવા માટે આ પણ એક ઉપાય છે કે-આજ સુધી જેટલા પ્રામાણિક ગચ્છો શ્રી જિનમતમાં ઉત્પન્ન થયા છે, તેના પ્રણેતાઓ મુકિતના પરમ પિપાસુ, ભવના ભીરૂ અને જ્ઞાન-ક્રિયા ઉભયને આચરનારા સર્વશ્રેષ્ઠ પુરૂષો છે. એ ગચ્છના આશ્રયે રહેલાં ઉત્તમ સુસાધુઓ પણ ઉચ્ચ કુળના, ગુરૂઆશામાં લીન, ઉપશમરસના ભંડાર, સંવેગ અને નિર્વેદના પાત્ર, કરૂણાના નિધાન તથા શ્રી જિનવચનના નિશ્ચળ રાગી થયેલા છે. નીચ કુળના પણ કોઇ યોગ્ય આત્માઓએ ઉત્તમ ગુરૂકુળવાસની નિશ્રામાં રહી સ્વઆત્મહિત સાધ્યું છે, જ્યારે શ્રી નિમત સિવાયના મતોના અનુયાયીઓ તેટલા સજ્જન મળવા પણ મુશ્કેલ છે. પૂ.કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી વીરપરમાત્માની સ્તુતિ કરતાં એક સ્થળે ફરમાવે છે કે " हिंसाद्यसत्कर्मपथोपदेशाद सर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुर्बुद्धि परिग्रहाश्च, યુમQદુન્યાનમમvમામ્ IIકા” હે નાથ ! તારા સિવાય અન્યોએ પ્રકાશિત કરેલા આગમો અપ્રમાણ છે તેના ઘણા કારણો છે તેમાં મુખ્ય તો એ છે કે-એ આગમોમાં હિસાદિ અસત્ ક્રિયાઓનો ઉપદેશ ભરેલો છે, પૂર્વાપર વિરૂદ્ધ વાતોને કહેનાર હોવાથી તેના પ્રવર્તકો અસર્વજ્ઞો છે અને તેનો સ્વીકાર કરનાર આત્માઓમાં પણ મોટો ભાગ ઘાતકી, દુરાચારી અને દુર્બુદ્ધિથી ભરેલો છે. શ્રી જિનમતમાં એ વાત નથી, કારણ કે-તેમાં હિસાદિ અસત્ કર્મોનો ઉપદેશ નથી, કિન્તુ કેવળ સ્વપરહિતનો જ ઉપદેશ ભરેલો છે. તેના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રણેતાઓ સર્વજ્ઞ છે અને તેને અંગીકાર કરનાર મહાપુરૂષો મુમુક્ષુ અને ઉત્તમ પ્રકારના મુનિનો છે. આ રીતે શ્રી નિમત અને ઇતર મતોમાં તેના અનુયાયીઓની અપેક્ષાએ પણ મોટો ભેદ છે, એજ વાતને પૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચેના શબ્દોમાં ફરમાવે છે કે "हितोपदेशात्सकलज्ञक्कप्ते:, मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरेडर्थेडप्यविरोधसिद्धे સવ્વાનુંમા C સતાં પ્રમાણમ્ ||9||" હિતનો ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ પ્રકાશિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુનોથી સ્વીકારાયેલ હોવાથી તથા પૂર્વાપર વિરોધનો લેશ પણ નહિ હોવાથી, હે નાથ ! તારા આગમો એ જ સજ્જ્ઞોને પ્રમાણ છે. ગચ્છની પ્રામાણિકતાનો આધાર મુખ્યત્વે તેના નાયકો અને અનુયાયીઓ ઉપર આધાર રાખે છે. જે ગચ્છના નાયકો યાનિીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરીશ્વરજી જેવા સૂરિપુંગવો છે, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી જેવા મુનિપતિઓ છે અને જ્ઞાનક્રિયાના અખંડ પ્રતિપાલક, તપાબિરૂદ્ધારક હીરલા જગચંદ્રસૂરિ અને તેમના ઉત્તમોત્તમ શિષ્યવય્ય છે, તે ગચ્છને પણ અપ્રામાણિક કે તે ગચ્છની ક્રિયાઓને પણ આગ્રહથી ઉપજાવી કાઢેલી મનાવવી, એના જેવું સત્યનું ખૂન બીજું એક પણ નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિ મહાનેતાઓ પણ પ૨મ શાસનપ્રભાવક ચરમ દશપૂર્વધર ભગવાન શ્રી વજ્રસ્વામિજી આદિ મહાપુરૂષોએ સ્વીકારેલ સામાચારીને અંગીકાર કરનારા છે, માટે તેઓ પરમ પ્રામાણિક છે અને તેઓના જ માર્ગને અનુસરનારા અન્ય સર્વ મહાપુરૂષો તેટલા જ પ્રામાણિક છે. તેઓની આજ્ઞામાં રહેવું, તેઓના માર્ગે ચાલવું, તેઓનાં વચનો વિચારવાં, આચરવા અને પ્રચારવા, એજ એક આ અપાર ભવસાગરમાંથી તરવાનો અનુપમ માર્ગ છે. એ માર્ગની વિરૂદ્ધ અજાણતાં Page #362 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩પપ પણ બોલવું એ મહાપાપ છે, એટલું જ નહિ પણ એવું વચન આત્માને દુર્લભબોધિ અને સન્માર્ગનો વિરોધી બનાવનાર છે. સરલ આત્માઓ માટે શ્રી જિનમતની પ્રામાણિકતા સમજવા અને વર્તમાનમાં પણ પ્રામાણિક મહાપુરૂષોની પરમ્પરા દ્વારા શ્રી જિનમતની પ્રાપ્તિ શકય છે, એ વસ્તુને સ્થિર કરવા માટે એટલું વિવેચન બસ છે, તો પણ પ્રત્યેક પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં ગવાતી શ્રી જિનમતની એક સુંદર સ્તુતિ ગાવાનું અહીં મન થઇ આવે છે. “अर्हद्वक्त्रप्रसूतं, गणधररचितं, दादशाशं विशालं, चित्रं, बहर्थयुक्तं, मुनिगणवृषभैर्धारितं बुद्धिमन्दिः । मोक्षाग्रलारभूतं, व्रतचरणफलं, ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये, श्रुतमहमखिलं, सर्वलोकैकसारम् ।।" આ સ્તુતિમાં શ્રી જિનમતને અનેક વિશેષણો દ્વારાએ સ્તવેલ છે. શ્રી અરિહંત પરમાત્માઓના મુખકમળમાંથી નીકળેલ, શ્રી ગણધરદેવોની બીજબુદ્ધિથી રચાયેલ અને બુદ્ધિનધાન મુનિમાર્ગ વહન કરવામાં વૃષભ સમાન મુનિનાયકો વડે ધારણ કરાયેલ, એ ત્રણ વિશેષણો ખાસ ધ્યાન ખેંચે છે. એવા શ્રી નિમત પ્રત્યે પણ જો શ્રદ્વા ન પ્રગટે, તો દુષમકાળનો પ્રભાવ સમજવો અથવા તો જીવોની ગુરૂકમિતાનો પ્રભાવ સમજ્યો. શ્રી જિનમતની ઉપેક્ષા પણ જો આત્માને અનન્ત સંસાર રખડાવનારી છે, તો તેનાથી વિરૂદ્ધ ભાવ ધારણ કરવો એ માટે તો કહેવું જ શું? શ્રી જિનમતની પ્રાપ્તિ સિવાય મુકિતના ઇરાદે પણ હજારો વર્ષ તપ તપવા છતાં અને સેંકડો યુગ સુધી યોગની પ્રક્રિયાઓ સાધવા છતાં મુક્તિને પામી શકાતું નથી. તપ અને યોગ પણ તેઓને જ ફળે છે, કે જેઓને સમ્યક્ પ્રકારે શ્રી જિનમતની પ્રાપ્તિ થાય છે. એનું મુખ્ય કારણ શ્રી જિનમતની યથાર્થ ભાષિતા છે. યથાર્થભાષી શ્રી નિમતના એક પણ પદની ભાવથી પ્રાપ્તિ કરનાર આત્માનો ત્યાગ અને વૈરાગ્ય નિર્દભ બની જાય છે, એ વસ્તુ સમજવા Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ માટે હવે આપણે શ્રી જિમનતની નિરૂપણ કરવાની શૈલિ તરફ આવીએ. શ્રી જિનમતના એક પણ પદમાં સર્વ પદોનો સંગ્રહ છે. | ‘પછાં નાડુ, સે સવં નાડુ, ને સવં નાપડુિ, સે યાં નાપા !' એ શ્રી જિનમતનું પ્રધાન સૂત્ર છે. શ્રી જિનમતના એક પણ પદનો વિચાર સર્વ પદોના જ્ઞાનમાં પર્યવસાન પામે છે. એ કારણે સર્વ દુઃખથી મુકત થવા માટે ભાવથી શ્રી જિનવચનના એક પણ પદની પ્રાપ્તિ બસ છે. અહીં ભાવથી કહેવાનો ઉદ્દેશ એ છે કે-એક પણ પદને ભાવથી પામનાર અન્ય સર્વ પદોને પામવાની અભિલાષાવાળો હોય જ છે. એની એ અભિલાષા જ અંતરાયોનો નાશ કરવા માટે સમર્થ છે. એ અભિલાષાનું બીજું નામ રૂચિ છે અને એ રૂચિનું નામ જ અહીં શ્રદ્ધા છે. શ્રદ્ધાયુકત અલ્પ પણ બોધ આ રીતે આત્માનો વિસ્તાર કરનારો થાય છે. અલ્પમાં અલ્પ ક્ષયોપશમવાળો એક પણ પદનું જ્ઞાન ન કરી શકે એમ માનવું એ વ્યાજબી નથી, બલ્ક એક નહિ કિન્તુ અનેક પદોનો બોધ કરી શકે એમ માનવું એ જ વધારે વ્યાજબી છે. એ દ્રષ્ટિએ શ્રી જિનવચનાનુસાર ભવસ્વરૂપના ચિત્તનથી ભવ પ્રત્યે વિરાગવાન બનેલો આત્મા કેવી કેવી વિચારણા સંક્ષેપથી અગર વિસ્તારથી કરે છે, તેને આપણે ઉપર ઉપરથી પણ જોઇ જઇએ. એવી વિચારણાવાળા આત્મામાં દંભનો લેશ પણ ન હોય, એ કહેવું પડે તેમ નથી. આ સંસાર દુઃખરૂપ છે, કારણ કે-તે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી ભરેલો છે. દુઃખફળવાળો છે, કારણ કે-જન્માદિકનું પરિણામ પણ દુઃખરૂપ છે. દુઃખની પરમ્પરાવાળો છે, કારણ કે-એક જ જન્મમાં અનેક જન્મોની પરમ્પરા કરાવે તેટલા કર્મોનો સંચય થાય છે. આ સંસારની ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી. દેવોને પ્રપાત, મત્સર, પરાધીનતાનું દુઃખ છે, મનુષ્યોને નિર્ધનતા, રોગ, શોક આદિનું દુઃખ છે, તિર્યંચોને ભૂખ, તૃષા અને પરાધીનતાનું દુઃખ છે તથા મીન પરમ્પરા કતિમાંથી એક પર નિર્ધનતા રોગથી Page #364 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩પ૭ નારકીઓને શીત, ઉષ્ણ, અંધકાર, અશુચિ આદિના ભયાનક દુઃખો છે. મનુષ્યના એક જ ભવમાં ગર્ભવાસનાં દુઃખ છે, જન્મતી વખતનાં, બાલ્યાવસ્થાનાં અને વૃદ્ધાવસ્થાનાં ભયંકર કષ્ટો છે : અને સુખ માત્ર મધુબિન્દુ સમાન છે. એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ અનંતી અને અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી પર્યંતની છે. અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ છે. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ છે. દશ કોડાકોડી સાગરોપમની એક ઉત્સપિરી છે અને દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી છે. વીસ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર છે. એવા અનન્ત કાચક્રોનું એક પુદ્ગલપરાવર્ત છે. એવા અનન્ત પુદ્ગલપરાવર્ત આ જીવે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં ગાળ્યા. અનન્તા પુદ્ગલપરાવર્તે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદોમાં પસાર કર્યા. બાદર નિગોદમાં પણ અનન્તોકાણ ગુમાવ્યો. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, આદિ યોનિઓમાં અસંખ્ય કાળ વિતાવ્યો. વિકલૈંદ્રિયોમાં અસંખ્ય કાળ પૂરો કર્યો. અસંજ્ઞી પંચેદ્રિયપણામાં અસંખ્ય કાળ પસાર કર્યો. સંજ્ઞી પંચેદ્રિયપણે પણ સર્વ ગતિઓમાં અનન્તકાળ સુધી ફરી ચૂક્યો. પ્રત્યેક ભવમાં નાના પ્રકારના દુઃખ અનુભવ્યા. કવચિત્ શુભ કર્મના યોગે સુખ અનુભવ્યા, તો તે અધિક દુ:ખને માટે જ થયા. દેવલોકના વિમાનના સુખ અનુભવ્યા, કિન્તુ અત્તે પૃથ્વીકાય થયો. મનુષ્યોની રાજઋદ્ધિ ભોગવી, તો પરિણામે સાગરોપમોનાં નારકીનાં દુઃખોને સહ્યા. પ્રત્યેક ગતિમાં શરીર મળ્યું તો હિસા કરી, વાણી મળી તો જૂઠું બોલ્યો, મન મળ્યું તો દુર્વાન કર્યું, સામગ્રી અધિક મળી તો અધિક પાપ બાંધ્યું. અને સામગ્રી થોડી મળી તો દીન બન્યો. કોઇ વખત રાજા થયો તો કોઇ વખત રંક થયો. કોઇ વખત બુદ્ધિમાન બન્યો તો કોઇ વખત નિબુદ્ધિમાનનો આગેવાન બન્યો. કોઇ વખત રૂપવાન થયો તો કોઈ વખત કદુરૂપો થયો. કોઇ વખત ઉત્તમ જાતિમાં જન્મ્યો તો કોઇ વખત અધમ જાતિમાં જન્મ્યો. કોઈ વખત સારું Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કૂળ મળ્યું તો તેનો મદ કર્યો. કોઇ વખત અધમ કૂન મળ્યું તો અધમ ધંધા આચર્યા. કોઈ વખત ગર્વ તો કોઈ વખત દીનતા, કોઇ વખત હર્ષ તો કોઇ વખત શોક, કોઇ વખત ક્રોધ તો કોઇ વખત લોભ, એમ અનેક વિકારોને વશ થયો. નવાં ચીકણાં કર્મ ઉપાર્જન કર્યા, તેના ઘોર વિપાક દુર્ગતિમાં વારંવાર સહાાં. કોઇ પણ ભવમાં ધર્મબુદ્ધિ જાગી નહિ, વીતરાગને ઓળખ્યા નહિ, નિર્ચન્હોને પીછાન્યા નહિ, દયાને સમજ્યો નહિ, કદાચકને છોડ્યો નહિ, સંસારને અસાર માન્યો નહિ, સંસારથી છૂટવા માટે પ્રયાસ કર્યો નહિ, હિતકારીના હિતકર ઉપદેશોને ગણ્યા નહિ, ભવોભવ વિરાધના કરીને સંસારમાં ભટકયો, પરાધીનપણે દુ:ો સહીને અકામનિર્જરા કરી, શ્રી જિનધર્મની નિકટ પણ આવ્યો, પરન્તુ અનાદિના અસદભ્યાસના યોગે એ ધર્મ રૂસ્યો નહિ. દુનિયાના દુઃખોને સહાં, પણ તપનાં કષ્ટોથી પૂજારી પામ્યો. મરતી વખતે માલમીલ્કત મૂકીને મરી ગયો, પણ હથે કરી દાન દીધાં નહિ. શરીર રોગથી ગ્રસ્ત બન્યું, પણ નિરોગી કાયા શીલસંપન્ન બનાવી નહિ. પુદ્ગલના ભોગ અહોનિશિ ચિન્તવ્યા, પણ શ્રી વીતરાગદેવને એક ક્ષણ વાર ધ્યાયા નહિ. રાત્રિદિવસ પાપવિચારોને કર્યા, પણ પુણ્યવિચારોને ઘડીભર સેવ્યા નહિ. અન્ત પાપથી ભારે થઇ એકેન્દ્રિયાદિક નીચ ભાવોમાં ભમ્યો. મનુષ્યભવ અને દેવભવાદિ કવચિત્ પામ્યો, તે વખતે પાછું અનન્ત ભવભ્રમણ વધારીનેજ મર્યો. આ દયામણી હાલતથી મુકત કરાવનાર શ્રી ક્લેિશ્વરદેવ મળ્યા, તેમની આજ્ઞાએ વર્તતા સદ્ગુરૂઓ મળ્યા, તેમણે કહેલા આગમ પ્રાપ્ત થયાં, પણ તેના ઉપર સદભાવ થયો નહિ. અનન્તી વાર ઉચે આવીને નીચે પટકાણો. ને અનન્સી વાર પાળ્યા અને પોષ્યા, તેમાંના કોઇએ પણ આપત્તિ વખતે હાથ ઝાલ્યો નહિ. અનન્તાનન્ત શરીરોનું મમત્વ કર્યું, પણ પ્રત્યેક ભવે દગો દઇને ચાલતું થયું. અનત્તા સ્વજનોને મારા માન્યા, પણ મરતી વખતે કોઇ મારા થયા નહિ. લક્ષ્મીને મેળવવા માટે અનતું કષ્ટ સહ્યું, પણ તેમાંની ગતી પાઇ પણ સાથે આવી નહિ. સંસારની પ્રત્યેક વસ્તુએ દગો દીધો, તો પણ હું Page #366 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩પ૯ તેને મારી માનતા ભૂલ્યો નહિ. શ્રી જિનાગમ રૂપી દીપક મળ્યા છતાં હૈયામાં તે ધર્યો નહિ અને અનન્ત કાળ સુધી અન્ધકારમાં આથડ્યો. હવે મારા આત્મામાં શ્રી ક્તિાગમ રૂપી દીપકના પ્રભાવે કિચતું પ્રકાશ થયો. એ પ્રકાશના બળે તારકને ઓળખ્યા, તારકના માર્ગને પીછાન્યો અને અનાદિની અવિદ્યા સમજાણી. એ અવિદ્યાના પાશમાંથી મુકત થવા માટે નિશ્ચય કર્યો. સરૂની સહાય લીધી, સંયમરૂપી નાવ ઉપર આરૂઢ થયો, પણ એ નાવમાં અનેક આશ્રવ રૂપી છિદ્રો પાડવા. ફેર ભયંકર સંસારસાગરના તળીયે ગયો. એમ અનેક વાર ઉચે આવ્યો અને નીચે ડૂળ્યો. સામાન્ય બાશ્રવને રોકયા તો મહા આશ્રવ મિથ્યાત્વને સ્વીકાર્યું. મિત્યાત્વના યોગે ફેર ભટકયો. જ્ઞાન અને ચારિત્ર ઉભય પામ્યો, તો તપ તપવામાં કાયર બન્યો. નવીન આશ્રવ ન થયો, તો પણ અસંખ્ય પ્રદેશે. વળગેલી અનન્તી કર્મની વણાઓ દુઃખ દેવા તત્પર બની. તેને તપાવવા માટે હાથમાં આવેલો તપનો રામબાણ ઇલાજ ન લીધો. આ સ્થિતિ કેટલો વખત લંબાશે તેના વિચારથી પણ હું ત્રાસી જાઉં છું. હવે તો ગમે તેમ થાઓ, કિન્તુ કોઇ પણ ભવમાં શ્રી જિનેશ્વરદેવ, તારક સરૂ અને તેમણે સમજાવેલો ધર્મ ન ભૂલાઓ. તે ધર્મથી સહિત દાસપણું ભલે હો, પરતુ શ્રી વીતરાગ ભાષિત ધર્મશૂન્ય ચક્રવર્તાિપણાની પણ હવે મને ઇચ્છા નથી. આ દગાખોર દુનિયાનો વિશ્વાસ મેં બહુ કાળ સુધી કર્યો. હવે એના વિશ્વાસે એક ક્ષણ પણ હું ચાલવા ઇચ્છતો નથી. શ્રી વીતરાગદેવ અને શ્રી નિગ્રંથ ગુરૂઓની આજ્ઞા વિના એક ડગ પણ ભરવા હું માંગતો નથી. ભવોભવ મને એ તારકોનું શરણ હોજો. એ તારકોના માર્ગનો વિયોગ મને કોઇ પણ ભવમાં નહિ પડજો. આટલી જ મારી છેવટની પ્રાર્થના છે. એ પ્રાર્થના અચિત્ય શકિતસંપન્ન શ્રી વીતરાગદેવ અને શ્રી નિર્ચન્થ ગુરૂઓના પસાયે પાર પડજો, પાર પડજો, પાર પડજો. આ જાતિની ચિત્તવના શ્રદ્ધાસંપન્ન આત્મામાં સતતુ જાગે છે. એ ચિન્તા એનાં અશુભ કર્મોને બાળી નાખે છે. સુદેવ, સુગુરૂ અને સુધર્મના Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આલંબનથી તે આત્માની પ્રતિદિન શુદ્ધિ થતી જાય છે. અનાદિનો મોહ તેને સતાવે છે, તો પણ પાછો તે સાવધ બની જાય છે. મમતા રૂપી પિશારિણી ધીમે ધીમે તેના હૈયા ઉપરથી અદ્રશ્ય થાય છે. સમતા રૂપી સ્ત્રી તેના હૃદયમાં સ્થાન લે છે. મમતાની સાથે શત્રતા અને સમતાની સાથે તે મિત્રતા સાધે છે. મમત્વનો નાશ થતાંની સાથે જ આત્મામાં સમતા પ્રગટ થાય છે. એ સમતા એ જ સકલ સુખનું મૂળ છે. સ્વર્ગનું સુખ દૂર છે અને મુકિતનું સુખ તો તેથી પણ દૂર છે : પણ સમતાના આવવાથી જે સુખનો અનુભવ થાય છે તે તો હૃદયને પ્રત્યક્ષ છે. એમાં કોઇની સાક્ષીની આવશ્યકતા નથી. સમતા રૂપી અમૃતરસનો આસ્વાદ કર્યા પછી શૃંગારાદિ રસનો આસ્વાદ, એ આત્માને વિષસમાન ભાસે છે. વિષયરસનો વિપાક પરિણામે કટુ છે. સમતારસનો આસ્વાદ પરિણામે મધુર છે. વર્તમાન અને ભાવિના અનન્ત સુખોનો ઉત્પાદ કરનાર સમતારસની મધુરતાને ચાખ્યા પછી બીજા રસોને ચાખવાનો રસ આત્માને રહેતો નથી. એ સમતા યોગિઓને પ્રાણથી પણ પ્રિય છે અથવા યોગિઓના પ્રાણ જ સમતા છે. સમતા રૂપી પ્રાણ. હણાયા પછી યોગી યોગી રહેતો નથી. એ કારણે યોગીપુરૂષો પોતાનો સઘળો પ્રયત્ન એ સમતા રૂપી પ્રાણની રક્ષા કરવા માટે જ કરે છે. એનું જ નામ ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે. એ વૈરાગ્યની પ્રાપ્તિ સિવાય સુખના ફાંફાં એ વ્યર્થ છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એ જ અનુપમ સુખ છે. એની અવગણના કરીને સુખી થવાની આશા સેવનારા, બાવળીયા સાથે બાથ ભીડીને સુખી થવાને ઇચ્છનારા છે. પાણીમાંથી માખણ કે રેણુમાંથી તેલ કાઢવું જેટલું દુષ્કર છે, તેથી કેઇગુણું દુષ્કર વિના વૈરાગ્યે સુખ પ્રાપ્ત કરવું તે છે. વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી વીતરાગદેવના અવલંબન સિવાય શકથ નથી. શ્રી વીતરાગદેવ સિવાય અન્ય દેવોના કે તેમણે કહેલા શાસ્ત્રોના અવલંબનોથી પ્રાપ્ત થતો વૈરાગ્ય એ અધુરો છે અથવા વૈરાગ્ય જ નથી, કિન્તુ વૈરાગ્યાભાસ છે. એવા વિરાગની પ્રાપ્તિ તો આ જીવે અનન્તી વાર કરી, પણ સંસારપરિભ્રમણ એક કદમ પણ ઘટ્યું નહિ. શ્રી વીતરાગદેવનો Page #368 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૬૧ વૈરાગ્ય એ સંસારના મૂળમાં જ ઘા કરે છે, અનાદિની મોહવાસનાઓને તોડી નાંખે છે. વૈરાગ્યના માર્ગમાં શ્રી વીતરાગદેવનું શરણ છોડી અન્યનું શરણ સ્વીકારવું, એ હાથમાં આવેલ નાવને છોડી ભરસમુદ્રમાં પત્થરની શિલાને પંકડવા જેવું છે. શ્રી વીતરાગદેવનું શરણ એટલે તેમણે ફરમાવેલી આજ્ઞાનું પાલન. શ્રી વીતરાગદેવની આજ્ઞા જાણવાનું સાધન આગમ છે અને એ આગમનું રહસ્ય સમજાવનાર ગીતાર્થ મુનિવરો છે. તેઓની નિશ્રા સ્વીકારી જે કોઇ આત્માઓ દત્તચિત્તે શ્રી નિભાષિત ગ્રહણ અને આસેવન શિક્ષાનો અભ્યાસ કરશે, તે આત્માઓ મોહરાજાના મર્મોથી માહિતગાર થઇ, તેના પ્રત્યેક મર્મોને ભેદવાનું અવિકળ સામર્થ્ય પ્રાપ્ત કરી શકશે. વૈરાગ્ય એક મહાન્ સગુણ છે, એ કહેવાનું તાત્પર્ય પણ એ જ છે. વિના વૈરાગ્યે મોહની જાળમાંથી છૂટવું એ પંડિતો માટે પણ અશકય છે. શ્રી જિનપ્રવચન એ વૈરાગ્યરસનો ભંડાર છે. કલ્યાણકામી આત્માઓ તેનું ઘુંટડા ભરી ભરીને પાન કરો. એ અમૃતરસનું પાન છે અને જન્મ-રા-મરણનો વિનાશ કરવા માટેનું રસાયણ છે. શ્રી જિનવૈદ્ય તેના દાતાર છે. એ વૈદ્યના શરણે જઇ સૌ કોઇ પોતાના દુઃખને કાપવાનો અને સુખને શોધવાનો ઉદ્યમ કરો, એ જ એક અભ્યર્થના. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પરિશિષ્ટ- ૧ આત્માની યાત્રામાં બુદ્ધની ભૂમિકા મનુષ્યને મળેલાં અનેક અણમોલ વરદાનો અને વારસાઓમાં સર્વોત્તમ કોને કહીશું ? જ્વાબમાં મતભેદ તો રહેવાનો પણ મોટા ભાગના જ્વાબો તો કહેશે-બુદ્ધિ. મનુષ્ય બાદ (માયનસ) બુદ્ધિ એટલે શૂન્ય હો કે ન હો, પણ મનુષ્ય તો નહિ જ હોય. ચૈતન્ય પછીનું સૌથી મહત્વનું લક્ષણ તે બુદ્ધિની હાજરી હોવી. તેથી જ મનુષ્યની ઘણી ઓળખોમાંની આ ઓળખને લગભગ સર્વાનુમતિ જેટલો ટેકો મળે છે. વ્યાખ્યા છે : Man is a rational animal પાંચમાં દાયકામાં જ્યારે ભારતમાં બધાં ક્ષેત્રોમાં અંકુશોની બોલબાલા હતી ત્યારે અનેક વસ્તુઓનું રેશનિગ હતું. આથી અમારા એક શિક્ષક મજાકમાં કહેતા : Man is a rational animal મનુષ્ય એ એવું પ્રાણી છે, જેને પોતાના જીવનમાં ડગલે ને પગલે રેશનિગનો અનુભવ થતો રહે છે ! ગમ્મત છોડીને ગંભીર બનીએ તો રેશનલ એટલે બુદ્ધિવાળું, વિચાર કરવાની શક્તિવાળું Reason એટલે બુદ્ધિ. સંસારમાં કદાચ મનુષ્ય જ એક એવું પ્રાણી છે, જેને Rational animal કહી શકાય, મનુષ્ય સિવાયનાં કેટલાંક પ્રાણીઓમાં બુદ્ધિના Page #370 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૬૩ ચમકારા જોવા મળે છે ખરા, પણ એ તો કેવળ પ્રસાદી સમા કે નમૂના રૂપના. બુદ્ધિનું વિપુલ માત્રામાં વરદાન મેળવનારું તો એક મનુષ્ય પ્રાણી એને જીવનની આંખ કહો કે સંસારનો પ્રકાશ કહો, પણ એના અભાવમાં જીવનમાં અંધારું ધોર જ રહેવાનું. કંઇક અંધ અને મંદબુદ્ધિ લોકોને આપણે જોઇએ છીએ અને જોતાં અરેરાટી નીકળી જાય છે. આનાથી વધુ લાચાર કોણ ? છતે જીવને મર્યા બરાબરનું એ જીવન. તો એવી રસેંકડો રથુળ આંખોથી અને સંસારમાં વિવિધ સ્વરૂપોને માત્રામાં દેખાતા પ્રકાશથી સેંકડો, હજારો ગણા પ્રકાશથી પણ અનેકગણું ચઢિયાતું વરદાન તે બુદ્ધિનું. બુદ્ધિની આપણે પ્રશંસા કે નિદા કરતા રહીએ છીએ તે પણ બુદ્ધિને જ પ્રતાપે ! બુદ્ધિની સહાયતાથી આપણે ઇશ્વરનો ઇન્કાર અને ઇશ્વરનું મૃત્યુ જાહેર કરતા હોઇએ તેમાં પણ મદદ તો બુદ્ધિની જ. ટૂંકમાં કહીએ તો સંસારની કોઇપણ ક્ષેત્રની સર્વોચ્ચ પ્રતિભા સંપન્ન વ્યકિતની બુદ્ધિ કામ કરતી અટકી જાય એટલે તે વ્યકિતની કિમત હાડમાંસના લોચાથી વધુ નહિ રહેવાની. બુદ્ધિની મદદથી આપણે બુદ્ધિને ગાળો દઇ. શકીએ છીએ અનેપાછા બુદ્ધિમાન હોવાનું પ્રમાણપત્ર એવા ગાલિપ્રદાનના યજ્ઞકર્મને કારણે મેળવી હરખાતા પણ રહીએ છીએ ! બુદ્ધિ આપણને કેટલા બુધ્ધ બનાવી રહી છે એ સમજવા જેટલી બુદ્ધિ આપણામાં ન રહે ત્યારે બુદ્ધિ હોય કે ન હોય તેનું કશું મહત્વ રહેતું નથી. આ જ બુદ્ધિને કારણે તો ગૌતમને બુદ્ધ નામ મળ્યું. અને એ બુલે બૌદ્ધ ધર્મ સંસારને આપ્યો. બુધને અને બૌદ્ધધર્મને આપણે કેટલા પ્રમાણમાં સમજી શકીએ છીએ એ વાત બાજુ પર રાખીએ, પણ એક ધર્મ અને એક ધર્મસ્થાનક સાથે બુદ્ધિનો નાતો માત્ર નામનો જ ન રહેતાં ઘણો મહત્વપૂર્ણ છે, એ મુદો જ બુદ્ધિની શ્રેષ્ઠતા સિદ્ધ કરતો રહે છે. એ બુદ્ધિ મને, તમને અને લગભગ સૌને મળી છે. પણ આપણને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કયારેય વિચાર નથી આવતો કે મને કેટલું મહાન વરદાન મળ્યું છે. જાણે બુદ્ધિ પણ એક મામૂલી વસ્તુ હોય, લગભગ એવો જ વ્યવહાર આપણે એના પ્રત્યેના અભિગમ ને આદરમાં કરતા રહીએ છીએ. આ બુદ્ધિ વિશે ગીતા અત્યંત સંક્ષેપમાં ને માત્ર મુદ્દા જ સૂચવતા ઉલ્લેખ કરી, બાકીનું આપણા જેવા ‘બુદ્ધિમાન' અને બુદ્ધિવાદીઓ પર છોડી દે છે ! બુદ્ધિને સમજ્વામાં જ આપણી બુદ્ધિનું પાણી મપાઇ જાય તેમ છે, ત્યાં આટલા અત્યંત સંક્ષિપ્ત ઉલ્લેખથી તો કેટલુંક સમજી શકવાના ? તેમ છતાં બુદ્ધિનો થોડોક ઉપયોગ તો કરીએ. : બુદ્ધિના ત્રણ ભેદો બતાવી તેમાંના સાત્ત્વિક ભેદ વિશે કહે છે પ્રવૃત્તિ શું. નિવૃત્તિ શું. કાર્યાકાર્ય, ભયાભય. બંધ શું, મોક્ષ શું જાણો, ગણી ને બુદ્ધિ સાત્ત્વિક. સાત્ત્વિક બુદ્ધિ જાણે છે. સમજે છે શું ? ભેદ કોની વચ્ચે ? પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે-કાર્ય અને અકાર્ય વચ્ચે-ભય અને અભય વચ્ચે તથા બંધને મોક્ષ વચ્ચે અને એમ જ આવાં અનેક જોડકાંના બે ઘટકો વચ્ચે. પ્રવૃત્તિ એટલે શક્તિના પ્રવાહને ક્રિયાની દિશામાં મોકલવો, અને નિવૃત્તિ એટલે એવો પ્રવાહ તે દિશામાં ન મોકલવો અથવા એ દિશામાં પ્રવાહ તો હોય તો પાછો ખેંચી લેવો. એવી જ વાત કર્મ-અકર્મ, ભય-અભય તથા બંધ-મોક્ષ આદિની બાબતમાં. કાર્ય એટલે કરવાયોગ્ય ક્રિયા, ન કરવાયોગ્ય ક્રિયા તે અકાર્ય. ભયની અનુભૂતિ કરવી અને એવી અનુભૂતિથી મુકત રહેવું તે ભય, અભય. અનેક પ્રકારનાં સ્થૂળ અને સૂક્ષ્મ, મામૂલી ને શક્તિશાળી બંધનોમાં સ્વેચ્છાથી કે લાચારીથી ફસાઇ જ્યું અને એમાંથી પ્રયત્નપૂર્વક મુકત થવું તે બંધ ને મોક્ષ. આ શબ્દોમાં જોડકાંઓને આધ્યાત્મિક તથા સાંસારિક બંને પ્રકારનાં ક્ષેત્રો સાથે ગાઢ સંબંધ રહે છે. ગીતા અધ્યાત્મની વાત કરે છે. પણ અધ્યાત્મ કંઇ જીવનથી સાવ જુદો એકાંત ખૂણો નથી, જ્યાં કેવળ અધ્યાત્મ Page #372 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હોય ને બાકીના જીવનની પૂરેપૂરી ગેરહાજરી હોય. તેથી આ જોડકાંઓને રાવણ, કંસ, ચંગીઝખાં, હિટલર, ઇદી અમીન કે ગોડસે સાથે જેટલો સંબંધ, એટ્લો જ રામ, કૃષ્ણ, ગૌતમ બુદ્ધ, મહાવીર, ગાંધી સાથે પણ સંબંધ. એક વર્ગને તેનો ઘણો ઉપયોગ અને બીજા માટે તે નકામાં એવું નથી. વાસ્તવમાં તો આ જોડકાંને સંસારભરના સર્વ માનવો સાથે એક જ સરખો સંબંધ છે અને તેથી સૌએ તેનો પરિચય શક્ય તેટલો કરી લેવો જરૂરી છે. ૩૬૫ સાત્ત્વિક બુદ્ધિ જોડકાંના સંપર્કમાં આવે ત્યારે બંનેને તેમના યોગ્ય રૂપમાંસમજી શકે. આ સંસારમાં નકામું કશું નથી, પણ વિવિધ પરિસ્થિતિના સંદર્ભમાં અમુકૢ વસ્તુ ઉપયોગી કે નિરુપયોગી બનતી રહે છે. તેથી કોઇ એક વસ્તુમાં કોઇ એક ગુણ અનંત કાળ સુધી સ્થિર છે એમ નહિ કહેવાય. આથી જે ક્ષણ આપણે તેના સંપર્કમાં આવીએ તે ક્ષણે તે લાભદાયી છે કે હાનિકર તે જાણવું ખૂબ જરૂરી. એ ન જાણી શકીએ તો જીવનમાં ભારે અવ્યવસ્થા થઇ જાય ને જીવનને હાનિ પહોંચે. હિસા ખરાબ છે અને દાન પ્રશંસાપાત્ર છે તે આપણે સમજીએ છીએ. પણ એવા સંજોગો આવે છે. જ્યારે હિસા મોટામાં મોટું પુણ્યકર્મ બને છે અને દાન અત્યંત નિદાજનક કૃત્ય પણ બને છે. આ ન સમજાય તો આપણે ગોથું ખાઇ જ્યાના અને ઘણી મોટી ભૂલો કરતા રહેવાના. મનુષ્યભક્ષી બનેલા વાઘને દયાભાવથી જીવતો રાખવામાં આવે, તો એ હજી પણ અનેક મનુષ્યો મારી નાખશે. એ સ્થિતિમાં એ વાઘને પકડી ન શકાતો હોય તો તેને મારી નાખવો એ કર્મ અધર્મમાં નહિ ગણાય. ઊલટાનું એ વાઘને દયા દર્શાવી જીવતો રાખવાથી એક પાપકૃત્ય જ કર્યું ગણાશે. એમ જ એક રાષ્ટ્રદ્રોહી વ્યકિત રાષ્ટ્રને નુકસાન કરવાના હેતુથી ખાનગીમાં ફંડ ઉઘરાવી રહ્યો છે. પણ તે વ્યક્તિ જે કાર્ય કરે છે તે રાષ્ટ્રદ્રોહી કર્મ છે તે મારી સમજણમાં ઊતર્યું નથી. તેથી હું તેને રાષ્ટ્રહિતનું Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કાર્ય સમજી સારી એવી રકમ દાનમાં આપું છું. એ રકમમાંથી તે વિસ્ફોટક પદાર્થો ખરીદી એક ગીચ મેળામાં બોંબ ફોડે છે. જેથી ડઝનબંધીનાં મોત ને સેંકડો ઘાયલ થાય છે. એવું પરિણામ આવી શકયું તેમાં મારા દાનનો હિસ્સો ખરો જ. તે સ્થિતિમાં મારું દાનનું કર્મ એક ઘોર પાપકૃત્ય જ ગણાશે. બીજીબાજુ ગામ પર તૂટી પડેલા ધાપાડુઓને હું મારી બંદૂકથી મારી નાખી ગામને બચાવી શકું તેમ છું. છતાં હિંસા કરવી એ પાપ છે એમ સમજી હું મારી બંદૂકનો ઉપયોગ ન કરું, જેને પરિણામે ધાડપાડુઓ બેફામ બની. લૂંટ અને હિંસા કરવાની અનુકૂળતા મેળવે છે એમાં મારી દયાનો પણ હિસ્સો છે. તેથી મારું દયાનું કૃત્ય પુણ્ય ન ગણાતાં પાપ જ ગણાશે. આવો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઇ શકે. જો બુદ્ધિ સૂક્ષ્મ વિચારણા કરવા ટેવાયેલી હોય તો તે સૂક્ષ્મ ભેદ કરી. હિંસામયી અહિસાને પાપમયી અને દયાપ્રેરિત હિસાને પુણ્યકર્મ સમજશે. વાસ્તવમાં તો કોઇ પણ કર્મ પર કાયમી છાપ નથી મારેલી કે તે પુણ્યકર્મ કે પાપકર્મ જ છે. પરિસ્થિતિ તેને આ કે તે વર્ગમાં મૂકશે અને એ કર્મ સાચે જ પુણ્ય છે કે પાપ ને એનો નિર્ણય એકદમ તીક્ષણ અને શુદ્ધ બુદ્ધિ જ કરી શકશે. એક વ્યકિત સજ્જન છે કે દુર્જન એવી કાયમી છાપ તેના પર મારી નથી હોતી. એક વસ્તુ સારી છે કે ખરાબ એવો કાયમ ફેંસલો નથી હોતો. એક વખતે એક કૃત્ય પુણ્યમાં ગણાયું એટલે બીજે વખતે પણ તેવું કર્મ પુણ્યકર્મ જ ગણાશે તેવો જડબેસલાક નિયમ નથી કરી શકાતો. તો આ બધી પરિસ્થિતિમાં વ્યકિતને નિર્ણય કરવો પડશે. નિશ્ચય કરવો પડશે. એવો નિર્ણય કરવામાં તેને બુદ્ધિ જ સહાયતા કરી શકે. જીવન એટલે પ્રત્યેક પળે ને પ્રત્યેક ડગલે કોઇ ને કોઇ નિર્ણય કરતા રહેવો પડે એવી પરિસ્થિતિ. સવારથી સાંજ સુધીમાં આપણે સેંકડો, હજારો નિર્ણયો કરવા પડે છે. તેમાં જ્યાં જ્યાં થાપ ખાઇશું ત્યાં માર પડવાનો. જમવા બેઠો છું. શરીર બે દિવસથી જરા નરમ છે. સામે થાળીમાં Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાડીની બુદ્ધિ પાય કરવાની મોત રામસની સ્થિતિમાં આવી આંખના સી એટલે જીવન ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૬૭ દસ વાનગી છે. મારે કઇ ખાવી ને કેટલી ખાવી –એ નિર્ણય કોણ કરી આપશે ? પીરસનારો તો આગ્રહ કરીને આપશે, મારે માટે તે યોગ્ય છે કે અયોગ્ય તે નિર્ણય તો મારે જ કરવો પડશે. આવો નિશ્ચય, સ્થિર, વિવેકપૂર્વકનો નિશ્ચય એટલે “વ્યવસાય.” જે બુદ્ધિમાં આવો વ્યવસાય' કરવાની સતા હોય તેવી બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે જીવનની ગાડીની આંખ કે સર્ચલાઇટ. એવી આંખના અભાવમાં અંધાપો જ. આંખની કચાશની સ્થિતિમાં મહાહાનિ જ. આવા અંધાપાવાળો મોત કે મોત સમાન આપત્તિઓમાં સપડાતો રહે. ગાડીના એન્જિનન આગળ અત્યંત તેજ સર્ચલાઇટ હોય છે એ ન હોય તો અંધારામાં ગાડીમાં બેસનારાના જે હાલ થાય એ કરતાંય ભૂંડા હાલ વ્યવસાયાત્મિકા બુદ્ધિની ઊણપ કે ગેરહાજરીમાં માનવીના થાય. મનુષ્ય શરીરના સર્વ અંગોમાં રાજા સ્થાને છે મગજ. હૃદયનું સ્થાન મહત્વનું, પણ તેની કામગીરી પુરવઠામંત્રીની. નિર્ણયો લેવાની સત્તા તો મગજ પાસે જ. એ મગજની ભીતર જે ઇશ્વરદત્ત મહાન વરદાન સ્વરૂપ ઉત્તમ બુદ્ધિ તે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. મગજ તો માંસનો લોચો છે. પણ ચૈતન્યની સત્તાથી તે કામ કરે છે. એ ચૈતન્યશક્તિની જમણો હાથ કે મંત્રી તે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, મગજ વગરના કે મગજ હોવા છતાં બુદ્ધિ વગરના માનવીના જેવા હાલ થાય તેવા જ હાલ, જો બુદ્ધિ યોગ્ય નિર્ણય લેવાની શકિત ન ધરાવતી હોય તો થઇ શકે. ગીતાએ આ બુદ્ધિ વિશે બહુ લાંબી વાત નથી કરી. તેમ છતાં આટલી કટોકટીની પળે પણ ગીતાએ બુદ્ધિ વિશે કહેવા જેવું મહત્વનું ઘણું કહી દીધું છે તે જોઈ આશ્ચર્ય થાય છે. | ગીતામાં બુદ્ધિ અને તેની સાથે સંબંધિત શબ્દોનો ઉલ્લેખ ૬૦ થી વધુ વખત થયેલો છે. ગીતામાં ઉલ્લેખ પામેલાં બુદ્ધિનાં આ વિવિધ રૂપો કે સ્થિતિઓને આપણે મુખ્ય રૂપે બે વિભાગમાં વહેંચી શકીએ : હાથ બદિ વગરની શક્તિ ન ધ લાંબી વાત યોગ્ય નિર્ણય બુદ્ધિ વિના બુદ્ધિ વિશે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ (૧) અધોગતિ તરફ લઇ જતાં રૂપો અને (૨) ઊર્ધ્વ ગતિ કરાવી સર્વોચ્ચ આત્મબુદ્ધિ (આત્માને વિશમ કરનાર)માં એક રૂપ બનવાની દિશામાં લઇ જ્યાં રૂપો. એ બે વિભાગમાં ગીતામાં કહેલાં વિવિધ ભેદો કે રૂપોને આપણે આ રીતે ગોઠવી શકીએ. (જુઓ ચાર્ટ નં-૧ તથા નં-૨) આત્માની યાત્રામાં બુદ્ધિની ભૂમિકા એષા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુલ્હતિ. ૨૭ર બહ્મનિર્વાણ કચ્છતિ ૨/૭૨ સર્વોચ્ચ સ્થિતિ, આત્મજ્ઞાન, મુકિત, આનંદનો પ્રદેશ પ્રસાદ ૧૨ આત્મબુદ્ધિ ૧૮/૩૭ +૧૧ બુદ્ધિસંયોગ ૬/૬૪ +૧૦ બુદ્ધિયોગ ૧૦/૧૦, ૧૮૫૭ +૯ સ્થિરબુદ્ધિ પ/૨૦, ૧૨/૧૯, ૨/૫ +૮ વ્યવસાયાત્મિકા, બુકિ ૨/૪૧, ૨/૪૪ +9સમબુદ્ધિ ૬/૯, ૧૨/૪ +૬ અપિર્ત મનોબુદ્ધિ ૮૭, ૧૨/૪ +૫ અસકતબુદ્ધિ ૧૮૪૯ +જ યતેજિયમનો બુદ્ધિ પ/૨૮ +૩ બુદ્ધિશાહૃા ૬/૨૧ +૨ બુદ્ધિયુકત ૨/૫૦ +૧ બુદ્ધિમાન ૪/૧૮, ૧૫/૨૦ લૌકિક, સાંસારિક, સામાન્ય બુદ્ધિ , -૧ અલ્પબુદ્ધિ ૧૬/૯ -૨ અ-બુદ્ધિ ૭/૨૪ -૩ દુર્બદ્ધિ ૧/૨૩ -૪ અકૃત બુદ્ધિ ૧૮/૧૬ ઊર્ધ્વયાત્રા પૂર્ણતાની દિશામાં લૌક્કિ સામાન્ય જીવન અધોગતિ-પતન ક્લેશને બંધનની દિશા Page #376 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ . ' ૩૬૯ -૫ બુદ્વિભેદ ૩/૬ | -૬ બુદ્ધિનાશ ૨/૬૩ બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ-૨૬૩ | સર્વનાશ ચાર ગીતમાં બુદ્ધિ ના ઉલ્લેખો વિભક્તિરૂપો ફક્ત રૂપો બુદ્ધિનાં પર્યાય છે બુકિ-૨,૩૯,૩/૧,૨૪૧. બૌદ્ધગ્યમ્-૪/૧૧ પ્રજ્ઞા-૨/પ૭,૨/૫૮,૬૧. ૨/૪૪,૨/પ૨,૨) બોધયન્ત: ૧૦/- ૨/૬૮. પ૩,૨/૬૫,૨/૬૬, બુધવા ૩/૩૪, પ્રજ્ઞામ્ -૨/૬૭ ૧૫/૨૦ ૩/૪૦,૩/૪૨,૪, વિશેષણ સાથે પ્રજ્ઞાવાદ્યન્ ૨/૧૧ ૧૦/૪,૧૩/૫,૧૮ અબુદ્ધય: ૭/૨૪ સ્થિતપ્રજ્ઞ : ૨/૫૫ ૧૭,૧૮/૩૦,૧૮| અલ્પબુકય:૧૬/૯ સ્થિતપ્રજ્ઞસ્ય : ૨/૫૪ ૩૧, ૧૮/૩૨. બુદ્ધિમાનું ૪/૧૮, ધીમતા ૧/૩ ૧૫/૨૦ . બુદ્ધય:-૨/૪૧ સમબુદ્ધિ ૬/૬ ધીમતામુ ૬/૪૨ બુઢયા:-૨/૩૯,૫/૧૧. સમબુદ્ધય:૧૨/૪ સ્થિતધી:૨/૫૪,૨/૫૬ ૬/૨૫,૧૮૫૧ સ્થિરબુદ્ધિપ/૨૦ ધીર; ૨/૧૩,૧૪/૨૪ બુદ્ધ:-૩/૪૨,૩/૪૩,૧૮ી બુદ્ધિમતામ્ ૭/૧૦ ધીરમ્ - ૨/૧૫ દુર્બકે :૧/૨૩ મતિઃ ૬/૩૬,૧૦/૭૦, સમાસરૂપમાં બુદ્ધિયોગ ૧૦/૧૦ દુર્મતિઃ ૧૮/૧૬ બુદ્ધિયોગાતું ૨/૪૯ સ્થિરમતિ: ૧૨/૧૯ બુદ્ધિસંયોગમું મેધા ૧૦/૩૪ ૬/૪૩ બુદ્વિભેદ ૩/૨૬ મેધાવી ૧૮/૧૦ બુદ્ધિનાશ ૨/૬૩ અલ્પમેઘસામ્ ૭/૨૩ ૨૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બુદ્ધિનાશાત્ ૨/૬૩ દુર્મધા : ૧૮/૩૫ બુદ્વિગાહ્ય ૬/૨૭ બુદ્ધિયુકત ૨/૫૦ બુદ્ધિયુકતા: ૨/૫૧ અસકત બુદ્ધિ ૧૮૪૯ અપિર્ત મનોબુદ્ધિઃ ૮/૭, ૧૨/૧૪ તબુદ્ધય: પ/૧૭ પતેન્દ્રિયમનોબુદ્ધિ પ/૨૮ અકૃત બુદ્ધિવા ૧૮/૧૬ આત્મ બુદ્ધિપ્રસાદમ્ ૧૮/૩૭ (અ) નિખ/અધોગતિસૂચક (બ) ઊર્ધ્વગતિદર્શક (૧) અલ્પબુદ્ધિ (૧) બુદ્ધિમાન (૨) અબુદ્ધિ (૨) બુદ્ધિયુકત (૩) દુર્બુદ્ધિ (૩) બુકિગ્રાહ્ય (૪) અકૃતબુદ્ધિ (૪) યત બુદ્ધિ (૫) બુદ્ધિભેદ અસકત બુદ્ધિ (૬) બુદ્ધિનાશ (૬) અપિર્ત બુદ્ધિ (૭) સમબુદ્ધિ (૮) વ્યવસાયાત્મિકા બુદ્ધિ (૯) સ્થિર બુદ્ધિ , (૧૦) બુદ્ધિયોગ (૧૧) બુદ્ધિ સંયોગ (૧૨) આત્મબુદ્ધિ (પ્રસાદ) ગીતાના અધ્યાય ૧૮ સ્થિતપ્રજ્ઞદર્શનના શ્લોકોની સંખ્યા ૧૮. એમ Page #378 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૭૧ જ કેવળ સંયોગથી જ અહીં પણ કુલ ૧૮ શબ્દો દ્વારા ૧૮ તબક્કાઓની સીડી રચાય છે. પ્રાકૃતબુદ્ધિ ધરાવતા સરેરાશ સાંસારિક માનવીની સ્થિતિને આપણે મધ્યબિંદુ કે મધ્યસ્થિતિ ગણી અ-વિભાગની છ સ્થિતિઓને અધોગતિ તરફ લઇ જતી સીડીનાં પગથિયાં અને બે વિભાગની બાર સ્થિતિઓને ઊર્ધ્વગતિ તરફ દોરી જતાં પગથિયાં સમજીએ, તો આ આખી યાત્રા પણ ૧૮ પગથિયાંની બની રહે છે, આપણે તેને આકૃતિના રૂપમાં આ સાથે બતાવ્યા પ્રમાણે જોઇ શકીએ. આ ૧૮ પગથિયાં સૂચવતા ગીતાના શબ્દોને આપણે થોડાક ઊંડાણથી જોઇએ. બુદ્ધિ એટલે નિશ્ચય. ઘણા વિકલ્પોમાંથી કોઇ એક વિકલ્પને સ્વીકારી ત્યાં સ્થિર થવાનું બુદ્ધિનું વલણ. એવી નિશ્ચય કરવાની શકિત પ્રમાણમાં ઘણી ઓછી હોય તે અલ્પબુદ્ધિ, અલ્પબુદ્ધિ ઇયત્તા (માપ) અને શકિત બંને દ્રષ્ટિએ અભ્યતા ધરાવતી હોય તેથી નિશ્ચય થાય. તોય ડગમગ રહે. નિશ્ચય કરીને ફેરવી નખાય. નિશ્ચય કરવામાં આળસ કંટાળો કે ભય લાગે. પરિણામે નિશ્ચય કરવામાં જે દ્રઢતા હોવી જોઇએ તે ઘણી ઓછી વરતાય, પરિણામે કિનારી પર ઊભેલા જીવ સહજ રૂપમાં નીચે સરકવાની સ્થિતિમાં આવી જાય. અબુદ્ધિ એટલે બુદ્ધિહીન, મૂર્ખ, અજ્ઞાની, રામ તો અબુદ્ધિમાંનો અ અલ્પતા પણ સૂચવે છે, પણ અલ્પબુદ્ધિ નો ઉલ્લેખ અલગરૂપે આવી ગયો હોવાથી જેમાં બુદ્ધિ પોતાનું કર્તવ્ય કરવાની સ્થિતિમાં જ નથી એવી સ્થિતિ એવા રૂપને અબુદ્ધિ સમજી શકીએ. આ લગભગ પશુ જેવી જ સ્થિતિ ગણાય. સહજ પ્રેરણાથી કર્મો કરતો રહે. પણ તેમાં બુદ્ધિનો સાથ શૂન્ય કે શૂન્ય જેવો જ હોય. પરિણામ શું આવે ? અંધકારમાં જ આપણી ગાડીની લાઇટ રિસાઇ ગઇ. હવે ? ગાડી કોની મદદથી દિશા નક્કી કરશે ? આમાં આમતેમ ફાંફાં જ મારવાનાં રહે. નીચે જવાની ક્રિયા આમાં થોડી વધુ ગતિ મેળવે. તેમ છતાં હજી બુદ્ધિનો અભાવ કે અલ્પતા છે, બુદ્ધિનું વિકૃત, Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હાનિકર રૂપ હજી નથી સ્પર્યું. પણ તેને ય વાર લાગતી નથી. ગોથા ખાતાં ખાતાં સારો નરસો જ રસ્તો મળે તે પકડી લેવાય. સાથેવાળો ખોટો રસ્તો બતાવે તો તે પણ સ્વીકારાય, જાતે નક્કી કરવાની તો સ્થિતિ રહી નથી. તેનું સારું કે માઠું યોગ્ય કે અયોગ્ય પણ કેવી રીતે સમજવું ? પરિણામે દુર્બુદ્ધિ-ખોટી બુદ્ધિ, ખોટા માર્ગે ખેંચી જનારી બુદ્ધિનું રૂપ સ્વ-બુદ્ધિ ધારણ કરે તોય બચવાનો કોઈ રસ્તો નહિ. પણ બુદ્ધિ દુબુદ્ધિ એટલે કે દોષપૂર્ણ નિર્ણય લેનારી બુદ્ધિ બને. એટલે દોષો પર કશો કાબૂ રહેવો મુશ્કેલ, જે પણ દોષને આવવું હોય તેને માટે દરવાજા ખુલ્લા. પરિણામે દુર્બુદ્ધિ અકૃત બુદ્ધિ નું રૂપ ધરે. અકૃત એટલે સંસ્કાર વગરનું. સંસ્કાર દોષોને દૂર કરે, ગતિન વ્યવસ્થિત કરે. રૂપને નયનરમ્ય ને નિર્દોષ બનાવે. એવા સંસ્કાર ન ઘઈ શકે ત્યાં બુદ્ધિ ખાણમાંથી કાઢેલા સોના જેવી રહે. સોનું છે પણ સોના સાથે ને સોનાની આસપાસ અનેક પ્રકારના નકામા પદાર્થો પણ છે, જે સોનાને ઢાંકી દે છે, તેની કિંમત ઘટાડે છે અને ઉપયોગિતાનો છેદ ઉડાડે છે. Rough, unpolished, crude... જેવા શબ્દોની મદદથી આની થોડીક કલ્પના થઇ શકે. એને બુદ્ધિ તો વિવેક ખાતર કહેવાય. બાકી તો એને ને બુદ્ધિને સેંકડો ગાઉનું અંતર રહી ગયું છે. સાચા-ખોટા વિકૃત જ્ઞાનના ખીચડા વી એ સ્થિતિ. એ કોઇ સાચો નિર્ણય કેવી રીતે લઇ શકે? પરિણામે તેવી બુદ્ધિ પોતાની સામેના જગતને ડઝનબંધી કાલ્પનિક ટુકડાઓના રૂપમાં જુએ. જગત એને ભેદથી ભરપૂર જણાય. કોઇ બે વસ્તુ સરખી નથી હોતી. શાસ્ત્રો ભલેને કહેતા હોય, નેહ નાનાસ્તિક કિચન -ભઇલા આ સંસારમાં બધુ જુદું જુદું એકમેકથી સાવ ઊલટું દેખાતું હોવા છતાં એમા જુદાપણું નથી. એ બધું એક જ છે. પણ, આ જીવની ભેદબુદ્ધિ (બુદ્ધિમેદ) એમાં વિશ્વાસ નહિ રાખી શકે. જગતું Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેને હજારો લાખો ટુકડાઓમાં વહેંચાયેલું લાગશે, જેમાંથી પોતે પણ એક ટુકડો છે. જે સાવ ન ગણ્ય, તુચ્છ છે. આવું આ ભેદબુદ્ધિ અનુભવવા લાગશે. અહીં જેને સ્વન, સજ્જન, વડીલ, મિત્ર, માર્ગદર્શક, ગુરૂ.. કહી શકું એવું કોઇ નથી. હું સાવ એકલો જ છું. અસહાય છું આપત્તિઓથી ઘેરાયેલો છું, આમાંથી હું બચી શકું તેમ લાગતું નથી નક્કી મારો વિનાશ થશે. આવી કલ્પનાઓથી આ જીવ પોતાને તુચ્છાતિ તુચ્છ જંતુ સમાન માની સાવ અસહાય સમજ્યા લાગે છે. એટલે એની ભેદબુદ્ધિ વધુ જોર પકડે છે. અને અંતે તેને કોઇ ઊંડી ખાઇમાં ફેંકી દે છે કે નિર્જન પ્રદેશમાં ફેંકે છે. આ અનંત વિશ્વમાં તે હવે પોતાને સાવ એકાકી, અસહાય, અત્યંત દુર્બળ, અભાગી અને મોતના મોંમાં ફસાયેલો સમજ્વા લાગે છે. બુદ્ધિભેદ પછી બુદ્ધિનાશને આવતાં શી વાર ? અહીં બુદ્વિનાશ એટલે સાચી સમક્ષ્ણ, પરિસ્થિતિના સાચા અંદાજ વિશેનું અજ્ઞાન, પોતાની શકિત વિશે સાવ અપરિચિતતા, અને હવે પોતાનો નાશ જ થવાનો છે એવા ભયના બોજ નીચે જાણે ભીંસાતો હોય એવી પરિસ્થિતિનો અનુભવ થવો એમ સમજ્યું. વાસ્તવમાં તો જીવનો નાશ થતો નથી. આત્મતત્ત્વનો કદી પણ નાશ ન થઇ શકે. પણ એ વાતનું વિસ્મરણ થયું છે, તેથી જીવ અત્યંત ભયભીત થઇ, પોતે મરી ગયો એમ જ સમજ્યા લાગે છે. આવી સ્થિતિ આવે ત્યારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાં જ ઠપ્પ થઇ જાય છે, પરિણામે જીવતો પોતાની છાતી પર કરોડો મણ કે ટ્રેનનો બોજો અનુભવતો, મરી ગયો રે ! એવી વેદનાપૂર્ણ મૂંગી ચીસો પાડતો રહે છે. પણ તેને કોણ બચાવે ? કેવી રીતે બચાવે ? જેને કોઇએ પકડ્યો નથી જે ભયમાં જ નથી, છતાં જે માને છે કે પોતે મોતના મોમાં છે ને હું નહિ બચી શકું એને એના પોતાના સિવાય બીજો કોણ બચાવી શકવાનો છે ? જ્યાં સુધી તેને પોતાના સ્વરૂપનું, શક્તિનું, વાસ્તવિકતાનું જ્ઞાન નહિ થાયત્યાં સુધી તે જાણે મોતના મોમાં ઝડપાઇ મર્યો કે મરશે ની Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દશામાં હોય તેવો કારમો અનુભવ સતત કરતો રહેશે. તેને પ્રકાશ આપતી સર્ચલાઇટ બુઝાઇ ગઇ છે, તે તેણે પાછી ચાલુ કરવી પડશે. તો જ તેને આસપાસ શું છે અને પોતાની વાસ્તવિક હાલત કેવી છે તેની જાણ થઇ શકશે. પતનનું આ જાણે કે છેલ્લું બિંદુ છે પતનની ઊંડી ખાઇને છેક તળિયે એક વખતનો પરમ આદરણીય, તેજસ્વી જીવ સડતો ને કલપતો રહેશે, બચવાનો ઉપાય એક જ બત્તી ચાલુ કર બુદ્ધિનો દીપ પેટાવ અને એના પ્રકાશમાં તને કંઇ નથી થયું તે જાણ, તેમ તે નહિ કરે ત્યાં સુધી આ જ સ્થિતિમાં તેણે રહેવાનું. તેણે એક ઝટકે ઊભા થઇ જઇ. બુદ્ધિનાશ, બુદ્ધિભેદ. વગેરે પગથિયાઓની નીચેથી ઊંધા ક્રમમાં, પણ વાસ્તવમાં ઊર્ધ્વયાત્રા શરૂ કરવી રહે છે. જો એ હિમત રાખીને સાત પગથિયા ચઢી સાતમા પર પગ મૂકશે, તો તે પ્રકાશમાં આવી ગયો અને હવે ઊર્ધ્વગતિ કરવાની તક મેળવી શકશે એવી આશા રહે. બુદ્ધિનાશ થી બુદ્ધિમાન ની સ્થિતિમાં આવ્યા પછી જ તે પ્રકાશનો, જીવનનો, ગતિનો આનંદનો અનુભવ કરવા પામશે. બુદ્ધિ સાથે એણે છેડો ફાડી નાંખ્યો હતો, તે ફરથી બુદ્ધિ સાથે સુલેહ કરી. તેને અપનાવી, પોતે હવે બુદ્ધિમાન છે એમ પોતાના અંતર આગળ પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી બુદ્ધિ દ્વારા મળી શકતા લાભ તે કેવી રીતે પામી શકવાનો ? પણ જો તેણે તેવો મલ્મ નિર્ધાર કર્યો અને તેને વળગી રહી. બુદ્ધિ નો હાથ પકડી લીધો, તો સમજી લો કે એના બૂરા દિવસો હવે પૂરા થવામાં બહુ વાર નહિ લાગે. બુદ્ધિ બહારથી નથી આવવાની, તે અંદર જ છે. પણ એને ખેંચીને પકડવાની છે. એવો પ્રયત્ન કરી તે બુદ્ધિના આશ્રયમાં પહોંચે એટલે ગણાય બુદ્ધિમાન હવે તે બુદ્ધિથી તરછોડાયેલો નથી. હવે બુદ્ધિ તેના સાથમાં છે. એ બુદ્ધિ વધુ ને વધુ સ્થિર ને સ્પષ્ટ થતી જશે તેમ તે બુદ્ધિથી યુકત-બુદ્ધિ સાથે ગાઢરૂપે જોડાયેલો છે એમ કહેવાશે. હવે તે જે કંઇ વિચારશે, કરશે Page #382 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૭૫ તેમાં સતત બુદ્ધિની મદદ લેતો રહેશે. બુદ્ધિની સલાહ જે કરવાની કે ન કરવાની હોય તે તેને ચાહ્ય રહેશે. તેથી આ સ્થિતિ બુદ્ધિગ્રાહ્ય ની થઇ. હવે બુદ્ધિ તેને માટે ગ્રાહ્યા બની છે અને તે બુદ્ધિ દ્વારા સંરક્ષણ મેળવવા માટે ચાહા બન્યો છે. હવે તે બુદ્ધિના વધુ ગાઢ સંપર્કમાં છે. તે પ્રત્યેક પગલે બુદ્ધિની સલાહ લઇને જે કંઇ પણ કરે છે. હવે એનો પથપ્રદર્શક Friend, Philosopehr and Guide બુદ્ધિ જ છે. કહો કે તેણે પોતાની જાતને જાણે બુદ્ધિના નિયંત્રણમાં જ સોંપી દીધી છે. બુદ્ધિમાન..બુદ્ધિયુકત...બુદ્ધિચાહા...સુધી હજી કળણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ચાલતો રહે છે. પહેલાં હું આ કીચડમાંથી છૂટું, આ બુદ્ધિ જવા પરમ મિત્રનો હાથ બરાબર પકડું, પછી આગળની વાત. હજી પણ મને ડર છે કે કયાંક મારેથી એનો હાથ છૂટી જશે, તો વળી પાછું મારે ઊંડી ખાઇમાં અથડાવું પડશે-આમ આ ત્રણ પગથિયાં પગ સ્થિર કરવાનાં છે. તે પછી તે સ્વસ્થ થાય છે. હવે તરત કળણમાં સરકી જશે એવા ભયથી તે મુકત થયો. હાશ, હવે તેને નિરાંત થઇ. હવે તે આસપાસ શું ચાલી રહ્યાં છે તે તરફ નજર કરે છે, આ પહેલાં તો એવી નજર કરવાની પણ કયાં હાલત હતી ? હવે જોઉં તો ખરો, આસપાસ જે છે તે શું કરે એવું નિરીક્ષણ એને બતાવે છે કે આસપાસ જે છે તેઓ કંઇક પ્રયત્નપૂર્વક નિશ્ચયપૂર્વક કરી રહ્યા છે કરતા રહે છે... તે ઘણો સમય સુધી તેમનું નિરીક્ષણ કરે છે. તેમાંના કોઇને પછી જાણવા મળે છે. અને તે જાણવા પામે છે કે આસપાસ ઓ છે તેઓ પોતાના પર બુદ્ધિનું નિયંત્રણ રહે, બુદ્ધિનું શાસન ચાલે તે રીતે યોગ્ય માર્ગ પર નિયમપૂર્વક, સંયમપૂર્વક, પૂરી જાગૃતિ સાથે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. તેમની પાસેથી જાણીને એ પ્રમાણે કરવાનું શરૂ કરે છે. પહેલાં પોતાનાં વિકારો, વૃત્તિઓ, તરંગો, કાર્યો પર કોઇનું નિયંત્રણ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ન હતું. હવે તે આ બધાં પર બુદ્ધિનું નિયંત્રણ મૂકી દે છે. તેથી તે હવે થતબુદ્ધિ બને છે જેની બુદ્ધિ સંયમમાં રહે છે, સંયમના માર્ગ પર ચાલી રહી હોય એવી બને છે. અત્યાર સુધી તે અને તેની બુદ્ધિ બેઉ નિરંકુશ, અનિયંત્રિત હતાં. પરિણામે બુદ્ધિ ગમે તે દિશામાં રખડું ઢોરની જેમ ભટકતી હતી. હવે તેના પર જાણે લગામ આવી. હવે તેને અમુક નિયમોના બંધનમાં મૂકી દીધી. પરિણામે તેનું સ્વછંદ વિચરણ બંધ થયું. તેનું વિચરણ, વર્તન યોગ્ય રૂપ ધારણ કરવા લાગ્યું. , હવે બુદ્ધિ થોડીક વધુ ઊંડી ઊતરે છે. તેને પોતાની દુર્દશાનું કારણ સમજાય છે. તે ગમે તેવી ચીજોમાં આસકત થઇ જતો હતો. પરિણામે તેની ગતિ નષ્ટ થઇ જતાં તે કળણમાં પડ્યો હતો. પહેલાં તે આસકતબુદ્ધિ હતો. હવે તે અસકત બુદ્ધિ બનવા મથતો રહ્યો. દુઃખમાત્રનું મૂળ આસકિત. આસકિત એટલે ચીકણો ગુંદર, પરિણામે ગતિનાશને આમંત્રણ, ગતિનાશનું પરિણામ ઊંડી ખાઈમાં પડવા સિવાય બીજું કયું આવે ? તેથી તે અસકત બુકિ બનવાનો યત્ન કરવાલાગ્યો. જુએ બધું પણ પોતાને કોઇ દ્વારા ખેંચાવા ચીટકાવવા દે નહિ આ તેની જાગૃતિ થઇ. દ્રઢતા થઇ. હવે ધીમે ધીમે તેની સંકલ્પશકિત જાગૃત થવા લાગી. તે હવે પોતાના પર પોતાનું નિયંત્રણ મૂકવામાં સફળ થવા લાગ્યો. અસકતબુદ્ધિ થવાના પ્રયત્નોએ તેને એક નવી દિશા સુઝાડી. વિષયોમાં આસકિત ન રાખવી તે તો સારુજ છે, પણ વિષયોને જ મારા દેવની પૂજામાં અર્પિત કરી દઉં તો પછી તે મારું શું બગાડી શકવાના ? અને તે અપિર્ત-બુદ્ધિ બનવાની કોશિશ કરવા લાગ્યો. મારા દ્વારા જે કંઇ મન, વચન, કર્મથી થાય, મારું જે કંઈ કહેવાતું હોય, એ સર્વ કંઇ હું મારા દેવના ચરણમાં અર્પિત કરી દઉં છું અને તે સાથે મારી સંપૂર્ણ જાત પણ દેવના ચરણોમાં સોંપી દઉં છું. હું હવે સ્વતંત્ર નથી. હવે હું દેવનો સેવક, દાસ છું. દેવ જેમ મને પ્રેરે તે મારે કરવાનું છે. દિશા દર્શાવશે દેવ, ગતિ કરીશ હું. આમ તે અપિત બુદ્ધિ બન્યો. બુદ્ધિની Page #384 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૭૭ સાથે મન તો હોય જ. મનની ચાલક બુદ્ધિ. તેથી મન ને બુદ્ધિ બંને દેવને અર્પણ કરી અપિત-મનો-બુદ્ધિ બને છે. પરિણામ શું આવે ? હવે જે કંઇ મળે, જે સ્થિતિ પ્રાપ્ત થાય તે દેવ જ આપી રહ્યા છે. એવી સમજણ આવે અને તે દ્રઢ થતી જાય. પરિણામ ? દેવ મને જે આપે તે ઉત્તમ, કલ્યાણકારી જ હોય. તેથી દેવ તરફથી મને જે કંઇ મળે તે તરફ મારા મનની ભાવના એક સરખી જ રહેવાની. મને સ્વાદિષ્ટ ભોજન આપે તો હું હર્ષિત થઇ જાઉં અને બે ટંક ભૂખ્યો રાખે તો શોકમાં ડૂબી જઇ આપનારાનો વાંક જોવા લાગું -એ તે કેવી ચંચળ, કાચી, છીંછરી અને વિકૃત સમજણ ? દેવનું આપેલું કશું જ મારે માટે સર્વોત્તમ કરતાં ઓછું ન હોય, તેથી તે હવે સમ-બુદ્ધિ થવા લાગે છે. આવી સમ-બુદ્ધિ નિશ્ચિત પથ પર જ ચાલે. તેના માર્ગમાં હવે તે ડગમગ ન હોય. તેની ગતિમાં ગમે ત્યારે ગમે ત્યાંથી વિક્ષેપો આવતા તે ખળભળે નહિ. પહેલાં મનમાં આવી સમજણ પાકી થાય, પછી બાહ્યા વ્યવહારમાં તેનું પરિણામ જણાય, આવી દ્રઢ સમજણ પાકો નિશ્ચય એટલે ‘વ્યવસાય.' એવો વ્યવસાય' જેમાં હોય તે “વ્યવસાયાત્મિકા બુદ્ધિ.' કોઈ પણ પરિસ્થિતિ આવી. ઇશ્વરાર્પણબુદ્ધિથી તેનો વિચાર કર્યો. પરિણામે બુદ્ધિની સમતા ટકી રહી. પરિણામે બુદ્ધિ વ્યવસાય (નિશ્ચય) કરી શકો. એનું પરિણામ એક જ આવે- સ્થિરતા. હવે ચંચળતા ન રહી શકે. હવે બધું તોફાન શમી ગયું. વાતાવરણ શાંત થઈ ગયું. તેથી બુદ્ધિ એક બિંદુ પર એક ધ્યેય, એક લક્ષ્ય પર સ્થિર થઇ જાય, આવીસ્થિતિ સ્થિરબુદ્ધિ. તેનું જ બીજું નામ સ્થિતધી, સ્થિતપ્રજ્ઞા કે સ્થિતપ્રજ્ઞતા. હવે અહીં આ બુદ્ધિ. આ તેનો સંકલ્પ લક્ષ્ય એવો ભેદ, એવું હેત જ કયાં રહ્યું ? હવે તો બુદ્ધિ જાણે બુદ્ધિ જ મટવા લાગી. તેનામાં કશુંક મહત્ત્વપૂર્ણ આંતરિક પરિવર્તન થવા લાગ્યું. હું બુદ્ધિ અને આ મારો Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિષય એવી સ્થિતિ પહેલાં હતી. પણ હવે બુદ્ધિ જાણે આવા વૈતભાવને ભૂલવા લાગી. હું બુદ્ધિ કોણ ? મારો વિષય કોણ ? એ બંનેથી પર તત્ત્વ વળી કોણ? આ શું છે બધું વિચિત્ર? અહીં આવું અળગાપણું જ કયાં છે ? આવી સમજણ જેમ જેમ પાકી થતી જાય તેમ તેમ તે બુદ્ધિયોગ ને પગથિયે પગ મૂકે છે. બુદ્ધિ અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય-બે જુદાં છે. અને મારે તેને પામવાનું છે-એવી સમજ હવે ઓગળવા લાગી. તેને સ્પષ્ટ લાગવા માંડ્યું કે અહીં આવું કશું જ નથી. હું બુદ્ધિ પોતે જ પ્રાપ્તવ્ય તત્ત્વ છું અને મારો પ્રાપ્ત લક્ષ્ય બુદ્ધિ એટલે કે હું જ છું-આમ તેની બુદ્ધિ, બુદ્ધિ રહેવા સાથે બુદ્ધિયોગ (બુદ્ધિ દ્વારા સિદ્ધ એકાત્મતાની અનુભૂતિ) બની ગઇ, હવે બે ડગલાં આગળ ચાલે કે તે અનુભૂતિ વધુ ગાઢ થતાં બુદ્ધિયોગ એક કદમ ઊંચે ચઢી બુદ્ધિ-સંયોગ લાગે એટલું જ. પણ આ બધા શબ્દો હવે કેવળ શબ્દો રહે છે. હવે જ્યાં જુદાઇ, વૈત જ નથી રહ્યું, ત્યાંકોણ બુદ્ધિ અને કોણ આત્મા ? બુધ્ધિ કરતા વળી આત્મા કોઇ સ્વતંત્ર હસ્તી છે ? અને આત્મા કરતાં બુદ્ધિની હસ્તી સ્વતંત્ર છે? ના રે ના, હવે શબદો રહ્યા, પણ એ શબ્દો પોતાના અર્થો ખોઇ બેઠા. વાપરો, હજી પણ એ શબ્દો જૂની ટેવને કારણે વાપરતા રહો. પણ હવે શબ્દ અને અર્થ અને ભાવના અને... આવું કંઇ અલગ અલગ નથી રહ્યું. તેથી હવે બુદ્ધિ જે આત્મા બની ગઇ. કે આત્મા જ બુદ્વિતમ બની ગયો. પરિણામે એવી બુદ્ધિને આત્મબુદ્ધિ-આત્મબુદ્ધિ, આત્મસ્વરૂપ બુદ્ધિ, આત્મા નામથી ઓળખાવી શકાય તેવી બુદ્ધિ. આવી સ્થિતિ સરજાઈ. હવે આગળ? કયાં આગળ ? હવે કયાં જવાનું રહ્યું ? અંતિમ તીર્થ તો આવી ગયું. હવે કયાં ભટક્વાનું રહ્યું ? સિદ્ધ થયેલો, આત્મસ્વરૂપ થયેલો, આત્માને બરાબર ઓળખી ચૂકેલો યાત્રી સાધક હવે વિચારે છે કે આ સત્ય છે કે સ્વમ ? મને એવું ઝાંખું ઝાંખુ યાદ આવે છે કે કયારેક હું કોઇ ઊંડા કળણમાં ઊંડી આધાર ખીણમાં,કોઇની પણ સહાયતા વગર ડૂબી રહ્યો હતો અને આ પળે તો હું તેમાંનું કશું નથી જોવા પામતો. તો શું Page #386 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૭૯ એ ભ્રમ હતો ? માયાજાળ હતી ? સ્પમ હતું ? એ હતું કે ન હતું ? કે પછી ક્યાંક આ જોઇ રહ્યો છું તે સ્વપ નથી ને ? પણ ના, આ તો સ્વપ્ર નથી જ. તેથી પેલું સ્મરણ કદાચ સ્વપ્ર હોય તેમ બને. અહીં આ પળે તો હું મને પૂર્ણ સ્વતંત્ર, પૂર્ણશકિત સંપન્ન, કોઇપણ દિશામાં જ્વાની લોલુપતા વગરનો તમામ અભાવોથી મુકત પૂર્ણતાની-દિવ્યતાની ઊંચામાં ઊંચી કોટિની સ્થિતિની અનુભૂતિ કરતો જોઇ રહ્યો છું. તેથી જેની મને આછી સ્મૃતિ લાગે છે કે તે મોટે ભાગે તો સ્વપ્નું કે તરંગ જ હશે, કેમ કે વાસ્તવમાં તો અહીં એમાંનું કંઇ જોવા મળતું નથી. સાધકની આ અઢાર પગથિયાની યાત્રા વાસ્તવમાં તો મનોમય, સંકલ્પમય જ રહે છે. પણ એ સંકલ્પ એટલો પ્રબળ હોય છે કે તેને તે સતત વાસ્તવિક, નક્કર સત્ય જેવું લાગે છે. તે ક્યાંય ગયો નહોતો, કશું બન્યો નહોતો, તેણે કશું ખોયું ન હતું, તે ક્યાંય ભટકતો ન હતો, પણ આવું આવું થયું એમ તેના મનમાં તેને લાગ્યું અને હજી આ પળે પણ મેં આવું કંઇક જોયેલું એવી ઝાંખી સ્મૃતિ તેને રહે છે. પણ એ ઝાંખી સ્મૃતિ પાંચ ક્ષણમાં ઊડી જશે અને તે પોકારી ઊઠશે, ચિદાનંદરૂપ શિવોહં, શિવોહં... હું ચિત્ (શક્તિ અને જ્ઞાન) સ્વરૂપ છું, હું આનંદસ્વરૂપ છું, હું શિવ (કલ્યાણ, મંગલ) સ્વરૂપ છું. ગીતા કાર્યક્રમ ગોઠવીને આરામથી રચાયેલો ગ્રંથન નથી. તે તો મોટી કટોકટીની પળે જરૂર પડતાં રચાઇ ગયેલો ગ્રંથ છે. પણ તેનાવકતા એટલા મોટા ગજાના હતા કે તેઓ જે બોલ્યા તે વ્યવસ્થિત, સુવ્યવસ્થિત શાસ્ત્ર જ બની ગયું. શાસ્ત્રી રચે તે શાસ્ત્ર ન કહેવાય, પણ શાસ્ત્ર રચે તે શાસ્ત્રી કહેવાય. ગીતાગાયક કૃષ્ણ જે બોલે તે શાસ્ત્ર, આચરે તે ધર્મ, સ્વીકારે તે પુણ્ય, ન સ્વીકારે તે પાપ. અપનાવે તે કૃષ્ણ (અર્જુનનું એક નામ કૃષ્ણ છે) અને તરછોડે તે ? બાપ રે. એની કલ્પના પણ કોણ કરી શકે ? એની કેવી ગતિ થશે તે જાણે અનુભવ્યા વગર કોણ કહી શકે ? Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ એ કોઇને તરછોડે નહિ. તેથી કોઇને માટે એવી કલ્પના કરવાની જરૂર નથી. તે તરછોડતા લાગે તો તેને માત્ર તેની લીલા જ સમજ્વી. કૃષ્ણે કોઇને પણ તરછોડવાની તાકાત ગુમાવી દીધી છે. કેમ કે તે ગોકુળમાં એક્થારું માખણ ખાઇ ખાઇને માખણ કરતાંય વધુ મૃદુ બની ગયા છે. તેથી કૃષ્ણ કોઇને તરછોડતા નથી. તરછોડી શકતા નથી. હા, જીવ થોડોક સમય અંધારામાં ને ખાડાટેકરામાં અથડાય ખરો, પણ તેનું અમંગળ ન થઇ શકે. કૃષ્ણે પોતાના ભકત માટે કહ્યું છે ન મે ભકત: પણ નિ -મારો ભકત કદી વિનાશનો શિકાર બનતો નથી. આપણે ભકત ના વર્ગમાં ન આવતા હોઇએ, તેથી આપણને ડર રહે કે રખે આપણી આવી દશા થાય, પણ એ તો કૃષ્ણનું નાટક જ. ગોપલીલા જેવી ભકતલીલા જ. કૃષ્ણ અને તે કોઇનો નાશ શું કરી શકે ? તે પહેલાં તો તેમનું જ હૃદય કંપવા લાગે ને તૂટવા લાગે. કૃષ્ણથી એવો ડર છોડી દઇએ. કૃષ્ણના સરજેલા આપણે-કૃષ્ણનો સ્પર્શ પામેલા આપણે, જેને નાટકિય એક્વાર સ્પર્શ થાય તે વળી કદી નાશ પામતો હશે ? આ નાટકિયાનાં નાટકોની કોઇ સીમા નથી. ડર્યા વગર આપણે તેમના નાટકોનો આસ્વાદ નો આસ્વાદ લેતા રહીએ અને તે સાથે વહેલી તકે તેમનો સાક્ષાત મોઢામોઢનો મેળાપ થાય તે માટે મથતા રહીએ, કેમકે એના સાનિધ્યમાં જ અદ્ભુત આનંદ આવે તે તો એના પૂરા માપમાં અહીં ન મળી શકે ને ? એ માટે તો એમની મોઢામોઢ જ વું રહ્યું. ન અને તેથી આપણે આપણા બુદ્ધિ-નાશ ના પગથિયેથી આત્મબુદ્ધિના પગથિયે પહોંચાડતી સીડીની શોધ અને શરણ લેવાની ચિંતા કરવી રહી. બુદ્ધિ ની આ વિવેચનામાં ગીતા બુદ્ધિ ના સંદર્ભમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ બતાવી, જીવ પોતે હાલમાં કયાં છે ને કયાં વા ધારે છે તે વિશે સૂત્રાત્મક છતાં મામિર્ક રૂપમાં માર્ગદર્શન આપે છે. આ કંઇ એકલા ગાંડીવધારી કુંતાપુત્ર અર્જુન માટે નથી કહ્યું તમારે-મારે માટે જ કહ્યું છે Page #388 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૮૧ આમાં કશું સર્જક દ્વારા ફરજિયાત બતાવાયું નથી. ફરજિયાત તો જે તે જીવને લાગે તો ફરજિયાત નહિતર ગીતાકાળમાં અને આજે પણ આથી બરાબર ૧૮૦ ડિગ્રીને ખૂણે ઊભા રહેલા અગણિત જીવો પણ કયાં નથી જોવા મળતા ? એમને માટે એ કયાં ફરજિયાત છે ? તમને આ ફરજિયાત છે એમ લાગે તો તેને તમારે તમારા ભાગ્યસૂર્યના ઉદયનું પૂર્વચિત સમજવું. આને ફરજિયાત સમજતા રહેશો તો કયારેક પણ તમારા જીવનઆકાશમાં સહસ્ત્ર કળા સાથે એ સૂર્ય ઉદિત થશે અને તમારા જીવન આકાશને પ્રકાશથી તથા તમને ઉખાથી ભરી દેશે. ગીતાગાયક કૃષ્ણને ખરેખર આમ જ કહેવું હતું તે પણ હું (કે અન્ય કોઇ) જાણતો નથી. આમ તે આ બધી મારી તરંગલીલા જ ગણાય, પણ તેની ખાતરી કરવા હું કૃષ્ણનું કાર્ડ કયાં જઇને પકડું ? તમે તમને આ પ્રકાશ માટે ઝંખતા અનુભવો તો તે સાચું છે કે ખોટું તે પણ તમારા સિવાય કોણ કહી શકવાનું ? એટલે પ્રત્યેક વાચકે ગીતા (કે અન્ય કોઇપણ ગ્રંથ) નો અર્થ પોતાની રીતે સમજાય તે લેતા રહેવો અને તે માર્ગે ચાલતા રહેવું. તેમાં ભૂલ હશે તો તેની ચિંતા તમારે નહિ કરવાની. તમે ચાલતા રહો. પેલો (કૃષ્ણ બાપો) અકળાશે અને તમારી ભૂલ હશે. તો સુધારી તેમને સાચે રસ્તે મૂકશે. એમાં એની આબરૂનો પણ મોટો સવાલ છે. એટલે તમે તો બેધડક, અને થોડાક નફફટ થઇને. કૃષ્ણની આબરૂના ધજાગરા થવા હોય, તો ભલે થતા એવા મિજાજથી તમને સમજાયું હોય. તે કરતા રહો, બિચારા દેવકીના હૈયાને અર્ધી રાત્રે અડવાણે પગે, દોડતા આવીને તમારો હાથ પકડી, તમને સાચે રસ્તે ન મૂકવા પડે તો આવું કહેનાર મગનલાલ છગનલાલને ટ કહેજો. પણ મગનલાલ એની ચિંતા નથી કરતો, કેમ કે એનો એ લાલા સાથે એકદમ ખાનગીમાં કરાર થયો છે કે મગનલાલે એની બધી ગુHવાતો જાહેર કરી દઇ એને મુશ્કેલીમાં ન મૂકવો અને બદલામાં તે મગનલાલના Page #389 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભૂલભરેલા અર્થને પણ પોતાની આબરૂને ખાતર સાચો ઠરાવવા એની પુરી શક્તિથી મથશે. તો હવે લૂંટવું લૂંટાવવું કે લૂંટવું એનો નિર્ણય જે તે કૃષ્ણ-દાસે સ્વબુદ્ધિથી જ કરી લેવો ! પ્રાર્થનાની ળા ૩૮૨ કોઇને પ્રશ્ન થશે કે પ્રાર્થનાની તે વળી કલા હોઇ શકે ? હા. પ્રાર્થનાની કલા પણ છે ને વિજ્ઞાન પણ છે. જેઓ જીવનમાં પ્રાર્થનાના મહત્ત્વને સમજીને તેનો ઉપયોગ કરે છે તેમના માટે જીવન સરળ, સુંદર અને આનંદમય બની જાય છે. શ્રી અરવિ કહેતા : તમારા દૈનિક જીવનમાં પ્રાર્થનાનો આશ્રય ના લીધો હોય તો એક મહાન લાભથી વંચિત રહી ગયા છો એમ માનજો. આ દિવ્ય માધ્યમ દ્વારા એક પળમાં જ પરિવર્તનના પ્રકાશિત પથ ઉપર તમે આવી જાઓ છો. જીવનમાં સુલભ પરિવર્તન કોને ના ગમે ? વત્તે ઓછે અંશે અંધકારમાં અટવાતા માણસને પ્રકાશની જરૂર હોય છે જ. પ્રાર્થના એ પ્રકાશ પૂરો પાડે છે. શ્રદ્ધાની શક્તિ : વિશ્વનાં રહસ્યો વિશે અજબ પુસ્તક લખનારા સર જેમ્સ જીન્સે બ્રહ્માંડના સંચાલન પાછળ રહેલી, દિવ્ય શક્તિ, શ્રદ્ધા ને પ્રાર્થનાની તાકાત વિશે મહત્ત્વનાં વિધાન કરેલાં. એક વૈજ્ઞાનિક કહે : તમારા જેવા ટોચની પ્રતિષ્ઠાવાળા વૈજ્ઞાનિક આવાં હિંમતભર્યા વિધાન કરે એ જરા આશ્ચર્ય જેવું લાગે છે. શ્રદ્ધાની આ મહાન શક્તિ વિશે શબ્દો જડતા નથી. હું વધારે શું કહું ? ખરેખર ? હતું. શ્રાવાનના હાથમાં અસીમ શક્તિઓ આવી જાય છે. શ્રદ્ધાનું, અંતરનું, આત્માનું, ભાવનું, પ્રાર્થનાનું, એક અજબ બળ હોય છે. આ તો નવી વાત છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૮૩ ના ચિરપુરાતન છે. તમને કોઇ અનુભવ નથી. માટે નવી લાગે છે. સર જીન્સના જેવો જ અનુભવ ડૉ. ભાભાનો હતો. વિખ્યાત ફિલસુફ કેન્ટ પણ એમ જ માનતા. વિશ્વના મહાનતમ વૈજ્ઞાનિકોમાંના એક આઇન્સ્ટાઇન પરમ શક્તિમાં શ્રદ્દા સખતા હતા. એ નિયમિત પ્રાર્થના કરવાના આગ્રહી હતા. મહાત્મા ગાંધીનો પ્રાર્થનાપ્રેમ તો ગતભરમાં જાણીતો છે. અબ્રાહમ લિંકન પ્રાર્થનામાર્ગના પ્રવાસી હતા. સ્વામી શ્રદ્વાનંદ પ્રાર્થનામાં અપાર રુચિ લેતા. આવાં તો અનેક ઉદાહરણ મળી આવે. પ્રાર્થના એટલે કોઇ ઘેલા અને ભાવુક માણસોની ભમાત્મક પ્રવૃત્તિ છે એમ નથી માનવાનું. વિશ્વના અનેક મહાન પુરુષો પ્રાર્થનામાં રસ લેતા આવ્યા છે. ચૈતન્યના ચમત્કાર : આ પ્રવૃત્તિ મહાન માણસો માટે જ છે એવું નથી. સામાન્યમાં સામાન્ય માણસથી શરૂ કરીને શ્રેષ્ઠ કક્ષાની વ્યક્તિઓના પ્રાર્થના પ્રેમનાં અસંખ્ય ઉદાહરણ નોંધાયેલાં છે. પ્રાચીન સમયમાં ધ્રુવ, પ્રહલાદ, માર્કંડેય, વિભીષણ, કુન્તા, દ્રોપદી, સિસ, મોહમ્મદ, અષો જરથ્રુસ્ત્રો, એલીજાહ ને આવાં તો અસંખ્ય વિભૂતિઉદાહરણ જોવા મળે છે. આધુનિક સમયમાં પણ એવાં ઉદાહરણ આપણી આસપાસમાંથી મળી આવી શકે. એવા અસંખ્ય ઉદાહરણમાંથી માત્ર એક જ ઉદાહરણ જોઇએ. આનંદાશ્રમવાળા સ્વામી રામદાસ ભારતની તીર્થયાત્રા દરમ્યાન ભગવાનને શરણે સંપૂર્ણતા સમર્પિત થવાના સંકલ્પ સાથે વિચરતા હતા. એક વાર એમની પાસે પૈસોય નહીં કે ખાવાની સુવિધા પણ નહીં. શેતાન મન દલીલ કરવા માંડ્યું કે બરાબર બાર વાગે જો કોઇ અચાનક ખાવાનું લઇને આવે તો ભગવાન અને શક્તિ બેય સાચાં. રામદાસજીએ મનને પટાવીને બેસાડ્યું. ને પોતે પણ એક અંધારી ગુફામાં ઇને બેસી ગયા. બરાબર બારને ટકોરે કોઇ ભોજનની થાળી Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મૂકીને ચાલ્યું ગયું. આવાં તો અનેક ઉદાહરણ એમના ને અન્યના જીવનમાંથી મળી શકે છે. પ્રાર્થના એક દિવ્ય સીડી છે, જેનાદ્વારા આત્મા પરમાત્મા સાથે જોડાય છે અને જીવને પરમની શકિતનો લાભ મળવા માંડે છે. વિશ્વવ્યાપી બળ : તિબેટી લામા તીંગ-ચી એક વાર ગુફામાંથી બહાર આવતા હતા. દ્વાર પર ઊભેલા શિષ્ય પૂછયું : આ વખતે તો ચાલીસ દિવસે બહાર પધાર્યા. હા, હું આકાશને અડતો હતો ને પાતાળને હલાવતો હતો. ના સમજાય, ગુરુદેવ ! હું પ્રાર્થના કરતો હતો. મને અજબ મજા આવી ગઇ. પ્રાર્થના આકાશને સ્પર્શી શકે ને પાતાળને હલાવી શકે છે એવો અનુભવીઓનો મત છે. આ મત ગમે તેમ વાતોમાંથી નહીં, પણ પ્રાર્થનાના પ્રત્યક્ષ પરિચયમાંથી પ્રગટેલો છે. પણ એવા અનુભવ માટે કોઇ તૈયાર હોય છે ? આકાશપાતાળને હલાવવાની વાત જવા દો, માણસને પોતાનું હૃદય હલાવતાં જ નથી આવડતું ને ! ત્રીસ-ચાલીસ દિવસની વાત દૂર રહી, એટલી સેકન્ડ માટે પણ મનોવૃત્તિ પ્રાર્થનાલીન બને તોય ઘણું છે. તમે પ્રાર્થના વિશે શું માનો છો ? નેપાળી મહાત્મા ભોલેરામને યાત્રીકોએ પૂછ્યું. એનો કોઇ નિયમ નહીં એજ નિયમ. તોપણ ? પ્રાર્થના બાળકના રુદન જેવી તાત્કાલિક અને સરળ, આંસુના જેવી સ્પષ્ટ અભિવ્યકિતવાળી, હૃદયવેદના વી ગુપ્ત વીજઝબકારા વી ત્વરિત વંટોળ જેવી સબળ પ્રેમ જેવી અસરકારક અને સંતોનાં હૃદય જેવી દિવ્ય શેય છે. પછી હું શા નિયમ બતાવું? . Page #392 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૮૫ તો પણ પ્રાર્થનાપથે પહેલાં પગલાં ભરનારાને થોડા નિયમો તો જોઇશે જ. સમણના એવા દીવા માર્ગદર્શક સ્થંભો ઉપર ગોઠવ્યા હશે તો આપણો રસ્તો સરળ થશે. પ્રભુનું વરદાન : મને પ્રાર્થનાની કળા સમજાવો. શ્રી રામકૃષ્ણ પરમહંસને એક વાર રાખાલે વિનંતિ કરી. એમાં શું સમજાવવાનું હતું ? ખૂબ જ ભાવથી પ્રભુના વરદાનનો ઉપયોગ કરવાનું રાખવું. કયું વરદાન ? પ્રાર્થનાનું. એનાથી આગળનો રાહ પ્રકાશિત થઇ શે. પ્રાર્થના પ્રભુનું વરદાન છે એટલું પણ સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો ખરેખર પ્રકાશિત થઇ જાય. અહીં આપણને બાઇબલની પેલી પ્રાર્થના યાદ આવે છે. *હે પ્રભુ ! અમને પ્રાર્થના કરતાં શીખવો.' જો એક આ પ્રાર્થના કરતાં પણ આવડી જાય તોય ધન્ય બની ઇએ. આપનામાં આ ભાવ જાગે તોય ક્યાંથી ? દરેક શકિતને માધ્યમ જોઇએ છે. જેમ તાંબાના તારમાથી વિદ્યુતશકિત ઝડપથી વધે છે તેમ ભાવભર્યા હૃદયોમાં પ્રાર્થનાબળ ઝડપથી પ્રવાહમાન થાય છે, એમ સમજી શકાય છે. શ્રદ્વાભર્યું હ્રદય પ્રાર્થનાનું ઉત્તમ વાહક બની રહે છે. આ વિશ્વમાં કોઇ મહાન શક્તિ છે એને આપણામાં રસ છે, પ્રાર્થના દ્વારા એનો એ રસ વધારી શકાય છે, આપણી પ્રાર્થના સફળ થઇ શકે છે -વગેરે સમા આવી ગઇ હોય તો આ માર્ગે યાત્રા કરવાનું વધારે સરળ બને છે. ભાવ મહત્ત્વનો : એક ગામમાં નવા પૂજારી આવ્યા. એમણે મંદિરમાં પ્રાર્થના દાખલ કરી. એ દર પૂનમે ને અગિયારશે બીજા માણસો પાસે પ્રાર્થના કરાવતા. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એમાં એક અભણ ખેડૂતનો વારો આવ્યો. એ કહે : હું તમારા ક્વો વેદવાન નથી. મારી પરાથનામાં શાં ઠેકાણાં હોય ? એને પૂજારીજીએ આપેલો જવાબ જોવા જેવો છે : વિદ્વાનની પ્રાર્થના લોકો ઉપર પ્રભાવ પાડે પણ સરળ હૃદયની સાદી પ્રાર્થના પ્રભુને સ્પર્શી જાય છે. આપણે શબ્દો સાથે નહીં, ભાવોની સાથે કામ છે. સાચી પ્રાર્થનાને શબદો સાથે કંઇ જ લેવાદેવા નથી હોતી. અંતરના ભાવ જ એમાં મહત્ત્વના હોય છે. પરમ શક્તિને એમની જ સ્પર્શ થાય. પોકળ શબ્દો હવામાં ઊડી જાય. એક સંત કહે : આપણે પ્રાર્થના કરીએ છીએ એ વાત સાચી. પણ, પ્રાર્થના કરીએ છીએ ખરા કે ? બહુ સમજવા જેવી વાત છે, પેલા પોપટની જેમ પ્રાર્થનાના શબ્દો રટી જવા, ટેપ ચલાવી જવી એ એક વાત છે અને અંતરના ભાવ જગાવવા એ બીજી વાત છે. - પરમાત્માને પ્રાર્થનાની લંબાઇમાં નહીં, સચ્ચાઇમાં રસ છે, ઊંડાણમાં રસ છે. એને શબ્દશુદ્ધિમાં નહીં, હૃદયશુદ્ધિમાં, દિવ્ય બુદ્ધિમાં રસ છે. આપણે ભલે જગતુને પ્રભાવિત કરી શકીએ, પ્રભુને પ્રભાવિત કરવાના કીમિયા જુદા છે. સનાતન શક્તિ ઃ ગુરૂદેવ યગોરે શાન્તિનિકેતનના પ્રારંભમાં પ્રાર્થનાનો એટલો આગ્રહ રાખ્યો હતો. નીના નામની એક અંગ્રેજ વિદ્યાર્થીની કહે : આ તો એક નવી જ વાત કહેવાય. તું પ્રાર્થનાને નવી વાત કહે છે ? હા. આ વળી શું? જો. એ માનવઆત્માના આદિજન્મ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. આપણા માટે એ નવી વાત હોય એમ બને, પ્રાર્થનાની શક્તિ સનાતન છે. એની વાત નવી નથી. આપણો પરિચય નવો ગણાય એટલું જ. Page #394 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ગુરૂદેવની આ વાત તદ્દન સાચી છે. વિશ્વના સહુથી પુરાતન સાહિત્ય ગણાતા વેદમાં ગાયત્રીમંત્ર આવે છે. એમાં જ દિવ્ય તેની પ્રાપ્તિની ઊંડી અભીપ્સા છે એ પ્રાર્થના જ છે. પોતાની પ્રજ્ઞાને દિવ્ય તેથી રસી દેવાની ઝંખનાની અભિવ્યક્તિમાં આત્માની તેમાાવના જ પ્રતિબિંબિત થાય છે. વેદોમાં આવી તો અસંખ્ય ઋચાઓ મળે છે જે મૂળગત રીતે પ્રાર્થનાઓ જ છે. ઉત્તર કાશીવાળા દિવ્યેન્દ્ર સ્વામીએ આવી વદોકત પ્રાર્થનાઓનું સુંદર સંકલન બહાર પાડેલું. એમના કહેવા મુજબ વેદોમાં આપેલી પ્રાર્થનાઓમાં માનવજાતનો એવો એક પણ પ્રશ્ન નથી જેનો જ્વાબ ના મળી શકે. ૩૮૭ ઉપનિષદની તમસો મા જ્યોતિર્ગમયં વિશ્વની ઉત્તમ પ્રાર્થનાઓમાંની એક છે. આખા જગતનો કોઇ ધર્મ એનો અનાદર ન કરી શકે. સાવ નાસ્તિક માણસને પણ આ પ્રાર્થનાનો સ્વીકાર કરવો પડે એવી ઉત્કૃષ્ટ કોટિની એ પ્રાર્થના છે. અજ્ઞાન-અંધકાર અને મૃત્યુમાંથી જ્ઞાન, પ્રકાશ અને જીવન તરફ જ્વાની ઊંડી અભીપ્સા કોને ના હોય ? થોડાં વર્ષો અગાઉ મુંબઇમાં બાંદ્રા પાસેના દરિયાકિનારે આવેલા અદભૂત પ્રાર્થનાલયમાં જ્યલિયાના નામના એક સાધિકાબહેનને મળવાની તક મળી હતી. એમણે બાઇબલમાં આવતી પ્રાર્તનાઓ વિશે થોડા જ સમયમાં એટલી માહિતી આપી કે અમે લોકો ચકિત થઇ ગયેલાં. કુરાનમાં પણ સુંદર પ્રાર્થનાઓ મળી આવે છે. અવેસ્તામાં પણ વેદોની જેમ સુંદર પ્રાર્થનાના ભંડાર છે. બહાઇ ધર્મની પ્રાર્થનાઓ જોવા જેવી છે. અમેરિકાના મૂળ રહેવાસી રેડ ઇન્ડિયનોની પ્રાર્થનાઓ પણ અનોખી હોય છે. વિશ્વનું એક ધર્મશાસ્ત્ર એવું નથી, જેમાં પ્રાર્થના જોવા ના મળે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે પ્રાર્થના એક સનાતન તત્ત્વ છે. આનું એક કારણ છે. ધર્મનું અસ્તિત્વ છે માનવીના પરમ ઉત્થાન માટે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રાર્થના એમાં ઉપયોગી થઇ શકે છે. પછી એનો ઉલ્લેખ ના હોય એમ બને જ શી રીતે ? આત્માનો અવાજ : પરમહંસ યોગાનંદ કહેતા : પ્રાર્થના વિશ્વનું મહત્તમ બળ છે. જગતના તમામ ધર્મોએ આ બળને પુરસ્કાર્યું છે. આજના માનવા માટે પણ એ મોટામાં મોટું બળ બની શકે છે. વિખ્યાત કવિ ટેનીસન કહેતા : આ જગત કલ્પી શકે છે એના કરતાં ઘણી ઘણી વધારે વસ્તુઓ પ્રાર્થના દ્વારા શકય બને છે. આનંદમયી માના મતે પ્રાર્થના જીવનનું પરમોદ્વારક બળ છે. એનો ઉપયોગ કરવામાં માણસનું કલ્યાણ છે. આટલા બધા માણસો ખોય ન હોઇ શકે. અહીં તો આપણે ગણતરીનાં જ નામનો ઉલ્લેખ કરીએ છીએ. પણ આ સૂચિમાં હજારો નહીં, લાખો નામ ઉમેરી શકાય તેમ છે. જીવનલક્ષી સર્જનો દ્વારા અસંખ્ય લોકોનું જીવન પરિવર્તન કરનાર ડાં ડેલ કાર્નેગી પ્રાર્થનાના જબરા આગ્રહી હતી. એક સહાયક એમને પૂછે : અમારા માટે પ્રાર્થના કરવાનું શા માટે ફરજિયાત છે ? એટલા માટે કે તમને પ્રાર્થનાની શકિતનો ખ્યાલ આવે. પ્રાર્થના સફળ થાય ખરી ? કેમ ના થાય ? સાચા હૃદયની પ્રાર્થના સફળ થાય જ થાય. અનેક જણનો ને મારો એવો અનુભવ છે કે પ્રભુ આત્માનો અવાજ સાંભળે છે જ. તમારે એ અનુભવ મેળવવો હોય તો એ પ્રાર્થનાથી જ થઇ શકશે. આ તો સીધી વાત છે. પ્રાર્થનાનું બળ સાચું છે કે નહીં એ માપવા માટે પણ એનો પ્રયોગ કરવો પડશે. ખાલી વાંચીને બેસી રહ્યો નહીં પાલવે. પ્રભુ પધાર્યા : કુરુક્ષેત્રનું મેદાન, અનેક પ્રશ્નોથી પીડાતો અર્જુન સંધર્ષના સાગરમાં ગોથાં ખાઇ રહૃાો છે ભગવાનની સામે એ પાર વગરના પ્રશ્નો મૂકે છે Page #396 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આશંકાઓ ઠાલવે છે. ૩૮૯ પ્રભુ ! મને ટૂંકમાં બતાવો કે મારે શું કરવું ? પ્રભુનો આદેશ છે કે મારામાં મનવાળો થા. આ આદેશ બહુ સૂચક છે. મન સંસારવ્યવહારની ચિંતાઓમાં જ ભટકયા કરતું હોય ત્યારે પરમ શક્તિ સાથે સંપર્ક સાધવાનું બહુ મુશ્કેલ બની જાય છે. એક સુંદર જાપાની કાવ્યનો અનુવાદ વાંચવાની તક મળી હતી. એક મલમલનો પરદો છે. એની એક બાજુ માનવી છે, સામી બાજુ ભગવાન છે એણે હમણાં જ પ્રાર્થના પૂરી કરીને પોતાની આંખો ઉઘાડી છે. એના હોઠ ઉપર છેલ્લા શબ્દો છે. આવો પ્રભુ...પધારો પ્રભુ...મને સાંભળો પ્રભુ... જો હું આવી ગયો સામેથી જ્વાબ આવે છે. અરે, આપ પધાર્યા છો ? તારા બોલાવ્યા પહેલાં હું આવીશ, તારી પ્રાર્થના પહેલાં હું જ્વાબ આપીશ, એમ મેં તને નહોતું કહ્યું ? હવે તો તને બરાબર પ્રતીતિ થઇ ને ? સંસારના વ્યવહારમાં ડૂબેલાઓને આટલે ગજે જ્વાની વેળા ભાગ્યે જ આવે. આપણને રસ છે આપણા પ્રશ્નોના ઉકેલમાં આપણી માંગણીઓમાં આપણને જોઇએ છે સુખ અને શાંતિ, આનંદ અને સમૃદ્ધિ. તો કોઇ માગે છે પ્રેરણા અને પ્રકાશ. મારી ઇચ્છા પ્રમાણે થાઓ. -એ મોટા ભાગની પ્રાર્થનાઓનો સાર હોય છે. પણ કોઇ પ્રભુને એમ નથી કહેતું કે તારી ઇચ્છા પ્રમાણે થાઓ ! જો કે એમ કહેવામાં ગેરલાભ નથી જ હોતો. પણ નાનકડું મન એટલો ઉદાર દ્રષ્ટિકોણ અપનાવી શકે જ શી રીતે ? એને એ રીતે કેળવવા માટે પણ પ્રાર્થના કરવી પડે ! શ્રદ્ધા અને સમર્પણ : ખલીલ જિલ્લાને અલ મુસ્તફા નામના એ મહાન પાત્રનું સર્જન કર્યું Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. વિશ્વ સાહિત્યમાં અને ફિલસુફીમાં અલ મુસ્તફા અમર બની ગયા છે. એમને એક શિષ્યા પૂછે છે : અને ગુરૂદેવ અમને પ્રાર્થના વિશે કહો. તમે શ્રદ્ધા વિશે જાણી લેશો તો પ્રાર્થના વિશે જાણવાની કોઇ જરૂર નહીં રહે. પછી એ પ્રાર્થના અને શ્રદ્ધા બન્ને વિશે સુંદર વાર્તાલાપ કરે છે પણ એમનો મૂળ મુદી એ છે કે જેના અંતરમાં શ્રદ્ધા નથી એ પ્રાર્થનાનો પૂરો લાભ કયારેય નહીં લઇ શકે. આ શ્રદ્ધા અને સમર્પણની એક બેલડી છે. હિન્દીનાં જાણીતાં કવયિત્રી મહાદેવી વર્મા પાસે એક સાધિકાએ માર્ગદર્શન માટે વિનંતિ કરેલી. શું માર્ગદર્શન જોઇએ છે ? મહાદેવીએ પૂછ્યું. મને જીવન ઉદ્વારનો રાહ બતાવો. સમર્પણ એ જ રાહ. આટલું જ ? હા, પરમાત્માને શરણે તારું સર્વસ્વ સમર્પિત કરી દે. તને સર્વ કંઇ મળી જશે. આ જ મહાદેવજીએ અન્યત્ર લખ્યું છે : સમર્પણ એ પણ શ્રદ્ધાયુકત પ્રાર્થનાની પહેલી શરત. અનન્ય નિષ્ઠા : યુરોપમાં નોલ નામના એક મહાન સંત થઇ ગયા. પ્રભુના નામના ઘોષ ગજાવતા ગજાવતા એ સ્કોટલેન્ડ જઈ પહોંચ્યા. ત્યાંના માણસો પશુઓ કરતાં પણ બદતર જીવન જીવતા હતા. એમનું હૃદયપરિવર્તન કરવા એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા. અનેક પ્રવચનો કર્યા, પણ કંઇ ના વળ્યું. એમણે પોતાના મનને તપાસવા માંડ્યું. અંદરથી આદેશ આવ્યો કે હવે માત્ર પ્રાર્થનાનો જ રસ્તો બાકી રહ્યો છે. તરત જ પ્રાર્થના શરૂ કરી. એ પરમાત્માને રાત દિવસ પ્રાર્થવા લાગ્યા કે, પ્રભુ, આ લોકોનું હૃદય પરિવર્તન કરાવ અથવા મને ઉપાડી લે. એમની પ્રાર્થના પરમાત્માએ સાંભળી જ. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આ હતું અનન્ય નિષ્ઠાનું પરિણામ. અરવિંદશ્રમવાળી શ્રી માતાજી પ્રાર્થનાનાં પરમ આગ્રહી હતાં. પ્રાર્થના અને ધ્યાન વિશેનું તેમનું ફ્રેન્ચ પુસ્તક આ ક્ષેત્રમાં એક અનન્ય પ્રદાન ગણાય છે. સરલ નામનો એક સાધક કહે : મારે આત્મસાક્ષાત્કાર કરવો છે ને સખત શરદી થઈ છે. મારે શું કરવું ? તારા આ બેય પ્રશ્નોના જવાબ તને પ્રાર્થનામાંથી જ મળી જશે. અનન્યભાવથી પ્રાર્થનામાં લાગી જા. શરદી ને અજ્ઞાન બેય ટળી જશે. માતાજીએ હસીને જવાબ આપ્યો. એમની વાત સો ટકા સાચી. દિવ્યતમ બળ ધરાવનારી ને ઉપયોગમાં સરળ પ્રાર્થના પ્રત્યેક સમસ્યા ઉકેલી શકે છે. આપણે તેની કળા જ જાણવાની છે. સુંદર સમન્વય : એવરેસ્ટવિજેતા સર લેબ હન્ટને તેમની આ મહાન સિદ્ધિ બદલ સન્માનવાનો એક સમારંભ યોજવામાં આવેલો. તમે તો મહાન સિદ્ધિ મેળવી આવ્યા. વિદેશી મહેમાને કહ્યું. પ્રભુની કૃપા. હરે વિનમ્રતાથી જવાબ આપ્યો. પ્રભુની કૃપા ? હું સમજી શકું છું કે મારા મોંએ આ શબ્દો સાંભળતાં તમને આશ્ચર્ય થાય છે. પણ આ એક હકીકત છે કે પ્રભુની કૃપા વગર અમે સફળ થઇ જ ના શકયા હોત. આપની આસ્થા જોઇને મને આશ્ચર્ય થાય છે. હું કોઇ જબરા આધ્યાત્મિક જ્ઞાનવાળો કે પરમ આસ્તિક હોવાનો દાવો કરવા માંગતો નથી. પણ અમારા આ મહાન ગણાયેલા કાર્યમાં પ્રાર્થના ખૂબ જ ઉપયોગી થઇ હતી એ સ્પષ્ટ કહેવું જોઇએ. આ તો એક સમાચાર કહેવાય. એ જે ગણો તે. અમે જબરું આયોજન કરેલું એ કબૂલ. તો અમે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સફળ થઇશું જ એવો આશાવાદ પણ સતત રાખેલો. વળી અમારા આખા જુથનો સહકાર અનોખો હતો. પણ મારા મતે અમારી સિદ્ધિમાં પ્રાર્થનાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો ગણાય. નોંધ લેવી પડે એવો આ અનુભવ ને અભિપ્રાય ગણાય. આપણે હન્ટની જેમ ભલે એવરેસ્ટનાં આરોહણ ના કરવાનાં હોય, જીવનમાં ડગલેપગલે નાના-મોટા અવરોધના ડુંગરાઓ ચઢવાના તો આવે જ છે. એમાં પ્રાર્થનાનો ઉપયોગ કેમ ના કરી શકાય ? વ્યવહારની વાડીમાં : ડૉ રામચરણ મહેન્દ્ર નામનાં જાણીતા લેખકે મનોવિજ્ઞાનનાં નાનામોટાં થઇને ચારસો જેટલાં પુસ્તકો લખ્યા હશે. એમનાં સ્વપથ અને Bi૬મય નીવન નામનાં પુસ્તકો તો અદ્ભુત છે. ઉચ્ચ જીવનની પ્રેરણા આપતાં આ પુસ્તકોમાં એમણે એક બાબત ઉપર ખાસ ભાર મૂકતાં કહ્યું છે કે, પ્રાર્થના કરતી વખતે એ બરાબર યાદ રાખવાનું છે કે આપણે બ્રહ્માંડની મહત્તમ શકિત સાથે કામ કરી રહેલા છીએ. આ સ્મૃતિ ઉપકારક નીવડશે. આ શક્તિની સાથે જ્યારે દુન્વયી સફળતાની યોગ્ય રીતિ-નીતિનો અજમાવવામાં આવે ત્યારે એક અકાટ્ય બળ આપણી અંદર ઊભું થાય છે. ડૉ નોર્મન પિલને એક શ્રીમંતને મળવાનું થયેલું. ગજબનો છે તમારો ધંધો. આવી વિશાળ જગા મેં ભાગ્યે જ જોઇ હશે. ડૉ પિલે એ શ્રીમંતને કહ્યું. તમને આશ્ચર્ય થશે કે આટલા વિશાળ ધંધાની શરૂઆત મેં શૂન્યથી જ કરેલી. સજ્જડ પુરૂષાર્થ, આશાવાદી વિચારો, પ્રામાણિક વ્યવહાર, માણસો સાથે માયાળુ રીતભાત અને યોગ્ય પ્રાર્થના મનધાર્યા પરિણામ લાવે છે એટલી સમજ સાથે આ ધંધો જમાવ્યો છે. મને લાગે છે કે વ્યવહાર જગતના માણસો માટે આમાં એક સુંદર Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ માર્ગદર્શન છે. વ્યવહારમાં અધ્યાત્મનું આવું સુંદર સંમિશ્રણ કરનાર ધન્ય જ ગણાય ને ? અંદરના ઉચ્ચાલન : વૃંદા નામની એક વિદ્યાર્થિનીને જ્યારે પ્રાર્થનપ્રવૃત્તિમાં રસ પડ્યો ત્યારે એણે નિયમિત પ્રાર્થના કરવાનું વત લીધું. પરદેશ ગયેલા એના મોટભાઇ પાછા આવ્યાત્યારે એ વૃંદામાં થઇ ગયેલાં અમૂલ પરિવર્તનને જોઇને ચકિત જ થઇ ગયા. બહેના, તું તો સાવ બદલાઇ ગઇ. તારી ધમાલ કયાં ગઈ ? ભાઇએ પૂછ્યું. ભગવાન પાસે. ભગવાન જેવો શબ્દ તારા મોંમાં ? આ શું વાત કરે છે તું ? મેં પ્રાર્થના કરવા માંડી ને મારું જીવન બદલાઈ ગયું. બહુ રસભરી વાત કરી તે. આ શી રીતે બન્યું ? આની પાછળ એક મોટો વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે. તમે બે ઘડી ભગવાનની વાત છેટી રાખો તોપણ પેલા અચેતન મન ઉપર પ્રાર્થના અને શુભ વિચારની અસર પડે છે જ. બાહ્ય મનની ધમાલ અને ગૂંચો પણ ઉકેલાવા લાગે છે. અંતરતમ નિર્મળ બને છે. ભીતરની સ્વસ્થતા વધે છે. આમ પ્રાર્થના પ્રભુને નહીં. આપણને બદલે છે. ને પરિવર્તન તો સુભગ જ હોય ને ? પ્રભુને ગમતું : એક સુંદર જર્મન રૂપકકથા છે. એમાં શિયાળાની રાતનું વર્ણન છે. કાળી ડિબાંગ રાત છે. ચારે તરફ સખત બરફ પડ્યો છે. શ્રીમંતો પોતાના હૂંફાળા મહાલયોમાં ઢબરાઈ ગયા છે. ગરીબોએ પણ પોતપોતાની ઝુંપડીઓમાં તાપણાં કર્યા છે. પ્રાણી ને પંખીઓ પણ એકબીજાની હુંફ ગરમી મેળવીને ટકી જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ધરતી તો ધરતી, સ્વર્ગમાં પણ ઠંડીનો કડાકો બોલી ગયો છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આવા વાતાવરણમાં ખુદ પરમાત્મા પણ ઠરી ગયેલા ! આ તો રૂપકકથા છે ને ! ઠરી ગયેલા ભગવાન જેમ તેમ કરીને બહાર નીકળ્યા. એમને હૂંફ જોઇતી હતી. એ હૂંફ એમને મળી ગઇ. પ્રાર્થના કરતાં માનવના ઉષ્માભર્યા હૈયામાંથી ! પ્રભુ જાણે સાચા પ્રાર્થના પ્રેમીને શોધી રહેલા છે. એમને જ્યારે પણ હૂંફ જોઇએ ત્યારે એ પ્રાર્થનામય હૃદયની ઉષ્મામાંથી મેળવી લે છે. કેટલી સુંદર કલ્પના છે ! પ્રાર્થના માનવીના અંતરને આટલું દિવ્ય બનાવે છે એમ પેલા અનામી રૂપકકારનું કહેવાનું હશે ને ? અંજલિમાં અમૃત : ભગવાન બુદ્ધ સાક્ષાત્કાર પામ્યા પછી ધર્મચકવર્તન માટે નીકળ્યા હતા. એમના પિતાજીનો મિત્રરાજા એમને ઓળખી ગયો. એ કહે : કુમાર ગૌતમ ! તમે તમારી કેવી અવદશા કરી છે ! ચાલો, હું તમને મેળ કરી આપું અથવા તો હું તમને મારે ત્યાં જ રાખું. તથાગત એ ભલા માણસને શો જવાબ આપે ? પરમાત્મા સુર્યમાળાઓ આપવા માંગે છે ને આપણે ધૂળ ને ઢેફાં માગ્યા કરીએ છીએ ! તથાગત મહાન રાજ્ય ને તેના વૈભવો છોડીને આવ્યા હતા. ત્યારે પેલો રાજા એમને ફરી પાછો ઝંઝટમાં નાખવા માંગતો હતો. આપણે ત્યાગી બની જવું એવી વાત નથી. આપણને પ્રાર્થનાની અપાર તાકાતનો ખ્યાલ નથી એ સમજવું છે. પ્રાર્થનામાં નાનીનાની વસ્તુઓ ના જ માગી શકાય એવું નથી. પણ એના દ્વારા જીવનના ને જગતના મહત્તમ પ્રશ્નો પણ હલ થઇ શકે છે એ યાદ રાખવાનું છે. જીવનના સર્વાગી વિકાસમાં એ ખૂબ જ કામ આવી શકે. - પ્રાર્થના જેવી માનવીની બીજી કોઇ શકિત નથી. એને બરાબર ઓળખીને યોગ્ય રીતે ઉપયોગમાં લઇએ તો આપણા માટે કંઇ જ અશકય ના રહે. રથળસંકોચને કારણે ઉદાહરણો ટાંકી શકાય તેમ નથી, પણ વિશ્વનો કોઇ પ્રશ્ન એવો નથી, માનવજીનની કોઇ સમસ્યા એવી નથી. Page #402 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૯૫ જેમના ઉકેલ માટે પ્રાર્થનાનો ઉપયોગ સફળતાપૂર્વક ના કરવામાં આવ્યો હોય. ખજાનો ખૂલશે ? દિવ્ય જીવન સંઘવાના સ્વામી શિવાનંદ તેમના સાધનાકાળના આરંભમાં કલાકો સુધી ગંગાના શીતળ જળમાં ઊભા રહીને સાધના કરતા. આજે શું કર્યું ? એક સન્યાસીએ એક દિવાળીએ પૂછયું. ચાવીનો ઉપયોગ કર્યો. કઇ ચાવી ? તમારી પાસે તો એક પણ ચાવી નહોતી. એ મારા હૃદયમાં હતી ને ! મારા એક અસીમ ખજાનાની ચાવી છે પ્રાર્થના. આજે પ્રાર્થનામાં ખૂબ જ લીન થઇ શકાયું. ખૂબ મજા આવી. સામાન્ય માનવીનું એ સદભાગ્ય કયાં કે એ વારંવાર પ્રાર્થનામાં લીન થઇ શકે ? એ અનેક વાર પ્રયત્ન કરે ત્યારે એકાદ વાર સફળ થાય. પણ એ તો અભ્યાસનું કામ છે. કરિયાણાની દુકાન ચલાવતા રમણભાઇને વર્ષો પછી મળવાનું બન્યું ત્યારે એમની સૌમ્યતા જોઇ હું ચકિત થઇ ગયેલો. કાકા, તમે તો અજબ રીતે શાન્ત લાગો છે. મેં એમને કહ્યું. કેમ ના લાગું ? મને પ્રાર્થનાનું માન રહસ્ય મળી ગયું છે. પ્રભુએ પ્રાર્થનારૂપે આપણા સહુના હાથમાં એક એવું મહાન રહસ્ય મૂકયું છે કે એનો ઉપયોગ કરીએ તો આપણને શાંતિ અને સમૃદ્ધિ, આનંદ અને મધુરતા બધું જ મળે. કલ્યાણ-ડી ઃ પણ એ માટે પેલા અર્જુન જેવો સમર્પણભાવ જોઇએ. એણે, ભગવાનને કહેલું : હું તારા વચનનું પાલન કરીશ. આવી નિષ્ઠાભરી આજ્ઞાંકિતતા હોય તો સાધકનો, સામાન્ય માનવીનો અને ખુદ પરમાત્માનો રસ્તો પણ સરળ થઇ જાય ! Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ચીદ ગુણસ્થાનક ભાગ-૧ બાઇબલમાં પણ આ શબ્દો ગમે એવા છે : I will હું કરીશ. (તેમ) જુઓ, કોઇ લાંબી વાત નથી, દલીલ નથી, પણ છતાં જોકે એવી ઘાંચ નથી, પ્રભુ તમારી ઇચ્છા પ્રમાણે કરીશ એવો સીધોસાદો સમર્પણભાવ છે. ગીતાએ પ્રબોધ્યું છે તેમ, આવા કલ્યાણપથના પ્રવાસીનું કદી અમંગલ થાય ખરું કે? પ્રાર્થના એ ભીખ નથી. એ તો છે આપણો અનન્ય અધિકાર. એના દ્વારા આપણે સર્વેશ્વરનો સહારો મેળવી શકીએ. ઠીંગણો, માણસ પર્વતના શિખર ઉપર ચડી જાય ત્યારે એની ઊંચાઇ વધી ગઇ છે એમ ના સ્વીકારીએ તો પણ એની દ્રષ્ટિનો વ્યાપ અનેક ગણો વધી ગયો છે એમ તો સ્વીકારવું જ પડે. કાકાસાહેબ કાલેલકર એક યુવકને કહે : તારી મર્યાદા ઓગાળવાનું તું મને પૂછતો હતો ને ? હા, એ મારો ગંભીર પ્રશ્ન છે. તો એ પ્રશ્નના ઉકેલ માટે તું પ્રાર્થનાનો ઉપયોગ કર. તારી તમામ સીમાઓ ઓગળી જશે ને તું સાચા જીવનનો ભોગવનાર બનીશ. પ્રાર્થનામાં આ અને બીજી અનેક શકિતઓ ભરેલી છે. યોગ્ય ઉપયોગ કરતાં એનાથી મુસીબતો જાય ને રાહત મળે એવો અનુભવ થાય ને થાય જ. આજ સુધીમાં અનેક લોકોએ આ અનુભવ કર્યો છે, તો આપણે પણ એ પ્રાર્થનાનું બળ કેમ ના અજમાવીએ ? દર્શનીય દીપ : સતત ઝઘડતાં જ રહેતાં સુશીલાબેનને પ્રાર્થનાનો રસ્તો મળ્યો ત્યારે એ તો ધન્યતાનો જ અનુભવ કરી રહ્યાં. એમની એકની એક પુત્રી વંદના કહે : મમ્મી, તેં પ્રાર્થના શરૂ કરી ને લાભ મને મળ્યો. - કેમ ના મળે ? પ્રાર્થનાનો દીવો તો આપણા ઘરમાં થયો ગણાય ને ? Page #404 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૯૭ બસ, પ્રાર્થનાનો દીવો કરવાની જ વાત છે ને ! એ જ્યારે પણ થાય ત્યારે અજવાળાં આપે જ આપે. પ્રાર્થના આત્માનીબારી છે એ એક એવું માધ્યમ છે કે જે અંધકારને હઠાવે છે ને પ્રકાશને પ્રગટાવે છે. એ આત્માને ઉજ્જવળ કરે છે ને જીવનને જ્યોતિર્મય બનાવે છે. અંતરની આરત : મારે પ્રાર્થના કેવી રીતે કરવી જોઇએ ? સ્વામી ચિન્મયાનંદને એક જર્મન શિષ્ય પૂછ્યું. પૂરા હૃદયથી, સાચા ભાવથી. એ સાચું પણ પ્રાર્થના કેમ બેસીને કરવી જોઇએ. એ પૂછું છું. ફાવે તે રીતે બેસવું. વ્યવસ્થિત આસન અને એકાન્ત હોય તો સારી વાત છે. પણ એ અનિવાર્ય નથી જ. તમારા અંતરમાં પ્રાર્થના માટેનો ઊંડો ઉમેશ જાગે એ જ મહત્વનું છે. 'આ ઉમેષ એટલે અંતરની આરત. મીરાં કહેતી તેમ, ઐસી લગન લગાઓ, કહાં તું જાસી ઐસી લગન લગાઓ. રોમરોમમાં આ રણકાર જાગે ત્યારે પ્રાર્થનાની ઉચ્ચતમ અવધિ આવી ગઈ ગણાય. ઇચ્છાની અભિવ્યક્તિ : કેટલાક લોકોને આવી આરત ઊગતાં વાર લાગે છે. એ પ્રાર્થનામાં સરળ ભાવે પોતાની ઇચ્છાઓ જ રજૂ કરે તો પણ ચાલે. ઇમર્સન કહેતો : પોતાની નવી નવી ઇચ્છાઓની જાહેરાત કરતાં પહેલાં માણસે પરમાત્માએ અગાઉ કઇ કઇ ઇચ્છાઓ પૂરી કરેલી તે માટે ખૂબ આભાર માનવાનું રાખવું જોઇએ. આવો કૃતજ્ઞતાનો ભાવ હૃદયમાં જાગે છે એટલે હૃદયમાં સાચી પ્રાર્થના માટે આપોઆપ મોકળાશ પેદા થાય છે. યાદ રાખો કે આપણી કોઇપણ ઇચ્છા પૂરી કરવાનું કામ પરમાત્મા માટે સરળ છે. માટે એની શકિત વિશે શંકા લાવ્યા વગર પ્રાર્થના કર્યે જ જવી. મનની મધુરતા ઃ Page #405 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એલિસ જ્યારે પ્રાર્થનામાંથી ઊભી થઇ ત્યારે એના મોં ઉપર ખૂબ જ થાક હતો. એના ગુરુ પરમહંસ યોગાનંદે પૂછ્યું : પથરા ભાંગવા ગઇ હતી કે પ્રાર્થના કરવા ? ૩૯૮ પ્રાર્થના કરવા. તો તારા ચહેરા ઉપર આટલો બધો થાક ક્યાંથી ? પ્રાર્થનાને અંતે તનમન પ્રફુલ્લીત બની રહેવાં જોઇએ. રોમરોમમાં તાઝગીનો અનુભવ થવો જોઇએ. પ્રાર્થના બનાવટી હશે ને એમાં માત્ર ફરિયાદો જ હશે તો આપણને આવી તાઝગીનો અનુભવ નહીં થાય. એને અંતે મનમાં મધુરતા હોય, અંતર આનંદે છલકાય. તો જ સાચી પ્રાર્થના કરી કહેવાય. આ અનુભવ એટલા માટે થાય કે ભલે તત્કાળ પુરતા પણ આવી પ્રાર્થના દરમ્યાન આપણી ક્ષુદ્રતામાંથી મુકત થઇ ઇએ છીએ. આપણને વિરાટનો સંપર્ક થઇ જાય છે. પછી આપણને ભાન થવા લાગે છે કે અગાઉ તો આપણે પોતાની જાતને એકલી જ માનતા હતા, પણ વાસ્તવમાં આપણે એક્લા નથી. એક બહેન પોતાની પ્રાર્થનાને અંતે કંઇક આવા શબ્દો બોલતા : હે પરમ ! આજ થોડી વાર માટે પણ મારી ક્ષુદ્રતા વિસરાઇ ગઇ ને મને તારી વિરાટતાનો સંસ્પર્શ થયો. આ અનુભૂતિનો રણકાર આખા દિવસ દરમિયાન મારામાં ચાલ્યા કરે એવી વિનંતિ છે. - અંધકારમાં સહારો : કાર્નિલ ન્યુમેન નામના એક ચિંતક હતા. એમના ઉપર દુ:ખો આવવામાં કંઇ બાકી નહીં રહેલું. એમના એક મિત્ર વર્ષો પછી એમને મળ્યા તો એમણે જોયું કે, ન્યુમેનની આંખોમાં આનંદનાં અજ્વાળા રેલાતાં હતાં. તમે તો કોઇ ચમત્કાર કરી દીધો લાગે છે. મિત્રે ન્યુમેનને કહ્યું. શાનો ચમત્કાર ? Page #406 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૯૯ તમારી આંખોમાં તેના અજબ ઝગમગાટ રેલાય છે. એ અજવાળા આત્માના છે. એ શી રીતે મળ્યાં ? પ્રાર્થના દ્વારા. મારા જીવનમાં મેં એ દીપ પ્રગટાવ્યો ને મારા તમામ અંધકાર ઓગળી ગયા. મને પરમ પ્રકાશની પ્રાપ્તિ થઇ ગઇ. પ્રભુનો આ પાવન પ્રકાશ સહુ કોઇને મળી શકે છે. એ પ્રકાશ પ્રાપ્ત કરવા માટે ન્યુમેને ગાયેલું તેમ આપણે પણ ગાવું રહ્યું. સાચા હૃદયથી પ્રાર્થવું રહ્યું : પ્રેમળ જ્યોતિ તારી દાખવી મુજ જીવનપંથ ઉજાળ. ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય. દૂર મારગ જોવા લોભ લગીર નથી, એક ડગલું બસ થાય. મારે એક ડગલું બસ થાય. આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર. આપમેળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ. હવે નિર્જ શિશુને સંભાળ. ન્યુમેનની લખેલી સુંદર પ્રાર્થનાના ગુજરાતી અનુવાદ પ્રેમળ જ્યોતિ ના નામે પ્રખ્યાત થયેલા આ સુંદર ભજન જેવા બીજા ભજનો પણ, પ્રાર્થનામાં અવશ્ય સામેલ કરી શકીએ. તારા ચરણમાં : - સમર્પણનું આવું જ એક સુંદર સ્તોત્ર ભાવ સાથે વારંવાર રટવું જોઇએ : ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ.. આ કોને યાદ નહીં હોય ? એની છેલ્લી પંકિતનો ભાવ તમે જ મારા સર્વસ્વ છો. જો એ પ્રાર્થના વખતે મનમાં બરાબર ગુંજી ઊઠે તો આપણે ધન્ય બની જઇએ. એવી જ પેલી પ્રાર્થના મારાથી જે કંઇ થાય છે એ બધું જ હું નારાયણને સમર્પિત કરું છું. એ પણ મજાની છે. શોધવા બેસો તો આવી તો અનેક પ્રાર્થનાઓ મળી Page #407 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આવે. પણ એ બધી પંક્તિઓ આંખ મીંચીને ગગડાવી ઇએ તો એ ઝાઝી અસરકારક નહીં નીવડે. ભાવ-ઊંડા હ્રદયનો ભાવ-જ પ્રાર્થનામાં મહત્ત્વનો છે. ૪૦૦ એક સુંદર પ્રાર્થના છે : અબ સૌંપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથોમેં, હૈ જીત તુમ્હારે હાથોમેં ઔર હાર તુમ્હારે હાથોમેં. હું તમને ખાતરી આપું છું કે પૂરા હૃદયથી આ પ્રાર્થના કરવામાં આવે તો હારનું નામોનિશાન મટી જાય, અને જિદંગીની જીતમાં પલટાઇ જાય. આ પ્રાર્થનાના છેલ્લા શબ્દો જૂઓ : મુઝમેં-તુઝમેં બસ ભેદ યહી, મૈં નર હૂં, તુમ નારાયણ હો. મૈં હૂં સંસારકે હાથમેં, સંસાર તુમ્હારે હાથો મેં સબ ભાર તુમ્હારે હાથો મેં ! પ્રકાશ પારાવાર : ગાયત્રીના મહામંત્ર દ્વારા તમે દિવ્ય તેની આરાધના કરી શકો. ઉપનિષદના તમસો મા જ્યોતિર્ગમય ઊંડા પ્રાર્થનાભાવ દ્વારા પરમ પ્રકાશની માંગણી કરી શકો. વળી બાઇબલમાં આવતી વિખ્યાત પ્રભુ પ્રાર્થના Lord's Prayer દ્વારા તમે પરમ સાથે એકતાર બની શકો. તમે કયા શબ્દો વાપરો છા એનું મહત્ત્વ નથી. તમારી ઉત્કટતા જ અગત્યની છે. એ ઉત્કટતા, સરળતા, શ્રદ્વા ને ઊંડાણ પ્રાર્થનાને સફળ બનાવે છે જ. પ્રાર્થના પ્રાણનો પરિમલ છે. અંતરની આરત છે, એમાં ભીતરની ભવ્યતા પ્રગટ થાય છે. એ મનને મધુર બનાવે છે ને જીવન ચેતનાને જાગૃત કરે છે, વિરાટનો સંપર્ક કરાવીને એ આપણા ઉપર પરમ આશિષના ઔધ વહાવે છે. પ્રાર્થના એ અંધકારમાં સાથી છે. એ પ્રભાતનું પ્રાગટ્ય કરીને આપણને પારાવાર પ્રકાશ આપે છે. લઘુતામાંથી મુકત થઇ પ્રભુતામાં પ્રવેશવાનો એ ઉત્તમ રસ્તો છે. તમારી કોઇ પણ સમસ્યાને એ ઉકેલી શકે Page #408 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૦૧ છે. દિવ્યતાનો ધોધ વહાવવાનો, ચેતનાસભર બનવાનો આ ઉત્તમ રસ્તો છે. પ્રાર્થના ધરતી ઉપરનું એવું બળ છે, જે સ્વર્ગ ઉપર નિયંત્રણ ધરાવે છે. જીવનને નંદનવન જેવું બનાવવા માટે તેનો આશરો લઇએ. જીવનના સર્વાગી વિકાસ માટે ને તમામ સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થનાકલાનો ઉપયોગ કરો ને ધન્ય જીવનના સ્વામી બનો. ન જાણે કેમ, મન વળીવળીને પ્રાર્થનાનો જ વિચાર કરવા લાગી જાય છે. ધ્યાન અને પ્રાર્થનામાંથી મને વધારે શું ગમે એ પ્રશ્નનો જવાબ તરત જ આપતાં થોડી મુશ્કેલી પડે. પ્રાર્થના વિશે ઘણું વાંચ્યું. એનાં સુંદર અનુભવ પણ કર્યા. છતાં પ્રાર્થના વિશે જ્યારે પણ નવું વાચવાનું આવ્યું છે ત્યારે કોઇક નવું પ્રકાશકિરણ અવશ્ય મળ્યું છે. પણ આ તો માનવમન ! સપાટ ધરતી પર સીધા ચાલવાનું એને ફાવે જ નહી ને ! પ્રાર્થના જેવી દિવ્ય છતાં પાર્થિવ બાબતોમાં ખૂબ જ ઉપયોગી પ્રક્રિયાને પણ સાવ યંત્રવત બનાવી દેવાનું આપણા કોઠે પડી ગયેલું છે. પછી એ એક સામાન્ય રસહીન, રોજિંદી ઘટમાળા બની જાય છે. ના કોઇ ઉલ્લાસ, ના કોઇ ચેતન. પ્રાર્થના કરવાની છે માટે કરી નાંખવાની. આનો ઝાઝો લાભ શી રીતે મળી શકે ? એક મનોવૈજ્ઞાનિકને પ્રાર્થનામાં એટલો બધો રસ પડ્યો કે બધાં કામ છોડી દઇને આખું જીવન પ્રાર્થના કલાના સંશોધન અને ઉપાસના તરફ વાળી દીધું. ઘણા લોકો એમની પાસે માર્ગદર્શન માટે આવતા. લગભગ બધા જ માણસોને એ પૂછતા : પ્રાર્થના વિશે તમે છેલ્લે છેલ્લે ખાસ નવું કંઇ વાંચ્યું છે કે ? પ્રાર્થના માટે વાંચવાની શી જરૂર ? પ્રાર્થના એટલે પ્રાર્થના વળી. બસ, આટલા માટે વાંચવાની જરૂર. પ્રાર્થના એટલે પ્રાર્થના એવા એકઢાળા રાગમાં આપણે બેસી ગયા છીએ. એના વિશે ઘણાં નવા સંશોધનો થાય છે. જૂના વિધાનોનાં અવનવા અર્થો નીકળે છે. નવાનવા માણસોની અનુભૂતિઓમાંથી સાવ નવા ઉન્મેષો જાગે છે. આ બધાનો લાભ લઇએ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તો ખોટું શું ? વાત તો સાચી લાગે છે. પણ અમારા જેવા પૃથક્ જ્નોએ શરૂઆત કયાંથી કરવી ? પહેલી વાત તો એ કે વારંવાર ખાસ સમય કાઢીને પ્રાર્થના વિશેની આપણી વિચારણાને કંઇક કડક બનીને તપાસવા માંડવું જોઇએ. તપાસ કરવી કેવી રીતે ? પહેલાં તો એ જોવું કે આપણી પ્રાર્થનાની અસરકારકતા વધી છે કે ઘટી છે. આપણને બધાને કામ આવે એવી આ સલાહ છે. હવે તો મોટા ભાગના લોકોએ કબુલ્યું છે કે પ્રાર્થના એ માનવીની મોટામાં મોટી જરૂરત છે નળીની અંદર રહેલી. થાઇરોડ વગેરે ગ્રંથિઓની જેમ જ પ્રાર્થના પણ માનવીના શરીર અને મન ઉપર અસર કરે છે એ સિદ્ધાંત હવે વૈજ્ઞાનિક સ્વીકૃતિ પામ્યો છે આ અસરોને માપી શકે તેવાં સૂક્ષ્મસ્થૂલ સાધનો પણ વિજ્ઞાને શોધી કાઢ્યા છે. વીજળીશક્તિ, ચુંબકશક્તિ અને ગુરુત્વાકર્ષણ જેવું જ અમોધ અને અકાટ્ય બળ પ્રાર્થનાનું પણ છે એ વાત હવે જગજાહેર બની છે. થોડા પ્રયોગહીનો વગર બીજું કોઇ આ બાબતનો પ્રતિકાર નથી કરતું. દૈનિક જીવન જીવવામાં ને આપણા નાનામોટા પ્રશ્નો ઉકેલવામાં આ દિવ્ય બળ અનહદ ઉપયોગી થઇ શકે. પ્રાર્થના એક ફરજ છે એમ માનવાને બદલે, એ આપણો અનન્ય અધિકાર છે એમ બરાબર સમજીને ચાલીએ તો સાચી અને અસરકારક પ્રાર્થના સિદ્ધિ થાય. થોડા પ્રાર્થનાપ્રેમી મિત્રોનું વર્તુળ તેમની સાપ્તાહિક મિટિઙ્ગમાં બેઠું હતું, પ્રાર્થના પતાવ્યા પછી હંમેશના ક્રમ મુજબ પ્રાર્થના વિશે અનુભવો અને વિચારોનું આદાનપ્રદાન એમણે શરૂ કર્યું. આનો વિષય હતો. પ્રાર્થનાની વ્યાખ્યા. પ્રાર્થના એટલે શું ? સંચાલકે પ્રશ્ન મૂકયો. Page #410 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૦૩ એની ઘણીબધી વ્યાખ્યાઓ મળે છે. એ બોલી ક્વાનો અર્થ શો ? આજે જ પ્રાર્થના વર્તુળમાં દાખલ થયેલા નવા સભ્ય દલીલ કરી. તમે જે વ્યાખ્યા બોલશો તે શા માટે બોલશો ? મને ગમી હશે એટલા માટે. એનો અર્થ એવો થાય કે તમે એ વ્યાખ્યા સાથે સહમત થાઓ છો. પછી એ વ્યાખ્યા તમારી બની જાય છે. એ બરાબર છે. કોઇ એક જ વ્યાખ્યા તમારી હોય એવું ના પણ બને. તમે વધારે વાંચો, ફોઇને સાંભળો કે સ્વયં તમારા અનુભવમાંથી પણ નવી વ્યાખ્યા મળી જાય. અહીં આપણે આવા અનુભવોની આપલે કરીને સમૃદ્ધ થવા ભેગા થયા છીએ એ ના ભૂલાય. પછી સહુએ પોતપોતાને ગમતી વ્યાખ્યાઓ આપી. એક જણે કહ્યું : મને એક નવી વ્યાખ્યા મળી છે. તો ઇતેજારી વધાર્યા વગર બોલી જાઓ. અમે વિચાર કરવા લાગીએ. સાવ સાદી વ્યાખ્યા છે. પ્રાર્થના એટલે પ્રભુનો સંપર્ક સાધવાની પ્રક્રિયા. સુંદર વ્યાખ્યા કહેવાય. આ ખાવા જેવી પ્રક્રિયા છે. જેમ તમારે જાતે જ ખાવું પડે તેમ, તમારે જાતે જ પ્રાર્થના કરવી પડે. (કોઇ તમારા માટે પ્રાર્થના કરીને તમને જરૂર ઉપયોગી થઇ શકે. પણ અહીં તો આપણે વ્યક્તિગત પ્રાર્થનાના લાભ ઉપર જ ભાર મૂકવો છે એટલે વિષયાંતર ના કરીએ.). બીજા માણસો તમારા વતી ખાઇ ના શકે પણ ખોરાકનું વર્ણન કરીને, તમને સારું ભોજન પીરસીને ભોજન તરફ આકર્ષી શકે જરૂર. આ જ રીતે બીજા માણસો તમને પ્રાર્થનાના પ્રવેશ દ્વારે જરૂર લઇ જઇ શકે. એ પ્રેરણા આપી શકે પણ એ અનુભવના પ્રદેશમાં પ્રવેશ તો તમારે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ Ocજા ૧૭. જાતે જ કરવો પડે. પ્રાર્થનાના અઠંગ ઉપાસક એવા એક ભાઇને પૂછવામાં આવ્યું. એક પ્રાર્થના અને દસ પ્રાર્થનાના પ્રભાવમાં શો ફેર પડે ? એવું સાદું ગણિત આમાં નહીં ચાલે, પ્રાર્થનામાં સંખ્યા અને ગુણવત્તા બેય જોવામાં આવે. યાદ રાખો કે ગુણવત્તા ઉપરથી પણ સંખ્યા નક્કી થઇ શકે. એક જ ઉત્તમ પ્રાર્થના દસ જેટલી થઇ જાય, ને સો નિર્બળ પ્રાર્થનાઓનું પરિણામ પણ એવું જ આવે. જો આમ જ હોય તો પ્રાર્થનાની ગુણવત્તા વધારવા માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઇએ. એની કલાને બરાબર શીખવી જોઇએ. આ માટે થોડી પ્રાથમિક બાબતો સમજી લેવી જોઇએ. સ્વામી રામતીર્થ પાસે એક યુવક આવ્યો. કહે : ભગવાન નથી. આ નવા સમાચાર તું કયાંથી લઇ આવ્યો ? આ તો ભયંકર કહેવાય ! રામબાદશાહે બનાવટી ગંભીરતાથી કહ્યું. ભગવાન હોય તો મારી પ્રાર્થના ના સાંભળે ? એ વાત ખરી. પ્રાર્થના ના સાંભળી એટલે એ બિચારાનો કાંકરો જ કાઢી નાંખ્યો. સારું તું મને એ બતાવ કે તે ખરેખર પ્રાર્થના કરી હતી કે બીજું કંઇક ? પ્રાર્થના જ કરેલી. એ વખતે તું કયાં હતો ? નાટકની ટિકિટ ખરીદનારાઓની લાઇનમાં ઊભો હતો. હા પ્રાર્થના માટે જગા તો સરસ પસંદ કરી. મારી ધારણા પ્રમાણે તારે ટિકિટ જોઇતી હતી એટલે જ ને ? હા, પણ મારો નંબર આવ્યો ને બારી બંધ થઇ ગઇ. ભગવાન છે જ નહીં. આવી લુક બાબતો ઉપરથી ભગવાનને એના સિંહાસનેથી રૂખસદ આપી દેનારાઓની સંખ્યા ઘણી મોટી છે. એમને એ પણ ખબર નથી Page #412 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૦૫ હોતી કે પ્રાર્થના શાને માટે કરવી, કયાં કરવી, પ્રાર્થનાનું પણ કોઈ સ્તર છે, પ્રભુનો પણ કોઇ મહિમા છે. પ્રાર્થના માટે કોઇક સ્થળ તો હોવું જોઇએ. આનો અર્થ એવો નથી થતો કે માત્ર મંદિરમાં મૂર્તિ સામે, પ્રતીકો સામે, ભવ્ય સ્થળમાં કે ખાસ તૈયાર કરેલી જગાએ પ્રાર્થના કરી શકાય, જાહેરમાં બસમાં, ગાડીમાં, ટોળાની વચ્ચે, ગંભીર જરૂર પડે તો ગમે ત્યાં ગમે ત્યારે પ્રાર્થના થઇ શકે. પણ એ વખતે પ્રાર્થના માટેની આંતરિક ભૂમિકા આપણે તૈયાર કરી શકીશું ખરા ? જ શાંતિ અને સમતા જોઇએ એ મનમાં પ્રગટાવી શકાશે ખરી ? એટલા માટે જ પ્રાર્થનામાં એકાંત સ્થળનું મહત્વ બતાવવામાં આવ્યું છે. બીજું કંઇ નહીં તો એક એવો ખૂણો પણ હોય જ્યાં અવરજ્વર નહીવતુ હોય. ત્યાં બેસીને પણ પ્રાર્થના કરવાથી ચિત્તવૃત્તિને એકાચ કરવાનું વધારે સરળ બને છે, પરમાત્મા અંદર બેઠેલો છે. અને આપણો બહાર રઝળતા મનથી પ્રાર્થના કરવા લાગીએ તેનો શો અર્થ ? પ્રાર્થના માટે બહાર એકાંત જગા કે એકલખૂણો મળે એના કરતાં પણ પોતાના અંતરના એકાંતે પ્રવેશી શકાય એ વધારે જરૂરી છે. દરેક માનવીના હૃદઘમાં આવીસુંદર જગા હોય છે જ. માણસ જ્યારે આ જગા પ્રતિની અંર્તયાત્રા કરવાનું શરૂ કરે અને ક્રમશઃ એમાં નિષ્ણત થાય ત્યારે એને આ એકાન્ત નિવાસનો આનંદ માણવાનું વધુ ફાવે છે. પ્રાર્થનાનો શ્રેષ્ઠતમ લાભ તો જ એ લઇ શકે. આ ના ફાવતું હોય તો શીખી લેવું રહ્યાં. પ્રાર્થનાનો વિચાર કરીએ ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. અનેક સ્પષ્ટતાઓ જરૂરી બની જાય છે. એમાં સહુથી મોટો પ્રશ્ન આવે છે પ્રાર્થનાની નિષ્ફળતાનો. હું એ પ્રશ્નને જુદી રીતે જોઉં છું. એક જાણીતી વાત. એક ભાઇને ત્યાં આગ લાગી. એટલે એ કૂવો ખોદાવવા નીકળી Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પડ્યા. લોકોએ એમને મૂર્ખશિરોમણિ નો ઇલ્કાબ આપ્યો. કંઇક આવી જ ભૂલ આપણે કરીએ છીએ. પાણીનું મૂલ્ય અને અગ્નિનું જોખમ જાણનારાએ પાણીની વ્યવસ્થા પહેલી કરવી જોઇએ. પ્રાર્થના દ્વારા પ્રશ્નો ઉકેલવા હોય તો પ્રશ્નોનો ઢગલો થાય અને સમસ્યા એકદમ જલદ બને પછી જ પ્રાર્થના શરૂ કરવાની કેટલાકની રસમ હોય છે. એ વખતે મન કેટલું વ્યગ્ર હોય જો કે એક અનુભવીના જણાવ્યા મુજબ આ સમય પ્રાર્થના શીખવા માટેનો ઉત્તમ સમય હોય છે. કેવી રીતે ? માણસને ભગવાનની સહાયની તાતી જરૂર હોય છે. એટલે આસમાનીસુલતાની વખતે એ વધારે ઊંડાણથી પ્રાર્થના કરશે. પરીક્ષાને સમયે વિદ્યાર્થીઓ વધારે એકાગ્રતાપૂર્વક વાંચે છે એમ ? હાં કંઇક એવું જ. આના ભયસ્થાન શાં છે એનો ખ્યાલ આપવાની જરૂર છે ખરી ? લોકોને મન ભગવાન એટલે સનાતન જમીનદાર. જ્યારે પણ કયાંક ગળું પકડાય એટલે એ જમીનદારને સાદ પાડવાનો, પણ જો માણસને આવી નાસ બિલાડી ઘોઘર આવ્યો. જેવી જ પ્રાર્થનાનો અભ્યાસ હોય તો આ વલણ અને સ્થિતિ તંદુરસ્ત નહીં ગણી શકાય. આ એક મોટી કમનસીબી જ કહેવાય. પ્રાર્થના એટલે માગણી જ નહીં. એ તો એનો એક ભાગ થયો. પ્રકાર થયો. પ્રાર્થના દ્વારા સર્વ શકિતના સ્વામી સાથે સંપર્ક સાધવાનો છે એ ભૂલાય કેમ ? પ્રભુનો એવો સંપર્ક અને સાનિધ્ય માણસના જીવનમાં જલદતા ઊભી ના થવા દે ને કદાચ થઇ જાય તોપણ એનું નિવારણ થઇ જાય ને અંતે બધું મંગળ મંગળ થઇ જાય. આપણી પ્રાર્થના પ્રાર્થના ના પણ હોય, હે ભગવાન એવું સંબોધન પ્રાર્થનાનો ભાગ છે જ. પણ એના પછી જે કંઇ આવે તે સલાહસૂચના કે માત્ર ચિતા જ હોય. એને પ્રાર્થના કેમ કહેવાય ? ફીશર નામના એક પ્રાર્થના પ્રેમી આ કળાના મોટા નિષ્ણાત. Page #414 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એમની હદે ઊંડા ગયેલા બહુ ઓછા માણસો વિશે હું જાણું છું. એમનું કામ એક જ : પ્રાર્થના કરવી અને કરાવવી. એમણે ઘણા લોકોને પ્રાર્થના વિશે પ્રકાશ આપ્યો છે. મારી પ્રાર્થના નિષ્ફળ ગઇ. ઘણા લોકો એમની પાસે ફરિયાદ કરે. કેવી રીતે ? ४०७ ફલાણી પરિસ્થિતિમાં સુધારો થાય એટલા માટે મેં વારંવાર પ્રાર્થના કરી. પણ સાવ નિષ્ફળતા મળી. કેવી પ્રાર્થના કરેલી ? ભગવાન પાસે મારા દુ:ખ ગાયેલાં. એટલે કે તમારી જે ચિંતાો હતી એમને વધારે એકાગ્ર નરે જોઇને એમને તમે વધારે લદ બનાવી. બનવાજોગ છે. ના એમ જ બને છે, મુસીબતોની હારમાળા રજૂ કરવી એનું નામ પ્રાર્થના નથી. પ્રાર્થનાનો સમય પૂરો થઇ ગયા પછી લાભને બદલે નુકસાન વધારે થયું હોય છે. કારણ ? માણસ રચનાત્મક પ્રાર્થના કરવાને બદલેવધારે કાળજીપૂર્વક પોતાની મુસીબતો ઉપર ચોક્ક્સ સમયે એકાગ્ર થતો હોય છે. આથી તો મન વધારે નિર્બળ બનવાનું. એના વરવા પ્રત્યાઘાત પડઘાયે જ જ્ઞાના. પોતે અપુત્ર હોવાથી એક રાજાએ તેના ગરીબ પિતરાઇના પુત્રને ખોળે લીધો. લગભગ દસ પેઢી દૂરનો સંબંધ. નસીબદાર છોકરો રાતની રાતમાં રાજગાદીનો હકદારે થઇ ગયો. રાજ્યહેલના નિવાસની પહેલી જ સાંજે એ રડતો હતો ! કેમ બેય રડે છે ? મારે ખાવું છે. તે એ માટે રડવાનું ? નોકરને હુકમ કર. ખાવાનું તૈયાર જ છે. હવે તું સામાન્ય છોકરો નથી. તું રાજકુમાર છે. તારા અધિકારોને ઓળખ. આદેશ આપીને કામ કરાવતાં શીખ. આવતી કાલે તારે મોટું રાજ્ય ચલાવવાનું છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આપણેય રાજાઓના રાજા એવા મહાસમ્રાટના રાજકુમારો છીએ. પરમાત્માની પાસે જઇએ ત્યારે ઢીલા થઇ ક્વાની શી જરૂર ? એની તમામ સમૃદ્ધિ પર આપણો અધિકાર છે. પ્રેમાળ પરમાત્મા તમામ યોગ્ય ઇચ્છાઓ પૂરી કરવા તૈયાર છે. પ્રાર્થના એ માટેનો પત્ર છે. બસ, ઉપયોગ કરો ને આનંદ પામો. એક સુંદર પ્રયોગ વાંચવા મળેલો. એક વિદ્વાને એક કઠિયારાને બોલાવીને પૂછયું : આખો દિવસ લાકડાં ચીરવાના કેટલા પૈસા લઇશ ? પાંચ રૂપિયા. હું તને દસ રૂપિયા આપીશ. પણ એક શરત. તારે સીધી દુહાડીએ લાકડાં નહીં કાપવાનાં. કામ ઓછું થાય તેનો વાંધો નહીં. પેલો તરત કબૂલ થયો. અરધા કલાકમાં એ પાછો આવ્યો. કહે : મારે કામ નથી કરવું. તને પંદર રૂપિયા આપીશ. પંદરસો આપો તો પણ નહીં. મારે કામ નથી જોઇતું. નવી પદ્ધતિ જોવા પ્રયોગ કરી રહ્યો છું. સાબ હું એવી ભારેભારે વાતોમાં કંઇ ના સમજું. હું તો આટલું જાણું કે લાકડા ફાડતા હોઇએ તો છોડિયાં ઊડવાં જોઇએ. એ નથી ઊડતાં. મારે કામ નથી કરવું. તમે પ્રાર્થના કરો કે પરિણામ નાં છોડિયાં ના દેખાય તો સમજવું કે કુહાડી અવળી પડે છે, પ્રાર્થનાપદ્ધતિમાં ભૂલ છે, આ બાબત સમજી લઇને તરત જ રસ્તો બદલવો જોઇએ, નવો પ્રાર્થનાપથ શોધવો જોઇએ. બીજાની લખેલી પ્રાર્થનાઓનો ઉપયોગ કરાય છે ? આ પ્રશ્ર થવો સ્વાભાવિક છે. * અવશ્ય કરાય પણ અમુક હદ સુધી જ. ગોખેલી પ્રાર્થનાઓનો અર્થ શું ? , એમાં ભાવતન્મયતા આવે તો સરસ. સારો રસ્તો એ છે કે સરળ હૃદયમાંથી જે પણ શબ્દો નીકળે એ તમારી પ્રાર્થના. Page #416 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હવે પ્રાર્થનાની નિષ્ફળતાના મૂળ સવાલને હાથ ઉપર લઇએ. આપણે સાવ અસ્પષ્ટ હોઇએ છીએ. એ પ્રાર્થનાની નિષ્ફળતાનું એક અગત્યનું કારણ. એક બહેનને ભારે શરદી થયેલી. કોઇએ એમને પ્રાર્થનાનો રસ્તો બતાવ્યો. બધાં સહકુટુંબ પ્રાર્થના કરવા બેઠાં. ભગવાનને વિનંતિ કરવામાં આવી. બધા ઊભાં થાય એ પહેલાં આઠેક વરસના બાબાએ હાથ જોડીને કહ્યું અને ભગવાન ભૂલતો નહીં કે મમ્મીને શરદી થયેલી છે. પણ તું એને એટલી બધી ગરમી ના આપતો કે એને તાવ આવી જાય. ૪૦૯ કોઇર્ન આ સાંભળીને હસવું આવશે. પણ આમાં કંઇ હસવાજેવું નથી. બધી જ સ્પષ્ટતાઓ કરવાની તે ભગવાનને માટે નહીં, આપણે માટે. ભગવાન તો બધું જાણે છે. પણ તમારી પ્રાર્થના તમારી સાથે તો સ્પષ્ટ હોવી જોઇએ ને ? એટલી કાળજી ઉપરથી તમારી નિષ્ઠા નું માપ નીકળશે. તમને પેલા વચનની ખબર હોવી જ જોઇએ. તારી શ્રદ્ઘા પ્રમાણ થશે. એમ જ થાય છે. ભગવાન આપણી પ્રાર્થનાઓને નકારે છે ખરો ? આ બીજો પ્રશ્ન. નકારે પણ ખરો. તેથી શું ? એક જણે સરસ કહેલું : મારી બધી પ્રાર્થનાઓનો જ્વાબ ભગવાને ના આપ્યો તે બહુ સારું થયું એમ સમજ્જારો હું જીવતો છું. કદાચ થોડું ગૂઢ લાગશે આ વાકય પણ તદ્દન સાચું છે. ઘણીવાર લાગણીના ઉદ્રકમાં કે અન્ય દબાણને કારણે આપણે પ્રાર્થના કરી નાખીએ છીએ. કદીક આપણી માગણી અનુચિત હોય. ભગવાન બીજું જ કંઇ કરવા માંગતો હોય. તો તે આપણી પ્રાર્થના નામંજૂર પણ કરે. આપણે માંગેલી વસ્તુ કરતાં એ વધુ કિમતી વસ્તુ આપવા માંગતો હોય એમ પણ બને ને ? બરાબર સમજી રાખો કે ભગવાન ના પાડે ત્યારે આપણને છીએ ત્યાંથી વધારે ઊંચી ભૂમિકા પર લઇ જ્વા માંગતો હોય છે. માટે જ તો પ્રાર્થનાને અંતે ઉમેરવું જોઇએ : Page #417 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હે ભગવાન ! મારી બુદ્ધિ અને જરૂરિયાત મુજબ મેં તારી પાસે આ માંગ્યું છે. તું એ આપ. અથવા કંઇક વધારે સારું આપ. તારી જ ઇચ્છાનો વિજ્ય હો પ્રભુ ! પ્રાર્થના વિશે મેં ઘણું વાંચ્યું છે. દરેક ગાએથી કોઇક નવો વિચાર તો મળ્યો જ હશે. પણ ઉપર ઉલ્લેખેલા ફીશરનો એક વધારાનો વિચાર મને ખૂબ જ ગમી ગયેલો. એમના મતે પ્રાર્થનાની મૂળભૂત ત્રણ રીતો કાં તો આપણે વિચારથી પ્રાર્થના કરીએ છીએ, કાં તો વાણીથી કાં વ્યવહારથી. (જો કે આપણી પ્રાર્થના વાણીની હોય છે, વાણીશૂરા ખરા ને ? આખો વ્યવહાર પ્રાર્થનામય બનાવી દેવો એ એક મહાન સિદ્ધિ છે. પણ એ ઘણો ઊંડો વિષય છે. એની ચર્ચા સ્વતંત્ર કરીશું.) તો બાકી રહી વૈચારિક પ્રાર્થના, એની ભૂમિકા ઘણી ઊંચી હોય છે. આપણાં વિચાર જો સતત પ્રભુ પ્રતિપ્રેમપૂર્વક દોરાયેલા રહે તો એ સતત પ્રાર્થના કહેવાય, જે ખૂબ જ અસરકારક નીવડે છે. ભગવાન સાથે વાતચીત કરવી, આપણો ભાવ એને સમજાવવો, એની પ્રેરણા આપણે ઝીલવી ને એ રીતે એક દિવ્ય વિદ્યુત વર્તુળ સંપૂર્ણ બનાવવું. આથી વધારે ને વધારે ઉચ્ચતર અનુભૂતિઓ થશે અને પ્રાર્થના વધારે સબળ અને સફળ બનતી જશે. આ સાથે શાબ્દિક પ્રાર્થના વિશે થોડું વિચારી લઇએ. ઉદાહરણ ઠીક પડશે. એક ભાઇ છે. એ માંગલ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ માટે એમણે સવાર-સાંજ વીસવીસ મિનિટ જુદી ફાળવી છે. આ સમય દરમ્યાન એ સુંદર પ્રાર્થનાઓ કરે છે. બાકીના સમયની એમની વાતચીતનો થોડો અંશ જોઇએ : બહુ ખરાબ સમય છે.. શું થશે એ નથી સમજાતું..કેમ ગોવવું એનો ખ્યાલ નથી આવતો (વચ્ચે એક ભારે નિસાસો) પરિસ્થિતિ કયાં ઈને અટકશે...હવે હદ થઇ ગઇ...ભગવાન પણ શું કરવા બેઠો છે... ૪૧૦ તમે વિચાર કરો કે આ ભાઇ પેલી ચાલીસ મિનિટો બરબાદ ના કરતા હોત તો એ વધારે સારું હતું ને ? આખો દિવસ નકારાત્મક ને Page #418 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નિરાશાવાદી વાણી બોલીને પેલી પ્રાર્થનાઓ ઉપર પાણી ફેરવવાનો અર્થ શો ? શબ્દો એ જીવન છે. જેવા શબ્દો બોલાય એવું જીવન ઘડાય. આપણા જ શબ્દો આપણી પ્રાર્થનાનો વિરોધ કરે એ કેવું ? તો આપણે જાણી લઈએ કે સામાન્ય વિચારો અને શબ્દો પણ પ્રાર્થનાઓ જ છે. એમની અસર પણ પડે છે જ. તો હવે કાળજી રાખીએ કે એ વિચારો ને રોદિી વાતચીત પ્રાર્થનાની ભાવનાઓ ને સંકેતોની વિરોધી ન જ હોય. હવે કર્મમય પ્રાર્થનાનો વિચાર પણ કરી લઇએ. એક સુંદર ઉદાહરણ છે. જે હું જીવનભર ભૂલી નહીં શકું. એક ગામમાં દુષ્કાળ પડ્યો. રામજીમંદિરના મુખ્ય પૂજારીએ જાહેરાત કરી કે સાંજે બધા લોકોએ દુષ્કાળપીડિતો માટે પ્રાર્થના કરવા માટે એકઠા થવું. સાંજ પડ્યે ઘણા લોકો એકઠા થયા. પ્રાર્થના શરૂ થવાની હતી ત્યાં જ એક છોકરો ત્યાં આવ્યો. થોડા લોકો બહાર આવો ને ? એ બોલ્યો. ૪૧૧ શું કામ છે ? અમે બધા પ્રાર્થના કરવા માટે બેઠા છીએ. તું આવ્યો ને પાછો કામ બતાવવા લાગ્યો. તારા બાપા કેમ નથી આવ્યા ? એ વાડીએ નવા કૂવાનું કામ કરાવી રહ્યા છે. પણ એમણે ગાડું ભરીને પોતાની પ્રાર્થનાઓ મોકલી છે તે તમે બધા એમને મંદિરમાં લાવવામાં મને મદદ કરો. ગાડું ભરીને પ્રાર્થનાઓ ? ચકિત થયેલા પૂજારીએ પૂછ્યું. હા, મારા પિતાજીએ ગરીબો માટે ઘઉં, બાજરી, ચોખા અને કઠોળના કોથળા તેમ જ બાય વગેરે મોકલી આપીને કહ્યું છે કે મારે કામ છે એટલે હું પ્રાર્થનામાં નથી આવી શકતો, પણ મારી પ્રાર્થનાઓ મોકલી આપું છું. ઘણું કહેવું છે ને કંઇ કહેવું નથી. ના કહું તો અસંતોષ રહેશે. કહીશ તો મજા મારી જશે. ના ભઇ ના, મૌન રહી જાઉં આ વાત ઉપર. ગાડું ભરેલી પ્રાર્થનાઓની વાતના સ્મરણે બરો કેફ ચડાવી દીધો છે. ભગવાન, Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તારી બલિહરી ! જીભની પ્રાર્થના સારી છે. પણ હૈયું ને હાથ એ પ્રાર્થનામાં જોડાય તો...ભયોભયો ! ભગવાન તમારી પ્રાર્થનાનો જવાબ આપવા માટે એના વિશ્રામભવનમાંથી સીધી જ ઊતરી આવશે એમ માનતા નહીં. એ ખુદ તમારો ઉપયોગ પણ કરે. એ તમને તૈયાર કરવા માગે. આ માટે તમારે તૈયાર રહેવું જોઇએ. ભગવાન જો તમારી ભૂમિકાને ઊંચી લેવા માંગતો હોય ને તમારા દ્વારા તમારી પ્રાર્થનાનો જવાબ આપવા ઇચ્છતો હોય તો તમારે એને પૂરો સહકાર આપવો જોઇએ. જોજો પાછા આનો ભાર રાખતા ! એનો પણ આનંદ માનજો ને પ્રેમાળ જવાબદારી માટે તૈયાર રહેજો. ધ્યાન, દુરિતનો નકાર, યોગ્ય આત્મસંકેત અને પ્રશાન્ત શ્રવણ એ પ્રાર્થનાના ચાર પગથિયાં છે. પણ લંબાણભયે એ સુંદર પાસાનું પૃથક્કરણ અહીં નહીં કરીએ. આપણે તો આટલું જ યાદ રાખવાનું કે પ્રાર્થનામાં આપણું અંતર રેડી નાખવાનું છે. પ્રભુ જવાબ આપે છે જ એ શ્રદ્ધા છોડવાની નથી. એના માર્ગદર્શનને ઝીલવાનું છે. જ્વાબમાં વાર થાય તો અકળાવાનું નથી. પ્રાર્થનામાં જીભની સાથે હાથ અને હૈયાનો સહકાર પણ આપવાનો છે. આપણામાં જે કોઇ અવરોધ લાગતા હોય એમને કાઢવાના છે. ને એક મહાનું રહસ્ય કયારેય ભૂલવાનું નથી કે જગતમાં ત્રણ જ શકિતઓ શ્રેષ્ઠ છે : ભગવાનની, પ્રાર્થનાની અને શ્રદ્ધાની. એમનો ઉપયોગ કરો અને જે જોઇએ તે પામો. પરમાત્માને પરમ કલ્યાણની બધી ખબર છે. એ તમારું મંગલ જ કરશે. પ્રાર્થના કરો ને સુખી થાઓ તે મારી પ્રાર્થના ! Page #420 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૧૩ પરિશિષ્ટ-૨) સાધના દિવ્યધ્વનિ સાધના એટલે જાગ્રતપણે, વ્યવસ્થિત સ્વરૂપમાં આધ્યાત્મિક ઊર્ધ્વગમન. જે હેતુ માટે આપણે અહીં પૃથ્વી પર આવ્યા છીએ તે હેતુ સાધનાનો છે. અભ્યાસ અને સાધના એ પર્યાયો છે. આપણું જીવન જે માયાથી બંધાયેલું છે તેમાંથી મુકત થઇ જીવનને સાચા સ્વરૂપમાં સમજવાનો સાધનાનો હેતુ છે. સાધના એ જીવનપર્યત ચાલનારી પ્રક્રિયા છે. પ્રત્યેક મિનિટ, પ્રત્યેક કલાક અને પ્રત્યેક દિવસે સાધનામાં પ્રગતિ સાધવાની છે. આ મહાન દરિયાઇ મુસાફરીમાં અગણિત વિબો આવે છે. જ્યાં સુધી ઇશ્વરને તમે તમારા નાખુદા તરીકે માનશો ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અવશ્ય સામા કિનારે પહોંચી જશો. કેટલાક લોકોને આધ્યાત્મિક માર્ગ જાણવાની માત્ર ઇચ્છા હોય છે, પણ તેઓને મુક્તિ માટે સાચી ખેવના નથી હોતી. તેઓ એમ માને છે કે જો તેઓ થોડીક યૌગિક ક્રિયાઓ કરશે તો તેઓ અમુક શકિત અથવા સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. પરંતુ જ્યારે તેમને આવી શકિત મળતી નથી Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ત્યારે તેઓ ધીરજ ગુમાવીને આ ક્રિયા છોડી દે છે અને આધ્યાત્મિક રાહ પણ છોડી દે છે. ફકત કુતૂહલ જ તમને કોઇ આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં મદદરૂપ નહીં બને. માત્ર કુતૂહલના શોખીનો ઉત્પાત મચાવનારાઓ કરતાં વધુ ધૃણાસ્પદ છે. તમારા અંદરના વિચારોનું પૃથક્કરણ કરો અને નક્કી કરો કે તમારામાં સાચી આધ્યાત્મિક ભૂખ છે કે ફકત કુતૂહલની જ ભૂખ છે. સતત સત્સંગ, સારા ધાર્મિક પુસ્તકોનું વાચન, પ્રાર્થના, જન્મ અને ધ્યાન દ્વારા તમારી કુતૂહલવૃત્તિનું શમન કરીસાચી મુક્તિ તરફ આગળ વધો. તમારી સાધનામાં તમને પૂર્ણ રસ હોવો જોઇએ. તમારે સાધનાના ફાયદા અને તેની નીતિરીતિ જાણવી જોઇએ. તમને અનુકૂળ આવે એવી સાધના પસંદ કરવી જોઇએ. સાધનાને પૂર્ણ કરવાની તમારી શક્તિ હોવી જોઇએ અને તો જ તમે સાધનાને પરિપૂર્ણ કરવામાં સફળ થશો. ફક્ત સારો ઉદ્દેશ રાખવો એ જ પર્યાપ્ત નથી. તેને સારાં કાર્ય દ્વારા પુષ્ટ કરવો જોઇએ. જ્યાં સુધી તમે શક્તિસંપન્ન અને ખંતીલા ન હો, જ્યાં સુધી ઇર્ષ્યા, ક્રોધ, અહંકાર, સ્વાર્થ અને લોભથી તમારી જાતનું રક્ષણ ન કરી શકો, ત્યાં સુધી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાના આધ્યાત્મિક પથ ઉપર ચાલવા યત્ન કરો છતાં પણ પૂર્ણ સફળ ન બની શકો. માત્ર સારા ઉદેશોથી જ સફળતા પ્રાપ્ત થતી નથી. દ્રઢ આત્મસંયમ એ અત્યંત આવશ્યક છે. આત્મસંયમ એટલે દબાણ નહીં પરંતુ શરીરની અંદરની પાશવી વૃત્તિઓનું વશીકરણ. પશુઓનું માનવીકરણ અને માનવીઓનું ધ્રુવીકરણ એટલે જ આત્મસંયમ. તમે બીજ વાવો તે પહેલાં જ્મીનને ખેડવી જોઇએ. નહીં તો બીજ ઊગતા પહેલાં નાશ પામશે. કુરદરતનો એક અફર નિયમ છે કે લય વિના સર્જન થતું નથી. તમારામાં દિવ્ય સ્વભાવની સ્થાપના કરો તે પહેલાં તમારે તમારો પાશવી સ્વભાવ બદલવો પડે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આધ્યાત્મિક પથ કાંટાળો, ખાડાખૈયાવાળો અને કરાળ છે. તમારે ખંત અને ધીરથી માર્ગમાંના કાંટા વીણી લેવા જોઇએ. કેટલાક કંટકો આંતરિક અને કેટલાક બાા છે. ઇર્ષ્યા, લોભ, મોહ, અભિમાન એ આંતરિક કંટકો છે. અને બહારના કંટકોમાં ખરાબમાં ખરાબ કંટક દુષ્ટ મનવાળા મનુષ્યોનો સંસર્ગ છે. માટે ખરાબ સોબતનો ત્યાગ કરો. સાધનામાં ભયસ્થાનો : ૪૧૫ સાધનાના સમય દરમિયાન બધા સાથે બહુ હળોમળો નહીં. ઝાઝી વાતચીત ન કરો, ઝાઝું ચાલો નહીં, ઝાઝું ભોજન ન લો, વધુ નિદ્રા ન કરો. ઉપરની પાંચ વસ્તુઓનું બરાબર પાલન કરો. હળવામળવાથી મન વિક્ષુબ્ધ થાય છે. વધુ વાતચીત કરવાથી મનમાં વિક્ષેપ પડે છે, વધુ ચાલવાથી અશક્તિ અને થાક લાગે છે, વધુ પડતું ખાવાથી આળસ અને ઊંઘ આવે છે. સાધનાના સમય દરમ્યાન પુરુષોએ સ્ત્રીઓના સંપર્કથી દૂર રહેવું. તમે ગમે તેટલા મબૂત મનના હો છતાં પણ યુવાન સ્ત્રીઓથી દૂર રહો. માયા તમને ખબર ન પડે તેમ કાર્ય કરે છે અને તેથી તમારી અધોગતિ શરૂ થાય છે. આધ્યાત્મિક ક્રિયાઓથી જ હંમેશાં તમારા મનને ભરપૂર રાખો. તમારી લાગણીઓને બહેકાવે તેવી વસ્તુઓથી તમારી જાતને ખૂબ જ દૂર રાખો. પછી જ તમે સહીસલામત બની શકશો. ઘરનાં માણસો સાથે ન રહેવું. આધ્યાત્મિક પથના નવા નિશાળિયા હો ત્યારે તમારી આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાની કસોટી ન કરવી. શરૂઆતમાં તમારી આધ્યાત્મિક શકિત બતાવવા પાપ અને અપવિત્રતા સામે થવાની બહુ હિમત ન કરવી. આમ કરવા જતાં તમે પતનની ખાઇમાં ખડી શો. ધૂળના ઢગલામાં તમારા અગ્નિની ચિનગારી ઢંકાઇ જશે. મનમાં અનુકરણ કરવાની મહાન શક્તિ રહેલી છે. આ કારણથી જ આધ્યાત્મિક સાધકને ઘરનાં માણસો સાથે હળવાભળવા દેવામાં નથી Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ચોદ ગુણસ્થાનક ભાગ-૧ આવતો. તેનું મન દુન્વયી વસ્તુની નકલ કરવા યત્ન કરશે, અને તેથી અવશ્ય તેની પડતી થવા સંભવ છે. જો સાધક જમીનદાર અને રાજા જેવા પૈસાદાર માણસોની સાથે હરેફરે તો તેનું મન આ લોકાની ખર્ચાળ ટેવોનું અનુકરણ કરવા માંડશે અને થોડા સમયમાં ખબર ન પડે તેમ તે પડતી તરફ ધકેલાઇ જશે. આ કુટેવો તેનામાં એવી પેસી જાય છે કે તેને દૂર કરવી અતિ મુશ્કેલ બને છે. જો અતિ અગત્યનું કામ હોય તો જ સાધક તેને ઘેર ખૂબ જ ઓછો સમય રહી શકે. યોગના નિયમો તેને વધુ સમય રહેવા માટે પરવાનગી આપતા નથી. પછી ભલે ને તેનું ઘર ગમે તેવું સારું હોય અને સાધક ગમે તેટલા વૈરાગ્યવાળો હોય ! સંસારની અસર ખૂબ જ પ્રબળ હોય છે. નિવિકલ્પ અવસ્થા દ્વારા માનવીના બધા જ સંસ્કાર સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી લાંબા સમય માટે ઘેર રહેવું હિતાવહ નથી કારણ કે ત્યાં સુધી તેણે ભયજનક વિસ્તાર ઓળંગ્યો નથી. આધ્યાત્મિક પથ : શરૂઆતમાં આધ્યાત્મિક પથ ખૂબ જ કઠિન, કાંટાળો, ખડકાળ અને લપસણો લાગશે. દુન્વયી વસ્તુનો ત્યાગ દુઃખ ઉત્પન્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ જો તમે આ રસ્તે આગળ વધવા મજબૂત મનથી નિશ્ચય કરો તો આ રસ્તે આગળ વધવું બહુ જ સહેલું છે. તમને તેમાં આનંદ આવશે. તમારું હૃદય વિશાળ બનશે ને જીવનનું નવું દર્શન પ્રાપ્ત થશે. તમારી દ્રષ્ટિ નૂતન અને વિશાળ બનશે. તમારા હૃદયમાં રહેલા અંતરાત્માના અદ્રશ્ય હાથનો તમને સહારો મળશે. તમારા અંતરાત્માના અવાજથી જ તમારા સર્વ સંશયોનો નાશ થઇ જશે અને તમે ઇશ્વરનો કર્ણમંજુલ સ્વર સાંભળી શકશો. દિવ્યામૃતની અવર્ણનીય લાગણી તમે અનુભવશો. તમને ગહન અને પરમ આનંદ મળશે તથા પૂર્ણશાંતિ પ્રાપ્ત થશે. આ પરમાનંદ અનશ્વર, અકથ્ય અને શાશ્વત હોય છે. તે તમને નવું જોર આપશે, તેથી આ યોગને માર્ગ તમારાં પગલાં વધારે સુસ્થિર બનતાં જશે. જીવન્મુકતો, યોગીઓ, Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નિત્યસિદ્ધો, અમરપુરૂષો અને ચિરંજીવીઓ પ્રયત્નશીલ સાધકને મદદ કરવા તેમના હાથ લંબાવે છે. સાધક આ બધું અનુભવે છે તેથી તેની એકલતા નાશ પામે છે. વિશ્વમાં સર્વ જગ્યાએ વ્યાપીને કાર્ય કરતી શક્તિથી તમે સદા સર્વદા રક્ષાયેલા રહો છો, તેથી ગતમાં તમને ભય જેવું લાગતું નથી. સાધનાની વિગતોનું બરાબર પાલન કરો અને આપોઆપ તમારું રક્ષણ થશે. કેટલાક સાધકો થોડા સમય બાદ સાધના છોડી દે છે. તેઓ તાત્કાલિક મહાન ફળની આશા રાખે છે. ટૂંક સમયમાં જ તેઓ મહાન સિદ્ધિની અપેક્ષા રાખે છે અને જ્યારે આમાં નિષ્ફળતા મળે છે ત્યારે સાધના છોડી દે છે. બ્રહ્મને પ્રાપ્ત થયેલા પૂર્ણ માનવ અને સામાન્ય માનવ વચ્ચે ઉત્ક્રાંતિનાં ઘણાં પગથિયાં રહેલાં છે. રસ્તામાં ઘણા પડદાઓને ચીરવા પડે છે. અંતિમ પ્રાપ્તિ પહેલાં ઘણાં વિઘ્નોમાંથી પસાર થવું પડે છે. આધ્યાત્મિક પ્રગતિ ક્રમશઃ થાય છે . તમે એક જ કૂદકે એવરેસ્ટ ન ચડી શકો. તે પહેલાં તમારે અનેક નાની ટેકરીઓ ઉપર મુકામ કરવો પડે. તેવી જ રીતે આધ્યાત્મિક રસ્તે પણ કૂદકો નથી મારી શકાતો. આત્મસાક્ષાત્કાર એ છ વર્ષના સ્નાતકોત્તર અભ્યાસ જેમ નથી. એ તો સતત સાધનાના પરિણામ સ્વરૂપે છે. આધ્યાત્મિક માર્ગે કોઇ ત્વરિત ચાવી નથી. શાશ્વત આનંદના સામ્રાજ્યમાં પહોંચવાનો બીજો કોઇ રાજ્માર્ગ નથી. આ દિવ્ય પંથે ચાલવામાં અધૂરી સાધના નહિ ચાલે. તેમાં સંપૂર્ણ કડક શિસ્તની જરૂર પડે છે. પછી જ તમે માયા ઉપર વિજ્ય મેળવી શકો અને પછી જ મન ઉપર કાબૂ પ્રાપ્ત કરી શકો. સંતો અને યોગીઓ કદાપિ એમ નથી માનતા કે તેમણે મન ઉપર Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કાબૂ મેળવ્યો છે. ફકત અહીંતહીં ભટકતો સાધક જ આમ માની લે છે અને પડતીની ગર્તામાં ધકેલાઇ જાય છે. હંમેશાં ગતિમાં રહેવું એ જીવન, મન અને પ્રકૃતિનો સ્વભાવ જ છે. જ્યાં સુધી મનમાં એવો વિચાર હોય કે હજુ ઉચ્ચતર ધ્યેય પ્રાપ્ત કરવાનું બાકી છે ત્યાં સુધી તમે હંમેશાં તે તરફ આગળ ધપે જશો. પરંતુ જો શિખરે પહોંચી ગયાં એમ ધારશો તો તમારે આગળ ચાલવાનું તો છે જ – એટલે તમારી ગતિ પડતી તરફ થશે. જ્યાં સુધી તમારો શ્વાસ બંધ થાય ત્યાં સુધી ઉચ્ચતર સાક્ષાત્કાર માટે હંમેશાં આશા સેવ્યા કરો. આધ્યાત્મિક સાધના કઠિન અને મહેનત માગી લે તેવી હોવાથી બહુ જ ધીમી છે. તે સ્કૂના પેચ જેવી ક્રમિક છે. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી પડે, ધીરે ધીરે વર્તુળ નાનું બનતું જાય અને મહેનત ઘટતી જાય. આવી જ રીતે, સાધકને આધ્યાત્મિક શકિત ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. અંતે તે ઝડપથી છેવટે તે ફલાંગ પછી ફલાંગ વધવાને બદલે માઇલ પછી માઇલની ઝડપે આગળ વધે છે. આમ, તે કૂદકે અને ભૂસકે આગળ વધે છે. એટલા માટે ધીરજ ધરો, સ્થિરતા રાખો અને ખંતીલા બનો. આધ્યાત્મિક પ્રગતિનાં લક્ષણો : જેમ રાત્રિના સમયમાં કળીનું ફૂલમાં રૂપાંતર થાય છે તેમ સાધકનો આંતરવિકાસ ધીમો, શાંત અને અદ્રશ્ય હોય છે. તેથી તમારો વિકાસ થતો નથી, એવા વિચારથી નાહિમંત ના થશો. જાગ્રત અવસ્થામાં ગંભીરતા, શાંતિ અને પવિત્રતા દ્વારા તમે તમારી વાસ્તવિક આધ્યાત્મિક પ્રગતિને માપી શકશો. આથી તમારાં તન અને મન સ્વસ્થ બનશે. તમારો અવાજ મધુર, ચહેરો તેજસ્વી, આંખો ચકચકિત બની જશે. તમે હંમેશાં શાંતચિત્ત રહેશો. તમે સર્વદા આનંદી, નિર્ભય અને સંતોષી બની રહેશો. દુનિયાની કોઇ વસ્તુનું તમને આકર્ષણ રહેશે નહીં. પહેલાં જે વસ્તુઓ તમને હેરાન કરતી હતી તે વસ્તુઓ તમને હવે હેરાન કરી શકશે નહીં. તમારું મન શાંત થઇ જશે. જે વસ્તુઓ પહેલાં આનંદ આપતી હતી તે વસ્તુઓ હવે તમને Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કંટાળો આપશે. તમારું મન એકાગ્ર મને તીક્ષ્ણ બનશે. તમે વધારે ધ્યાનઅવસ્થામાં રહેવા તત્પર થશો. તમે દિવ્ય સુવાસ, દિવ્ય પ્રકાશ અને દિવ્ય સ્વાદ અનુભવશો. દરેક રૂપો ઇશ્વરનાં જ છે તે ભાવના કતર બનશે. દરેક જગાએ તમે ઇશ્વરનું અસ્તિત્વ નીરખશો. તમે ઇશ્વરનું સાનિધ્ય અનુભવશો. તમારું આસન સ્થિર બનશે. નિ:સ્વાર્થ સેવા માટે તમારું હૃદય આતુર બનશે. તમે આધ્યાત્મિક રસ્તે સ્થિર છો, પાછા હઠો છો કે આગળ વધો છો તેનું સતત નિરીક્ષણ કરો. જો તમારાં પ, ધ્યાન અથવા વેદાંતના વિચાર તમારા માયાના પડદાને દ્રઢ બનાવતાં હોય અને તમારા અહંકારને પોષતાં હોય તો તે આધ્યાત્મિક સાધના નથી. આ વાતનું ધ્યાન રાખો. સતત આત્મનિરીક્ષણ કરો અને નિર્દયપણે અહંકારનો નાશ કરો. આ અગત્યની સાધના છે. અહંકાર ચોરની માફક પેસી જો અને બહુરૂપીની માફક અનેક રૂપો ધારણ કરશે. અવનતિની શક્યતા : જ્યારે તમને સાક્ષાત્કારની અવારનવાર થોડી ઝાંખી થાય ત્યારે સાધના બંધ કરી દેશો નહીં. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે પૂર્ણ બ્રહ્મમાંભૂમામાં સ્થિર થાઓ ત્યાં સુધી સાધના ચાલુ રાખો. આ ખૂબ અગત્યનું છે. જો તમે સાધના બંધ કરી જગતમાં હરશો ફરશો તો અવનતિની પૂરેપૂરી શકયતા છે. આની પ્રતિક્રિયા ખૂબ જ ભયંકર હોય છે. આ માટે અસંખ્ય દાખલાઓ મોજૂદ છે. જરાક ઝાંખી તમને પૂર્ણ સલામતી બક્ષતી નથી. નામ અને કીતિમાં લોભાઇ ન શો. તમે તમારી પત્ની, સંતાન, માતાપિતા, મિત્રો અને સંબંધીનો ત્યાગ કરી શકો. પણ નામ અને કીર્તિની ત્યાગ કરવો અતિ કઠિન છે. હું તમને આ ગંભીરપણે ચેતવણી આપું છું. જે માણસ આત્મામાંથી સુખ પ્રાપ્તિ કરી શકે છે તેને બાહ્ય વસ્તુના સુખની જરા પણ પરવા રહેતી નથી. જગતના માણસો માટે જગત એક મહાન વસ્તુ છે. બ્રહ્મવેત્તા માટે તે તણખલા સમાન છે. બ્રહ્મજ્ઞાની માટે તો સંસાર એક બિંદુ, એક પરપોટો અને હવાનું સૂક્ષ્મ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કણ છે. આ જગતની સર્વ વસ્તુની અવગણના કરો. તમારા અભ્યાસથી સ્થિરતા પ્રાપ્ત કરો. અંતિમ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી કદાપિ અભ્યાસ બંધ ન કરો. બાત્મિક ચેતનામાં તમે સ્થિર નિવાસ કરી શકો ત્યાં સુધી સાધનામાંથી નિવૃત્તિ ન લો. નિષ્ફળતાથી નાસ્મિત ના બનો. તમે ઉત્સાહથી આગળ વધો. ભૂતકાળની ભૂલોને યાદ ન કરો, કારણ કે તેમ કરવાથી તમારા મનમાં દુઃખ અને હતાશા વ્યાપશે. ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન કરો. તમારી નિષ્ફળતાનાં કારણોનો અભ્યાસ કરો અને તેને દૂર કરવા કટિબદ્ધ થાઓ. તમારી જાતમાં નવીન શિક્ત અને સદ્ગુણો વિકસાવો. તમારી ઇચ્છાશક્તિનો વિકાસ સાર્ધા. લાલચનો સામનો, દુવિચારનો નાશ, બધી તૃષ્ણાનો ત્યાગ, કુવચનનો ત્યાગ, ઉમદા કાર્યનો વિકાસ, ઉન્નત વિચાર આ બધી વસ્તુઓ ઇચ્છાશકિત મજબૂત બનાવવામાં ઉપયોગી બને છે. આ બધી વસ્તુઓથી ઉમદા ચારિત્ર્ય, શાશ્વત સુખ તથા અમરત્વની પ્રાપ્તિ થાય છે. - સાધાનાની પ્રત્યેક ક્રિયા તમારા અંદરના સૂક્ષ્મમાં અચૂકપણે નોંધાય છે, કોઇ પણ સાધના નિષ્ફળ જતી નથી. તમારા વિકાસમાં દરેક ક્રિયા ભાગ ભજ્વે છે. આ એક નિયમ છે. માટે નકારાત્મક વિચારોનો ત્યાગ કરો. સાધનાને માર્ગે શાંતિથી આગળ વધ્યે જાઓ. તેમાં નિયમિત બનો. એક પણ દિવસના અંતરાય વગર તમારા આધ્યાત્મિક અભ્યાસમાં આગળ ધગ્યે જાઓ. ધીરે ધીરે શક્તિનો સંચય થશે અને તેની વૃદ્ધિ થતી જશે. અંતે, સાધનાના પથમાં કરેલા સતત પ્રયત્નોથી તથા ધીરજ અને ખંતના પરિપાકરૂપે જીવનના લાંબા ગાળે એક ધન્ય પળે આ સાધના પરમ આનંદના સાક્ષાત્કાર સ્વરૂપે ફળદાયી બનશે. સાધના નિયમિત, સતત, અતૂટ અને સાચા દિલની હોવી જોઇએ. જો તમારે આત્મસાક્ષાત્કાર ઝડપથી પ્રાપ્ત કરવો હોય તો એકલી નિયમિતતા જ નહીં પરંતુ સાધના અને ધ્યાનનું સાતત્ય પણ નિતાંત આવશ્યક છે. એક Page #428 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૨૧ વખત આધ્યાત્મિક ઝરણું વહેતું થયા પછી તે કદાપિ સુકાતું નથી, સિવાય કે આગળના માર્ગમાં વિબ આવે અથવા બંધિયાર બની જાય. વાસનાના આંતર-પ્રવાહનો નાશ કરો ને નિયમિત ધ્યાન ધરો. આધ્યાત્મિક પ્રગતિનાં વિઘ્નો : ઘણી વાર સાધક આગળ વધી શકતો નથી. ઘણી વાર સિદ્ધિની લાલચે તે બીજા રસ્તા ઉપર ચઢી જાય છે. અને પોતાનો રસ્તો છોડી દે છે. આથી તે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે. ઘણી વખત તે ખોટો સંતોષ માની બેસે છે. ઘણી વખત એ એમ માને છે કે પોતે અંતિમ લક્ષ્ય પહોંચી ગયો છે અને તેથી સાધના બંધ કરે છે. કોઇ વાર તે કાળજી વિનાનો અને આળસુ બની જાય છે તેથી સાધના કરી શકતો નથી. માટે વહાણના કમાનની માફક, ઓપરેશન કરતા સર્જનની માફક સદા ખૂબ જ સાવચેત રહો. આધ્યાત્મિક પથ વિનોની ભરપૂર છે. જેવા તમે એક વિબ પાર કરો કે તરત જ બીજું વિબ તૈયાર જ હોય છે. તમે સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ મેળવો કે તરત જ બીજી ઇન્દ્રિય બમણા વેગથી તમને હરાવવા તત્પર જ હોય છે. તમે લોભ દૂર કરો કે તરત જ ક્રોધ તમને હેરાન કરવા તૈયાર જ હોય છે. અહંકારને એક બારણેથી બહાર કાઢો તો બીજા બારણેથી હાજર ! માટે અખૂટ ધીરજ, ખંત અને અતૂટ તાકાત આવશ્યક છે. દ્રઢ મનોબળવાળા બનો. લોકો તમારી મશ્કરી કરશે. છતાં પણ શાંત રહો. લોકો તમારું અપમાન કરશે. લોકો તમારા માટે ખોટી અફવા ફેલાવશે, છતાં પણ શાંત રહો ને આધ્યાત્મિક પથને પકડી રાખો. સત્ય જ્યાં લઈ જાય ત્યાં જાઓ અને તેની ગમે તેટલી કિંમત ચૂકવવી પડે તો ચૂકવો. હમણાં જ સાધના શરૂ કરો : હમણાં જ કાર્ય કરો. હમણાં જ જીવન શરૂ કરો. હમણાં જ જ્ઞાન Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રાપ્ત કરો. અત્યારે જ સુખી બનો. પ્રત્યેક મૃત્યુ ચેતવણી રૂપ છે. ઘંટનો પ્રત્યેક રણકાર ‘તમારો અંત નજીક છે' તેનું સ્મરણ કરાવે છે. જીવનનો પ્રત્યેક દિવસ તમારી કીમતી જિદંગીને લૂંટે છે. તેથી સતત સાધનામાં નિમગ્ન રહેવામાં તમારે દિલથી લાગી વું જોઇએ. નિષ્ફળ શોના શિકાર ન બનો. આનો દિવસ શુભ છે. આનો દિન તમારા નવા ન્મનો દિવસ છે. અત્યારે જ સાધના શરૂ કરો. ભૂતકાળની ભૂલોને અત્યારે જ છેલ્લી સલામ પાઠવો. તમે તમારા પાઠ શીખી ગયા છો. નવી આશા, નવો ઉત્સાહ અને નવા નિશ્ચય સાથે આગળ ધપો. ગભરાશો નહીં. શંકા ન લાવો. તમારા સમયનો દુર્વ્યય કરવાને બદલે સાધનાના રસ્તે આગળ વધવા કમર કસો. તમારામાં અખૂટ શક્તિ પડી છે. તમારામાં અખૂટ શકિતસંચયનો ખજાનો છે, તેથી આશા ન છોડો. વિઘ્નો એ તો સફળતાનાં સોપાન છે. તેનાથી તમારી ઇચ્છાશકિત પ્રબળ બનશે. તેમનાથી દબાઇ જશો નહીં. ભૂલ તમને પૂર્ણતાની યાદ આપે છે અને પાપ સદ્ગુણોની યાદ અપાવે છે. હંમેશ સાચા માર્ગે ચાલો. જ્યારે સમુદ્રનાં સર્વ મોજાં શાંત થઇ જશે ત્યારે હું સ્નાન કરીશ. એવું વિચારશો તો સ્નાન કદી શકય નહીં બને. કદાપિ મોજાં નાશ પામવાનાં જ નથી અને તમે કદાપિ સ્નાન કરી શક્વાના નથી. તેવી જ રીતે, જો તમે એમ વિચારશો કે જ્યારે મારી ચિંતાઓ અને દુઃખો નાશ પામશે ત્યારે હું આધ્યાત્મિક સાધના શરૂ કરીશ. જ્યારે નિવૃત્તિ થયા બાદ મને પૂર્ણ નવરાશ મળશે ત્યારે હું સાધના શરૂ કરીશ. તો આ શકય બનવાનું નથી. જ્યારે તમે ઘરડા બનશો ત્યારે અડધો કલાક પણ સ્થિર બેસવા તમે શક્તિમાન બની શકશો નહીં. કોઇ પણ કઠિન તપ કરવા માટે તમારી તાકાત રહેશે નહીં. જ્યારે તમે યુવાન હો ત્યારથી જ કઠિન આધ્યાત્મિક તપશ્ચર્યા શરૂ કરો. પછી ભલેને ગમે તે સંજોગો હોય ! આમ કરશો તો જ જ્યારે તમે સમૃદ્ધ બનશો ત્યારે આધ્યાત્મિક પાક લણી શકશો અને Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અંતમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકશો. પરિશિષ્ટ- ૩ જ્ઞાનના અમોધ સાધન જ્ઞાન નિર્મળ છે, પવિત્ર કરનાર છે, અશુભમાંથી બચાવનાર છે, તારનાર છે, પણ તે આચરાય તો જ. જગતમાં જ્ઞાન કથનારાની ખોટ નથી. સૌ જ્ઞાનનો ઉપદેશ ઓછો વધતો બીજાને આપી શકે છે, પણ જે જ્ઞાન તે કહે છે તે પોતે આચરી શકતો નથી. જેમ જખ્યા વગર ભૂખમટતી નથી, તેમ જ્ઞાનનું આચરણ કર્યા વિના ફળ મળતું નથી. તેથી જ્ઞાનને આચરણમાં મૂકવું. જેટલું જ્ઞાનનું આચરણ ને જેટલો ભોગનો ત્યાગ, તેટલું સુખ. જે જ્ઞાન કથાય છે તેનો કહેનાર તે જ્ઞાનથી આચરણહીન હોય તો કહેલું જ્ઞાન સાંભળનાર પર અસર કરતું નથી. જ્ઞાનને આચારમાં ઉતારવાનો અભ્યાસ કરવા નીચે લખેલા કોઇ ને કોઇ સુગમ લાગે તે નિયમ પ્રથમ લેવા ને તેને આગ્રહપૂર્વક પાળવા. એક આગ્રહપૂર્વક પળાયેલો નિયમ બીજા અનેક નિયમ પાળવાનું બળ આપે છે. એક સદ્ગણ અનેક સગુણો લાવે છે. એક દુર્ગુણ અનેક દુર્ગુણ લાવે છે. નિયમો નીચે પ્રમાણે છે. (૧) સત્ય બોલવું - Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ - 5 , , જે જાણતા હોઇએ તે બોલવું. બરાબર જાણીને સમજીને બોલવું. અન્યથા કદી કોઇ સંજોગોમાં ન જ બોલવું. કેટલાક કહે છે કે, કોઇનો પ્રાણ, બચાવવા, આજીવિકાના નાશના પ્રસંગે, વિવાહ પ્રસંગે, ઉપહાસમાં, ને સ્ત્રીના પ્રસંગમાં અસત્ય બોલવામાં વાંધો નથી. આ વાત વહેવારકુશળતાની નીતિ માટે છે, ધર્મ માટે નથી જ, સત્યના વતવાળા માટે નથી જ. સત્યના વતવાળો કોઈ પણ સંજોગોમાં ગમે તેના ભોગે અસત્ય ન જ બોલે. આખા બ્રહ્માંડના નાશ કરતાં સત્યનો નાશ વિશેષ કિમતી છે. સત્યનું તપોબળ, સત્યનું તેજ અપરિમિત છે. તેના તેજથી અનેક વિબોનો નાશ થાય છે. સત્યવાદીનું રક્ષણ સત્ય જ કરે છે. માટે આ નિયમવાળાએ સત્ય ન જ તજવું. (૨) પ્રિય બોલવું - આ એક સુંદર વશીકરણ છે. પ્રિયવાદી સૌને પ્રિય લાગે છે. પ્રિય બોલવું એટલે ખોટી ખુશામત કરવી, એમ નહીં. પ્રિયવાદીથી અસત્ય ન જ બોલાય. પ્રિયવાદી જે બોલે તે કોમળ મીઠી વાણીમાં બોલે. સામાને આઘાત ન પહોંચે તેવી વાણી બોલે. પ્રથમના ઇતિહાસોમાં કોઇક રાજાને પ્રિયવાદી કહેલા છે. કોઇ સત્યવાદી હતા, કોઇ મિથ્યાવાદી હતા, આ એકેક નિયમના બળે તેમનામાં અનેક સામર્થ્ય હતાં. ઠગ પ્રિય વાણીથી ઠગે છે. વેપારી મીઠું બોલી છેતરે છે. પ્રિય વચનમાં એટલું બધું સામર્થ્ય છે કે તેથી સામો પોતાનું હિત-અહિત શામાં છે તે માપી શકતો નથી, ત્યારે સૌનું હિત ઇચ્છતો સત્યયુકત પ્રિય બોલતો હોય, તેનો કેટલો પ્રતાપ હોય ? અપ્રિય કોઇને ગમતું નથી. તિરસ્કાર, કષ્ણ વચન, ગાળ વગેરે પશુને પણ ગમતાં નથી, પશુ પણ પ્રિય વાણીથી આનંદમાં આવે છે. તો પ્રિય બોલવાનો નિયમ રાખવાથી અનેક શુભ થાય છે. (૩) હિત બોલવું - સામાનું અહિત થાય, તેવું ન જ બોલવું. તો સત્ય, પ્રિય ને હિતકર ને તે ન બને તો મૌન રહેવું. સાચાનું જુઠું થાય તેવું ન ઇચ્છાય, ન વદાય. Page #432 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૨૫ ને ન આચરાય. સત્ય, પ્રિય ને હિતકર વચન વધવાનું તપ એકમાં હોય તો તેનું અપૂર્વ બળ છે. શાસ્ત્રોમાં તો કહેલ છે કે સત્યમાં સ્થિરતા થવાથી તે વાણી અમોધ થાય છે. તેનામાં જે બોલે તે થાય, તેવી શકિત આવે છે, આ વાત સાચી છે. છતાં તે શક્તિ મેળવવા આ નિયમ ન જ લેવો. સત્યની ઉપાસનાનું ફળ તેટલું જ છે તેમ નથી, તેથી અનેકગણું વિશેષ છે, સત્યવાદીની પોતાની બાહ્ય પરીક્ષાને માટે આ દ્રશ્યફળ લખ્યું છે. બાકી સત્યવાદી નિર્ભય થાય છે. સત્યવાદી નિશ્ચિત થાય છે. સત્યવાદી કોઇથી દબાતો નથી. સત્યવાદી પોતાના તપથી પુણ્યલોકને પ્રાપ્ત થાય છે. ને ભોગની ઇચ્છા વિનાનો ધ્યેય તો કેવળ સત્યના સેવનથી મુક્તિ પ્રાપ્ત કરે છે. (૪) ચોરી ન ક્રવીઃ માલિકને કહા સિવાય કંઇ લેવું તે ચોરી. આ નિયમ પાળનારે તેમાં ઊંડા ઊતરવું. કોઇ પણ વસ્તુ લેતાં માલિક કોણ તે તપાસવું. રસ્ત જતાં વાડેથી તે દાતણ ન જ લઈ શકે.તેના ધણીને તેણે પૂછવું જોઇએ. નોકર શેઠને ત્યાંથી કાગળ, પેન્સીલ, શાહી ન જ વાપરી શકે. નોકરીના વખતમાં કામના સમયનો પોતાના માટે ઉપયોગ ન જ કરી શકે. જાણતાં કે અજાણતાં બીજાની કોઇ વસ્તુ ન જ લેવાય. લેવાની ઇચ્છા પણ ન જ થાય. પરસ્ત્રી સામી કુદ્રષ્ટિ કરવી તે પણ ચોરી છે. ભોગની ઇચ્છા કરવી તે પણ ચોરી છે. પોતાના ઘરમાંથી પણ પોતાના માટે નિર્માણ નથી તે લેવું તે પણ ચોરી છે. આ નિયમ પાળનાર જેમ જેમ તેને આચરે છે તેમ તેમ નિર્મળ ને નિર્ભય થાય છે. ને કઇ ચોરી ને કઇ ચોરી નહીં તેને પોતાની મેળે જ જાણે છે. અંદરનો આત્મા છે તે જ સર્વનો ન્યાય કરી જાણે છે. શું સાચું છે તે જ તે યથાવત્ જાણે છે એટલે કોઇપણ નિયમના ઉપાસકે નિયમ પાળવા જ માંડવો, તર્ક ન ચડવું. આચરતાં આચરતાં તમામ મુશ્કેલી ઉકેલવાનું બળ તેનામાં આવશે. (૫) પરનિંદા ન ક્રવી : Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ જે વ્યકિત હાર નથી તેની વાત, તેના દોષની કથા ન કરવી પરનિંદા કરનારના હૈયામાં પારકાનું ભૂંડું થાય તેવી સૂક્ષ્મ વાસના હોય છે. પરનું ભૂંડું થયે રાજી થવાની વાસના સિવાય પરનિદા ઘણું ખરું થતી નથી. પરનિદાથી પરને સુધારવાની ઇચ્છા પાર પડતી જ નથી. જીભને રસ ઉતારવા, વખતનો દુરુપયોગ કરવા પારકુ ભુંડું થયે રાજી થતો જીવ પરનિદા કરે છે. માટે પરનિદો સર્વથા ત્યાજ્ય છે. પરનિદામાં અસત્ય ભળે છે. વૈષ તો મૂળથી જ હોય છે. (૬) ક્રોધ ન ક્રવો - આ શુભ માર્ગે લઇ જનાર અમોધ દવા છે. જેના હૈયામાં લેશમાત્ર વિકાર નથી તે સાધુ છે. ક્રોધ એ નબળાઇ છે. ક્રોધ ભયવાળાને થાય છે. ક્રોધ પામરને થાય છે. ક્રોધ આળસુને થાય છે. કોઇ પારકા ઉપર આશા બાંધેલાને થાય છે. ક્રોધમાં જૂઠ, વેષ, હિસા, અપ્રિયતા સૌ ભરેલાં હોય છે. ક્રોધ ગયા સિવાય, અંતરમાં અખંડ શાંતિ આવ્યા સિવાય કદી મુકિત થવાની નથી. કોઈ ક્રોધીના જ શરીરને બાળે છે, તેની જ શકિત હમે છે, તેની જ મતિને ભમિત કરી સારાસારવિચારહીન કરે છે. ક્રોધ ન કરવાનું કરાવે છે. ન બોલવાનું બોલાવે છે. ક્રોધની પહેલી ખોટી અસર ક્રોધી પર થાય છે. પછી સામા પર થાય છે. કોઈ મૂળ મોહ, અન્યાય, સાહસ, વગર વિચારે કરેલું કાર્ય ને સંજોગને લીધે થતો હોય છે. જેણે ક્રોધ જીત્યો તેણે મન જીત્યું. જેણે મન જીત્યું. તેણે મુકિત પ્રાપ્ત કરી. જ્ઞાનનો, ડહાપણનો, બુદ્ધિનો, કીતિની, પ્રતિષ્ઠાનો સર્વ બળનો, તપનો-એ સર્વનો નાશ કરનાર પોતાનો જ ક્રોધ છે. અનેક વર્ષનું તપ, અનેક જપનું બળ, અનેક પુણ્યનો સંચય એક વખતના ક્રોધથી નાશ પામે છે. અપૂર્વ શાંતિ જ ક્રોધ જીતે છે. જે મોડામાં મોડો અકળાય છે તે જ સૌથી મોટો છે. જેના પ્રસંગમાં આવવાનું થાય, તેના પ્રસંગમાં આવતાં પહેલાં તે મનુષ્યને જાણવો કે કેવી પ્રકૃતિનો છે. ગુણીને રજોગુણીના પ્રસંગમાં આવતાં અકળામણ થાય છે. જે બળવાન શત્રુ સામે રાજા લડવાની વધારે તૈયારી કરે છે તેમ તમોગુણી ને રજોગુણી Page #434 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૪૨૭ મનુષ્ય સામે ખૂબ શાંતિ રાખવી. શાંતિ એ અજબ બળ છે. શાંતિ એ માન ગુણ છે. આખું બ્રહ્માંડ નાશ પામે પણ શાંતિ બાકી હોય તો શાંતિ સઘનું ઉત્પન્ન કરે છે. શાંતિ એટલે મનનું અખૂટ બળ, શાંતિ જે ઊંચામાં ઊંચી છે તે કયાં સુધી રાખવી ? તેનો ઉત્તર એ છે કે સર્વસ્વ નાશ પામે તોય તેની એક કણી પણ ખરવી ન જ જોઇએ. આવી શાંતિ સહેજે નથી આવતી. આવી શાંતિ બહુ અભ્યાસનું મૂળ છે. આવી શાંતિથી વિષ્ણુ પૂજાય છે. જેમ જેનામાં શાંતિ વિશેષ તેટલું તેને સુખ વિશેષ. ચિત્તની અખંડ શાંતિ એ જ બળ છે, એ જ વૈભવ છે, એ જ દેવત્વ છે, એ જ સુખ છે, એ જ આનંદ છે, એ જ મુકિત છે. નિર્વિકાર ચિત્ત એ જ સુકતાવસ્થા. (૭) દેવું ન ક્રવું - આ નિયમથી દુઃખ બહુ ઓછું થાય છે, તેજ ને પ્રતાપ વધે છે, પરની ઓશિયાળ રહેતી નથી, ખોટી ખુશામત કરવી પડતી નથી, ચિંતા વિના રહેવાય છે, નિરાંતે ઊંઘાય છે ને મરણ આવે ત્યારે નિરાંતે મરાય છે. કોઇ પણ સંજોગોમાં એક પૈસાનું પણ દેવું ન કરવું. જેમ કોઇનું ધન લેવું તે દેવું છે તેમ કોઇની વસ્તુ લેવી તે પણ દેવું છે. દેવું ન જ કરવું તે વધારે સારું છે. તે ધનને કે ધન બદલની ચીને લાગુ પાડવું. ઘરમાં સાપ આવ્યો હોય તેને પકડવા પાડોશીનો સાણસો લેવો તે દેવું આ નિયમ પાળનારે ન ગણવું. લાઇબ્રેરીમાંથી ચોપડી વાંચવા લાવવી તે આ નિયમને બાધકારક ન ગણવી. જેનું મૂલ્ય અપાય છે તે પાસે ન હોવાથી ન આપવું ને આપવાનો વાયદો કરવો તેનું નામ દેવું. (૮) પરસ્ત્રી તરફ દ્રષ્ટિ ન કરવી ને ચાલતાં જમીન પર દ્રષ્ટિ રાખીને ચાલવું. આ નિયમથી અનેક વિકાર ને ઇચ્છાથી બચી જવાય છે. કાંયથી, ખાડાથી, ઝેરી પ્રાણીથી બચાય છે. કોઇ જીવની હિંસા થતી બચે છે. મન સ્થિર થાય છે, શાંત થાય છે. (૯) જમતાં જમતાં બોલવું નહીં ને અન્યની નિંદા ન ક્રવીઃ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આ નિયમ સામાન્ય છે. પણ ચિત્તની અસંખ્ય વૃત્તિઓ છે તેને દબાવવા આ નિયમ પણ ઉપયોગી છે. આથી રસઇંદ્રિય ને ક્રોધ બંને જીતવામાં બળ આવે છે. શાંતિ રહે છે. ઉપાધિ વિના જમાય છે. પ્રારબ્ધવશાત્ શરીરને દુઃખરૂપ ન હોય તે ભોજન જમી લેવું. આથી સંતોષ અને શાંતિ બંને આવતાં જાય છે. (૧૦) મૌન રાખવું - દિવસમાં પોતાને અનુકૂળ હોય તેટલો સમય વાણીનું મૌન રાખવું. આ સમયમાં કાગળ પર કે સ્લેટ પર પણ બનતા સુધી ન લખવું. હરફર ન કરવી. એક ઠેકાણે બેસવું. ઇશારા ન કરવા. ચિત્તની ચંચળતા મટાડવા. મનને શાંત કરવા, મનને આત્મામાં વાળવા મૌન એ સુંદર ઉપાય છે. મૌનમાં બહુ બળ છે. વાણીનું મૌન એ આરંભની ક્રિયા છે. એ મૌન સિદ્ધ થતાં અથવા સિદ્ધ કરવાના અભ્યાસકાળમાં મનને મૌન કરવા અભ્યાસ કરવો. સાચું મૌન મનનું મૌન છે. મન નિવિચાર રહે. સંકલ્પવિકલ્પ રતિ રહે, ઇચ્છા રહિત રહે એ મૌન બહુ સુખપ્રદ છે. સમાપ્ત Page #436 -------------------------------------------------------------------------- ________________ બ.ક . :- '' ' ' - 5 - '' જિક કt X I wou ૧૨ પૂજ્ય આચાર્યશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો ક્રમ પુસ્તક રૂ. પૈસા જીવવિચાર (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨૦-SO દંડક * પ્રશ્નોત્તરી ૪-૦૦ નવતત્વ (બીજી આવૃત્તિ) * પ્રશ્નોત્તરી ૨૬-૦૦ કર્મગ્રંથ-૧ * પ્રશ્નોત્તરી ૬-૦૦ કર્મગ્રંથ-ર * પ્રશ્નોત્તરી ૭-૦૦ કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨૩-૦૦ કર્મગ્રંથ સત્તાપ્રકરણ ૪ પ્રશ્નોત્તરી ૧૦-૦૦ • ઉદય સ્વામિત્વ પ્રશ્નોત્તરી ૧૫-૨૦ કર્મગ્રંથ-૪ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૪-OO ૧૦ કર્મગ્રંથ-૪ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૧૫૦ ૧૧ કર્મગ્રંથ-૫ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૧૫-૦૦ કર્મગ્રંથ-૫ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૧૫-૦૦ લઘુ સંગ્રહણી * પ્રશ્નોત્તરી ૬-૦૦ જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૪૦-OO કર્મગ્રંથ-૫ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૪૫-OO કર્મગ્રંથ-૫ ભાગ-૪ પ્રશ્નોત્તરી ૧૮-૦૦ કર્મગ્રંથ-૧ તથા ૨ પ્રશ્નોત્તરી ૨પ-00 કર્મગ્રંથ-૬ ભાગ-૧ પ્રશ્નોત્તરી ૨૧-00 કર્મગ્રંથ-૬ ભાગ-૨ પ્રશ્નોત્તરી ૪-00 કર્મગ્રંથ-૬ ભાગ-૩ પ્રશ્નોત્તરી ૩૧-૦૦ ૨૧ કિગ્રંથ-૬ ભાગ-૪ પ્રશ્નોત્તરી ૩પ-૦૦ કગ્રંથ-૬ ભાગ-૫ પ્રશ્નોત્તરી ૩૮-૦૦ ૨૩ કર્મગ્રંથ-૬ ભાગ-૬ પ્રશ્નોત્તરી ૩૫-૨૦ ૨૪ કર્મગ્રંથ-૬ ભાગ ૭ +૮ પ્રશ્નોત્તરી ૨૪-૦૦ કર્મગ્રંથ-૪ ભાગ ૧+૨ પ્રશ્નોત્તરી ૭૦૦ કર્મગ્રંથ-૫ ભાગ ૩+૪ પ્રશ્નોત્તરી ૬પ-૦૦ જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન ૧૬-૦૦ નવતત્વ (બીજી આવૃત્તિ) વિવેચન ૨00 કર્મગ્રંથ-૧ વિવેચન ૧૫-૦૦ રૌદ ગુણસ્થાનક * વિવેચન ૧૬-૦૦ શ્રી જ્ઞાનાચાર ૧૬-૦૦ શ્રી જંબૂસ્વામિ ચરિત્ર * ૨૧-૦૦ ૨૨ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ૧૧ ૧૯ ૨૦ ક્રમ પુસ્તક રૂ. પૈસા દુર્બાન સવરૂપ દર્શન (બીજી આવૃત્તિ) ૨૬-૦૦ શ્રી જિનપૂજા ૪-૦૦ શ્રી શત્રુંજય માહાભ્ય-સર્ગ-૧ * આંતરશત્રુઓ ૧૪-૦૦ ધર્મને ભજો આશાતના તજો ૭-૦૦ અનુભવવાણી સૂરિરામની ભાગ-૧ ૩૮-૦૦ અનુભવવાણી સૂરિરામની ભાગ-૨ ૩૮-00 ૧૪ કલિકાળના કોહીનુર (જૈનેતરની દ્રષ્ટિએ) ૧૪-00 ૧૫ કર્મગ્રંથ-૬ વિવેચન ભાગ-૧ ૪૮-00 બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૧ ૫૦-00 ૧૭ બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૨ ૫૦ ૧૮ શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ ૧૨-૦૦ કર્મગ્રંથ-૨ / વિવેચન ૨૦-૦૦ કમગ્રંથ-૩ " વિવેચન ૧૮-૦૦ કર્મગ્રંથ-૪ વિવેચન ૩૨-OO સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-ઉપદેશામૃત ૩૮-00 ૨૩ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-ઉપદેશામૃત પ્રત-૧ -- સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૧ પ્રત-૨ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૧ ૪૫-૦૦ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨-પ્રત-૩ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-પુસ્તક-૩ તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨ ૪૨-O સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૧-પ્રત-૪ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૨-પ્રત-૫ કર્મગ્રંથ-૧ વિવેચન (નવી આવૃત્તિ) ૫૦૦ સૂરિરામની વાણી જ્ઞાનરત્નોની ખાણી શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૩ પ્રત-૬ શ્રી જિનનું દર્શન-વંદન-પૂજન ૩0 શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો પ્રત-૭ શ્રી પર્યુષણાઝાન્ડિકાના વ્યાખ્યાનો પ્રત-૮ ૩૪ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૬ ક્રમ પુસ્તક રૂ. પૈસા શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો (હિન્દી લીપી) પ્રત-૯ શ્રી પર્યુષણાષ્ટાબ્લિકાના વ્યાખ્યાનો (હિન્દી લીપી) પ્રત-૧૦ કર્મગ્રંથ-૫ વિવેચન પપ-૦૦ જીવવિચાર વિવેચન (નવી આવૃત્તિ) ૪૦-૦૦ ૩૯ નવતત્વ વિવેચન (નવી આવૃત્તિ). ૧૫૦-૦૦ ૪૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ (નવી આવૃત્તિ) ૯૦-૦૦ ૩૭. ૩૮ * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. Page #439 --------------------------------------------------------------------------  Page #440 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ