________________
૩૦૮
સ્થાનક ભાગ-૧
વિધિના રાગ અને અવિધિના ત્રાસ વિના અવિધિ સેવાય તો :
અવિધિ એટલે ? અહીં ફરમાવે છે કે- “દિirદાશ્વ શાસ્ત્રોમર્યાયા પ્રવર્તન, તદ્દમાવોદવિધિ ' શાસ્ત્ર કહેલી મર્યાદા મુજબ પ્રવર્તન કરવું એ વિધિ અને એનો અભાવ એ અવિધિ. શાસ્ત્ર કરવા લાયક ક્રિયાને જે રીતિએ કરવાની કહી તે મુજબ નહિ કરતાં, ફાવતી રીતિએ, ગમે તેમ કરવી, એ અવિધિ છે, વસ્તુનો ખ્યાલ હોવા છતાં પણ,વિધિના રાગ અને અવિધિના ત્રાસ વિના જ અવિધિ સેવાય, તો એ માર્યા વિના રહે નહિ. અવિધિ થઇ જાય એ વાત જૂદી છે અને અવિધિ કરવી એ વાત જૂદી છે. વિધિ જાણવા છતાં વિધિની ઉપેક્ષા કરે, કોઇ વિધિ બતાવે તો કહેશે - “બહુ સારૂં, આમ પણ થાય અને અવિધિનું એમ સ્થાપન કરે, તો માર્યો જા. અવિધિ જાણ્યા પછી પણ એમાં રસ રહે, વિધિ મુજબ કરવાની વૃત્તિ જન્મે નહિ, અવિધિ ડંખે નહિ, તો સારી પણ ક્રિયા મારે. શાસ્ત્રના પ્રણેતાઓને દુનિયાને ધર્મી બનાવવાની ઘણી કાળજી હતી. આજના અવિધિપથિઓની એ પુણ્યપુરૂષો કરતાં ઉપકારબુદ્ધિ વધી હશે, માટે વિધિના બહુમાન વિનાના અવિધિને પોષતા હશે કેમ ? જેઓ શાસકાર પરમષિઓએ કરેલા નિષેધને ન માનતાં, મનસ્વિપણે શાસ્ત્રના નામે વાતો કે છે, તેઓ શાસનો દ્રોહ કરનારા છે. ચીજ સારી પણ :
આજે અવિધિના શાસમર્યાદા મુજબ થતા ખંડનથી પણ ઘણાઓ મુંઝાય છે. ઘણાના હૈયામાં એ વાત ઘર કરી ગઇ છે કે-ગાડું ઘેલું પણ. સારૂં કરવામાં વાંધો શો ? વાત એ છે કે-વિધિ થોડો થાય, વિધિ ઘણો થાય. એના કરતાં વિધિનું બહુમાન નહિ અને અવિધિનો ત્રાસ નહિ, એ બહુ ભયંકર છે. સારી પણ ચીજ યોગ્યતા વિના ખવાય તો નુકશાન થાય. ઘેર લગ્ન હોય, મિષ્ટાન્ન કર્યું હોય, એ વખતે છોકરાને પેટમાં શુળ ઉપડ્યું હોય તો ? બીજાને આગ્રહથી પીરસો, જાતેય ખાવ, પણ છોકરો માગે તો