________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૯૯ છે. અહીં બેસનારે માખણીઆ તેમજ ખોટી કીતિના લોભી બનવું ન જોઇએ. માત્ર સ્વપર હિતની દ્રષ્ટિએ અનંતજ્ઞાનિઓએ અને મહાપુરૂષોએ કહેલી વાતો કહેવી જોઇએ. એ વાતો એવી રીતિએ કહેવાય કે-સામાને પોતાના દોષો ખ્યાલમાં આવે અને ગુણ કેળવવાની ભાવના થાય. આ પાટે બેસનાર માખણીયા બને તો અનંતજ્ઞાનિએ કહેલી વાતો કહી ન શકે. આ પાટ એવી જબરી છે કે-જે ભૂલે તેને મારે. ઉપદેશક અને શ્રોતા બન્નેએ માર્ગમાં રહેવાનું. તમે સાંભળો છો શા માટે ? દોષો કાઢવા અને ગુણો મેળવવા માટે ને ? ધર્મ કરો છો શા માટે ? એ જ માટે ને ? તો પછી કદિ સરવૈયું કાઢ્યું કે-આ બધું નામાં ચાલે છે કે ખોટમાં ? વધે છે કે ઘટે છે ? વેપારીએ બારે મહિને કાંઇક ને કાંઇક રળવું જોઇએ, નોકરીઆતે બારે મહિને કાંઇક ને કાંઇક બચાવવું જોઇએ, વિદ્યાર્થીિએ બારે મહિને પરીક્ષા પાસ કરવી જોઇએ-એબ દરેકને કાંઇક ને કાંઇક દરવર્ષે મેળવવું જોઇએ એવો વ્યવહારમાં કાયદો છે, તો અહીં ? સમય જાય છે તેમ ધર્મક્રિયામાં ઉત્સાહ વધે છે કે ઘટે છે, એનું માપ કદિ કર્યું છે? કેટલાક વખતથી ધર્મ કરો છો ? અમૂક પર્યાય થયો ને ? જેઓ માત્ર પૂજા કે પ્રતિક્રમણ કરતા હોય, તેમને માટે તે ક્રિયાનો પર્યાય ! ત્યારે ક્રિયાનો પર્યાય વધ્યો તેમ દોષ વધ્યા કે ઘટ્યા ? ગુણ આવ્યા કે ગયા ? પ્રમાદ વધ્યો કે ઘટ્યો ? પ્રતિક્રમણ રોજ કરતાં, અવિધિ અને પાપ, બેમાં ઘટાડો થયો કે નહિ? આજે આ વિચાર મોટે ભાગે ધર્મક્રિયા કરવા છતાં જવા જોઇતા દોષ જતા નથી અને આવવા જોઇતા ગુણ આવતા નથી, ત્યારે એમ પણ ધારી શકાય કે-મૂળ નથી. મૂળ વિના રોપા જોડેલા છે, માટે કરમાય છે પણ ફુલતા-ફાલતા નથી. ઉત્તમ કુળને છાતા ગુણો જો કુળમાં પાછા લાવવા હોય, તો જ્યારે જ્યારે સામગ્રી હોય, ત્યારે ત્યારે આખું કુટુંબ શ્રી જિનવાણીનું શ્રવણ કર્યા વિના રહે નહિ એવી યોજના કરવી જોઇએ. બચ્ચાં રોજ નિયમિત સાંભળે તો તો એમના ઉપર પ્રાયઃ સુન્દર છાયા પડ્યા વિના રહે નહિ.