________________
૨૮૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
નવ પ્રકારે વિશુદ્ધ આહાર ગ્રહણ કરે, બહ્મચર્ય પાળે, નિષ્પરિચહતા રાખે, અને પરિષહ-ઉપસર્ગ આદિ સહે, એટલી બધી કષ્ટક્રિયા કરે, છતાં એક દંભ હોય તો વાંધો શો ? કહે છે કે-એ બધા મોક્ષસાધક ધર્મો દંભના યોગે દૂષિત થાય છે, નિષ્કલ બને છે. એ ક્રિયાનું ફલ મળતું નથી.
આ પછી, વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે- દંભ, એ દુસ્યજ છે. રસાસકિત તજવી એ સહેલું છે, દેવભૂષણ છોડવું એ સહેલું છે, કામભોગ તજવા એ સહેલું છે, પણ દંભસેવન એ દુત્યજ છે. દંભસેવનનો ત્યાગ કરવો એ બહુ મુશ્કેલ છે.
હવે કહે છે કે- તુચ્છ બુદ્ધિના આત્માઓ શું ધારીને દંભ કરતા હશે ? એનો ખુલાસો કરતાં એ જ પરમર્ષિ ફરમાવે છે કે- એવા લોકોનો એવો સ્વભાવ હોય છે કે-પોતાના દોષ ઢાંકવા પોતાના દોષોનો અપલાપ કરવો-દોષોને છૂપાવવા. તેઓ ધારે છે કે-જો મારી ગુણી તરીકેની ખ્યાતિ થાય તો હું પૂજાઉં ! કારણ કે-પૂજા ગુણવાનની જ થાય. પૂજા સત્કાર પ્રતિષ્ઠા માટે મૂર્ખશિરોમણિઓ આત્માની કદર્થના કરે છે. મારી પૂજા થાય, મારો સત્કાર થાય, હું મહાપુરૂષોમાં ગણાઉં, એવો ગ્રહ વળગવાના યોગે જેઓ દંભની મૈત્રી કરીને આત્માની વિડંબના કરે છે, તેઓને એ મહાપુરૂષ મૂર્ખશિરામણી કહે છે. અર્થાત્ જેમાં એ પ્રકારની વૃત્તિ હોય, તેઓએ પોતાના વત-નિયમ-તપ આદિને સફળ બનાવવાને માટે, એ વૃત્તિને ત્યાગી દેવી જોઇએ, જેથી સ્વપર-અનિષ્ટકારકતાથી બચાય.
સ. ધીમે ધીમે વતાભ્યાસથી દંભ ન જાય ?
જાય, પણ કાઢવાની વૃત્તિ તો હોવી જોઇએ ને ? બાકી તો એ મહાપુરૂષ ફરમાવે છે કે-દંભથી થતું વતપાલન, એ અસતીના શીલ જેવું છે. અસતી શીલ પાળે તોય શીલની વૃદ્ધિ માટે નહિ ! અસતી શીલ કયારે પાળે ? સંયોગ ન હોય, દુનિયામાં ઉભા રહેવાય તેમ ન હોય, પરિવારાદિનો અટકાવ હોય, એ વિગેરે કારણ હોય તો ને ? કહે છે કે-એ શીલ તીવ મૈથુનાભિલાષની વૃદ્ધિને માટે થાય છે. તે જ રીતિએ દંભથી દોષાચ્છાદન