SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૧પ૭ જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યું અને નિર્વાણ રૂપી લક્ષ્મીના મિત્ર સમાન પરમ વૈરાગ્યને તે પામ્યા. પછી તો તરત જ, પરમ વૈરાગ્યને પામેલા તે શ્રી વલ્કલચીરી ધ્યાનારૂઢ બન્યા અને ધર્મધ્યાનને ઉલ્લંઘીને શુકલધ્યાનમાં આવી જઇને ચારેય ઘાતી કર્મોનો ક્ષય કરવા દ્વારા શ્રી વલ્કલચીરી મહાત્માએ કેવલજ્ઞાન ઉપાર્યું. - ઉજ્વલ કેવલજ્ઞાનને પામેલા શ્રી વલ્કલગીરી મહાત્માએ તત્કાલ પોતાના પિતાને તથા વડિલ ભાઇને સુધા સમી ધર્મદેશના દીધી અને તે બન્નેયને બોધ પમાડ્યો. તે પછી દેવતાઓએ અર્પણ કરેલા મુનિવેષને કેવલજ્ઞાની મહાત્મા શ્રી વલ્કલચીરીએ ધારણ કર્યો, એટલે શ્રી સોમચન્દ્ર તથા શ્રી પ્રસન્નચન્ટે તેમને વન્દન કર્યું. - કેવલજ્ઞાનને પામ્યા પછી પણ શ્રી વલ્કલચરી મહાત્માએ પોતાના પિતા શ્રી સોમચક્ર મુનિવરને રઝળતા મૂકયા નથી. જ્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા વિચરતા પોતનપુર પાસેના મનોરમ નામના ઉદ્યાનમાં પધાર્યા, ત્યારે પોતાના પિતાને તે તારકને સોંપ્યા પછીથી જ, પ્રત્યેકબુદ્ધ એવા શ્રી વલ્કલચીરી માત્મા અન્યત્ર વિહરી ગયા હતા. - અહીં શ્રી વલ્કલચીરી મહાત્માનો પ્રસંગ પૂરો થાય છે. શ્રી પ્રસન્નચન્ટે પણ, તે વખતે જે વૈરાગ્ય પ્રગટ્યો, તેને સારી રીતિએ જાળવી રાખ્યો હતો, પછી દીક્ષા લીધી હતી અને એ રાજર્ષિ પણ કેવલજ્ઞાનને પામીને મુકિતએ પધાર્યા હતાં. વિચિત્ર પ્રકારની કાલની પ્રધાનતા : તમે જોયું ને કે-યુવાવસ્થાને પ્રાપ્ત થયા પછી પણ કેટલા સમયે અને કેટલી મહેનતે વલ્કલચીરીમાં ભોગરાગ જન્મ્યો ? ભોગરાગ જન્મી શકે એવું હૈયું હોય અને યુવાન વય આવી લાગે, તો પણ આવાં કેટલાંક કારણોસર યુવાનીનો કેટલોય સમય પસાર થઇ જાય ત્યાંસુધી ભોગરાગ, પ્રગટ થવા પામે નહિ, એ શકય છે ને ? બસ, એજ વાત અહીં ધર્મરાગના વિષયમાં પણ સમજવાની છે. ચરમાવર્ત કાલ, એ ધર્મયૌવનકાળ છે, વાન વય પ્રગટ થવા સુનીનો
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy