________________
૧૯૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એમ કહેવાય છે. એ નદીઘોલપાષાણ-ન્યાયે જીવને યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશની પ્રાપ્તિ થાય છે. આ રીતિએ ગ્રન્થિદેશે આવેલા જીવો, જો તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય, તો યથાપ્રવૃત્તિ-કરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતા પામતા દ્રવ્ય શ્રુતને અને દ્રવ્ય ચારિત્રને પણ પામી શકે છે. એવા કાલમાં કોઇ કોઇ જીવો મોક્ષનો અદ્વેષ કેળવવાના યોગે દ્રવ્યથી ઉત્કટ ગણાય એવું સાધુપણું પાળનારા બનીને, નવ ચૈવેયક સુધી પણ પહોંચી શકે છે. ગ્રન્થિદેશે આવેલા જીવો નવ પૂર્વથી ઉપરના અને દશમા પૂર્ણ પૂર્વથી નીચેના જ્ઞાનને પણ પામી શકે છે. જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશને પામે નહિ, ત્યાં સુધી તો તે આવું પણ કાંઇજ પામી શક્તો નથી. ગ્રન્થિદેશે આવેલા જીવો પૈકીના કોઇ કોઇ જીવો યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા થકા પણ અધિક અધિક કર્મનિર્જરાને પામતા પામતા જેવા ઉત્કટ કોટિના દ્રવ્ય સાધુપણાને પાળે છે, તેવા ઉત્કટ કોટિના સાધુપણાને જો શુદ્ધ ભાવ સહિત પાળવામાં આવે, તો મોક્ષ તો હાથ-વેંતમાં જ છે; પણ એક માત્ર શુદ્ધ ભાવની ખામીના યોગે જ, એ જીવોને, એ સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. એવા જીવોને વધુમાં વધુ નવમાત્રૈવેયકની પ્રાપ્તિ થાય છે, પણ એ દેવલોક્માંય તે જીવો પોતાના રાગ-દ્વેષના ગાઢ પરિણામોના પ્રતાપે, ત્યાં જેવો સુખનો અનુભવ કરી શકાય તેવો સુખનો અનુભવ કરી શકતા નથી; એટલું જ નહિ, પણ એ કાળમાં એ જીવો એવાં અશુભ કર્મોને ઉપાર્જે છે, કે જે કર્મો એ જીવોને દુ:ખમય સંસારમાં ખૂબ ખૂબ ભમાવનારાં નિવડે છે. આમ અભવ્યાદિને ગ્રન્થિદેશની પ્રાપ્તિ અને તે પછી જ દ્રવ્ય શ્રુત તથા દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તે, તે જીવોના સંસારપરિભ્રમણનો નાશ કરવાને માટે કોઇ પણ રીતિએ સ્મર્થ બની શકતી નથી. ગ્રન્થિદેશે આવ્યા પછી જો અપૂર્વકરણને પામવા જોગી લાયકાત જીવમાં પ્રગટે, તો જ ચન્ધિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિઓની પણ સાચી સફળતા છે. બીચારા અભવ્ય જીવો તો સ્વભાવે જ એવા છે કેતેઓ ગ્રન્થિદેશ આદિને પામે છે, તો પણ તેઓમાં અપૂર્વકરણને પામવા