________________
ષથી સારી કોની પ્રશંસામાં રસભા માટે પૂર્વ
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૪૯ છઠ્ઠો સદાચાર-સાધુપુરૂષોમાં વર્ણવાદ :
છઠ્ઠો સદાચાર છે- “સાધુપુરૂષોમાં વર્ણવાદ' નામનો. આ સ્થાને સાધુપુરૂષો' એટલે “સદાચાર સંપન્ન આત્માઓ' એમ સમજવાનું છે. એવાઓનો વર્ણવાદ એટલે તેમની પ્રશંસા. આ સદાચાર આત્માની ઉત્તમતાને પ્રગટ કરનાર ગુણોના અર્થી આત્મા માટે ખૂબ જ જરૂરી છે. સદાચારસંપન્ન પુરૂષોની પ્રશંસામાં રસ ધરનારો આત્મા જ પરનિન્દાના દોષથી સારી રીતિએ બચી શકે છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો સ્વભાવ જેનામાં નથી, તે શિષ્ટપુરૂષોમાં પ્રિય બનવો એ શકય જ નથી. ત્રણે પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગી, ત્યાગ રૂપ દાનનો દેનારો અને ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું આસેવન કરનારો આત્મા, જેમ લોકાપવાદભીરૂપણા રૂપ સદાચારને, દીન અને અનાથના ઉતારના આદર રૂપ સદાચારને, કૃતજ્ઞતા રૂપ સદાચારને, સુદાયિ રૂપ સદાચારને અને સૌ કોઇની નિદાના સત્યાગ રૂપ સદાચારને સેવનાર જોઇએ, તેમ આ “સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસા' રૂપ સદાચારનો પણ ઉપાસક હોવો જોઇએ. આ સદાચાર આત્મામાં અનુપમ કોટિની સુજનતાને જન્માવનાર છે. સદાચારનો પ્રેમી સદાચારસંપન્ન આત્માઓનો પ્રશંસક ન હોય, એ બનવું જ અશકય જવું છે. આ સદાચાર વિનાનો આત્મા કોઇના પણ અપવાદ રૂપ અનાચારનો ત્યાગી બન્યો રહેવો, એ શકય નથી. કોઇની પણ નિર્દથી પર રહેનારો આત્મા સહેલાઇથી આ સદાચારનો ઉપાસક બની શકે છે. આ સદાચાર જેને ભારે પડતો હોય, તેને માટે પ્રથમ જે સદાચારો કહેવાયા છે અને આગળ કહીશું તે સદાચારો પણ ભારે પડવા એ સ્વાભાવિક જેવી વાત છે. સદાચારી આત્માઓની પ્રશંસા, એ સદાચારસંપન્ન આત્માઓની સદાચારસંપન્નતાને અને સદાચારપ્રેમી આત્માઓના સદાચારપ્રેમને સુજ્ઞાત કરનારી છે. સદાચારનો પ્રેમી અને સદાચારનો ઉપાસક, એ તો સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો પૂજારી હોય જ. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસા, એ આત્મામાં સદાચારનો