SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કરનારા જ્યારે સત્તા પામીને જીવોની કતલમાં ઉત્તેજના થાય એવું આચરે, ત્યારે પણ જેઓને અનુકમ્પાનો અભાવ ન જણાય, એવાઓને દીવાના જ માનવા પડે. દીન અને અનાથના ઉદ્ધારનો પ્રયત્ન, એ અનુકમ્પાને જોવાનો સાચો આરિસો છે. આ કારણે આ “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો બીજો સદાચાર પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે લોકપ્રિયતા' નામના આ ચોથા ગુણને પામવા ઇચ્છનારે જરૂર આત્મસાત્ કરવો જોઇએ. ત્રીજે સદાચાર- કૃતજ્ઞતા : લોકાપવાદભીરૂતા' અને “દીનોદ્વારનો આદર' આ બે સદાચારો પછી ત્રીજો સદાચાર આવે છે- “કૃતજ્ઞતા' એનો ભાવ એ છે કે- “અન્ય કરેલા ઉપકારને બરાબર જાણવો, પણ કદીએ ભૂલવો નહિ.' આ સદાચારને આપણે અહીં વર્ણવતા નથી : કારણ કે-આપણે જે એકવીસ ગુણોનું વર્ણન કરી રહ્યા છીએ, એમાં આગળ ઓગણીસમાં ગુણ તરીકે “કૃતજ્ઞતા' ને સૂચવેલ છે : એટલે એનું વર્ણન એ પ્રસંગે કરવું વધુ ઠીક થઇ પડશે. ચોથો સદાચાર-સુદાક્ષિણ્ય : * ચોથો સદાચાર છે- “સુદાક્ષિણ્ય' એનો અર્થ છે- “ગંભીર અને ધીર ચિત્તના સ્વામી તથા મત્સરરહિત એવા આત્માનો પરના કૃત્ય માટે સ્વાભાવિક જ આગ્રહ અથવા તો તે માટેની સ્વાભાવિક ઉદ્યોગપરતા.' આ સદાચારનું વર્ણન પણ એકવીસ ગુણો પૈકીના આઠમા ગુણમાં આવતું હોવાથી, અત્રે મુલત્વી રાખીએ છીએ. પાંચમો સદાચાર-નિન્દાત્યાગ : - પાંચમો સદાચાર છે- “સર્વત્ર નિન્દાનો સંત્યાગ.' જઘન્ચ કોટિના આત્માઓ, મધ્યમ કોટિના આત્માઓ અને ઉત્તમ કોટિના આત્માઓ, અર્થાત્ - કોઇની પણ નિન્દા એટલે અપવાદ, એનો પરિત્યાગ કરવો એ પણ એક ઉત્તમ કોટિનો સદાચાર છે. આનું વર્ણન તો ઇહલોકવિરૂદ્ધ કાર્યોના વર્ણન પ્રસંગે થઇ ગયું છે.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy