SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ખામી હોવી જ જોઇએ' એવી રીતિએ ખામી હોય તો તેને શોધીને દૂર કરવા માટેનો વિચાર કરી શકાય છે અને કોઇ ખામી ન દેખાય તો પૂર્વના દુષ્કર્મની ખામી માની આગળ વધી શકાય છે. સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-સદાચારોથી સુવિશુદ્ધ જીવનને જીવનારો આત્મા આ લોકમાં કીતિને અને યશને પામવા દ્વારા સર્વજનવલ્લભ બને છે અને પરલોકમાં પણ શુભ ગતિનો ભાગી બને છે. આમ છતાં, તમારું એ વાત તરફ ધ્યાન ખેચવામાં આવ્યું કે કોઇ તેવા પ્રકારના પૂર્વના દુષ્કર્મના પ્રતાપે આ લોકમાં કીતિ અને યશ આદિ ન મળે એ સંભવિત છે : જો કે-આવું કવચિત્ જ બને, પણ બને એ શકય છે : પરન્તુ પરલોક્ના ફળમાં તેમજ આ લોક્ના સમાધિસુખમાં તો વાંધો આવે જ નહિ, એ નિશ્ચિત વાત છે : એટલે લોકપ્રિયતા ન મળે તો ય મુંઝાયા વિના જ ઉપકારિઓએ ફરમાવેલા માર્ગના આસેવનમાં દત્તચિત્ત બન્યા રહેવું, એ જ શ્રેયસ્કર છે. આંખના પાંચ ગુણો : આંખમાં પાંચ ગુણ છે. એ ગુણ જીવનમાં કેળવવા જેવા છે. એ પાંચ ગુણવાળો ધર્મ પામેલો હોય અગર ધર્મને પામવાની તૈયારીવાળો હોય. પાંચ ગુણ કયા ? પહેલો ગુણ એ કે-એ પોતાનામાં દોષને આવવા ન દે. દોષ આવતો અટકી જાય, એની આંખ સતતું કાળજી રાખે છે. આવતા દોષની અસર ન થઇ જાય, એ માટે ઝટ બીડાઇ જાય છે. ત્યારે પહેલો ગુણ એ કે-દોષને આવવા ન દે. બીજો ગુણ એ કે-દોષથી બચવાને માટે બનતું કરવા છતાં પણ દોષ આવી જ જાય તો દોષને ટકવા ન દે. નીતરવા માંડે. ખટક ચાલુ જ રહે. દોષ નીકળે ત્યારે જ ઝંપે. ત્રીજો ગુણ એ કે-દોષ એવો આવી ગયો, કે જે ઉપાય કરવા છતાં પણ નીકળે નહિ, તો આંખ ઉંચી ન થાય. ઉચું જોઇ ચાલવા ન દે. આડો હાથ ધરવો પડે. આંખ પોતાને બતાવવાને રાજી નહિ.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy