________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૭૫
:
સદાચારોને મારે કોઇ પણ રીતિએ આત્મસાત્ બનાવવા છે અને એ રીતિએ શિષ્ટપ્રિયતા પામવા દ્વારા પણ મારે સધર્મની પ્રાપ્તિ અને તેની આરાધનાને લાયક બનવું છે.' -આટલો દ્રઢ નિશ્ચય થઇ જ્યાંની સાથે જ, કેટલીક કલ્પિત મુશ્કેલીઓ તો દૂર થઇ જશે : એટલે પહેલાં દ્રઢ નિશ્ચયવાળાં બનો અને સાથે જ સદાચારોને આત્મસાત્ બનાવવાનો પ્રયત્ન આરંભો. એમ કરશો તો તમે તમારા જીવનને ઘણી જ સહેલાઇથી સુધારી શકશો અને પરિણામે સદ્ધર્મની પ્રાપ્તિ તથા આરાધના દ્વારા મુક્તિસુખના પણ ભોકતા બની શકશો.
લોકપ્રિયંતા ન પમાય તોય :
જે આત્માઓ ધર્મના અર્થી હોય, તેઓએ તો લોકપ્રિયતા પામવાનો જે માર્ગ ઉપકારિઓએ ઉપદેશ્યો છે, તેના અમલ માટે સજ્જ બનવું જોઇએ. લોકપ્રિયતા નામનો ચોથો ગુણ પામવા માટેનો ઉપકારિઓએ જે માર્ગ ઉપદેશ્યો છે, તેનો અમલ કરવાને ઉદ્યુત બનેલો આત્મા શિષ્ટજ્મપ્રિય બને જ છે, પણ માનો કે-કોઇ તેવા પ્રકારના તીવ્ર પાપોદયના કારણે તેવી લોકપ્રિયતાને ન પણ પામી શકે : છતાં એ વાત તો ચોક્કસ જ છે કે-આ લોકપ્રિયતા ગુણ જે હેતુથી પ્રાપ્ત કરવાનો છે, તે હેતુ તો તેવા લોકપ્રિય નહિ બની શકેલા આત્માનો પણ સિદ્ધ થાય જ છે. કોઇ તેવા પ્રકારના અશુભોદયના પ્રતાપે તથાપ્રકારની લોકપ્રિયતાને નહિ પામવા છતાં પણ, એ આત્મા સધર્મની પ્રાપ્તિ અને તેની આરાધના માટેની લાયકાતને તો પામી જ શકે છે, એટલે લોકપ્રિયતા ગુણ પામવાને માટે ઉપકારી મહાપુરૂષોએ ફરમાવેલા માર્ગનું આસેવન કોઇ પણ રીતિએ નિષ્ફલ તો નિવડતું જ નથી. આ કારણે લોકપ્રિયતા ગુણને પામવાના ઉપકારિઓએ ફરમાવેલા માર્ગને સેવનારાઓએ- ‘હું લોકપ્રિય બન્યો કે નહિ ? અને બન્યો તો કેટલો લોકપ્રિય બન્યો ?' -એ વિગેરે તરફ લક્ષ્ય નહિ રાખતાં ઉપકારિઓએ ફરમાવેલા માર્ગના સેવનમાં જ રત બન્યા રહેવું જોઇએ. બેશક, ‘શિષ્ટનોને હજુ પણ હું અપ્રિય છું, માટે મારામાં