________________
૧૭૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ઇચ્છામાં કોઇ પણ પ્રકારનો વિપરીતભાવ આવી જવા પામે નહિ, તેની પણ કાળજી રાખવી જોઇએ. ધર્મકરણની ઇચ્છા રૂપ જે બીજ, તે ઇચ્છાનો જે નિષ્કલંક અનુબંધ, તે અંકુર. સારી પણ ભૂમિમાં પડેલાં બીજોને જો જરૂરી સામગ્રી પ્રાપ્ત ન થાય, તે બીજોને જો જરૂરી સામગ્રીથી સહિત બનાવવાની કાળજી રાખવામાં આવે નહિ, તો તે બીજોને વણસી જતાં વાર લાગતી નથી. અહીં પણ ધર્મકરણની જન્મેલી ઇચ્છા જો કમસર વૃદ્ધિને પામે નહિ, તો તે અંકુરપાને પામી શકતી નથી. ધર્મક્રિયાઓની અને ધર્મચારી આત્માઓની બહુમાનપૂર્વકની શુદ્ધ પ્રશંસા જેમ ધર્મને આચરવાની ઇચ્છાને જન્માવવામાં સફળ નિવડે છે, તેમ એ ઇચ્છાને અનુબંધવાળી બનાવવાને માટે પણ એ જ ઉપાયને સારી રીતિએ આચરવો જોઇએ. ધર્મક્રિયાઓની અને ધર્મચારી આત્માઓની બહુમાનપૂર્વકની શુદ્ધ પ્રશંસા દ્વારા, પોતાની ધર્માચરણની ઇચ્છાને પ્રબલ બનાવવી જોઇએ. એ ઇચ્છાને નિર્ણયાત્મક દશાએ પહોંચાડવી જોઇએ. “મારે પણ આ ધર્મકરણી કરવી જ છે' –એવા સુન્દર નિશ્ચયાત્મક ભાવને આત્મામાં પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. ધર્મવૃક્ષનું કાષ્ઠ કોને કહેવાય ? - “મારે પણ આ ધર્મકરણી કરવી જ છે' - આવો નિશ્ચયાત્મક ભાવ આત્મામાં જન્મ્યો, એટલે આત્મા, પોતાના તે ભાવને 'સલ બનાવે તેવા ઉપાયો કયા કયા છે, તેનું અન્વેષણ કરે. આ અન્વેષણને, પરમ ઉપકારી શાસકાર પરમષિ સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના કાષ્ઠ તરીકે ઓળખાવે છે. ઇચ્છા જન્મી, એ ઇચ્છા વધતે વધતે પ્રબલ પણ બની, પણ એ ઇચ્છાને સફલ કરવાના ઉપાયો હાથ લાગવા જોઇએ ને ? આચરવી છે ધર્મક્રિયાઓને જ, એ વાતનો તો નિર્ણય છે, પણ હવે પોતાની શક્તિ , સામગ્રી આદિનો વિચાર કરવો પડે ને ? કયી ધર્મક્રિયાઓ આચરવી અને તે કેમ આચરવી, તેનોય વિચાર તો કરવો પડે ને ? ગમે તેમ આંધળીયા કરે, તો એ ટકે કેટલો વખત ? યથાશકિતની જે વાત ઉપકારિઓએ કહી છે, તે પણ