________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૩૫
-આ અર્થો પણ છે. આ અર્થો સાથે “ઉચિત' વિશેષણ લાગવાથી કેટલી સુંદર વસ્તુઓ સર્જાય છે, એ વાતને વિચારક આત્માઓ ઘણી જ સારી રીતિએ સમજી શકે તેમ છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણી ઘણી વાતો આવી જાય છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયની ઉપાસનામાં રત આત્મા એવો લોકપ્રિય બની જાય છે, કે જેનું વર્ણન વચનાતીત છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય આત્માને નમ્ર આદિ બનાવે છે અને નમ્રતા આદિ ગુણોને ધરનારો આત્મા શિષ્ટ લોકમાં ખૂબ ખૂબ પ્રિય બને, એમાં તો જાણે શંકાને અવકાશ જ નથી : પણ કેટલાક અશિષ્ટો અને અજ્ઞાન એવા લોકો પણ એમના તરફ સન્માનની દ્રષ્ટિએ જોતા થાય અને પરિણામે એવાઓ પણ પોતાની ભૂલને સમજતા થાય, એ અતિશય શકય છે. નમતા આદિ ગુણોના સ્વામી આત્માન તો, અશિષ્ટો અને અજ્ઞાનો ઉપર કેટલીક વાર અજબ જેવી સુન્દર અસર પડે છે. ગૌરવયોગ્યનું સન્માન : | ‘પ્રતિપત્તિ' નો “ગૌરવ' અર્થ લઇને “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનો અર્થ કરીએ, તો એ સ્પષ્ટ થાય છે કે-એ વિનયને આચરનારો આત્મા ગૌરવને યોગ્ય આત્માઓના ઉચિત ગૌરવને કર્યા વિના રહે જ નહિ. અભ્યસ્થાન વિગેરે દ્વારા સન્માન આપવું, એનું નામ ગૌરવ કહેવાય છે. એવું સન્માન આત્મામાં લઘુતા ધર્યા વિના અને બહુમાનને યોગ્ય એવા આત્માઓ તરફ બહુમાન જન્મ્યા વિના નિષ્કપટભાવે થવું એ શકય નથી. આજનાં સંતાનો માતા-પિતાને અને એવા જ ગૌરવને યોગ્ય વડિલોને નમસ્કાર આદિ કરવામાં પણ નાનમ માનતાં અગર તો બેદરકાર દશા ભોગવતાં જોવાય છે, ત્યારે સ્પષ્ટ લાગે છે કે- આ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય લગભગ નષ્ટ થઈ ગયો છે. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય જ્યારે સારાં સારાં સ્થાનોમાં પણ નથી જોવાતો, ત્યારે ખરેખર ઘણી જ ગ્લાનિ થાય છે. મૂર્તિમંત વિનય રૂપ મનાતા મુનિઓ પણ જ્યારે આ ઉચિત પ્રતિપાતિ' રૂપ વિનયથી પર દેખાય, ત્યારે તો વિવેકિને ભારેમાં