________________
૨૩૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ભારે ગ્લાનિ થાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. ગૌરવને યોગ્ય આત્માઓના ગૌરવને કરવામાં પણ જેઓ શરમાય છે, તેઓને લજ્જાળુ માવના કે પોતાની જાતને મહાનું માનનારા માનવા એનો વિચાર કરવા બેસીએ, તો આપણને જરૂર બીજી જ વાત તરફ ઢળવું પડે. ગૌરવને લાયક આત્માઓના ગૌરવને કરવામાં શરમ, એ ગુણ નથી પણ અભિમાનજન્ય એક ભયંકરમાં ભયંકર દોષ જ છે. સંતાનો માતાપિતાદિ ગૌરવાઈ વડિલોના અભ્યત્યાન આદિ ઉચિત વિનયને ચૂકે, શિષ્યો ગુરૂના વિનયને ચૂકે અને નાના મોટાના એવા વિનયને ચૂકે, એમાં શરમ કરતાં પણ અહંકારનો ફાળો મોટો હોય છે. આજે આ “ગૌરવ' રૂપ પ્રતિપત્તિનો લગભગ વિનાશ થઇ ગયો છે. પગારદાર એવો નાનામાં નાનો સીપાઇ પણ શિસ્ત આદિને અંગે, પોતાથી સહજ આગળ વધેલા તરફેય જે ગૌરવભર્યું વર્તન કરે છે, તેનો જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે આજનાં સંતાનો અને શિષ્યો આદિના કેટલાક વર્તન માટે ભારે ગ્લાનિ ઉત્પન્ન થયા વિના રહેતી નથી.
સ. ત્યાં તો પેટનો સવાલ છે.
ગુણ કરતાંય પેટની કિમત જો વધતી હોય, તો પછી કહેવાનું કશું જ રહેતું નથી. પેટ ખાતર ગૌરવ જાળવનારાઓ પણ જો ગુણ ખાતર ગૌરવ ન જાળવી શકે, તો એ ખરે જ ભયંકર દયાપાત્ર આત્માઓ છે. તેઓને ગુણની કશી જ કિમત નથી. એવાઓ તોગુણના વેષી હોવા અગર બનવા એય સુસંભવિત છે. અજ્ઞાનોની વાત દૂર રહી, પરન્તુ પોતાની જાતને સમજુ અને શાણા મનાવતા આત્માઓ પણ જ્યારે “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયને ચૂકતા જોવાય છે, ત્યારે તો તેમની કરપીણ અભિમાનવૃત્તિ ખૂબ જ તિરસ્કારપાત્ર છે, એમ લાગ્યા વિના રહેતું નથી. પોતાની જાતને સમજુ માનનારા આત્માઓ, ગૌરવને યોગ્ય આત્માઓ તરફ ગૌરવભરી રીતિનું વર્તન ન રાખે- એ, એમના સમજુપણાનું કારમું કલંક જ મનાવું જોઇએ. પોતાની અધિક ગુણી આત્માનું ઉભા થઇને સન્માન કરવું તથા