________________
૨૫૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એ ઘણો જ અનુપમ ગુણ છે, પણ એ મધુરતા દભથી ખરડાયેલી ન જ હોવી જોઇએ. દંભિઓની વચનમધુરતા, એ તો ભદ્રિક આત્માઓ માટે તાલપુટ વિષ કરતાં પણ ભયંકર છે. દંભિઓની વચનમધુરતામાં ફસાયેલા આત્માઓ પાયમાલ થયા વિના રહેતા જ નથી. દંભિઓ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગધેડાને બાપ કહેવાજોગી મધુરતાને પણ રાખી શકે છે. એવાઓની મધુરતાએ વિષયોની જેમ આપાતરમ્ય હોવા સાથે પરિણામે ઘણી જ ભયંકર પણ હોય જ છે. કેવળ વાણીની મધુરતાથી મોહ પામનારાઓ દુર્જનોના ફંદામાં આબાદ કુસી જાય છે અને પાયમાલ થયા વિના અથવા તો અનેકાનેક રીતિએ પાયમાલ થઇ જ્વા છતાં પણ છૂટી શકતા નથી. કોઇ પણ રીતિએ પીગલિક સ્વાર્થ સાધવાને સજ્જ બનેલા આત્માઓ વાણીમાં મધુરતા સારામાં સારી રીતિએ રાખી શકે છે. એવી મધુરતા મારનારી હોવા છતાં, હિતકર કટુ પણ નહિ સહી શકનારા, એથી લોભાઇ જાય છે અને પરિણામે એ બીચારાઓ એવી મધુરતાથી મર્યા વિના રહેતા જ નથી. બહુબોલા માણસો મોટે ભાગે સ્વાર્થી હોય છે. મૂર્ખાઓ પણ બહુબોલા હોઇ શકે છે. વાતોના શોખીનો પણ આ સદાચારના શત્રુ જ હોય છે. એવાઓને બોલવા માટે અવસર જોવાનો હોતો નથી. વાતોડીયા બનેલાઓને તો કેટલીક વાર તેમની વાતો સાંભળનારા મેળવવા પણ મુશ્કેલ થઇ પડે છે. વ્યસનિઓ જેમ વ્યસનની સામગ્રી નહિ મળવાથી રીલાય છે, એવી જ રીબામણ વાતો સાંભળનારા નહિ મળવાથી વાતોડીયાઓની થાય છે. કોઇ પણ શાણા આત્માએ, આ નવમો સદાચાર મેળવવા માટે વાણીના ઉપયોગના વિષયમાં ખૂબ જ વિચક્ષણ બનવું જોઇશે. સાચા દાતારો, કે જેઓ ઉદારતા ગુણના સ્વામી હોય છે, તેઓ પણ દાન માટે અવસરની અપેક્ષા રાખે છે. એ જ માટે-ઉદાર સારો પણ ઉડાઉ નહિ સારો એવી લોકોકિત છે અને એને શાસ્ત્રનો પણ ટેકો છે. અર્થ સંબંધી ઉડાઉપણા કરતાંય વાણીનો દુરૂપયોગ ઘણો જ ભયંકર છે. મુખવાળાએ બોલવું જ જોઇએ, એવો કાયદો નથી. વિવેકસંપન્ન આત્માઓ જ આ