________________
४८
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
લેખવવો. (૧૦) ધર્માસ્તિકાય પ્રમુખ અમૂર્ત-અરૂપી દ્રવ્ય છતાં તેમને રૂપી-મૂર્ત માનવા.
બીજી રીતે મિથ્યાત્વના ૨૫ પ્રકારો કહા છે.
અઢાર પાપસ્થાનકની સઝાયો પૈકી ૧૮ મી સઝાયમાં કહેલા મિથ્યાત્વના ૨૧ પ્રકારો ઉપરાંત બીજા ૪ પ્રકારો છે. તેના નામ-(૧) પ્રરૂપણા મિથ્યાત્વ, (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ ને (૪) પ્રદેશ મિથ્યાત્વ.
એકવીશ ભેદ નીચે પ્રમાણે છે - (૧) દેવમાં અદેવપણાની બુદ્ધિ, (૨) અદેવમાં દેવપણાની બુદ્ધિ, (૩) સુગરૂમાં કુગુરૂપણાની બુદ્ધિ, (૪) કુગુરૂમાં સગરૂપણાની બુદ્ધિ, (૫) ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ, (૬) અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ, (૭) જીવમાં અજીવપણાની બુદ્ધિ, (૮) અજીવમાં જીવપણાની બુદ્ધિ, (૯) મુકત (સિદ્ધ)માં અમુકતપણાની બુદ્ધિ, (૧૦) અમુકત (હરિહરાદિક) માં મુકતપણાની બુદ્ધિ. આ દશ પ્રકારની મિથ્યા સંજ્ઞા કહેવાય છે. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ - પોતપોતાના મિથ્યા ધર્મમાં આચહ. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ - સર્વ ધર્મ સારા છે એવી બુદ્ધિ.
અભિનિવેશ મિથ્યાત્વ - સત્ય ધર્મ જાણ્યા છતાં અસત્ય ધર્મનો આગ્રહ ન છોડતાં અસત્યનું પોષણ કરવાની બુકિ. (૪) સાંશયિક મિથ્યાત્વ-પરમાત્માનાં વચનોમાં શંકાવાળી બુદ્ધિ. (૫) અનાભોગિક મિથ્યાત્વ-અજ્ઞાતપણારૂપ તે એકૅક્રિયાદિક મનવિનાના જીવોમાં હોય છે.
બીજા લૌકિક ને લોકોત્તર દેવગુરૂ ને ધર્મ સંબંધી છ પ્રકાર છે તે નીચે પ્રમાણે :(૧) લોકિક દેવગત મિથ્યાત્વ - અન્ય હરિહરાદિ દેવોને દેવપણે માનવા.
લોકિક ગુરૂગત મિથ્યાત્વ - સારંભી ગુરૂને ગુરૂપણે માનવા. (૩) લોકિક પર્વગત મિથ્યાત્વ - અન્ય દર્શનીઓના પર્વોને પર્વ તરીકે
(3).