________________
૨૯૭
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પ્રાયઃ મૃષાવાદી કહ્યા. જેને બહુ બોલવાની ટેવ પડી હોય તેનું શું થાય ? તત્ત્વની વાત કર્યા કરે તો લોક સાંભળે નહિ અને વાત કરનારા ને સાંભળનારા તો જોઇતા જ હોય, એટલે એવાને બહારની વાતો કરવી પડે. પછી સાચી કેટલી લાવે ? ત્યારે હિતકર વાત રહી નહિ, બનાવ રૂપે પણ સાચી રહી નહિ, એટલે આ વાતોથી કોનું ભૂંડું થશે કે કેવું ખરાબ પરિણામ આવશે એ જોવાય નહિ અને પરના ખોટા પણ દોષો ગવાય ! ઉત્તમ આત્માઓમાં વસ્તુત: દોષની દ્રષ્ટિ જ રહેવી ન જોઇએ અને પારકા દોષ જોવાઇ જાય તો એને પચાવવાની તાકાત કેળવવી જોઇએ. પૂર્વે તો ઉત્તમ કુળનો આ રિવાજ હતો. આની જેમ લોકો ચોરે અને ચૌટે બેસીને વાતો નહિ કરતા : આની જેમ રખડવા નીકળતાં નહિ ! આજે આવશ્યકના ટાઇમે જૈનો પણ મોટે ભાગે રખડતાં શીખ્યા ! રખડતાં મૂંગા રહેવાય નહિ, તત્ત્વનું ભાન નહિ, તત્ત્વ જાણવાની ગરજ નહિ, એટલે આ આવોને તે તેવો-એ વાતો ચાલે.
સ. શરીરને માટે ફરવું જરૂરી છે.
આવશ્યક જો વિધિપૂર્વક કરવામાં આવે તો એ માનસિક શુદ્વિ કરે, વાચિક શુદ્ધિ કરે અને કાયિક શુદ્ધિ પણ કરે. આવશ્યકમાં કાયાની શુદ્ધિ કુદરતી થાય છે. એમાં પૌદ્ગલિક ધ્યેય ન જોઇએ. આજે મુંબઇમાં આવશ્યક ક્રિયા નિયમિત કરનાર હજારે કેટલા નીકળે ? ખરેખર, ઉત્તમ કુળના રિવાજ નાશ પામતા જાય છે, લોક રખડતા બનતા જાય છે અને રખડતા નીકળેલા ધંધો શો કરે ? આડી-અવળી વાતો કરે એટલે કોકની નિધ !
સ. આજે તો વર્તમાન પત્રો વાંચીને ઘણા ઉંધે માર્ગે ચઢે છે. આ જ્ગાનો વર્તમાન પત્રોનો હોય તો પણ કુળના આગેવાન ધારે તો પોતાના કુળને, વર્તમાન પત્રોના વાંચનદ્વારા નિપજ્તી ખોટી અસરથી મુકત રાખી શકે છે. આગેવાન ડાહ્યો જોઇએ. વડિલ ધારે તો ઘર સુધરે. રોજ વર્તમાન પત્રોની વાતો ઉપર ટીકા કરવાનું રાખે કે-આમાં આ ખોટું