________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એલિસ જ્યારે પ્રાર્થનામાંથી ઊભી થઇ ત્યારે એના મોં ઉપર ખૂબ જ થાક હતો. એના ગુરુ પરમહંસ યોગાનંદે પૂછ્યું : પથરા ભાંગવા ગઇ હતી કે પ્રાર્થના કરવા ?
૩૯૮
પ્રાર્થના કરવા.
તો તારા ચહેરા ઉપર આટલો બધો થાક ક્યાંથી ? પ્રાર્થનાને અંતે તનમન પ્રફુલ્લીત બની રહેવાં જોઇએ. રોમરોમમાં તાઝગીનો અનુભવ થવો જોઇએ.
પ્રાર્થના બનાવટી હશે ને એમાં માત્ર ફરિયાદો જ હશે તો આપણને આવી તાઝગીનો અનુભવ નહીં થાય. એને અંતે મનમાં મધુરતા હોય, અંતર આનંદે છલકાય. તો જ સાચી પ્રાર્થના કરી કહેવાય. આ અનુભવ એટલા માટે થાય કે ભલે તત્કાળ પુરતા પણ આવી પ્રાર્થના દરમ્યાન આપણી ક્ષુદ્રતામાંથી મુકત થઇ ઇએ છીએ. આપણને વિરાટનો સંપર્ક થઇ જાય છે. પછી આપણને ભાન થવા લાગે છે કે અગાઉ તો આપણે પોતાની જાતને એકલી જ માનતા હતા, પણ વાસ્તવમાં આપણે એક્લા નથી.
એક બહેન પોતાની પ્રાર્થનાને અંતે કંઇક આવા શબ્દો બોલતા : હે પરમ ! આજ થોડી વાર માટે પણ મારી ક્ષુદ્રતા વિસરાઇ ગઇ ને મને તારી વિરાટતાનો સંસ્પર્શ થયો. આ અનુભૂતિનો રણકાર આખા દિવસ દરમિયાન મારામાં ચાલ્યા કરે એવી વિનંતિ છે. -
અંધકારમાં સહારો :
કાર્નિલ ન્યુમેન નામના એક ચિંતક હતા.
એમના ઉપર દુ:ખો આવવામાં કંઇ બાકી નહીં રહેલું.
એમના એક મિત્ર વર્ષો પછી એમને મળ્યા તો એમણે જોયું કે, ન્યુમેનની આંખોમાં આનંદનાં અજ્વાળા રેલાતાં હતાં.
તમે તો કોઇ ચમત્કાર કરી દીધો લાગે છે. મિત્રે ન્યુમેનને કહ્યું. શાનો ચમત્કાર ?