________________
૨૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
બાપ ગરીબ હોય કે પછી દીકરી સારું કમાયો હોય, તો તો પૂછવું જ શું ? માતા-પિતાની સેવા, એ તો સંસારમાં રહેલા પુત્રનો પરમ ધર્મ છે. સંસારમાં રહેલો દીકરો જો મા-બાપની સેવા ન કરે, અવગણના કરે, તો એ કુપુત્ર જ છે. વિજય એવો કુપુત્ર નહિ હતો. વિજ્ય તો વિનયશીલ તો. એના જ પ્રતાપે, વિજયનાં માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી ઘરમાં વિજયનું કે વિજ્યપત્ની ગોશ્રીનું સ્વામિત્વ નહિ હતું. માતા-પિતાના મૃત્યુ બાદ વિજ્ય અને ગોત્રી ઘરના સ્વામિત્વને પામ્યાં અને ગૃહસ્વામિપણાને ઉચિત વર્તન રાખતાં તેઓ પ્રેમભાવથી દિવસો પસાર કરવા લાગ્યાં. પરસ્પર પ્રીતિભાવથી વર્તતાં તે વિદ્યા અને ગોશ્રી અનુક્રમે ચાર પુત્રોનાં પિતા અને માતા બન્યાં.
આ રીતિએ ગોશ્રીને વિજય પ્રત્યે અનુરાગવતી બનાવનાર વિજયનો ક્ષમાગુણ જ હતો, એ નિ:સંશય બીના છે. વિજયના પ્રશાન્ત સ્વભાવે જ ગોશ્રી જેવી ભયંકર પાપકર્મને આચરનારી સ્ત્રીને ગૃહિણી તરીકેના ગુણોથી અલંકૃત બનાવી દીધી. આમ ગોશ્રી સુધરવાથી વિજયને એ પણ એક ફાયદો થયો કે-તેના કુળનું ગૌરવ જળવાઇ રહ્યું. ક્ષમાગુણના પ્રતાપે આ લોકમાં પણ અનેક પ્રકારના પ્રત્યક્ષ લાભો થાય છે અને પરલોકનું પણ. સધાય છે. એક વાર સમાગુણના મહિમાનો અને પોતાને પ્રાપ્ત થયેલી અનુકૂળ સ્થિતિનો વિચાર કરતાં, વિયે વિચાર કર્યો કે- “અહો, ઉપાધ્યાયે મને જે ઉપદેશ કીધો હતો તે યથાર્થ જ હતો. ક્ષમાથી થતા લાભનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો.” ખરેખર, સમાગુણનો પ્રત્યક્ષ લાભ પામ્યા બાદ આવો વિચાર આવવો એ સ્વાભાવિક જ છે. વાસ્તવિક કોટિનો ગુણ, એ એક અનુપમ વસ્તુ છે. ગુણને જો ગુણ રૂપે સેવાય, તો તે ચિત્તામણિ આદિથી પણ અધિક ફળે છે, એ નિસંશય બીના છે. આત્માના વાસ્તવિક ગુણની પાસે ચિન્તામણિ આદિની તો કશી જ કિમત નથી. પ્રશમાદિ ગુણો આત્માને અપૂર્વ કોટિની સમાધિ આપનારા છે. સમાધિના પ્રતાપે આ લોક પણ સુધરે છે, પરલોક પણ સુધરે છે અને પરિણામે મુકિતસુખના પણ, ભોકતા બની શકાય છે. પ્રશમાદિ ગુણોના ઉપાસક આત્માઓ આ લોકમાં