________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૧૧ અભિલાષમાં તે જીવો રમતા હોય, પણ એમનું અજ્ઞાન એવું જોરદાર હોય કે-કોઇ પણ પ્રકારે એ જીવોને જો એવો ખ્યાલ આવી જાય કેપૃપાપાતાદિ દ્વારા આત્મઘાત કરવાથી મોક્ષ મળે, તો એ જીવો એવો વિચાર કરવાને પણ થોભે નહિ કે- “આત્મઘાત જેવા અત્યન્ત પાપવ્યાપારથી તે મોક્ષ મળતો હશે ?' એતો ઝપાપાતાદિ કરે છે. એવા જીવોની એ અતિશય મૂર્ખાઇભરી ક્રિયા પણ વિષયશુદ્વ અનુષ્ઠાનની કોટિમાં જાય છે, કારણ કે-એવું ભયંકર પણ પાપકાર્ય એ કેવલ મોલના જ ઇરાદે આચરે છે અને મોક્ષની સાધનાને માટે આવું થઇ શકે નહિ એવું એમને જ્ઞાન નથી. મોક્ષની સાધનાને માટે ઝપાપાતાદિ દ્વારા આત્મઘાત. કરવાનું પણ હું કહું છું, એમ તો તમને નથી લાગતું ને ?
સ. મોક્ષના હેતુએ પણ આત્મઘાતાદિ નહિ જ કરવું જોઇએ, એવું તો આપ સ્પષ્ટ કહો છો.
વાત સ્પષ્ટ થાય તોય જેઓને ઇરાદાપૂર્વક ઉધું બોલવું હોય, તેમનું શું થાય ? એવાઓ તો એવું પણ લખે અને બોલે કે-મોક્ષના હેતુએ ઝપાપાત કરીને આત્મઘાત કરવાની સલાહ આપે છે ! ખરેખર, એવા જીવો એ જગતના ભદ્રિક જીવોના નિષ્કારણ વરિઓ છે અને એથી કલ્યાણના અર્થી આત્માઓએ એવાઓથી પણ સદાને માટે સાવધ રહેવું જોઇએ. માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અનુષ્ઠાનની શુદ્ધિ હોઇ શકતી જ નથી, પણ એકલા આશયની જ શુદ્ધિ હોય છે અને આશયશુદ્ધિના કારણે જ તેને વિષયશુદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આવું માત્ર વિષયથી જ શુદ્ધ અનુષ્ઠાન પણ સ્વરૂપાદિથી અશુદ્ધ એવું અનુષ્ઠાન, અત્યન્ત સાવધ એટલે પાપવ્યાપાર રૂપ હોય છે અને એથી તે એકાન્ત નિરવદ્યસ્વરૂપ જે મોક્ષ, તેનો હેતુ બની શકતું નથી; તો પણ, એવા પાપવ્યાપારને આચરનારમાં પણ મુકિતનો જે આશય હોય છે, તે આશય તે જીવની મુકિતમાં હેતુ બની શકે છે. એવા અનુષ્ઠાનના પ્રતાપે મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા દોષનો નાશ થતો જ નથી, કારણ કે-એ અનુષ્ઠાનના