________________
४४
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વિષયમાં લેશ માત્ર પણ પ્રમાદી નહિ જ બનવું જોઇએ. ધર્મની સામગ્રીને પામેલા જીવોએ “મારા મિથ્યાત્વની મન્દતા થઇ છે કે નહિ ?' –એ જોવાને માટે બેસી રહેવાની જરૂર નથી. કોઇ પણ કર્મ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ પણ હોય, ત્યાં સુધી તો એ જીવને, તમે પામ્યા છો તેવી ધર્મપ્રવૃત્તિની પ્રાપ્તિ પણ થતી નથી એક કોયકોટિ સાગરોપમ પ્રમાણથી પણ કર્મસ્થિતિ જ્યારે લઘુ બને છે, તેવા કાળમાં જ તમને મળી છે તેવી ધર્મપ્રવૃત્તિની પ્રાપ્તિ જીવને થઇ શકે છે. જે કોઈ જીવ આવી ઉત્તમ કોટિની ધર્મપ્રવૃત્તિને પામે, તે મહા ભાગ્યવાન છે; પણ એ મહા ભાગ્યવાનપણાને ટકાવવાને માટે તથા વધારવાને માટે, મળેલી ધર્મસામગ્રીનો સારામાં સારો ઉપયોગ કરી લેવાની જીવની કાળજી હોવી જોઇએ. ધર્મસામગ્રી મળવા છતાં પણ જેઓ તેનો સદુપયોગ નથી કરતા, તેઓ તો ધર્મસામગ્રીને નહિ પામેલા જીવોની જેમ હારી જાય છે, અને જેઓ મળેલી ધર્મસામગ્રીનો અનાદર કરીને તેનો દુરૂપયોગ કરે છે, તેઓના દુર્ભાગ્યનું તો પૂછવું જ શું ? ધર્મસામગ્રીની પ્રાપ્તિને માટે જેમ પુણ્ય જોઇએ, તેમ પ્રાપ્ત થએલી ધર્મસામગ્રીને સફલ કરવાને માટે લાયકાતની જરૂર છે. ધર્મસામગ્રીને પામેલા આત્માઓએ ધર્મની પ્રાપિન માટે તેમજ પ્રાપ્ત ધર્મને ટકાવવાને તથા વધારવાને માટે લાયકાત કેળવવી જોઇએ અને જેમ જેમ લાયકાત આવતી જાય, તેમ તેમ એ લાયકાતને વધુ ને વધુ જોરદાર ને નિર્મળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમને મળેલી ધર્મસામગ્રીને સફલ બનાવવાને માટે તમે કેટલા કાળજીવાળા છો અને કેટલા પ્રયત્નશીલ છો, એ તમે તો જાણો છો ને ? તમારી જેમ શ્રી હરિભદ્ર પુરોહિત પણ વર્યા હોત, તો જે પરિણામ આવ્યું તે આવત ખરૂં ? શ્રી હરિભદ્ર પુરોહિતે તો પોતાને મળેલા ઉત્તમ નિમિત્તનો ઉત્તમ પ્રકારે સદુપયોગ કર્યો. ગુરૂમહારાજે તેમને જેની દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, એટલે એમણે તેમ કર્યું. ન મુનિ બનીને એ મહાભાગ ગુરૂકુલવાસને સેવતા થકા શાસની મર્યાદા મુજબ રત્નત્રયીની આરાધનામાં રત બન્યા. એના પરિણામે ગુરૂકૃપાથી તેઓ સમર્થ શાસવેદી આચાર્ય