________________
૨૬૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આવી વાતના આલંબનથી જેઓ ઇરાદાપૂર્વક વિધિનો અનાદર કરી આદરપૂર્વક અવિધિનું આસેવન કરનારાઓને પણ સારા મનાવવાની ચેષ્ટા કરે છે, તેઓ તો- “નહિ કરવા કરતાં અવિધિથી પણ કરવું સારૂં' એવા ઉપકારી મહાપુરૂષોના કથનના રહસ્યને પામ્યા નથી અને પામ્યા છે તો એને છૂપાવવાનું ભયંકર પાપ આચરનારાઓ જ છે. એવાઓ જો ધર્માચાર્ય તરીકે ઓળખાતા હોય, તો તેઓને ધર્માચાર્ય માનવા કરતાં અધર્માચાર્ય માનવા, એ જ બંધબેસતું ગણાય, એટલે પ્રશંસા પણ તેના સ્થાને જ હોવી ઘટે. પ્રશંસાના નામે ભાયઇ કરી પૌદૂગલિક લાલસાને પોષવા મથવું, એ તો કારમું અપકૃત્ય જ છે. ચૌદમો સદાચાર-મ્રધાનકાર્યમાં આગ્રહ
હવે ચૌદમો સદાચાર છે- “પ્રધાનકાર્યમાં આગ્રહ' વિશિષ્ટ કોટિના ફલને આપનારૂં જે પ્રયોજન, તેને પ્રધાનકાર્ય ગણાય છે. આવા કાર્યમાં આગ્રહ, એ પણ સદાચાર છે. ધર્મકાર્યમાં પણ આગ્રહ ન જોઇએ' એમ કહેનારા અને માનનારા, સદાચારોના સ્વરૂપથી પરિચિત જ નથી, એમ કહેવામાં પણ અતિશયોકિત નથી. જે કાર્ય ઉત્તમ પરિણામજનક હોઇ ઉત્તમ છે, તે કાર્યની સાધનામાં આગ્રહ હોવો, એ પણ સુંદરમાં સુંદર કોટિનો સદાચાર છે. અજ્ઞાન લોકોના વિરોધથી ઉત્તમ કાર્યોને સાધવામાં પણ જેઓનો ઉત્સાહ મંદ પડી જાય છે, તેઓ આ સદાચાર સાધવામાં નાસીપાસ જ થાય છે. શિષ્ટ લોકોની પ્રિયતા એવા નમાલા માણસો નથી મેળવી શકતા અને ધર્મની પ્રાપ્તિ તથા તેના પાલન માટે તો એવા લોકોની પ્રિયતા એ પણ અતિશય જરૂરી છે. જેઓ ઉત્તમ કાર્યોની ઉત્તમતાનો અને ઉત્તમ કાર્યોના પરિણામનો વિચાર નહિ કરતાં, માત્ર અજ્ઞાન લોકોની લાગણીનો જ વિચાર કર્યા કરે છે, તેઓ આ ચૌદમા સદાચારના આસેવનથી સદાય વંચિત રહે છે. પાપ કરવામાં શિષ્ટ લોકથી પણ નહિ કરનારા અને ઉત્તમ કામ કરતાં અશિષ્ટ લોકથી પણ ડરનારાઓ તો આ સદાચારના વરિઓ છે, એમ કહીએ તો પણ ચાલે પોતાના માનપાનાદિ માટે શિષ્ટ લોકની