________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કારણ કે-મુક્તિને મેળવવાનો કાંઇ વિશેષ અર્થ રહેતો નથી. મુકતાત્મા બનેલો આત્મા પણ જો પુન: કર્મબદ્ધ થઇ શકતો હોય અથવા થતો હોય, તો સંસારનાં મળેલા પણ સુખોને તજીને મોક્ષને મેળવવાનો પ્રયત્ન કરે કોણ ? તેમજ જેને સંસારનાં સુખો ન મળ્યાં હોય,તે પણ સંસારનાં સુખોને જ મેળવવાનો પ્રયત્ન કરવાને બદલે વિરકત બનીને શા માટે મુક્તિમાર્ગની કષ્ટમય આરાધના કરીને મોક્ષને મેળવવાનો પ્રયત્ન કરે ? પરન્તુ વસ્તુસ્થિતિ એ છે કે-કોઇ પણ મુતાત્મા કદી પણ જડ કર્મોના યોગવાળો બનતો જ નથી. આત્મા એક વાર પરિપૂર્ણ મુકતદશાને પામ્યો, એટલે તો હંમેશને માટે તે પોતાની પરિપૂર્ણ એકાન્તિક-આત્યન્તિક સુખમય દશાને જ ભોગવે છે. આ કારણે જ, આપણે, ઇશ્વરના અવતારવાદની ઇતરોની માન્યતાનો પણ વિરોધ કરીએ છીએ.
૧૯૧
જડ કર્મોના યોગથી સર્વથા રહિત બનાય તેવા માર્ગની પ્રરૂપણા શા માટે ?
આ ઉપરથી આપણે એ વાતની પણ સારી રીતિએ સાચી કલ્પના કરી શકીએ એવું છે કે-ભગવાન શ્રી નેિશ્વરદેવોએ અને એ તારકે ફરમાવેલા માર્ગને અનુસરનારા પરમષિઓએ માત્ર પુણ્યનો જ માર્ગ કેમ દર્શાવ્યો નહિ અને એક માત્ર મુક્તિમાર્ગની પ્રરૂપણા કરીને તેની અન્તર્ગત આવશ્યક એવા પુણ્યમાર્ગની પ્રરૂપણા કેમ કરી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ ધર્મતીર્થની સ્થાપના કરવાનું અને મુકિતમાર્ગની સ્વતન્ત્રપણે પ્રરૂપણા કરવાનું પુણ્ય, કેટલા બધા દયાળુ બનીને ઉપાર્જ છે, એ તો જાણો છો ને ? જગતનો નાનામાં નાનો, ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવ પણ એ તારકોની દયામાંથી બાતલ રહેવા પામતો નથી. સંસારના સઘળાય જીવો દેહ્કારી છે. સંસારનો કોઇ પણ જીવ દેહરહિત નથી. દેહરહિત જીવો તો માત્ર મુકતાત્માઓ જ છે. સંસારના સઘળાય જીવો દેહધારી હોવા છતાં પણ, સઘળાય દેહધારી જીવોના દેહને ચર્મચક્ષુથી જોઇ શકાતો નથી. સંસારવર્તી જે દેહ્કારો જીવોને ચર્મચક્ષુથી જોઇ શકાય એવા જ