________________
સ્થાનક ભાગ-૧
- ચૌદ ગુણસ્થાનક વિવેચન વર્ણન
' યાને મોક્ષ પદ સોપાન
ગુણસ્થાનક = ગુણોનું સ્થાન. જ્યાં સાધના કરતાં કરતાં આત્માના વિકાસ માટેનાં ગુણોની કમસર પ્રાપ્તિ થતી જાય અને તે ગુણોની સ્થિરતા બનતી જાય. તેવી જ રીતે તે તે ગુણોની સ્થિરતાનો અભાવ થતો જાય. અર્થાત્ અપકર્ષ એટલે તે ગુણોની અનુભૂતિનો નાશ પણ થતો જાય એમ બન્ને પ્રકારની પ્રક્રિયા ચાલ્યા કરે તેવા સ્થાનોનાં પરિણામ ને ગુણસ્થાનક કહેવામાં આવે છે.
આ આત્મપરિણતિના ગુણોનો ઉત્કર્ષ જેમ જેમ થતો જાય તે પરિણામોને જ્ઞાનીઓએ અવસ્થાભેદ રૂપે તે તે ગુણોનાં સ્થાન નક્કી કરેલ છે તે ગુણસ્થાનક કહેવાય છે. તે ગુણસ્થાનકો ક્રમસર ચૌદ ભેદે છે. તે ચૌદનાં નામ -
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમદ્રષ્ટિ (૫) દેશ વિરતિ (૬) પ્રમત્ત સર્વ વિરતિ (૭) અપ્રમત્ત સર્વ વિરતિ (૮) અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ (૯) અનિવૃત્તિકરણ અથવા બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મોહ છદ્મસ્થ વીતરાગ (૧૨) ક્ષીણ મોહ છદ્મસ્થ વીતરાગ (૧૩) સયોગિ કેવલી અને (૧૪) અયોગિ કેવલી ગુણસ્થાનક હોય છે.