________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧ ઉદયકાળવાળા જીવો એકેન્દિર્યથી પંચેન્દ્રિય જીવો સુધીની કોઇપણ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે.
આ ગુણસ્થાનકે છ પ્રકારનાં જીવી રહેલા હોય છે.
(૧) જાતિ ભવ્ય જીવો (૨) અભવ્ય જીવો (૩) દુર્ભવ્ય જીવો (૪) ભારેકર્મી ભવ્ય જીવો (૫) લઘુકર્મી ભવ્ય જીવો અને (૬) દુર્લભબોધિ જીવો. (૧) જાતિ ભવ્ય જીવો :
- જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા હોય છે માટે તે જીવોને ભવ્ય કહેવાય છે. પણ કોઇકાળે હજી સુધી અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળ્યા નથી અને કોઇ ક્ષણે બહાર નીકળવાનાય નથી એવા જે ભવ્ય જીવો હોય છે તે ભવ્ય જીવોને જાતિભવ્ય જીવો કહેવાય છે. જેમ જગતમાં રહેલી ટલી મોટી હોય તે દરેક માટીમાં ઘડો થવાની યોગ્યતા હોય છે જ છતાંય કોઇકાળે બધી જ માટીના ઘડાં થવાના નથી. છેક સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલી માટી હોય છે તેમાંય ઘડો થવાની યોગ્યતા હોવા છતાંય કોઇ કાળે કોઇ દેવ વગેરેને એ માટી લાવીને ઘડો બનાવવાની ઇચ્છા પણ. થવાની નથી એવી જ રીતે મોલ ગમનની યોગ્યતા જરૂર હોય છે. જો એ જીવો અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળી વ્યવહાર રાશીમાં આવેસન્નીપણાને પામે તો મોક્ષે જઇ શકે એવી યોગ્યતા છે જ પણ બહાર જ નીકળવાના નથી. માટે જાતિ ભવ્ય જીવો કહેવાય છે. આ જાતિ ભવ્ય રૂપે અનંતા જીવો અરિહંત થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો યુગપ્રધાન આચાર્ય થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો શાસન પ્રભાવક આચાર્યો થઇને મોક્ષે જઈ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો ગણધર થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. એ જ રીતે અનંતા જીવો ઉપાધ્યાય ભગવંત થઇને, અનંતા જીવો સાધુ થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. આ જ રીતે જે પ્રકારે મોક્ષે જવાતું હોય તે