________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૭૭ સાથે મન તો હોય જ. મનની ચાલક બુદ્ધિ. તેથી મન ને બુદ્ધિ બંને દેવને અર્પણ કરી અપિત-મનો-બુદ્ધિ બને છે.
પરિણામ શું આવે ? હવે જે કંઇ મળે, જે સ્થિતિ પ્રાપ્ત થાય તે દેવ જ આપી રહ્યા છે. એવી સમજણ આવે અને તે દ્રઢ થતી જાય. પરિણામ ? દેવ મને જે આપે તે ઉત્તમ, કલ્યાણકારી જ હોય. તેથી દેવ તરફથી મને જે કંઇ મળે તે તરફ મારા મનની ભાવના એક સરખી જ રહેવાની. મને સ્વાદિષ્ટ ભોજન આપે તો હું હર્ષિત થઇ જાઉં અને બે ટંક ભૂખ્યો રાખે તો શોકમાં ડૂબી જઇ આપનારાનો વાંક જોવા લાગું -એ તે કેવી ચંચળ, કાચી, છીંછરી અને વિકૃત સમજણ ? દેવનું આપેલું કશું જ મારે માટે સર્વોત્તમ કરતાં ઓછું ન હોય, તેથી તે હવે સમ-બુદ્ધિ થવા લાગે છે.
આવી સમ-બુદ્ધિ નિશ્ચિત પથ પર જ ચાલે. તેના માર્ગમાં હવે તે ડગમગ ન હોય. તેની ગતિમાં ગમે ત્યારે ગમે ત્યાંથી વિક્ષેપો આવતા તે ખળભળે નહિ. પહેલાં મનમાં આવી સમજણ પાકી થાય, પછી બાહ્યા વ્યવહારમાં તેનું પરિણામ જણાય, આવી દ્રઢ સમજણ પાકો નિશ્ચય એટલે ‘વ્યવસાય.' એવો વ્યવસાય' જેમાં હોય તે “વ્યવસાયાત્મિકા બુદ્ધિ.'
કોઈ પણ પરિસ્થિતિ આવી. ઇશ્વરાર્પણબુદ્ધિથી તેનો વિચાર કર્યો. પરિણામે બુદ્ધિની સમતા ટકી રહી. પરિણામે બુદ્ધિ વ્યવસાય (નિશ્ચય) કરી શકો. એનું પરિણામ એક જ આવે- સ્થિરતા. હવે ચંચળતા ન રહી શકે. હવે બધું તોફાન શમી ગયું. વાતાવરણ શાંત થઈ ગયું. તેથી બુદ્ધિ એક બિંદુ પર એક ધ્યેય, એક લક્ષ્ય પર સ્થિર થઇ જાય, આવીસ્થિતિ સ્થિરબુદ્ધિ. તેનું જ બીજું નામ સ્થિતધી, સ્થિતપ્રજ્ઞા કે સ્થિતપ્રજ્ઞતા.
હવે અહીં આ બુદ્ધિ. આ તેનો સંકલ્પ લક્ષ્ય એવો ભેદ, એવું હેત જ કયાં રહ્યું ? હવે તો બુદ્ધિ જાણે બુદ્ધિ જ મટવા લાગી. તેનામાં કશુંક મહત્ત્વપૂર્ણ આંતરિક પરિવર્તન થવા લાગ્યું. હું બુદ્ધિ અને આ મારો