________________
૨૯૧
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અવતની વૃદ્ધિ માટે થાય, એ ઓછી હાનિ નથી !
એવા દંભિઓનું નામ લેવું એ પણ પાપ માટે થાય છે, એમ કેમ ? એ મહાપુરૂષ ફરમાવે છે કે- ‘જે હંભિઓ સમ્યક્ એવી કાલોચિત વ્રતપરિરક્ષણ રૂપ ક્રિયાને પાળતા નથી, તેઓથી મોટા આશ્ચર્યની વાત છે કે-સાધુનામમાત્રથી, ભવ્ય નસમૂહ છેતરાય છે ! અને ‘હું ધર્મી છું' -એવા પ્રકારની પ્રસિદ્ધિના લોભે, પોતાના દોષને છૂપાવનાર તેમજ ગુણહીન હોવા છતાં પણ, હ્રદયમાં દંભ રાખનાર જગતને તરણા સરખું માને છે ! કેટલાક દંભિઓ તો એમ માને છે કે-એ એક કળા છે. કોઇ જેવા હોય તેવા ઓળખે નહિ એમ વર્તવું, એને કળા કહી અભિમાન લેનારા આજે નથી એમ નહિ ! ‘અવસરે દંભી પોતાનો ઉત્કર્ષ કરે અને પોતા સિવાયના બીજા ગુણીનોનો અપવાદ બોલે, એથી એની ભવિષ્યમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ બને છે તેમજ એ મહાતપથી પણ દુર્ભેદ્ય અને નરકાદિની પ્રાપ્તિને યોગ્ય કઠિન કર્મને બાંધે છે.' એ સ્થિતિ શાથી આવે ? દંભથી. એવો દંભ આપણામાં છે કે નહિ, એ ધર્મક્રિયા કરનારે સાવચેતીથી જોયા કરવું જોઇએ.
દંભને માટે આટલું વિસ્તારથી ણાવ્યા બાદ, વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે- ‘દંભવાન કઠિન દુષ્કર્મને બાંધે છે એ હેતુથી, આત્માએિ, નરકાદિ દુ:ખો રૂપ ઉપદ્રવના કારણ એવા દંભનો ત્યાગ કરવો જોઇએ.' નાનોય દંભ કરવો, એ આત્માથિન માટે વ્યાજબી નથી. ભગવાન શ્રી નેિશ્વરદેવોએ આ વાત એકાન્ત ણાવેલી છે કે-દરેક ધર્મક્રિયા સરલપણે, દંભરહિતપણે કરવી. વિવેકની જરૂર :
દંભના આ સ્વરૂપને જાણ્યા પછી તો, કલ્યાણના અભિલાષી આત્માઓએ, જીવનમાંથી દંભને દેશવટો દેવાને માટે તૈયાર થઇ જવું જોઇએ. કરવું ઓછું ને બતાવવું વધારે, કરવું કાંઇ નહિ અને કહેવું જૂદું, એ દંભ છે. દરેકે વિચાર કરવો : આત્માને પૂછવું : લાગે છે કે-આપણામાં