________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૩૧
પ્રાપ્ત થઇ શકે છે, કિન્તુ તે સઘળું ભાવશૂન્ય હોવાથી નિર્દભ વૈરાગ્યનું સાધક બની શકતું નથી. નિર્દભ વૈરાગ્યનું સાધક જ્ઞાન જેમ શ્રી ક્લિવચનને અનુસરનારૂં હોવું જોઇએ, તેમ તે હૃદયની રૂચિ, ભાવ યા શ્રદ્ધાપૂર્વકનું હોવું જોઇએ. હૃદયની રૂચિ એ મૂખ્ય ચીજ છે અને તે નિ કેવળ જ્ઞાન દ્વારા લભ્ય નથી. એમાં હિતકારિતાદિના જ્ઞાનની આવશ્યકતા છે અને તેથી પણ અધિક વિનય, ભકિત, આદરાદિ બાહા ક્રિયાની પણ આવશ્યકતા છે. કોઇ પણ પદાર્થ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવા માટે અને ઉત્પન્ન થયેલ પ્રેમને ટકાવવા કે વધારવા માટે એકલું જ્ઞાન કારગત થઇ શકતું નથી, કિન્તુ જ્ઞાન સાથે ક્રિયાની સંપૂર્ણ આવશ્યકતા છે.
જ્ઞાન એ જેમ પ્રેમોત્પાદક છે, તેમ ક્રિયા એ પણ પ્રેમોત્પાદક છે. જ્ઞાન એ પ્રેમોત્પાદક છે, પરન્તુ ક્રિયા એ પ્રેમોત્પાદક નથી એમ કહેવું એ ભૂલભરેલું છે. જ્ઞાનાભ્યાસ માત્રથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સ્થિરતાદિની આશા રાખનાર જરૂર નાસીપાસ થનાર છે. જ્ઞાનાભ્યાસ એ જેમ સાયક છે, તેમ વિનયાદિ ક્રિયા પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ આદિમાં અપૂર્વ સહાયક છે : બલ્ક જે વિશેષતા ક્રિયામાં છે તે જ્ઞાનમાં પ્રાપ્ત થવી અશકય છે. જ્ઞાન એ માનસિક ક્રિયા છે, જ્યારે ક્રિયા એ શારીરિક અને વાચિક ક્રિયા છે. અભ્યાસદશાપન્ન (શરૂના અભ્યાસી) પુરૂષોને માટે કેવળ માનસિક ક્રિયા ઉપર ભાર દઇ દેવો, એ તેને આગળ વધારવા માટે નથી, કિન્તુ પાછળ પાડવા માટે છે: અતિશય ચંચળ મનને વશ કરવા માટે એકલી માનસિક ક્રિયા કામ આવી શકતી નથી. સાધન વિના જેમ સાધ્યસિદ્ધિ નથી તથા ઉપાય વિના જેમ ઉપેયપ્રાપ્તિ નથી, તેમ શારીરિક અને વાચિક ક્રિયાને પણ યોગ્ય માર્ગે જોડ્યા વિના મન સ્વાયત્ત બનતું નથી : એટલું જ નહિ પણ અયોગ્ય માર્ગે પ્રવર્તેલા વચન અને કાયાવાળાની પ્રયોજેલી માનસિક ક્રિયા પણ એળે જાય છે.
સંતા લોહપિ પર પડેલા પાણીના બિન્દુઓની જેટલી સ્થિતિ છે, તેટલી જ સ્થિતિ અયોગ્ય માર્ગે વપરાઇ રહેલા વચન અને કાયા