SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૩૮૫ તો પણ પ્રાર્થનાપથે પહેલાં પગલાં ભરનારાને થોડા નિયમો તો જોઇશે જ. સમણના એવા દીવા માર્ગદર્શક સ્થંભો ઉપર ગોઠવ્યા હશે તો આપણો રસ્તો સરળ થશે. પ્રભુનું વરદાન : મને પ્રાર્થનાની કળા સમજાવો. શ્રી રામકૃષ્ણ પરમહંસને એક વાર રાખાલે વિનંતિ કરી. એમાં શું સમજાવવાનું હતું ? ખૂબ જ ભાવથી પ્રભુના વરદાનનો ઉપયોગ કરવાનું રાખવું. કયું વરદાન ? પ્રાર્થનાનું. એનાથી આગળનો રાહ પ્રકાશિત થઇ શે. પ્રાર્થના પ્રભુનું વરદાન છે એટલું પણ સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો ખરેખર પ્રકાશિત થઇ જાય. અહીં આપણને બાઇબલની પેલી પ્રાર્થના યાદ આવે છે. *હે પ્રભુ ! અમને પ્રાર્થના કરતાં શીખવો.' જો એક આ પ્રાર્થના કરતાં પણ આવડી જાય તોય ધન્ય બની ઇએ. આપનામાં આ ભાવ જાગે તોય ક્યાંથી ? દરેક શકિતને માધ્યમ જોઇએ છે. જેમ તાંબાના તારમાથી વિદ્યુતશકિત ઝડપથી વધે છે તેમ ભાવભર્યા હૃદયોમાં પ્રાર્થનાબળ ઝડપથી પ્રવાહમાન થાય છે, એમ સમજી શકાય છે. શ્રદ્વાભર્યું હ્રદય પ્રાર્થનાનું ઉત્તમ વાહક બની રહે છે. આ વિશ્વમાં કોઇ મહાન શક્તિ છે એને આપણામાં રસ છે, પ્રાર્થના દ્વારા એનો એ રસ વધારી શકાય છે, આપણી પ્રાર્થના સફળ થઇ શકે છે -વગેરે સમા આવી ગઇ હોય તો આ માર્ગે યાત્રા કરવાનું વધારે સરળ બને છે. ભાવ મહત્ત્વનો : એક ગામમાં નવા પૂજારી આવ્યા. એમણે મંદિરમાં પ્રાર્થના દાખલ કરી. એ દર પૂનમે ને અગિયારશે બીજા માણસો પાસે પ્રાર્થના કરાવતા.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy