________________
૨૦૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ : કારણ કે જો ધર્મ જ ન હોય, તો આ જીવનની જે હેતુથી મોટી કિમંત આંકી, તે હેતુ જ ઉડી જાય છે. એટલે જીવનમાં ધર્મની જરૂરીયાત પૂરેપુરી છે : પણ ધર્મ વિના લાયકાતે આવે નહિ. ધર્મ જરૂરી હોવા છતાં પણ, જ્યાં સુધી આત્માને ધર્મની વાસ્તવિક ભૂખ નથી લાગતી, ત્યાં સુધી આત્મા ધર્મના માર્ગે જે રીતિએ વળવો જોઈએ તે રીતિએ વળતો નથી : આત્મામાં ધર્મની વાસ્તવિક ભૂખ જાગ્યા વિના, જો આત્મા ધર્મ તરફ વળેલો હોય, તો માનવું કે-આમાં હેતુ બીજો જ છે : અને બીજો જ હેતુ હોવાના યોગે, ધર્મનું જે ફળ મળવું જોઇએ તે મળે નહિ. વિપરીત હેતુ હોય તો વિપરીત ફળ પણ મળે, એ દેખીતી વાત છે. ભોજન શા માટે ? ભૂખને શમાવવા માટે ને ? ભોજનમાં ભૂખને શમાવી, શરીરને તાકાત આપવાનો ગુણ છે કે નહિ ? પણ એ જ ભોક્ત જો અજીર્ણથી લાગેલી ભૂખના યોગે લેવાય તો ? અજીર્ણની ભૂખ એ વાસ્તવિક ભૂખ ન કહેવાય. એવી ભૂખ વખતે લેવાએલું ભોજન ફાયદો તો નથી કરતું, પણ નુકશાન કરે છે. જેમ અજીર્ણ હોવા છતાં પણ ખાવાની ખોટી ભૂખ લાગે છે, તેમ ધર્મની ભૂખ ન લાગી હોય છતાં આત્મા ધર્મ તરફ વળે, ત્યારે એમાં હેતુ કોઇ બીજો જ છે એમ નક્કી થાય. ધર્મની સાચી ભૂખ લાગ્યા વિના આત્મા ધર્મ તરફ વળે, તો સમજવું કે-ભૂખ બીજી ને ખોરાક બીજો. એમાં ભૂખને બીજી રીતિએ પોષાય છે. સામાન્ય ગુણો પણ કેમ નથી ?
- જો વસ્તુતઃ ધર્મની ભૂખ લાગી હોત, તો આજે કેટલાક ધર્મી ગણાતાઓમાં, ધર્મ પામવાને લાયક આત્માઓમાં પણ જે ગુણો જોઇએ તે બીલકુલ નથી દેખાતા, તે એમ બનત નહિ કોનામાં ધર્મની સાચી ભૂખ છે અને એથી ધર્મ થાય છે તેમજ કોનામાં ધર્મની વાસ્તવિક ભૂખ નહિ હોવા છતાં પણ ધર્મ થાય છે, એનો વ્યકિતગત નિશ્ચય જ્ઞાની સિવાય બીજા કરી શકે નહિ : માટે સમૂહગત વાતનો વિચાર કરીને, દરેકે સ્વયં પોતાનામાં ધર્મની સાચી ભૂખ છે કે નહિ, એનો નિર્ણય કરી લેવો જોઇએ. જે ગુણ.