________________
૨૮૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કહ્યું હતું. અરે, ભલા આદમી ! ભૂલ કરી હોય તો સીધું કહી દેને કેપ્રમાદથી ભૂલ થઇ. ભૂલને જાણ્યા પછી, એ છૂપાવવાને માટે બોય હેતુઓ આપવા, ખોટી દલીલો, કરવી, સાચી વાતોને ઉંધા રૂપે કહેવી, એ ભયંકર દોષ ખરો ને ? એ બધું શાથી બને ? કદાગ્રહથી. જે સાચી વાતોને, જ્ઞાનને પચાવી જાણે છે, તે આત્માઓ કદાચ રૂપ ભયંકર દોષોથી દૂર રહે છે.
ક્રોધ :
હવે ચોથો દોષ કયો ? ક્રોધ. સારી પણ ક્રિયા, નહિ કરવા યોગ્ય ક્રોધ કરવાથી કાળી થઇ જાય છે. કોઇ ઉત્તમ ધર્મક્રિયા જઇને નવા આવનારને એમ થાય કે આ આત્મા ઉત્તમ છે પણ એને અયોગ્ય ક્રોધ કરતો ભાળે તો સભાવ ઉડી જાય. જે ભૂમિકા મુજબ જરૂરી છે એની વાત જુદી છે. પ્રશસ્ત કષાય તો કષાયની જડને ઉખેડવામાં સહાયક થનારા હોય છે, પણ એ વાત અવસરે. સુધારવા માટે જરૂરી શબ્દોમાં કહેવું, જરૂરી રીતિથી કહેવું, એ ક્રોધમાં ન જાય. એ ક્રોધ અવશ્ય નહિ કરવો જોઇએ. કે જેમાં આત્મા ભાન ભૂલે : પોતે કયી ભૂમિકામાં વર્તે છે, એનો ખ્યાલ ન રહે : બોલતી વખતે કાયા ધુજ અને ન બોલવાજોનું પણ બોલાઇ જાય. જ્યારે હિતબુદ્ધિના પ્રતાપે જોરથી બોલાય એ બને, પણ જે બોલાય તેનો ખ્યાલ હોય. આપણામાં રાય દુર્ભાવ હોય નહિ, યોગ્ય રીતિએ યોગ્ય શબ્દોમાં કહ્યું હોય, છતાં સામાને ક્રોધ થાય તો એ એની નાલાયકાત છે : પરંતુ બીજાઓને નાલાયક કહેતાં પહેલાં જોવું કે-મેં તો ભૂલ નથી કરી ને ? શિલા એનું નામ કે-શિક્ષા આપતાં હૈયું હાથમાં રહે અને કાયા ધુજ નહિ. બીજા ક્રોધમાં તો વિકરાળતા આવે, કાયા ધુજ અને લોહી ગરમ થાય. શિક્ષામાં એમ નહિ. શિક્ષા અમુક સ્થિતિ સુધી જરૂરી. બીજો ક્રોધ જરૂરી નહિ. સ્વમાનને ન ભૂલાવે, આત્મા ભાન ભૂલે નહિ અને કામ થાય, એવી ઉગતાને અવિહિત કોટિમાં નથી મૂકી. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીથી, સમુદાયને કેવલજ્ઞાની પોતાની સત્તામાં ન રાખે. ભગવાન અનેક આત્માઓને દીક્ષા આપે, પણ સ્થવિરને સોંપે કારણ? આ તો વીતરાગ. અંદર કંઇકેય હોય તો જરૂરી પણ ઉગ્રતા આવે