________________
૨૦૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સમજી શકાશે કે-ધર્મમાર્ગને નહિ પામેલી સ્ત્રી જાત કેટલી કારમી નિર્દય હોઇ શકે છે ? પોતાના વિશ્વાસુ પતિને, કે જે પતિ પોતાની તૃષા મટાડવાને માટે જુના કુવાના ઉપર જઇ તપાસી પાણી કાઢવાનો પ્રયત્ન કરે છે, એવા પ્રેમાળ પતિને પણ ધક્કો મારી કુવામાં નાખી કારમો વિશ્વાઘાત કરવો અને સહજ પણ દયા લાવ્યા વિના તેમજ આવા કારમા કુવામાં પતિનું શું થશે એનો સહજ પણ વિચાર કર્યા વિના, નાસીને પોતાના પિતાના ઘેર, પહોંચી જવું, એ શું કારમી નિર્દયતા વિના શકય છે ? કહેવું જ પડશે કે-નહિ.
પોતાની પુત્રીને તેણીના પતિ સાથે શ્વસુરગૃહે મોકલવા છતાં પણ તેણી પાછી આવી, એટલે - “તે પાછી કેમ આવી ?' એ જાણવાની ઇચ્છા, માતા-પિતાને થવી એ સહજ છે. તેણીએ પણ પોતાના માતા-પિતા પૂછે અગર તો ન પૂછે, તો પણ ઉત્તર આપવાનો નક્કી કરી જ રાખ્યો હતો. માતા-પિતા ન પૂછે, તો પણ પાછી ચાલી આવેલી તેણીએ કાંઇક કહેવું જ પડશે, એમ તેણી જાણતી જ હતી અને એ માટે પણ ગોશ્રી તૈયાર જ હતી. આવું કારમું સાહસ કરનારી સ્ત્રી એવા ઉત્તરો અગર કલ્પિત વાતો કહેવામાં હુંશીયાર જ હોય. તેણીએ પણ તાંની સાથે જ, માતા-પિતા પૂછે તે પહેલાં જ, સંતોષકારક કહેવાનું નક્કી જ કરી લીધું હતું. આથી તેણીએ ઘેર પહોંચતાની સાથે જ કહ્યું કે- “અપશુકનપણાથી તે મને લઈ ન ગયા.' -આ કથન એવું હતું કે- માતા પિતાને સારું લાગી જ જાય. માતા-પિતા પણ, તેણીના એ કથનથી એમ સમજી ગયા કે- માર્ગે જતાં કોઇ ભયંકર જાતિના અપશુકન થયા હશે, એથી અમારા જમાઇ, અમારી દીકરીને નહિ લઇ જતાં પાછી મોકલી, પોતે એકલા જ પોતાને ઘેર ચાલ્યા ગયા હશે ! આથી તેઓનું મન પણ વિહુવલ ન બન્યું અને આ બાઇ પણ શાંતિપૂર્વક માતાપિતાને ઘેર રહેવા લાગી.
ગોશ્રી તો હવે નિશ્ચિતપણે રહેતી હતી : કારણ કે- તેણીની એ ધારણા હતી કે-આવા કુવામાં પડેલ વિજય જીવવાનો નથી અને એના તથા