SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ Ocજા ૧૭. જાતે જ કરવો પડે. પ્રાર્થનાના અઠંગ ઉપાસક એવા એક ભાઇને પૂછવામાં આવ્યું. એક પ્રાર્થના અને દસ પ્રાર્થનાના પ્રભાવમાં શો ફેર પડે ? એવું સાદું ગણિત આમાં નહીં ચાલે, પ્રાર્થનામાં સંખ્યા અને ગુણવત્તા બેય જોવામાં આવે. યાદ રાખો કે ગુણવત્તા ઉપરથી પણ સંખ્યા નક્કી થઇ શકે. એક જ ઉત્તમ પ્રાર્થના દસ જેટલી થઇ જાય, ને સો નિર્બળ પ્રાર્થનાઓનું પરિણામ પણ એવું જ આવે. જો આમ જ હોય તો પ્રાર્થનાની ગુણવત્તા વધારવા માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઇએ. એની કલાને બરાબર શીખવી જોઇએ. આ માટે થોડી પ્રાથમિક બાબતો સમજી લેવી જોઇએ. સ્વામી રામતીર્થ પાસે એક યુવક આવ્યો. કહે : ભગવાન નથી. આ નવા સમાચાર તું કયાંથી લઇ આવ્યો ? આ તો ભયંકર કહેવાય ! રામબાદશાહે બનાવટી ગંભીરતાથી કહ્યું. ભગવાન હોય તો મારી પ્રાર્થના ના સાંભળે ? એ વાત ખરી. પ્રાર્થના ના સાંભળી એટલે એ બિચારાનો કાંકરો જ કાઢી નાંખ્યો. સારું તું મને એ બતાવ કે તે ખરેખર પ્રાર્થના કરી હતી કે બીજું કંઇક ? પ્રાર્થના જ કરેલી. એ વખતે તું કયાં હતો ? નાટકની ટિકિટ ખરીદનારાઓની લાઇનમાં ઊભો હતો. હા પ્રાર્થના માટે જગા તો સરસ પસંદ કરી. મારી ધારણા પ્રમાણે તારે ટિકિટ જોઇતી હતી એટલે જ ને ? હા, પણ મારો નંબર આવ્યો ને બારી બંધ થઇ ગઇ. ભગવાન છે જ નહીં. આવી લુક બાબતો ઉપરથી ભગવાનને એના સિંહાસનેથી રૂખસદ આપી દેનારાઓની સંખ્યા ઘણી મોટી છે. એમને એ પણ ખબર નથી
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy