________________
૪૧૭
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
નિત્યસિદ્ધો, અમરપુરૂષો અને ચિરંજીવીઓ પ્રયત્નશીલ સાધકને મદદ કરવા તેમના હાથ લંબાવે છે. સાધક આ બધું અનુભવે છે તેથી તેની એકલતા નાશ પામે છે.
વિશ્વમાં સર્વ જગ્યાએ વ્યાપીને કાર્ય કરતી શક્તિથી તમે સદા સર્વદા રક્ષાયેલા રહો છો, તેથી ગતમાં તમને ભય જેવું લાગતું નથી. સાધનાની વિગતોનું બરાબર પાલન કરો અને આપોઆપ તમારું રક્ષણ થશે.
કેટલાક સાધકો થોડા સમય બાદ સાધના છોડી દે છે. તેઓ તાત્કાલિક મહાન ફળની આશા રાખે છે. ટૂંક સમયમાં જ તેઓ મહાન સિદ્ધિની અપેક્ષા રાખે છે અને જ્યારે આમાં નિષ્ફળતા મળે છે ત્યારે સાધના છોડી દે છે.
બ્રહ્મને પ્રાપ્ત થયેલા પૂર્ણ માનવ અને સામાન્ય માનવ વચ્ચે ઉત્ક્રાંતિનાં ઘણાં પગથિયાં રહેલાં છે. રસ્તામાં ઘણા પડદાઓને ચીરવા પડે છે. અંતિમ પ્રાપ્તિ પહેલાં ઘણાં વિઘ્નોમાંથી પસાર થવું પડે છે. આધ્યાત્મિક પ્રગતિ ક્રમશઃ થાય છે .
તમે એક જ કૂદકે એવરેસ્ટ ન ચડી શકો. તે પહેલાં તમારે અનેક નાની ટેકરીઓ ઉપર મુકામ કરવો પડે. તેવી જ રીતે આધ્યાત્મિક રસ્તે પણ કૂદકો નથી મારી શકાતો.
આત્મસાક્ષાત્કાર એ છ વર્ષના સ્નાતકોત્તર અભ્યાસ જેમ નથી. એ તો સતત સાધનાના પરિણામ સ્વરૂપે છે.
આધ્યાત્મિક માર્ગે કોઇ ત્વરિત ચાવી નથી. શાશ્વત આનંદના સામ્રાજ્યમાં પહોંચવાનો બીજો કોઇ રાજ્માર્ગ નથી. આ દિવ્ય પંથે ચાલવામાં અધૂરી સાધના નહિ ચાલે. તેમાં સંપૂર્ણ કડક શિસ્તની જરૂર પડે છે. પછી જ તમે માયા ઉપર વિજ્ય મેળવી શકો અને પછી જ મન ઉપર કાબૂ પ્રાપ્ત કરી શકો.
સંતો અને યોગીઓ કદાપિ એમ નથી માનતા કે તેમણે મન ઉપર