________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સ. આવો નિશ્ચય થઇ જાય તો આપત્તિના સમયમાં દીનતા ન જ આવે, એ દેખીતી વાત છે.
એ જ કારણે એવા વાસ્તવિક નિશ્ચયને અપનાવી લેવો એ ખૂબ જ જરૂરી છે. ધર્મના અર્થી આત્માને માટે આવો નિશ્ચય એ કાંઇ મુશ્કેલ નથી. સહર્મની પ્રાપ્તિ અને સદ્ધર્મના પાલન માટે લોકપ્રિય બનવા ઇચ્છતો આત્મા આવો નિશ્ચય ઘણી જ સહેલાઇથી કરી શકે છે, આપત્તિ જો કરેલ પાપના ઉદયનું જ પરિણામ છે, તો પછી એસમયે દીનતાનો આશ્રય લેવો એ ઘણું જ અયોગ્ય છે. કરેલ પાપની સજા ભોગવાઇ વાથી એ પાપ અનેક પાપોને લઇને જાય છે, પણ શરત એટલી કે-એ પાપનો ભોગવટો કરતાં આવડવું જોઇએ. પાપના ઉદયથી આવી પડેલી આપત્તિને સમભાવથી સહાય અને પાપના વિપાકનો વિચાર કરી સદાય પાપથી પર રહેવાના ભાવમાં રમાય, તો ઉદયમાં આવેલ પાપર્મની તો નિર્જરા થાય જ છે, પણ એની સાથે અન્ય પણ અનેક પાપકર્મોની નિર્જરા થાય છે. મહાપુરૂષો તો આપત્તિના પ્રસંગને કર્મક્ષયનો પ્રસંગ માની, ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. એવી પ્રસન્નતા ભોગવવાની તાકાત આપણામાં ન હોય, તો પણ આપણે, કમથી ક્મ દીનતાથી તો બચી જ જ્યું.
. આપત્તિ સહવાનું સામર્થ્ય તો હોવું જોઇએ ને ? સામર્થ્ય ન હોય તો કેળવવું જોઇએ. તમે એમ કહી શકશો કેઆપત્તિ આવે ત્યારે હાયવોય કરવા માત્રથી આપત્તિ ભાગી જાય છે ? સ. એમ તો નહિ, પણ તેના નિવારણ માટે ઉપાયો તો કરવા જોઇએ ને ?
એવા ઉપાયો કરવા પડે, તો પણ એ ઉપાયો એવા તો ન જ હોવા જોઇએ ને કે-જે ઉપાયો આચરવાથી ભવિષ્યની આપત્તિ ખૂબ ખૂબ વધી જાય ?
૨૫૨
સ.
નહિ જ.
વળી નિવારણના ઉપાયો આચરવા પડે, તો પણ દીન શા માટે