________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જરૂરનું છે.
ઉદ્દેશાલયોશ્વર્યા ચાન્ એ બાવીશમું વિશેષણ છે. પ્રતિષેધ કરેલા દેશ અને કાનમાં વર્તન કરવાથી અનેક પ્રકારના ઉપદ્રવોજ સહન કરવા પડે છે અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ભાગ્યેજ થાય છે. માટે તેનો ત્યાગ કરવો અને જે દેશ અને જે કાળ નિષેધ કરવામાં આવ્યા નહીં હોય તેમાં પોતાનું વર્તન ચલાવવું એ સલાહ ભરેલું છે.
વભાવમાં નાલન્ એ ત્રેવીસમું વિશેષણ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાની અને પરની શકિત અને નબળાઈ જાણવાથી આપણું હરેક પ્રકારનું વર્તન ફળદાયક થઇ શકે છે, માટે દરેક ગૃહસ્થ એ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. ,
વૃત્તરચજ્ઞાનવૃદ્ધાનાં પૂળ - એ ચોવીસમું વિશેષણ છે. અનાચારનો પરિહાર કરીને સમ્યક્ આચારનું જેઓ પ્રતિપાલન કરે છે તે વૃત્તથ કહેવાય છે. તેઓના અને જ્ઞાને કરી જેઓ વૃદ્ધ (મોટા) હોય (વયે કરી મોય ન હોય તો તેની કાંઇ જરૂર નથી) તેઓના પૂજારી થવું, તેઓના ઉપર અત્યંત પ્રીતિ રાખવી અને તેઓની સેવાભકિત કરવી એ કેવળ હિતકારક છે. તેમ કરવાથી આપણે સદાચારવાળા અને જ્ઞાની થઇએ છીએ. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકૂચારિત્ર પ્રાપ્ત કરવાનો આ સીધો રસ્તો છે. આ વિશેષણ આમા તથા એકવીશમાં વિશેષણને (સદ્દાવારે: કૃતસંજ: ગુખોપુ પક્ષપાત:) ઘણે અંશે મળતું અને ખરેખર આદરવા યોગ્ય છે.
પોથપોષણ: એ પચીસમું વિશેષણ છે, અવશ્ય ભરણપોષણ કરવા યોગ્ય કુટુંબવર્ગ વિગેરેનું પોષણ કરવું એ ઇહલોક અને પરલોકમાં સુખદાયી છે. તેમ ન કરવાથી અનેક અનર્થો ઉદ્દભવે છે.
તીર્થ, વિશેષજ્ઞ:, છત:, ભોdpવભમ:, સભ:, સય:, સૌન્મ:, પરોપકૃતવર્મ : એવાં છવીશથી તેત્રીશ સુધીના વિશેષણો છે. હરેક કાર્યમાં દીર્ઘદ્રષ્ટિ રાખવાથી એટલે લાંબી નીધા