________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આધ્યાત્મિક પથ કાંટાળો, ખાડાખૈયાવાળો અને કરાળ છે. તમારે ખંત અને ધીરથી માર્ગમાંના કાંટા વીણી લેવા જોઇએ. કેટલાક કંટકો આંતરિક અને કેટલાક બાા છે. ઇર્ષ્યા, લોભ, મોહ, અભિમાન એ આંતરિક કંટકો છે. અને બહારના કંટકોમાં ખરાબમાં ખરાબ કંટક દુષ્ટ મનવાળા મનુષ્યોનો સંસર્ગ છે. માટે ખરાબ સોબતનો ત્યાગ કરો. સાધનામાં ભયસ્થાનો :
૪૧૫
સાધનાના સમય દરમિયાન બધા સાથે બહુ હળોમળો નહીં. ઝાઝી વાતચીત ન કરો, ઝાઝું ચાલો નહીં, ઝાઝું ભોજન ન લો, વધુ નિદ્રા ન કરો. ઉપરની પાંચ વસ્તુઓનું બરાબર પાલન કરો. હળવામળવાથી મન વિક્ષુબ્ધ થાય છે. વધુ વાતચીત કરવાથી મનમાં વિક્ષેપ પડે છે, વધુ ચાલવાથી અશક્તિ અને થાક લાગે છે, વધુ પડતું ખાવાથી આળસ અને ઊંઘ આવે છે.
સાધનાના સમય દરમ્યાન પુરુષોએ સ્ત્રીઓના સંપર્કથી દૂર રહેવું. તમે ગમે તેટલા મબૂત મનના હો છતાં પણ યુવાન સ્ત્રીઓથી દૂર રહો. માયા તમને ખબર ન પડે તેમ કાર્ય કરે છે અને તેથી તમારી અધોગતિ શરૂ થાય છે.
આધ્યાત્મિક ક્રિયાઓથી જ હંમેશાં તમારા મનને ભરપૂર રાખો. તમારી લાગણીઓને બહેકાવે તેવી વસ્તુઓથી તમારી જાતને ખૂબ જ દૂર રાખો. પછી જ તમે સહીસલામત બની શકશો.
ઘરનાં માણસો સાથે ન રહેવું. આધ્યાત્મિક પથના નવા નિશાળિયા હો ત્યારે તમારી આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાની કસોટી ન કરવી. શરૂઆતમાં તમારી આધ્યાત્મિક શકિત બતાવવા પાપ અને અપવિત્રતા સામે થવાની બહુ હિમત ન કરવી. આમ કરવા જતાં તમે પતનની ખાઇમાં ખડી શો. ધૂળના ઢગલામાં તમારા અગ્નિની ચિનગારી ઢંકાઇ જશે.
મનમાં અનુકરણ કરવાની મહાન શક્તિ રહેલી છે. આ કારણથી જ આધ્યાત્મિક સાધકને ઘરનાં માણસો સાથે હળવાભળવા દેવામાં નથી