________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૧૩
પરિશિષ્ટ-૨)
સાધના
દિવ્યધ્વનિ
સાધના એટલે જાગ્રતપણે, વ્યવસ્થિત સ્વરૂપમાં આધ્યાત્મિક ઊર્ધ્વગમન. જે હેતુ માટે આપણે અહીં પૃથ્વી પર આવ્યા છીએ તે હેતુ સાધનાનો છે. અભ્યાસ અને સાધના એ પર્યાયો છે. આપણું જીવન જે માયાથી બંધાયેલું છે તેમાંથી મુકત થઇ જીવનને સાચા સ્વરૂપમાં સમજવાનો સાધનાનો હેતુ છે.
સાધના એ જીવનપર્યત ચાલનારી પ્રક્રિયા છે. પ્રત્યેક મિનિટ, પ્રત્યેક કલાક અને પ્રત્યેક દિવસે સાધનામાં પ્રગતિ સાધવાની છે. આ મહાન દરિયાઇ મુસાફરીમાં અગણિત વિબો આવે છે. જ્યાં સુધી ઇશ્વરને તમે તમારા નાખુદા તરીકે માનશો ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અવશ્ય સામા કિનારે પહોંચી જશો.
કેટલાક લોકોને આધ્યાત્મિક માર્ગ જાણવાની માત્ર ઇચ્છા હોય છે, પણ તેઓને મુક્તિ માટે સાચી ખેવના નથી હોતી. તેઓ એમ માને છે કે જો તેઓ થોડીક યૌગિક ક્રિયાઓ કરશે તો તેઓ અમુક શકિત અથવા સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. પરંતુ જ્યારે તેમને આવી શકિત મળતી નથી