________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
નિરાશાવાદી વાણી બોલીને પેલી પ્રાર્થનાઓ ઉપર પાણી ફેરવવાનો અર્થ શો ? શબ્દો એ જીવન છે. જેવા શબ્દો બોલાય એવું જીવન ઘડાય. આપણા જ શબ્દો આપણી પ્રાર્થનાનો વિરોધ કરે એ કેવું ? તો આપણે જાણી લઈએ કે સામાન્ય વિચારો અને શબ્દો પણ પ્રાર્થનાઓ જ છે. એમની અસર પણ પડે છે જ. તો હવે કાળજી રાખીએ કે એ વિચારો ને રોદિી વાતચીત પ્રાર્થનાની ભાવનાઓ ને સંકેતોની વિરોધી ન જ હોય. હવે કર્મમય પ્રાર્થનાનો વિચાર પણ કરી લઇએ. એક સુંદર ઉદાહરણ છે. જે હું જીવનભર ભૂલી નહીં શકું.
એક ગામમાં દુષ્કાળ પડ્યો. રામજીમંદિરના મુખ્ય પૂજારીએ જાહેરાત કરી કે સાંજે બધા લોકોએ દુષ્કાળપીડિતો માટે પ્રાર્થના કરવા માટે એકઠા થવું. સાંજ પડ્યે ઘણા લોકો એકઠા થયા.
પ્રાર્થના શરૂ થવાની હતી ત્યાં જ એક છોકરો ત્યાં આવ્યો. થોડા લોકો બહાર આવો ને ? એ બોલ્યો.
૪૧૧
શું કામ છે ? અમે બધા પ્રાર્થના કરવા માટે બેઠા છીએ. તું આવ્યો ને પાછો કામ બતાવવા લાગ્યો. તારા બાપા કેમ નથી આવ્યા ?
એ વાડીએ નવા કૂવાનું કામ કરાવી રહ્યા છે. પણ એમણે ગાડું ભરીને પોતાની પ્રાર્થનાઓ મોકલી છે તે તમે બધા એમને મંદિરમાં લાવવામાં મને મદદ કરો.
ગાડું ભરીને પ્રાર્થનાઓ ? ચકિત થયેલા પૂજારીએ પૂછ્યું.
હા, મારા પિતાજીએ ગરીબો માટે ઘઉં, બાજરી, ચોખા અને કઠોળના કોથળા તેમ જ બાય વગેરે મોકલી આપીને કહ્યું છે કે મારે કામ છે એટલે હું પ્રાર્થનામાં નથી આવી શકતો, પણ મારી પ્રાર્થનાઓ મોકલી આપું છું.
ઘણું કહેવું છે ને કંઇ કહેવું નથી. ના કહું તો અસંતોષ રહેશે. કહીશ તો મજા મારી જશે. ના ભઇ ના, મૌન રહી જાઉં આ વાત ઉપર. ગાડું ભરેલી પ્રાર્થનાઓની વાતના સ્મરણે બરો કેફ ચડાવી દીધો છે. ભગવાન,