________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હવે પ્રાર્થનાની નિષ્ફળતાના મૂળ સવાલને હાથ ઉપર લઇએ. આપણે સાવ અસ્પષ્ટ હોઇએ છીએ. એ પ્રાર્થનાની નિષ્ફળતાનું એક અગત્યનું કારણ.
એક બહેનને ભારે શરદી થયેલી. કોઇએ એમને પ્રાર્થનાનો રસ્તો બતાવ્યો. બધાં સહકુટુંબ પ્રાર્થના કરવા બેઠાં. ભગવાનને વિનંતિ કરવામાં આવી. બધા ઊભાં થાય એ પહેલાં આઠેક વરસના બાબાએ હાથ જોડીને કહ્યું અને ભગવાન ભૂલતો નહીં કે મમ્મીને શરદી થયેલી છે. પણ તું એને એટલી બધી ગરમી ના આપતો કે એને તાવ આવી જાય.
૪૦૯
કોઇર્ન આ સાંભળીને હસવું આવશે. પણ આમાં કંઇ હસવાજેવું નથી. બધી જ સ્પષ્ટતાઓ કરવાની તે ભગવાનને માટે નહીં, આપણે માટે. ભગવાન તો બધું જાણે છે. પણ તમારી પ્રાર્થના તમારી સાથે તો સ્પષ્ટ હોવી જોઇએ ને ? એટલી કાળજી ઉપરથી તમારી નિષ્ઠા નું માપ નીકળશે. તમને પેલા વચનની ખબર હોવી જ જોઇએ. તારી શ્રદ્ઘા પ્રમાણ થશે. એમ જ થાય છે.
ભગવાન આપણી પ્રાર્થનાઓને નકારે છે ખરો ? આ બીજો પ્રશ્ન. નકારે પણ ખરો. તેથી શું ? એક જણે સરસ કહેલું :
મારી બધી પ્રાર્થનાઓનો જ્વાબ ભગવાને ના આપ્યો તે બહુ સારું થયું એમ સમજ્જારો હું જીવતો છું.
કદાચ થોડું ગૂઢ લાગશે આ વાકય પણ તદ્દન સાચું છે. ઘણીવાર લાગણીના ઉદ્રકમાં કે અન્ય દબાણને કારણે આપણે પ્રાર્થના કરી નાખીએ છીએ. કદીક આપણી માગણી અનુચિત હોય. ભગવાન બીજું જ કંઇ કરવા માંગતો હોય. તો તે આપણી પ્રાર્થના નામંજૂર પણ કરે. આપણે માંગેલી વસ્તુ કરતાં એ વધુ કિમતી વસ્તુ આપવા માંગતો હોય એમ પણ બને ને ? બરાબર સમજી રાખો કે ભગવાન ના પાડે ત્યારે આપણને છીએ ત્યાંથી વધારે ઊંચી ભૂમિકા પર લઇ જ્વા માંગતો હોય છે. માટે જ તો પ્રાર્થનાને અંતે ઉમેરવું જોઇએ :