Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 417
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હે ભગવાન ! મારી બુદ્ધિ અને જરૂરિયાત મુજબ મેં તારી પાસે આ માંગ્યું છે. તું એ આપ. અથવા કંઇક વધારે સારું આપ. તારી જ ઇચ્છાનો વિજ્ય હો પ્રભુ ! પ્રાર્થના વિશે મેં ઘણું વાંચ્યું છે. દરેક ગાએથી કોઇક નવો વિચાર તો મળ્યો જ હશે. પણ ઉપર ઉલ્લેખેલા ફીશરનો એક વધારાનો વિચાર મને ખૂબ જ ગમી ગયેલો. એમના મતે પ્રાર્થનાની મૂળભૂત ત્રણ રીતો કાં તો આપણે વિચારથી પ્રાર્થના કરીએ છીએ, કાં તો વાણીથી કાં વ્યવહારથી. (જો કે આપણી પ્રાર્થના વાણીની હોય છે, વાણીશૂરા ખરા ને ? આખો વ્યવહાર પ્રાર્થનામય બનાવી દેવો એ એક મહાન સિદ્ધિ છે. પણ એ ઘણો ઊંડો વિષય છે. એની ચર્ચા સ્વતંત્ર કરીશું.) તો બાકી રહી વૈચારિક પ્રાર્થના, એની ભૂમિકા ઘણી ઊંચી હોય છે. આપણાં વિચાર જો સતત પ્રભુ પ્રતિપ્રેમપૂર્વક દોરાયેલા રહે તો એ સતત પ્રાર્થના કહેવાય, જે ખૂબ જ અસરકારક નીવડે છે. ભગવાન સાથે વાતચીત કરવી, આપણો ભાવ એને સમજાવવો, એની પ્રેરણા આપણે ઝીલવી ને એ રીતે એક દિવ્ય વિદ્યુત વર્તુળ સંપૂર્ણ બનાવવું. આથી વધારે ને વધારે ઉચ્ચતર અનુભૂતિઓ થશે અને પ્રાર્થના વધારે સબળ અને સફળ બનતી જશે. આ સાથે શાબ્દિક પ્રાર્થના વિશે થોડું વિચારી લઇએ. ઉદાહરણ ઠીક પડશે. એક ભાઇ છે. એ માંગલ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ માટે એમણે સવાર-સાંજ વીસવીસ મિનિટ જુદી ફાળવી છે. આ સમય દરમ્યાન એ સુંદર પ્રાર્થનાઓ કરે છે. બાકીના સમયની એમની વાતચીતનો થોડો અંશ જોઇએ : બહુ ખરાબ સમય છે.. શું થશે એ નથી સમજાતું..કેમ ગોવવું એનો ખ્યાલ નથી આવતો (વચ્ચે એક ભારે નિસાસો) પરિસ્થિતિ કયાં ઈને અટકશે...હવે હદ થઇ ગઇ...ભગવાન પણ શું કરવા બેઠો છે... ૪૧૦ તમે વિચાર કરો કે આ ભાઇ પેલી ચાલીસ મિનિટો બરબાદ ના કરતા હોત તો એ વધારે સારું હતું ને ? આખો દિવસ નકારાત્મક ને

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440