________________
૪૦૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આપણેય રાજાઓના રાજા એવા મહાસમ્રાટના રાજકુમારો છીએ. પરમાત્માની પાસે જઇએ ત્યારે ઢીલા થઇ ક્વાની શી જરૂર ? એની તમામ સમૃદ્ધિ પર આપણો અધિકાર છે.
પ્રેમાળ પરમાત્મા તમામ યોગ્ય ઇચ્છાઓ પૂરી કરવા તૈયાર છે. પ્રાર્થના એ માટેનો પત્ર છે. બસ, ઉપયોગ કરો ને આનંદ પામો.
એક સુંદર પ્રયોગ વાંચવા મળેલો. એક વિદ્વાને એક કઠિયારાને બોલાવીને પૂછયું : આખો દિવસ લાકડાં ચીરવાના કેટલા પૈસા લઇશ ?
પાંચ રૂપિયા.
હું તને દસ રૂપિયા આપીશ. પણ એક શરત. તારે સીધી દુહાડીએ લાકડાં નહીં કાપવાનાં. કામ ઓછું થાય તેનો વાંધો નહીં.
પેલો તરત કબૂલ થયો. અરધા કલાકમાં એ પાછો આવ્યો. કહે : મારે કામ નથી કરવું. તને પંદર રૂપિયા આપીશ. પંદરસો આપો તો પણ નહીં. મારે કામ નથી જોઇતું. નવી પદ્ધતિ જોવા પ્રયોગ કરી રહ્યો છું.
સાબ હું એવી ભારેભારે વાતોમાં કંઇ ના સમજું. હું તો આટલું જાણું કે લાકડા ફાડતા હોઇએ તો છોડિયાં ઊડવાં જોઇએ. એ નથી ઊડતાં. મારે કામ નથી કરવું.
તમે પ્રાર્થના કરો કે પરિણામ નાં છોડિયાં ના દેખાય તો સમજવું કે કુહાડી અવળી પડે છે, પ્રાર્થનાપદ્ધતિમાં ભૂલ છે, આ બાબત સમજી લઇને તરત જ રસ્તો બદલવો જોઇએ, નવો પ્રાર્થનાપથ શોધવો જોઇએ.
બીજાની લખેલી પ્રાર્થનાઓનો ઉપયોગ કરાય છે ? આ પ્રશ્ર થવો સ્વાભાવિક છે.
* અવશ્ય કરાય પણ અમુક હદ સુધી જ. ગોખેલી પ્રાર્થનાઓનો અર્થ શું ? , એમાં ભાવતન્મયતા આવે તો સરસ. સારો રસ્તો એ છે કે સરળ હૃદયમાંથી જે પણ શબ્દો નીકળે એ તમારી પ્રાર્થના.