________________
૪૦૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પડ્યા. લોકોએ એમને મૂર્ખશિરોમણિ નો ઇલ્કાબ આપ્યો. કંઇક આવી જ ભૂલ આપણે કરીએ છીએ. પાણીનું મૂલ્ય અને અગ્નિનું જોખમ જાણનારાએ પાણીની વ્યવસ્થા પહેલી કરવી જોઇએ. પ્રાર્થના દ્વારા પ્રશ્નો ઉકેલવા હોય તો પ્રશ્નોનો ઢગલો થાય અને સમસ્યા એકદમ જલદ બને પછી જ પ્રાર્થના શરૂ કરવાની કેટલાકની રસમ હોય છે. એ વખતે મન કેટલું વ્યગ્ર હોય
જો કે એક અનુભવીના જણાવ્યા મુજબ આ સમય પ્રાર્થના શીખવા માટેનો ઉત્તમ સમય હોય છે. કેવી રીતે ?
માણસને ભગવાનની સહાયની તાતી જરૂર હોય છે. એટલે આસમાનીસુલતાની વખતે એ વધારે ઊંડાણથી પ્રાર્થના કરશે.
પરીક્ષાને સમયે વિદ્યાર્થીઓ વધારે એકાગ્રતાપૂર્વક વાંચે છે એમ ? હાં કંઇક એવું જ. આના ભયસ્થાન શાં છે એનો ખ્યાલ આપવાની જરૂર છે ખરી ?
લોકોને મન ભગવાન એટલે સનાતન જમીનદાર. જ્યારે પણ કયાંક ગળું પકડાય એટલે એ જમીનદારને સાદ પાડવાનો, પણ જો માણસને આવી નાસ બિલાડી ઘોઘર આવ્યો. જેવી જ પ્રાર્થનાનો અભ્યાસ હોય તો આ વલણ અને સ્થિતિ તંદુરસ્ત નહીં ગણી શકાય. આ એક મોટી કમનસીબી જ કહેવાય.
પ્રાર્થના એટલે માગણી જ નહીં. એ તો એનો એક ભાગ થયો. પ્રકાર થયો. પ્રાર્થના દ્વારા સર્વ શકિતના સ્વામી સાથે સંપર્ક સાધવાનો છે એ ભૂલાય કેમ ? પ્રભુનો એવો સંપર્ક અને સાનિધ્ય માણસના જીવનમાં જલદતા ઊભી ના થવા દે ને કદાચ થઇ જાય તોપણ એનું નિવારણ થઇ જાય ને અંતે બધું મંગળ મંગળ થઇ જાય.
આપણી પ્રાર્થના પ્રાર્થના ના પણ હોય, હે ભગવાન એવું સંબોધન પ્રાર્થનાનો ભાગ છે જ. પણ એના પછી જે કંઇ આવે તે સલાહસૂચના કે માત્ર ચિતા જ હોય. એને પ્રાર્થના કેમ કહેવાય ?
ફીશર નામના એક પ્રાર્થના પ્રેમી આ કળાના મોટા નિષ્ણાત.