________________
૪૦૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
Ocજા ૧૭.
જાતે જ કરવો પડે.
પ્રાર્થનાના અઠંગ ઉપાસક એવા એક ભાઇને પૂછવામાં આવ્યું. એક પ્રાર્થના અને દસ પ્રાર્થનાના પ્રભાવમાં શો ફેર પડે ?
એવું સાદું ગણિત આમાં નહીં ચાલે, પ્રાર્થનામાં સંખ્યા અને ગુણવત્તા બેય જોવામાં આવે. યાદ રાખો કે ગુણવત્તા ઉપરથી પણ સંખ્યા નક્કી થઇ શકે. એક જ ઉત્તમ પ્રાર્થના દસ જેટલી થઇ જાય, ને સો નિર્બળ પ્રાર્થનાઓનું પરિણામ પણ એવું જ આવે.
જો આમ જ હોય તો પ્રાર્થનાની ગુણવત્તા વધારવા માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઇએ. એની કલાને બરાબર શીખવી જોઇએ.
આ માટે થોડી પ્રાથમિક બાબતો સમજી લેવી જોઇએ. સ્વામી રામતીર્થ પાસે એક યુવક આવ્યો. કહે : ભગવાન નથી.
આ નવા સમાચાર તું કયાંથી લઇ આવ્યો ? આ તો ભયંકર કહેવાય ! રામબાદશાહે બનાવટી ગંભીરતાથી કહ્યું.
ભગવાન હોય તો મારી પ્રાર્થના ના સાંભળે ?
એ વાત ખરી. પ્રાર્થના ના સાંભળી એટલે એ બિચારાનો કાંકરો જ કાઢી નાંખ્યો. સારું તું મને એ બતાવ કે તે ખરેખર પ્રાર્થના કરી હતી કે બીજું કંઇક ?
પ્રાર્થના જ કરેલી. એ વખતે તું કયાં હતો ? નાટકની ટિકિટ ખરીદનારાઓની લાઇનમાં ઊભો હતો.
હા પ્રાર્થના માટે જગા તો સરસ પસંદ કરી. મારી ધારણા પ્રમાણે તારે ટિકિટ જોઇતી હતી એટલે જ ને ?
હા, પણ મારો નંબર આવ્યો ને બારી બંધ થઇ ગઇ. ભગવાન છે જ નહીં.
આવી લુક બાબતો ઉપરથી ભગવાનને એના સિંહાસનેથી રૂખસદ આપી દેનારાઓની સંખ્યા ઘણી મોટી છે. એમને એ પણ ખબર નથી