________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૦૩ એની ઘણીબધી વ્યાખ્યાઓ મળે છે. એ બોલી ક્વાનો અર્થ શો ? આજે જ પ્રાર્થના વર્તુળમાં દાખલ થયેલા નવા સભ્ય દલીલ કરી.
તમે જે વ્યાખ્યા બોલશો તે શા માટે બોલશો ? મને ગમી હશે એટલા માટે.
એનો અર્થ એવો થાય કે તમે એ વ્યાખ્યા સાથે સહમત થાઓ છો. પછી એ વ્યાખ્યા તમારી બની જાય છે.
એ બરાબર છે.
કોઇ એક જ વ્યાખ્યા તમારી હોય એવું ના પણ બને. તમે વધારે વાંચો, ફોઇને સાંભળો કે સ્વયં તમારા અનુભવમાંથી પણ નવી વ્યાખ્યા મળી જાય. અહીં આપણે આવા અનુભવોની આપલે કરીને સમૃદ્ધ થવા ભેગા થયા છીએ એ ના ભૂલાય.
પછી સહુએ પોતપોતાને ગમતી વ્યાખ્યાઓ આપી. એક જણે કહ્યું : મને એક નવી વ્યાખ્યા મળી છે.
તો ઇતેજારી વધાર્યા વગર બોલી જાઓ. અમે વિચાર કરવા લાગીએ.
સાવ સાદી વ્યાખ્યા છે. પ્રાર્થના એટલે પ્રભુનો સંપર્ક સાધવાની પ્રક્રિયા.
સુંદર વ્યાખ્યા કહેવાય. આ ખાવા જેવી પ્રક્રિયા છે. જેમ તમારે જાતે જ ખાવું પડે તેમ, તમારે જાતે જ પ્રાર્થના કરવી પડે. (કોઇ તમારા માટે પ્રાર્થના કરીને તમને જરૂર ઉપયોગી થઇ શકે. પણ અહીં તો આપણે વ્યક્તિગત પ્રાર્થનાના લાભ ઉપર જ ભાર મૂકવો છે એટલે વિષયાંતર ના કરીએ.).
બીજા માણસો તમારા વતી ખાઇ ના શકે પણ ખોરાકનું વર્ણન કરીને, તમને સારું ભોજન પીરસીને ભોજન તરફ આકર્ષી શકે જરૂર. આ જ રીતે બીજા માણસો તમને પ્રાર્થનાના પ્રવેશ દ્વારે જરૂર લઇ જઇ શકે. એ પ્રેરણા આપી શકે પણ એ અનુભવના પ્રદેશમાં પ્રવેશ તો તમારે